________________
૨૧૮
ચાર ગતિનાં કારણે
મુનિરાજ કયાં ? તેમાં વળી, મારૂં રહેલું દ્રવ્ય કાંથી ? ' મારા જેવા રંકને આવા મુનિરાજના ચેગ કયાંથી થાય અને કદાચ આવા મુનિરાજનો યાગ મને થઈ જાય, પણ તે વખતે આવા મુનિરાજને આપી શકાય એવું દ્રવ્ય, મારી પાસે મારા રળતરનું હાય ક્યાંથી ? એ વખતે, એને એમ પણ થાય છે કે—આ બધા યોગ સૂચવે છે કે-આવતા ભવમાં ચાસ મને કેાઈ અદ્ભુત સંપત્તિ પ્રાપ્ત થવાની છે! આવી સામગ્રી કદી પણ અન્યથા થાય નહિ ! ’ આ વિચારમાં, ખૂબ આનંદપૂર્વક અને સંતાષપૂર્વક, એ નોકરે પોતાનું સઘળું ય ભેાજન મુનિરાજને વહેારાવી દીધું.
શેઠ આ બધું જોતા હતા અને જોઇને પ્રસન્ન થતા હતા ! પેાતાના નાકરને, આ પ્રમાણે સઘળું ય મુનિરાજને વહેારાવી દેતા જોઇને, શેઠ પણ ખૂબ પ્રમેાદ પામ્યા.
શેઠે પેાતાના નોકરાને પણ કેવું ભાજન પીરસાવ્યું હશે ? તમારે ત્યાં તે, માટે ભાગે શેઠનું ખાણું જુદું અને નોકરનું ખાણું જુદું, એવું જ હોય છે ને? કહે છે કે-નાકર ઉપર સારી છાપ પડતી નથી, પણ નોકર ઉપર સારી છાપ પડે એવા તમારા વ્યવહાર જ કયાં છે?
શેઠે જોયું કે–આણે તેા કાંઈ પણુ રાખ્યા સિવાય પોતાનું બધું જ ભેાજન વહેારાવી દીધું છે, એટલે શેઠે તેના ભાણામાં ખી ભેાજન પીરસાવવા માંડયું, કેમ કે-એમને ખબર નહાતી કે આણે આજે ઉપવાસ કર્યો છે.
ગેાપાલક નાકરની સાથે શેઠ જ્યારે શ્રી જિનમન્દિરમાં ગયેલા, તે વખતે આણે ઉપવાસનું પચ્ચખ્ખાણ કરી લીધેલું અને પછી કોઇને ય એણે એ વિષે કહેલું નહિ. ઉપવાસ