________________
૨૧૩
પહેલે ભાગ પુષ્પ હોય, તેને ફલ મળે. અમારે તે મજુરી માત્ર થઈ કહેવાય.” આમ કહીને, એમણે પોતાના વતીની પૂજા માટે, શેઠનાં પુષ્પને ગ્રહણ કરવાની ના પાડી દીધી!
શું ભણેલા છે? શા સંસ્કાર છે? કેટલીક સમજણ છે? કાંઈ નહિ, પણ આ તો સામાન્ય અક્કલને સવાલ છે ને? શેઠનાં કુલ અમે ભગવાનને ચઢાવીએ, તેમાં અમને શું ફલ મળે?”-એટલું, એ અજ્ઞાન અને અસંસ્કારી નેકને પણ સમજાયું અને શ્રાવકના કુળમાં ઉત્પન્ન થયેલા, ગુરૂઓના પરિચયમાં આવેલા, વ્યવહારમાં કુશલ બનેલા તમને આ વિચાર ન આવે, તો સમજવું શું? તમને એમ ન સૂઝે કે
પૂજા કરવી છે મારે, પૂજાનું ફલ મેળવવું છે મારે અને કેઈની વાટકી, કેઈનું કેસર અને કેઈનાં કુલ લઈને જે હું પૂજા કરું, તે એમાં મારું વળે શું?”
શેઠે, પિતાના એ બન્ને ય નેકરેને, ભગવાનની પુષ્પપૂજા કરવાને માટે બહુ બહુ સમજાવ્યા, પણ તે એકના બે થયા નહિ! એક જ વાત કે "કરીએ તે અમારાં પુષ્પથી જ પૂજા કરીએ, બાકી નહિ!” નેકરના આવા વલણથી, શેઠ ગુસ્સે થતા નથી, કારણ કે-શેઠ સમજી છે.
પછી, શેઠ એ બને નેકરેને, ગુરૂ મહારાજની પાસે લઈ જાય છે અને ગુરૂ મહારાજને વાત કરે છે. ગુરૂ મહારાજ નાકરેના મનભાવને સમજી જાય છે. ગુરૂ મહારાજને પણ લાગે છે કે-જી લાયક છે.” ગુરૂ મહારાજ એ બનેને કહે છે કે-“પુષ્પથી પણ ભગવાનની પૂજા જે ભાવપૂર્વક કરી હોય, તે તે ઘણા મેટા ફલને દેનારી થાય છે, તમારી પાસે થોડું પણ દ્રવ્ય છે કે નહિ ?”