________________
૨૪૦
ચાર ગતિનાં કારણે જે સ્થિતિમાં રહેવું પડે તેમ છે, તે સ્થિતિમાં એ ત્યાગ કરી શકાય તેમ નથી ! એટલે, હૈયામાં અહિંસકભાવ તે પ્રગટ્યો જ છે, પણ સંપૂર્ણપણે હિંસાથી વિરામ પામવા જેગી સ્થિતિ નથી, માટે “નિરપરાધી ત્રણ જીવોની હિંસા તે હું કરું પણ નહિ અને કરાવું પણ નહિં—એવો નિયમ ગ્રહણ કરે છે. હિંસાને રસ ન હોય છતાં સંયેગવશ કરવી પડે છે ને?
રાજા વગેરેને પંચેન્દ્રિય પ્રાણિના વધની ઈચ્છા ન હોય, તે પણ તેઓ જે સ્થાને હોય છે, તે સ્થાનના ઔચિત્યને અંગે પણ તેમને યુદ્ધમાં ઊતરવું પડે-એ શક્ય છે. પિતે રાજા છે, એટલે રાજ્યનું રક્ષણ કરવું, એ એની ફરજ છે. રાજ્ય ઉપરના બીજાઓના આક્રમણને ખાળવું, એ એની ફરજ છે. એ વખતે, એને, યુદ્ધ કરીને સેંકડો પ્રાણિઓના સંહારની સ્થિતિમાં મૂકાવું પડે ને? છતાં, એ નરકે જ જાય, એવો નિયમ નહિ. એને એ હિંસાને રસ ન હોય અને માત્ર કર્તવ્યને અંગે જે એને એ હિંસા કરવી પડી હેય, તે પણ એ પાપને બંધ એને નરકે લઈ જ જાય-એમ કહેવાય નહિ. અનેક રાજાઓ, યુદ્ધ ખેલનારા રાજાઓ પણ, સ્વર્ગ ગયા છે. જેમ, કુટુંબને વડે, કુટુંબના પાલન આદિને અંગે હિંસાદિ કરે, એમ પણ બને ને ?? કુટુંબના વડાના હૈયામાં મેહ કરતાં ફરજ વધારે કામ કરતી હોય, એમ પણ બને અને ફરજના ખ્યાલ કરતાં મોહ વધારે કામ કરતે હોય, એમ પણ બને. એક મેહ કામ કરતે હોય, તે પાપને બંધ બહુ વધી જાય. જોખમદારી સમજીને કરે અને મેહના ઉછાળા આવે ને કરે, તેમાં બહુ ભેદ છે. બને