________________
૫
પહેલે ભાગ ધર્મપરિણામને સાકર જેવો બનાવ
ત્યારે, તમારે પણ તમારા પરિણામની પરીક્ષા કરવી જોઈએ ને? ઘણે વખત સંસારકિયામાં જાય છે અને ધર્મકિયામાં ડેક જ સમય જાય છે, પણ મનમાં ઈચ્છા શી છે? “મારું જીવન એવું ક્યારે બને કે આ જીવનમાં ધર્મકિયા સિવાયની કઈ ક્રિયા હેય જ નહિ”—એવી ઈચ્છા ખરી ને ? સંસારકિયા ન છૂટકે કરે છે ને ? તમારું ચાલતું હોય, તે તમે ધર્મક્રિયા સિવાયની કેઈકિયા કરો જ નહિ ને? હૈયામાં ધર્મપરિણામ છે કે નહિ અને છે તે કેવા પ્રકાર છે? ધર્મપરિણામને સાકર જે મીઠે બનાવવાનો પ્રયત્ન કરો. હૈયામાં એ ધર્મપરિણામ હોવા છતાં ય, સંસારમાં રહેવું પડે એ શક્ય છે, પણ સંસારમાં રહેવાય તે તદ્દન વિરાગભાવે રહેવાય અને સંસારના ત્યાગની તથા સંયમના સેવનની અભિલાષાપૂર્વક જ રહેવાય. આ ધર્મ પરિણામ ન હોય તો તે પ્રગટે, એ માટે મહેનત કરે છે? તમને જે કાંઈ તારક સાધન મળ્યાં છે, તેને ઊલટે ઉપયોગ તે નથી કરતા ને દ્વાદશાંગી, ઓ, આણુવ્રતાદિને ઊલટે ઉપયોગ કરનારાઓને માટે જ એ વાત છે કે તેઓ આ સાધનને પામ્યા અને તેમણે આ સાધનને સેવ્યાં, છતાં પણ તેઓ સંસારમાં રૂલી ગયા. તમારે સંસારમાં રૂલવું નથી ને? સંસારથી છૂટવું જ છે ને ? સંસારથી છૂટવું હોય, તો અત્યારે પેગ સરસ છે. શ્રી સિદ્ધગિરિજીની છાયામાં છે, એટલે વાતાવરણ મજેનું છે. દોષને કાઢવાની અને ગુણોને પ્રગટાવવાની અહીં સુંદર સામગ્રી છે. અહીં આવ્યા પછી પણ, જે આપણા દે ખળભળે