________________
ચાર ગતિનાં કારણે હોય, તે આ સાધનને પણ એ જીવ કેવા હેતુથી સેવ હેય? જેમ ધર્મ પરિણામ સારે, તેમ આત્માનું કલ્યાણ વધારે અને જેમ વિષયરસને અને કષાયરસને, એટલે કે-સંસારરસને પરિણામ ગાઢ, તેમ આત્માનું અકલ્યાણ વધારે! જેઓમાં સંસારને રસ ગાઢ હોય છે, તેઓ અવસરે ઉસૂત્રપ્રરૂપણાદિ પણ કરે. મેક્ષની વાતને હંબગ કહે. જે કાંઈ કરે, તે સંસારના રસને આધીન બનીને જ કરે. સંસારના રસને આધીન બનીને આવાં તારક સાધનેને સેવનારાઓ તરી જાય, એ બનવાજોગ વસ્તુ જ નથી. વિષયસુખના હેતુથી જ, એ ધર્મ કરે અને એને વિષયસુખના હેતુને આગ્રહ પણ હેય. વિષયસુખ તજવા જેવું છે, એ વાત હૈયાના એક ખૂણામાં પણ ન હેય. વિષયની સામગ્રી અનુકૂળપણે મળે, ભગવાય, એ વગેરેમાં જ, એ સુખ માને. વિરાગ વિના, ધર્મની ઉપાસના, ધર્મની ઉપાસના તરીકે થઈ શકે જ નહિ. મુગ્ધ જીવોને માર્ગે લાવવાના હેતુમાં પણ, એ વાત તે રહેલી છે જ કે-એનામાં સંસારના સુખને જ માટે ધર્મ કરવાને આગ્રહ હતો નથી. મુગ્ધ હોવાથી વિશેષ સમજી શકો નથી, પણ સંસારસુખના હેતુને આગ્રહ પણ નથી, એટલે એનામાં વિષયરસ જોરદાર છે-એમ કહેવાય નહિ. એવાએનું આલંબન લઈને, વિષયરસના યોગે જ આ ધર્મક્રિયાઓને કરનારા અને કરાવનારા, સંસારમાં જ રૂ. ધર્મક્રિયાઓ ધર્મરસથી કરવી જોઈએ અને સંસારના વેગને કાઢવાને માટે કરવી જોઈએ. સંસારરસ જ્યાં સુધી બહુ જ મીઠે લાગે છે, ત્યાં સુધી તો જીવ, તારક સાધનેને પામે ને સેવે, તે પણ તે સંસારમાં રૂલે છે.