________________
[૨]
શ્રી સિદ્ધોનું ને આપણું સ્વરૂપ એક છે, પણ એમનું પ્રગટેલું
છે ને આપણું દબાએલું છે
અનન્ત ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે કષા અને ઈન્દ્રિયોથી જીતાએલો એવો આ આત્મા જ સંસાર છે અને જે આત્મા સંસાર છે, તે જ આત્મા જ્યારે કષાયો તથા ઇન્દ્રિયને વિજેતા બને છે, ત્યારે તે મોક્ષ છે, એમ ભાગવાન શ્રી અરિહંતદેવો અને ભગવાન શ્રી ગણધરદેવ આદિએ ફરમાવેલ છે. આથી, એ વાત સ્પષ્ટ થાય છે કે આ આત્મા જ, સંસાર પણ છે અને મેક્ષ પણ છે.” સંસારસ્વરૂપ પણ આત્મા પોતે છે અને મેક્ષસ્વરૂપ પણ આત્મા પોતે જ છે. કષાયો અને ઈન્દ્રિયથી જીતાએલો આત્મા સંસારસ્વરૂપ છે અને એને એ જ આત્મા જ્યારે કષાયો અને ઈન્દ્રિ ઉપર વિજય મેળવે છે, ત્યારે તે મેક્ષસ્વરૂપ બને છે. કષાયો અને ઈન્દ્રિયથી પરાજિતપણામાં સંસાર અને કષાયો અને ઈન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવામાં મેક્ષ. જે આત્માઓ શ્રી સિદ્ધિગતિને પામ્યા છે, તે કષાયો અને ઈન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરીને જ શ્રી સિદ્ધિગતિને પામ્યા છે. કષાયને અને ઈન્દ્રિયને કાબૂમાં લઈને, કષાય અને ઈન્દ્રિયેથી મુક્ત બની જનારા આત્માઓ, સિદ્ધાતમાઓ બન્યા. એ તારકોએ