________________
ચાર ગતિનાં કારણેા
શકે. ગ્રાહક અજાણ હાય, પણ વેપારી પ્રમાણિક હોય ત્યાં સુધી ગ્રાહક છેતરાય નહિ, પણ ગ્રાહકને ભૂલમાં પડી જવાનો સંભવ ઘણા. વેપારી અપ્રમાણિક હોય ને ગ્રાહક ચતુર હોય, તા ગ્રાહક છેતરાય નહિ, જોઇતા માલ લઈ લે અને પછી બીજો વેપારી શેાધી લે. જ્યાં વેપારી અપ્રમાણિક અને ગ્રાહક ભેાંઠ હાય, ત્યાં ગ્રાહક લૂંટાઈ જાય. તમને કેવા ગ્રાહક ગમે ? અપ્રમાણિક વેપારિને તેા મૂર્ખ ગ્રાહક જ ગમે ને ? ગ્રાહકે પૈસા આપીને માલ લેવાનો છે, માટે સાવધ બહુ રહેવું પડે ને ? તમે પૈસા ધીરતાં કે હિસાબ ચૂકવતાં, સામાની પેઢી સારી હાય, આબરૂદાર હોય, તે છતાં પણ એ પેઢી તરફથી પૈસા લેવા આવનારા દાધારંગો હાય, તા તેને પાછો કાઢો ને ? સામા પેઢીવાળાને પણ કહો ને કે-માણસ તે જરા સારા મેકલે!? તમે જે લેવડ-દેવડ કરા, તે સમજથી કરી ને ? એણે શું આપ્યું ને મેં શું લીધું અથવા મેં શું આપ્યું અને એણે શું લીધું-એની અમને ગમ નથી, એમ બેમાંથી એકે ય કહે ખરા ? નહિ જ, તેમ ધર્મની વાતમાં પણ લેનાર–દેનાર અન્નેએ પેાત પેાતાના અધિકાર આદિને સમજવા જોઈએ.
૩૪૪
સ૦ આવી વાત ધર્મગુરૂએ સમજાવવી જોઈ એ ને ? ધર્મગુરૂની એ કજ છે, પણ જેમ અપ્રમાણિક વેપારી ગ્રાહકને મૂર્ખ બનાવવાને ઈચ્છે, તેવું અહીં પણ એવું ભળતું જ કાંઈક બને, તેા એ પણ શકય જ છે. અપ્રમાણિક વેપારી કાંઈ ‘હું અપ્રમાણિક છું ’–એમ કહે નહિ; ગ્રાહકે જ પરીક્ષા કરવી પડે; તેમ, ધારા કે ધર્મગુરૂએ તમને ન સમજાવ્યું હોય, પણ તમે જો ધર્મના અર્શી હોત, તા તમે પૂછ્યા વિના કેમ રહ્યા હોત ખરા ?