________________
પહેલે ભાગ
૩૪૩ ધર્મના દેનાર અને ધર્મના લેનાર અંગેની ચતુર્ભગીમાં કર્યો
ભાંગે સૌથી સારે ? વાત તે એ હતી કે જેણે સમ્યક્ત્વ ઉચ્ચરવું હોય, તેણે સમ્યકત્વદાતા ગુરૂની પાસે પોતાની આન્તરિક અને બાહ્ય સર્વ સ્થિતિને યથાસ્થિત રૂપમાં એકરાર કર જોઈએ.
સહ આજે આટલી કાળજી રખાય છે?
જેટલે અંશે, જેના તરફથી, જેટલી કાળજી ન રખાતી હોય, તેટલે અંશે ભૂલ થાય છે, એ ચોક્કસ બીના છે. આજે આ બાબતમાં પણ બહુ અવિધિ ચાલી રહ્યો છે, એ કબૂલ્યા વિના ચાલે તેમ નથી. એની પણ ચતુર્ભગી છે. લેનાર અને દેનાર–બને ય જણા, જે લેવાય છે અને જે દેવાય છે, તેના સ્વરૂપને જાણનારા હોય; જે લેવાય છે અને જે દેવાય છે, તેના સ્વરૂપને દેનાર જાણકાર હોય, પણ લેનાર જાણકાર ન હોય; જે લેવાય છે અને જે દેવાય છે–તેના સ્વરૂપને દેનાર જાણકાર ન હોય, પણ લેનાર જાણકાર હેય, અને જે લેવાય છે અને જે દેવાય છે-તેના સ્વરૂપને જાણકાર, ન તો લેનાર હોય કે ન તે દેનાર હેય! આ ચાર ભાંગાઓમાં, તદ્દન નકામે છેલ્લે ભાંગે છે અને સૌથી સારો પહેલો ભાગ છે. જે લેવાય છે અને જે દેવાય છે તેના સ્વરૂપથી અને જાણકાર હોય, તે એમાં અધિક લાભ થાય; અને બન્ને ય અજાણ હોય, તો એથી શું નુકશાન થાય, તે કહી શકાય નહિ. જેમ વેપારી પ્રમાણિક અને ગ્રાહક હુંશીયાર હેય, તે સૌથી સારું. વેપારિને હંમેશને ગ્રાહક મળી જાય એટલે વકરો વધે અને ગ્રાહકને જે માલ લીધે તેની પિછાન હોય, તો તે એને કરે ઈ ઉપગ કરી