________________
પહેલો ભાગ સર્વત્યાગી અને ગૃહસ્થ ઘરબારી, છતાં પણ એ બેની દષ્ટિમાં વિરોધ નહિ જોઈએ. દષ્ટિ એટલે માન્યતા. શ્રાવકે ય સમ્યગ્દષ્ટિ અને સાધુ ય સમ્યગ્દષ્ટિ ! તમારે તે બહુ સાવધ રહેવાનું. ઘરમાં રહેવું ને “ઘરમાં રહેવું એ ખરાબ છે –એમ માનવાનું. ઘરમાં રહેવા છતાં ય, “હું પારકી પંચાતમાં બેઠે છું”—એમ શ્રાવકને થાય. અમારું મન બગડે તેવું સાધન નથી, છતાં પણ અમારું મન જે બગડે, તે અમે મહા કમનસીબ અને તમે એવા સંયોગોમાં બેઠા છો કે–તમારું મન ન બગડતું હોય, તો તમે મહા ભાગ્યવાન ! કલિકાલના છના ગુણેઃ
તમે વિચાર તે કરે કે–તમને સંસારમાં રહેવામાં રસ ઉપજે, એવું તમારી પાસે છે જ શું? પરમ ઉપકારી, આચાર્યભગવાન શ્રીમાન્ મુનિસુન્દરસૂરીશ્વરજી મહારાજા જ્યારે આ કલિકાલના જીને વિચાર કરવાને બેઠા, ત્યારે એ મહાપુરૂષને પણ થઈ ગયું કે-આ જેની પાસે એવું છે જ શું, કે જે આ જીવને સંસારમાં રહેવામાં રસ ઉપજાવી શકે? કલિકાલના જીની પાસે એવી કયી સામગ્રી છે, કે જે એમને સંસારમાં રહેવાને લેભાવી શકે? પણ પાછે પ્રશ્ન થાય કે-જે એવી સામગ્રી નથી, તે પછી કલિકાલના સંસારને છોડતા કેમ નથી? પછી, એ મહાપુરૂષે નિર્ણય કર્યો કે-કલિકાલના જીવે એવા એવા ગુણોથી સંપન્ન છે, કે જેથી સંસાર એમને છોડે નહિ. એ ગુણે પૂર્વકાલના ઉત્તમ છવામાં નહેતા, માટે એમને સંસારે સંઘર્યા નહિ અને કલિકાલના જેમાં એ ગણે છે, માટે એમને સંસાર સંઘરે છે. આમ કહીને,