________________
૫૮
ચાર ગતિનાં કારણે મુગ્ધાદિ છે હોય છે. આપણે જોઈએ છે-તહેતુ અનુષ્ઠાન અને અમૃત અનુષ્ઠાન, પણ જ્યાં સુધી ધર્મ તરફ ધાવમાતા જે પ્રતિભાવ હોય, ત્યાં સુધી એ આવે શી રીતિએ? મેહનીય કર્મ સાથેની ગાઢ મૈત્રીઃ
જેઓએ અનેક વાર સાંભળ્યું છે કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવેના શાસનમાં વિષાદિ અનુષ્ઠાનને નિષેધ કરાએલ છે, તેઓ જે વિષાદિ અનુષ્ઠાનેને આચરતા હોય અને વિષગરલને જે ભાવ આવે છે તે તેમને ખટકો પણ ન હોય, તે એ વાત નિશ્ચિત થાય છે કે સંસારનું સુખ તેમને ખૂબ ખૂબ ગમે છે અને પોતાના કર્મ આવી પડતા દુઃખને સહી લેવાની તેમની જરા ય ઈચ્છા નથી. એવાઓને ઘાતી કર્મની, મેહનીયની લાગણીઓ બહુ આનંદ આપે, એમાં કાંઈ નવાઈ નથી. રાત-દિવસ એને સંસારના સુખની જ ચિન્તા હોય છે. સંસારના સુખને ઈચ્છનારા બધાનેસંસારનું સુખ મળી જતું નથી, પણ મોટો ભાગ ઈચ્છામાં ને આશામાં લહેર કરે છે ને? સંસારના સુખની ઈરછા ને આશા કરાવનાર કેણ? ઘાતી કર્મને–મેહનીય કર્મને ઉદય ! એની સાથે જેને ગાઢ મિત્રી હેય, તેને શ્રી અરિહંત અને શ્રી સિદ્ધ આદિ સાથે શે મેળ હોય? અને જ્યાં મેળ ન હોય, ત્યાં વળી બહુમાન કેવું? એ વિના, સાચે નમસ્કાર પણ કેવો? અને એ નમસ્કારથી, એને પોતાને જે લાભ થવા જોઈએ, તે લાભ થાય શી રીતિએ? જે લેકે, આત્માને બીજા પદાર્થની અસર નથી થતી -એમ કહે છે, તે મૂર્ખ છે. આત્મા ઉપર બીજા પદાર્થની અસર થતી જ નથી–એવું માનનારે, કઈ પણ વાતને નિકાલ કરી