________________
૨૮૨
ચાર ગતિનાં કારણે
થાય, ત્યારે તેને જો અગ્નિમાં નાખવામાં આવે, તે અગ્નિમાં નાખેલું સેાનું જેમ શુદ્ધ થઈને બહાર આવે છે, તેમ આ કમ્બલ પણ મેલરહિત મની જાય છે.’
વેપારિઓએ આ પ્રમાણે રત્નકસ્ખલના ગુણાને વર્ણવ્યા, એટલે મહારાજા શ્રેણિકે ‘ રત્નકસ્ખલનું મૂલ્ય શું છે’ તે પૂછ્યું. વેપારિઓએ ‘એક એકનું મૂલ્ય સવા સવા લાખ રૂપીઆ છે એમ કહ્યું. રત્નકસ્ખલની એવડી મેોટી કિંમત જાણીને, મહારાજા શ્રેણિકને આશ્ચર્ય થયું. તેમણે વેપારિઆની સાથે જરા સમજાવટથી વાત કરીને, પેાતાને એક પણ રત્નકમ્બલ ખરીદવાની ઈચ્છા નથી, એમ જણાવી દીધું.
વેપારિઆ તા મેાટી આશાએ આવેલા અને આમણે તો એક રત્નકમ્બલ પણ ખરીદી નહિ, એટલે વેપાર ખૂબ જ હતાશ થઈ ગયા. એમનાં મેાંઢાં પડી ગયાં. રાજાને નસીને તેઓ નિરાશ વદને ત્યાંથી નીકળ્યા અને પેાતાના ઉતારા તરફ પાછા જવા લાગ્યા.
રસ્તામાં શ્રી શાલિભદ્રજીનું મકાન આવતું હતું. ભદ્રા માતા, પેાતાની દાસીઓની સાથે, ગેાખમાં બેઠેલાં હતાં. પેલા વેપારિએ એ રસ્તેથી પસાર થતા હતા. ખિન્ન વજ્રને તેએ પરસ્પર વાત કરતા હતા કે− આવા માટા નગરમાં પણ જો આપણી આ રત્નકમ્બલેા વેચાઈ નહિ, તે પછી બીજું આનાથી તે મારું કયું નગર છે, કે જયાં આ રત્નકમ્બલે વેચાશે ? આ દેશમાં જ્યાં શ્રેણિક જેવા મહારાજાધિરાજ પણ આ રત્નકમ્બલેાને ખરીદવાને માટે અશક્ત છે, ત્યાં આ દેશમાં ખીજો તા કાણુ ખરીદનાર હોય ?'