________________
બીજો ભાગ—શાસ્ત્રપ્રસ્તાવના
નહિ કહા કે વ્યાખ્યાનમાં શ્રી ભગવતીજી સૂત્ર વાંચવાનું હોવાથી, હાલ મંગલની વાત ચાલે છે.’ કોઇ પૂછશે કે શ્રી ભગવતીજી સૂત્રને વાંચવાની શરૂઆત અહીં કયારે થઈ ?” તો તમે તે જ દિવસ બતાવશેા, કે જે દિવસે શ્રી ભગવતીજી સૂત્રના મંગલને વાંચવાની શરૂઆત થઈ હાય. શ્રી ભગવતીજી સૂત્રને અંગે અને સાંભળનારને અંગે જે કાંઈ વિધિ કરાય છે; દ્વીપક ને ધૂપ મૂકાય છે, સાથીયા કરાય છે અને ફળ તથા નાણું મૂકાય છે; એ બધું પણ કરવાનું કયારથી શરૂ થાય છે ? જ્યારથી શ્રી ભગવતીજી સૂત્રની વિવૃત્તિના મંગલને વાંચવાના શુભ આરંભ કરાય છે, ત્યારથી જ ને ? એટલે મંગલને તમે શાસ્ત્રથી અભિન્ન પણ માન્યું જ ને ? આવી રીતિએ તમે વિચાર કરો, તે તમને લાગશે કે–મંગલ, એ પંણ શાસ્ત્રના એક વિભાગ રૂપ જ બની જાય છે. આ મંગલ કૈવલ મંગલને માટે જ નથી, પરન્તુ અમુક શાસ્રની રચના કરવામાં અગર અમુક શાસ્રની વાચનામાં હું પ્રવૃત્ત થાઉં છું એવા આશયની આમાં પ્રધાનતા રહેલી છે. આ અપેક્ષાને લક્ષ્યમાં રાખીને જ્યારે આપણે ખેલતા હેાઇએ, ત્યારે આપણે એમ પણ એલી શકીએ કે આચાર્યભગવાન શ્રીમદ્ અભય-. દેવસૂરીશ્વરજી મહારાજા, પાંચમા અંગસૂત્ર શ્રી ભગવતીજી સૂત્રની વિવૃત્તિની રચના કરવામાં પ્રવૃત્ત થયા છે.' એકેય વચન મિથ્યા નથી :
આથી તમે સમજી શકયા હશે! કે–ભિન્ન ભિન્ન અપેક્ષાએ ‘ ઉત્સાહિત બન્યા છે’-એવું કહેવું એ જેમ ખરાખર છે, તેમ ‘ પ્રવૃત્ત થયા છે? એવું કહેવું એ પણ ખરાખર જ છે.