________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન શિષ્ટ પુરૂષને અનુસરવાને જેમ પિતાને લાભ મળે, તેમ શિષ્યજનેમાં પણ શિષ્ટજનેને અનુસરવાની બુદ્ધિ પેદા થાય, એ માટે મંગલ છે! આમ મંગલના અનેક હેતુઓ છે. એટલે શાસ્ત્રની રચના કરવી છે માટે મંગલ છે, એમ તો નક્કી થયું ને ? માટે શાસ્ત્ર જૂઠું અને મંગલ -એમ કહી શકાય. આ અપેક્ષાએ જ્યારે બોલવું હોય, ત્યારે અહીં આપણે એમ કહેવું પડે કે- આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજા પંચમ અંગસૂત્ર શ્રી ભગવતીજી સૂત્રની વિવૃત્તિની રચના કરવાને માટે ઉત્સાહિત બન્યા છે.” મગલ શાસથી અભિન્ન છે? છે પરંતુ, અહીં બીજી અપેક્ષા પણ વિચારણીય છે. મંગલને આચરનારના આશયને વિચાર કરે. શાસ્ત્રની રચના કરવાને માટે મંગલનું આચરણ કરનારના હૈયે, એ વખતે કયે ભાવ હોય છે ? એને એમ જ લાગે છે કે-“હું અમુક શાસ્ત્રની રચના કરવાને માટે બેઠો છું.” અગર તો “મેં અમુક શાસ્ત્રની રચના શરૂ કરી. વળી, કઈ પણ શાસ્ત્રને વાંચવાનું તમે શરૂ કરે. એ વખતે તમને કઈ પૂછે કે-“શું વાંચો છે ?” તે એ વખતે તમે કહેશે કે-“હું અમુક શાસ્ત્ર વાંચું છું.” પછી ભલે ને તમે એ વખતે એ શાસ્ત્રના મંગલને જ વાંચતા હે !જેમ. અહીંને જ દાખલો . અહીં અત્યારે આપણે શ્રી ભગવતીજી સૂત્રની વિવૃત્તિના મંગલને જ વાંચી રહ્યા છીએ. આમ છતાં પણ, તમને જે કંઈ પૂછે કે-“વ્યાખ્યાનમાં હાલ શું વંચાય છે ?” તો તમે પ્રાયઃ એમ જ કહે કે-વ્યાખ્યાનમાં હાલ શ્રી ભગવતીજી સૂત્ર વંચાય છે. પણ તમે એમ