________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
રચના રૂપ પ્રવૃત્તિના અંશ તરીકે ગણીએ અને માનીએ, તે તે પણ સાચું છે; અને એ દષ્ટિએ આપણે મંગલાચરણના આ તબક્કે પણ એમ કહી શકીએ કે-આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા પંચમાંગ સૂત્ર શ્રી ભગવતીજી સૂત્રની નિવૃત્તિની રચના કરવા રૂપ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા છે.”
આ વાતને જરાક વિશદ બનાવીએ. આ વાત આપણે એ અપેક્ષાએ કરી રહ્યા છીએ કે-હમણાં અહીં જે બે ગાથાઓ બોલવામાં આવી, તે બે ગાથાઓની રચના જે સમયે આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ કરી, તે સમયે જે આપણે તેઓશ્રીની આ પ્રવૃત્તિને વિષે બોલવાનું હોય, તે આપણે તેઓશ્રીની આ પ્રવૃત્તિના સંબંધમાં શું બેલી શકીએ? “આચાર્યભગવાન શ્રીમદ અભયદેવસૂરીશ્વરજી મહારાજા પંચમાંગ સૂત્ર શ્રી ભગવતીજી સૂત્રની વિવૃત્તિની રચના કરવાને માટે ઉત્સાહિત બન્યા છે”—એમ બાલી શકીએ? કે “આચાર્યભગવાન શ્રીમદ અભયદેવસૂરીશ્વરજી મહારાજા પંચમાંગ સૂત્ર શ્રી ભગવતીજી સૂત્રની વિવૃત્તિની રચના કરવામાં પ્રવૃત્ત થયા છે”—એમ બેલી શકીએ? કે પછી, એ બને ય કથને કરી શકાય એવાં છે? કઈ કહેશે કે “ઉત્સાહિત બન્યા છે” એમ તે જરૂર કહેવાય, પણ
પ્રવૃત્ત થયા છે”—એમ કેમ કહેવાય?” આ પ્રશ્ન કરનાર, પિતાના પ્રશ્નકથનના સમર્થનમાં, એમ પણ કહી શકે કે
પ્રવૃત્ત થયા છે” એમ તો ત્યારે જ કહી શકાય, કે જ્યારે સૂત્રની વ્યાખ્યાને લખવાની શરૂઆત કરી હોય; આ તો હજુ મંગલાચરણ માત્ર છે.”
આવી વાતોને પણ, શાસ્ત્રોમાં વિચાર કરવામાં આવ્યો