________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના છે અને જ્ઞાની મહાપુરૂષોએ આવી બાબતેના પણ ઘણા સુન્દર અને બુદ્ધિગ્રાહ્ય ખૂલાસાએ આપેલા છે. મંગલ કહેવાય કેને ?, મંગલ આવશ્યક ખરું કે નહિ ?, જે કઈ મંગલનું આચરણ કરે તેને તેણે જે હેતુથી મંગલનું આચરણ કર્યું હોય તે હેતુ સિદ્ધ થાય જ—એમ ખરું કે નહિ? જે મંગલાચરણ કરવા છતાં પણ મંગલાચરણ કરનારાએ જે હેતુથી મંગલાચરણ કર્યું હોય, તે હેતુ સિદ્ધ ન થાય તો તેમાં કારણ શું? અને દ્રવ્ય મંગલ શું?, ભાવમંગલ શું ?, તથા ઉત્કૃષ્ટ મંગલ ક્યારે બને?–આવી તે અનેક વાતનું નિરૂપણ, મહાપુરૂષોએ, મંગલનું નિરૂપણ કરતાં કર્યું છે. એમાં, આ પણ એક વાત છે કે–મંગલને ગ્રન્થથી અગર શાસ્ત્રથી ભિન્ન ગણાય કે અભિન્ન ગણાય ? મંગલને શાસ્ત્રથી ભિન્ન શાથી ગણાય અને મંગલને શાસ્ત્રથી અભિન્ન શાથી ગણાય?–એ અને ય બાજુઓની બાબતોની યથાગ્ય વિચારણા કરીને, મહાપુરૂ
એ ઠરાવ્યું છે કે “મંગલ, એ શાસ્સાથી કથંચિદ ભિન્ન પણ છે અને મંગલ, એ શાસ્ત્રથી કથંચિત્ અભિન્ન પણ છે. મંગલ શાસથી ભિન્ન કેમ?
જે કેવળ શાસ્ત્રમાંની જ વાતને લક્ષ્યમાં રાખીને કહેવાય, તે તે મંગલને શાસ્ત્રથી ભિન્ન જ કહેવું પડેઃ કારણ કે-મંગલ શા માટે છે ? જે શાસ્ત્રની રચના કરવાની અભિલાષા છે, તે શાસ્ત્રની રચનાને નિર્વિતપણે સમાપ્ત કરી શકાય, એ માટે મંગલનું આચરણ છે! વળી શિષ્ટ પુરૂષોએ આચરેલો જે શુભાચાર, તેના અનુગામી બનાય, એટલે કે–શિષ્ટ પુરૂષને અનુસરવા રૂપ શુભાચારને આચરવાને માટે મંગલ છે ! એમ