Page #1
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માર્ગે
1 લેખકે ? મોતીચ'દ ગિરધરલાલ કાપડીઆ
સોલિસિટર-નારિ પબ્લિક
Page #2
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માર્ગે
[ શ્રી જૈન ધર્મ પ્રકાશ માસિકમાં પ્રકટ થયેલા છૂટા લેખોનો સંગ્રહ .
: લેખક અને સંગ્રાહક: મોતીચંદગિરધરલાલ કાપડીઆ
સેલિસિટર અને નેટેરિપબ્લિક સં. ૧૯ ] ) [ સને ૧©૯
Page #3
--------------------------------------------------------------------------
________________
કાશકઃ
માતીચંદ ગિરધરલાલ કાપડીઆ
મલબાર વ્યુ, ચાપાટિ સિ ફેસ–મુંબઈ.
મૂલ્ય : ૭–૮–૦
સુદ્રકઃ——
ધીરજલાલ ટાકરશી શાહ : ન્યાતિ મુદ્રણાલય, જીમામસી સામે, અમદાવાદ.
Page #4
--------------------------------------------------------------------------
________________
પરિચય
લેખાના અનેક પ્રકાર છે: સામાજિક, નૈતિક, રાજન "ઝીય, ધાર્મિક લેખા પૈકી કેટલાક તત્ત્વજ્ઞાનને લગતા હાય, કાઇ નૈતિક અને ધાર્મિક મિશ્ર હાય અને કેટલાક માત્ર આત્મષ્ટિએ લખાયલા હાઇ ચાગ અથવા અધ્યાત્મના વિષયને સ્પર્શ કરનારા હાય.
ચાગ કે આત્માને લગતા વિષયે લખવામાં કેટલીકવાર આત્મસન્મુખતા હાય છે અને કેટલીકવાર માત્ર લખવાની શક્તિપ્રાપ્તિની માન્યતા પર આધાર રાખી જનરજન ખાતર પણ લેખા લખાયલા હાય છે.
કાઇ વખત સુખી ક્ષણે આંતર સન્મુખતા થાય ત્યારે અંદરની પ્રેરણાથી લેખેા લખાઈ જાય છે. એવા લેખા લખનાર તે વાંચે ત્યારે ચેાડા વખત એને પણ શાંતિ થાય છે અને જીવનની મીઠી ઘડીઓનાં સેાલાંની સ્મૃતિ તાજી થાય છે.
આવા કેટલાક લેખા આંતર પ્રેરણાથી લખાઈ ગયા છે એના અત્ર સંગ્રહ કર્યો છે. એની સાથે લેખન સંવત અતાવવાના હેતુ પ્રેરણાના વિકાસના મારા મન પર ખ્યાલ રહે તે હાઈ, જાહેર પ્રજાને તે બહુ ઉપયેાગી નથી.
Page #5
--------------------------------------------------------------------------
________________
[૪] મારા લેખેને મારી સગવડ ખાતર મેં છ વિભાગમાં વહેંચી નાખ્યા છે. આ સંગ્રહમાં મેં બનતા સુધી (૧–૧) અને (૧-૨) વિભાગના લેખેજ દાખલ કર્યા છે. આ આખા સંગ્રહમાં માત્ર આત્મદષ્ટિને જ નજરમાં રાખી છે, એમાં સામાજિક કે ચર્ચાત્મક લેખ એક પણ નથી અને એકાદ અપવાદ સિવાય લગભગ સર્વ લેખે જેન કે જેનેતર આનંદથી વાંચી શકે એવા હેઈ, જાહેર પ્રજાને સાદર અર્પણ કર્યા છે, - આ લેખમાં વિવિધતાતો છે, પણ લગભગ દરેકની પાછળ
આંતરદશા સન્મુખ થવાની તાલાવેલીની ભાવના હોઈ, એ સંગ્રહનું નામ “સાધ્યને માગે? રાખ્યું છે. સાધ્ય તે સર્વનું એકજ હોઈ શકે. આ જંજાળમાંથી મુક્ત થઈ અનંત આનંદનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવું અને નિર્વિકાર દશામાં રહી સુખ દુ:ખ કે રાગદ્વેષાદિ દ્વંદ્વોનો સર્વથા ત્યાગ કરવો અથવા તે પર વિજય પ્રાપ્ત કરે. આ “સાધ્ય” ને “માગે વધતાં કેવી કેવી વિચારણા થાય, તે મારા શબ્દોમાં જુદે જુદે પ્રસંગે વ્યક્ત કરી છે, અને સ્વપરહિતની નજરે અત્ર તેને સંગ્રહ કર્યો છે.
સાધ્યને માર્ગ સહેલે પણ નથી અને વિકટ પણ નથી, પણ એ રસ્તે ચઢવા માટે અંદર પાકો નિર્ણય કરવાની જરૂર છે. એની કઈ કઈ ચાવીઓ મળી જાય તે પ્રયાસ કરવા ચગ્ય છે અને સફળ થાય તે ખાસ આદરણીય છે. એવા માર્ગે જવાની ભાવનાકાળે સુમુક્ષ તરીકે મને કઈ કઈ રણુ થઈ તે નેંધી રાખી છે અને તેને અત્ર
Page #6
--------------------------------------------------------------------------
________________
સંગ્રહ કર્યો છે. એમાં દિધ નહિ આવે, પણ જુદાં જુદાં દષ્ટિબિન્દુઓને સમજવાં તે પડશે. એમાંથી કઈ ઉપાદેય તત્વ પ્રાપ્ત થાય તો લેખકનો પ્રયત્ન સફળ થવા સાથે જિજ્ઞાસુને લાભ થશે અને તે નિમિત્તે લેખકના પ્રયત્નને કાંઈક બદલે મળશે. આમાંને કઈ પણ લેખ સાહિત્યની દષ્ટિએ લખાયેલ નથી. એમાં જ્ઞાનને બતાવવાનો આશય હતો નહિ અને હેઈ શકે નહિ. સાહિત્યને અને આત્મદષ્ટિને ખાસ વિરોધ નથી, પણ સાપેક્ષદષ્ટિએ નજર કઈ રહી છે તે પર ખાસ ધ્યાન ખેંચવાની જરૂર જણાય છે. આ લેખ ઉતાવળથી વાંચવામાં લાભ નથી અને વાંચીને સાહિત્યનજરે ટીકા કરવા લાયક પણ નથી. એમાં આદરણીય તત્ત્વ જણાય તે જીવવા લાયક છે અને તે દ્રષ્ટિએ લેખો વાંચવા ખાસ વિજ્ઞપ્તિ છે. આત્મિક વિચારણામાં દેખાડે કરવાને કે વિદ્વત્તાને આડંબર કરવાને સ્થાન નથી અને તે રીતે એ લેખો ઉપર વિચારણું થાય તે આત્મહિત ખાતર જરૂરી છે. આ સંગ્રહ નવલકથાની રીતે વાંચ નહિ કે રેલવે કે ગાડીમાં બે પાનાં વાંચ્યાં ન વાંચ્યાં અને બીજી ખટપટ કે વાતમાં પડી ગયા તે રીતે વાંચવાને નથી. શાંત સમય, શાંત વાતાવરણ અને મનની સ્થીરતા હોય ત્યારે વાંચી તે પર વિચાર થશે તે તેમાંથી કાંઈક પ્રેરણાત્મક તત્ત્વ મળી શકશે એવી લેખકની માન્યતાને પરિણામે આ સંગ્રહ સાદર કરવામાં આવે છે. આટલી વાત કરી જનતાને વિજ્ઞપ્તિ કરૂં છે કે આ લેખમાં પુનરાવર્તન દેખાય તો ક્ષમા કરવી. લેખ જૂદે જુદે વખતે લખાયેલા છે, એટલે એના સંગ્રહમાં પુનરૂક્તિ દેખાય તો તે ક્ષેતવ્ય ગણાવા અભ્યર્થના છે. - - આ સર્વ લેખે શ્રી જૈન ધર્મ પ્રકાશ માસિકમાં છપા
Page #7
--------------------------------------------------------------------------
________________
યેલા છે તેમાંથી તારવી કાયા છે. એ લેખની પાછળ એક જ ભાવના જણાશે અને એ સર્વને સાર એકાદ વાક્યમાં મેળવી શકાય તેમ છે અને તે શોધી કાઢવા વાચકવર્ગને વિજ્ઞપ્તિ છે. તેમાં પણ તે ભાવ અવારનવાર વ્યક્ત થઈ ગયું છે. આ જીવનનું રહસ્ય પ્રાપ્ત કરવા અને તેનું સાફલ્ય કરવા માટે પોતાનું છે અને પારકું શું છે તેની શોધ કરવી અને આંતર પરિણતિ નિર્મળ રાખવી એમાં સર્વ લેખેની પાછળની ભાવનાને સમાવેશ થઈ જશે. એ વિષય ઘણે વિશાળ છે અને છતાં એક વાક્યમાં સકેલી શકાય તે છે. એને ઘણું દષ્ટિબિન્દુથી વિચારવાની જરૂર કષ્ટસાધ્ય જીવ માટે છે અને આપણામાંના ઘણાખરા એ વર્ગના હેઈ એને કેઈ ઉપયોગી વિચારપ્રવાહ મળે તો તે સુગ્ય છે એમ વિચારી આ સંગ્રહ તૈયાર કર્યો છે.
આવા લેખ લખવાની મારી યોગ્યતા કેટલી ઓછી છે તે હું સારી રીતે સમજું છું. મને અનેકવાર લાગ્યું છે કે ઘણુવાર મેં નાને મહેઠે મેટી વાત કરી છે. એમ કરવામાં મારી કોઈ કોઈ સુખી ક્ષણ માટે મારી જાતને ધન્ય માનું છું. લેખ લખનારમાં એવી વાતેમાંનું કાંઈ છે કે નહિ તે જોવા કરતાં વિચારમાં કાંઈ માર્ગદર્શન છે કે નહિ એ નજરે લેખો વિચારાય એમ હું ઈચ્છું છું. મારી તાકાત બહારની ઘણી વાતે મેં કરી છે એને સ્વીકાર કરતાં મને જરાપણ સકેચ નથી. જેમ ઉપમિતિ કથામાં વિમળાલેક અંજન (જ્ઞાન), તત્વપ્રીતિકર પાણી (દર્શન) અને મહાકલ્યાણક ભેજન (ચારિત્ર) ભર્યા છે તેમ આમાં ક્રિયાનાં રહસ્ય અને અનુભવનાં સ્ફલિગે સંસ્પર્યા છે
Page #8
--------------------------------------------------------------------------
________________
[૭] અને ઉકત કથા એના મહાન લેખક શ્રી સિદ્ધર્ષિ પર ઉપકાર કરવા સારૂ વાંચવા સાંભળવા એમણે વિજ્ઞપ્તિ કરી છે, તેમ આ લેખે મારા પર ઉપકાર કરવા વાંચવા વિજ્ઞપ્તિ છે.
આ સંગ્રહમાં ૨૫ લેખો છે. એમાંના ઘણાખરાને શ્રી જૈન ધર્મ પ્રકાશના તંત્રીએ વાષિક અનુક્રમણિકામાં નતિક લેખની કક્ષામાં મૂક્યા છે. એ વાત મને સમીચીન લાગે છે. એમાં અચળ જૈન સિદ્ધાંતને વાંધો આવે તેવી એક વાત ન આવે એની ખાતરી છે એનું જૈન ધર્મ પ્રકાશ માસિકમાં સ્થાન છે, પણ તે ઉપરાંત એમાં વ્યવહાર અને નીતિનું મિશ્રણ એવી રીતે થયું જણાય છે કે એને સાધ્યને માગે” ઉપનામ મળે તો એની સાર્થકતા નામાભિધાનમાં થાય છે એમ મને લાગે છે. નીતિ અને ધર્મને વિરોધ તો હોય જ નહિ એતે સામાન્ય વાત છે, પણ નીતિની ઉત્કૃષ્ટ હદે ધર્મના અંતરમાં પ્રવેશ ઠેઠ સુધી થઈ શકે છે એ જૈન ધર્મનું અનેકાંત સ્વરૂપ સમજનારને જણાવવાની ભાગ્યેજ જરૂર હોય.
વારંવાર મનન કરી આ લેખ વાંચવા વિજ્ઞપ્તિ છે. અત્યારે વાંચનની એટલી દિશાએ ઊઘડેલી છે અને ઊઘડતી જાય છે કે એમાં વારંવાર વાંચન કરવાનું સૂચવવું એમાં પણ ધૃષ્ટતા લાગે છે, છતાં અમુક દ્રષ્ટિ નજરમાં રાખી ધૃષ્ટ ગણવાના ભેગે પણ એવી વિજ્ઞપ્તિ કરું તે કૃપા કરી તે તરફ લક્ષ્ય આપવું અને ધૃષ્ટતા માટે ક્ષમાયાચના કરું તેને સફળ કરવી.
મહુવા નિવાસી શ્રી વનમાળીદાસ રાયચંદ વારૈયાના
Page #9
--------------------------------------------------------------------------
________________
[૮] ધર્મપત્ની ગં. સ્વ. લક્ષ્મીબાઈએ આ પુસ્તક પ્રકાશન માટે ઔદાર્ય બતાવી શ્રી વનમાળીદાસના નામ સાથે તેને જોડવાની ઈચ્છા બતાવી તેથી આ લેખસંગ્રહ તૈયાર કરવા અને પ્રેરણું થઈ છે. પ્રેરણા માટે તેમને આભાર માનું છું. આ સંગ્રહ જનતામાં આદર પામશે તે એજન્યના વિષય પર એક શ્લોકના વ્યાખ્યાનમાં મેં બાર લેખ લખ્યા છે તેને પ્રકાશન કરવાની ચેજના કરીશ. એ સંગ્રહ આનાથી દેઢે થવા સંભવ છે. સદર સર્વ લેખે પણ ઉપર્યુક્ત માસિકમાં પ્રકટ થયેલા છે. અવકાશે એ કાર્ય હાથ ધરવાની ભાવના છે. '
બાકી આવા નાના સંગ્રહમાં ઉપઘાત કે પ્રસ્તાવના શું હેય? આમુખ દ્વારા જરૂરી પરિચય કરાવવાની રીતિને સ્વીકાર કરી આ સંગ્રહ જનતાને સાદર કરવાની રજા લઉં છું....
સંબઇ. ચોપાટિ સિ. ફેસ. મલબાર વ્યુ ,
પિોષ દશમી સં. ૧૯૯૬ ઈ
મોતીચંદ
: * City
: **
Page #10
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ.
સખ્યાનિર્દેશ
૧ આત્મનિરીક્ષણ
૨ જળમંદિરમાં સાત્વિક કત્લાલ. ૩ વિચારણા અને અવલોકન. ૪ ભૂલ્યા માજી. ૫ જિનેન્દ્રપૂજા.
૬ ઋજુવાલુકાને તીરે. છ મળેલી ગુમાવેલી તક
૮ પરિણતિની નિર્મળતા.
૯ આત્મમંથન.
લેખ સમય
(સં. ૧૯૫૮)
(સ. ૧૯૭૪)
(સ. ૧૯૭૯)
(સ. ૧૯૮૨)
(સ. ૧૯૬૦)
(સ. ૧૯૭૫)
(સ. ૧૯૮૧) (સ. ૧૯૮૧) (સ. ૧૯૮૩) (સ. ૧૯૮૩) ૧૨૧
૧૦૯
૧૦ સંતસમાગમની સુખી ઘડી.
૧૧ મસ્ત મુમુક્ષુના વિલક્ષણ ઉઠ્યારા. (સ. ૧૯૮૪) ૧૩૫
૧૨ વિલક્ષણ અનુભવેા.
(સ. ૧૯૮૪) ૧૪૫
૧૩ સંતસમાગમની બીજી ઘડી.
૧૪ તમ વાતાવરણમાં અપૂર્વ શાંતિ.
૧૫ ઘાંચીના બળદ.
૧૬ પાણી લાવ્યું.
પૃષ્ટ
૧
૧૨
૩ર
પર
૬૧
૦૩.
૮૬
02
(સ. ૧૯૮૪) ૧૫૮ (સ. ૧૯૮૪) ૧૭૩ (સ. ૧૯૮૪) ૧૮૫
(સ. ૧૯૮૪) ૧૯૯
Page #11
--------------------------------------------------------------------------
________________
[૧૦]
૧૭ જીતની માજી હાર મા. ૧૮ કુદરતના ન્યાયની વિચિત્રતા.
૧૯ સાવધાન.
૨૦ શાંતિની શેાધમાં.
૨૧ કેટલાક પ્રશ્નો. ૨૨ સમુદ્રતીરે મિત્રગાષ્ટિ. ૨૩ ઝીણી વાતાનું આંતર. ૨૪ આત્મપરિકમ્મા. ૨૫ સમેતશિખરને માગે.
(સ. ૧૯૮૪) ૨૧૬ (સ. ૧૯૮૪) ૨૨૯
(સ. ૧૯૮૬) ૨૩૭ (સ. ૧૯૮૭) ૨૫૧ (સ. ૧૯૮૯) ૨૬૫ (સ. ૧૯૮૭) ૨૭૬ (સ. ૧૯૯૧) ૨૮૮ (સ. ૧૯૯૩) ૨૯૮ (સ. ૧૯૭૫) ૩૧૧
Page #12
--------------------------------------------------------------------------
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રીયુત્ વનમાળીદાસ રાયચંદ વારૈયા
જન્મઃ જેઠ સુદ ૧, ૧૯૪૪ ] [ દેહોત્સર્ગ': માગશર સુદ ૧૪ સ’. ૧૯૮૬
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રીયુત વનમાળીદાસ રાયચંદ વારિયા
ભાવનગર સ્ટેટના મહુવા શહેરમાં તેમને જન્મ સં. ૧૯૪૪ના જેઠ સુદ ૧ ને રોજ થયો હતો. તેમની પંદર વર્ષની વય થઈ ત્યારે તેમના પિતાશ્રીનું અવસાન થતાં કુટુંબચિંતા તેમના માથા પર આવી પડી, એટલે અભ્યાસ છોડી એમણે નિર્વાહના સાધને શેધ્યાં. શરૂઆત પંદર રૂપીઆના માસિક પગારની નોકરીથી કરી, આપબળે વધતા ગયા. શેઠ મીઠાભાઈ નથુભાઈના એકસપર્ટ ઈમ્પોર્ટ ખાતામાં ભાગીદારી થઈ અને ત્યાં તેમણે પોતાની કુદરતી ચાલાકી અને ચીવટ સાથે પ્રમાણિક વ્યવહારના અનેક દાખલાઓ બતાવ્યા, વ્યાપારી તરીકે સારી નામના મેળવી અને એ રીતે પિતાને યશ દીપાવ્યો.
એમને સ્વભાવ ખૂબ પ્રેમાળ હેઇ, એ અનેકને મિત્રે કરી શતા હતા અને સ્પષ્ટવકતા હેઈ સાચી વાત નિખાલસ દીલે કહેવામાં જરાપણ સંકેચ ન રાખતા. જીવનલીલાને વિસ્તર્યાને અનેક વર્ષો વીતી ગયાં, છતાં તેમના સંબંધી અને મિત્રો તેમને હજી પણ યાદ કરે છે એ તેમની સંબંધ બાંધવાની અને જાળવવાની રીતિ દાખવે છે.
એક મનુષ્યની ગણના કરવામાં તેને શેખ કેવા પ્રકારનો હતો તે અગત્યનું સ્થાન મેળવે છે. શ્રી વનમાળીદાસને આન દઘનજીના પદ અને અધ્યાત્મ વિષય તરક ખબ તાલાવેલી લાગેલી હતી અને તેઓની અંત અવસ્થા દરમ્યાન જેમણે તેમને પદે બેલતા સાંભળ્યા તેઓ તેમની હૃદયમર્મજ્ઞતા સમજી શક્યા હતા. વ્યાપારીનું સરળ જીવન, સગાં સંબંધીનું કાર્ય કરવાની ભાવના, પ્રમાણિક જીવન જીવવાની તમન્ના અને વેગ અધ્યાત્મના પુસ્તકેનું મનનપૂર્વક વાંચન-એ સર્વ સાદા પણ સાધ્યલક્ષ્મી જીવનને
Page #15
--------------------------------------------------------------------------
________________
[૧૨]
બરાબર સૂચવે છે. તેઓને જે વિષયો ગમતા હતા તેવા વિષયેલેખાનુ' પુસ્તક તેના નામ સાથે જોડાય એ એક રીતે તદન યેાગ્ય હકીકત જણાય છે. તેઓ સ. ૧૯૮૬ના માગશર સુદ ૧૪ને રાજ યાગપદો ગાતાં ગાતાં દેહમુક્ત થયા અને પેાતાની પાછળ એ પુત્રી વૃધ્ધ માતા અને પત્નીને મૂકી ગયા. આ રીતે બેતાલીશમા વર્ષમાં તેમના દેહવિલય થયા. અનંત શક્તિના આત્માને તેા જન્મ મરણ નથી. બાકી શરીર છૂટી જાય તા વ્યવહાર નજરે ‘મરણ’ કહેવાય. આવા સ્વશક્તિથી વધેલા યુવકનું જીવન વ્યવહારષ્ટિએ સુયાગ્ય ગણાય અને સાધ્યને માગે પ્રગત ગણાય. તેમના આત્માને શાતિ મળે.
સતિમત એમ વિચારીરે, મત મતીયના ભાવ મતિમત એમ વિચારો રે. વાદવિવાદ ન કાય; અધકાર નવ હોય. મુદ્રાલેખ ન હોય; દેખા અંતર જાય. ૨ પર પરિણતિ પરિવાર; તનમનવચનાતિત પિયારે, નિજ સત્તા સુખકાર. ૩
વસ્તુતે વસ્તુ લહારે, સુર તિહાં પરકાશ પિયારે, રૂપરેખ તિહાં નવિ ઘટેરે, ભેદજ્ઞાન દૃષ્ટિ કરી પ્યારે, તનતા મનતા વચનતા રે,
નહિ વિભાવ લવલેશ; હ"સાસહત ફ્લેશ. ૪
કાયાથી
વ્યવહાર; ભવસાયરા પાર. —શ્રી ચિદાનદજી
અંતર સુદ્ધ સ્વરૂપમે રે, ભ્રમઆરોપિત લક્ષથી પ્યારે, અ'તત નિહચે ગહીરે, ચિદાનંદ તવ પાસીએ પ્યારે,
કારી રાગેણુ.
W
Page #16
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માર્ગે
[ 1 ]
આત્મનિરીક્ષણ कृती हि सर्व परिणामरम्य, विचार्य गृहणाति चिरस्थितीह; भवान्तरेऽनन्तसुखाप्तये तदात्मन् ! किमाचारमिमं जहासि.
ધ્યાત્મિvમ. વસ્તુ વિચારત ધ્યાવતે, મન પાવૈ વિશ્રામ; રસ સ્વાદન સુખ ઉપજે. અનુભવ યાકે નામ.
સમયસાર નાટક. આત્મનિરીક્ષણ” એટલે પિતાનાં કરેલાં કાર્યોની તપાસ, તે પર વિચારણ, અને ભવિષ્યમાં કરવા ધારેલાં કાર્યોની સ્પષ્ટ જના. શાસ્ત્રકારોએ આત્મનિરીક્ષણને ઉપગ બહુ સારે બતાવ્યો છે. રાત્રીએ સૂતાં પહેલાં આખા દિવસમાં કરેલાં કાર્યો પર વિચાર કરે, અને સવારે ઊઠતી વખતે પોતાની ફરજે વિચારવી તે બહુ જ ઉપયોગી અને લાભકારક છે. આવી ટેવથી ઐહિક અને પારલૌકિક લાભે. શ્રેણીબદ્ધ મળ્યા કરે છે. આ આત્મનિરીક્ષણથી કેટલા લાભ સામાન્ય રીતે થાય અને તેવી સ્વપરીક્ષા કેવી રીતે કરી શકાય એ બાબત પ્રસ્તુત છે. પ્રથમ તે સદ્ગુણથી લાભ કેટલા થાય છે તે પર વિચાર કરીએ.
૧. આત્મનિરીક્ષણથી લાભાલાભ તપાસવાની ટેવ પડે છે. આ દિવસ પ્રાણુઓ હારબંધ કામે એક પછી એક કર્યું જાય છે, તેમાં પિતાના લાભનાં કાર્યો
Page #17
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગે ક્યાં છે તેને વિચાર બહુ થોડાને હેય છે. મનુષ્ય હમેશાં લાભ તરફ તો નજર રાખે જ છે, પરંતુ બહુધા તાત્કાલિક લાભ તરફ તેની વિશેષ નજર રહે છે, તેથી ગમે તેવું અસત્ય બેલી અથવા તે છેતરપીંડી કરી જે પાંચ પચીશ રૂપિઆને લાભ થતું હોય તે તેમ કરવા ચૂક્તા નથી. પરિણામે તેને આ ભવમાં જ હાનિ થાય છે. સત્યને રસ્તે ચાલનાર કદી પણ દુઃખી થતા જ નથી. આ લોકમાં પણ તેની આબરૂ એવી જામે છે કે તે જે વ્યાપારી હોય તો તેની દુકાનની ઘરાકી વધારે હોય છે, જે તે નોકર હેાય તો થોડા વખતમાં ઊંચા હોદ્દા પર આવે છે. પરંતુ આવા પ્રકારની આબરૂ જામે તે પહેલાં થોડાક પ્રતિકૂળ સપાટાઓ ખમવા પડે છે, જેમ કરવાને પ્રાકૃત મનુષ્ય શક્તિમાન થતા નથી. આમ થવાનું કારણ શું હશે ? એ સવાલ સહજ થાય છે. તેને ઉત્તર એ જ છે કે તેઓને વિચાર કરવાની ટેવ નથી. જે તે વિચાર કરવાની ટેવ પાડે તે થોડા વખતમાં સમજી શકે કે આમાં પોતાને તાત્કાળિક થોડા લાભ છે, પણ જે તેને ભેગ પિોતે આપશે અને સત્ય માર્ગો પ્રવૃત્તિ કરશે, તે છેવટે બહુ લાભ થશે. આવા પ્રકારની લાભહાનિ તળવાની તાવિક શક્તિ આત્મનિરીક્ષણથી અલ્પ પ્રયાસે પ્રાપ્ત થાય છે.
આત્મનિરીક્ષણથી પોતાનાં કાર્યો પર વિચાર કરવાનું વિશાળ ક્ષેત્ર કબજામાં આવે છે. આપણે આખો દિવસ અસ્તવ્યસ્ત કામ કરી રાત્રીએ એકદમ સુઈ જઈએ છીએ. સુવું, ખાવું, પીવું, પહેરવું, મજશેખ કરે અને માત આવે ત્યારે મરી જવું, એ જ જીંદગીનું સામાન્ય ચક થઈ ગયું છે. આ દરેક કાર્યોથી આત્મિક બળને
Page #18
--------------------------------------------------------------------------
________________
આત્મનિરીક્ષણ
કેટલી હાનિ પહેાંચી છે તેને આપણે વિચાર કરતા નથી, સમજતા નથી અને માત્ર ઉઘાડી આંખે અંધની માફ્ક પ્રવૃત્તિ કરીએ છીએ. આજકાલ તેા જનસમૂહનું જીવન સચા અથવા પથ્થર જેવું દેખાય છે: જેએ બહુ પ્રવૃત્તિમાં પડેલા હોય છે તેઓ આખા દિવસ કામ કર્યો જ કરે છે અને વરાળ બંધ થાય ત્યારે સંચાની માફક બંધ થાય છે. આવા જીવા સંચાને તેલ વગેરે મૂકતા નહિ હાવાથી મળમાં ઘસાતા જાય છે, આછા થતા જાય છે અને છેવટે અધેાગતિ પ્રાપ્ત કરે છે. સુસ્ત માણસા પથ્થરની માફક એક સ્થાનકેથી બીજે સ્થાનકે ગતિ કરવાને અસમર્થ છે. તેઓને જો કોઇ પ્રેરે તેા જરા ચાલે છે, પરન્તુ ઘણે ભાગે તેઓની આત્મિક શક્તિ કાટ ખાઈ જાય છે અને તેથી તેઓનુ આત્મિક બળ ધીમે ધીમે નાશ પામતુ જાય છે. આ બન્ને પ્રકારના માણસેાથી જુદા પ્રકારના સાધ્ય દષ્ટિવાળા પ્રાણી પેાતાનાં સર્વ કાર્યો પર નજર રાખે છે, અને તેમાંથી ચાક્કસ ભૂલેા શેાધી કાઢી તે તરફ પ્રવૃત્તિ થતી અટકાવે છે.
આ ટેવથી પેાતાનાં સર્વ કાર્યો પર કાબુ રહે છે. તે હંમેશાં જાગૃત હાવાથી કોઈ પણ કાર્ય તેની નજર બહાર જતું નથી. તેવા માણસાની પ્રવૃત્તિ બહુ વિચારના પરિણામ તરીકે નિમીત થએલી હાય છે, તેથી તે નિયમીત રહે છે, નકામા વખત ગાળતા નથી, અને કામે આટોપવામાં તેને એવી તે ચાલાકી પ્રાપ્ત થાય છે તથા દરેક કાર્યો એક એવી સાંકળમાં ગુંથાઈ જાય છે, કે તે દરેક આંકડાએ સહેલાઇથી પસાર કરી શકે છે; જ્યારે બીજો માણસ આ કામ કરૂ કે પેલું કરૂ, તેની અકળામણુમાં આખા દિવસ રવડયા કરે છે
Page #19
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માર્ગે અને છેવટે એક પણ કામ સંપૂર્ણપણે કરી શકતું નથી. ટુંકામાં આત્મનિરીક્ષણથી કાર્યોમાં ચેજના અને કાર્ય સિધિમાં સહેલાઈ આવી જાય છે, અને તેને લીધે કાર્યો પર અંકુશ આવે છે. બીજા માણસો કાર્યના સેવક થઈ રહે છે, દરેક કામ તેમને અડચણ કરે છે, ત્યારે આવા માણસના સંબંધમાં દરેક કામ તેનું સેવક થઈ રહે છે. અનુભવથી આ બાબત સમજી શકાય તેવી છે.
આવા પ્રાણીના વ્યવહાર અને ધર્મ બહુ શુધિ અને સરલ રહે છે. કાર્યપદ્ધતિના પરિણામે આ લાભ અકસ્માતથી જ તેને મળી આવે છે, તે પર વિશેષ લખવાની જરૂર નથી. વ્યવહારમાં ઘણું દાખલાઓ જોવામાં આવે છે જેથી આ હકીકત સહજ સમજાય તેવી છે.
આત્મવિચારણાથી આ ઉપરાંત થતાં અનેક લાભનું દિગદર્શન મોટામાં મોટો લાભ વિચાર શકિતમાં વધારે થાય છે તે છે. દરેક વ્યક્તિને માલૂમ હશે કે આખા દિવસના કાય પ્રસંગેમાં અનેક વિચાર આવ્યા હશે, કુરણાઓ થઈ હશે અને થવાની સાથે જ તે વિચારસાગરની સપાટિ પરથી નાશ પામી ગઈ હશે. આવા અનેક વિચારની નિશાની–ગંધ પણ રહેતી નથી. પરંતુ જેને પિતાનાં સર્વ કાર્યો પર નજર રાખવાની ટેવ હોય છે તેને એમ થતું નથી. તેને ન વિચાર, નવી સકુરણા, નવા નિયમે, નવાં અવેલેકને, નવા ઉપદેશ કરવામાં, ગ્રહણ કરવામાં, ધારણ કરવામાં, ઠસાવવામાં અને પૃથકકરણ કરવામાં અસાધારણ ચાલાકી આવી જાય છે. ઘણું ખરી વખત દરેક વિચારોમાં સીધી રીતે અને કેઈવાર અદશ્ય અને આડકતરી રીતે સદુપયોગ જ થાય છે. મુખ્ય
Page #20
--------------------------------------------------------------------------
________________
* *
*
*
* *
*
*
*
*
*
* * r.. -
આત્મનિરીક્ષણ મુદ્દે તેની વિચારણાશક્તિ નિરર્થક જતી નથી. આથી દરેક નો વિચાર તેના પર અસર કરે છે. કેઈ ન પદાર્થ જોતાં જ તે અવલોકી તેમાંથી સાર ગ્રહણ કરે છે. અને આ શક્તિ એટલી હદ સુધી વધે છે કે જે જગાએથી સામાન્ય માણસ દુર્ગુણો લઈ આવે છે તે જગાએથી તે સગુણો લઈ આવે છે. બીજાઓને કાર્યો પર અંકુશ હોય છે, પરંતુ મનમાં કવિકલ્પ થાય તેને રોકવાની શકિત બહુ થોડામાં હોય છે. આવી શક્તિ પણ તેને પ્રાપ્ત થાય છે. આ અસાધારણ માણસ પોતાના વિચારો દાબી શકે છે અને ધીમે ધીમે મન પર પણ એટલે કાબુ મેળવી શકે છે કે તેને ખરાબ વિચાર આવતા જ નથી, તેની વિચારશક્તિ પણ આથી એટલી ખીલે છે કે તે એક વિષય ઉપર કલાકના કલાકો સુધી અખલિતપણે વિચાર કરી શકે છે. મનની આવી સ્થિતિ થવી તે બહુ મુશ્કેલ કાર્ય છે. આપણે એક બાબત પર વિચાર કરવા માંડશું તો તુરત જ જણાશે કે બે ચાર મિનિટમાં બીજા વિષયમાં મન ઊતરી જશે અને બહુ મહેનત કરી ધયાન–એકાગ્રતા કરવા જશું તો કાં આવશે. તેથી આવા માણસને વિચારશક્તિ જે કાબુ આવે છે તે બહુ લાભકારક છે.
હવે મન અને વિચારશક્તિ પર આટલો કાબુ આવેલ માણસ ક્યા ગુણે પ્રાપ્ત ન કરી શકે? તે ગમે તે વસ્તુને ત્યાગ કરી શકે છે, સાંસારિક રાગે તેને લેપ કરતા નથી અને દ્વેષથી તે ચૂકતો નથી, કષાય તેનાથી દૂર જ રહે છે અને ગુણસ્થાનકનાં પગથી તેને બહુ સહેલ થઈ પડે છે. મુદ્દે ધીમે ધીમે અભ્યાસ પાડી આ ગુણ ખીલ હોય તે પરમ
Page #21
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગે પદપ્રાપ્તિમાં પ્રધાન મદદગાર થઈ પડે છે, એમાં સંદેહ નથી. તેથી હવે એ પરીક્ષા–તપાસ–કેવી રીતે કરવી તે પર વિચાર કરવાની ખાસ જરૂર છે.
આવા અનેક લાભથી ભરેલે ગુણ પ્રાપ્ત કરવા માટે ચાલુ અભ્યાસ-ટેવ-પુનરાવર્તનની બહુ જરૂર છે. પ્રથમ થોડેથી શરૂઆત કરવી જોઈએ. આ ગુણના પ્રથમ પાયા તરીકે શાસ્ત્રકારે ૧૪ નિયમ ધારવાનું કહ્યું છે. આપણે આખી ઉંમર સુધી દરરોજ ખાયા કરીએ, છતાં આપણે કેટલી વસ્તુઓ દરરેજ ખાઈએ છીએ તે કહી શકશું નહિ. આપણે યાદ કરીએ તો તેમાં પણ બહુ વખત જાય અને છતાં તેમાં ભૂલ રહેવાને સંભવ રહે છે. છ માસની ટેવ પછી ચાદ નિયમ ધારનાર ૧૦ મિનિટમાં આખા દિવસને હિસાબ તપાસી શકે છે અને બીજા દિવસ માટે વિચાર કરી રાખી શકે છે આ વૈદ નિયમ ધારવાથી આપણું સર્વ સ્થૂળ પ્રવૃત્તિઓ કાબુમાં આવી જાય છે. કાયિક પ્રવૃત્તિના લગભગ સર્વ વિષય તેમાં સમાઈ જાય છે અને ચાલુ ખંતથી આપણે થોડા વખતમાં કાયિક પ્રવૃત્તિઓ ઉપર કબજો મેળવી શકીએ છીએ. આત્માવલોકન કરવાની ઈચ્છાવાળાએ પ્રથમ બાહ્ય વસ્તુથી જ શરૂઆત કરવી અને તે માટે શાસ્ત્રકારના બતાવેલા ચંદ નિયમથી વાપરવાની, પહેરવાની, ખાવાની વિગેરે ઘણું બાબતો ઉપર અંકુશ આવી જાય છે. આ આચરણથી ઉત્તરેત્તર કેટલો લાભ થાય છે તે આપણે હવે જોઈએ. પરંતુ આ લેકમાં પણ શરીરે નિરોગીપણું વિગેરે અનેક લાભે બહુ પ્રાણીને થતાં દેખાય છે.
ચાદ નિયમ ધારવા એ ઉત્તરોત્તર થતા લાભનું
Page #22
--------------------------------------------------------------------------
________________
આત્મનિરીક્ષણ પ્રથમ પગથિયું છે. જ્યારે ચાદ નિયમ ધારવામાં સહેલાઈ આવે ત્યારે પછી પ્રાણીને પિતાને માટે વિચાર કરવાની ટેવ પડે છે. દરેક પ્રાણુની ખાસ ફરજ છે કે અમૂક ગુણ દોષ પ્રાપ્ત કરી બેસી રહેવું નહિ, પરંતુ તેને વિશેષપણે મેળવવાસવાશે મેળવવા યત્ન કરે. આ નિયમ ધ્યાનમાં રાખી આત્મવિચારણા કરનારે પણ વધારે કર્યા કરે જોઈએ. આ વિચારે કઈ પધ્ધતિથી થાય તેના એક બે દાખલાઓ અહીં બતાવ્યા છે. જો કે ભેદજ્ઞાન થયા પછી આવી પ્રેરણાની જરૂર બહુ ઓછી રહે છે.
પ્રથમ એક નોટ બાંધી તેમાં પિતે ધારવા યોગ્ય નિયમ (Principles)લખવા, તે લખીને તેને આપણે ઈચ્છા પ્રમાણે ગોઠવવા. આ પ્રકારની મર્યાદા બાંધવાની જરૂર છે. મહેની વાત અથવા યાદશક્તિ પર આધાર રાખવાને બદલે લખી લેવાથી બીજા ઘણું ફાયદા છે, જે તે બાબતના અનુભવી તરત જાણી શકે છે. આવા પ્રકારના વિચારનાં પરિ ણામેને સંગ્રહ કર્યા પછી બેમાંથી એક કમ લેવાને છે એક કમ એવા પ્રકાર છે કે નોટમાં લખેલા પ્રથમ સદ્ગણને પકડ, તેના પર પંદર દિવસ સુધી ખૂબ વિચાર કરવો, વિચાર કરી તેના સંબંધમાં જે જે નવા વિચારેને આવિર્ભાવ થાય તે લખી લેવા. વળી રાતના એક કલાક વિચારણા કરવી, કે પાળવાના સગુણમાં આજના દિવસમાં આટલી ભૂલે આવી, આવી ભૂલો થવાનાં કારણે શું હતાં ? તેમ થવામાં પિતાની અસાવધતા કેટલી હતી ? આવી આવી તેને લગતી સર્વ હકીક્ત ધ્યાનમાં લઈ તેવાં કારણો આવતાં કેમ અટકે તે પર વિચાર કરે તેવા સંજોગેથી દૂર રહેવા
Page #23
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગે પ્રયત્ન કરે, પ્રસંગ આવી પડતાં તેમાંથી શુદ્ધ રીતે બહાર આવવાને આકરે નિર્ણય કરે.
આવા વર્તનવાળા માણસનું ચરિત્ર જોઈએ તે તુરત જણાશે કે નિયમ પર ધ્યાન રહેવું મુશ્કેલ છે. દાખલા તરીકે પ્રથમ એક માણસ પ્રાણાતે પણ સત્ય બલવાને નિયમ કરે. શરૂઆતમાં તો ટેવ નહિ હોવાથી આખા દિવસમાં કેટલી ભૂલે થઈ તે પણ સાંભરશે નહિ, પણ પછી તેની દષ્ટિ સાધ્ય તરફ હેવાથી તે પ્રસંગને યાદ કરી એવી તે સહેલાઈથી દૂર કરી શકશે કે જેનારને આશ્ચર્ય થાય.
આવી રીતે એક સગુણ પર મુખ્યપણે અને બીજાઓ તરફ ગણપણે ધ્યાન આપવાથી આત્મપરિણતિમાં અલકિક ફેરફાર થઈ જાય છે. એક ગુણના અભ્યાસ પછી અનુક્રમે બીજા ગુણે લેવા, આત્મનિરીક્ષણ કરી ગુણ ગ્રહણ કરવાને અને તેના વડે ગુણસ્થાન આરોહ કરવાને આ સર્વથી સારો ઉપાય છે.
બીજે ક્રમ એ છે કે ધારેલા સર્વ ગુણો પર સાથે મચવું, તે દરેકમાં થયેલી ભૂલની નેંધ લેવી અને દુર્ગણે સાથે લડાઈ ચલાવી તેઓને મેળવી આપનાર પ્રસંગને અને તેવા સંજોગેને મારી હઠાવવા. આ ઉપાય પણ બહુ સારો છે. પ્રથમના ક્રમથી એકાગ્રતા વધારે થવાને સંભવ છે.
પ્રથમ બતાવેલા કમને વધારે પસંદ કરવાનું એક બીજું કારણ છે. આ સત્ય હમેશાં યાદ રાખવાનું છે કે આ દુનિયામાં આપણે એક ગુણ સર્વાશે ગ્રહણ કરીએ અથવા ગ્રહણ કરવા યત્ન કરીએ તો બીજા સગુણે તેની પછવાડે ચાલ્યા આવે છે. આ વાત બહુ ધ્યાન
Page #24
--------------------------------------------------------------------------
________________
આત્મનિરીક્ષણ
રાખી મન પર ઠસાવવા જેવી છે. દાખલા તરીકે કાઇ માસ સર્જાશે. પ્રમાણિકપણુ” ગ્રહણ કરે અથવા તેવા થવા મહેનત કરે તા તે કદી હિંસા કરે નહિ, અસત્ય લે નહિ–આ વિગેરે સવે મહાપાપા પતી જાય છે. કારણ કે રાત્રિએ તેની વિચારણા ચાલે ત્યારે તેને જણાઈ જાય છે કે આ સર્વ કૃત્યોના પણુ અપ્રમાણિકપણામાં સમાવેશ થાય છે. આવી રીતે સર્વ ગુણા તેને પ્રાપ્ત થાય છે. માણસ એક ગુણ મેળવવા પાછળ જો આખી જીંદગી અર્પણ કરે તો તે સર્વ પ્રકારના લાભા–અહિક અને પારલૈાકિક-મેળવી શકે છે. આવી સ્થિતિ થવા માટે પ્રથમ ઉપાય વધારે ઉપયેાગી છે.
જેને ગુણેા પ્રાપ્ત કરવા હાય તેને માટે વિસ્તીર્ણ ક્ષેત્ર છે. દાખલા તરીકે પાપસ્થાના નિવારવા, શ્રાવકના એકવીશ ગુણા ધારણ કરવા, દશ યતિ ધર્માંસાચવવા દેશથી], આઠે પ્રવચન માતા પાળવી, વિ. વિ. આવા આવા અનેક ગુણા શ્રેણીબદ્ધ આચરવાથી અથવા એક પછી એક મેળવવાથી આ જીવ કેઇ નવા પ્રકારના જ થઇ જાય છે. તેનુ જીવન હેતુવાળુ, સારા પરિણામવાળુ અને અનુકરણીય થાય છે.
આ સખ્ત હરીફાઈના જમાનામાં પ્રવૃત્તિમય જીવને જોવામાં આવે છે. એક દિવસમાં આત્મિક હાનિ કેટલી થાય છે તેને ખ્યાલ કરવા મુશ્કેલ છે. તેવા વખતમાં આપણે કેટલા ઘસાતા જઈએ છીએ, ડૂબતા જઇએ છીએ, અથવા ધારેલ લાભાને મેળવવાનાં સાધના કેટલાં ઓછાં થતાં જાય છે તે વિચારવાનું પ્રત્યેક પ્રાનનુ વ્ય છે. વખત એટલેા ખારીક આવી ગયા છે કે, આવા વિચાર કરીને માણસાને પૂછશે તા કહેશે કે વખત નથી” આ ફ્રીઆદ સામાન્ય થઈ છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગે
net
મુદ્દે હકીક્ત તે એ છે કે “ઈચ્છા નથી.” પરંતુ પહેલા પ્રકારને દાવ આપણને સૂચવે છે કે, આપણામાં આત્મિક બળ ઘટતું જાય છે અને તેને અસલ સ્થિતિએ લાવવાનાં સાધને વધારે ને વધારે ઓછાં થતાં જાય છે. આ મનુષ્યભવ પામીને લાભ મેળવે તે બાજુએ રહ્યો, પરંતુ જ્યારે તેટે બાંધી જઈએ, ત્યારે તે એના જેવું ખોટું શું કહેવાય? પરંતુ આ બાજુએ વ્યવહાર તરફ નજર કરીએ છીએ ત્યારે આપણું અક્કલ કાંઈ કામ કરતી નથી.
આવા સખ્ત કર્મબંધન થાય તેવા હરીફાઈના વખતમાં તો દરેકે ખાસ વિચાર કરવો જોઈએ. થોડાં પાપના સબંધમાં આવનાર છેડે વિચાર કરે તે પાલવે, પરંતુ અત્યારની પ્રવૃત્તિ તે તદ્દન પાપમય થઈ ગઈ છે. વળી આવી વિચારણામાં વખત કાઢે તે નકામે છે, એમ લાગતું હોય, તે તે અસત્ય છે; આત્માને તેથી જે લાભ થાય છે અને આવતા ભવમાં તે વખત પર જે આશીર્વાદેને વરસાદ વરસશે તે અત્યારની ક્ષોભ રૂપી ગરમીને શાન્ત કરી દેશે. જ્યારે વલણ આ રસ્તા ઉપર ચઢી જાય છે ત્યારે એક પ્રકારની ગુંચ આવતી જ નથી, પરંતુ મુખ્ય વધે એજ છે કે આપણું વલણ હજી તે તરફ ઢળ્યું નથી.
આત્મ નિરીક્ષણની જરૂરિયાત શી છે તે આટલા ઉપરથી સ્પષ્ટ થયું હશે. દરરેજ હવારે ઉઠી બે ઘડી વિચારવું જોઈએ કે, હું કેણ? મારી ફરજે શી છે? હું અત્યારે મારી સ્વભાવદશામાં છું કે વિભાવદશામાં છું? ચાલુ સંજોગને સુધારી શકું તેમ છું કે નહિ? ધાર્મિકલાભ મારાથી બની શકે કે નહિ? મારી શક્તિ, ધન, વિદ્યા
Page #26
--------------------------------------------------------------------------
________________
આત્મનિરીક્ષણ
૧૧ વગેરેને લાભ સાર્વજનિક થઈ શકે કે નહિ? કેવી રીતે લેકે પોગી હું થઈ શકું? આવા આવા વિચારે અમલમાં આવે ત્યારે આત્મા હળ થાય. ધ્યાન રાખે: વિચારમાત્રથી નહિ, પણ તે વિચારેને અમલમાં મૂકવાથી આત્મા ઊંચી ગતિએ જવા ચગ્ય થાય છે. વળી રાત્રિએ ઉપસંહાર પણ કરે કે આજે શું કર્યું? શું કરવું જોઈતું હતું? અને હવે શું કરવું જોઈએ?
આ બાબત બહુ ઉપયોગી છે, દરેક વાંચનારને ભલામણ કરવામાં આવે છે કે ૨૪ કલાકમાંથી એકાદ કલાકે તે આવી. વિચારણામાં કાઢો જ જોઈએ. જે આવતા ફેરા (ભાવ)માં આવી સ્થિતિ પણ પ્રાપ્ત કરવી હોય તે આ જ ઉપાય છે; નહિ તે પછી આપણે માટે કયું સ્થાન ચગ્ય છે તે દરેક પ્રાણીએ વિચાર કરી લે. આત્માથી પુરુષે આ વિષય લક્ષમાં રાખશે તે બહુ લાભ થશે.
[ જેન. ધ. પ્ર. પુ. ૧૮ | | સંવત ૧૯૫૮
Page #27
--------------------------------------------------------------------------
________________
જળમંદિરમાં સાત્વિક કલ્લાલ [૨]
રાષ્ટ્રિય ઉન્નતિના રાજ્યદ્વારી પ્રકરણને અનેક ઠરાવે દ્વારા પરામર્શ કરી, સ્વરાજ્યના ઠરાવ પર પ્રથમ પંક્તિના અનેક વક્તાઓનાં સુભાષિતા શ્રવણ કરી, દેશધર્મની ચર્ચા કરતાં આખરે એ સહમિત્રા અને એક નાકર સાથે લખનૌથી કાનપુર માગે અખતિયારપુર આવી, છેવટે બિહારને સ્ટેશને આવી પહોંચ્યા. આ નવીન વાતાવરણમાં આવતાં ધર્મભાવના જાગ્રત થઈ. ધર્મશાળામાં સામાન મૂકી આ વિશાળ નગરીમાં પગલાં ચાલ્યાં, ત્યારે પૂર્વકાળની આ મહાનગરીની વમાન દશા જોતાં મનમાં ખેદ્ય થયા. જે પાવન વસુંધરામાં પૂર્વકાળના મહાપુરૂષા ચાલ્યા હતા તેની સ્પર્શના કરવાને પ્રસંગ મળ્યે, તે માટે અંત:કરણ હર્ષથી ધડકવા લાગ્યું. વિશાળાનગરીનાં ચૈત્યના દર્શનના લાભ લઇ મનની વૃત્તિ પાવાપુરી જવાને ઉછળી રહી. જે પવિત્ર સ્થાનમાં આસનઉપકારી ચરમ તીર્થંકર શ્રી વીર પરમાત્મા નિર્વાણુ પામ્યા તે સ્થાન કેવું હશે, તેની રમણીયતા કેવી આકર્ષક હશે, તેમાં ગમન કરતાં કેવી હૃદયનિળતા થશે, એ વિચારમાં વાહન પર બેઠા અને ગાડી આગળ વધવા લાગી.
અમારી મડળીએ ત્રણેક માઇલની મુસાફરી કરી નિહ હાય ત્યાં તે સપાટ પ્રદેશમાં દૂર ક્ષિતિજમાં સુંદર વહુનાં દા દેખાવા લાગ્યાં. એ પ્રદેશ પાવાપુરીના રમ્ય વિભાગ
૧ આ વર્ષની નાતાલમાં લેખક-મિત્રો સાથે નેશનલ કાન્ગ્રેસના લખનૌના અધિવેશનમાં ગયેલ. તેને ઉદ્દેશીને આ ઉલ્લેખ છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૩.
જળમંદિરમાં સાત્વિક કલ્લેલા છે એવું સમજાતાં પુનિત પાવન વસુંધરાના ભાગે ગમન કરવા તીવ્ર ઈચ્છા થઈ. જે સ્થાન પર આપણે ગમન કરીએ છીએ ત્યાં પૂર્વે ગૌતમ ઈદ્રભૂતિ ચાલ્યા હશે, નંદિવર્ધન અનેકવાર પિતાના બંધુને સુખ સમાચાર પૂછવા આવ્યા હશે, અનેક સાધુ મહાત્માઓ એ માર્ગે આવી ગયા હશે અને ખુદ વીરપરમાત્મા પણ એ માર્ગે ચાલ્યા હશે, એવા એક પછી એક સુંદર વિચારે આવવા લાગ્યા. આખરે બહુ નજીક આવી લાગ્યા અને જ્યારે સરેવરની વચ્ચે આવેલ જળમંદિર દેખાયું ત્યારે હૃદયે જે શાંતિ અનુભવી તે અનિર્વચનીય છે, ભાષાથી અચર છે. એ શાંત સ્થાનની બે બાજુ પરિવેણન કરતાં, દેવતાઓ એ સ્થાનપરની કેટલી માટી લઈ ગયા હશે અને હવે આપણને એ સ્થાન જેવાની-નિરખવાની તક મળશે એ વિચારથી મંદિર તરફ હૃદય નમી ગયું, સાવર તરફ પૂજ્યભાવ પ્રાપ્ત થયે, માર્ગ તરફ આકર્ષણ થયું. ચેતરફ શાંતિનું સામ્રાજ્ય જણાયું. વ્યાપાર ધંધાની ધમાલ કે કેસ એફીડેવીટ કે દાવાઅરજીના તેફાન વગરના એ સ્થાનમાં જાણે રાગદ્વેષની ગંધ પણ ન હોય એવી સ્થિતિ અનુભવતાં, જરા દૂર આવેલ ધર્મશાળામાં મુકામ કરવામાં આવ્યા.
સમય સાંજને હતે. સૂર્ય અસ્ત થવાને માત્ર એક કલાકનો સમય બાકી હતે. પિતપોતાનાં સ્થાન શોધી તેમાં દાખલ થઈ જવાની પક્ષીઓની કીકીઆરી શરૂ થઈ હતી. સામાન્ય જનવ્યવહાર પતાવી રાત્રીની શરૂઆત થતાં તરસ્યા હૃદયને શાંતિ આપવા જળમંદિર તરફ પ્રયાણ શરૂ કર્યું. અજવાળી રાત્રી હતી, પૂર્ણિમાને દિવસ હતું, પિષ
સામાં લઈ જવાની . પતિપતાના અને માત્ર ,
સામાન્ય
શાંતિ આપી માના દિવસ
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૪
સાધ્યને માગે માસ હતો, નીર સ્થિર હતું, ચોતરફ એક સરખી શાંતિ હતી, આખી કુદરત હસતી હોય એ રમ્ય દેખાવ હતે. કુદરત અને કૃત્રિમતા વચ્ચે ઝોલાં ખાતું મન, આખરે જ્યારે જળમંદિરના દરવાજામાંથી પગથી ઉપર ચાલ્યા ત્યારે એ લગભગ પાંચ ફુટની પૂલ જેવી વ્યવસ્થાવાળી પગથીપર વીરને સ્મરવા લાગ્યું. એક બાજુ સ્થિર જળમાં ચંદ્રમા પિતાનું પ્રતિબિંબ નાખી રહેલો છે, બીજી બાજુ નાની માછલીઓ પાણીમાં દેડાદોડ કરી રહી છે, સામે વિશાળ મંદિર દેખાય છે–એવી સ્થિતિમાં સૃષ્ટિના પૂર સંદર્યને નીહાળતાં વીર પરમાત્માની શેકસ્વારી આ રસ્તે પસાર થઈ હશે એમ સ્મરણ થતાં મંદિર આવી પહોંચ્યું. અંદર જઈ પાદુકાના દર્શન કરી ચૈત્યવંદનની વિધિ કરી. અંતરમાં વીર પરમાત્માની ભાવનાઓને અનુભવ અને બહારની નજરે દર્શનને અનુભવ કરતાં ઘણે સમય મંદિરમાં અને મંદિરની આજુબાજુમાં વીતી ગયે. આ સ્થાન પરથી બહાર જવા ગમતું
નહોતું.
મંદિરની બહારના ભાગમાં ચારે બાજુ આવેલા ચેકને છેડે ચાર ગેખ (balcony) અને બુરજ છે. ગેખમાં સહચારીઓ સાથે બેસી વીર પરમાત્માના સમયની વાર્તા કરવા માંડી. જાણે વીર પરમાત્માના નામમાં જ કેઈ અપૂર્વ પવિત્રતા હોય એ ભાવ જણાય. એ નામ બેલતાં મનમાં અદ્દભુત આનંદ થવા લાગે, અને સ્થાન (ક્ષેત્ર), ગપ્રવૃત્તિમાં ઘણું અગત્યનું સ્થાન શા માટે ભગવે છે તેને કાંઈક - સાક્ષાત્કાર થયા.
વાતે ચાલી કે જે વખતે વીર પરમાત્મા વિચરતા હશે
Page #30
--------------------------------------------------------------------------
________________
જળમંદિરમાં સાત્વિક કલેલ
૧૫ ત્યારે ધર્મની કેવી સુંદર સ્થિતિ હશે! અનેક રાજાઓ પ્રભુને નમન કરવા આવતા હશે ત્યારે આખી પ્રજામાં ધર્મસામ્રાજ્ય કેવું પ્રવર્તતું હશે! સમવસરણમાં બેસી પ્રભુ દેશના દેતા હશે ત્યારે સહદય પ્રાણીઓના કેવા સુંદર ભાવ થતા હશે! અષ્ટ મહા પ્રાતિહાર્યને નજરે જોઈ લેકને કે ચમત્કાર થતું હશે! કુદરતી વૈર ભૂલાઈ જવાતાં પ્રેમ અને અહિંસાના અચળ સિદ્ધાન્તને વાતાવરણમાં કે અવકાશ મળતો હશે! એ સમયની ખરેખર બલિહારી છે! જે પ્રાણીઓએ એ સ્થિતિ જોઈ હશે અને એથી લાભ પ્રાપ્ત કરી ઉત્ક્રાંતિ વધારી દીધી હશે તેઓ ખરેખર ધન્ય છે! સ્પષ્ટ ગાન હૃદયમાંથી નીકળી ગયું કે –
નિર્મળ ગુણમણિ રેહણ ભૂધરા, | મુનિ મન માનસ હંસ, જિનેશ્વર, ધન્ય તે નગરી, ધન્ય વેળા ઘડી,
માત પિતા કુળ વંશ, જિનેશ્વર.” આવા ઉત્તમ સમયને, એ સમયના માણસોને, એ પરિચયમાં આવનાર ભાગ્યવાને માટે વિચાર આવતાં એ અદ્ભુત સમયની કાંઈક ઝાંખી થવા લાગી. જ્યારે નજીકના પ્રદેશમાં પ્રભુ વિચરતા હશે ત્યારે લેકેને કે સુંદર ભાવ હશે, કેવી વૃત્તિઓ થઈ હશે, પ્રભુગુણની વિશાળતા ચિતરફ કેવી સુગંધ વિસ્તારી રહી હશે, ઋતુની સમશિતષ્ણુતા, ઈતિઉપદ્રવનો નાશ અને સર્વત્ર બાહા આંતર શાંતિના સમયમાં મનને કેટલી સ્થીરતા રહેતી હશે! જ્યારે પ્રભુએ અનેક ભવ્ય અને ઉપદેશ આપે હશે ત્યારે સાંભળનારને કેવી મજા આવી હશે ! અતિ મિષ્ટ સ્વરના શ્રવણમાં કેવું
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૬
પપપ
સાધ્યને માગે સુંદર ગાન ચાલ્યું હશે ! ચતુર્મુખે દેશના ધ્વનિ વિસ્તરતે. હશે, ત્યારે કે અનિર્વચનીય આનંદ પ્રસરી રહ્યો હશે ! એવી વાતમાં ગૌતમ ગણધરને પ્રથમ દેશના આપી તે પ્રસંગ ચાલ્યો. તે સ્થાન પણ અહીંથી બે માઈલ નજીકમાં જ છે એમ જણાતાં એ ગોબર ગામની સ્થિતિ પરત્વે વિચાર ચાલ્યો. ઈન્દ્રભૂતિનું અભિમાન અને ભગવાન પાસે શંકાનિવારણને આખો પ્રસંગ યાદ આવતાં હૃદયમાં એક જાતની ઉમિ સર્વને થઈ આવી. ઈન્દ્રભૂતિની પ્રથમ અવસ્થા પર વિચાર કરતાં તેના પર જરા તિરસ્કારની લાગણી થઈ આવી; તેનું અભિમાન અને તેને પિષણ કરવાના માર્ગો તરફ સહજ ખેદ થયે; પરન્તુ તરત અભિમાનને પોષવા પણ જરા અભિમાન દૂર કરીને પ્રભુસ્થાન પર ગમન કરવા તે ઊઠયા તે વાત આવી, ત્યારે મનમાં જરા શાંતિ થઈ અને તેના તરફ માન પેદા થયું. આખરે જ્યારે પરમાત્મા તેને નામ દઈને બોલાવે છે ત્યારે મનમાં આવેલ અભિમાનને પ્રસંગ, શંકાસમાધાનથી પ્રભુ સાથે થયેલ ઐક્ય અને ત્યાર પછી પ્રભુના સેવક બની તેના તરફ રાગ રાખવાની તેમની સાહજિક વૃત્તિ જોતાં જીવનનાં અનેક સૂત્રે ઉકેલાઈ ગયાં. એ પ્રસંગ પર અનેક ચર્ચા ચાલી. વીરપરમાત્માના શ્રાવકે અને શ્રાવિકાઓનાં જીવને વિચારાયાં.
આવી રીતે ચર્ચામાં એક બે કલાક પસાર થયા, ત્યાં ચંદ્ર પૂર જેસમાં પ્રકાશી આકાશના પૂર્વ તરફના અર્ધા માગે આવી ગયે. વાત બંધ પડી. શાંત જળમાં અવારનવાર માછલાનાં હાલવા ચાલવાનો અવાજ આવતું હતું, બાકી સર્વત્ર શાંતિ હતી. આખા વિશ્વમાં શાંતિ ફેલાણી હોય, જાણે
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૭ -
જળમદિરમાં સાત્વિક કલ્લોલ કોઈપણ પ્રકારના દુઃખ ઉપદ્રવ વ્યાધિ કે વિષમતા જીવનમાં હાય જ નહિ, મુક્તિમાર્ગ સરલ અને સીધો હોય, એવી સ્થિતિ અનુભવતાં આંતર વિચારણા ચાલી. આ સ્થાને જ્યારે પ્રભુની સ્વારી નીકળી હશે ત્યારે શોકની છાયા કેવી ફેલાઈ રહી હશે એ દશ્ય હૃદયસમ્મુખ ખડું થયું. એ પછી વીરજીવન આખું હૃદય તટ પર આવવા લાગ્યું. મરીચિના ભવમાં કરેલ અભિમાન પર વિચારણા ચાલી. મનુષ્ય જીવનની તુચ્છતા અને ઉચ્ચતા પર વિચાર આવ્યા. દરેક પ્રાણી અભિમાનમાં કે મસ્ત રહે છે, પિતાની વ્યવહારકુશળતા સામાને સમજાવવાની યુક્તિઓ અને પ્રપંચજાળના ગર્ભમાં રહેલી ભવવાસનાનું ભાન થયું અને ભારતમહારાજના ભક્તિભાવ પર અને શુદ્ધ શાસનરાગ પર પ્રેમ થયે. માતાપિતા તરફ પ્રભુની ભક્તિ, વડિલ બંધુ પર વાત્સલ્ય અને ઘોર ઉપસર્ગ સહન કરવાની પ્રભુની શક્તિ દઢતા અને સમતા પર વિચાર આવ્યું. એમને ગોશાળા તરફ સમભાવ અને વાળ તરફને મનેભાવ હૃદયને આનંદ આપવા લાગ્યા. અનેક ઉપસર્ગ અને પરીષહ કરનાર તરફ તેમની સાત્વિક વૃત્તિ પર ' વિચાર કરતાં હૃદય પર અનિર્વચનીય અસર થઈ આવી. મહા ભયંકર ઉપસર્ગ કરનાર સંગમ જ્યારે હહદયે પાછો ફરે છે ત્યારે પ્રભુને તેના તરફ તિરસ્કાર નથી આવતે પણ પિતાના પ્રસંગમાં આવ્યા છતાં તે જરાએ સુધરી શક્યો નહિ અને ઉો અનંત સંસારમાં પરિભ્રમણ કરશે.” એ વિચારથી આંખમાં પાણી આવી ગયાં, એ વિચારણું કરતાં મનમાં કઈ અદ્ભુત ભાવ આવી ગયે.
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૮
સાધ્યને માગે પ્રભુ જાણે સાક્ષાત્ હાજર હાય, સંગમદેવતા ખિન્ન થઈ ચાલ્યા જતા હાય અને પ્રભુની આંખમાં પાણી આવ્યાં હાય તે દેખાવા નજર સન્મુખ તરવા લાગ્યા. આવા પ્રેમના પાઠાના જવલંત દૃષ્ટાંત મૂકી જનાર પરમાત્માની કેવી અદ્ભુત આત્મદશા હશે એ વિચારે મનને શાંત કરી દીધું. દયાના સરલ સિદ્ધાન્તના ત્યાં અપૂર્વ વિજય થતા અનુભવ્યે અને ઉદારતા અને દાક્ષિણ્યના મહાન્ પ્રસંગ તેમાં જોવામાં આન્યા. શૂલપાણીના ઉપદ્રવો અને ચંડકાશીઆનાં તીવ્ર આક્રમણા મન પર તરવરી રહ્યાં અને પગ પર પાયસ રોંધનાર શેવાળીઆનાં દશ્યા, ખીલા કાનમાંથી કાઢવાના હૃદયને મૂર્છિત બનાવી દે તેવા પ્રસંગેા પસાર થઇ ગયા. પ્રભુની અડગ શાંતિ, ધીરજ અને એકતા મન પર વસી રહી.
સંપૂર્ણ જ્ઞાન થયા પછી ભવ્ય જીવ તરફ ઉપકાર કરવા ગંભીર દેશનાના ધ્વનિ જાણે એ સ્થાનમાં પડી રહ્યા હાય, અષ્ટ મહાપ્રતિહાર્યો અને અતિશયની શૈાભા ત્યાં વિસ્તરી રહી હાય, સમવસરણની Àાલા સામે ખડી હાય, આકાશમાં દુંદુભિ વાગી રહ્યા હાય, અનેક મનુષ્યા અને દેવા ઉપદેશઅમૃતનું પાન કરવા આવી રહેલા હાય અને કર્યું ને પવિત્ર કરી આત્મસન્મુખ થઇ જતા હાય, અહિંસા પ્રતિષ્ઠાપામેલાં સ્થાનમાં તિર્યંચા પણ પેાતાનું વૈર ભૂલી જતાં હાય, સિંહ અને મૃગ, વાઘ અને અકરી પ્રેમના વાતાવરણમાં સાથે ચાલતા હાય, સર્વ ઇતિઉપદ્રવ નાશ થઈ ગયેલા હાય એવા શુદ્ધ પ્રસંગમાં કેવી શાંતિ પ્રસરી હશે ? કેવા આનદથી મને નાચી રહ્યાં હશે ? કેવી ઉર્મિ એ હૃદયમાં ઉછળી રહી હશે ? એ વિચારમાં ને વિચારમાં પ્રભુ જીવનના
Page #34
--------------------------------------------------------------------------
________________
જળમંદિરમાં સાતિવક કલ્લોલ
૧૬ અનેક પ્રસંગે યાદ આવતાં થોડા વખત આ શાંત સમયનાં મેજાએ હૃદયપટ પર પસાર થવા લાગ્યા અને મનને અદ્ભુત શાંતિનો અનુભવ કરાવવા લાગ્યાં. એ જીવનમાં અભુત વિશિષ્ટતા છે અને એ મહાપ્રયાસ કરી પ્રાપ્ત કરવા યોગ્ય છે એમ વિચાર થતાં શાંતિના સામ્રા
જ્યમાં સ્થિર થએલ જળ અને તેના ઉપર પ્રસરી રહેલી ચંદ્રિકા તરફ જઈ રહેલી આંખો શરીર તરફ વળી બંધ થઈ ગઈ અને આંતરદષ્ટિ વધારે ખુલી. એકાંત સ્થાન, વ્યવહારની ધમાધમથી અગમ્ય સ્થાન અને મહાપુરૂષના અવશેષને ધારણ કરેલ પવિત્ર સ્થાનને પ્રદેશ આત્મા પર સીધી અસર કરવા લા, સ્વરૂપનું ભાન થયું. વિશાળ આકાશમાં અનેક તારાઓ અને ચંદ્રની નીચે આવી રહેલ વિશાળ સૃષ્ટિમાં, નિર્જન પ્રદેશમાં સ્વસ્થાન શોધવા ભાવના થઈ. મનુષ્યની ખોટી અશાઓ, નકામા પ્રયાસે અને ખોટાં વલખાંઓની તુચ્છતા સ્પષ્ટ જણાઈ, શાંત જીવન સંગ્રહવા ગ્ય છે, અનુભવવા એગ્ય છે અને મળેલ સામગ્રીને આ પ્રાણી ઉપગ કરી શક્ત નથી, અનુકુળતાને લાભ લઈ શકતે નથીએ વિચારણને લઈને વિરજીવન અને સ્વજીવન વચ્ચે ઝેલાં ખાતું મન આખરે બનેની તુલના કરવા લાગ્યું. જાણે વીર પરમાત્માનું સાત હાથનું શરીર સરખા પ્રમાણમાં વધતું જાય, છે, મેટું થતું જાય છે, વિકાસ પામતું જાય છે, એમ થતાં આખરે તે આકાશ સુધી પહોંચી ગયું, શુદ્ધ કંચનમય પરમ પવિત્ર શાંત દેખાવા લાગ્યું, તેના જમણા પગ આગળ સ્વશરીર એક કડિ જેટલું નાનું હોય એમ લાગવા માંડ્યું અને તે પવિત્ર મહાપુરૂષના પગ પાસે પડી જાણે ચાચના
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૦.
સાબને માણે કરતું હોય એમ દશા અનુભવતાં નીચેનું ગાન સ્વતઃ નીકળી પડયું. “ તાર હે તાર પ્રભુ મુજ સેવક ભણી,
જગતમાં એટલું સુજસ લીજે.” આ વાકય ઘણુવાર બેલાયું, એના રાગમાં લીનતા.. થઈ ગઈ, પ્રભાતને રાગ હોવા છતાં અત્યારે શાંત સૃષ્ટિમાં . જાણે પ્રભાતની શાંતિ પ્રસરી રહી હોય તેમ બરાબર રાગને લય ચાલ્ય, પદની પુનરાવૃત્તિ વારંવાર થવા.. લાગી અને જાણે પરમાત્માના શાંત મહા શરીર તરફ જોઈ પિતાની અલ્પતાને અનુભવતું ગાન પ્રભુ પાસે . માગણી કરતું હોય, પ્રભુમય થવા યત્ન કરતું હોય, પ્રભુ દ્વારા યાચના કરતું હોય અને પ્રભુને વિનવતું હોય તેમ વારંવાર
તાર હો તાર પ્રભુ”ની આંતર ગર્જના કરવા લાગ્યું, પ્રભુને . વિનવવા લાગ્યું, પ્રભુને સમજાવવા લાગ્યું, અને પ્રભુને પશે. પડવા લાગ્યું. એ ગાન શરૂ થયા પછી અનેક વાર બેલાયું, વિચારાયું અને પ્રભુને ઉદ્દેશાયું. ગાનના સામાન્ય નિયમ પ્રમાણે પછી તેમાં લીનતા થતી ચાલી, તેમાં એકાગ્રતા વધી અને સન્મુખ સ્થિત વીર પરમાત્માને અને અલ્પ જીવનને. જાણે કે એક્તા, કોઈ સામાન્ય ભાવ, કેઈ અપૂર્વ સંબંધ હોય એમ અનુભવાતાં એ લય બંધ થઈ ગયા અને ગિરૂઆ રે ! ગુણ તમ તણું, શ્રી વર્ધમાન જિનરાયા રે” એ બહુ પ્રચલિત સ્તવનાને નાદ જામી ગયે, પુનરૂાર વગર આખું સ્તવન હદયમાંથી નીકળી ગયું અને તેમાં જ્યારે “તુમ ગુણગણુ ગંગાજળે, હું ઝીલીને નિર્મળ થાઉં રે” એ વચન નીકળ્યાં ત્યારે પરમાત્મા.
Page #36
--------------------------------------------------------------------------
________________
જળમંદિરમાં સાત્વિક કલેલ ગુણનો વરસાદ વરસાવતા હોય, એ વરસાદના અમૃતજળમાં આ લઘુ સૂક્ષ્મ શરીર સ્નાન કરી પવિત્ર થતું હોય અને એ વરસાદ પડવે જારી હોય અને જારી રહેશે એવી ભાવના થતાં આખરે તુ ગતિ તું મતિ આશરે,
| તું અવલંબન મુજ પ્યારે, રે.
એ વાક્ય બોલતાં આ શરીર સામે ઉભેલા પરમાત્માને " નમી પડયું, પગે પડ્યું, તેની સાથે થઈ ગયું, તેને સ્પર્શ
કરી ગયું અને પ્રભુ સર્વસ્વ એવો ભાવ બરાબર અનુભવવા લાગ્યું. “તું ગતિ અને તું મતિ, તું આશ્રય અને તું અવલંબન!” એ ચારે શબ્દોના ભણકારા હજુ પણ વિસરાતા નથી, પ્રભુને સર્વ સમર્પણ કરી પ્રભુમાં જ મતિ રાખવાની અને પ્રભુને સર્વસ્વ માની લેવાની ઉન્નત દશાને અનુભવ કરતાં આખરે ગાને ત્યાં વિરચ્યું, પ્રભુશરીર ઉપર ચડવા ઈચ્છતું જોવાયું, મન તેના તરફ જવા અને તે મચ થવા આકર્ષતું જણાયું; આખરે ચંદ્રજ્યોનામાં તે મહાશરીર મળી ગયું.
આંખ ઉઘડી ગઈ! સામે શાંત સરેવર છે, માછલીઓ કાંઈક અવાજ પાણીમાં અવાર નવાર કરે છે, બે મિત્રો બાજુએ બેઠા છે, આ અસલ સ્થિતિ પાછી જોવામાં આવી. વીર પરમાત્માને દેહ વિસરાળ થઈ ગયે, પણ “તુ ગતિ નું મતિ આશરે, તું અવલંબન મુજ યારે રે ગાન તો ચાલું જ રહ્યું. જાણે અલ્પ સમયમાં જીવન અદ્ભુત દશાને સાક્ષાત્કાર કરી આવ્યું હોય, તેણે પરમાત્માને પ્રત્યક્ષ જોયા હોય અને સંસારભાવથી તે દૂર થએલ હાય એવી દશા
Page #37
--------------------------------------------------------------------------
________________
: રર
સાધ્યને માગે અનુભવી. પાછા જળ અને મંદિર તરફ નજર ગઈ, બને મિત્રોને જોયા અને તેઓની સાથે ધર્મચર્ચા ચાલુ થઈ, લગભગ - અર્ધા કલાક ધર્મચર્ચા કરી બાર વાગ્યાના સુમારે મકાન તરફ પાછા ફર્યા.
પ્રભુગુણથી આકર્ષાઈ ત્યાં આવનારની સગવડ જાળવવા પુણ્યાત્મા પ્રાણીઓએ ધર્મશાળાની સગવડ અને વ્યવસ્થા બહુ સુંદર કરી છે. ત્યાં સુવાની તૈયારી નેકરે કરી રાખી હતી, પથારીમાં પડતાં ઉંઘ આવી ઉંઘમાં પણું વીરપરમાત્માનું ઉન્નત શરિર, શાંત સમયની ચંદ્રિકા અને સુરમ્ય પૃથ્વી તેમજ ગુણગંગાજળને વરસાદ પાછો વરસવા લાગ્ય, અર્ધજાગૃત નિદ્રિત અવસ્થામાં વીર પરમાત્માના જીવનના અનેક પ્રસંગે તે પસાર થવા લાગ્યા, વીરશરીર પર અપૂર્વ ભાવ થયો, લઘુ
શરીર દૂરથી તેમનાં દર્શન કરવા લાગ્યું, તેમને સ્પર્શ - કરવામાં પવિત્ર વસ્તુને મેલા હાથ અડાડતાં જે ખંચાણ ' થાય છે તે સ્થિતિ અનુભવતાં આખરે નિદ્રા આવી ગઈ.
માનસિક અને સ્થળ દેહે તદ્દન સ્વસ્થ બની પ્રભાતમાં ઉઠતાં વીરસ્તેત્રની ઘોષણા ચાલી. એક બે સુંદર પ્રભાતના રાગેને નાદ અંતરમાંથી નીકળી ગયે.
વ્યવહાર નિત્યકર્મથી પરવારી સ્નાન કરી શ્રી વીર કે પરમાત્માના નિર્વાણ સ્થાનના દર્શનનો લાભ લીધે. આ
સ્થાન ધર્મશાળાની મધ્યમાં આવેલ છે, સુંદર પ્રાસાદથી રમ્ય બનાવેલ છે, ચિત્રવિચિત્ર કેરણીથી કૃત્રિમ બનાવેલ છે અને આકર્ષક આરસથી સ્થળ નજરને શાંતિ આપનાર છે. ત્યાં રહેલ પ્રાચિન પાદુકાની સેવા કરી જળમંદિર તરફ ચાલ્યા. રાત્રિ કરતાં કાંઈક તદ્દન નવીન જ દેખાવ નજરે
Page #38
--------------------------------------------------------------------------
________________
જળમંદિરમાં સાત્વિક કલ્લોલ
૨૩
પડયા: સૂર્ય પ્રકાશી રહ્યો છે, પવનથી સહજ અસ્થિર અનેલા જળકલ્લોલમાં એકના અનેક સૂર્ય દેખાય છે, માછલીઓએ વિશેષ અવાજ કરતાં પાણીમાં દોડાદોડ કરી મૂકી છે, જળની વચ્ચે આવી રહેલા મંદિરમાંથી ઘટાના અવાજ સભળાય છે. આવા પ્રેદેશમાં આગળ વધ્યા, પગથી પર ચાલતા મહાવીરનું સ્મરણુ થયુ, વર્ધમાનનું વધતુ શરીર એક વાર મન પર દેખાઈ અદશ્ય થતું જણાયું, પગથી પૂરી થઇ થઇ, મંદિરમાં સહમિત્રો સાથે દાખલ થઇ દ્રવ્યપૂજા કરી. ઘણા આનદ થયા. ભાવપૂજન નિમિત્તે અનેક શ્લોકા ખેલ્યા પછી ચૈત્યવંદનવિધિ કરવામાં આવ્યા. સ્ફુટ મધુર સ્વરે ત્યાર પછી : તાર હા તાર પ્રભુ મુજ સેવક ભણી' એ દેવચંદ્રજીના સ્તવનને ખેલતાં મનમાં અદ્ભુત અપૂર્વ ભાવ ઉત્પન્ન થયેા. જયવિયરાય સ્તુતિ કરી રહ્યા પછી નીચેની સ્તુતિ ઊભા રહીને કરવામાં આવી. તે ખેલતી વખત મનમાં આંતર આનંદ વધતા ગયા. સામે વીર પરમાત્માની પાદુકા અને માનસિક મૂર્તિ હતા તેને ઉદ્દેશીને સ્તુતિ થઇઃ—— अपारघोरसंसारनिमग्नजनतारक !
किमेष घोर संसारे नाथ ! ते विस्मृतो जनः सद्भावप्रतिपन्नस्य तारणे लोकबान्धव ! त्वयास्य भुवनानन्द ! येनाद्यापि विलम्ब्यते आपन्नशरणे दीने करुणामृत सागर ! न युक्तमीदृशं कर्तुं जने नाथ ! भवादृशाम् भीमेऽहं भवकान्तारे मृगशावकसन्निभः; विमुक्तो भवता नाथ ! किमेकाकी दयालुना । इतश्चेतश्च निक्षिप्तचक्षुस्तरलतारकः; निरालम्बो भयेनैव विनश्येऽहं त्वया विना ।
|| ↑ ||
॥ ૨ ॥
॥ શ્
11811
॥4॥
Page #39
--------------------------------------------------------------------------
________________
wwwwwwwwwwww.
mawwwwwwwwwwwwwwwwwwwrarun
॥९॥
સાધ્યને માર્ગે अनन्तवीर्यसम्भार ! जगदालम्वदायक !; विधेहि निर्भयं नाथ ! मामुत्तार्य: भवाटवीम् । ॥६॥ ..न भास्कराहते नाथ ! कमलाकरबोधनम्। . यथा तथा जगन्नेत्र ! त्वदृते नास्ति निर्वृतिः। ॥७॥ किमेष कर्मणां दोषः किं ममैव दुरात्मनः किं वास्य हतकालस्य किं वा मे नास्ति भव्यता ? ॥८॥ किं वा सद्भक्तिभिर्दाह्य ! सद्भक्तिस्त्वयि तादृशी; निश्चलाद्यापि संपन्ना न मे भुवनभूषण । लीलादलीतनिःशेषकर्मजाल ! कृपापर !; मुक्तिमर्थयते नाथ ! येनाद्यापि न दीयते । ॥१०॥ स्फुटं च जगदालम्ब ! नाथेदं ते निवेचते; नास्तीह शरणं लोके भगवन्तं विमुच्यमे । • त्वं माता त्वं पिता बन्धुस्त्वं स्वामी त्वं च मे गुरुः;
त्वमेव जगदानन्द ! जीवितं जीवितेश्वर ! ॥१२॥ : बयावधीरितो नाथ ! मीनवजलवजितं; निराशो दैन्यमालम्ब्य म्रियेऽहं जगतीतले । ॥१३॥ स्वसंवेदनसिद्धं मे निश्चलं त्वयि मानसम्; साक्षाभूतान्यभावस्य यद्वा किं ते निवेद्यताम् । ॥१४॥ : मञ्चितं :प्रावन्नाथ ! दण्टे भुवनभास्करे; त्वयीह विकसनेक विदलत्कर्मकोशकम् ।
॥१५॥ .. अनन्तजन्तुसस्तालव्यापाराक्षणिकस्यते;
ममोपरि जगन्नाथ ! न जाने कीदृशी दया। ॥१६॥ । समुन्नतेमनाथ ! त्वयिः सद्धर्मनीदे
नृत्यत्येष मयूराभो:महोर्दण्ड शिखण्डिकः । ॥१७॥ । तदस्य किमियं भक्तिः किमुन्मादोऽयमीदशः;
दीयतां वचनं नाथ कृपया मे निवेद्यताम् । ॥१८॥ : मञ्जरीराजिते नाथ ! सलमूते कल कोकिका,
Page #40
--------------------------------------------------------------------------
________________
॥२२॥
॥२४॥
જળમંદિરમાં સાત્વિક કલેલ
यथा दृष्टे भवत्येव लसत्कलकलाकुलः । ॥१९॥ तथैष सरसानन्दबिन्दुसन्दोहदायक ! त्वयि दृष्टे भवत्येव मुखोऽपि मुखरो जनः । ॥२०॥ तदेनं मावमन्येथा नाथासंबध्धभाषिणम्: मत्वा जनं जगज्ज्येष्ठ ! सन्तो हि नतवत्सलाः । ॥२१॥ किं बालोऽलीकवाचाल आलजालं लपन्नपिः न जायते जगन्नाथ ! पितुरानन्दवर्धनः । तथाश्लीलाक्षरोल्लाप जलपकोऽयं जनस्तव; किं विवर्धयते नाथ ! तोषं किं नेति कथ्यताम् । ॥२३॥ अनाद्यभ्यासयोगेन विषयाशुचिकर्दमे गर्ने सूकरसंकाशं याति मे चटुलं मनः । न चाहं नाथ ! शक्नोमि तन्निवारयितुं चलम्: अतः प्रसीद तद्देव ! देव ! वारय वारय । ॥२५॥ किं ममापि विकल्पोऽस्ति नाथ ! तावक शाशने; येनैवं लपतोऽधीश ! नोत्तरं मम दीयते । ॥२६॥ . आरूढमीयती कोटी तव किङ्करतां गतं मामप्यतेऽनुधावन्ति किमद्यापि परीषहाः । किं चामी प्रणताशेषजनवीर्यविधायक ! उपसर्गा ममाद्यापि पृष्टं मुञ्चन्ति नो खलाः । ॥२८॥ पश्यन्नपि जगत्सर्व नाथ ! मां पुरतः स्थितम् कषायारातिवर्गेण किं न पश्यसि पीडितम् । कषायाभिद्रुतं वीक्ष्य मां हि कारुणिकस्य ते; विमोचने समर्थस्य नोपेक्षा नाथ ! युज्यते । ॥३०॥ बिलोकिते महाभाग ! त्वयि संसारपारगे; आसितुं क्षणमप्येकं संसारे नास्ति मे रतिः। ॥३॥ किं तु किं कखाणीह नाथ ! मामेष दारुणः; आन्तरो रिपुसंघातः प्रतिबध्नाति सत्वरम् । ॥३२॥ विधाय मयि कारुण्यं तदेनं विनिवारयः
॥२७॥
॥२९॥
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૬
સાધ્યને માર્ગ
उद्दामलीलया नाथ ! येनागच्छामि तेऽन्तिके । ॥३३॥ तवायत्तो भवो धीर ! भवोत्तारोऽपि ते वशः । પર્વ એ િ િવા થીજે પરમેશ્વર ! પારકા तद्दीयतां भवोत्तारो मा विलम्बो विधीयताम्; नाथ ! निर्गतिकोल्लापं न शृण्वन्ति भवादृशाः। ॥३५॥
છેડે ન પામી શકાય તેવા ભયંકર સંસાર સમુદ્રમાં ડુબેલા પ્રાણુઓને તારનાર! હે મારા નાથ! આ ભયંકર સંસારમાં આપ શું મને તદ્દન વિસરી ગયા? ભૂલી ગયા? “ચૂકી ગયા? જેને લઈને તે લોકબંધુ! જે કે આપ સર્ભાવ “ધારણ કરનારને તારવામાં સદા તત્પર હો છે, છતાં તે
ત્રણભુવનને આનંદ આપનાર મારા પ્રભુ! મારા સંબંધમાં “આપ હજુ પણ વિલંબ કરી રહ્યા છે. ૧-૨. અહે કરૂણા “રૂપ અમૃતના સમુદ્ર! આપને શરણે આવેલ આ દીન પ્રાણ “ઉપર આપ જેવા મહાનુભાવે આ પ્રમાણે કરવું તે કઈ “પણ રીતે છાજતું નથી. ૩. હે મારા નાથ! હું તો એક “હરણના બચ્ચા જેવો છું, તેને આપ જેવા દયાળુએ આ “ભયંકર સંસારઅટવી (જંગલ)માં તદ્દન એકલે કેમ મૂકી “દીધો? ૪. અરે મારા પ્રભુ ! ચળવચળ થતી આંખો આ “બાજુ અને પેલી બાજુ નાખતે અને કેઈ પણ પ્રકારનું “અવલંબન નહીં મેળવી શક્ત હું, તે બીકમાં ને બીકમાં “તમારા વગર મરી જઈશ. ૫. આવી મારી દયાજનક સ્થિતિ “હોવાથી અહો અનંત શક્તિના ધણું! જગતને અવલંબન “આપનાર મારા ઈશ્વર ! આ સંસાર અટવી ઉતારીને મને “ભય વગરને કરે-બીક વગરને કરે. ૬. હે નાથ! હે “જગતના ચક્ષુ ! જેવી રીતે કમળને વિકસ્વર કરવાને આ
Page #42
--------------------------------------------------------------------------
________________
જળ મદમાં સાત્વિક કલ્લોલ
૨૭:
દુનિયામાં સૂર્ય સિવાય બીજો કોઇ પણ શક્તિમાન થતા નથી, “ તેવી રીતે તમારા વગર મને કેાઈ જગાએ નિરાંત મળતી “ નથી, શાંતિ મળતી નથી, આરામ મળતો નથી. ૭. લીલા “ માત્રમાં રમતમાં અનેક કર્મોનાં જાળાંઆને કાપી નાખવાને “ શક્તિમાન થયેલા હું કૃપાપરાયણ પ્રભુ ! હું આપની “ પાસે મેાક્ષ માગું છું, મારે મેક્ષ જોઇએ છીએ, છતાં “ હજી આપ તે ખાબતને વિલંબ કરી રહ્યા છે, તેા હુ “ ભુવનભૂષણ ! શું એ તે મારાં કર્મીના દોષ છે ? કે દુરાત્મા “ એવા મારા પેાતાના જ દોષ છે? કે હું સાહેબ ! એમાં “તે પેલા અધમ કાળના દોષ છે? કે મારી પેાતાની મેાક્ષ “ જવાની યાગ્યતા (ભવ્યતા) જ નથી કે સુંદર ભક્તિથી ગ્રાહ્ય થનારા મારા પ્રભુ! મારી આપનામાં જોઇએ તેવી ખરેખરી “ ન ખસે તેવી સાચી ભક્તિ જ નથી ? (મને અર્થી ને અર્થ “ મેળવવામાં ઢીલ થાય છે તેનુ કારણ શું? ) ૮–૧૦. હું “ જગતને અવલંબન આપનાર ! મારા નાથ ! હું તે આપને સાચે સાચું કહી નાખું છું અને ઉઘાડી રીતે જણાવી દઉં છું કે મારે તમારા વગર આ દુનિયામાં બીજા કઈના “ આધાર નથી, ટેકા નથી, શરણુ નથી. ૧૧, હે નાથ ! હે
ઃ
66
'
“
પ્રભુ! આપ મારી માતા છે, આપ મારા પિતા છે, આપ ፡ મારા બધુ છે, આપ મારા સ્વામી છે, આપ મારા ગુરૂ
“છે! અને હે જગતને આનદ આપનાર! મારા પ્રાણનાથ !
''
આપ જ મારા જીવન છે ! ૧૨. હે દીનબંધુ ! આપ જો મારો “ તિરસ્કાર કે મારી અવગણના કરી મને પાછા કાઢશેા તા “ જેમ માછલી જળ વગરના પૃથ્વીપ્રદેશમાં તરફડી તરફડીને “ મરી જાય છે તેવી રીતે હું તદ્ન નિરાશ થઈને અને દીન
cr
Page #43
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગે
- ૧૮
66
46
.ܶ
66
“ તાને સ્વીકારીને મરી જઈશ, નાશ પામી જઈશ. ૧૩. મારા મનમાં અન્ય ભાવના સાક્ષાત્કાર થયા છે, અને સ્વાનુભવ વડે સિદ્ધ થયેલું મારૂં મન તમારામાં બરાબર નિશ્ચેળ “ થઈ ગયું છે, નહિ તેા તમને આટલુ નિવેદ્યન શા` માટે “ કરૂં ? ૧૪ હે નાથ ! ત્રણ ભુવનમાં પ્રકાશ કરનાર આપ “ સૂર્ય ને જોઈને કર્મના સમૂહેાને આળી નાખતું મારૂં મન ” “ કમળની જેમ વિકાસ પામે છે. ૧૫, પરંતુ હે જગન્નાથ ! “આપને તેા અનેક પ્રાણીસમુહના વ્યાપાર ઉપર લક્ષ્ય આપવાનું હાવાથી આપની મારા ઉપર કેટલી યા છે તે કાંઈ મારા “ જાણવામાં આવતું નથી. ૧૬ હે જ્ગતના નાથ ! આપ “સાહેબ જેવા શુદ્ધ ધર્મ રૂપ નીર (જળ—પાણી) થી ભરેલાં “ વાદળાં ચઢી આવતાં, માર જેવા આ સરલ પ્રાણી નાચ “ કરી રહ્યો છે. ૧૭ ત્યારે સાહેબ! મારી એવી સ્થિતિ થઈ “ છે તે તે શું મારી ભક્તિ છે કે મારૂં એક પ્રકારનું ગાંડપણુ “ છે? તેના હે મારા નાથ ! મારા ઉપર કૃપા કરીને જવાખ “ આપેા. ૧૮, જેવી રીતે સુંદર આંબાના વિશાળ વૃક્ષ ઉપર “ મહેારા આવવા માંડે અને તેનાથી આખા આંખે સુશાભિત “ થઈ જાય તે વખતે મારા નાથ ! સુંદર ગાન કરનાર કાલિ પક્ષી અત્યંત મધુર ગાન કરવા મંડી જાય છે અને કલ“ લારવ ચેતરફ કરી મૂકે છે; તેવી રીતે સુંદર રસપૂર્વક
'
3466
::
“આન ંદના બિન્દુને આપનાર હું મારા પ્રભુ! આપને “જોઈને આ પ્રાણી તદ્ન જડભરત જેવા મૂર્ખ હાય તા પણ વાચાળ થઈ જાય છે. ૧૯-૨૦. હે ગતના વડવીર ! - હું કદાચ કાંઈ અસ્તવ્યસ્ત કે અવ્યવસ્થિત ખેલતા હોઉં છતા પણ મારી અવગણના કરશે નહિ, મારા તિરસ્કાર કરશે
:
Page #44
--------------------------------------------------------------------------
________________
જળમંદિરમાં સાત્વિક લેાલ
૨૯
cc
“ નિહ, મારી ઉપેક્ષા કરશે. નહિ, કારણ કે સંત પુરૂષો તા “ નમનાર તરફ હમેશાં પ્રેમ બતાવનાર ચાહ દર્શાવનાર હાય “ છે. ૨૧. હે મારા શ્વિર ! એમ સમજો કે એક છેકરા હાય, “તે જેવું તેવું—ગાંડું ઘેલુ ખેલતા હાય, વાચાળ થઈ ગયેલા “ હાય, ખેલકણા હાય, છતાં તેની ઘેલીગાંડી વાત તેના “ પિતાના આનંદમાં વધારો નથી કરતી? ૨૨. તેવી રીતે “ હે નાથ ! આ પ્રાણી (હું જાતે) ગામડીઆ અક્ષર ખેલતા “હાય, અર્થ ઘટના વગરના શબ્દો લવી જતા હાય છતાં “તે આપના સ ંતાષમાં વધારો કરેછે કે નહિ ? તે હે પ્રભુ ! “આપ તુરત કહી દો, જણાવી દો, સ્પષ્ટ કરી નાખેા. ર૩. “હે પ્રભુ મારૂં મન ઘણું ચપળ છે અને તે અનાદિ કાળના “ અભ્યાસને લઈને ડુક્કરની પેઠે વિષય રૂપ અશુચિના કાદવથી “ ભરેલા ખાડામાં દોડયું જાય છે, પણ તેને તેમ કરતાં હું “ અટકાવવાને શક્તિમાન થતા નથી; તેા મારા દેવ ! મારા ઉપર “ કૃપા કરીને તેને તેમ કરતાં વારે! તેને અટકાવે અટકાવે ! “ તેને થેાલાવા થાભાવા ! ૨૪–૨૫. અહા મારા પ્રભુ ! શું
ર
આપના શાસનમાં હજુ મને કાંઈ વિકલ્પ વર્તે છે કે આટ “ આટલું એલી રહ્યો છું છતાં આપ મને ઉત્તર પણ આપતા “ નથી ? ૨૬. હે પ્રભુ ! હું આટલી હદે ચઢયા, આપને “ સેવક થયા, છતાં હજી પણ પરીષહા મને કેમ ત્રાસ આપે “ છે ? ૨૭. પ્રણામ કરનાર જનાને મહાવીર્ય આપનાર મારા “પ્રભુ ! નાદાન ઉપસર્ગો હજી પણ મારી કેડા કેમ મૂકતા “ નથી ? ૨૮. આપની સમીપે રહેલા આખા જગતને આપ
''
''
જુએ છે, જોઇ શકે! છે, છતાં આશ્ચર્ય છે કે આપની
સન્મુખ રહેલા આપના આ સેવકને કષાયરૂપ શત્રુવ
Page #45
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગે
આટઆટલી પીડા કરે છે, હેરાન કરે છે, ત્રાસ આપે છે તે આપ હજુ કેમ જોતા નથી ? ૨૯ હે પ્રભુઆપ તે દયાના “ભંડાર છે, છતાં આપ કષાયથી ત્રાસ પામતો મને જોઈ રહ્યા છે અને ઉપેક્ષા કરે છે, પણ આપે મારા સંબં“ધમાં ઉપેક્ષા કરવી એ કોઈપણ રીતે યોગ્ય નથી, કારણકે “આપ એ દુમિનેથી મને છેડાવવાને પૂરતા શક્તિમાન છે. “૩૦. અહો મહા ભાગ્યવાન ! આપ સંસારને પાર પામી ગયેલા છો, તમને જોઈને મને સંસારમાં હવે એક ક્ષણવાર પણ રહેવાની ઈચછા થતી નથી, તેમાં મને આનંદ આવતો નથી, તેમાં મને મઝા આવતી નથી. ૩૧. છતાં “હે મારા પ્રભુ! મારી અંદર રહેલો મટે અંતરંગ શત્રુ“સમુદાય મને બહુ સખ્ત રીતે બાંધી લે છે. મારે કેડો
મૂક્ત નથી. તે હવે હું શું કરું? કેમ કરું? ૩૨. હે દયાળુ! “મારા ઉપર દયા લાવીને આપ અંદર રહેલા શત્રુસમુદાયને “અટકાવે, હઠાવે, પાછા પાડે; જેથી હું આપ સાહેબની પાસે જલદી આવી પહાચું. ૩૩. અહો ભડવીર ! આ સંસાર આખો તમારે આધીન છે. અને સંસારને પાર પમાડવાનું “પણ તમારા હાથમાં જ છે. છતાં હે પરમેશ્વર! હવે શા
માટે બેસી રહ્યા છે? કેમ બેસી રહ્યા છો? ૩૪. હવે “તે મને સંસારને પાર પમાડી આપે, તેમાં જરાપણ વિ
લંબ ન કરે, આશ્ચર્ય છે કે આવી રીતે પ્રકટપણે કરાયેલી “મારી પ્રાર્થના આપ જેવા મહાનુભાવો સાંભળતા નથી !
૩૫.” ' ઉપર પ્રમાણે પ્રાર્થના કરી રહ્યા પછી આંખ મીંચાઈ ગઈ, પરમાત્માને કાંઈક સાક્ષાત્કાર થયે, થેડે વખત એ
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૧.
જળમંદિરમાં સાત્વિક કલેલ અતિ આનંદદાયક સ્થિતિ અનુભવી ધર્મશાળા તરફ સર્વ સાથે પાછું ગમન થયું. જનક્રિયા કરી લઈ પાછા વળવાની મુસાફરીની તૈયારી કરી લીધી. મન વળી એક વાર પાછું જળમંદિર તરફ ખેંચાયું, તેથી ચાલતે મુકામે એ અતિ શાંત સ્થાનને શરીર ફરી ભેટી આવ્યું અને એ સ્થાનને નિરખતાં એ સ્થાનમાં આગલી રાત્રે તથા તે દિવસે અનુભવેલ આનંદરસના કલ્લેબમાં મન કરતાં મુસાફરીને માર્ગે પડયા. હજુ પણ એ પ્રસંગ યાદ આવે છે ત્યારે રોમાંચ ખડાં થાય છે, મન અસાધારણ આનંદ સ્થિતિ અનુભવે છે અને જીવનની એ સુંદર ક્ષણને યાદ કરી એ સ્થળને ભેટવાને, એ શાંતિને અનુભવ કરવાને, એ આત્મરમણતા પ્રાપ્ત કરવાને ઈચ્છા–ોંશઅભિલાષા મનમાં સર્વદા રહે છે.
ઈ જે. ધ. પ્ર. પૃ. ૨૩૪
સંવત ૧૯૭૪
Page #47
--------------------------------------------------------------------------
________________
વિચારણું અને અવલોકન
[૩] સંસારચક્રમાં બહુ પ્રકારની બાબતોનો વિચાર કરવાનો છે. મનુષ્ય જીવનની ઉત્કૃષ્ટતા એવા પ્રકારની વિચારસરણની પ્રાપ્તિને લઈને ગણી શકાય છે. આખી જીંદગી એ એક મહાન અને વિકટ પ્રશ્ન છે. એ પ્રશ્નના ફતેહમંદ નિકાલમાં આખા જીવનની ફતહને આધાર રહેલો છે. જીવનનું સાફલ્ય વધતું ઓછે અંશે વિચાર અને વર્તનની શુદ્ધતા પર આધાર રાખે છે અને સાફલ્યમાં તેથી તરતમતા ઘણું રહે છે. જે પ્રાણીઓ આ જીવનને મજશેખનું સાધન માને છે, જેઓ આ જીવનમાં ઈદ્રિયતૃપ્તિ કરવાનું જ સાધ્ય રાખે છે, જે વખતે કવખતે કામવાસનાને આધીન થઈ જાય છે, જેઓ ધનપ્રાપ્તિના અસાધારણ પણ નિરર્થક પ્રયાસમાં રાત દિવસ મશગુલ રહે છે, જેઓ ધનને કે વિષયને જીવનપ્રાપ્તિને છેલ્લે શબ્દ ગણે છે, જેઓ જીવનની કિંમત રૂપિયાના અથવા
જશેખના વિલાસના સરવાળામાં આંકે છે, જેઓ રાત્રિ દિવસ ધમાધમ કે પ્રવૃત્તિ કરવામાં જ મેજ માને છે, અથવા કોઈ કાર્ય કે દિશા ન સૂજવાથી જેઓ આખો વખત આળસમાં, નિંદામાં, વાતે કરવામાં, વેધ પાડવામાં કે ટીકા કરવામાં ગાળે છે, જેઓ રાજખટપટ કે તિરસ્કારનાં વાદળે વરસાવવામાં, લાકડાં લડાવવામાં કે અન્યને ભેગે પિતાને ઉત્કર્ષ સાધવામાં જીવન લક્ષ્ય દેરે છે–આવા આળસુ કે અપ્રશસ્ત પ્રવૃત્તિવાળાને આ વિચારણામાં સ્થાન નથી, સંસારના કીડાઓને આ ચર્ચા કરવાનો અધિકાર નથી અને આ ભવમાં મળેલા કે મેળવવા
Page #48
--------------------------------------------------------------------------
________________
વિચારણે અને અવલોકન
૩૩ ધારેલા વૈભવસુખમાં ઈતિક્તવ્યતા સમજનારને અત્રે કોઈ પ્રકારને લાભ કે આનંદ નથી.
પ્રથમ વિચાર તો એ પ્રાપ્ત થાય છે કે આ જીવનનું સાધ્ય શું ? જ્યાં સુધી પ્રાણ સાધ્યને નિર્ણય કરતે નથી ત્યાંસુધી તેના સર્વ પ્રયત્ન નકામાં થાય છે. વહાણને માલમ કયાં જવું છે તેનો નિર્ણય કરે છે, જેમાં બેસનારો પિતાના અંતીમ સ્થાનની ટીકિટ ખરીદે છે, ગાડામાં બેસનાર ચકકસ સ્થળે પહોંચવાનું ભાડું ઠરાવે છે. આવી રીતે કોઈ પણ પ્રવૃત્તિને વિચાર કરીએ તો જણાશે કે દરેક પ્રાણું વ્યવહારદષ્ટિએ કોઈ પણ ક્રિયા કરે છે તેમાં તેની નજર અમુક ચોક્કસ પરિણામ નિપજાવવાની હોય છે. તે સાધ્ય પ્રાપ્ત કરવાનાં જે ચોગ્ય સાધને જે તે તે સાધ્ય પ્રાપ્ત કરે છે અથવા બીજા ત્રીજા પ્રયત્ન કરીને અવનવી પેજના કરીને પણ બની શકે ત્યાં સુધી તે સાધ્ય પ્રાપ્ત કરવા પાછળ પડે છે. કોઈ પણ વ્યવહાર કાર્યના સંબંધમાં પણ વિચારણા કરવામાં આવશે તે આ નિયમ સતત જળવાઈ રહે જણાશે અને તેટલા માટે વ્યવહારદક્ષ પુરૂષે કહે છે કે, મુખ માણસ પણ પ્રયોજન વગર પ્રવૃત્તિ કરતા નથી. વ્યવહારને આ સાદે નિયમ છે, જાણો નિયમ છે, સમજુને ને મંદ મતિવાળાને પણ એક સરખી રીતે લાગુ પડતે નિયમ છે. તદ્દન અલહીન ગાંડા કે ગમાર માણસને બાદ કરતાં આ આબાદ લાગુ પડતો નિયમ આખા જીવનને લાગુ પડે છે કેનહિ? તે હવે વિચારીએ.
આપણે જીવનની નાની નાની પ્રવૃત્તિઓ પણ પ્રજન
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૪
સાધ્યને માગે વગર કરતા નથી એમ લાગે છે અને સવારે ઉઠવા પછીનાં દરેક કાર્ય તપાસનું તે અંદરખાને તેમાં ચેાજના અને હેતુ આપણા વિચાર અને યોગ્યતા પ્રમાણે લાંબે કે હું કે અંતરે જણાશે. આવા સાદા નિયમ આખા જીવનને લાગુ પડે છે ? આપણી નાની પ્રવૃત્તિઓમાં પ્રયાજન હાય છે, તેા આપણા આખા જીવનની પ્રવૃત્તિમાં કઈ પ્રયેાજન, કાંઈ યાજના, કાંઈ સરખાઈ, કાંઈ સાધ્યનિર્ણય, કાંઈ રાાધ્યસામીપ્સ, કાંઈ સાધ્યપ્રાપ્તિના ઉપાયેાનુ સંગઠન—આવું કાંઈ જાય છે? છે તા કેટલાંને છે? નથી તે કેમ નથી ? હાય તા શું અને કેવું હાવું જોઇએ ? વિગેરે બાબતાને વિચાર કર્યો છે? ન કર્યા હાય તા આપણી ગણના શેમાં થાય ? ‘મંદ પ્રાણી પણ પ્રયાજન વગર પ્રવૃત્તિ કરતા નથી’ એમ આપણે ઉપર જોયું, તે પછી આમ હોય તેા તે આપણે મંદમાંથી પણ ગયા. ત્યારે આ પ્રસંગે આપણે આવા આવા વિચાર કરીએ. વળી કાઇવાર આવા પ્રકીર્ણ વિચારોને સમન્વય કરશું.
ત્યારે આ જીવનનું સાધ્ય શુ ? આપણી નાની અને મેાટી પ્રવૃત્તિઓને અંદરખાનેથી હેતુ તપાસવાની જરૂર છે. તેમાં પણ હેતુના એ પ્રકાર છે; એક તે સામીપ્યમાં રહેલા હેતુને અંગે કાર્ય થાય છે અને ખીજી એ હેતુને પરિણામે અને હેતુ હાય છે અને છેવટે અંતિમ હેતુ હાય છે. આપણે કલમ હાથમાં લઈએ ત્યારે સામિપ્યમાં તા કાંઈ લખવાના કે નામું માંડવાના હેતુ હાય છે, પણ કોઈ લખવા ખાતર લખતું નથી, ચાપડા તૈયાર કરવા ખાતર નામું માંડતું નથી; આપણે દેરાસરે જઈએ તે જવા ખાતર જતા નથી, પણ એ જવામાં કાંઈ હેતુ હાય છે. એ હેતુની પરપરા વિચારીએ તે છેવટે
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૧
વિચારણા અને અવેલેન અંતિમ હેતુ સમજાય છે. એ અંતિમ હેતુ સ્પષ્ટ હાય, ચક્કસ હેય તે જ આપણી સર્વ કિયાએ તેને અનુલક્ષીને થાય છે. આપણે ઘેરથી ફરવા નિકળીએ અને ક્યાં જવું છે તેને નિર્ણય ન હોય અને આપણું મનની ડામાડેળ સ્થિતિ હોય, તે આપણે ગતિ કેવી થાય છે? આપણે ટ્રામમાં બેસીએ અને ક્યાંની ટીકિટ લેવી છે તે આપણે જ જાણતા ન હોઈએ તો આપણને કેવા ખ્યાલ થાય છે? દેખાય છે તો તેનાં કારણો શું છે ? કારણો હશે એ કઈ વખત વિચાર પણ કર્યો છે? ન કર્યો હોય તે પછી આપણું મંદમાં પણ ગણના થાય કે તેથી પણ ઓછી હદે પહોંચીએ? તે વિચારવા યોગ્ય છે.
અહીં પ્રશ્ન થાય છે કે શું આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ તેને હેતુ જ નથી કે આપણે વિચાર કરતા નથી ? આવી અસંભવીત વાતની સ્થાપના કરી હોય અને પછી તે સર નિર્ણયે બાંધવા માંડયા હોય તે તેમાં ભૂલ લાગશે. તેટલા માટે પ્રથમ એ વિચાર કરવાની જરૂર છે કે આપણા સર્વ કાર્યોના સમીપના હેતુઓ તે આપણી બુદ્ધિશક્તિની ખીલવણીના પ્રમાણમાં એ છે વધતે અંગે જાણવામાં હાય છે, પણ અંતિમ હેતુને ખ્યાલ હેતે નથી, હેાય છે તે ઘણે અસ્પષ્ટ હોય છે અને એના વચ્ચેના સાધનમાં ઘણું જ ગેરવ્યવસ્થા હોય છે. એના થોડા દાખલા વિચારીએ. - એક અભ્યાસી વિલાયત જઈ બહુ ખર્ચ અને કાંઈક પ્રયાસ કરી બેરિસ્ટરની પદવી સંપાદન કરી આવ્યું. તે એક સમજુ યેગી પાસે ગયે. ગીને પોતાના દૂર દેશની મુસાફરીની અને ત્યાં કરેલા અભ્યાસની વાત કરી. પછી તેઓ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ :–
Page #51
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માર્ગે બેરિસ્ટર–આ પ્રમાણે છેવટે પરીક્ષા પસાર કરી ગઈ કાલે જ હું અહીં આવ્યું છું.”
યોગી–બહુ સારું, હવે શું કરશે?” બેરિસ્ટર-“હવે કેરટમાં કેસ ચલાવીશ, વકીલાત કરીશ.'
ગી–“પછી?’ બેરિસ્ટર–પછી પૈસા કમાવા માંડીશ.”
ગી–“પછી?” . બેરિસ્ટર–પછી બૈરી પરણશ, ઘર માંડીશ.”
ગી–“પછી?” બેરિસ્ટર–પછી મોટર લઈશ.” યોગી–“પછી? બેરિસ્ટર–પછી સારે બંગલે બંધાવીશ.”
ગી—“પછી?”
બેરિસ્ટર–“પછી ઘરમાં ઘરેણુ વસાવીશ, વાસણ, ફરની, ચર, કપડાં, સાડીઓ વિગેરે લઈશ, વીજળીની બત્તીઓ, પંખા વિગેરેથી શોભા કરીશ, જીવનના અનેક લ્હાવા લઈશ.”
ગી-“પછી?’
બેરિસ્ટર-“સાહેબ, પછી પછી શું કરે છે? પછી મરી જઈશ.'
આવી વાત છે! પછી મરી જઈશ એ કહેતાં કહેવાઈ તે ગયું, પણ વિચારવાનું હોવાથી તેને અંગે વિચાર શ્રેણી ચાલી. આ પ્રમાણે વ્યાપારી કે નેકર, શિક્ષક કે સેવક, વૈદ્ય કે ડેાકટર, ઈજનેર કે શીલ્પી, સુતાર કે દરજી, ન્યાયાધીશ કે અમાત્ય–ગમે તેને બરાબર વિગતવાર પૂછવાથી જણાશે કે અમુક અમુક બાબતે કરવા પછી છેવટને જવાબ જે તે
Page #52
--------------------------------------------------------------------------
________________
વિચારણા અને અવલોકન
૩૭
ઉડાવશે નહિ તે મરી જઇશ,' એ આવશે. સમજુ માણુસની આ દશા હોય ? અનેક પ્રવૃત્તિ કરીને છેવટે ‘મરી જઇશ,’ એવી ઠેકાણા વગરની વાત હોય ? અને એવડી બધી પ્રવૃ ત્તિના પરીણામે પાછું કાંઇ ન રહેવાનું હોય તા થૈડા વર્ષના પંખીડાના મેળા ખાતર અને ધમાલ, કાવાદાવા, કારસ્થાન અને ગાટાળા કરવા, ઉંધ વેચીઉજાગરા કરવા, ટાઢ તડકે સહન કરી ભારે ખેંચવા, સાચું ખેડુ કરી હવેલીએ આંધવી અને પછી પછી મરી જઇશ.' એવા જવાબ આપવા એમાં કાંઇ સમજણુ, એમાં કાંઇ વિચારણા, એમાં કાંઇ દીર્ઘ દૃષ્ટિ, એમાં કાંઈ સાપેક્ષવૃત્તિ, એમાં કાંઇ સાચૅસ્પષ્ટતા લાગે છે? એવા જવાબ છેવટે આપવા પડશે એમ લાગતું હોય તા કોઈ સમજુ માણુસ પ્રથમથી જવાબ આપવાની ધૃષ્ટતા પણ કરે ખરા ? અને એ સિવાય બીજો કાઇ પણુ જવામ ચાલુ વ્યવહાર્ માણસા જેને દુનિયા ‘ડાહ્યા’ અથવા ‘વ્યવહારદક્ષ’ કહે છે તેના સંબ ંધમાં આવે અથવા હાઇ શકે ખરી ? આ સર્વ ખાખતા વિચાર કરવા ચેાગ્ય છે.
આ સબંધમાં તદ્ન આત્મિક દૃષ્ટિએ એકાંતસ્થાનમાં બેસી આત્માની સાક્ષીએ સમજી પ્રાણી વિચાર કરે તે આખી પ્રવૃત્તિના અંતિમ સાધ્યની સુસ્પષ્ટતાને અગે મહુ ખેદ થાય તેવું છે, અને એમ લાગશે કે આ તો આખા રસ્તા જ ભૂલી ગયા છીએ, આખા વહાણને હાકાયત્ર જ નથી, વહાણુનુ સુકાન જ વિસરાઇ ગયું છે અને આવા સુકાન અને હોકાયંત્ર વગરના વહાણને તા પછી જેવા પવન લાગે તે પ્રમાણે અસ્તવ્યસ્ત પણે ખેંચાઇ જવાનું રહ્યું. એવા કેલા ખાતા ભર દરીએ રખડતા સુકાન વગરના વહાણને પેાતાની માલમ
Page #53
--------------------------------------------------------------------------
________________
* *
*
*
*
*
* * *
* *
* *
»
ન
૩૮.
સાધ્યને માગે ગીરી નીચે આવી પડેલું જોઈ વિચારવાન હશે તે ખેદ પામશે, મુંઝાશે અને પિતાની યેગ્યતાની કિમત આંકી પોતાની જાત ઉપર જ દયા ખાશે. આવી જાતની કબૂલાત જનસમાજ વચ્ચે કેઈ આપનાર નથી, કારણ આ પ્રાણુને “સ્વમાનને એ બે ખ્યાલ છે કે એ પિતાનાં અગ્ય કાર્યને ઢાંકી દેવા પ્રયત્ન કરશે અને આ તે એ પ્રશ્ન રહ્યો કે જે તેને સાચે જવાબ આપે તો પોતે તદ્દન અક્કલહીન મૂMમાં ખપે, તેથી પિતાની સર્વ કિયા સાધ્યના ખ્યાલ વગરની છે એવી વાતની કબૂલાત ઘણે ભાગે કઈ આપનાર નથી અને દુનિઆના લેકને મોટે ભાગ ઘટતે વધતે અંશે તેના જે હોવાથી તેની આ વિચીત્ર માન્યતાને ટેકો આપશે, સામાન્ય રીતે કઈ બાહ્ય કાર્યમાં કે અનુષ્ઠાનમાં અથવા ક્તવ્યમાં તેના જીવનની ઈતિક્તવ્યતા મનાવી લેશે અને આ પ્રાણી તેમ માની લેશે, પિતાનાં મનને મનાવી લેશે, સમજાવી લેશે. પણ ખરેખર તેમ નથી. અહીં જે સાધ્યની અસ્પષ્ટતાને ખ્યાલ કરવા વાત કરી છે તે તદ્દન એકાંતમાં પ્રાપ્ય છે, વિચારણા ને પરિણામે સમજાય તેવી છે અને આત્માને પૂછવાથી જણાય તેવી છે. વ્યવહારૂ માણસનું માની લીધેલું શાસ્ત્ર આ આત્મિક શાસ્ત્રથી તે બાબતમાં સકારણ અને સાપેક્ષદષ્ટિએ તદ્દન જૂદું પડે છે.
છે ત્યારે આ તો બહુ આકરી વાત થઈ. આપણા સર્વ કાર્યને અંતિમ હેતુ જ નથી, અથવા છે તે અસ્પષ્ટ અને ઓટાળાવાળે છે. એમ હોય તે તે પછી જીવનવ્યવહાર તદન ખોટા પાયા ઉપર થઈ જાય, અર્થ કે પરિણામ વગરને થઈ જાય અને છેવટે મેટા ફેરફાર કરવાને યોગ્ય થઈ
Page #54
--------------------------------------------------------------------------
________________
૩
વિચારણા અને અવેલેકના જાય. ત્યારે આમાં સમજવું શું? કરવું શું? ક્યાં જવું? કેને પૂછવું? આવા આવા સવાલે થશે. આપણે એ સર્વ બાબતો પ્રસંગે મેળવી વિચારતા રહીએ.
આપણી સર્વ ક્રિયાઓમાં અંતિમસાધ્ય સુખપ્રાપ્તિનું માનેલું હોય છે. પણ એ સુખને ખ્યાલ બહુધા બહુ જ સ્કૂળ હોય છે અને ઘણે ખરે અસ્પષ્ટ હોય છે. ખરું સુખ શું છે? અને ક્યાં છે? તેને ખ્યાલ જ બહુ અચોક્કસ અને ઘણે વિચિત્ર હોય છે. પ્રથમ આપણે સ્થળસુખ તપાસીએ તો તેમાં તે કાંઈ સાર જેવી વાત નથી. ખાવાનાં સારાં પદાર્થો મળે, શરીરે આભૂષણો ધારણ કરવાનાં મળી આવે, કે રહેવાને હવેલીઓ મળે,-ટૂંકમાં કહીએ તે. ઈદ્રિયનાં સર્વ સુખ મળે કે તે સુખ માણવાનાં સાધન ઉપસ્થિત થાય કે લભ્ય થાય તેમાં તો કાંઈ સાર નથી, કેમકે તે બહુ થોડો વખત રહેનાર હોય છે. તેવા અલ્પસમયસ્થાયી વિષયને સુખ માનવું એ મોટામાં મોટી ભૂલ છે. વળી પિલ્ગલિક વસ્તુની બાબતમાં એક બીજો પણ ખ્યાલ રાખવાને છે કે એ વસ્તુઓ જ્યાં સુધી પ્રાપ્ત થઈ ન હોય ત્યાં સુધી જ એની મઝા છે. એક ઘડીઆળ લેવા બાળકને ઇચ્છા થાય છે, તે ન મળે ત્યાં સુધી તેને તેની પ્રાપ્તિથી બહુ સુખ મળશે એમ એ ધારે છે. પગે ચાલનારને ગાડી કે મેટર વસાવવામાં સુખ લાગે છે, ભાડે રહેનારને ઘરના ઘરમાં સુખ લાગે છે, મુશીબતે પણ જેવું તેવું ભોજન મેળવનારને મીઠાઈ કે દૂધપાકપુરીમાં સુખ લાગે છે. બાકી એ વસ્તુ મળ્યા પછી પરિણામે કાંઈ નથી, એકાદ બે કલાક કે અમુક દિવસ જરા
Page #55
--------------------------------------------------------------------------
________________
^^^
, ,,,www /
v
v
/wV
સાધ્યને માગે પ્રેમ જેવું લાગે છે, પિતાના સ્નેહી કે સંબંધીને તે સંબંધી વાત કરવામાં રસ પડે છે, પછી કાંઈ નહિ. બરાબર વિચાર કરવાથી આ વાતને ખ્યાલ આવી શકશે. ત્યારે સ્થળ વિષયે પ્રાપ્તિ કરતાં પ્રાપ્તિ પહેલાં માની લીધેલું સુખ એને પ્રાપ્તિ કરાવવા પ્રેરણું કરે છે. ત્યારપછી એની પ્રાપ્તિને વિચાર કરીએ.
આખું જીવન તપાસશું તે, છે એ વસ્તુમાં પ્રેમ કે સંતોષને બદલે, નથી એના વિચારમાં અને એને મેળવવાની ખટપટ અને દોડાદોડમાં એ ગુંથાઈ ગયેલું જોવામાં આવશે. એ એક જ બાબત સ્થૂળ વસ્તુઓના સુખને નકામું બનાવવા માટે પૂરતી છે. એક વ્યવહારદક્ષ ચગી ગાઈ ગયા છે કે
તૃષાથી ગળું સુકાઈ જતું હોય ત્યારે સ્વાદિષ્ટ ઠંડું પાણી મળે તેમાં સુખ શું? ભુખથી પેટમાં બળતરા ચાલતી હોય ત્યારે રોટલી કે ભાત મળે તેમાં સુખ શું? રાગને અગ્નિ જળી રહ્યો હોય ત્યારે તેના નિવારણનું સાધન મળે તેમાં સુખ શું? એ તે બધા વ્યાધિને નિવારણ કરવાના ઉપાયો છે તેને આ પ્રાણી ભૂલથી સુખ માની બેઠે છે.” આ વાર્તા બહુ વિચારવા જેવી છે. વસ્તુત: સ્થળ વસ્તુની પ્રાપ્તિમાં સુખ નથી. જેમને આ વસ્તુ મળી નથી તેઓ એમ ધારી રહ્યા છે કે એની પ્રાપ્તિમાં જરૂર સુખ છે અને તેથી જેમને એ વસ્તુ મળી ગઈ છે તેમને તેઓ પિતાની નજરે સુખી ધારે છે. બાકી હવેલીમાં વસનાર કે બન્ને વખત ભાણું ભરી ભજન કરનારને પૂછો, તેઓનાં હૃદયનું પૃથક્કરણ કરે, તે સમજાશે કે આ વાત સત્યનથી ધનવાળાને કે સાધનસંપન્નને સુખી માનવા જેવી બીજી ગંભીર ભુલ કેઈ નથી.
Page #56
--------------------------------------------------------------------------
________________
વિચાર! અને અવલાકન
૪૧
વળી એવા સુખના સાધના થે!ડા વખત રહે પણ પછી શું? એ વસ્તુએ જાય કે વિનાશ પામે, ત્યારે તે પ્રાણીના કચવાટ જોયા હોય, એની હૃદયની બળતરાને ખ્યાલ કર્યો હાય, એની માનસિક અસ્થિરતા તપાસી હાય, તે! એવાં સાધનાને દૂરથી નમસ્કાર કરવાનું મન થાય તેવું છે; કેમકે એવી સ્થૂળ વસ્તુએ તા કેઈ વખત સ્થિર રહેતી નથી અને લાંબે વખત ટકતી નથી. ત્યારે એવી ઠેકાણા વગરની અને પેાતાના તાબા બહારની વસ્તુએ ઉપર કાયમના સુખના ખ્યાલ ખાંધી આખી જીવનનાકા એના આધારે ચલાવવી અને પછી તેના વિનાશ વખતે વિમાસણું કરવી એ તે સમજીનું હાય નહિ. તેથી સિદ્ધ એ થયું કે એવી વસ્તુએ ન મળે ત્યાં સુધી જ સુખ હાય છે, માન્યતામાં માનેલું સુખ વસ્તુઓ મળે એટલે નરમ પડી જાય છે, હાય છે ત્યારે વસ્તુની કિમત નથી અને જાય છે ત્યારે આકરા કચવાટ થાય છે; જે વસ્તુ સ્થિર ન હેાય, લાંબા વખત ટકનારી નહેાય, નાશવંત હાય, તેની ઉપર મદાર બાંધી આપણી જીવનનીકા ચલાવીએ તા આપણું વહાણ હાકાયત્ર અને સુકાન વગરનુ જ રહેવાનું એ વાતના સ્પષ્ટ ખ્યાલ થાય છે.
વ્ય
જ્યારે સ્થૂળ વસ્તુઓમાંના સુખના ખ્યાલ ખાટા નીકળ્યા એટલે વ્યવહારમાં ડાહ્યા ગણાતા દક્ષ પુરૂષોને ઘણા મેટા ભાગ તા જે વસ્તુની પ્રાપ્તિ માટે દોડાદોડ કરી રહ્યો છે તે તદ્ન ખાટે રસ્તે છે એમ જણાયું. હવે માનસિક સુખ તરફ નજર ફેરવી જોઇએ. ઘણુંખરૂં સુખ તે માન્યતામાં જ રહેલું હેાય છે. અને માન્યતા જે સ્થૂળ પ્રકારની હેાય, જાડી
Page #57
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગે
immm
હેય, દીર્ધ વિચાર અને સંસારપ્રપંચના સ્પષ્ટ ખ્યાલ કે વિવેક વગરની હોય તે સુખ શું છે? તે સમજાતું જ નથી અને ઘણી વાર માનસિક સુખને બદલે ઉપાધિ વહોરવી પડે છે. એ સંબંધી સહજ વિગતમાં ઉતરવું યોગ્ય લાગે છે. કેટલીક વાર પિતાના સુખને બદલે પરના સુખને ખ્યાલ કરી પ્રાણ પ્રવૃત્તિ કરે છે. અહીં તેને માનસિક સુખ થાય છે કે કેમ? તે તેના વિચારની સ્પષ્ટતા અને કર્તવ્યપરાયણતા પર આધાર રાખે છે. જે તેનો ખ્યાલે અહીં પણ સ્થળ હોય, પિતાની વાહવાહ બોલાવવા માટે સમાજકાર્યમાં પ્રવૃત્તિ કરાતી હાય, લોકેમાં માન સન્માન મેળવવા પ્રવૃત્તિ થતી હોય, તે તેમાં પણ કાંઈ મઝા નથી, ખરો આનંદ નથી, વાસ્તવિક સુખ નથી. માનસિક સુખને ખ્યાલ બહુધા સ્થળ હોય છે, અસ્પષ્ટ હોય છે અથવા દુનિયાદારીને લગતે હોય છે. એ સર્વ બાચકા છે, વેડ છે, ધમાલ છે, એક પ્રકારને વ્યવહાર જ છે. મનમાં આ પ્રાણી જેને સુખ માને છે તે તદ્દન સ્થળ પ્રકારનું અને મેટે ભાગે માની લીધેલું હોય છે અને વળી બહુ થડે વખત ટેક તેવું હોય છે. એવા સુખને સુખ કહેવાય જ નહિ.
સ્થળ કે માનસિક સુખને અંગે ત્રણ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે. એક તે એ સુખ ન મળે ત્યાં સુધી આનંદ રહે છે, બીજું એ મળ્યા પછી એમાંથી રસ ચાલ્ય જાય છે અને ત્રીજું એ બહુ છેડે વખત ચાલે છે. એ રીતે જોતાં એવા સુખની પાછળ વલખાં મારવાં એ વસ્તુસ્થિતિનું અજ્ઞાન, દીર્ઘ વિચારની ગેરહાજરી અને સારાસાર–આદરણ્ય અનાદરણીયના જરૂરી વિવેકની ખામી બતાવે છે. દુનિયાના
Page #58
--------------------------------------------------------------------------
________________
વિચારર્ણા અને અવલાકન
૪૩
ખ્યાલથી આવી મહત્ત્વની ખામતમાં લેવાઈ જવા જેવું નથી. દુનિયા હમેશાં સ્થૂળ ખ્યાલ કરનારી, તાત્કાળિક ફળમાં સતાષ પામી જનારી અને વિશિષ્ટ પરિણામ તરફ આંખા બંધ રાખનારી હેાય છે. દુનિયાના અસ્પષ્ટ ચાલે! ઉપર મદાર આંધીને આપણી સાધ્ય બાબતાને નિર્ણય કરવામાં આદર્શને ચાસ કરવામાં આ રીતે બધી વખત સ્ખલના થાય છે, ભૂલ થાય છે. ત્યારે વાસ્તવિક સુખ શું છે? કયાં છે ? કેમ મળે ? કેવા પ્રકારનું હાય ? તે શેાધવાની અને તેને અનુસારે સાધ્યને નિણૅય કરવાની ખાસ જરૂરીઆત પ્રાપ્ત થાય છે. એ સુખની શેાધમાં અને એના નિર્ણયના ચેક્કસપણામાં જીવનનું સાફલ્ય છે. આ દૃષ્ટિબિન્દુથી સત્ય અને વાસ્તવિક શાશ્વત સુખ શોધવા પ્રયાસ કરવા આવશ્યક છે, કર્તવ્ય છે, આદરણીય છે.
X
X
*
X
અતિ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી માખત તા એ છે કે આ જીવનના પ્રશ્નો ઉપર આપણે અહુધા વિચાર જ કરતા નથી, આપણે અનેક દેશે!ની નીપજ આવકના આંકડાઓના અભ્યાસ કરીએ છીએ, હિંદુસ્તાનની આયાત નિકાશના આંકડા પર તુલના કરીએ છીએ, ભૂતકાળના ઈતિહાસનાં પાનાં ઉથલાવી તે પર અભિપ્રાય આપીએ છીએ, જુના લેખા, તામ્રપત્રો, સિકાએ વાંચવાના પ્રયત્ન કરીએ છીએ, વર્તમાન યુગના માટા બનેલા કે મેટા માનેલા મહાપુરૂષાનાં ચરિત્રો સાંભળીએ છીએ, વિચારીએ છીએ અને તે પર ચર્ચા ચલાવીએ છીએ; આવી બહારની અનેક પ્રકારની પ્રવૃત્તિ કરીએ છીએ, યથામતિ અને સાગાનુસાર પરનું હિત
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૪
સાધ્યને મા
કેમ થાય તે સંબંધી વિચારા કરીએ છીએ, કાંઈક અમલ પણુ કરવાની તજવીજ કરીએ છીએ-પણ આ સમાં પોતે કાણુ છે? કયાંના છે? પેાતાના ઇતિહાસ શે! છે? પાતે કેટલા માલનું ભક્ષણ કરી ગયા ? કેટલું પાણી વગેરે પી ગયા? પોતાનાં ન ઉકલતાં ઇતિહાસનાં પાનાં ક્યાં છે? કેમ મળે ? કાને મળે ? ક્યારે મળે ? એ પત્રો ઉઘાડવાના કોઈ દિવસ વિચાર થતા નથી, કોઈ વખત એ ઇતિહાસ વાંચવા વિચારવા ચેાગ્ય છે એવા ખ્યાલ પણ થતા નથી અને એ ઇતિહાસ કેઈ સાંભળવા કહે, સંભળાવે તેા તે તરફ લક્ષ્ય પણ જતું નથી. આખી દુનિયાની બાબતમાં અભિપ્રાય આપવાના દાવા કરનાર પોતાની જાતને વિચાર ન કરે, આખી દુનિયાના ઝગડા ચૂકવવાના યત્ન કરનાર ન્યાયાધિશ પેાતાના આંતર ઝગડાના ઉકેલ પણ ન કરે, આખા જગતની વિચારણા કરનાર પેાતાને માટે જરા પણ તક હાથમાં ન ધરે એ વાત ખાટી લાગે છે, ન બનવા જેવી લાગે છે, છતાં વસ્તુત: એ વાત સાચી છે, ખરેખરી છે, લગભગ આપણા પ્રત્યેકના સંબંધમાં દરરોજ અનતી જોવામાં આવે છે.
આપણામાંના કેટલાક રાજનીતિજ્ઞા હશે, તે રાજ્યના સવાલાના અભ્યાસ કરી સરકારને પ્રશ્નાવળી દ્વારા મુંઝવતા હશે, કાઉન્સીલમાં નવાં નવાં ખીલેા લાવી પ્રજાહિત માટે પ્રયત્ન કરતા હશે, તેઓએ વિચારવું કે કદી પણ આંતર સામ્રાજ્યના સવાલાના અભ્યાસ કર્યો છે? કદી પણ સ્વજીવન નિર્ણય કરવા ધારાધારણ ઘડી કાઢવાનાં બીલ આદર પામ્યા છે ?
આપણામાંના કોઈ મ્યુનિસિપલ ખાખતામાં રસ લેતા હાઈ શહેર સુધરાઈના પ્રશ્નોના અભ્યાસ કરી વખતેા વખત
Page #60
--------------------------------------------------------------------------
________________
વિચારણા અને અવલાકન
પ
જાહેર રસ્તાઓ, હાસ્પિટલેા, સ્કૂલના પ્રશ્નના નિર્ણય કરતા હશે, તેઓએ તપાસવું કે કોઈ વખત અાત્મવાટિકાના સીધા સરળ રસ્તાને સાફસુફ કરવાના કે આત્મયાગની નિશાળને તપાસવાના વિચાર પણ કર્યાં છે ?
અનેક જ્ઞાતિના આગેવાના અનેક વખત નાતના અગડાએ ચૂકવે છે, ઘણા માણસાના વ્યવહારની ચેાજનાની નિયંત્રણા કરે છે, તેઓ વિચારશે કે તેઓએ કદી માહચારિત્રના આંતર અગડાએ ચુકવ્યા છે ? અસ્ખલિત વહેતા કષાયાદિની નિયત્રણાના માર્ગો યાજયા છે? અથવા આત્મતત્ત્વના સુનિય ંત્રિત થઈ શકે તેવા ખંધારણની શકયતા પણ ચાદ કરી છે ?
એજ પ્રમાણે વ્યાપારીઓ હજારોની ઉથલપાથલ કરી સાંજે મેળ મેળવશે પણ આત્મપ્રગતિના માર્ગ પર ઘરરાજ કેટલી કમાણી કરી, કેટલા પાછળ પડયા, તેવું આત્મનિરીક્ષણ કરી દરરોજના તે શું પણ વર્ષોંના ચવાડાના જમે ઉધારના સરવૈયા કદી કાઢશે ખરા ? રોકડ વેચાણુની ઉપયુક્તતા અને ઉધારની અવધીરણા કરનાર વ્યવહારદક્ષા દીવનના વિચાર અને આચારમાં રોકડ ધર્મ અને ઉધાર ધર્મના તફાવત વિચારે છે પણ ખરા ? આવા અનેક દાખલાએ લંબાવી શકાય. આપણે સેાની કે સુતાર, મેાચી કે માળી, તેલી કે તખેળી, અથવા તા નિશાળના અધ્યાપક કે કાલેજના પ્રોફેસર, વકીલ કે ઇજનેર, ડાકટર કે વૈદ્ય સર્વ પેાતાથી અન્યની ચિંતા કરનારા, તે દ્વારા વધતે ઓછે અંશે જીવનવ્યવહાર ચલાવનારા, ઐહિક સંપત્તિ કે કીર્તિ સંપાદન કરનારા અને કાઈ કઈ જાણે અજાણે આત્મધર્મ સન્મુખ રહેનારા જોવામાં આવશે; માટે ભાગ તા સંસારને ઉપલેાગનુ
Page #61
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગે
vvvvvvv
w
સાધન માનનારા અને તે દ્વારા માની લીધેલા સુખમાં સંસારમાં ઘસડાતા જ મળી આવશે.
પણ આ સર્વ વ્યાપાર કરનાર પિતે કોણ છે? શા માટે આ સર્વ ધમાલ કરે છે? પિતાનું અંતિમ સાધ્ય શું છે? ક્યાં જવાનું છે? ત્યાં જવાનાં સાધને ક્યાં ક્યાં છે? અને તે કોને અને ક્યારે તથા કેમ ઉપલભ્ય છે? તેને વિચાર કરનાર બહુ અપ છે. મોટો ભાગ તો પતાથી પૂરની વિચારપણમાં જ સંતોષ માનનારો હોય છે, પિતાને માટે તે જાણે કાંઈ વિચારવાનું રહેતું નથી, વિચારવા ગ્ય કાંઈ છે જ નહિ, અને પોતે આદરેલ જીવનપ્રણાલિકા આદભૂત છે, એમ માની કામ લેનાર છે. એક બીજો એવો વર્ગ છે કે જે સંસારથી -પિતાને દબાયેલા–છૂંદાયેલા–કચરાયેલા માનનારે હોય છે અને પોતે અકિચિત્કરે એવા ખ્યાલમાં તદન નિર્માલ્ય જીવન જેમ તેમ કરીને પૂરું કરનારે હોય છે.
કેટલાક માણસો પરસેવામાં કેટલાક અધમ દુર્વ્યસનની સેવામાં કેટલાક ભીખ માગવામાં અને કેટલાક ખુશામત કરવામાં જીવન વ્યતિત કરે છે. આવા સમાજના વિકી અંગેનો વિચાર હાલ ન કરતાં વિશિષ્ટ અંગેનાં જીવન આપણે બારિકીથી અવલેકીએ છીએ, ત્યારે તેમાં અનેક વિરોધ, ગોટાળા અને અવ્યવસ્થા જેવામાં આવે છે. પણ આ સર્વ બાબતો આત્મનિરીક્ષણ કરનારને, વસ્તુસ્વભાવ સમજનારને વપરને વિવેક કરી નારને જ જણાઈ શકે તેમ છે. જ્યાં સુધી પર વસ્તુ કઈ કઈ છે? અને તેને પિતા સાથે સંબંધ છે અને કેટલે છે? તથા શા માટે થયેલું છે? તેને ખ્યાલ ન આવે ત્યાં સુધી એ વિરેાધ, બોટાળા, કે અવ્યવસ્થા લક્ષ્ય પર પણ નહિ આવે.
Page #62
--------------------------------------------------------------------------
________________
વિચારણું અને અવલોકન
૪૭ - અત્યારે સામાન્ય જીવનક્રમ એવી રીતે ઘડાયેલું છે કે ન જાણે પોતે એક નાની દુનિયાને મધ્યબિન્દુ હોય, પિતાની નાની દુનિયાને આનંદ થાય, તેઓ જરા વખાણ કરે, તેઓ ખુશી થાય, એટલે તેમાં આ પ્રાણ જીવનનું સાફલ્ય માને છે. પિતાની સમજણ અને વ્યવહારદક્ષતા માટે ઘણાખરાને બહુ ઊંચો ખ્યાલ બંધાઈ રહેલું હોય છે. પરિણામે પોતાના ધંધા કે વ્યવહારમાં ચુસ્તતા એટલી રહે છે કે પરને સંબંધ નિરંતર વધતો જાય છે. વાત એટલે સુધી આવે છે કે એક મજૂર પિતાની આઠ દશ આનાની દરરોજની કમાણી કરવામાં પોતાની જાતને કુશળ માને છે અને પિતાની નાની દુનિયાના વખાણ સાંભળી જીવન સફળ થયું ધારે છે અને ભિખારી પણ બીજાની આઠ દશ પૈસા મેળવવાની શક્તિ કરતાં પિતાની ચાર આના પ્રાપ્ત કરવાની પ્રવીણતામાં મસ્ત રહે છે. એવી રીતે આખી દુનિયાને નાને મેટો વર્ગ સંસારને વળગી રહી મસ્ત રહે છે અને અંતિમ પ્રશ્નો પર વિચાર કરતો નથી, વિચાર કરવાની એને જરૂર પણ માલૂમ પડતી નથી અને આડાઅવળા અથડાઈ પીટાઈ નાને માટે ઢગલે જોવામાં કે જમે ઉધારના સરવાળા જોઈ ખુશ કે નાખુશ થવામાં જીવન વ્યતિત કરે છે. પણ એમાં પોતે કોણ છે? અને પિતાને એ વસ્તુ કે રકમ સાથે સંબંધ શું છે? તે વિચારતે નથી અને એ કેફમાં જીવનકાળ પૂર્ણ થયે માની લીધેલા વિષમાં પર વસ્તુને કાંઈક વ્યય કરી કે વિભાગ કરી જીવન સફળ થયેલું ધારવા, માનવા કે મનાવવા યત્ન કરે છે. આ સર્વ શુંચવણમાં પિતે શુંચવાઈ જાય છે, અટવાઈ જાય છે અને એકરસ થઈ જાય છે.
જના અને જરૂર ના પટો ગલેર જીવન
Page #63
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માર્ગ
તું જો જરા વિચાર કરીશ તે! તને જણાશે કે આ દશા વિચારકની ન હેાય, સમજીની ન હેાય, પ્રગત જીવનની ભાવનાના આદર્શવાનની ન હોય. એ તેા એક નાટક છે, એક ખેલ છે, મનેાવિકારાનું ચિત્ર છે, રખડનારના માનેલાં વિશ્રામેા છે, સ્થૂળ આસક્તિનાં ધામા છે, મસ્ત પ્રાણીઓનાં રસના સમૂહ છે. એ સર્વમાં તું પેાતે કેણુ છે અને તારા જીવનઆદર્શ શે! છે? તે જણાતું નથી. જીવનકલહની મારામારીમાં, વિષયની પાષણાના સાધનેની ચેાજનામાં, બાહ્ય કીર્તિ કે યશશ્રવણુની પિપાસાની તૃપ્તિમાં, ઢગલાએ એકઠા કરવાની ધૂનમાં, એકઠા થયેલા ઢગલાના રક્ષણની ચેાજનામાં—આ અક્ષરગી જીવનવિચારણા, નિરીક્ષણ કે આદર્શની સ્પષ્ટતા વગર ખડક સાથે અફળાઇ પડે છે અને કાં ત ખરાએ ચઢી જાય છે અથવા અનંત જળપ્રવાહમાં તણાઈ જાય છે. ત્યારે આમાં તું કાણુ ? અને તારૂં શું ? એના વિચાર કર. એમાં તે ઉપરાંતની જે વસ્તુ કે જન મળી આવે તે તારાં નથી એટલી પૃથક્કરણ ક્રિયા સાથે કરતા જજે. આ સ્વપરના વિવેચનમાં અને એ વિવેકને પરિણામે થતા અનિવાર્ય નિચ પ્રમાણેની વનામાં તારા જીવનનું સાફલ્ય છે. જેને તું તારાં માને તે સદા તારાં તે સંબંધે રહેવાં જોઈએ, જે વસ્તુને તું તારી માને તે સદા તારી સાથે રહેવી જોઈએ, તેના અને તારા કદી વિયાગ થવા ન જોઈએ અને જો કી પણ તે તારી નથી એમ થવાના સ ંભવ દેખાય તે અત્યારે પણ તે તારી છે એમ માનવામાં તારી કલ્પના જ છે એમ ધારી લેજે. આવી રીતે શાશ્વત રહેનાર અને નિરંતર સુખ આપનાર વસ્તુને પીછાની લેવાની બાબતમાં ઉતરવાનું થશે
૪૮
Page #64
--------------------------------------------------------------------------
________________
વિચાર! અને અવલાકન
能
એટલે જીવનના ઘણા મુશ્કેલ સવાલાના કાયડા ઉકેલવાનુ બળ-સામર્થ્ય તને પ્રાપ્ત થશે અને તે વિચારણા ઉત્તરાત્તર તને માદક થઇ પડશે.
આવા ખ્યાલથી તું તારી જાતને તપાસ, તારા શરીરને તપાસ, તારી ઈંદ્રિયાને તપાસ, તારાં આભૂષણ્ણાને અવલેાકી જો, તારાં ઢગલાંઆને વિચારી લે, તારાં સ્નેહી સંબંધી સગાંઓને માપી લે, તારાં પુત્ર કલત્રની કિસ્મત કરી લે, તારા વિચારોની ઘટમાળને તાળી લે, તારા માલ, ખજાના, હવેલી, જમીન, હુક્કો વગેરે સર્વ વસ્તુ, જના, અને ચીજોને તુ જોઇ લે, તે તને તારી લાગે તેા વાસ્તવિક અર્થમાં તે તારી માલેકીની છે કે નહિ? તે તું જોઇ લે અને પછી તેના ઉપર નિ ય મધ. એ તારા પૃથક્કરણમાં અનિત્ય સંબંધને, અસ્થિર સંબંધને, અચાસ સખ ધને એક કક્ષામાં મૂકજે અને નિત્ય, સ્થિર, સ્પષ્ટ સંબંધને બીજામાં મૂકબ્જે.
જીવનનિર્ણયના જે મહા પ્રશ્નો છે તેમાંના આ અતિ મહત્વના એક પ્રશ્ન છે; અથવા સર્વ પ્રશ્નો કરતાં વિશેષ મહત્તા ધરાવનાર આ પ્રશ્ન છે. સ્વપરના વિવેકમાં આખા જીવનની ચાવી છે. મેટાં તાફાના ઉઠાવવાં, ધમાલે કરવી, દોડાદોડ કરવી, અથવા આત્મતત્વ ગવેષવા અનેક ઉપાસના, ફર્મ કે જ્ઞાનસાધના કરવી અથવા મન્તવ્ય કે વિશિષ્ટ જીવન ગાળવાનાં વલખાં મારવાં એ સર્વનું અંતિમ રહસ્ય સ્વપરના વિવેકમાં છે. જીવન સાદું છે કે વિશિષ્ટ છે, અન્યને આકર્ષક છે કે ઉપેક્ષ્ય છે, પરાપકારમય છે કે સ્વાશ્રયી
પ્રમાણે સામાન્ય
4
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૦.
સાધ્યને માગે
^^/www/www,A
AAAAA AAA ૧
/
૫
છે કે સ્વાર્થમય છે, ધંધાવાળું કે નેકરવાનું છે, વ્યવહારૂ છે કે શાન્ત છે એ સર્વ વિશેષણો છે એની સફળતાને સરવાળે અમુક દેશ કે કાળની અપેક્ષાએ કે અમુક વખાણ કે માનપત્રોની સંખ્યાથી કરવાનું નથી, એની સફળતા જીવનમાં સ્વપરવિવેક અને તદ્વિવેકજન્ય વર્તન કેટલું થયું છે? તે પર થાય છે. ઘણીવાર ધામધુમ કરનારા માણસનાં ચરિત્રો લખાય છે એથી અકળાવું નહિ, દુનિયાની દષ્ટિ સર્વદા નિષ્પક્ષ કે ચાખી હોતી નથી, દુનિયાદારીની તુલનાનાં ત્રાજવાં પણ દુન્યવી હોય છે અને તારે તે ખ્યાલમાં રાખવું કે ઘણી વાર સંત પુરૂષે અપ્રસિધ્ધ રીતે જીવનેત્કર્ષ સાધતા હોય છે. દુનિયા તેમને જાણે કે ન જાણે તેની તેને દરકાર હોતી નથી, હેઈ શકે જ નહિ. તેઓનું સાધ્ય આંતરવિકાસનું હોય છે અને તે ધરણે દેરેલી રૂપરેખા પર તેઓ જીવનવહન કરે છે.
જીવનસાલ્યની આ એક અનુપમ ચાવી છે. સ્વપરને વિવેક કરી સ્વનો આદર કરે, સ્વને પ્રેમ કરે, સ્વને વિકાસ કરે, સ્વનું સ્થાન પ્રાપ્ત કરવું, સ્વની પ્રગતિનાં સાધનો જવાં, પરને ઓળખવા, પરભાવને જાણવા, પરભાવ, પરવસ્તુ અને પરજનને પર તરીકે સમજવા અને તેની તેટલી કિમત મૂકી તેને અનુકુળતા અને શક્તિ અનુસાર દૂર રાખવા, તેમાં વ્યાપ્ત ન પામવો અને તેનાથી ઉપર તરી આવી સ્વમાં ઈતિકર્તવ્યતા સમજવી અને આદરવી. આ પ્રમાણે તારી જીવનપ્રનાલિકા દેરીશ તે તને આખી જીંદગીને છેડે આ જીવન નિષ્ફળ થયું છે, ફેરારૂપ થયું છે, નકામું થયું છે, એમ કદી નહિ લાગે. વિશિષ્ટ આદર્શવાનો આ માર્ગ હોય,
Page #66
--------------------------------------------------------------------------
________________
વિચારણું અને અવલોકન ભાવનામય જીવન વ્યવહારના દરેક પ્રદેશમાં જેડી દેનારની આ દશા હોય, વાસ્તવિક સુખના લ્હાવો લેનારની આ ઉત્કટ દષ્ટિ હોય. શમસામ્રાજ્ય પ્રાપ્ત કરવાના માર્ગ પર ચઢી જવાને આ સીધે સરળ અને નિષ્કટક માર્ગ છે, એમ તત્વષ્ટાએ . વિના સંકોચે ભાર મૂકી મૂકીને અનેક આકારમાં ભાખી ગયા
છે, અને એ માર્ગે ચઢવાની ભાવના રાખવી એ તારું ઈષ્ટ કિર્તવ્ય હોવું જોઈએ એમ દીર્ઘ વાંચન, શ્રવણ અને સમાન
ગમને અંતે થયેલ અવિસંવાદી સ્પષ્ટ નિર્ણય છે. --જૈ. ધ. પ્ર. પુ. ૩૯
સં. ૧૯૭૯-૮૦ A પૃ. ૪૦-૩૫૩
Page #67
--------------------------------------------------------------------------
________________
ભૂલ્યા બાજી
[ ] ' આજે બેસતે મહિને હતે. ચાર ઘડી પાછલી રાત્રીએ વહેલાં ઉઠી ઘરના મંદિરમાં કુટુંબના સર્વ બાળકાદિ સાથે નવસ્મરણ, ગૌતમસ્વામી રાસ, પ્રભાતી, છંદ વિગેરેનું ગાન કરી, દેહશુદ્ધિ કરી, સ્નાત્રપૂજન ભહુ આહલાદ સાથે ક્ય. ઉત્તમ સ્વર સાથે યોગ્ય સાજના સહયોગથી કવિવિશારદ પંડિત વીરવિજયજીકૃત અંતરાયકર્મની પૂજા ભણાવાતી હતી તેમાં ભાગ લીધો. તે વખતે ચોથી પૂજામાં એક પદ આવ્યું, તેને લય ત્યાર પછી મનમાં આખો દિવસ વાગી રહ્યો. એ ધ્વનિમાં ખેદ અને હર્ષ હતા, શાંતિ અને અસ્થિરતા હતા, નિર્વેદ અને પ્રેમ હતા.
રાત્રિના શાંત સમયે બગિચામાં પાછો એ ધ્વનિ વધારે ફર્યો. બાજી બાજી બાજી, ભૂલ્યો બાજી.
એ ધ્વનિ દશવીશ વખત ચાલે, વારંવાર તેને જાપ ચાલ્યું. શેની બાજી? કેણ ભૂલ્ય? ક્યારે ભૂલ્યો? શા કારણથી ભૂલ્યો? તેની સાથે વળી આખું પ્રભાતનું દશ્ય–અનેક સુંદર વસ્ત્રભૂષણથી સજ્જ થયેલા પૂજન કરનારા, કલકંઠથી ગાનાર ગવૈયો, પ્રભુની શાંત મુદ્રા, સુંદર પુષ્પની આંગી અને આરતી વખતને સર્વને હર્ષ–માનસ સમક્ષ સિનેમાના ચિત્રપટ પેઠે ખડા થયા અને છતાં મનમાં તે એક જ લય ચાલી કે “બાજી બાજી બાજી, ભૂલ્યો બાજી!”
ત્યારે શું આખી બાજી ખરેખર ભૂલી જ ગયો? આ
Page #68
--------------------------------------------------------------------------
________________
ભૂ બાજી
૫૩ સર્વ રમત કેમ થાય છે? શા માટે થાય છે? એની પછવાડે કેણું ખેલ કરે છે? આવી બાજી માંડી શા માટે ? અને રમતાં આવડી નહિ કે માંડતાં જ આવડી નહિ? અને આ સર્વ કેમ ચાલે છે? આવા આવા કેમ અને શા માટેના સવાલોના ગર્ભમાં
બાજી ભૂલ્યો” ને સુમધુર પણ ખેદ કરાવનાર લય તે ચાલ્યા જ કર્યો.
આ પ્રમાણે ખેદ અને આનંદમાં ઝોકા ખાતું મન આખરે આગળ ચાલ્યું.
“કાળ અનાદિ ચેતન રઝળે, એકે વાત ન સાજી; મયણભઈણ ન રહે છાની, મળીઆ માતપિતાજી.
બાજી. આ દિશાએ વિચારણા ચાલી, બહુ બહુ ઘાટ ગેહ પણ બાજી ભૂલવાને ખ્યાલ અને ત્રાસ ચાલુ રહ્યા, પણ પ્રાંતે તેમાં જરા શાંતિ આવી, જરા ટેકે મળ્યો, કાંઈક આધાર મળ્યો. એક તે ભાજી ભૂલ્યો, રમતાં જ ન આવડી, ફસાઈ ગયો એવો ખ્યાલ ચાલતું હતું, તેમાં તેની પછવાડેની અનાદિ કાળની વાત ખડી થઈ. અત્યારની બાજી ભૂલ્યો છે એટલું જ નહિ પણ એ તે અનાદિ કાળથી બાજી માંડતે જ આ છે. ભૂલતે જ આવ્યું છે અને એની બધી વાતે જ ઉધી છે, બેટી છે, ઉલટે માર્ગ જ છે, આડે અવળે રસ્તે જ ઉતરી પડેલ છે. અરે, અહીં તો એટલે સુધી વાત કરી નાખી છે છે કે એની એક પણ વાત સાજી નથી, એક પણ વાત પ્રશસ્ય નથી, એક પણ વાત સીધે માર્ગ નથી.
અહાહા! શી વિચારણા અને ક્યાં તણાઈ ગયા? આ તે કાંઈ રસ્તે જ દેખાતું નથી, ભૂલ્યા તે ખરા, પણ ભીંત
Page #69
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગે
ભૂલ્યા! આખો રસ્તે જ અવળે લીધે. વારંવાર બાજીઓ શેઠવી અને ઉપાડી, માંડી અને સંકેલી, પણ દરેક વખતે મોટે ભાગે ભૂલ્યા! બાજી માંડતા પણ ન આવડી અને સંકેલતાં પણ ન આવડી. આખી રમત બેટી માંડી અને આખરે. હારેલા જુગારીની માફક ભગ્ન હૃદયે પિતાની માનેલી સર્વ ચીજો અને વસ્તુઓ મૂકી રમતની જગ્યા છોડી ચાલ્યા ગયા અને આવું એક વાર નહિ, પણ અનેક વાર થયું, પાંચ પચાસ વાર નહિ, પણ અનંતી વાર થયું. ભૂતકાળમાં નજર નાખી તે કાંઈ છેડે જ દેખાય નહિ.
માત્ર અનુમાનથી જણાય કે અનેકવાર ખેલ ખેલ્યા અને આખરે હારી, બધું મૂકી દઈ, નાગા થઈ, ઉઘાડે હાથેખાલી હાથે ઉપડી ગયા. આમ તે મુંઝવણ વધતી જ ચાલી; પણ બાજીનું માંડવું અને હારીને ઉપડી જવું એ સિવાય કાંઈ દેખાય જ નહિ, કાંઈ વિચાર દષ્ટિમાં આવે જ નહિ, કાંઈ નવીનતા ખ્યાલમાં આવે જ નહિ.
કંઈક બાજીઓ મેટા પાયા પર પણ માંડી હશે ! કંઈક વાર મેટી ધમાલ કરી હશે! કંઈક વાર વાહ વાહ કિરાવી હશે! કંઈક વાર મેટા રાજ્યના માલેક થયા હશું! ખમા ખમા કિરાવી હશે ! પાણી માગતાં દૂધ મળ્યાં હશે! પણ આખરે બાજી સંકેલતી વખતે એમાંનું કાંઈ મળે નહિ ! ઈ દ્રજાળની રમત જેમ બધું ખલાસ! અને આપણે તે પાછા ચક્કરમાં
જ્યાંના ત્યાં. કોઈ વાર શેઠ શાહુકાર થયા, વ્યાપારની ધમાલે કરી, લાખ કરોડની ઉથલપાથલ કરી, ચાકરે પર હુકમ ક્ય, પણ આખરે ખલાસ! બાજી ઉપાડી અને બધું વિસરાળ ! કેટલીક વાર નાની બાજીઓ માંડી, કેટલીક વાર હારની જ બાજ
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૫
ભૂલ્યો બાજી માંડી, કેટલીક વાર આનંદની, કેટલીક વાર શોકની, કેટલીક વાર સંગની, કેટલીક વાર વિયેગની-કાંઈક કાંઈક કર્યું જણાય છે, પણ આખરે બાજી સંકેલી, અને વાતમાં કાંઈ માલ નહિ. ત્યારે સાચી બાજ તે માંડેલી જ નહિ કે માંડવાનો પ્રયત્ન
જ રિલ જ નહિ. આ તે અગાઉની ભાર કે
અત્યારે પણ શું ? આ તે અગાઉની ભૂલ ચાલુ જ છે, જરા પણ પસ્તાવા વગર કે સંકેચ વગર, ઉશ્કેરણી વગર કે સ્થિરતા વગર એજ આકારની બાજી ખેલાયા કરે છે અને તેમાં તાદાભ્ય ભાવે આગળ વધાય છે. ત્યારે શું આ વખતે પણ બાજી ભૂલાશે અને એને એજ હાલ રહેશે? અરે અત્યાર સુધી તે એક પણ વાત “સાજી કે સીધી જણાતી નથી, પણ એ ને એજ વાત ચાલુ રહેશે કે કાંઈ ફેરફાર થશે? શુંચ વધતી જ ચાલી અને એજ માગે વિચારણું આગળ વધી.
આમાં કાંઈ ટેકે? કાંઈ આધાર? કે આવીને આવી જ વાત કરવાની છે! સમજણને સાર શું ? વાંચ્યા વિચાર્યાનું પરિણામ શું? વધારે વધારે ગૂંચ ઉભી થતી જણાઈ ઉપર નીચે અને અંદર જતાં સાજી વાત એક પણ દેખાણી નહિ. ઉપર ઉપરના મેહના આવિર્ભા અને ધમાલ કરતાં વિશેષ કાંઈ દેખાયું નહિ અને લોકાચાર અને દ્વેષણ સિવાય કાંઈ ખાસ સવિશેષતા દેખાણું નહિ.
પાછો પ્રભાતને ભાવ ચિત્રપટ પર ખડે થયે અને તેની સાથે શ્રીપાળ રાજાને રાસ નાનપણમાં સેંકડે સ્ત્રીઓ વચ્ચે માતુશ્રીને ધર્મવિનોદ કરાવવા વાંચેલે તે યાદ આવ્યું. રાજસભામાં સુરસુંદરી અને મયણાસુંદરી આવ્યા છે, પિતા અભ્યાસની પરીક્ષા કરે છે, સુરસુંદરી અભિમાનમાં
Page #71
--------------------------------------------------------------------------
________________
vvvvvvvvvvvvvvvvvvvvvvv
vvvv
v vv
૧ના પિતા . રાજ્યકપ્તિ કરી મહારાજ
સાધ્યને માગે આવી મદ કરે છે, મયણા કર્મને પ્રાધાન્ય આપે છે, રાજા પિતાની બાળકે પરની સત્તાના મદમાં મયણાને કેઢીઆ સાથે પરણાવે છે, સુરસુંદરીને અરિદમન રાજા સાથે પરણાવે છે, ગુરુપ્રસાદથી અને સિદ્ધચકની ભક્તિથી શ્રીપાળને કેઢ દૂર થાય છે, તે દૂર દેશમાં મુસાફરી કરી મહારૂપવાન નવકન્યા પરણે છે, મેટી રાજ્યાદ્ધિ મેળવે છે અને છેવટે મથણના પિતા ઉપર આક્રમણ કરે છે.
ઉજ્જૈન નગરીની બહાર મોટે સૈન્યને પડાવ જાગે છે, પ્રજાપાળ રાજા ગભરાય છે, શ્રીપાળ દેવસહાયથી રાત્રે પિતાને ઘેર જાય છે, ત્યાં મયણુ અને તેની સાસુ (શ્રીપાળની માતા) આનંદ અને ખેદની વાત કરતા સંભળાય છે, તે દિવસ થએલ અમૃત કિયાના ઉમળકા મયણાને આવે છે, પ્રભાતે થયેલ આલાદ આખો દિવસ ચાલે છે અને રાત્રે પણ આનંદરસ રેડે છે, સાસુને તે આનંદની વાત કરે છે, અને જરૂર આજે પતિ મેળાપ થ જોઈએ એવી વાત કરે છે. નગરની તરફ લશ્કર વીંટી વળેલ હોવાથી માતા શંકા બતાવે છે, તે વખતે તેનું વચન સત્ય કરવા શ્રીપાળ બહારથી બારણું ખખડાવે છે, પછી અંદર જઈ માતા અને પત્નીને મળે છે, માતાને ખભે અને પત્નીને હાથ પર લઈ પિતાની નગર બહારની લશ્કરી છાવણીમાં આવે છે.
" શ્રીપાળ મયણાને પૂછે છે-“બેલ! તારા બાપને કેવી રીતે તેડાવું ?” શાણું મયણાને અંગત અપમાન લાગ્યું નથી, પણ જેન ધર્મનું રાજસભામાં અપમાન થયું તે વાત તે ભૂલી શકી નહોતી. ધર્મપ્રભાવ વધે તેમ કરવું એટલે તેણે જવાબ આ. શ્રીપાળે મયણાના પિતાને કહેવરાવ્યું કે કાંધ પર
Page #72
--------------------------------------------------------------------------
________________
ભૂલ્યા માજી
કુહાડા લઈને આવો અથવા લડવા તૈયાર થાએ.
આખું દશ્ય ભારે માનું છે. આખું ચિત્ર ઉત્કૃષ્ટ ચિતારાએ ચીતર્યું છે, આખા ભાવ કિવએ ન ભૂલી શકાય તેવા લયમાં ઉતાર્યા છે અને તૂટેલા તાંતણેા સહાભ્યાસી પ્રખર વિદ્વાને ઉપાડી લઇ ચાલુ રંગમાં નવીન રંગે પૂર્યા છે. પ્રજાપાળ રાજા વખત વિચારી ગયા, ખભે કુહાડા રાખી, તાબે થઈ, અજાણ્યા દુશ્મનની છાવણીમાં આવ્યા. પ્રતાપી શ્રીપાળ વિવેક ન ભૂલ્યો
સાસરાને સામે લેવા ઉમળકાથી ઢાયા અને તેના હાથમાંથી કુહાડા લઈ જમણી બાજુના સુવર્ણ સિહાસન પર તેને બેસાડયા.
૫૭
આ વખતના આનંદનું વર્ણન શું થાય? માજી રમનારને માજી રમતાં આવડતી હતી, વ્યવહાર અને ધર્મ જાગતા હતા, અન્નેના સ્પષ્ટ ખ્યાલે વિવેકસર જાગૃત હતા એટલે એ આજીમાં ભૂલ કેમ થાય ? આનંદ પ્રસંગને ઉચિત નાટક કરવાના હુકમ થયા. ત્યાં વિચારણાના મુખ્ય મુદ્દો પ્રાપ્ત થાય છે. આ આખુ ચિત્ર લખવામાં તે વખત જાય છે, પણ ચિત્રપટ પર આખા બનાવ એક સપાટામાં આવી જાય છે. શ્રીપાળના હુકમ થયા છતાં નાટક શરૂ થતું નથી. શ્રીપાળની નવે પત્નીઓ, પ્રજાપાળ મહારાજા, પ્રધાનવ આખુ લશ્કર અને સૌભાગ્યસુંદરી, રૂપસુંદરી ઉચિત સ્થાનકે બેઠાં છે, શ્રીપાળે ફરી વાર હુકમ કર્યાં, પણ નાટક શરૂ થતું નથી. તપાસ કરતાં જણાયું કે સારામાં સારા નાટકના પેડામાંના મુખ્ય પૈડાની આગેવાન નટી નાટક કરતાં આંચકા ખાય છે. આખરે તેને ખુલાસા પૂછતાં પાતે મયણાની બહેન સુરસુ દરી
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૮
,
,
,
,
સાધ્યને માર્ગે છે અને રાજાને પરણેલી હોવા છતાં નગરે પહોંચતાં રાત્રે ધાડ પડી, પોતે ચેરાણુ, મહાદુઃખ પામી, છેવટે મહાકાળ રાજાને ત્યાં વેચાણ અને નટી થઈ એ વાત પ્રકટ થાય છે.
અને છેવટે બોલી કે આજે મારા માતપિતાને નજરે જોયા એટલે તેને પિતાની પૂર્વ સ્થિતિને ખ્યાલ થયે, પિતાનું સભામાં બેલિવું અનુચિત હતું તે સમજાયું, કર્મને પ્રભાવ સાચે છે એનું ભાન થયું, મયણાની તત્વબુદ્ધિ પરીક્ષાને પરિણામે થયેલી અને સાચી હતી એમ તેની ખાત્રી થઈ. આ સર્વ વાતનું ભાન જ્યારે માતપિતા મળ્યા ત્યારે થયું.
કાળ અનાદિ ચેતન રઝળે, એકે વાત ન સાજી, મયણા ભઈણી ન રહે છાની, મળીયા માત
પિતાજી. ભલ્ય. (માયણની ભઈણુ ભગિની બહેન) સુરસુંદરીને જ્યારે માતપિતા મળ્યા, ત્યારે પછી તે છાની કેમ રહી શકે? તે પિતાની જાતને કેમ ગોપવી શકે? તે પિતાને સાચો આકાર કેમ છુપાવી શકે ?
ત્યારે અત્યાર સુધી તે એક પણ વાત સાજી નથી, પણ હવે માતપિતા મળ્યા, તેમનું એાળખાણ થયું, છતાં હજુ નટીને વેશ રાખવે છે કે અસલ સાચા સ્વરૂપે પ્રગટ થવું છે? બાજી ખાટી જ માંડવી છે કે તેમાં કોઈ સુધારે ફેરફાર કરી સાચે માર્ગે આવવું છે? સાચા ખેલ ખેલવા છે?
આવા પ્રભુ મળ્યા, આવા માતપિતા સમાન પરમાત્મા મળ્યા, આવા વીતરાગ મહાત્માને યોગ થયો એ ભારે વાત થઈ, એના ગર્ભમાં હવે કાંઈ સાજી વાત થાય, તે આ સર્વ લેખે લાગે.
Page #74
--------------------------------------------------------------------------
________________
ભૂલ બાજી
અને તેમ બનવું–બનાવવું–શક્ય છે. એક વખત સુરસુંદરીની જેમ પડે તેડી નખાય, ભેદભાવ ન રખાય, માતપિતા જોડે સાચી વાત કહી શકાય, સત્ય સ્વરૂપ કહી દેવાની હિમ્મત આવે, તો માવતર તે કદી કમાવતર થવાના નથી. હૃદયમંદિરમાં એ માવતરને વાસ થાય એટલે બધું યોગ્ય થઈ રહેશે.
પણ અત્યારસુધી તે બાજી ભૂલાણી છે, ખોટી ખેલાણી છે, અત્યારની રમત પણ અવળી મંડાણી છે. ખેલ ખેલાઈ જતાં રમત સંકેલવી પડશે, તેને કદી ખ્યાલ આવે છે? એકાદ વાત સાજી થાય તે પણ ઠીક, પણ રસ્તે શે? અને તે કેમ મળે?
વાત સાજી થાય એવી સ્પષ્ટ ઈચ્છા કદી થઈ છે? ભાવનાની સ્પષ્ટતા અને પ્રબળ પુરૂષાર્થ, સાધનના ખ્યાલ અને દઢ નિશ્ચય આગળ એક પણ વાત અશકય નથી એવું જાણતા છતાં એમાંનું એક પણ નથી થયું એ વાત લક્ષ્યમાં છે?
હવે માતપિતાને બાહ્ય વેગ તે થયો છે. જે હજી પણ નાટકના ખેલ કરવા હોય, નાચ નાચવા હોય, તે નટ તરીકેને પગાર મળ્યા કરશે; બાકી રાજ્યગાદીના પદ પર આરોહણ કરવાની ઈચ્છા હોય તે માબાપ પાસે ઉઘાડી રીતે બહાર પડે, માબાપને સાચી વાત જણાવી દો અને થયેલી સ્થિતિના કારણે વિચારી પશ્ચાતાપ કરે. પછી માતપિતા અરિદમનને બોલાવી તમને ઘટતે સ્થાનકે મેકલવાને ગ્ય પ્રબંધ કરશે.
અને નહિતર તે “બાજી ભૂલ્ય” “બાજી ભૂલ્યો” બાજી ભૂ ” –એ વાત ખરી જ રહેશે. એ વાતને
Page #75
--------------------------------------------------------------------------
________________
સાયને માટે
ખરી–સાચી રાખવામાં જ તમને મહત્તા લાગતી હોય તે તમારે માર્ગ તમે જાણો અથવા જે કુમાર્ગને માર્ગ માનવાની ભૂલભરેલી માન્યતાને અંગે તમે અત્યાર સુધી ચાલ્યા છે, તેમાં આંટા માર્યા કરશે અને ખાડા ટેકરામાં અટવાયા કરી ત્રાસ પામશે તેમાં તે શી નવીનતા છે? “બાળ ભૂલ્ય”—તે વાત તે એજ આકારમાં રહેશે અને એક પણ વાત એ માગે સાજી નહિ થાય.
આવા આવા વિચાર ચાલતા હતા ત્યાં મન પર આવરણુ આવવા માંડયું, બગિચામાં મંદ મંદ પવન વાતે હતો તેની લહેરમાં ઉંઘ આવી ગઈ અને વિચારધારા અટકી ગઈ જે. ધ. પ્ર. પુ. ૪૧ અંક |
સં. ૧૯૮૨ | પૃ. ૨૫૩
Page #76
--------------------------------------------------------------------------
________________
જિનેંદ્રપૂજા
[ પ ] पापं लुम्पति दुर्गतिं दलयति व्यापादयत्यापदं, पुण्यं सञ्चिनुते श्रियं वितनुते पुष्णाति निरोगताम् । सौभाग्यं विदधाति पल्लवयति प्रीतिं प्रसूते यशः, स्वर्ग गच्छति निर्वृतिं च स्वयत्यहितां निर्मिता।
સિરપ્રકર જિનેન્દ્રપૂજાને વિષય બહુ અગત્યનું છે. જેને કેમમાં મટે પક્ષ જ્યારે સર્વ પ્રકારની પૂજાને સ્વીકાર કરે છે ત્યારે અમુક જેન કેમ અમુક પ્રકારની પૂજા બાદ કરતાં બાકીની પૂજાને સ્વીકાર કરે છે. પૂજા બે પ્રકારની છે દ્રવ્યપૂજા અને ભાવપૂજા. દ્રવ્યપૂજા એટલે પ્રભુપૂજન સારુ ઉત્તમ દ્રવ્યથી તેમનું સન્માન કરવું અને તે સત્કાર સાથે પ્રભુની જુદી જુદી અવસ્થાઓ પર વિચાર કર. જેના માર્ગમાં શુષ્ક દ્રવ્યપૂજા નથી. દરેક દ્રવ્ય નિમિત્ત ભાવપૂજા અંતર્ગત વ્યક્ત હોય છે અને સર્વ દ્રવ્યભાવપૂજા ઉપર કળશરૂપ ખાસ ભાવપૂજા કરવાને ઉપદેશ અને ર્તવ્ય તેમજ વર્તન પણ તેવું જ છે. પૂજાનો આ ઉત્તમ પ્રકાર છે, શિષ્ટ સંપ્રદાયથી ચાલ્યા આવે છે અને પ્રાસે તે માર્ગને અધુના પણ અક્ષરશ: અનુસરે છે.
જૈન માર્ગમાં કેટલાક સ્થળદષ્ટિ અને દ્રવ્યપૂજા સચતી નથી. શાસ્ત્રાધાર તેઓને માટે આગળ બહુ બતાવાઈ ગયે છે અને હાલમાં વિદ્વાન મહાશય તરફથી બહાર પડેલા લેખમાં તે સંબંધમાં પૂરતું અજવાળું પણ પાડવામાં આવ્યું છે. તેથી
Page #77
--------------------------------------------------------------------------
________________
કર
સાધ્યને માગે
આ પ્રસંગે શાસ્ત્રધાર દ્રવ્યપૂજાને અનુકૂળ છે કે નહિ તે સવાલ માત્રુ ઉપર મૂકી માત્ર બહારના પ્રાકૃત વિચારથી જ આ સંપ્રદાય ઉપર વિચાર કરવાની સ્ફુરણા થઈ છે. શાસ્ત્રના *માન તરફ્ વિચાર ન કરીએ તે પણ ખરાખર વિચાર કરવાથી જણાશે કે દ્રવ્ય પૂજાની ખાસ જરૂર છે. આ જમાનામાં દરેક ખાખત ઉપર વિચાર કરવાની આવશ્યક્તા છે. કોઈ પણ ખામત જૈન શાસ્ત્રમાં આગ્રહથી ફરમાવેલી નથી, ખસુસ કરીને દ્રવ્યપૂજાની કેટલી જરૂર છે અને આ જમાનામાં પ્રવૃત્તિમય જીવન થવાથી ઉપયેાગિતા વધે છે કે ઘટે છે તે બાબત પર વિચાર કરવાની ખાસ જરૂર છે. આ સવાલ દ્રવ્યપૂજાના પ્રમળ નિમિત્ત મૂર્તિ પૂજા પર વધારે ઢળી જાય છે અને તેથી તેની આવશ્યકતા પર વિચાર કરીએ.
* અત્યાર સુધીમાં કાઇ પણ પ્રજાએ મૂર્તિ પૂજા વગર ચલાવ્યું હોય એમ તિહાસ પરથી માલુમ પડતું નથી. દરેક પ્રજા એક અથવા બીજા રૂપમાં મૂર્તિ પૂજા સ્વીકારતી આવી છે. જ્યારે મૂર્તિપૂજા હદ બહાર જાય છે એટલે કે મૂર્તિને મૂર્તિ ખાતર પૂજવાનું થાય છે, ત્યારે તેમાંથી જુદા વિચાર બતાવનારા લેાકેા નીકળી આવે છે, પણ આવા લેાકેા ખાસ કરીને આગળ વધી ગયેલા વહેમ પર અને નહિ કે મૂર્તિપૂજા પર આક્ષેપ કરનારા હોય છે. સાડાત્રણસો વરસ પહેલાં થાડાક ક્રિશ્ચિયને એ મૂર્તિપૂજા વિરુદ્ધ વિચારા ખતાવ્યા છે અને હાલ તેઓ પ્રોટેસ્ટ...” પંથના કહેવાય છે, પરંતુ તેના વિચાર માત્ર દેખાવમાં જ મૂર્તિપૂજા વિરુદ્ધ લાગે છે, પશુ વસ્તુત: તેમ નથી. તેઓએ જે માર્ગ લીધે તે મૂર્તિ'*See C. H. C. Mogazine Vol. I. P. 65.
Page #78
--------------------------------------------------------------------------
________________
જિનદ્રપૂજા
૩
પુજાને અંગે વધી ગયેલા વહેમા તરફ પેાતાના તિરસ્કાર તાવવારૂપ હતા. આ ઉપરાંત મુસલમાન અને જ્યુ× લેકી મૂર્તિપૂજા વિરુદ્ધ હાય એમ દેખાય છે. આપણા હિંદુસ્તાન તરફ નજર કરીએ તે આખા દેશ મૂર્તિપૂજક છે.
કેટલાક નાની નાની કામ યા સમાજના લેાકેા આ મામતમાં હાલમાં વિરુદ્ધ વિચાર બતાવનારા નીકળવા લાગ્યા છે. દાખલા તરીકે આર્ય સમાજ, બ્રહ્મસમાજ. અને આર્ય સમાજના લેાકાએ અતિ પરાકાષ્ટાએ પહેોંચેલી મૂર્તિપૂજા દૂર કરી છે. જૈન કામમાં પણ ૨૦૦ વર્ષ પહેલાં હુંક લેાકાએ જૈનપૂજા કાઢી નાંખી છે, પરંતુ તેએ બહુ ઓછી હદમાં તેને દૂર કરી શકયા છે. આગળ જતાં જણાશે કે તેઓના મત મૂર્તિપૂજા વિરુદ્ધ નથી અને હાઈ શકે પણ નહિ.
મૂર્તિ પૂજા વિરુદ્ધ પ્રસંગે પ્રસંગે આવા વિચારો જુદી જુદી પ્રજાએ બતાવ્યા છે, છતાં પણ મૂર્તિ વાપરવા માટે દરેક પ્રજાએ વારવાર કેવી વલણ બતાવી છે તે જાણવાજોગ છે. ન્યુ લેાકાને તેઓના અર્ક છે, મુસલમાન લેાકા કાખાને માન આપે છે અને શીખ પ્રજાને ગ્રંથ છે. વળી કાઈ પ્રજા કે પથ સ્થૂળ મૂર્તિ પૂજા કબૂલ કરતી ન હેાય તે પણ અજાણુપણે માનસિક ભૂતિ પૂજા તા સ્વીકારે છે જ.
સર્વ પ્રજાની આવી વલણ કુદરતી રીતે હાવાથી મૂર્તિપૂજામાં કાઈ એવા પ્રકારનું રહસ્ય હાવું જોઇએ કે તે વિચારવા ચેાગ્ય હાય અને તેથી આપણે તે તારવી કાઢવું જોઇએ. સ્મૃતિ એટલે શુ ? આ સવાલ સ્વાભાવિક છે. મીસીસ એની બીસેન્ટ કહે છે કે
× યાહૂદીઃ—
Page #79
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માથે
An idol is an image which shows symbolically some attributes or group of attributes of the supreme.
પરમાત્માના કેટલાક ગુણને અથવા ગુણસમૂહને દશ્યરૂપે બતાવે તે મૂર્તિ. પરમાત્માના ગુણો જેવાનું બને જ નહિ, પણ જેને જેવાથી દશ્યમાનરૂપે પરમાત્માના ગુણ નજરમાં આવે, તે તરફ ધ્યાન ખેંચાય, સ્વાભાવિક રીતે તે પર ઈહા થાયએજ મૂર્તિ. આવા પ્રકારની મૂર્તિને જેવાથી અને વાંદવાથી શે લાભ થાય તે હવે જોઈએ. જ એ તે પ્રસિદ્ધ વાત છે કે આપણું મન સંજોગને વશ હિંમેશા વતે છે. ચાલુ સખ્ત હરિફાઈના જમાનામાં અખંડ પ્રવૃત્તિમાં પડેલા આ જીવને પરમાત્મા કોણ છે? શું છે? કેવા છે? વિગેરે વિચાર કરવાનો અવકાશ મળતો નથી. ધંધાની લેવડદેવડ અને તત્સંબંધી પ્રાસંગિક વિચારમાં આ જીવ સવારથી રાત પર્યત સંચારૂપે જીવન પૂર્ણ કરે છે. કેટલાક નિરુદ્યમી જી તદ્દન પ્રમાદમાં જ જીવન પૂર્ણ કરે છે. આ બન્ને પ્રકારના જેને તે પરમાત્મા સંબંધી વિચાર કરવાને કાંઈ પણ અવકાશ સંભવિત હોય તે તે મંદિરમાં મૂર્તિ સન્મુખ જ છે. ઘણાખરા જીવોને પરમાત્માનું સ્મરણ પણ મૂર્તિપૂજા વગર થઈ શકતું નથી, એ અવલેન ઉપરથી સ્પષ્ટ જણાઈ આવ્યું છે. જેમ જેમ સમય આગળ ચાલતો જાય છે, તેમ તેમ આ બાબતની વિચારણુ અને લક્ષ્ય વિશેષ જરૂર ધરાવનારું થતું જાય છે. આવી સ્થિતિ હોવાથી આપણને પરમાત્મ તત્વ યાદ આપનાર તરીકે પણ મૂર્તિપૂજાની ઉપયોગિતા જણાય છે.
હવે બીજી વાત એ યાદ કરવાની છે કે આપણું મન
Page #80
--------------------------------------------------------------------------
________________
જિનેંદ્રપૂજા બહ અસ્થિર છે. એક બાબત ઉપર પાંચ મિનિટ સ્થિર ચિત્તે વિચાર કરવાનું સેંપવામાં આવે તો આપણે જરા પણ સ્થિરતા રાખી શકીએ નહિ; એટલે કે પાંચ મિનિટ સુધી બીજી બહારની કોઈ પણ બાબત ઉપર લક્ષ્ય પણ ન આપીએ અને આપેલી બાબત ઉપર તદ્દન એકાગ્રતાથી વિચાર કરીએ એ બનવું બહુ મુશ્કેલ છે. આવી માનસિક અસ્થિરતા હોવાથી તેને સ્થિર કરવાનું કારણું કાંઈ પણ જોઈએ. દાખલા તરીકે નાટકના તખ્તા પર એક માણસ બધી વાર્તા સુંદર શબ્દોમાં કહી જાય, તો તેથી આપણને જરા પણ અસર થશે નહિ, પરંતુ પાત્રો જ્યારે રૂપે તે આપણું સન્મુખ રજૂ કરે, ત્યારે અમુક વિષય ઉપર બેચાર કલાક સુધી એકાગ્રતાથી ધ્યાન આપવું હોય તે પણ આપી શકીએ છીએ. આવી જ રીતે પરમાત્માના આઠ ગુણનું કીર્તન, અર્હતના બાર ગુણ અથવા પ્રાતિહાર્યા વિગેરે અતિશનું ચિત્તાકર્ષક વર્ણન આપવામાં આવે અથવા કલ્પના કરવામાં આવે, પણ શાન્તમૂર્તિ પરમાત્માનું પ્રતિબિંબ જોઈને હૃદય પર જે અસર થાય છે તેવી અસર Abstract (ભાવના) થી થતી નથી. મનુષ્યસ્વભાવ અને મનના અવલોકન કરનારાઓ, જોઈ શકે છે કે મનુષ્યના મનની આ નબળી બાજુ છે; પરંતુ મને બળ અને શરીરબળ જે છે તે જ છે અને સંઘયણની નબળાઈમાં વધારો થતો જાય છે અને બળવત્તર સંઘયણ થવાનો સંભવ ઓછો થતો જાય છે, તેથી મનને અને શરીરને જોડી દેનાર, બ્રાહ્યદૃષ્ટિ ભૂલાવનાર, એકાગ્રતા કરાવનાર અને વચનાતિકાંત આનં
Page #81
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગે
દના અનુભવ કરાવનાર મૂર્તિ જેવું અવલ અન શા માટે તજી દેવું એ સમજાતું નથી. જેએ અવલખન વગર ધ્યાન કરી શક્તા હાય, શાસ્ત્રીય ભાષામાં કહીએ તે જેઓ સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકથી આગળ ચાલ્યા હાય, અથવા અપ્રમત્ત યતિ હાય, તેને માટે આ વિષય નથી; પરંતુ ઉક્ત પ્રકારના માણસે આ કાળમાં પ્રાયે હાય નહિ, તેથી બાકીના માણસાને તે મૂર્તિપૂજા મૂકી દેવાથી ધર્મ પામવાનું પ્રમળ સાધન મૂકી દેવા જેવું થાય છે.
વળી કેટલાક માણસે મૂર્તિપૂજા માનતા નથી તેએ ખરેખર ભૂલ ખાય છે. જ્યારે ધ્યાન કરે ત્યારે તેઓ શું પે છે ? જ્ઞાન, દર્શન, ચારિત્રની એકત્રતા તે આત્મા-પરમાત્મા ચિટ્ટઘન સ્વરૂપ-પરમન્ત્યાતિ વિગેરે. આનું ધ્યાન તેઓ કેવી રીતે કરી શકે ? જેએને ભાવનારૂપ અદૃશ્ય પદાર્થોમાં રમણુ કરવાની ટેવ ન હેાય અને જેઆને મનાયેાગ સાધ્ય ન હેાય, તેઓને કાંઈ આધાર-ટેકા જોઈએ; નહિ તે આજીમાજીના ભળતા વિષય પર મન દ્વારવાઈ જાય છે. આથી કરીને તેએ સાધારણ રીતે કેવળી ભગવાનની ભૂમિ પર વિહારની સ્થિતિ કે એવી કોઈપણ સ્થિતિ મનમાં ક૨ે. આમ થવાથી તે માનસિક પૂજાના અભિલાષી થયા અને માનસિક મૂર્તિપૂજા માનનારથી કદી પણ સ્થળ મૂર્તિપૂજાની ના પાડી શકાય નહિ. વળી માનસિક મૂર્તિપૂજા કરનાર કેટલીક વાર માટેો ભૂલાવા ખાય છે: તેઓ પોતાની માનસિક મૂર્તિને ખરેખર પરમાત્મા જ માને છે, જ્યારે સ્થૂળ મૂર્તિ પૂજા માનનાર પેાતાની મૂર્તિ ને પરમાત્મ સ્વરૂપ ખતાવનાર, સ્થાપનારૂપ, કલ્પિત આરોપ તરીકે જ માને છે, સમજે છે. આથી કરીને જે ભૂલ માનસિક * Expositor
Page #82
--------------------------------------------------------------------------
________________
જને દ્રપૂજા
૬૭
મૂર્તિ પૂજક કરે છે તે ભૂલ સ્થૂળ મૂર્તિ પૂજા કરનાર કદી પણ કરતા નથી.
અમારા કેટલાક ભાઇએ પરંપરાગત ધર્મ પ્રમાણે ચાલી આવતી મૂર્તિ પૂજાને માન આપતા નથી, તેઓની ધાર્મિક વૃત્તિ જ્યારે જોઇએ છીએ, ત્યારે મૂર્તિપૂજની ઉપચેગિતા જણાઈ આવે છે. ઉપર જણાવ્યું તેમ આવા પ્રકારના લોકેાને ધર્મ શું છે ? તેને વિચાર પણ આવતા નથી. આઠેક સુખ, તેનાં સાધને, પાછા પડવાથી શાક અને સંસારયાત્રામાં જીવન પૂર્ણ કરનારને મૂર્તિનું ઉત્કૃષ્ટ સાધન આદરણીય છે.
પ્રસંગ કાર્તિક માસના હતા. શરઋતુ ઊતરવા આવી હતી. ચેમાસું ઊતરી ગયું હતું. સર્વ વનરાજી ખીલી ડી હતી. આખું જંગલ, તેને લીધે દેખાવ મનને અને રાષ્ટ્રને શાંતિના આભાસ આપતા હતા. વૃક્ષેા આનદમાં આવી પાતના ડાળરૂપી હસ્તા લખાવતા હતા. પક્ષીએ પેાતાના માળામાંથી ઊડતાં હતાં. સમય પ્રભાતના હતા. યાચળ તરફ સૂર્યના અણુ સારથિ દિશાઓને પ્રકાશતા હતા. આકાશ સ્વચ્છ હતું. આવા અખંડ શાંતિના વખતમાં એક સુમુક્ષુ હાથમાં પુષ્પની છાબડી લઈ સુંદર વૃક્ષ પરથી પૂર્ણ ખીલેલાં ગુલાબ, કેતકી, ચ ંપા, સેવતી (ગુલઢાવદી ) વગેરે શુદ્ધ પુષ્પને વીણી લેતા હતા, વીણીને પુષ્પપાત્રમાં ક્ષેપન કરશે હતા અને મનમાં પરમાત્માનું ધ્યાન કરતા હતા. તેના મનમાં પરમાત્મભાવ સિવાય કઇ પણ પ્રકારને વિક્ષેપ નહાતા. થે!ડા વખતમાં પુષ્પપાત્ર વિવિધ પુષ્પથી ભરી તેણે દેરાસર તરફ ચાલવા માંડયુ. દેરાસરે આવી, શુદ્ધ જી સ્નાન કરી પુષ્પ ક્રમવાર જીદ્યાં પાડયાં અને તેનાથી પરઘર
Page #83
--------------------------------------------------------------------------
________________
www
સાધ્યને માગે ભરવા માંડ્યું. વચ્ચે વચ્ચે ગુલાબ મૂળે, પડખે મેગર અને છેડા પર લીલે ચંપે અને બીજે છેડે પીળે ચંપો, વચ્ચે વચ્ચે સેવતી અને તરફ મગરે મૂક્યું. પછી પ્રભુસન્મુખ આવી, શુદ્ધ જળથી ખુવણ કરી, સુવર્ણપત્રથી આંગી કરી, પરઘર ચઢાવી, મુગુટમાં અને પ્રભુશરીર પર પુષ્પ ચઢાવ્યાં. શેભતી જાએ, વર્ણવ્યવસ્થા અને જાતિકમવાર ઉપર, નીચે અને પડખે પુષ્પઘટા કરી દીધી. આ વખતે પ્રભુ શરીરની કાંતિ અજબ બની રહી. ધૂપ વિગેરે પૂજા કરી પ્રભુ પાસે બે મેટી દીવી પર તિમય દીવા કર્યા અને બે નાની બાજોઠી પર બે બીજા દીવા કર્યા. આ દીવાની તિ, પ્રભુની કાંતિ અને પુષ્પ તેમજ અત્તરને મઘમઘાટ–સર્વની એકાગ્રતા થઈ. દેરાસરમાં તદ્દન શાંતિ હતી. પ્રભુસમુખ બેસી, સ્વસ્તિક કરી, ફળ નૈવેદ્ય ધરી, શાંત અને એકાગ્ર ચિત્ત કરી ગાન કરવા માંડ્યું: પ્રીતલડી બંધાણી રે, અજિત જિણું શું પ્રભુ પાખે ઘડી એકે મન ન મુકાય છે.
on
કરુણુંધક કીધી રે સેવક ઉપરે; ભવ ભય ભાવઠ ભાંગી ભકિત પ્રભન્ન જે.
સુસ્વર સાથે ધીમેથી જેમ જેમ આ અવાજ ચાલ્યા તેમ તેમ હૃદયમાં ભેદ થવા લાગ્યું. અને જે વખતે—
તારતા તુજમાંહી રે શ્રવણે સાંભળી એ પદ ગાયા પછી– * ભવભય ભાવઠ ભાંગી –
Page #84
--------------------------------------------------------------------------
________________
જિનેંદ્રપૂજા
એ પદને સુંદર ધ્વનિ હૃદયવીણમાંથી ઊઠયે તે વખતે હૃદયમાં ખરેખર ભાસ્યું કે આ સંસારની બેડી અત્યારથી નાશ પામી. અહાહા ! શું દિવ્ય સ્થાન ! શો અનુભવ! જેઓ મૂર્તિપૂજા વિરુદ્ધ હોય તેઓ ભલે હસે, અથવા ગમે તેમ બેલે, પણ આ અલૈકિક આનંદ–દુ:ખમય જીવિતવ્યમાં આ સુખની રેષા–પ્રેમમય જીવનની હદ છે. હૃદયના એકતાનથી અષ્ટાપદ પર ગાન કરતાં રાવણે તીર્થકર નામકર્મ કેવી રીતે બાંધ્યું તેને જરા ખ્યાલ આવ્યા અને મૂર્તિપૂજાનું પુષ્ટ આલંબનત્વ અનુભવગેચર થયું. એક વાર મૂર્તિ સન્મુખ જુઓ, આંખ મીચે, મનમાં તે જ મૂર્તિનું ધ્યાન કરે, તેવી જ મૂર્તિ ક, ફરી આંખ ઊઘાડે, મતિમાં સ્થાપિત ગુણે બોલી જાએ, આંખ બંધ કરે, મૂર્તિને કે, ગુણેને ક, મૂર્તિને ભૂલી જાઓ અને ગુણેને કો અને તેના પર એકાગ્રતા કરો. આ જ કર્તવ્ય અને મોક્ષસાધનને સરસ ઉપાય.
કલ્પનાશકિતને આટલી હદ સુધી લઈ ગયા પછી એક બાબત પર જરા ધ્યાન આપવાની જરૂર છે. જેઓ સ્થાનકવાસીઓ મૂર્તિપૂજા વિરુદ્ધ છે એમ માને છે તેઓ રહસ્ય સમજ્યા નથી. સ્થાનકવાસીઓ મૂર્તિપૂજા વિરુદ્ધ કદી પણ હોઈ શકે જ નહિ, કારણ કે તેઓ બહુ પ્રકારે મૂર્તિપૂજા માનનારા છે. ઘણાં કારણોમાંનું એક કારણ એ છે કે તેઓ શાશ્વતી પ્રતિમા માનવાની હા કહે છે. હવે સહજ દષ્ટિથી જણાશે કે શાશ્વતી પ્રતિમા એ પણ પ્રતિમા જ છે, તેથી તેઓ મૂર્તિપૂજા વિરુદ્ધ તે છે જ નહિ.
Page #85
--------------------------------------------------------------------------
________________
wwwwwwww
ww
સાધ્યને માગે હવે સવાલ બાકી એ જ રહ્યો કે મૂર્તિ કેવી માનવી અને તેને સામગ્રી કેવી રાખી શકાય? આ બાબતમાં જે મતભેદ છે તે મૂળ હકીક્તનું સ્પષ્ટ ભાન ન હેવાથી થયેલ છે. જે લોકો કઈ પણ એક પ્રકારની મૂર્તિ સ્વીકારતા હોય તેઓ પછી મૂર્તિપૂજા વિરુદ્ધ હોવાને દાવ કરી શકે નહિ. જ્યાં પરમાત્મપણાને આરોપ કરે છે ત્યાં પછી આરેપિત વસ્તુની શાશ્વતતા અશાશ્વતતાને સંબંધ જે ઉપયુક્ત નથી. આરેપિત પદાર્થ આરોપને રોગ્ય, ચિરસ્થાયી, પરમાત્મગુણનું ભાન કરાવનાર અને પ્રમાદ કરાવે તેવો નિર્મળ જોઈએ; પરંતુ આવી વ્યવસ્થા વિગેરેની સામાન્ય હકીક્ત પરથી મૂર્તિપૂજા વિરુદ્ધ વિચારે બતાવવાની જે હિમત કરવામાં આવે છે તે તદ્દન અસ્થાને છે, અગ્ય છે, અને વસ્તુસ્થિતિના જ્ઞાન અને જનસ્વભાવના અવલોકનની ગેરહાજરી બતાવે છે. ધર્મને ભાસ રહેવા ખાતર પણ અનાદિસિદ્ધ મૂર્તિપૂજાની ખાસ જરૂર છે.
વળી બીજી બધી દલીલ કરતાં એક વાત આ જમાનામાં બહુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. આ સમય બહુ અગત્યનું છે. અત્યારે પશ્ચિમાત્ય વિચાર સાથે પૂર્વના અને લાંબા વખતથી ચાલતા આવેલા જૂના વિચારોનું સંઘટ્ટન થાય છે. આ વખતે જે વિદ્વાનેના હાથમાં ધર્મનું સુકાન હોય, તેઓએ ધર્મના અવલંબન જેવા લાગતાં સર્વ સાધનને મજબૂત બનાવી દેવાની બહુ જરૂર છે. અત્યારે ધર્મને આભાસ વધારે દેખાય છે, પણ જેઓ શાંતિથી એકાંતે વિચાર કરતા હશે તે જોઈ શકશે કે મૂળ પાયા ખવાઈ જતા જાય છે. આ પાયાને મજબૂત કરવાની બહુ
Page #86
--------------------------------------------------------------------------
________________
w
miwamoamnamonowo
જિદ્રપૂજા જરૂર છે. આવતા જમાનામાં ધર્મભાવના અને સંસારભાવનાને મજબૂત લડાઈ થવાની છે, અને તે પ્રસંગે જે ધર્મનાં સાધને લૂલાં થઈ ગયાં હશે તે ધર્મને ડકે વાગતે અટકી જશે અથવા બહુ અસ્પષ્ટ ધ્વનિ કરશે. અત્યારે પણ અવાજ મંદ થતો જાય છે. પંચમ કાળમાં ધર્મના સાધનો પૈકી શાસ્ત્રાનુસાર જૈન દ્રવ્યાનુયોગનાં સ્પષ્ટીકરણ (Exposition) વિગેરેની જેટલી જરૂર છે તેટલી જ જરૂર મૂર્તિપૂજાની છે. કારણ આ કાળમાં આ બેને જ આધાર છે. અમારા જૈન ભાઈઓને કહેવાની જરૂર છે કે આવાં સાધનને મંદ પાડવામાં કર્તવ્ય સૂકાય છે એ જોઈ લેવાનું છે. જ્યારે પક્ષભેદ અને આગ્રહ છેડી આ બાબત પર વિચાર કરવામાં આવશે ત્યારે ઉપરની સાદી દલીલની આવશ્યક્તા સમજી શકાશે.
મૂર્તિપૂજાની જરૂર છે એમ જોયા પછી પૂજાના પ્રકાર પર વિચાર કરીએ. પૂજા બે પ્રકારની છે. એક દ્રવ્યપૂજા અને બીજી ભાવપૂજા. દ્રવ્યપૂજામાં ઉત્તમ પદાર્થો મેળવી પ્રભુસન્મુખ ધરવા. દ્રવ્યપૂજા કરતી વખત બાહ્ય શુદ્ધિ બહુ સારી રાખવી. આચાર અને વિચારને બહુ નજીકને સંબંધ છે. બાહ્ય શુદ્ધિ વગર મનમાં પ્રેમ પણ આવતા નથી, માટે શાસ્ત્રમાં બતાવેલી રીતિ પ્રમાણે ન્હાઈ, સ્વચ્છ થઈ, શુદ્ધ વસ્ત્ર પહેરી, અષ્ટ, સત્તર, એકવીસ પ્રકારી પૂજા કરવી. પૂજા દરમ્યાન અંતરદષ્ટિ ભાવના તરફ રાખવી. દરેક પૂજા વખતે અમુક અમુક અવસ્થા ભાવવાની છે તે ભાવવી અને પ્રભુ જેવા થવાની ઈચ્છા રાખવી. પરમાત્મસેવાનું ફળ એ છે કે બરાબર એકતાન થાય કે આ જીવ પરમાત્મસ્વરૂપ થઈ જાય છે.
ભાવપૂજામાં પ્રભુની સિદ્ધ અવસ્થા ભાવવી; આ આત્માને
Page #87
--------------------------------------------------------------------------
________________
સાધ્યને મા
પરમાત્મતત્વ સાથે જોડી દેવા; અહિરાત્મભાવ તજી દેવા; વિચારવું કે સર્વ ગુણે। અહી (આત્મામાં) ભરેલા છે, બીજા પાસે લેવા જવા પડે તેમ નથી. આ ગુણ પ્રકટ કરવાને કર્મ તાડવાની અને તે માટે ધ્યાનાગ્નિ સળગાવવાની જરૂર છે. પ્રભુનું ધ્યાન કરતાં કરતાં આવી ઉત્કૃષ્ટ ભાવના, સંસારનિવેદ અને આ ત્માના શુદ્ધ ગુણા તરફ વિચાર કરવેશ. વળી મહાન પૂર્વાચાચર્ચા રચિત સ્તવન વડે કીર્તન કરવુ. જેએને ભક્તિરસ પર પ્રેમ હોય તેને માટે પંડિત શ્રી મેાહનવિજયજી, રામવિજયજી, માનવિજયજીનાં સ્તવના બહુ આનંદ આપનારાં થશે અને જેને ઊંડી ફિલસૂફ઼ી અને દ્રવ્યાનુયાગ પર પ્રેમ હાય તેને આન‘દઘનજી, દેવચ`દ્રજીનાં સ્તવના ઉપયાગી થશે. ઉપાધ્યાય યશે વિજયજીનાં સ્તવના અને વર્ગને એક સરખા લાભ અને આનંદ આપનારાં છે. આવી રીતે પ્રભુના ધ્યાનમાં લીન થઈ ભાવપૂજા કરવી. એવા આનદ કરવા કે તેના આડકાર તેની છાયા–તેની મીઠાશ આખા દિવસ સુધી હૃદયમાં રહે. કદાચ દ્રવ્યપૂજા એ એકડા ઘુ’ટવા જેવું લાગતું હાય તે! તેથી ડરી જવાનું નથી, એકડા ઘુંટતા છુટતા એકડા આવડી જશે અને પછી જરા આત્માભાસ થશે કે તરત પેાતાનુ જી કન્ય છે તે પોતાની મેળે જ સમજી શકાશે. આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુધી આ જિનેન્દ્રપૂજાનું ઉત્કૃષ્ટ સાધન વિસારી ન મૂકવાની એટલુ જ નહિ પણ જેમ અને તેમ પુષ્ટ કરવાની નમ્ર વિન ંતિ છે.
સ. ૧૯૬૦
હર
. . પ્ર. પુ. ૨૦. કે હૈ. પૃ. ૩૪
Page #88
--------------------------------------------------------------------------
________________
ઋજુવાલુકાને તીરે. [ ૬ ]
વીર પરમાત્માના નામસ્મરણ સાથે આખી રાત્રિ શાંત નિદ્રામાં વ્યતીત થઈ. સેંકડા વર્ષ પહેલાં પરમાત્માને જગતતત્ત્વના પ્રકાશ થયા હશે, આખા જીવનના ભૂત–ભાવી ભાવા હસ્તામલક જેવા દેખાયા હશે, જીવનના સવાલાને નિર્ણય થઈ ગયા હશે, સંસારપ્રવાહના પડદા ખૂલી ગયા હશે, અનંત જીવેાનાં શાશ્વત સુખે! અને અનંત જીવાના જીવનકલહેાના સાક્ષાત્કાર થયા હશે. તે વખતે કેવી અદ્ભુત દશા પ્રાપ્ત થઈ હશે, કેવા અનિર્વચનીય આન થયા હશે, કેવા આત્માનુભવરસ ફેલાઇ રહ્યો હશે, કેવી શાંતિ પ્રસરી રહી હશે ! તેની કલ્પના આખી રાત અંતરાત્મા નિદ્રામાં કરતા રહ્યો. શાંત સ્થાનનું સુંદર વાતાવરણુ, અત્યંત સાંદર્યથી ભરપૂર વનરાજી, સત્ર હસતી કુદતી પશ્ચિમ દિશામાં પ્રકાશી રહેલ શાંત જ્યેાસ્ના, આકાશમંડળમાં નૃત્ય કરી રહેલ તારાનક્ષત્રાના સમુદાય, ઝળઝળાયમાન થતું તેનુ અતિ સુ ંદર ડાયિા કરતું તેજ, પૂર્વ દિશામાં ઊગેલ શુક્રના વૈભવ, માથે આવી રહેલ બૃહસ્પતિ અને બાજુમાં હસતા શાંત સર્ષિઆને સમૂહ, સખ્ત ઠંડી છતાં ચારે તરફ નજરને આકર્ષી રહ્યાં, પ્રેરણા કરી મનને ખેંચવા લાગ્યાં, નિદ્રા અને સ્વપ્નદશાને ત્યાગ થઈ ગયા, શ્રી વીરના જીવનપ્રસંગે એક પછી એક આંખ સામે તરવરી રહ્યા, એમના પર ગાવાળે કરેલ ઉપસર્ગો સન્મુખ સ્થિત થયા, ગાધે કાનમાં ખીલા નાખવાના પ્રસંગ સામે અનુભવ્યેા, ખીલા
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૪
સાધ્યને માર્ગ મહાર કાઢતાં જાણે રાડ પડતી હાય, સામેની શિલામાં ફાટ પડતી હોય, એમ લાગ્યું, ચંડકેાશિયાની ભયંકર ક્ષ્ણાએ સામે દેખાણી: ‘બુઝ ચડઙેશિયા ! ખુઝ” એવા શબ્દ મહાત્માના ગંભીર શાંત સ્વર સાથે નીકળતા જણાયા, ગેાશાળાના અનેક ઉપદ્રવા અને પ્રસંગે પસાર થતા જણાયા, સિદ્ધાર્થ પ્રભુસન્મુખ ઊભેલે જણાયા, ભયંકર ઉપદ્રા કરી થાકી સગમ પાછા જતા હતા તે વખતે પ્રભુની આંખમાંથી નીકળતાં કરુણાશ્રુ દેખાયાં, કાયાત્સર્ગ મુદ્રાસ્થિત પ્રભુના પગ પર ખીર રાંધતા ગેાવાળીએ દેખાયા, અને જાણે એ સર્વ દુ:ખના એક્દમ છેડા આવી જતા હોય, સર્વ ચાને નિકાલ થઈ જતા હોય, સર્વ કચવાટાના અંત આવતા હાય, તેવી રીતે એક કાળું શરીર પ્રભુના સુવર્ણ દેહમાંથી નીકળી દૂર જતું જણાયું, ચારે તરફ પ્રકાશ પ્રસરતા જણાયા અને ચંદ્રજ્યાના અને પ્રભુના પ્રકાશ ચારે તરફ એક થઇ જતા જાયા. બાજુમાં ખળખળ નાદ કરતી ઋતુવાલુકા નદી ચાલી જાય છે, પક્ષીએ! ઝાડમાં અવાજ કરે છે, સાથેના યાત્રાળુઓ હજી નિદ્રામાં પડયા છે, ત્યાં આ દૃશ્ય ધર્મશાળાની બહાર અનુભવી, ઠંડીના અનુભવ કરી, ધર્મશાળાના દ્વાર પર ખડા થતાં જ સાથે આવેલા મુમુક્ષુએ પૈકીના એકે ગાન લલકાર્યું. ભૈરવની ઘટના ચાલી. લય સાથે ગાન થયું....
ચલના જરૂર જાકું, તાકુ કૈસે સેાવના ? ચલના૦
ભયે જબ પ્રાતઃકાલ,
.
માતા ધવરાવે માલ, જગ જન કરત હૈ,
Page #90
--------------------------------------------------------------------------
________________
હમ.
5/
v
v
/
૪
સજુવાલુકાને તીરે
સકળ મુખ ધાવના. ચલના સુરભીકે બંધ છૂટે,
ઘૂવડ ભયે અપૂઠે; ગ્વાલ બાલ મિલકે,
બિલેવત વાવના. ચલના તજ પરમાદ જાગ,
તું ભી તેરે કાજ લાગ; ચલના ચિદાનંદ સાથે પાય,
બિરથા ન (આયુ) ખેવના. ચલના એક બાજુ વર પરમાત્માની પરમજ્યોતિને લય લાગી રહ્યો હતો, તેવામાં આ પ્રેરક ગાન સાંભળી ચિત્ત ચમકયું. બોલનારને અત્યંત સુંદર રાગ, લય અને તાનપૂર્વક ગાવાની શુદ્ધ પદ્ધતિ, કંઠનું રસિક માધુર્ય અને ચેતરફનું તદ્દન શાંત વાતાવરણ હૃદય પર સચોટ અસર કરતું હતું. ગાનાર દરેક પદ ચાર પાંચ વાર બેલી “ચલના જરૂરે જાકું, તાર્ક કેસે સેવણુ?” એ લય તે લગભગ દશ બાર વાર બેલતા. હતા, તેની હૃદય પર અનિર્વચનીય અસર થતી હતી, શુદ્ધ વાતાવરણની આંતર અસરને સાક્ષાત્કાર થતું હતું.
એ પ્રત્યેક લય વખતે મનને નવીન નવીન ભાવનાઓ થતી હતી, હૃદય અવનવા બનાવો પર સ્થિત થતું હતું, મગજ અનુભવેલી જૂની વિચારસૃષ્ટિ પર કલ્પનાનું જાળ પાથરી બેસતું હતું, ભવ્ય કલ્પનાઓ, દ, ચિત્રો સ્મૃતિપથમાંથી પસાર થતાં હતાં અને અનેક પ્રકારની શાંત લાગણીઓ અને જીવનકલહના ફાંફાઓની અલ્પતા જોતા હતા. “ચલણું જરૂર’ આ વાત સાચી હશે, જરૂર જવાનું જ છે તે પછી
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૬
સાધ્યને માગે
અહીં ઘરખાર કાના માટે માંધ્યાં? શા માટે એને પેાતાનાં માન્યાં ? એ માન્યતા થવાનાં કારણેા શાં? એ માન્યતા ખાટી છે તેા પછી આખી ઇમારતના પાચેા જ ખાટા છે અને તેવા ખાટા પાયા પર બાંધેલી ઈમારત કેવી રીતે અને કેટલા કાળ ટકશે ? પાયા બેસી જશે ત્યારે પછી શું કરશું ? અને ખાટી કલ્પના કરી પેાતાની માનેલી વસ્તુ છેાડી જશે અથવા છેાડવી પડશે ત્યારે મન પર કેવી અસર થશે ? કેવી સ્થિતિ થશે ? એના જરા ખ્યાલ આવ્યા અને ચાલ્યા ગયા.
ત્યારે ચાલવાનુ` તા જરૂર છે, પછી કેટલીક યાત્રાનું ચલન યાદ આવ્યું, છેલ્લા થાડા દિવસેાથી કરેલી યાત્રાની મુસાફરીને અંગે ચાલવાનું થયા કરતું હતું તે પણ યાદ આવ્યું, વ્યવહારમાં રાત્રે ઊંઘતા હતા તે પણ યાદ આવ્યું, ધનપ્રામિના જીવનકલહેા યાદ આવ્યા, સગાંસંબંધીના માની લીધેલા વ્યવહારા યાદ આવ્યા, આખા સંસાર જાણે ચાલ્યા જતા હાય, સાધ્યનાં ઠેકાણાં વગર દોડાદોડ કરતા હાય, કેટલીક વાર પાછા ચક્રમાં પડી તેજ સ્થાનકે આવતા હાય, નકામી અર્થ વગરની દોડાદોડ કરતા હાય, કેટલીક વાર ચાલતા હોય અને કેટલીક વાર દોડતા હોય એમ જણાયું. આવી રીતે ચલન અને સ્થિરતા વચ્ચે હિંચાળા ખાતું મન વળી વિચારમાં પડ્યું કે— ચાલણા જરૂર તે પછી સૂવું કેમ ? * આ યાત્રાળુએ, મિત્રો અને સહચારીએ ઊંઘે છે, આપણું સાધ્ય તેા યાત્રાનું છે, તી હજી દૂર દેખાય છે, ત્યાં પહોંચવું છે, તે આ સર્વે કેમ ઊંઘે છે?
ત્યારે આપણે સર્વ વાસ્તવિક રીતે ઊધીએ છીએ કે
Page #92
--------------------------------------------------------------------------
________________
જીવાલુકાને તીરે
૭૭
જાગીએ છીએ ? આ વિચારની સાથે વળી - ચલના જરૂર જાકુ, તાકુ કૈસે સાવા ?’ એ લય હૃદય પર જામી ગયા, એના પર વિચારણા ચાલવા માંડી, એ લય ફરી ફરી સંભળાવા લાગ્યા અને આખા જીવનપટના દર્શન થવા લાગ્યા. આપણે ચાલવાનું એટલે શું? પગ વડે આગળ વધવું તે પણ ચાલવું કહેવાય ! શરીર છેાડી ચાલ્યા જવું એ પણ ચાલવું કહેવાય ! નીચે પ્રયાણ કરવુ એ પણ ચાલવું કહેવાય, સાધ્યના ઠેકાણા વગર દોડાદોડી કરવી, એ પણ ચાલવું કહેવાય, વર્તુળમાં દોડાદોડી કરીને હાલી ચાલીને ઘણા પરિશ્રમને પરિણામે પાછા ત્યાં ને ત્યાં જ આવું એ પણ ચાલવું કહેવાય, અને સર્વ સબંધ છેડી નિવૃત્તિનિવાસમાં ગમન કરવું એ પણ ચાલવું કહેવાય. આ ચાલવાની વાત તા મહુ જ વિચારવા લાયક છે. આ રીતે જોતાં તા આખી દુનિયા એક અથવા બીજા પ્રકારે ચાલ્યા જ કરે છે, ચેતનાલક્ષણમાં જ ચાલવાના ભાવ અંતગત હાય છે એમ દેખાયું. પછી તા નિગેાદથી માંડી સર્વ જીવામાં ચલનક્રિયા થતી દેખાઇ. કાઇમાં એક પ્રકાર, તેા કાઇમાં ચલનના ઉપર જણાવેલા બીજો પ્રકાર, તા કાઇમાં અન્ય પ્રકાર; પણ ચલન તા સર્વત્ર નિયમસર જણાયું. અહા હા ! ત્યારે આખું જીવન ચલન પર જ રચાયેલું છે અને જીવનવ્યવહાર પણ ચલન પર જ રચાયલા જણાય છે, તે પછી આપણે શા માટે બેસી રહેવુ? તે વખતે ચાદ રાજલેાક જાણે આગળ ચાલતા હાય, હલીચલી રહ્યા હાય, અને સર્વત્ર દોડાદોડ થઈ રહેલી હાય-એવા ભાસ થયા.
પણ એ સર્વ ચલના દેખાય છે તેમાં ઠેકાણુ કયાં
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૮
સાધ્યને માગે છે? કેટલાકે તે ખાલી દોડાદોડ કરે છે, કેટલાક દોડાદોડને અર્થ પણ સમજતા નથી. કેટલાકની બુદ્ધિ ઘણી મર્યાદામાં બંધાઈ રહેલી દેખાય છે, કેટલાક ચાલવાની વાત પર વિચાર જ કરતા નથી, માત્ર સર્વની સાથે ઘસડાયા કરે છે અને અર્થ વગરના ઠેકાણા વગરના પછાડા મારે છે. જેની વિચારશક્તિ ખીલેલી નથી એવા નીચેની હારમાં રહેલા જીવનના ચાલવામાં તે ઘણાખરા ખોટા પછાડા દેખાયા. પછી મનુષ્યજીવન પર લક્ષ્ય ગયું, ત્યાં કોઈ કઈ જગાએ સરખાઈદેખાણું; ઘણાખરા મનુષ્ય તો જીવનકલહમાં સબડાતા જણાયા, સવારથી સાંજ સુધી શારીરિક કે માનસિક મજૂરી કરી ઈદ્રિયના ભેગો ભેગવવામાં આસક્ત થયેલા અને ધન એકઠું કરી ઘરબાર ચણાવવામાં, નકામી દેશ, રાજ્ય, સ્ત્રી, કે ભોજનની વાતે કરવામાં, નાટક, ચેટક, સિનેમા જોવામાં અથવા વ્યાપાર કરવામાં, નોકરી કરવામાં, ખાવાવવામાં, ઈર્ષ્યા કલહ કંકાસ કરવામાં, એકબીજાને ટેટ પીસવાના કામમાં ચલન કરી રહ્યા હોય એમ દેખાયું, પિતાને નાના નાના સર્કલ (વર્તુળ) ના અગત્યના અંગભૂત માની તેને માની લીધેલા સંવ્યવહારને અનુરૂપ જીવન કરી તેમાં માનપ્રતિષ્ઠા મેળવવાના ખ્યાલમાં પ્રયાસ કરતા જણાયા, થોડાક મનુષ્ય પ્રમાણિક જીવન ગાળી વ્યાવહારિક નજરે ચેડી કમાણી કરી જીવન કે વ્યવહાર સારુ ચલન કરતાં જણાયા અને તેથી પણ છેડા મનુષ્ય અંતિમ સાધ્ય લક્ષ્યમાં રાખી આત્મોન્નતિ કરવાના સ્પષ્ટ અસ્પષ્ટ ખ્યાલથી ચલન કરતા જણાયા.
એક વળી ઘણી નવાઈ જેવી બાબત જોવામાં આવી: ધનને બેજારૂપ ગણી તેને તુચ્છકારતા, તેના સંબંધમાં નહિ
Page #94
--------------------------------------------------------------------------
________________
જુવાલુકાને તીરે
૭૮ જતા એવા છેલ્લા વર્ગના લક્ષ્યવાળા પુરુષે ચલન તે આખો વખત કરતા, પણ જનસમાજનાં ચાલુ ચલન કરતાં તેઓના ચલનેને પ્રકાર પડતા હતા. તેઓ લેકરંજન કે
પ્રેમ મેળવવાની ઈચ્છા ન કરતાં માત્ર પિતાનાં હૃદય તરફ અને ઉપર આવેલી નિવૃતિ નગરી તરફ જ ધ્યાન આપતા હતા. તેઓનાં ચલને તરફ મનુષ્ય મનમાં હસતાં, તેમને “વેદીઆ કહી તિરસ્કારતા, તેમને “બાવા” કહી પજવતા, તેમને જગવ્યવહારને માટે “અગ્ય ગણતા, તેમને કેટલીક વાર “મૂર્ખ પણ કહી નાખતા. આવા મનુષ્ય બીજા મનુ
ના વખાણ કે માનની અપેક્ષા વગર પોતાનાં ચલને ચાલુ રાખતા અને જગતની હાંસી કર્યા વગર મનમાં સમજતાં કે બીચારા ઠેકાણા વગરની દોડાદોડ કરનારા આ “અંધ મનુબેની હાર ચાલી રહી છે, તેઓના શા હાલહવાલ થશે? કાઈ વાર પ્રસંગ જોઈ જીવનવ્યવહારનાં સાચાં સૂત્રો બોલી જતા, કેઈ ગ્ય અધિકારીને સત્ય સ્વરૂપ સમજાવતા અને કઈ વાર આંતરધ્વનિમાં આલાપ કરી જતા, પણ એકંદરે પિતાનાં મંતવ્યમાં મસ્ત રહી ચલન ચાલુ રાખતા. આ વર્ગની સંખ્યા ઘણી ઓછી હતી અને જે કે મનુષ્ય તેમની હાંસી કરતા, છતાં કેટલાક મનુષ્ય તેમનાં ચલને માટે અંદરખાનેથી માન પણ ધરાવતા હતા.
આવી રીતે એક યા બીજા પ્રકારે ચલન આખા વિશ્વમાં ચાલી રહેલું જણાયું. પૃથક્કરણ કરીને આ સર્વ વિચારે લખતાં તે ઘણે વખત લાગે છે પણ આટલું દશ્ય હૃદયચક્ષુ સન્મુખ પાંચ પંદર સેકન્ડમાં થઈ ગયું, આખા વિશ્વનાં ચલને અનુભવાઈ ગયાં અને અંતરાત્મામાં મન સ્થિત થયું.
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૦
સાધ્યને માગે “તાકુ કેસા સેવના?” ઘણી ભારે વાત થઈ ગઈ. અંતરાત્માએ ચલને જોઈ લીધાં, ચલન એ ચેતનને સ્વભાવ લાગે, ચલન એ જીવનકમ લાગે, એની અત્યાજ્ય જરૂરીઆત સમજાણી. ટૂંકામાં, ચલન અનિવાર્ય જણાયાં, એટલે નિર્ણય થતાં જ એ ભાવને પકડી લેવાની અને પકડીને એને લાભમાં ફેરવી નાખવાની આવશ્યકતા લાગી. ઘણું ચલને નકામાં જણાયાં, સાધ્ય વગરનાં જણાયાં અને પ્રગતિને બદલે પશ્ચાદ્ગતિ કરાવનારાં જણાયાં, કેટલાંક ત્યાં ને ત્યાં લઈ આવનારાં જણાયાં અને કેટલાંક પ્રમાદ અને સાંસારિક ભાવની અસરથી મંદ થઈ જતાં જણાયાં. એ ચલન પર ‘ક’ ચઢેલી જણાઈ. એક તો ચલનમાં ઘણું વાર સાધ્ય ન મળે અને વળી તેમાં વિષયપિપાસા, ધનસંગ્રહેચ્છા, માન પ્રતિષ્ઠા ભાવના, ભેગાભિલાષા, રાગદ્વેષપરિણતિ, પિલ્ગલિક સુખ મંતવ્યતા વિગેરે “બ્રેકે જણાઈ. એટલે ચલનેને વધારે બારિકીથી તપાસવા ઈચ્છા થઈ, તે વળી એ ચલને સામે સખ્ત પ્રહાર કરી રહેલી સાત સ્ત્રીઓ પિશાચીણીઓને આકાર લઈઊભેલી જોવામાં આવી. એ સાત સ્ત્રીઓને વધારે સારી રીતે ઓળખતાં તેઓ ચલન પર નીચે પ્રમાણે અસર કરનારી જણાઈ.
(૧) જરા-વૃદ્ધાવસ્થા-ચલનને મંદ કરનારી, શરીરને શિથિલ કરનારી, બાલને ધોળા કરનારી, બાલને ધંળા કરનારી માથામાં ટાલ પાડનારી, અવયવોને નરમ કરનારી, ચામડીમાં વળી પાડનારી, ડેકને કંપ કરાવનારી, બુદ્ધિને નરમ - આ સાત સ્ત્રીઓનું અદભુત વર્ણનઉમિતિ ભવપ્રપંચ કથાના ચોથા પ્રસ્તાવમાં જોઈ શકાશે.
Page #96
--------------------------------------------------------------------------
________________
ઋજુવાલુકાને તીરે
૧.
પાડનારી, અધપણું ને બહેરાપણું લાવનારી, દાંતને દૂર કરનારી, કૈાવનના નાશ કરનારી, સ્ત્રીપુત્રોથી પુણ્ તિરસ્કાર ઉત્પન્ન કરાવનારી,મુખમાંથી લાળ પડાવનારી આ જરા ચલના પર જબરી અસર કરે છે.
(૨) રૂજા–વ્યાધિઓ. આનાથી શરીરને મઢવાડ આવે છે. હેડકી, ભમરી, હરસ, ગુલ્મ, શૂળ, તાવ, સન્નિપાત, ખસ, કાઢ, ભગ ંદર, અરુચિ, જળેાદર, ક્ષય, અતિસાર વગેરે અનેક પ્રકારના વ્યાધિ લાવીને એ ચલનામાં મોટા ફેરફાર કરી નાખે છે, પ્રકૃતિમાં વિકાર કરાવી નાખે છે, શાંત મગજને અસ્વસ્થ બનાવી દે છે, દયા ઉપજાવે તેવા બૂમબરાડા પડાવે છે, આંખમાંથી આંસુ પડાવે છે, પથારીમાં આમતેમ પછાડા મરાવે છે અને મનુષ્યશરીરમાં નારકીનાં દુઃખા અનુભવાવે છે.
(૩) સ્મૃતિ-મરણ. મોટા મેોટા ચક્રવર્તીને પણ પેાતાના બાહુમાં પકડનાર, ગૃહસ્થ કે ગરીબ, વૃદ્ધ કે તરુણુ, બળવાન કે નિષ્ફળ, ધીર કે વીર, મૂર્ખ કે વિદ્વાન કાઈને પણ એ છેડતી નથી, સર્વ ચાલુ ચલનાને અટકાવી દે છે, શરીરને દુર્ગંધમય અને કાષ્ઠ જેવું ચેતના વગરનું અનાવી મૂકે છે, નામમાત્રથી મોટા દેવેન્દ્રને પણ ડરાવે છે, દીર્ઘ નિદ્રાનુ ભાન કરાવે છે, ધન, ઘર, સ્ત્રી સાથે વિયેાગ કરાવે છે, ચલન અમુક વખત માટે તદ્દન અંધ કરાવી ઢે છે અને પ્રાણીને ઉપાડીને અન્યત્ર ફ્રેંકી દે છે, જ્યાં તેનાં સગાં તેને ઓળખતાં નથી, ધન અને ઘરબાર પરના તેના હકક ઊઠી જાય છે અને તેને મનમાં મહાત્રાસ થાય છે.
(૪) ખલતા-લુચ્ચાઇ, શતા, વૈશુન્ય ( ચાડી ), મિત્રદ્રોહ, કૃતઘ્નતા, નિર્લજજતા, મદ, મત્સર, મર્માઘાટન
6
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૧
સાધ્યને માગે
પરપીડન, ઈર્ષ્યા-એ સર્વના સમાવેશ આ ખલતામાં થાય છે. એ મનુષ્યાનાં ચલના તદ્દન વિચિત્ર પ્રકારનાં અને અત્યંત ખાટે માગે જનારાં કરી મૂકે છે. પ્રાણીને લાગે છે કે એ ચાલે છે, ગતિ કરે છે, પણ ખલતા સાથે હાય ત્યારે તે ઊલટી જ ગતિ કરે છે. મનમાં વિચાર જુદા, ભાષણુ ખીજા પ્રકારનું અને વન તેથી પણ વિપરીત-એવી મન, વચન કાચાની વિરૂપતા આ ખલતા કરે છે અને ચલનમાં વકતા આણે છે.
(૫) કુરૂપતા–કદરૂપાપણું, લંગડાપણું, કાણાપણુ, કૂબડાપણું, હુંઠાપણુ, ખુંધાપણુ, વિગેરે. સૃષ્ટિને પણુ ઉદ્વેગ કરે તેવા પૂર્વ પાપના પરિણામે આ કુરૂપતા લાવે છે, ખરાબ આહારવિહારને પિરણામે એ વધારે અસર નીપજાવે છે અને પ્રાણીને અન્યની સેાબતને પણ અયેાગ્ય બનાવે છે. એકદરે શરીરની વક્રતા નિર્ગુ ણુપણુ` સાથે લાવે છે. સાધારણ રીતે નિર્મળ આકૃતિમાં જ સુંદર ગુણે! હાય છે. કુરૂપવાળાનાં ચલના મહુધા ઘણાં ખરાબ હાય છે.
(૬) દરિદ્રતા દળદર. જળથી, આગથી, લૂંટથી, ચારીથી, રાજ્યથી, મદ્યથી, જુગારથી, સટ્ટાથી, વેશ્યાથી, વ્યસનથી, ધનહાનિ થવી એ દળદર-દ્રારિદ્રચ છે. ખરાખ આશાના પાસમાં બંધાયેલે પ્રાણી અનેક ચલના કરે છે, પણ ફળ કાંઈ મળતું નથી અને અનેક રીતે ધન ખાઈ એસે છે. એ દળદરથી દીનતા આવે છે, મન ટુકુ થઈ જાય છે, જ્યાં ત્યાં ધનની માગણી કરવી પડે છે, ભૂખના પછાડા દેખાય છે અને ચલનોમાં મહાવિકાર થઇ જાય છે.
(૭) દુગતા—દુભાગ્ય. તેથી લેાકમાં લઘુતા થાય છે, ચિત્તમાં દુ:ખ થાય છે, વચન કાઈને ગમતું નથી,
Page #98
--------------------------------------------------------------------------
________________
ઋજુવાલુકાને તીરે કાર્યો કેઈને રુચતાં નથી, એના તરફ કેઈ માનની નજરે જોતું નથી, એના ઘરમાં પણ એનું માન રહેતું નથી, એના ભાઈઓ ને સંબંધીઓ પણ એની સાથે ભાષણ કરતા નથી. છે. ચલને ઉપર આવી રીતે અનેક પ્રકારના આઘાત પડે છે, અનેક એને અટકાવનાર છે, અનેક એની દિશા ફેરવી નાખનાર છે, અનેક એને વર્ક કરી નાખનાર છે, અને એને ઢંગધડા વગરનાં બનાવી દેનાર છે, અનેક એને માર્ગલ કરી નાખનાર છે, અનેક એને સાધ્યથી તદ્દન જૂદી જ દિશાએ લઈ જનાર છે, અનેક માર્ગમાં વિના અને અગવડ ઊભી કરનાર છે. આથી ચલને થાય તેમાં પણ ઘણે વિચાર કરવા જેવો છે. ચાલવા માંડ્યા એથી સાધ્ય સિદ્ધ થતું નથી, ચાલવાની સાથે સાધ્યને ઓળખવું જોઈએ, એના માર્ગ સમજવા જોઈએ, એને સમજીને શેધવા જોઈએ, એ માર્ગે આડાઅવળા રસ્તાઓ આવે તેથી સાવચેત રહેવું જોઈએ અને સાધ્યને નિરંતર લક્ષ્યમાં રાખવું જોઈએ. આ પણ એક વાત તે ચોક્કસ છે કે સૂઇ તે ન જ રહેવું, ચાલવું તે જરૂરનું છે, ચાલવું એ ધર્મ છે અને ચાલ્યા વગર માર્ગે આગળ વધાય તેમ નથી. આ લેકે સૂઈ રામ છે તે તે ભૂલ જ જણાય છે. આ સામે સમેતશિખરનો મહાન પર્વત છે, તેની ડાબી બાજુમાં શ્રી પાર્શ્વનાથનું શિખર જણાય છે, તે અત્યારે આપણું સાધ્ય છે, તે હવે અહીં સુઈ રહેવું અગ્ય છે. આપણુ સાધ્યને પહોંચવા આપણે ચાવું જ જોઈએ. આપણે વળી સૂવાની વાત કેવી? - અહીં વિરપ્રભુને સર્વ સાક્ષાત્કાર થયે હશે ત્યારે કેવી જ્યતિ જાગૃત થઈ હશે! એ પરમાત્માનાં ચલને સામે
Page #99
--------------------------------------------------------------------------
________________
ex
સાધ્યને માર્ગ
નજર રાખી, કુદરતની હરિયાળી અને વનરાજીના વિકાસ હૃદયપટ પર રાખી, આપણું સાધ્ય છે તે તરફ જલ્દી જવું જોઇએ. શ્રી પાર્શ્વનાથ પરમાત્માના સાધ્ય સ્થાનકે પહોંચી ત્યાંથી જે સાધ્ય માટે તેઓ ચલન કરી ગયા તે સ્થાનના વિચાર કરશું, તેમનાં ચલના સમજશું, તે પથ નીહાળશું, તે માર્ગે ગમન કરશું. હાલ તે એક જ સાધ્ય કે ગમે તેમ કરીને એ દૂરના ગગનચુમ્મિત શિખરે પહોંચવું.
યાત્રાળુઓ, સહચારીએ જાગતા ગયા, ગાન આગળ વધતું ગયું. માતા પુત્રને ધવરાવે છે, લેાકેાની હારા નદીકાંઠે સુખ વે છે, કમળમાંથી સુગંધી છૂટે છે, ગેાવાળના માળકા માખણુ વલાવે છે, વિગેરે ગાનના શબ્દો માનસચિત્ર ૫તા હતા, ત્યાં આ સમયસૂચક શબ્દો લાયા :
તજ પરસાદ જાગે,
!
તું ભી તેરે કાજ લાગ !
અહાહા ! શી મજાની વાત કરી ! પ્રમાદ ત્યાગ, જાગૃત થા અને તારી ફરજ બજાવ. જ શી ? કેાના તરફ? કેવી રીતે મજાવાય ? એ પર હજી ખ્યાલ કરાય ત્યાં તા પાછા ‘ચલના જરૂર ” ના લય દશ વીશ વાર સંભળાયે.. યાત્રાળુઓ, સહચારીએ જાગવા લાગ્યા, ચાલવાની તૈયારી થવા લાગી, સર્વે નદીકાંઠે આવી વીરને સ્મરવા લાગ્યા, સામેના ગિરિશિખરને નમવા લાગ્યા અને કૈવલ્ય અને સિદ્ધદશા વચ્ચે ડાલવા લાગ્યા. કાંઈક સાક્ષાત્કાર થયા, કાંઇક ચમત્કાર જણાય, જીવનના ઉચ્ચ પ્રદેશની ઝાંખી થઈ, સ્થૂળ જીવન કરતાં વિશિષ્ટ ચારિત્રયુક્ત જીવનની ઊંડી ચાવીઓ કરી જણાઇ, હૃદયવીણાના તારા પર ઝણઝણાટી થતી લાગી,
;
Page #100
--------------------------------------------------------------------------
________________
જુવાલુકાને તીરે સર્વત્ર શાંતિમાં નદીના પાણીના ખળભળાટની અંતરમાં દેવમહત્સવ, ઇંદ્રની સ્તુતિ, સમવસરણની રચના જણાયાં. એ સર્વ અખંડ શાંતિમાં સામેથી એક સંન્યાસીને અવાજ આવ્યું. એને આખા જીવનને એક જ સંદેશ જગતને કહેવાનું હતું અને તે વારંવાર બોલતો હતે. લેકે સાંભળે છે કે હસે છે તેની દરકાર વગર તે પિતાને રહસ્યમય સંદેશ કહેતે હતે. અમે સાંભળ્યું, તે બોલ્ય:
ભૂલ મત જાના, વિસર મત જાના. ઘડીઘડીકા પલપલકા–લેખા લીયા જાયગા,
બે, ચાર, પાંચ વાર આ સંદેશ સાંભળે, વિચાર થયે, અંદર નજર ગઈ. લેખાં કોણ લેશે? કેણ દેશે? લેનાર દેનારને અભેદ જણાય. પણ ઘડીઘડીને જવાબ આપ અને લેવે પડશે એમ જણાયું, ચલન કરવાની સાથે હિસાબ રાખવાની જરૂર જણાઈ. ત્યાં તે યાત્રાળુઓને નાદ થયે:
શ્રી મહાવીર સ્વામીની જ્ય—એ અવાજ સાથે પ્રયાણ આદર્યું, નિર્મળ જળ, પ્રભાતને સૂર્યોદય અને શાંત વાતાવરણને છોડી બાંધેલ સડક પર આગળ ચલન કર્યું, આખે વખત “ચલના જરૂર જાકું, તાકું કૈસા સોના નો લય મન પર આવ્યા કર્યા અને તેની સાથે સાથે જ “ભૂલ મત જાના વાળ આખે સંદેશ કર્ણ પર અવાજ કરવા લાગે. અમે આગળ વધ્યા, આખે રસ્તે ચલન ને લેખાં પર વિવેચન સહચારીમાં થયું તે વળી કેઈ અન્ય પ્રસંગે ચીતરશું. જીવનની આ ક્ષણ હજુ સુધી ભૂલી શકાણું નથી, ભૂલાય તેવી નથી, ભૂલતા નથી, ભૂલવાની ભાવના પણ નથી. છે. ધ. પ્ર. પુ. ૩૫. અં. ૧ ) પૃ. ૨૦
સં. ૧૯૦૫
Page #101
--------------------------------------------------------------------------
________________
મળેલી ગુમાવેલી તક
[૭] વાર અનતી ચૂકીયા ચેતન;
ઈણ અવસર મત ચૂકે.
શ્રી ચિદાનંદ સુંદર ભાવના ભાવતી વખતે તે અનેક વાર ફરિયાદ કરે છે કે તારી સાધ્ય દષ્ટિ તે ઘણું ઊંચી છે, પણ તારી ભાવનાને અમલમાં મૂકવાની તને તક મળતી નથી; તારે ઘણું ઊંચે ઊડ્ડયન કરવું છે, પણ તારા સંગ તને તેમ કરવા દેતા નથી.” તારી ધન સંબંધી સ્થિતિ સરખાઈવાળી નથી એમ તને લાગે છે, તારા સંબંધીઓ બરાબર રીતે જીવનમાં સ્થિત થયેલા તને લાગતા નથી, તારે માથે પુત્રપુચાદિની જવાબદારી રહેતી હોય એવું તને લાગે છે, તારે જીવનજ્યમાં હજુ ઘણું કરવાનું બાકી રહી ગયું છે એમ તેને લાગે છે, તારે માથે નાની મોટી રકમનું દેવું હોય તે તને સાલ્યા કરે. છે, તારા આજુબાજુના પાડેશીઓની સરખામણીમાં વ્યવહારમાં કે સંપત્તિમાં, એશઆરામમાં કે હવેલી બગિચામાં તું ઘણે પછાત પડી ગયેલ હોય એમ હરીફાઈમાં તને લાગે છે –આવાં આવાં અનેક કારણે તું માની લે છે કે—તારી ભાવના તે ઘણી વિશાળ છે, ઉદાત્ત છે, મહાન છે, ભવ્ય છે, પણ તારી અનુકૂળતાઓ ઓછી હોઈને તને તારી ભાવનાઓ સિદ્ધિ પ્રાપ્ત કરવા દેતી નથી, તને પૂરતી તક મળતી નથી, તેથી જ તું સંસારમાં સબડ્યા કરે છે, નહિ તો તું સંસારથી ઉપર જઈ અત્યારસુધીમાં કયારનોય આમેન્નતિ સાધી શક
Page #102
--------------------------------------------------------------------------
________________
મળેલી ગુમાવેલી તક
હાત.’–આવા આવા વિચારી તને શાંત રીતે આત્માવલેાકન કરતાં કઇ કઇ વખત આવી જાય છે, આત્મચિંતવન કરવાની કોઈ સુખી ક્ષણે તું આવા ભાવ અનુભવે છે અને પછી ભાવનાની વિશિષ્ટતામાં કાંઇ પણ વ્યવહારુ પગલુ પ્રગતિને માગે ભર્યા વગર તારી ભાવના ભાવનાસૃષ્ટિમાં જ પવસાન પામે છે; અને સારા વિચાર કર્યા, એટલે આત્મસ તાષ લેવા સાથે તું આખરે હતા ત્યાંના ત્યાં જ રહે છે.
પણ આવા આત્મસત્તાષમાં કંઇક આત્મવચના છે એવા કદી વિચાર આવ્યે છે ? એમાં આત્મનિર્ખ બતા છે એવા ખ્યાલ આવ્યા છે ? એમાં આત્મદશાની સ્પષ્ટ અવનતિ છે એવા નિર્ણય કરવા સુધી વિચારણા લખાઈ છે ? ન લખાણી હાય તા તેનાં કારણેા ખરાખર વિચારી લે અને પછી જો કે તારી વિચારણાને અનુરૂપ તારી કાર્યરેષા જરા પણુ છે ? અથવા વિશિષ્ટ અવદ્યાત સ્થિતિએ પહોંચવાની તારી વિશુદ્ધ ભાવના છે કે માત્ર મન મનાવવાનું ખાલી ધાંધલ છે ?
૮૭
તું તારી જીવનદશા બરાબર જોઈ જા. તારી આટલી વયમાં તને કેવા કેવા અનુભવા થયા તેને આખા ઇતિહાસ અલેાકી જા. તારી ખાળવયથી અત્યાર સુધીમાં તને પ્રગતિ કરવાના કેટલા પ્રસ`ગા મળ્યા અને તે દરેક તે કેવાં ખાટાં ન્હાનાં નીચે ગાઢા વાળીને ગુમાવ્યા તે ગણી જા. તે વ્યાપારમાં પૈસા ખાયા હશે ત્યારે જરૂર ધનની અસ્થિરતા લાગી હશે, અને હવે (ત્યાર) પછી ધન પર દી વિશ્વાસ કરવા નહિ એવા વિચાર આવ્યા હશે, પણુ પછી એવા વિચારનું પરિણામ શું ? તારા નજીકના સગા
Page #103
--------------------------------------------------------------------------
________________
૨૮
સાધ્યને મા
કે પ્રેમી મિત્રના મરણુપ્રસંગે તને જીવનની અસ્થિરતા સમજાણી હશે અને પછી આ સંસારના વિશ્વાસ ન કરતાં તેનાથી આગળ વધવા, તેનાથી દૂર જવા વિચાર થયો હશે, પશુ પછી શું ? તારા ઉપર શુદ્ધ પ્રેમ રાખનાર ઘરરખુ વ્યવહારદક્ષ પત્નીનું મરણ થતાં તે કેટલાક દિવસ ભાવના ભાવી હશે કે હવે પરણવું નહિ અને આ સંસારનું ખરું કારણ સ્ત્રી છે તેના પ્રસંગ દૂર થતાં હવે આત્માન્નતિ થાય તેવુ જીવન ગાળવુ.' આવા આવા મેહના આવિર્ભાવથી થયેલા વિચારાના તે અમલ કર્યો કે પાછે થાડા દિવસમાં પરણી એઠા અને એવા જ માહથી સસાર ચલાવ્યેા ? ધર્મનાં વ્યાખ્યાન ચાલતાં હોય ત્યારે તારી વિચારસરણી ક્યાં ઉં છે ? કેવી ભાવનાસૃષ્ટિ હૃદયસન્મુખ રચે છે ? અને પાછા તારી દુકાને કે આફ્રીસે જાય છે ત્યાં તારા શા વ્યવહાર ચાલે છે ? તું સુંદર પુસ્તક વાંચે છે કે સ્વાધ્યાય કરે છે ત્યારે કેવી વિચારસૃષ્ટિ ઘડે છે ? અને પાછા વ્યવહારમાં જોડાતાં તારા વર્તનના કેવા ઢંગધડા હાય છે ? તારા શરીરે જરા આકરા વ્યાધિ થયેા હાય, વૈદ્ય કે ડૉક્ટર એ વ્યાધિના સંબંધમાં ગંભીર મુખમુદ્રાથી વાતા કરતા હેાય, તારા સગાં સધીએ તારી પાસે આવી વારવાર તારી તખીયતના સમાચાર ચિંતાપૂર્વક પૂછતા હાય, ત્યારે તું તારા મનમાં તારા માની લીધેલા વ્યવહારને અંગે કેવા વિચાર કરે છે
અને એ વ્યાધિમાંથી દૈવયેાગે મુક્તિ મળે તેા પોતે શું શું કરશે તેના કેવા સુંદર ઘાટ ઘડે છે અને પાછા સાજો થતાં એ સર્વ વિચાશ-નિયા કેટલી સગવડ પડતી રીતે તુ વીસરી જાય છે ?
Page #104
--------------------------------------------------------------------------
________________
“મળેલી ગુમાવેલી તક - તું નકર હે તે તારા શેઠ ઠપકો આપે ત્યારે તને કેવું લાગે છે? તું શરીરે ખેડવાળો છે તે તારી ખડે સંબંધી ખ્યાલ આવે ત્યારે તેને સંસાર પર કેવો વિરક્ત ભાવ આવે છે ? તે સ્ત્રી હો તે નિર્માલ્ય વેધવચકાના પ્રસંગો પર કે વિરક્ત ભાવ આવે છે? તેને તેવા વાતાવરણમાં રહેવું પડતું હોવાથી કેવું દુઃખ થાય છે ? તારા પિતાના અઘટતા વર્તન અથવા આધિપત્યના ખ્યાલે તને કેટલું દુઃખ આપે છે ? આવી તે હજારે વાત કરી શકાય. તું તારું પોતાનું જીવન તપાસી જા અને પ્રત્યેક બનાવ પર વધારે ઊંડા ઊતરી તેનું ગંભીરતાપૂર્વક અવલોકન કરી જા. તેથી તેને જણાશે કે, “તને અનેક તકે મળી છે, તને ઘણું પ્રસંગે મળ્યા છે, તને બહુ કારણે પ્રાપ્ત થયાં છે, પણ પ્રત્યેક વખતે તે ગેટ વાળ્યા છે, તારા મનને મનાવી લીધું છે અને ખાલી ભાવના ભાવી છે. | તારા મિત્રની પત્ની ગુજરી ગઈ તે પ્રસંગ યાદ કર. તે વખતે તારા મિત્રની ભાવના કેટલી ઉદાત્ત હતી ? તેણે એક વખત ભાવનાના ઉદ્દેકમાં ત્યાં સુધી કહી દીધેલું તને યાદ છે કે–ચાલે, હવે જંજાળ ગઈ ! બાકીનું જીવન શાંતિથી ગાળશું અને આત્માની પ્રગતિ કરશું.” તેની આવી સુંદર દેખાતી ભાવના કેટલા વખત ટકી ? તેના બીજા મિત્રો આવ્યા, તેના વડીલો આવ્યા અને તેને જરા વ્યવહારમાં બને છે તેમ કહ્યું કે ભાઈ ! કાંઈ સ્ત્રી વગર ચાલે? તમારે નાનાં છોકરાં છે, ઘરમાં વડિલ સ્ત્રીવર્ગમાં કઈ નથી અને તમને ઘડપણમાં ઢાંકણે કણ? અને તમારી ચાકરી કેણ કરશે ?”
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૦
સાધ્યને મા
પરણવા જેવડી વયના છેાકરા હતા, પેાતાની પુખ્ત વય હતી, છતાં આખરે તેણે ગોટા વાળ્યા. તે નાની ઢીંગલી લઇ આવ્યો અને હવે સંસારમાં રસ લે છે અને હેરાન થાય છે. આવી રીતે મળેલી તક ગુમાવવા માટે પશ્ચા તાપના કાંઈ અર્થ છે?
:
'
તારા એક બીજા મિત્રને લાખા રૂપિયા દૈવયેાગે સાંપડી ગયા. તુ તેની પાસે એક સુવ્યવસ્થિત સંસ્થા માટે પૈસા લેવા ગયા. તેણે તને કહ્યું કે આવતી સાલમાં આપીશ. ’ તે વખત તેની પાસે તેની જરૂરિયાત કરતાં હજારગણા વધારે પૈસા હતા, તારી માગણીવાળી સંસ્થા માટે તેને માન હતુ, તેના વ્યાપાર અસ્થિરતાથી ભરપૂર હતા, તેણે નાકર તરીકે જીવન શરૂ કરેલ અને કરોડા રૂપિયા મેળવ્યાં હતા, તે તેને સંસ્થાની જરૂરિયાત અને ઉપયોગિતા બતાવી, અને તે સર્વ તેણે સ્વીકારી, છતાં તને કાંઇ આપ્યું નહિ. આજે મહિને પવન ઉલટા વાયા, અજાર કરી ગઇ, કરાડમાંથી મેાટી રકમ ચાલી ગઈ, હવે તે વખતે તને સારી રકમ ન આપવા માટે તે તારા મિત્ર પશ્ચાત્તાપ કરે છે. એના કાંઇ અર્થ છે ? એ વિચારમાં તને કાંઇ ચૈાગ્યતા લાગે છે? મળેલી તક ગુમાવ્યા પછી પશ્ચાત્તાપ કરવા અને ઉપર ઉપરની બુંદીકાટાની ભાવના ભાવ્યા કરવી અને હું ચેતન ! હું ચેતન ! એવી વાતા કરવી, એમાં કાંઇ ખરે માલ છે? એમાં આત્મદૃષ્ટિની કાંઇ સાચી કિમત છે?
તુ બીજી બાજુએ તપાસ કર. એમાં ઘણું આત્મમ થન છે. ખુદીકોટાની ભાવના તે સાંભળી હશે. તદ્ન આદા માણસે રાત્રે દેરાસરની માનુની અગાશીમાં બેસી
Page #106
--------------------------------------------------------------------------
________________
મળેલી ગુમાવેલી તક “ચાલો આપણે સિદ્ધાચળ જઈએ, મેટ સંઘ કાઢીએ, હજાર માણસોનું સ્વામીવાત્સલ્ય કરીએ.” આવી આવી ભાવના ભાવતા હતા, અંદરથી તદ્દન પિલા હતા, કેરા ધાકકેર હતા, માત્ર વાત કરનારા જ હતા અને કેઈના દિલમાં એક અંશ પણ ર્તવ્યપ્રેરણા હતી જ નહિ. તેઓ અંતરંગથી એમ માનતા હતા કે—પતે કંઈ કરી શકે કે નહિ તેની વાત જ નથી; માત્ર ભાવના ભાવીએ તે પણ બસ છે, ઘણું છે. ” એવી રીતે વર્ષો સુધી દરરોજ રાત્રે આત્મવંચના કરતા હતા. આપણામાંના ઘણાખરા એવું વારંવાર કરે છે અને ભાવના ભાવવામાં જ ઈતિર્તવ્યતા માને છે. બુંદીકેટાનું નામ કહેવત તરીકે ચાલુ થઈ ગયું છે, પણ તું પિતે અને તારા અમારા ઘણું એાળખીતાઓ એ જ પ્રમાણે આત્મવંચના કરે છે અને એવી ભાવના ભાવવામાં જ મેજ લે છે. ભાવનાની સર્વ બાબત તાત્કાલિક બની શકે કે અમલમાં મૂકી શકાય તેવી હતી નથી, પણ ભાવના કરનારે તે દિશાએ સંચલન તે કરવું જ જોઈએ, માત્ર બોલવાથી કે વિચારવાથી જ લાભ પ્રાપ્ત થઈ શકે છે અને કહ્યું કર્તવ્ય કરવાની જરૂર નથી, એ ખ્યાલ હોય તે ખરેખર આત્માને છેતરે છે. તેટલો વખત મનને શુદ્ધ માર્ગો ચલાવ્યું એટલે મનથી બંધાતાં પાપ ઓછાં થયાં, એવું માની, આત્મભાન વિસરે છે અને સંસારમાં વધારે વૃદ્ધિ કરી ચીકાશપૂર્વક આકરાં કર્મો બાંધે છે.
ત્યારે હવે શા વિચાર પર આવ્યો? તને આત્મનિતિ કરવાની તક મળી નથી એ મિથ્યા પ્રલાપ છે, બેટી ફરિયાદ છે, નિર્જીવ બહાનાં છે, સાચું આત્મવંચન
Page #107
--------------------------------------------------------------------------
________________
રે
સાધ્યને માર્ગે
તારી
બતાવનારું અનેક પ્રસ ંગે મળ્યા
છે અને અતિ નિમળતા વાક્ય છે. તને નાના મેટા છે, તને પાર વગરની તકેા પ્રાપ્ત થઇ છે, તને સેંકડા વખત મા દર્શીન પણ થ્યું છે, છતાં તુ તેના લાભ લઈ શકયેા નથી, તેનું રહસ્ય સમજી શકયા નથી, તેના ઊંડાણુમાં ઊતરી શકયા નથી, અને તે રીતે અત્યારે ભાવના ભાવતાં તું ખાલી આત્મવંચના જ કરે છે.
તું તારી એક જ દિવસની કાર્યવિચારણા તપાસી જા. સવારથી સાંજ સુધી અને છેવટે રાત્રિએ સૂતા વખત સુધી તને કેટલી તકે મળી છે ? અને તે દરેકને અંગે તે કેટલેા લાભ લીધેા છે? તે વિચારી જા. પ્રથમ શરૂઆતમાં તને એ કાર્યમાં રસ નહીં પડે, તકો મળી હતી અને તેને ગુમાવી હતી એમ પણ નહીં જડી આવે; પણુ તારે વધારે ઊંડા ઊતરવુ પડશે અને જેમ જેમ તું પૃથક્કરણ કરતા જઇશ, આત્મનિરીક્ષણ કરતા જઈશ, કાર્ય ના સબંધ અને તેને ઉત્પન્ન થવાનાં કારણેાની શેાધમાં ઊંડા ઊતરીશ, તારી વિચારસરણીના પ્રવાહ કયા વિકારને અનુસરતા હતા તેના ગુણદોષની પરીક્ષા કરીશ, એટલે તને બહુ મોટા પ્રકાશ પ્રાપ્ત થશે, તને લાગશે કે એક દિવસમાં જ ઘણી તક ગુમાવી, ખડુ લાભ લેવાના આગળ વધવાના પ્રસંગે જતા કર્યાં, અને માત્ર મનને ગોટા વળાવ્યા સિવાય કાંઈ પ્રગતિ કરી નહીં.
જો તું એકાદ માસ કે વર્ષનું સિંહાવલેાકન કરી જઇશ તા તે તને મેટી શરમ થાય એટલા પ્રસંગે તુ જોઈ શકીશ. માત્ર એ સર્વ ખાખતમાં શરત એ છે કે લે કેષણાની
Page #108
--------------------------------------------------------------------------
________________
મળેલી ગુમાવેલી તક
દૃષ્ટિએ તારાં કાર્ય પર નિરીક્ષણુ ન કરવું, પણ તદ્ન એકાંતમાં શુદ્ધ નિલેપ શીશી મૂકવી અને આંતર અવલેાકન કરવું
ઘણી વખત તે જોયું હશે કે તારા મિત્રો સેા ખસે. ફિયા ખરચવાના દાવા કરી પાંચ સાત વાર તેના લાભ લે છે અને વર્ષો સુધી રકમાને ચાપડામાં જમે કરી રાખે છે. તે પાતે એક ઉપવાસ કર્યો હાય તા ઘણાં માણુસે જાણે તેવી રીતે તું તેની વાત કરે છે, કેટલીક વાર ત્રણુ ઉપવાસ કર્યા હાય તા જાણે તે વાતમાં દમ નથી એવા શબ્દોમાં વાત કરી તું સાંભળનાર પાસેથી માન ખાટવા સ્તુતિના શબ્દો સાંભળવા ઈચ્છે છે. તારાં કતવ્યની પોલેાચના કરતી વખતે આવાં વિકારજન્ય પરિણામાને ખાજુએ મૂકજે. તુ એકલે હા, શાંતિમાં હા, કાઇને તારી કીર્તિના ગઢમાં પ્રવેશવાના કે તેાડી પાડવાના પ્રસંગ ન હેાય, એવા શાંત વાતાવરણમાં તું તારી ઉપર્યુક્ત વિચારણા કરી જોજે, એટલે તને જણાશે કે-તને સેકડા હજારા તકા અત્યાર પહેલાં મળેલી છે અને તે તે. વિકારને વશ થઇને ગુમાવી છે.
માનસિક વિકારામાં ખાસ કરીને કષાયા ક્રોધ માન, માયા અને લેભ—એક અથવા જૂદા આકારમાં મીઠા અથવા આકરા રૂપમાં આવિર્ભાવ પામે છે. તને ન સમજ પડે તેવી રીતે પણ ઘણી વાર તે ઘુંસી જાય છે અને કેટલીક વાર બહુ સૂક્ષ્મ રીતે તને હેરાન કરે છે. ખાસ કરીને સર્વથી વધારે આકરા વિકાર માહનો છે, જેના સબધમાં તારી સાથે કાઇ અન્ય પ્રસ ંગે વાત કરશું, પણુ મારા કહેવાની મતલબ એ છે કે એવા કાઈ વિકારને એકતમાં સ્થાન ન મળે એવું વાતાવરણ તું ઊભું કરજે, તારી
23
Page #109
--------------------------------------------------------------------------
________________
પ્રયત્ન કરો
એટલે તો
ચાર કરવાથી
સાધ્યને માગે જાતને છેતરવા પ્રયત્ન કરતો નહિ અને ખરી શીશી મૂકી તું તારે જીવનકમ અવલોકી જજે, એટલે તેને લાગશે કે તે ઘણી તકે ગુમાવી છે, બહુ ખોયું છે, અને વિચાર કરવાથી - તને બહુ ખેદ થાય તેવી પરિસ્થિતિ તેં નીપજાવી છે.”
પણ હવે એ ગયેલી વાતનું તું ક્યાંસુધી ચિંતવન કરીશ? તેવું ચિંતવન બિનજરૂરી છે એમ નથી. જ્યાં સુધી તને એમ લાગશે નહિ કે તે તકે ગુમાવી છે અને તદુપરાંત તે મજાની હતી, ત્યાં સુધી તું હજુ મળવાની તકને ઓળખી પણ શકીશ નહિ. એટલે વસ્તુના જ્ઞાન માટે અને ભવિષ્યના લાભ માટે આટલી વિચારણું તારે જરૂરી છે, બાકી ભૂતકાળની ખલના પર હવે શેક કરવો તે નકામે છે. ત્યારે હવે ભવિષ્ય માટે તારે શે વિચાર છે? - “વાર અનંતી ચૂકીઆ ચેતન ! ઈશુ અવસર મત કે – એમ શ્રી ચિદાનંદજી મહારાજ ગાઈ ગયા છે. તેં તે આ ભવમાં અનેક તકે ગુમાવી એટલું તે જોયું, કદાચ તું અત્યારે ન સ્વીકારતો હે તે બરાબર શાંત વાતાવરણમાં વિચાર કરીશ ત્યારે તે વાત તે જોઈ શકીશ, પણ સદરહુ ભેગી તે ગાઈ ગયા છે કે “તને અનંતી વાર અપૂર્વ તક મળી છે અને તે પ્રત્યેક વખત તું ચુક્યો છે, તે તકને લાભ લીધો નથી.” પ્રગતિ કરવાને બદલે કાં તે હતું ત્યાં ને ત્યાં જ રહ્યો છે અથવા પાછ હહ્યો છે. તે અનેક વખત તીર્થકર કે કેવળીની દેશનાઓ સાંભળી હશે, તે અનેક વાર ધર્મગુરુના ઉપદેશનું શ્રવણું કર્યું હશે, તને અનેક વાર તારી જરૂરિયાતથી વધારે
ન સાંપડ્યું હશે, અનેક પ્રસંગે બુદ્ધિબળમાં તું તારા સહજથી આગળ વધતે થયો હોઈશ, અનેક વાર તને વગર
Page #110
--------------------------------------------------------------------------
________________
મળેલી ગુમાવેલી તક અગવડે ઉપકાર કરવાનાં કારણે પ્રાપ્ત થયાં હશે, અનેક વાર તું સમાજ, જ્ઞાતિ કે સંસ્થાને ઉપરી બન્યો હઈશ, અનેક વાર મોટા જંગલમાં તારી પાસે કેઈએ અન કે જળની માગણે કરી હશે, અનેક વાર તું વર્તનમાં મૂક્યા વગર સૂત્ર સિદ્ધાંતને અભ્યાસ કરી ગયો હઈશ, તે મેરુ પર્વત જેવડે મટે ઢગલે થાય તેટલા ઘામુહપત્તિ કર્યો હશે અને છતાં આમ કેમ? પણ હવે આવી અગાઉની તે તને કેટલી વાત યાદ આપવી ? હવે તે ભવિષ્યને વિચાર કર. હવેથી નિર્ણય કર કે- આ વખતે તે પૂરતે લાભ લે છે, મળે તે તકને જરૂર ઉપયોગ કરે છે, જ્યારે જ્યારે પ્રગતિ કરવાના પ્રસંગે પ્રાપ્ત થાય ત્યારે જરૂર આગળ વધવું છે અને અત્યાર સુધી જે અનેક વખત ભૂલ કરી છે તેનું આ વખતે પુનરાવર્તન કરવું નથી, તેવી ભૂલ વધારે વખત કરવી નથી અને મળતો લાભ ગુમાવ નથી. તારે આ અવસર ચૂકે નહિ. તારે વિચારવું કે આ વખત ફરી ફરીને મળનાર નથી. તેને અત્યારે ઘણા પ્રકારની અનુકૂળતા મળી છે. તારા શરીરસ્વાથ્ય કે ધનસંપત્તિને અંગે તે ધારીશ તે સંતોષ લઈ શકીશ. બાકી તું ઉપર ઉપર જોયા કરીશ તે તે તારા કેડ કેઈ કાળે પૂરાવાના નથી. તારી પાસે લાખ હશે અને લાખાવાળા અન્યને તું જઈશ અને લાખ હશે તે કડેવાળાને જોઈશ એ રીતે તે મનેરથભટ્ટની ખાડ ભરાશે નહિ અને તારે આગળ વધવાનાં તે સ્વપ્નાં જ થઈ પડશે.
માટે હવે અવસર વતી લે, વર્તમાન સ્થિતિમાં સતેષ રાખી લે, તક મળે તેને લાભ લે, આત્મપ્રગતિ કરવી છે તે વિશાળ સાધ્ય લક્ષ્યમાં રાખ, લેકેષણ
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૬
સાધ્યને માગે છેડી દે, શુધ માર્ગનું અન્વેષણ કર ન મળ્યો હોય તે તપાસ કર, તેનાં સાધને સમજી ધારી લે અને તે દિશાએ. માર્ગ મુકરર કરી સાધનેને મળે ત્યારે ઉપગ કર. પછી એમાં અમુક આ ખ્યાલ કરશે કે તેવું ધારશે તેવા નિર્માલ્ય વિચારે છેડી દે. તારી ઉન્નતિને માર્ગ તારે જ સાધો છે, તારે જ શેધો છે અને તારે જ તે માગે ગમન કરવાનું છે. વાત કરનારા, ઉપદેશ આપનારા કે ટીકા કરનારા તને આગળ ધપાવવાના નથી. તારુ કલ્યાણ તારા પિતાના . હાથમાં છે, તારાથી જ થઈ શકે તેવું છે, અને તેને હાલ સુરતને માટે સરળ ઉપાય એક તે ચોક્કસ છે કે તને પ્રગતિ કરવાના જે જે પ્રસંગે મળે તે તે સર્વને તારે પૂરતો લાભ લે, નકામી નજીવી નાની નાની બાબતમાં ફસાઈ જવું નહિ, જરા જેટલે લાભ મળે તેવું કાંઈ દેખાય છે તેવી નાની બાબતેમાં સોષ માની લે નહિ અને મળતી દરેક તકને પૂરતે લાભ લે.
તને તકે હજુ પણ ઘણું મળશે, દરરોજ મળશે, દરેક મિનિટે મળશે, પ્રત્યેક પળે મળશે તેને તું ઓળખી લેજે, તેને તું તારા લાભમાં ફેરવજે, તેને તું તારી સેવિકા બનાવજે, તેને તું તારા પિતાની ખાતર જ તારી માની લેજે, ત્યારપછી તારે કેવા માગે આગળ વધવું તે વળી અન્ય પ્રસંગે આપણે એકાંતમાં વિચારશું. જે. ધ. પ્ર. પુ. ૪૧ * *
}, સં. ૧૯૮૧
Page #112
--------------------------------------------------------------------------
________________
પરિણુતિની નિર્મળતા
[૮] આપણા જીવનને મેટો ભાગ અવ્યવસ્થિત વિચાર કરવામાં અને હેતુ કે પરિણામ વગરની પ્રવૃત્તિ કરવામાં વ્યતીત થાય છે, એવું આપણે આપણું પોતાના જીવન પર અવલોકન કરી જઈએ તે જરૂર જણાઈ આવે છે. આપણું મને રાજ્યની દશા બરાબર જોઈએ તે તેમાં ઠેકાણું જણાશે નહિ? જે વખતે એને શાંત રાખવા પ્રયત્ન કરીએ છીએ તે વખતે એ વધારે જોરમાં આવી મોટા મોટા ઠેકડ મારે છે; જ્યારે એને એક દિશાએ સ્થિત કરવા ઈચ્છીએ છીએ ત્યારે એ તેથી ઊલટી દિશાએ ખેંચાઈ જાય છે,
જ્યારે અમુક વિષયને વિચાર ન કરવા કે એ બાબતને તદ્દન વિસરી જવા નિર્ણય કરીએ છીએ ત્યારે એ વિષય કે બાબત મન પર વારંવાર આવે છે, બેવડા કે ચારગણા જોરથી આવે છે અને એક કરતાં વધારે વખત આવ્યા કરે છે.
એવી માનસિક અવ્યવસ્થિત દશામાં વિશેષ અગવડની વાત તો એ છે કે એ (મન) સ્થાન કે સમયને પણ આધીન રહેતું નથી. સાધારણ રીતે વચન અને કાયાની પ્રવૃત્તિમાં સ્થાન સમય જોઈ શકાય છે. દાખલા તરીકે સામાયિકના કાળમાં આપણે કઈને કોધનું વચન નથી કહેતા, સાવદ્ય આદેશ નથી આપતા કે હુકમ પણ નથી કરતા અને તેવે પ્રસંગે કાયાની પ્રવૃત્તિ પણ સ્થિર રહી શકે છે તેવી જ રીતે આપણે રાજસભામાં કે કેર્ટમાં, મેળાવડામાં કે
_7
Page #113
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગે જાહેર પ્રસંગમાં વચન અને કાયાની પ્રવૃત્તિ પર અંકુશ રાખી શકીએ છીએ. તેનાં કારણે શાં છે તે અત્યારે વિચારવાનું પ્રસ્તુત નથી, પણ એ બાબત એવી છે કે આપણે અમુક સગેમાં સમાજના ચોક્કસ ધરણને માન આપીને કે ધર્મના ફરમાનને તાબે થઈને વાચિક કે કાયિક પ્રવૃત્તિ પર અંકુશ વધતે ઓછે અંશે રાખી શકીએ છીએ. પણ માનસિક પ્રવૃત્તિના સંબંધમાં તેમ બનતું નથી, બનાવવાને જે કાંઈ પ્રયત્ન કરવામાં આવે છે તો તેમાં સફળતા મળતી નથી અને ગમે તેવા સંગમાં સર્વ સ્થળે અને સર્વ વખતે મન તે નિરંકુશપણે ફર્યા જ કરે છે. આપણી ઈચ્છા ન હોય તે પણ સામાયિક જેવા પવિત્ર કાળમાં કે આવશ્યકને અંગે કાઉસ્સગ્નમાં પણ એ તે યૂરેપ કે અમેરિકા સુધી પણ ભમી આવે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિને બન્યું હતું તેમ એ કાઉસ્સગ્નમુદ્રાએ રહેવા છતાં અંદર મોટું ધમસાણ મચાવી મૂકે છે અને કંઈ લાભ કે પ્રસંગ ન હોવા છતાં તંદુલ મત્સ્યની માફક નિરર્થક પાપનાં ભાથાં બાંધી લે છે.
વાચિક અને કાયિક પ્રવૃત્તિ ઉપર તે કોઈ કોઈ વાર અંકુશ લાવવાનું બની શકે છે, પણ મન ઉપર બનવું ઘણું મુશ્કેલ છે, લગભગ આપણા જેવા માટે અશક્ય જેવું છે અને એ બાબતમાં જેમ જેમ વધારે ઊંડા ઊતરતા જઈએ છીએ તેમ તેમ મુશ્કેલીમાં ચોક્કસ વધારે થતો જાય છે. એગમાર્ગમાં પ્રવૃત્ત થયેલા મોટા મહાત્માઓ પણ એ મનની દુરારાધ્યતા સ્વીકારી ગયા છે અને એને અંકુશમાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂકી ગયા છે. શ્રીમદ્ આનં
Page #114
--------------------------------------------------------------------------
________________
પરિણતિની નિર્મળતા દધનજી જેવા મહાન યેગી એને માટે ગાઈ ગયા છે કે: જેમ જેમ જતન કરીને રાખું,
તેમ તેમ અળગું ભાગે. અને છેવટે:- મન સાધ્યું તેણે સઘળું સાધ્યું
આ બે મહાન સૂત્રોમાં મન સંબંધી આખા વિજ્ઞાનને સમાવેશ થતો લાગે છે. એ કયાં ક્યાં, કેવી રીતે અને કેવા આકારમાં ઊડે છે, એને પકડવા જતાં એ કેવું વાંકું થઈ છટકી જાય છે, એ સર્વ વાત આવા પ્રખર યેગીએ કરી છે. આટલી બધી મનની છટકવાની શક્તિ ચીકાશ સાથે સંલગ્ન હોવાથી, એની સાધનામાં સર્વ વાતની ઈતિક્તવ્યતા મનાઈ છે અને તે તદ્દન ગ્યા છે. ત્યારે આપણે માટે તે બહુ મુશ્કેલ સવાલ ઉત્પન્ન થાય છે. પકડવા ગયે એ મન છટકી જાય તેવું છે, અને પકડવાના રસ્તા લેતાં એ ગમે ત્યાં નાશી જાય તેવું છે, એના પર નાખવા ધારેલા અંકુશે બેવડા જોરથી પ્રતિક્રિયા કરી સામે પસાર કરે છે અને એની સાધના કર્યા વગર છૂટકે નથી–આવી અતિ ગૂંચવણ ભરેલી સ્થિતિ પ્રાપ્ત થાય છે. શારીરિક પ્રવૃત્તિમાં અનેક લાલચે છે, વાચિકમાં દમ દેવાના કે દામથી પ્રવૃત્તિ કરવાના પ્રસંગે છે, છતાં ચેચ અંકુશ હેય તેમાંથી ઉપર આવવાના અને તેના ઉપર સામ્રાજ્ય પ્રાપ્ત કરવાના પ્રસંગો સુપ્રાપ્ય છે; પણ મન માટે તો ભારે અગવડભરેલી સ્થિતિ જણાય છે, અને આપણું અડગ નિશ્ચયોને એક પળ માત્રમાં તેડી શકનાર તેમજ બેવડા મુખે કામ કરનાર મનના સંબંધમાં રસ્તો કાઢવાની વધારે ગૂંચવણું અવલોકન કરતાં જણાય છે; અને એ સર્વ છતાં સર્વસાધના કરવાના મહાન કાર્યમાં એની સાધના કરવી અનિવાર્ય છે, તેથી
Page #115
--------------------------------------------------------------------------
________________
૨૦e,
સાધ્યને માર્ગ એ બાબતમાં ઉપેક્ષા રાખી શકાય તેવું પણ નથી. ત્યારે એ અતિમુશ્કેલ અને સાથે સાથે અતિ આવશ્યક મનની સાધના કરવાને કોઈ ધરી માર્ગ—રાજમાર્ગ પ્રાપ્ય છે કે નહિ? તે પર આત્મદષ્ટિએ વિચારણા કરવાનું પ્રાપ્ત થાય છે અને છેવટે એવો કઈ ધોરી માર્ગ ન મળે તે દિશાદર્શન થઈ શકે તેવું કાંઈ છે કે નહિ તે પર અવલેન કરવાની બહુ જ જરૂર છે. આત્મદષ્ટિએ વિચાર કરતાં આ વિષયમાં બહુ મુશ્કેલી જણાય છે. જે કાર્ય કરવામાં, જે સવાલને નિર્ણય કરવામાં, જે પ્રશ્નને ઉત્તર આપવામાં સિદ્ધ મુનિએ થાકી ગયા, યોગીઓ મુંઝાઈ છાયા, તેવા વિકટ પ્રશ્નમાં આ વિચારણું પડી જાય છે.
એક વાત એવી છે કે આપણા જીવનને ચેકસ પ્રકારને ઘેર હોય છે. આપણું આત્મિક પ્રગતિ પ્રમાણે આપણા પ્રત્યેક કાર્યની દિશા અંકાય છે. આપણે કોઈ ચોક્કસ પ્રાણને પૂરતા પરિચયથી ઓળખતા હોઈએ તે અમુક સોમાં તે કેવી રીતે કાર્ય કરશે તે કહી શકાય છે. દાખલા તરીકે અમુકને આપણે તદન જૂઠું બોલનાર તરીકે જાણતા હાઈએ, તે તેની પાસે ગમે તેવા બેટા સોગન ખવરાવવાના પ્રસંગે તે તેમ કરવા અમુક લાલચે વશ થશે એમ આપણે તેને માટે કહી શકીએ. બીજી વ્યક્તિ પ્રમાણિક વ્યવહાર કરનાર હશે તે તેની પાસે ખોટી વાત કરવાની દરખાસ્ત મૂકવાની હિમત પણ ચાલશે નહિ. આવી રીતે દરેકના જીવનની અમુક રેષાઓ (Curves) પડે છે, અને તે રેખાચિત્ર પ્રમાણે તે ચાલે છે. જે પ્રાણીને રેખાકમ શુદ્ધ હોય છે તેને વ્યવહાર શુદ્ધ રહે છે અને જેને વાકેચુકે હોય છે તે સીધો રસ્ત હોય તે પણ ઊલટે અથવા આડેઅવળે ચાલે છે. આને દાખલે આપો પ્રાસંગિક લાગે છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
પરિણતિની નિર્મળતા
૧૦૧
આ પૃષ્ઠની નીચેના ભાગમાં છેલ્લી પક્તિની ડાબી બાજુ નીચે એક બિંદુ (Point ) છે તે જુએ. નીચેની છ લાઈન મૂકી ને સાતમી લાઇનની જમણી બાજુએ બીજી હિંદુ જુએ. હવે એ બિંદુએ પર નજર સ્થિર કરો. જેએ સીધી લાઇનના માણસ હશે તેઓ ડાબેથી જમણા સીધા ચાલશે અને જરા પણ આડેઅવળે માર્ગે ઊતર્યાં વગર નીચેની મીજી, ત્રીજી, ચેાથી, પાંચમી અને છઠ્ઠી પંક્તિઓ કાપી, સાતમીને છેડે જમણી બાજુએ આવી ચઢશે. આ તદ્ન સરળ પ્રકૃતિના શાન્ત સમયજ્ઞ વિચારશીલ પ્રાણીને મા સમજવેા.
બાકીના બીજાના માર્ગોની વાત કરતાં પાર આવે તેમ નથી. ડાખા બિંદુથી જમણા બિંદુએ જવાના સીધા માર્ગ આદરનારા જવલ્લે જ હેાય છે. કેટલાક આડાઅવળા ચાલે છે, જમણા બિંદુને પહોંચતાં સીધા રાજમાર્ગ થી જરા ઊંચા નીચા થતાં જાય છે, તેમના રેખામાર્ગના આકાર ગોમૂત્ર સમાન થાય છે; કેટલાક તેા સીધેા માર્ગ મૂકી, ઉપર જઈ, આડા થઈ, ઘણા લાંબા ચકરાવા લઇ, જમણા બિંદુએ આવે છે; કેટલાક અનેક વળાણા લઈ, ઘણે ઊંચે જઈ ઠેકાણે આવે છે. આવું પ્રત્યેક જીવનના સબંધમાં બને છે. દરેકને વિકાસ જેટલા હાય તેટલા તે સીધેા-સરળ થાય છે, જેટલી વક્રતા હાય છે તેટલા તે આડાઅવળા કરે છે.
આ જીવનક્રમનાં વળાણેામાં ઘણું મહાન સત્ય છે. મહે અવલાનથી એ સમજી શકાય તેવુ છે. મુંબઈ ગેડીજીના દેરાસરજીથી ભાયખાળાના દેરાસરજી જવાનું સાધ્ય હોય તો સીધી સડકે ભીડી બજારને રસ્તે જનાર આ નિયમ પ્રમાણે અહુ ઓછા સમજવા; જ્યારે
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૨
સાધ્યને માગે
કેટલાક નળબજારને રસ્તે જાય છે, મેટરવાળા કવીન્સ રોડ પર આવી, લેમીંગ્ટન રોડને રસ્તે થઈને જાય છે અને તદ્ન વિચિત્ર પ્રવૃત્તિવાળા રેલ્વેમાં એસી, દાદર સુધી મી. મી. એન્ડ સી. આઇ. માં જઈ જી. આઇ. પી. માં ભાયખલે આવી લવલેનમાં જાય છે. દેખીતી રીતે આ વાતમાં ઘણેા વિરોધ લાગે છે, છતાં જીવનક્રમ તપાસતાં જણાશે કે જે સાધ્ય પ્રાપ્ય હાય અને જે માર્ગ સીધેા–સરળ હેાય તે લેનારા બહુ અલ્પ હાય છે; જ્યારે આડાઅવળા માર્ગો લેનાર બહુ વધારે હાય છે. કેટલાકનાં જીવનનાં વળાણા તા એવાં પડે છે કે એ સીધા રસ્તા દેખતા હાય તા પણ તેને છેડીને આડેઅવળે રસ્તે જ ચાલવું પસંદ કરે છે, તેને સીધા માર્ગમાં મજા જ આવતી નથી, આડેઅવળે રસ્તે જ તેમને જીવનના લ્હાવા દીસે છે.
આ આખી હકીક્ત એક મહાન પ્રશ્ન ઉપસ્થિત કરે છે તે પર વિચારણા વારવાર કરવા યાગ્ય છે અને તે અત્ર આપણે કરશું. અત્યારે આ જીવનવળાણાના પ્રસંગને મનની સાધનાના પ્રસંગ સાથે જોડી દેવા પૂરતા જ ઉપયોગી ગણુવાના છે. મન સાધવાની મુશ્કેલી ખરેખરી છે તે આપણે ઉપર જોયું. હવે તેની સાથે જો જીવનક્રમનાં વળાણાના સંબંધ હોય તેા જીવનક્રમ ફેરવવા સબધી વિચાર પ્રાપ્ત થાય છે.
અને જીવનનાં વળાણાના આધાર ખાસ કરીને મન ઉપર જ છે. જેવા આપણા વિચારમાર્ગ તેવા આપણે! જીવનક્રમ. આપણા મનનું વળણ સીધું અને સરળ હાય તે આપણાં જીવનનાં વળાણા તદ્દન સીધાં અથવા આછાં અને આછાં વળવાળાં પડે તે તદ્દન ઉઘાડી હકીક્ત છે, એટલે માનસિક સાધનાની મહત્તા આથી આથી વધારે સુસ્પષ્ટ
Page #118
--------------------------------------------------------------------------
________________
પરિણતિની નિમળતા
૧૦૩
થઇ. જેવું આપણું જીવન આપણું મન ઘડે છે તેવું જીવનક્રમનુ બંધારણ થાય છે; અને તેથી આપણાં જીવનક્રમનાં વળાણા સીધાં પડે તેના ઉપાય ચિતવવાની ખાસ વધારે જરૂર પ્રાપ્ત થાય છે. અથવા આપણા જીવનનાં વળાણા સીધાં થાય તેવા માર્ગો શેાધી કાઢીએ તેા તે આડક્તરી રીતે મન સાધનાનું કામ ખરાબર કરે છે. તેથી આપણાં વળાણા કેવી રીતે સીધાં થાય તે પ્રશ્ન પર આપણે આવી જઇએ છીએ. પણ આમાં આપણા મૂળ પ્રશ્નમાં જે ગૂંચ ઉત્પન્ન થઈ તેના કાંઈ નીકાલ થયા નહિ. આથી તે મનની આખા જીવન પર અસર છે અને એ જીવનક્રમ લગભગ મન પ્રમાણે જ મુકર થાય છે એવા નિર્ણય થવાથી આપણા ગૂંચમાં વધારા થયા; મનની સાધનાની જરૂરિયાત વધારે ચાક્કસ જણાઇ, પણ મુશ્કેલીના અંત આવ્યા નહિ. જીવનક્રમ આખા સીધેા સરળ કરવાના એક ઉપાય જણાય છે અને જો કે તેમાં સુ શ્કેલી તેા ઘણી છે, પણ તે પ્રયાસથી મેળવી શકાય છે. આપણી પરિણતિની નિળતા ઉપર આપણા જીવનક્રમ બંધાય છે. આપણે આપણું વાતાવરણ એવું બનાવી શકીએ છીએ કે જ્યારે પણ ખાટા વિચાર કે લાલચ આવે ત્યારે આપણે તેની સામે પ્રચંડ યુદ્ધ કરી શકીએ. ગમે તેવી ખાટી લાલચેા કે દુનિયામાં સાવાના પ્રસંગે આવે ત્યારે જો આપણે આપણા મનને સીધા માર્ગ પર રાખવાની ટેવ પાડી હાય તા ઉપર જણાવેલી મુશ્કેલીના છેડા આવે. હવે આ પરિણતિની નિળતા પ્રાપ્ત કરવાના મા આપણું હૃદયબળ છે. મન ગમે તેટલી દોડાદોડી કરે પણ જો તેના ઉપર હૃદયનું દબાણ હાય, હૃદય તેના ઉપર
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૪
સાધ્યને માર્ગ
અંકુશ રાખી શકતુ. હાય તા મન આખરે હૃદયને તામે
થાય છે.
આપણે જીવનક્રમ એવા ગાઠવવા જોઈએ કે જ્યારે જ્યારે ગૂચના પ્રસંગ આવે ત્યારે મન પર હૃદય રાજ્ય કરે, જ્યારે જ્યારે લાલચમાં પડવાના પ્રસંગ આવે ત્યારે ત્યારે મન ત્યાં જવા લલચાય તે જ વખતે હૃદય મન ઉપર મજબૂત અંકુશ (બ્રેક) મૂકી દે.
એવું બનવા માટે બહુ અભ્યાસની જરૂર છે, નિરંતરની ટેવની જરૂર છે, આત્મનિરીક્ષણની જરૂર છે, અસાધારણ સુંદર ચારિત્રયળ કેળવવાની જરૂર છે, આખુ જીવન વિશુદ્ધ કરી દેવાની જરૂર છે, આખું વાતાવરણ અતિ વિષ્ણુદ્ધ કરવાની જરૂર છે અને એવી રીતે ચારિત્રખ ધારણુપૂર્વક એક વખત માખા જીવન પર અંકુશ આવી ગયા એટલે પછી ગમે તેવી વાલી સામી આવશે કે મન ગમે ત્યાં રખડવા પ્રેરણા કરશે, પશુ જરાએ વાંધા નહિં આવે. મનની મુશ્કેલી તેની નિરકુશતામાં છે અને દુ:ખ એ છે કે એના પર જે અંકુશ પડે છે તે અંદરથી જ પડી શકે છે. એટલે જ્યારે જ્યારે આપણે અંકુશના ખ્યાલ કરીએ છીએ ત્યારે ત્યારે આપણે મહારના અંકુશા પર સ્થિત થતાં હાઇ મુંઝાઈ જઈએ છીએ. વાણી કે કાયા પર બહારના અકુશે. શક્ય છે અને તે સ્થૂળ જ હોય છે, પણ મન પોતે આંતરિક હાઈ- તેના પર અંકુશ પણ આંતરિક જ હોઈ શકે છે અને તેને શેખી કાઢવા એ જીવનની સ્નેહ છે.
મન પર હૃદયના અંકુશ ખરાખર શક્ય છે તે કેવી રીતે હાઈ શકે તે પણ જરા જોઈ લઈએ. મન મગજના
Page #120
--------------------------------------------------------------------------
________________
પરિણતિની નિળતા
૧૦૫
વિષય છે, જ્ઞાનના વિષય છે, બુદ્ધિ એ એની છાયા છે અથવા મનનું વિચાર રૂપે આવિર્ભાવ પામતું પ્રગટ સ્વરૂપ છે. આ સર્વ જ્ઞાનના વિષય છે.
બીજી બાજુએ ચારિત્ર (વન) એ હૃદયના વિષય છે. માર્ગાનુસારીપણાથી ભાવસાધુપણા સુધીનાં સર્વ લક્ષણ્ણા તપાસીએ અથવા સમિતિના સડસઠ ગુણો તપાસીએ તે તેમાંના અમુક દુન્યવી બાહ્ય ગુણોને બાદ કરતાં બાકી સર્વ ચારિત્રના વિષય છે. ચારિત્રના સબંધ માહનીય કર્મ સાથે વધારે રહેલા છે. એના પર માર્ગદર્શક પ્રકાશ પડે છે તે સર્વ અંતરમાંથી ઉદ્દભવે છે અને એથી પ્રકાશ પાડવાના રસ્તા સૂઝી શકે છે. એવા નિર્મળ ચારિત્રથી જ્યારે આખુ જીવન વિશુદ્ધ થઈ જાય ત્યારે સદ્દગુણ એ ચાલુ પ્રથા કે પંથ (મા) અને છે અને અવગુણો ઉપર આડા હાથ દેવાય છે. ધીમે ધીમે ટેવ પાડવાથી આ વિશુદ્ધ ચારિત્રના ગુણો એટલા સુંદર રીતે ગે!ઠવાઈ જાય છે કે એ મન પર ખરાખર અંકુશ રાખી શકે છે અને આખા જીવનને વિશુદ્ધ, સરળ અને આદર્શમય બનાવે છે.
આ આખી વાર્તા બહુ સરળ છે. મન પર અકુશ રાખવાના અને તેથી અમુક વલણ આપવાના માર્ગ ચારિત્ર જ છે. આપણું જીવન એવા પ્રકારનું બનાવી દેવું જોઈએ કે મન ગમે તેટલા ફાંફા મારે પણ એને અવકાશ મળે જ નહિ અને એક વાર જીવન વિશુદ્ધ થઇ જાય એટલે પછી મન દોડાદોડ કરતું સ્વાભાવિક રીતે અટકી જાય છે.
મનની ચંચળતા હમેશાં ચારિત્રની અસ્થિરતા સાથે જ હોય છે. જ્યાં વનની એકતા આવી, સદ્દગુણુમાં રમણતા
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૬
સાધ્યને માગે આવી, આત્મનિરીક્ષણને અભ્યાસ આબે અને પ્રત્યેક કાર્યનું જીવન અને વિકાસ સાથે સમાનાધિકરણ થયું એટલે મનની ચંચળતા તક્ત જવા જેવી સ્થિતિએ આવી ગઈએમ ચેસ લાગે છે અને કદી સહજ ચપળતા હોય તે તે થોડા વખતમાં જરૂર દૂર થઈ જવાની છે એમ નિ:સંદેહ લાગે છે.
બરાબર વિચારણા કરતાં જણાય છે કે મને ગમે તેટલું પણું આખરે પદ્ગલિક છે અને વર્તનની આખી બાબતને સંબંધ આત્મા સાથે છે અને આત્મા અને પુદ્દગળ ને લડાઈ થાય ત્યારે આત્મા જે એના મૂળ સ્વરૂપસમુખ હોય તે જરૂર આત્માને જ વિજય મળે, એટલે આપણને જે ગૂંચ શરૂઆતમાં જણાઈ તેમાંથી આરપાર નીકળવાને એક જ માર્ગ જણાય છે કે આપણી પરિણતિ–આપણી આંતરદશા નિર્મળ કરવી, આપણું વાતાવરણ વિશુદ્ધ કરવું અને આપણું વર્તન તદન સુસ્પષ્ટ, પ્રમાણિક, દંભ કે કલેશ વગરનું-ક્રોધ, માન, માયા, લેભ વિગેરે સર્વ આંતર વિકાર વગરનું કરવું અથવા તેવા પ્રકારનું કરવાને અભ્યાસ પાડે, લાલચના ગમે તેવા આકરા પ્રસંગે આવે ત્યારે સાધ્ય લક્ષ્યમાં રાખી લાલચને લાત મારવાને અભ્યાસ પાડે અને જેમ બને તેમ પિતાના કાર્ય પર પિતાનું સામ્રાજ્ય સ્થપાય તેમ કરવું. આ કાર્ય પત્ર પર લખી શકાય તેટલું સહેલું નથી અને તે સહેલું નથી તેથી જ ખાસ ર્તવ્ય છે.
આપણે જીવનવ્યવહાર એ ઘડી શકીએ કે આપણામાં અસત્ય, અપ્રમાણિકપણું, દંભ, નીચ સ્વાર્થસાધના આદિ વ્યવહારુ દુર્ગણોને અભાવ થાય. આ તે તદ્દન સાદી વાત થઈ. પ્રગતિના માર્ગમાં નહિ વધવાવાળા અથવા પરભવ
Page #122
--------------------------------------------------------------------------
________________
પરિણતિની નિર્મળતા
૧૦૭
નહિં માનનારા પણ આટલે વ્યવહાર તે કબ્ય માને છે. ત્યારપછી ક્રોધ, માન, માયા, લાભ વિગેરે પર અને તેટલા અંકુશ લાવવામાં આવે, આ જીવનમાં પેાતાની ખરી ચીજ કઈ છે અને પારકી કઇ છે એ સમજવામાં આવે અને અંતરગ ષ્ટિએ જીવનક્રમ ઘડવા અને વિકારા પર કેાઇ પણ રીતે અંકુશ લાવવા પ્રમળ ભાવના અને દૃઢ નિર્ણય થાય તેા પછી ચારિત્રબંધારણ એવા પ્રકારનુ થઈ જાય છે કે એ જીવનમાં તુચ્છ વિચારો કે અસ્પષ્ટ ખ્યાલા આવતા નથી. તુચ્છ વ્યાધિ કે ભ્રમિત મન થાય છે તે સર્વ અધમ વર્તનનાં પરિણામ છે. એ પ્રમાણે એક વાર માર્ગની સરળતા થઈ, એટલે પરિણતિની નિર્મળતા થશે અને જેમ જેમ પરિણતિ વધારે નિર્મળ થશે તેમ તેમ આગળ પ્રગતિ થશે, મન પર અંકુશ આવશે, બુદ્ધિશક્તિમાં વધારે વિવેક આવશે અને જે મુશ્કેલી શરૂઆતમાં ઉત્પન્ન થઈ હતી તેના નિકાલ થઈ જશે.
આખી વાતના સાર એ થયા કે જો મનની સ્થિરતા કરવી હોય તો તે માટે વનની વિશુદ્ધિ ઉપર ધ્યાન આપવુ, વર્તનની વિશુદ્ધિ થવા માટે હૃદયબળ મજબૂત કરવુ, હૃદયબળ મજબૂત કરવા પરિણતિ જેમ અને તેમ નિર્મળ રાખવી અને પરિણતિની નિર્મળતા માટે ચારિત્રબંધારણના મૂળ મુદ્દાઓ ઉપર ખાસ લક્ષ્ય રાખવુ, મનેવિકારોને ખરાખર એળખવા, એના પ્રષ્ટ અને ગુપ્ત આવિર્ભાવાના અભ્યાસ કરવા અને એમ ચારિત્રમાં પ્રગતિ કરતાં જતાં મનનું દુરારાધ્યપણું આછું અને કમજોર થતું જતું દેખાશે અને છેવટે એના પર વધારે વધારે અકુશ આવતાં છેવટે પૂર્ણ અંકુશ આવી જશે.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૮
સાધ્યને માગે
પરિણતિની નિર્મળતા ચારિત્રના વિષય હોઇ, પ્રયાસથી પાતાની કરી શકાય છે. શરૂઆતમાં તેમાં મુશ્કેલી તેા જરૂર લાગે, પણ અભ્યાસથી એ સુશક્ય છે અને એની છાયા મનની રખડપાટી ઉપર સીધી રીતે પડી શકે છે. યાગમાં પ્રગતિ કરવા માટે પરિણતિની નિર્મળતા બહુ અગત્યનું સ્થાન લાગવે છે અને એનુ સ્થાન એટલું બધુ મહત્ત્વનું છે કે એક યાગીએ વાતચીત કરતાં જૈન શાસ્ત્રના વિચાર કરવાને અંગે તેના સાર જણાવતાં એક વખત કહ્યું હતું કે આખા જૈન શાસ્ત્રના નૈતિક ( Ethical ) નજરે સાર એ વાક્યમાં આવે છે;
સ્વપરનું વિવેચન કરા
અને
પરિણતિની નિ`ળતા કરો.
સ્વ અને પરના ભેદ સમજી વિચારી સ્વના આદર થાય અને પરિણતિની નિર્મળતા થતી રહે તેા આ જીવનયાત્રા સફળ છે, કૃતકૃત્યા છે, સારું પરિણામ નિપજાવનારી છે, ભવના ફેરા મટાડનારી છે અને ઇપ્સિત સ્થાનકે લઈ જનારી છે.
પરિણતિની નિર્મળતાને અનુભવજ્ઞાન સાથે બહુ નજીકના સંબંધ છે, તે ખાસ વિચારવા ચેાગ્ય છે. આવી રીતે મન-બુદ્ધિ પર પરિણતિના અંકુશ રહે છે, અને તે જ પરિતિ અનુભવજ્ઞાન ઉત્પન્ન કરે છે, જે યાગપ્રગતિને પરમ આત્મા છે. આ પ્રસંગ બહુ આકર્ષક છે, વિચારીને સમજમાં ઊતારવા જેવા છે.
૭. ૧. પ્ર. પુ. ૪૧. પૃ. ૨૯૩-૩૧૬
}
સ' ૧૯૮૧-૨
Page #124
--------------------------------------------------------------------------
________________
આત્મસ થન [ ૧૦ ] આજે તે વિચારમાં ખૂબ આગળ ચાલ્યા ગયા. પડખે વહન કરતી નદીને શ્વેત પ્રદેશ, તેની પડખે અને માજીની રેતાળ જમીન અને એક કાંઠા પર આવેલ વિશાળ વડવૃક્ષની નીચે વિચારધારા શરૂ થઈ અને આગળ વધતી ચાલી. ચારે તરફનુ સૃષ્ટિસાંદર્ય, પડખેની લીલી વનરાજી, સમીપવતી નદીમાંથી પ્રતિબિંખિત થતા સૂર્યપ્રકાશ—એ કોઈના તરફ ખ્યાલ રહ્યો નહિ. કેટલેક દૂર ખેતરોમાંથી નીકળતા મનુષ્યાની વાતચીતના અવાજ અને પક્ષીને દૂર કરવાના પડકારા સિવાય એ કુદરતની અખંડ શાંતિના ભંગ કરનાર કાઇ નહાતું. અખંડ શાંતિ અને સુમધુર પમરાટની વચ્ચે આ વિચારધારા કાળ અને દિશાના માપ વગર ચાલી, આગળ વધી, નિર’કુશ
મની ગઈ.
,
વિચારણામાં વિચારો કાંઇક સ્ફુટ અને કાંઇક અસ્ફુટ હતા. સંસારની અનેક પ્રકારની વાવાઝડીમાં અટવાઇ ગયેલા આ પ્રાણીને પ્રથમ પેાતાનું સ્થાન શેાલતુ લાગ્યું, પોતે ધંધામાં વ્યવસ્થિત દેખાયા, સારા પેદા કરનાર જણાયા, દુનિયાની નજરે ‘ કરમી ' લાગ્યા, એકથી વધારે સંસ્થાના સંચાલક તરીકે પેાતાનુ સન્માન થતું અનુભવ્યું, સભામડપમાં મળતાં અગ્રસ્થાન એના સ્મરણપથમાં આવી ગયા, દુનિયાના અનેક અનુભવા એના સપાટાભેર કામ કરતા મસ્તકના ઉપર પસાર થઇ ગયા અને પાતે કાંઇ છે, કાંઇ કરી શક્યા છે, એવા ખ્યાલ કરતા હતા તેવામાં
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૦
સાધ્યને માગે એની નજર આજુબાજુ પડી, પૃથ્વીની વિશાળતા અને આકાશની અનંતતાએ એને ઘેર્યો. સૂર્ય લગભગ અસ્તાચળની છેલ્લી હદે આવ્યો હતો, પક્ષીઓ પોતાનાં સ્થાન શોધતાં ક્લિલિ અવાજ કરી રહ્યાં હતાં અને અહીંથી તહીં દેડાદોડ કરતાં હતાં અને પૂર્વ દિશાએ આકાશને રંગ લાલ થત જતે હતે.
આવી શાન્તિમાં એના વિચારે ફ, એને અનંત આકાશ સાથે સરખાવતાં પિતાની જાતની એપતા લાગી, વિશાળ સૃષ્ટિમાં પોતાનું સ્થાન નાનું લાગ્યું, વિશ્વના મનુષ્યની ગણનામાં પિતાની સંખ્યા અતિ નિર્માલ્ય લાગી, “કરમી પણના માનેલા લહાવામાં પિતાની જાતને જ ભૂલી ગયું હોય એવો ભાસ થયે, સન્માન સભાસ્થાનના અગ્રપણામાં પોતાની માન્યતાની જ ભવ્યતા અથવા કલ્પનાના અંશની ઝાંખી થવા લાગી અને દુનિયાની દોડાદડીમાં એણે આત્મના જ્ઞાનનું વિસરવાપણું (આત્મવિસ્મરણ) થઈ ગયેલું જોયું. એ ઊંચે જુએ ત્યારે આકાશ દેખાય અને પંખીઓમાં અવાજ સંભળાય, નીચે જુઓ ત્યાં પોતે સરી જતા હોય–લપસી જતે હોય અને કાંઈ શેલતો હોય, છતાં શેધવાની વસ્તુ અંદર નાની થઈ જતી, ગુંચવાઈ જતી, અંધકારમય થતી જતી હોય એમ જોઈ રહ્યો, અનુભવી રહ્યો. • આ સર્વ શું થાય છે એ કાંઈ સમજાયું નહિ. બાજુમાં પડેલા પથ્થરને ટેકવી એ બેઠે અને વિચારમાં પડી ગયા. પ્રથમ એને મેટરની દેખાદેડ, નવી બનાવેલી સડક, આકાશમાં ઊડતાં વિમાને, ગાડીઓ અને લોકેની દડાદેડ દેખાઈ; પિતાના નિવાસસ્થાન અને પરિજનના પરિચયે અને તે સાથેના અનેક
Page #126
--------------------------------------------------------------------------
________________
^
^^^^^
,
"* *** *** ..*
આત્મમંથન
૧૧૧ પ્રસંગે તેના સ્મરણપથમાં આવી ગયા, પણ એથી તેની મૂંઝવણમાં વધારે થયે. - લગભગ અધ ઘંટા સુધી પોતાના જીવનના અનેક બનાવે એના સ્મરણપટ પર આવી ગયા ત્યાં તે આકાશમાં તારાઓનું દર્શન થયું, ચોતરફ અખંડ શાંતિ પ્રસરી રહી, પક્ષીઓ ઊડતાં બંધ થઈ ગયાં અને શાંત આ છો અંધકાર ચારે તરફ વ્યાપી ગયે. નદીના બીજા છેડાથી દૂર સમીપમાં ચંદ્ર દેખાયે. અવ્યવસ્થિત વિચારદશામાં એવી રીતે બીજે અબ્ધ ઘટો પસાર થઈ ગયે.
પુખ્ત વયના એ પુરુષને હવે પૂર જેસમાં વિચારે આવવા લાગ્યા. બહુ ખાધું, બહુ પીધું, બહુ હાણ્યા, બહુ માણ્યા, બહુ ફર્યા, ઘણું જોયું, અનેક આવ્યા, અનેક ગયા. પણ આ બધું શું? કોને માટે? એને છેડે ક્યાં? એ
ક્યાંથી વળગ્યા? એ કયારે આવ્યા ? એ શું થયું ? એનું પરિણામ શું? એ વિચારની સાથે એ અનંત આકાશ ઉપર જોઈ રહ્યો અને બુદ્ધિમાંથી એક પણ પ્રશ્નનો જવાબ મળે નહિ, એ વધારે મુંઝાયે. આજુબાજુની શાંતિ વધારે થતી ગઈ તેમ એને ઉકળાટ વધતે ચાલે, એનું મસ્તક જાણે ફરતું હોય એવી સૂમ–તીક્ષ્ણ વેદના એને થવા માંડી.
દુનિયાની નજરે એકંદરે ઘણી ફતેહમદ જિંદગી કહેવાય એવી સ્થિતિના એ પુરુષની મનોદશા અત્યારે અસરંગી થઈ પડી. એને થયું કે આ તે દુનિયાના પ્રવાહમાં પોતે બહુ દૂર ઘસડાઈ ગયે છે, પૂર વધતું જાય છે, પોતે દરિયા તરફ જતે જાય છે અને જેમ જેમ પોતે પ્રવાહ ઉપર આવવાના ફિફા મારે છે તેમ તેમ એ વધારે વધારે ઘસડાતું જાય છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
.
..' , ,
,
૧૧૨
સાધ્યને માણેક પછી એની દષ્ટિ નિર્મળ થતી ચાલી, એને ઉકળાટ કાંઈક એ છો થયે અને પિતે જાણે પ્રવાહને ઓળખી ગયો છે તેથી કોઈ મહાન સત્ય પ્રાપ્ત થઈ ગયું છે એવી વિચારણાની શાંતિ તે અનુભવવા લાગે.
ત્યાં તે પાછો લક્ષ્મીને ઢગલે, શેર સર્ટિફિકેટ, સેના હીરા મેતીનાં ઘરેણાંથી ભરેલી તીજોરી, મેટે પરિજનવર્ગ, વિસ્તૃત સ્નેહીવર્ગ, આપ્તજન અને આડતીયાં સાંભર્યા, સભાના અગ્રસ્થાનની મીઠાશ યાદ આવી, “પધારે પધારે” નાં મીઠાં વચને કર્ણપ્રિય થતાં લાગ્યાં અને પ્રવાહની વિષત્તિઓ વિસરાવા લાગી. વળી પાછું ચિત્રપટ ફર્યું, પ્રવાહ જરા દૂર ઓસરતે જણાય. પિતે ડાબી બાજુ ઊ ઊભે પ્રવાહમાં ગેથાં ખાતાં જનસમૂહને જેતે ઊભું છે એવું ચિત્ર ખડું થયું અને વળી સોની મીઠાશમાં પોતે લપેટાઈ જવા લાગ્યા.
ત્યાં વળી ઊંચે આકાશ તરફ નજર ગઈ. અનેક તારાઓથી ભરેલા આકાશની એક બાજુએ નિશાપતિ પિતાની શાંત ચંદ્રિકા વિસ્તારી રહ્યો હતે, નદી-જળને શાંત ખળખળ અવાજ આવતો હતો અને નગણના તારલાઓ તેની સાથે વાત કરતા હોય તેમ એને લાગ્યું. અનંત આકાશ, દૂરના તારાઓ અને ચંદ્રની સ્મા સાથે પિતાની એક્તા અનેક્તા અનુભવતે એ દિક્યૂહની જેમ બેસી રહ્યો. ઊંચે જુએ ત્યાં નવીન ભાવ દેખાય. એક્તા કેમ થઈ શકે એને જીવનમાં ખ્યાલ કરેલો નહિ, ચિત્તની વ્યગ્રતા દૂર કરેલી નહિ, મનને એક વિચાર પર સ્થિર કરવાને અભ્યાસ પાડે
Page #128
--------------------------------------------------------------------------
________________
આત્મમંથન
૧૧૩
નહિ એટલે આટલા અનુકૂળ સંયોગે મળ્યા ત્યારે વિચારમાં પડી ગયે, પણ એક પણ મુદ્દા ઉપર સ્થિર થઈ શો નહિ, એક પણ ખ્યાલ દીર્ધકાળ ચાલ્યા–ટકે નહિ, એક પણ વિચારણને નિર્ણય થઈ શક્યું નહિ.
સંસારમાં ખૂબ માણેલા વ્યવહારકુશળ મહારથીને આવી શાંત સ્નામાં પણ દુનિયામાં અંધકાર પથરાતે દેખાય, ચારે તરફ સમ્ર ધુમસ લાગી હોય અને આંખ જેમ સામેની ચીજ જેવાને પણ અસમર્થ બને તેવી તેની વિચારદશા થઈ આવી. ચંદ્રિકાથી એને શાંતિ ન થઈ, સુંદર અનિલલહરીએ એના મગજને ઠંડક ન કરી, નદીનાં આછાં જળસિકરેએ એની આંતર ચિતાગ્નિ પર જળસિંચન ન કર્યું.
એને મનમાં થયા કર્યું કે પોતે કાંઈક ચૂક છે, પિતાને રસ્તે લે હતું તે કરતાં ઊલટે રસ્તે ઉતરી ગયે છે, માર્ગભ્રષ્ટ થયે છે અને પરિણામે એનું સાધ્ય દૂર દૂર જતું જાય છે. એની નજર પણ હવે તો એટલી પહોંચતી નથી અને એ જેમ જેમ આંખ માંડીને વધારે દર જેતે જાય છે તેમ તેમ ચંદ્ર પણ દૂર દૂર જતો હોય, આછાં ઘેરા વાદળાં વધારે વધારે આવી પડતાં હોય અને ચંદ્રદર્શને લગભગ ઓસરી જતું હોય એમ તેને ભાન થતું ગયું. એના જીવનપટના પ્રસંગો એક પછી એક કલ્પનામાં આવી ચાલ્યા ગયા, ભુંસાઈ જતાં લાગ્યા અને આવી ભ્રમણાત્મક મનેદશામાં એ પિતાના બંગલા તરફ ચાલ્યો. કાંઈ અવ્યક્ત દશા અનુભવી. પણ એ શું હતું? એમાં આંતર રહસ્ય શું હતું? અને એ ભ્રમ હતો કે ભાન હતું? એમાંનું કાંઈ એના સમજવામાં આવ્યું નહિ. નીચે દષ્ટિ રાખી એ શુભ્ર સ્નામાં નદી તરફ
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૪. wwwwwwwwwwwwwwwwwwwww
m ni
સાધ્યને માર્ગ ચાલ્ય, ભેખડ ઊતરી નદીજળમાં એણે પગ મૂક્યો. - નદીને શીતળ જળને સ્પર્શ થતાં એની વિચારધારા અટકી પડી, એણે જે કાંઈ અવ્યક્ત વેદના અનુભવી હતી તે ઓસરી ગઈ, એણે દૂરથી સામે કાંઠે દૂર દૂર આવેલા નગરના અવાજે સાંભળ્યા, વ્યવહારની ધમાધમ તેના ખ્યાલમાં આવી અને મગજમાં પિતાના ચાલુ વ્યવહારનાં ચિત્રો એક પછી એક ખડાં થઈ ગયાં. પિતે કાંઈક અવર્ય દશા અનુભવી હતી તેની મીઠાશ તે હજુ તેના મગજમાં હતી, તેની ચાલમાં અને તેની આંખમાં દેખાતી પણ હતી, પરંતુ એને પાણને સ્પર્શ થતાં જ જાણે એ મૂચ્છમાંથી જાગે હોય, ઝબકી ઊઠ્યો હોય, એમ તેને લાગ્યું. | નદીમાં એક પછી એક પગ પડતા ગયા અને એ આકાશસન્મુખ હતા, આંતરદશાસનમુખ હતું, તેને બદલે નગર સન્મુખ આવતે ગયે. એને જે કાંઈ અવ્યક્ત અનુભવ થયે હતે તેને સ્થાને એ પાછાં વ્યવહારનાં સ્વમાં જેવા લાગે. જીવનકલહમાં બે ચાર વખત વ્યવહારદષ્ટિએ એણે વિજય મેળવેલ એ એને સાંભરી આવ્યા, સ્વજન સંબંધીનાં વૃન્દો એની આંખ પાસે તરવરી રહ્યાં અને પિતાનું નાનું જગત પિતાને કેન્દ્ર બનાવી જાણે પિતાને માટે સર્વ કાર્યો કરી રહ્યું હોય એવા ભાનની સાથે એને પગ એક પથ્થર સાથે અથડાયે, જળમાં પગ હેવાથી બહુ વ્યથા ન થઈ, પણ એની ભાંગતી વિચારધારા હવે તદન તૂટી ગઈ. વૃક્ષ નીચે અનુભવેલી દશા અને જળમાં ચાલતાં અનુભવેલાં વિચારસ્વપ્નો સર્વ ઓસરી ગયાં. પગને તપાસી અધ મુગ્ધદશાએ એ બંગલા તરફ ચાલ્યો.
Page #130
--------------------------------------------------------------------------
________________
આત્મમંથન
૧૧૫ - આખે રસ્તે તેનું મન તદન શૂન્ય થઈ ગયું હતું. એને પગ જરા કળતા લાગતા ત્યારે એ તેને હાથ દઈ દબાવતે, બાકી તદ્દન ચૂપકીદીમાં એક માઈલ દૂર આવેલા બંગલા તરફ પિતે ચાલ્યું જતું હતું. ચંદ્રના પ્રકાશમાં વિશાળ સૃષ્ટિમાં લીલા છોડવા અને લતામંડપ વચ્ચે થઈને ચાલ્યા જતાં એની આંખે વનરાજને જેતી નહતી, એનાં કાન અવારનવાર થતા પક્ષીઓના ટહુકા સાંભળતા નહતા, એને શાંત પવન ઠંડે લાગતું ન હતું. એ તે એવી જ શાન્તમય દશામાં નિરભ્ર આકાશ નીચે કાંઈ પણ વિચાર વિના બંગલા તરફ ચાલ્યા જતો હતે. ' બંગલા બહાર નાને બગીચે હતો અને બગીચા વચ્ચે સુંદર કુવારે હતે. કુવારાની બાજુમાં ઢળતે બાંકડે હતે. એ બાંકડા ઉપર તે બેસી ગયા અને પછી એની વિચારણું ચાલી. એમાં થોડો વખત મેહનું આક્રમણ ચાલે, સંસાર તરફ મન દેરાય, પિતાના વૈભવ, માન, પ્રતિષ્ઠા અને સમાન જમાં ઉત્તમ સ્થાન નજર આગળ તરવરી રહે. વળી પાછા અનંત આકાશ, અસંખ્ય તારલા અને ચંદ્રની શાનિ જતાં વિચારમાં પડી જવાય. આ સર્વને છેડો ક્યાં? અને આ સર્વ શેને માટે? અને પિતે ક્યાં ઘસડાતું જાય છે? અને આ ધમાલમાં કાંઈ સાર જણાતું નથી અને તેમ છતાં એનું આકર્ષણ કેમ રહે છે? | કંઈ કંઈ વિચારે આવ્યા, અનેક પ્રકારની આત્મચિંતા થઈ, પણ મનમાં નિર્ણય થયો નહિ. એકસરખી અસ્વસ્થ માનસિક દશા અનુભવતા એ યુવાનને કલાક દેઢ કલાક એ દશામાં પસાર કરતે કેઈએ જે નહિ. આજે એ બંગલા
Page #131
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગે અને બગીચામાં એકલે હતે. દર માળીનું ઝુંપડું હતું, પણ તેમાંથી કાંઈ અવાજ આવતું ન હતું, એટલે થાકેલ માળી સુનિદ્રામાં પિઢી ગયે હશે એમ અનુમાન થતું હતું.
આ સંસારમાંથી સુખ મેળવવા ઘણા પ્રયાસો કરેલ હવા છતાં અને વ્યવહારદષ્ટિએ સુખી ગણાય એવા સાધનવાળા એ યુવકને આજે કાંઈ ચેન નહતું. કેઈ ગંભીર ગેરસમજણ થઈ ગઈ હોય અને પોતે આખે રસ્તે ભૂલ્યા હોય એમ તેને લાગ્યા કરતું હતું. પણ આ સર્વ શું હતું? અને શા માટે હતું? એને નિર્ણય એના મનમાં કાંઈ પણ થયે નહિ.
પછી એણે વધારે વિચાર કરવા માંડે. પિતાના વ્યવસાયમાં પિતે કરેલા ધોરણને અને નિર્ણતસિધ્ધાન્તને વળગી રહી શકયે હતું કે નહિ? તે પર ખ્યાલ ગ. એ પ્રદેશમાં એને સહજ પ્રકાશ અને ઘણું અંધારું દેખાયું. એ શું હતું? પિતે જીવનના નિર્ણય પાળી શક્યું હતું? પોતે સત્ય અને પ્રમાણિકપણાની જે ભાવના જીવનની શરૂઆતમાં કરી હતી તેને વળગી રહ્યો હતો? સાદી જિંદગી ગાળવાના પિતાના મનોરથ બર આવ્યા હતા? પિતાની આવડત, અભ્યાગ કે બુદ્ધિનું કદી અભિમાન ન કરવાના નિર્ણયને તે વળગી રહ્યો હતો? પિતાની અનુકૂળતાઓને અન્યને લાભ આપવાના નિર્ણયને સાંગોપાંગ અમલ થયે હતે? “માન નથી જોઈતું” એમ કહીને માન મેળવવાને અભિલાષ દૂર થયો હતો? દંભ અને માયાથી પોતે દૂર રહી શક્યું હતું?
ભવ અટેલે મળ્યા છતાં હજુ પરિસમાપ્તિ કરવાનો વિચાર આ હતો વિચાર આવ્યા અને સુનિર્ણયો થયા તેને અમલ થયો હતો? જરા અભિપ્રાયભેદ થતાં નિરંતરના સહ
Page #132
--------------------------------------------------------------------------
________________
* *
*
* * * * *
*
*
* * * * * *
*
*
-
*
*
**
*
.
--
આત્મમંથન
૧૧૭ ચારીઓ સાથે શા માટે ખેદ થતો હતો? પિતાના મત સિવાય અન્યત્ર પણ પ્રામાણિક મતભેદ હોઈ શકે છે એમ ડાહી સિદ્ધાન્તની વાતને પોતે અમલમાં મૂકવાને બદલે અન્યને શેર ઈન્સાફ કરવાના કેટલા પ્રસંગે વહોરી લીધા હતા? પિતાનું વ્યક્તિત્વ પ્રકટ કરવાના પ્રસંગે મળે તેને કેટલો લાભ લીધે હતે? સમગ્ર વિશ્વના આત્મસમુદાયમાં પિતે એક અપ જીવન છે એવી વાતો કરવા છતાં હૃદયથી તેનું અનુકરણ થયું હતું ? ઇંદ્રિયના સંયમની વાતોને અંતરથી અમલ કેટલે કર્યો હતો? હજુ સુંદર રાક, સુગંધિ પદાર્થ કે મધુર ગાયન તરફ આકર્ષણ કેમ થતું હતું? અને સંસારની અસારતાની વાત જાણી, સાંભળી, કહી, છતાં ચક્કસ પ્રસંગ આવે ત્યારે એ કયાં ઊડી જતી હતી ?
આવા આવા અનેક સવાલ ઊઠયા અને ઊઠીને અંતરમાં ગયા. જરા બારીકીથી જીવન જોઈ જાય, તપાસી જાય, ત્યાં ઉપર ઉપરને દેખાવ અને દાવપેચ ઘણું લાગ્યા, અને એક પણ બાબત અંતરમાં ઊંડી ઊતરી હોય એમ એને પોતાને લાગ્યું નહિ.
આવી અનેક ગૂંચવણ મનમાં થયા કરતી હતી ત્યાં લગભગ દશ વાગે એને સ્વયં કુરણ થઈ. એને લાગ્યું કે અત્યાર સુધી વ્યવહારની પિષણુ જ વધારે થઈ છે, ખરે સંયમ હવા કરતાં સંયમી દેખાવાની રુચિ વધારે થઈ છે, નિયમ કે વિચારણાના ધોરણમાં ઘણી અવ્યવસ્થા થઈ ગઈ છે અને સંસાર પર રાગ ન કરવાની ધૂનમાં એક પ્રકારે એને વધારે ચાંપે -સે–ભેગવ્યું છે. આટલો ખ્યાલ થતાં એક વાતની ઘડ બરાબર બેસી ગઈ. એને નિર્ણય થયો કે શાન્ત વિચારણની
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૮
સાધ્યને માગે અને તે માટે શાન્ત વાતાવરણની ઘણું જરૂર છે અને અવકાશ લઈને જે પોતે નિરંતર આત્મનિરીક્ષણ કરવાનું રાખે અને ખાસ કરીને પોતે કેણ ક્યાંથી આવ્યા? પિતાનું શું છે? અને પરભાવમાં કેમ પડી ગયે? એ પર જે બરાબર વિચારણું નિખાલસ રીતે પિતે કર્યા કરે તે ખોટા દેખાવ કરવાની કે ઉન્માદમાં તણાઈ જવાની અતઃપર્યન્તની પરિસ્થિતિ પર પેતે જાતે જ મોટો તફાવત નીપજાવી શકશે. અવ્યવસ્થિત વિચાર કરવાથી, સંસારના મનોવિકારેને તથાસ્વરૂપે ઓળખેલા ન હોવાથી, મનોવિકારનું અંતર ગુપ્ત સ્વરૂપ સમજેલ ન હોવાથી પિતે એકંદરે ઘણું બધું છે, દુનિયાની નજરમાં પિતે ગમે તેટલે ભાગ્યશાળી કે કરમી ગણાય, પણ એમાં કંઈ વળશે નહિ, એ બાહ્ય દશામાં ઉપર ઉપરના ધાંધલમાં
તે ઘણું ગુમાવ્યું, સમજ્યા વગર શક્તિનો નિરર્થક વ્યય કર્યો અને અનંતતા, ગંભિરતા કે સહાર્દતાના ઊંડાણમાં કદી ઊતરી શક્યો નહિ.
એ દેહાત્મભાવના ભાન સાથે અંતરદશા જાગી અને એક નિર્ણય થયે કે આત્મવિચારણા-ચિર આત્મનિરીક્ષણ વગર કાંઈ વળે તેમ નથી. ઉપર ઉપરના ભાવની વિચારણામાં કે અમુક કૃત્ય સમાજમાં કયું સ્થાન લેશે? અથવા પિતાના સંબંધીઓ તેને માટે શું ધારશે? એના નિરાકરણમાં પોતે પિતાની જાતને જ વિસરી ગયા છે. ખાસ ઊંડાણથી આત્મનિરીક્ષણની જરૂર છે, અને તેને માટે શાંત વાતાવરણ અને શાંતિવાળા સમયની જરૂર છે. એ ઉપરાંત અંતર આત્મતત્વનો સાક્ષાત્કાર કરવા માટે બીજા કયાં સાધને મેળવવાની જરૂર છે એને પણ એણે વિચાર કરે ધાર્યો અને તે સંબંધી
Page #134
--------------------------------------------------------------------------
________________
આત્મમથન
૧૧૯
કાંઇક વિચારણા ચાલતી હતી ત્યાં એક મિત્ર આવી પહોંચ્યા અને આજની વિચારધારા અત્રે અટકી.
મિત્રને ટૂંકી વાતચીતમાં પતાવી દઈ યુવક ખગલામાં ગયા. એક મેટા આલિશાન હાલની આજીમાં નાના ઓરડામાં પલંગ પડયા હતા. સામેની ખરીમાંથી ચંદ્રના પ્રકાશ પૂર શાંતિમાં આખા બગીચા પર પડી રહ્યો હતા. નાના એરડાને ચાગ્ય ગૃહોપસ્કરણા હતાં, પણ અત્યારે આ સાધનસંપન્ન મુમુક્ષુનું ચિત્ત કોઈ વાતમાં પરોવાતુ ન હતું. વીજળી ( ઇલેકટ્રીક)ના સ્વીચ બંધ કરી એણે બારીની બહાર નજર કરી. ખાલી આંખે ચેાતરફ જોઈ એણે પલંગની મચ્છરદાની ઊંચી કરી અને સૂતા સૂતા વિચારમાં લીન થયા.
પોતાનું આખું જીવન ચિત્રપટ પેઠે નજરસન્મુખ ચાલી ગયું, પોતાનાં સાધના નજરમાં આવી ગયાં, પેતાની અનુકૂળતાએ સામે તરવરી રહી, પોતાના મનેાવિકારા હૃદયમાંથી અહાર નીકળતા દેખાયા, માન અને માયાએ પોતાને કેટલા મૂઝળ્યા છે એના ખ્યાલ આવ્યા. આમ “ આત્મમંથન ” કરતાં અને વિચાર આવ્યા. કે આ સર્વના ઈંડા ક્યાં ? આમ ને આમ ક્યાં સુધી ચલાવવું ? શાને માટે? કોને માટે માયામાં એને આત્મવચન લાગ્યું અને માન તા તદ્દન અસ્થિર જ દેખાયુ. માન આપનારમાંના કેટલાકનાં સ્વાર્થ અને કેટલાકની નિળતા એણે જોઈ, વિચારી; પરંતુ જીવનની અલ્પતા અને વિશ્વસત્ત્વાની અનંતતા પાસે એમાં કંઈ ક્રમ જણાયે નહિ, એમાં એને રસ જ પડયે નહિં. આ પ્રમાણે ચાલવા દેવામાં આવે તે તેા છેડા અતિ દૂર ને દૂર જતા જણાયા અને જેમ જેમ લાંબે જુએ તેમ
Page #135
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગ તેમ છેડે લંબાતો જાતે જ જણાયે. શું થાય છે અને ક્યાં છેડે આવે છે? એની ધમાં એ વધારે ઊંડે ઊતરવા લાગ્યા, ત્યાં આખા દિવસનો થાકથી આંખમાં ઊંધ આવવા માંડી. - તુરત એણે આત્માને અનુશાસન કરવા માંડ્યું, ઊંઘવા પહેલાંની જાગૃતિને લાભ લઈ લીધો, પરમાત્માના નામે ચારણ સાથે બરાબર ધ્યાયી લીધું કે –
હું એકલે છે, મારું કેઈ નથી,
હું કેઈને નથી.' આ ભાવના ભાવતાં એના મનમાં જરા પણ દીનતા ન આવી, એ આપડે બિચારે ન થઈ ગયે, આખા જંગલમાં સિંહ એક જ હોય છતાં એના ઘેર્યની અગતા એન.
ખ્યાલમાં જ હતી. આ સંસ્મારક પિરસીને વિધિ કરી લઈ, આત્માનુશાસન કરી, પરમાત્માના નામોચ્ચારણ સાથે એણે દરરોજ આત્મવિચારણા અને આત્મમંથન કરવા અને તે દ્વારા આત્મનિરીક્ષણ કરી જવા વિચાર કર્યો, ત્યાં તે તેની
ખે મળી ગઈ જે. ધ . . ૪૭.
સં. ૧૯૮૩.
Page #136
--------------------------------------------------------------------------
________________
સંત સમાગમની સુખી ઘડી
[૧૦] સારો અભ્યાસ કરી, જાતમહેનત કરીને સારે દ્રવ્યસંચય તેણે કર્યો હતે. આખો વખત પ્રવૃતિમય જીવન ગાળવા છતાં બાલ્યકાળના અભ્યાસથી આત્મવિચારણા કરવાની શુભ ઘડીએ એને કોઈ કોઈ વાર મળી આવતી. સંતસમાગમ અવારનવાર થતું ત્યારે તેની પાસે તે મુક્તકઠે પિતાની પ્રવૃતિમય જીવનઘટનાની વાત કરતે હતે. એને અસાર પદાર્થ પર માહ ઘણે થતું હતું, અસારને અસત્ તરીકે વારંવાર જાહેર કરવાના પ્રસંગ લેતે હતે, છતાં પોતે મહ છેડી શકતા ન હતે.
જાતમહેનતે મેળવેલ ધનને વ્યય પ્રથમ એણે સુંદર મકાન બાંધવામાં કર્યો. નદીથી જરા દૂર મેટાવિસ્તારવાળી જગ્યા ખરીદી તેમાં સુંદર બગીચે તૈયાર કરાવ્યો અને વચ્ચે એક ભવ્ય મકાન બંધાવ્યું. બગીચામાં વચ્ચે કુવારે સંગેમરમરને મુકા. ચારે તરફ બાંક, વ્યવસ્થિત કરેલી વીથિકાઓ, વેલીમંડપ અને શંખલાં, કેડા અને ઈટથી એણે બાગને રમ્ય બનાવ્યો. બાગની વચ્ચે મહાલય મોટા રાજદરબારના વૈભવની સાથે સરસાઈ કરી રહ્યો હતો. - મોટા ઓરડામાં ખુરશી અને કોચને શણગાર એકસારામાં સારા પાશ્ચાત્ય ગૃહને દીપાવે તે હતે. વીજળીની લાઈટની વ્યવસ્થા ભીંત અને ટેબલ ઉપર સારી અને સુવ્યવસ્થિત હતી. આખા મકાનમાં ફરનીચર હજાર રૂપિયાનું, ખાસ તૈયાર કરાવેલું અને જ્યાં જેવું જોઈએ તેવું ગઠવાયું હતું
Page #137
--------------------------------------------------------------------------
________________
પરર
સાધ્યને માગે અને એ મકાનમાં પંદરેક દિવસથી જ એણે પિતાને નિવાસ કર્યો હતે. એની ભીંતેની સફાઈ, લાકડકામને રંગ અને ફરનીચર પરની ચેખાઈ એની ચીવટ અને સુરુચિ બતાવી રહ્યા હતા.
એને મૈત્રી બહુ ઓછા મનુષ્ય સાથે હતી. ધંધા સિવાયને વખત વાંચન લેખનમાં ગાળવાને એને નાનપણથી શેખ હતે. કોઈ કઈ વખત એ સારા સંતપુરુષને લઈ આવતે, એમની પાસેથી રુચિપૂર્વક આત્મવિચારણને અભ્યાસ કરતે અને અંતરપ્રેમથી તેમનું બહુમાન કરતે. ફુરસદ અલ્પ હાઈ આવા પ્રસંગો તેને થોડા જ મળતા, પણ મળતા. ત્યારે એ હૃદયપૂર્વક તેમની પાસે પોતાના મનની વાતે કરતો અને ખાસ કરીને પોતાના ચિત્તની એકાગ્રતા થઈ શકતી નથી તેની ગુંચવણ તે તેમની પાસે રજૂ કરતે. ધ્યાનગની એને તાલાવેલી હતી, પણ પિતાનો તેમાં સક્રિય સ્વરૂપે ચંચપ્રવેશ પણ થઈ શક્તો નથી તે વાતને ઊડે ઊડે ખેદ પણ તેને સાથે જ હતો અને પ્રત્યેક સંત જ્યારે એને કહે કે એનું કારણ એની સંસારરસિક્તા હતી ત્યારે એને એ વાતમાં સત્યતા દેખાતી, પણ સંસારમાં રહીને એને સાધના કરવાને મેહ લાગ્યું હતું, છતાં કઈ કઈ મીઠી ઘડીઓ એને મળતી ત્યારે તે એકાંતમાં વિચારણું જરૂર કરતો અને તેવી એક સુખી ઘડી તેને આજે પ્રાપ્ત થઈ હતી.
બપોરે ચાર વાગે એક સંતને સમાગમ થયે. તેઓ બંગલે પધાર્યા એટલે એણે સાધારણ રીતે ચર્ચાવાર્તા કરવાને બદલે તેમને પિતાને બગીચે અને બંગલે બતાવ્યાં. પછી દરેક ઓરડામાં સંતને ફેરવ્યા. પિતાની સાધારણ વસ્તુ ઉપર
Page #138
--------------------------------------------------------------------------
________________
સતસમાગમની સુખી ઘડી
૧૨૩
બ્લુ સામાન્ય રીતે પ્રાણીને ઘણા મેહ હેાય છે અને એણે તો ઘણું ઉમદા ફરનીચર ( ગૃહાપસ્કર ) એકઠુ કરેલ હતું એટલે ક્રૂરતા કરતા એ પેાતાના ફરનીચરના અને ઘરની માંધણીના વખાણુ કરતા જાય અને સ ંત પણ માનપણે તે જે કહે તે સાંભળ્યા જાય. પ્રત્યેક આરડાના ફરનીચરની એણે વાત કરી, એમાં દરેકની વિગત કહેતા જાય અને પ્રત્યેક એરડાનો ઉપયાગ પણ જણાવે. કોઈ અભ્યાસગૃહ, કાઇ સામાયિગૃહ, કોઈ પૂજનગૃહ, કોઇ શયનગૃહ, કાઈ સત્કારગ્રહ, કોઇ ભાજનગૃહ, કાઇ પુસ્તકગૃહ વિગેરે વિગેરે. ઉપર નીચે એમ કુલ આખું ઘરમ ંગલા ખતાવી પોતે તેના વખાણ કર્યા, પણ સંતપુરુષ એક અક્ષર ઉચ્ચર્યા નહિ. સત યાગી હતા, એણે જૈન અને અન્ય દર્શનોનો, ધ્યાનચાગનો અને અધ્યાત્મશાસ્ત્રનો સમર્થ અભ્યાસ કર્યો હતા, અને અભ્યાસને એમણે સક્રિય વનમાં મૂક્યા હતા એમ તેમની વાત પરથી જણાતું હતું. એક જગ્યાએ દૃશ ખાર ઉપાનહ ( જોડાં પગરખાં ) પણ જોવામાં આવ્યા. છેવટે ઉપરની અગાશીમાં એક નાનુ કેખીન મનાવ્યું હતું તે બતાવતાં એણે કહ્યું કે ત્યાંથી એક ખાજી આખા શહેરનો, ખીજી ખાજુ નદીનો તથા વૃક્ષેાનો અને ત્રીજી માજી ડુંગરાનો લીલાછમ ઢેખાવ દેખી શકાય છે.’ એ જોયા પછી સત કેબીનમાં એક સ્થાને ગાદીતકી હતા ત્યાં મેસી ગયા. આજીમાં સુંદર પલંગ પર ગાદી, સ્વચ્છ ચાદર અને મચ્છરદાની હતા. સંતની સામે ચટાઇ ઉપર બેઠા પછી એણે કહ્યુ કે–જી! આપ કેમ કંઇ ખેલતા નથી?’
સંતઃ—‘હું એક વાતનો વિચાર કરી રહ્યો છું.
"
Page #139
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગે - મુમુક્ષુ –અડચણ ન હોય તે આપને વિચાર મને જણાવશો?” - સંતા–“એ તો એક સાધારણ બાબત છે. તમે તમારી - વાત આગળ ચલાવે.”
મુમુક્ષ:–“મારે હવે કાંઈ હકીક્ત કહેવાની નથી. આપ એ વિચાર જણાવો.”
સંત –એ વિચાર તમને ગમે તેવું નથી. એ જાણુ- હાથી તમને ખેદ થાય તેમ છે.”
| મુમુક્ષુ:–“આપ એ સંબંધી નિશ્ચિંત રહે, મને ખેદ નહીં થાય, પણ કાંઈક જાણવાનું મળશે. તમારા જેવાના વિચારશ્રવણથી ખેદ થાય એ અકથ્ય છે.”
સંત –એમ ધારી લેવું તે બેઠું છે. જ્યાં સાધ્ય જુદાં હોય, ત્યાં વિચારદશામાં પણ મોટે ભેદ રહે છે અને ... વિચારની સહનશીલતા બહુધા દુપ્રાપ્ય છે.”
મુમુક્ષુ –“સાધ્યમાં ભેદ નથી, સાધનમાં ભેદ હશે અને કેટલીક બાબતમાં મારી મેહાસક્તિ હશે, પણ વિચારભેદ સહન કરી ન શકાય તે તો સાહેબ! મારી કેળવણી લાજે. આપ દીર્ધ સૈન સેવી રહ્યા હતા તેથી જ મને જિજ્ઞાસા થઈ હતી. આપ યેગ્ય લાગે તે જરૂર આપની વિચારસરણીને વ્યક્ત કરી બતાવો.” - સંતા–“તારા છેલ્લા જવાબમાં કેટલુંક સત્ય છે, પણ તે અનુભવ વગરનું છે. અન્યના વિશાળ વાચન અને - તારા વાચનનું એમાં પરિણામ હશે, પણ એને તું જીરવી પચાવી શક્ય નથી.”
મુમુક્ષુ—એ ખરું હશે, પણ તત્વજિજ્ઞાસા એ જીવન
Page #140
--------------------------------------------------------------------------
________________
સત સમાગમની સુખી ઘડી
૧૨૫
જીવવાના પ્રથમ રસ્તા છે એટલે જિજ્ઞાસા પૂરી પાડવી એ તા . આપને કર્તવ્ય પ્રાપ્ત થયું ગણાય.'
સંતઃ—જિજ્ઞાસા જરૂર `વ્ય છે, પણ આખુ જીવન જિજ્ઞાસાતૃપ્તિમાં જ જાય અને એનું સક્રિય પરિણામ ન આવે તે તેા તે વધ્ય ગણાય. સની જિજ્ઞાસા પૂરી પાડવી એ એ દ્રષ્ટિએ મારું કર્તવ્ય ન ગણાય.'
'
સુમુક્ષુઃ— સર્વ જિજ્ઞાસા વધ્યુ છે એમ પણ ન કહી શકાય. કોઇ આત્માના વિકાસ કષ્ટસાધ્ય હાય તા પશુ તે જિજ્ઞાસા દ્વારા સક્રિયરૂપે ધીમે ધીમે ઠેકાણે આવી શકે. એને વિચારણાનું સાધન આપ્યું હાય તેા કાઇ વાર એ જાગી પણ જાય !”
સત:—એમ કચિત્ અને છે ખરું, કબ્બ તરીકે નહિ, પણ તારા પ્રશ્નોત્તરની અંદર રહેલા સત્ત્વબળની ખાતર હું તને મારા વિચાર કહું છું તે તું સાંભળ.'
મુમુક્ષુઃ—જરૂર વિચાર કરીશ. વિચારવા યાગ્યે મામતના વિચાર કાણુ ન કરે? ’
સ'ત: એ હકીક્ત તારે વિચારવા ચેાગ્ય છે કે નહિ અથવા તે રીતે તુ વિચાર કરી શકીશ કે નહિ તે હું કહી શકતા નથી; પણ તે તારી જિજ્ઞાસાને તેા જરૂર તૃપ્ત કરશે. વાત એમ છે કે જ્યારે તે નીચેના એરડાએ બતાવ્યા ત્યારે તે કહ્યું કે અમુક માગે મેટા માણસાને આવવાને રસ્તા છે, અમુક માગે નાકરને આવવાના માર્ગ છે, અમુક રસ્તે ઘરનાં માણસા અંદર આવે તેવી ગાઠવણુ છે વગેરે વગેરે. તે વખતથી બધાં આરીખારણાં હું જોતા આવ્યા છું અને મને તેા એક જ વિચાર આવે છે કે,
Page #141
--------------------------------------------------------------------------
________________
સાધ્યને મા જ્યારે તને આઠ પગે બહાર કાઢશે ત્યારે આ ઘરમાં પાછા આવવાનો માર્ગ કર્યો? તું કયે રસ્તે પાછો આ જ બંગલામાં આવીશ? એને હું વિચાર કરી રહ્યો હતો! તે મોટા માણસોને આવવાના, ઘરના માણસને આવવાના,
કરવર્ગને આવવાના માર્ગોનો ઘણે વિચાર કર્યો જણાય છે, પણ તારે પિતાને વિચાર કર્યો હોય એમ મને જણાયું નહિ! મેં એ માર્ગ–તારા પાછા આવવાને માર્ગ ઘણે છે, પણ મને જ નહિ અને ઉપસ્કરના વર્ણન તથા દર્શનમાં એવા માર્ગની તેં મને પ્રતીક્ષા કરાવી નહિ. હું એ માર્ગને વિચાર કરતું હતું. જ્યારે આપણે એક બાબતમાં ધ્યાનથી વિચાર કરતા હોઈએ છીએ ત્યારે બેલવાનું કામ પાલવતું નથી તે મારા મૈનનું કારણ છે.”
મુમુક્ષુ–ત્યારે હું જે વર્ણન કરતા હતા તે તે આપે સાંભળ્યું જ નહિ હોય? - સંતઃ–“દરેકે દરેક હકીક્ત બરાબર સાંભળી છે. સાંભવ્યા વગર તે તે વર્ણનમાં અમુક માર્ગ–આરી બારણું રસ્તાની વાત ન આવી એમ કેમ કહી શકાય? . મુમુક્ષુઃ–પણુ આપે તે કહ્યુંને કે આપ આપે વખત વિચાર કરતા હતા? વિચારની એકાગ્રતા સાથે શ્રવણ કેમ નભી શકે?”
સંત – સાંભળતી વખત વિચારધારા બંધ થઈ જતી નથી. સાંભળતી વખતે વિચારસરણું ચાલ્યા કરે છે. બોલતી વખત એકાગ્રતા તૂટી જાય છે.”
Page #142
--------------------------------------------------------------------------
________________
સત સમાગમની સુખી ઘડી
૧૨૭
મુમુક્ષુઃ—ત્યારે ભોંયતળિયે ( ગ્રાઉન્ડ ફ્લારપર ) જ એ સવાલ મને કેમ પૂછ્યા નિહ ?’
સંતઃ— તારી એકાગ્રતા વર્ણનમાં હતી એ તૂટી ન જાય એટલા માટે.’
સુમુક્ષુઃ— આપ વર્ણન કરવાની હકીકતને એકાગ્રતા કહેા છે? એ તે ઐહક વાત છે.’
સંતઃ— ઐહિક કાર્ય માં પણ એકાગ્રતા તે નેઇએ જ. એકાગ્રતાના બે પ્રકાર છે: પ્રશસ્ત અને અપ્રશસ્ત. વિચારવા જેવી વાત એ છે કે સાંસારિક અપ્રશસ્ત ખખતમાં આ પ્રાણીની એકાગ્રતા ઊલટી વધારે થાય છે. ’ મુમુક્ષુઃ— અનેક આશાભરી દુનિયાના વ્યવહારમાં પણ એકાગ્રતા જોઇએ એ તા આજે જ જાણ્યું !
9
સત: એ. ખરાખર સાચું છે. જે એકાગ્રતા સંસારના વિલાસમાં, કામીની ક્રીડામાં, નૃત્યકીના નાચમાં, હિસાખ ગણવાની રસગાઢતામાં કે કોઈ પણ ચાલુ કાર્યમાં થાય છે તેવી જ આત્મવિચારણામાં, ધ્યાનચેાગના સક્રિય જીવનમાં, પરાપકાર કર્તવ્યના વ્યવહારમાં અને પરગુણ પ્રમેાદમાં થાય તે આ સ`સાર સ્વ થઈ જાય.’
"
મુમુક્ષુઃ— પણ સાહેબ ! લાંખાં સરવૈયાં કાઢીએ, સરવાળાઓ કરીએ, તાલસૂરથી નાચીએ કે વગાડીએ એ તે કાંઈ એકાગ્રતા કહેવાય ? ’
સતઃ—એ ખરાખર એકાગ્રતા કહેવાય. એકાગ્રતાની વ્યાખ્યા એક વસ્તુ કે વિચારમાં લયલીનપર્ં. એ વસ્તુ કે એ વિચાર સિવાય બીજી કોઇ ચીજ કે ભાવ આખી દુનિ
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૮
સાધ્યને માર્ગે ચામાં તે વખતે નથી એવી મનની એકચિત્તતા થવી એ
એકાગ્રતા' કહેવાય. સ્ત્રીપુરુષના લગ્નસંબંધમાં, વિરહમાં, નૃત્યમાં, હિસાબ ગણવામાં એવી એકાગ્રતા થાય છે. અને એ જ એકાગ્રતાની દિશા ફેરવવામાં આવે અને એને યુવક સંસાર તરફ છે તેને બદલે આત્મસન્મુખ કરવામાં આવે તો એનાથી આત્મિક લાભ થાય. એકાગ્રતા કરવાની આવહત ઓછીવધતી સર્વમાં છે. દિશા ફેરવવાની જ માત્ર જરૂર છે.”
મુમુક્ષ–“પણ સાહેબ! વારંવાર મરણને વિચાર કરવાથી લાભ શે?” - સંત-તે સવાલની દિશા એકદમ બદલી નાખી. એકાગ્રતાની પ્રશસ્તતા તારા સમજવામાં આવી ગઈ એમ ધારી, તને કહું છું કે મરણને વિચાર કરે એગ્ય છે, કારણ કે એ ચક્કસ બનવાન બનાવે છે. એનાથી ડરવાની જરૂર નથી, પણ એને માટે તૈયાર રહેવાની જરૂર છે.' | મુમુક્ષ --“પણ મરણ સંબંધી વિચાર તે ઘાતક છે એનું કેમ?
સંતા–એમાં સમજફેર થાય છે. મરણને અમુક દષ્ટિએ ઘાતક કહી શકાય, પણ ઘાતક સંબંધી વિચાર પણ ઘાતક છે એ માન્યતા ખેટી છે. - મુમુક્ષુ:–એ વાત ન સમજાણી.”
સંતા–એક ખૂન કરનાર અથવા મહાભી કે ક્રોધી મનુષ્ય હોય તે ઘાતક છે, પણ સમદષ્ટિથી આપણે તેના સંબંધી કે તેની ભવિષ્યત અપક્રાન્તિ અને વર્તમાન અદશા પર વિચાર કરીએ તે તે વિચાર કાંઈ ઘાતક નથી. :
Page #144
--------------------------------------------------------------------------
________________
સંત સમાગમની સુખી ઘડી
૧૨૯ મુમુક્ષ –એવા પતીત પામરના વિચાર શા માટે કરવા? સગુણું વીતરાગના જ વિચાર ન કરીએ??
સંત વળી મુદ્દે ખસી જાય છે. વીતરાગ કે ગુણવાનના વિચાર કરવા, પણ ગુણને બરાબર ઓળખવા માટે એનાથી ઊલટી ખાસીઅો, ટે અને વર્તનને અભ્યાસ કરે જ પડે. એ રીતે ઘાતક સંબંધી વિચાર એને બરાબર ઓળખવા માટે જરૂરી છે અને એમ સમજીએ ત્યારે જણાશે કે એ વિચાર પોતે ઘાતક નથી.”
| મુમુક્ષુ-પણ આપણે દુર્ગુણને કે તેવી વાતનો વિચાર જ શા માટે કરે? વિચાર કરતાં કરતાં તેવા થઈ જઈએ અથવા મનમાં તે માટેને ત્રાસ મટી જાય.”
સંતઃ–ત્યાં પણ સમજફેર છે. વિચાર કરતાં તેવા થઈ જવાશે–એ કઈ કક્ષાના વિચાર કર્યા છે તે પર આધાર રાખે છે. વેશ્યાને ત્યાં જવાના વિચારથી વેશ્યાને સારી માની વેશ્યાના રૂપ, લાવણ્ય વિલાસ કે મસ્તીને વિચાર કરીએ તે જ એ વિચાર ઘાતક થાય. એટલે એ અપ્રશસ્ત એકાગ્રતામાં આવે છે. અને તે ત્રાસની વાત કરી તે વસ્તુને એકાગ્રતાથી વિચારી ઓળખ્યા વગર બને નહિ અને વિચાર બરાબર કર્યા હોય તો ત્રાસ મટતે નથી, પણ સ્થિર થાય છે, જામી જાય છે, દઢ થઈ જાય છે.” | મુમુક્ષુ-પણ મરી ગયા, મરી ગયા” એવું વિચારવું એ વિચાર જ ઘાતક છે, એમ મારું કહેવું છે. મરણ આવશે ત્યારે મરી જશું, પણ એને અત્યારથી જ કકળાટ શા માટે કરે?”
Page #145
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગે
સંત:—મરણ આવશે ત્યારે મરી જશું એમ કહેવું દીર્ઘદશીને ઘટે નિહ. એમાં સુકાન વગરના વહાણ જેવી દશા થાય. તૈયારી વગર ગૂંચવણ ઘણી થશે.'
સુમુક્ષુઃ——પણ સાહેબ ! એને પ્રથમથી વિચાર શા માટે કરવા જોઇએ ? ’
૧૩૦
સંતઃ—એક સાધારણ મુસાફરી કરવી હૈાય તે તમે ભાતુ તૈયાર કરી છે, એડીંગ (ખીસ્તર) આંધા છે, પેટીમાં કપડાં નાંખા છે, નાનું સરખું ઘર નાની પેટી (ટ્રક) માં વસાવી દે છે, તેા મહા મુસાફરી માટે તૈયારી ન જોઇએ ? અને જોઇએ તે તે વિચાર કર્યા વગર થાય ખરી ? ’ મુમુક્ષુઃ—મરણુ અને મુસાફરીને સંબધ શે છે ? એ તે જ્યાં જવાનુ હશે ત્યાં જશુ.'
ܕ
સંત:—મરણુ અને મુસાફરી લગભગ એક જ કક્ષાના છે, એકમાં કયાં જવું છે તે ઘણીખરી વાર આપણે જાણતા હાઇએ છીએ, બીજામાં નથી જાણતા. ‘પ્રયાણુ' એ ખનેમાં સામાન્ય (સાધારણ) ધર્મ છે, અને જવાનુ હશે ત્યાં જશું એ બેલવું જેટલું સહેલું છે તેટલું કરવું સહેલુ નથી-ખાસ કરીને સંસારસિકા માટે.
મુમુક્ષુઃ—એટલે આપ શે। ભેદ પાડા છે ?’
સત:---વાત એમ છે કે તમે સંસારીએ અનેક કાવાદાવા કરી ધન મેળવા, પરણા, ઘરબાર બધા, પ્રજા-સંતતિ વધારા, મૈત્રીઓ કરી, જ્ઞાતિજનના પ્રેમ મેળવવા અનેક જમણા આપા, વહીવટો ચલાવા, સંસ્થાએ ખાલે, ટૂંકામાં અનેક પ્રકારના સંબંધો કરા, પોતાપણું માના, માનકીર્તિ મેળવા –એ સને મૂકીને જવું પડે, એની સાથેના સબંધ
.
Page #146
--------------------------------------------------------------------------
________________
સંત સમાગમની સુખી ઘડી
13
સર્વથા સદાને માટે છેડવા પડે-એ કાંઈ જેવી તેવી વાત તમ સંસારીઓ માટે નથી.
મુમુક્ષુઃ—અમારા માટે અને તમારા માટે જૂદા કાયદા છે?
#J
સતઃ—ના કાયદા તા એક જ છે, પણ કાયદેસર પરિણામ આણનાર પ્રસંગેા જૂદા છે. જે પ્રાણી અસારથી ઊંચે આવ્યા હોય તેને આ સાંસારિક જા પણ ગૂંચવણ કરતાં નથી. આ વાત મા ખાદ્ય વેશને અંગે નથી. સંસારથી અલગ રહેનારને સાંસારિક ધના મેાહ કરતાં નથી અને માહ વગરનાને કોઈપણ વસ્તુ છોડતાં ખેદ થતા નથી.’
મુમુક્ષુઃ—એટલા માટે આપે કહ્યું કે, “ જ્યાં જવાનું હશે ત્યાં જશુ” એ બેલવા જેટલું નવુ સહેલુ નથી, હવે સમજાયું. ત્યારે મને અંગે અમારું શું
વ્ય
સંતઃ—‘ક બ્ય એટલું જ કે મરણથી ડીવાય અને માટે સદા તૈયારી રાખવી. જો અત્યારના ચાપડા કયારે સંકેલવા પડશે તે ખબર નથી, પણ જેના સરવૈયા (અપ–ટુ–ડેઇટ) છેલ્લા દિવસ સુજના તૈયાર હાય, જે જમે ઉધારની સ્થિતિ સમજતા હાય, ને ત્યાં ધાડ ગમે ત્યારે આવે તેા તેને ગભરાવાનું કારણ નથી. વ્યવહારમાં તેમ જ આકસ્મિક બાબતમાં દેવાળીયાનો હિસાબ ન રાખવેા.’
સુમુક્ષુઃ—એટલે શુ? આપ વળી દેવાળાની વાત કયાંથી લાવ્યા? ’
Page #147
--------------------------------------------------------------------------
________________
સાધ્યને મા સત: વ્યવહારમાં દેવાળીઆ લાકે સરવૈયાં કાઢતા નથી, ચાપડા તૈયાર રાખતા નથી, પાતે પેાતાના ઘરની વસ્તુસ્થિતિ સમજતા નથી, આખા મીચીને વેપાર ખેડે જાય છે અને ધાડ આવે ત્યારે દોડાદોડ કરી મૂકે છે, નાસભાગ કરે છે, ગાટા વાળવા માંડે છે. એ સ્થિતિ આત્મવિકાસના ખરા ઈચ્છકની ન હાય. જેણે સ’સારના વેપાર માંડયા જ નથી, એને તે અહીં પણ આનંદ છે અને પછી પણ મજા જ છે. અને ત્યાં ધાડ જ પડવાની નથી, એટલે એને ભય જ નથી.’
૧૩૧
"
મુમુક્ષુઃ—ત્યારે આપે ડરવાની શી વાત કરી ? સ’ત:—‘ઘણા માણસા મરણુ શબ્દથી ડરે છે. એના વિચારને અપશુકનિયેા ગણે છે, એની વાતને તુચ્છકારે છે. આ ઠીક નથી. મરણુ માટેના વિચાર જરૂર કરવા, એથી તૈયારી પાકી રહેશે અને મરણુ આવી પડે ત્યારે ગભરાટ નહિ થાય.’
સુમુક્ષુઃ—મરણ વખતે ગભરાટ થતા હશે ? - સ'ત:—ગભરાટની વાત જ જવા દે. લગભગ ૯૫ [પ ંચાણુ] ટકાના મરણુ અસાધ્ય અવસ્થામાં થાય છે, સન્નિપાતમાં જ થાય છે, તેથી ગભરાટ જણાતા નથી; ખાકી પૂરતી સાવધતા હાય, સગાં સંબંધીને એકઠા કરી, સર્વની ક્ષમા ચાહી, ચેાગ્ય ભલભલામણ કરી, ચાર શરણાં ખેલતાં, નવકારના પાઠનુ હૃદયમાં કે મુખેથી જાપ થતાં, હૃદયમાં સિદ્ધચક્રની સ્થાપના થઈ હાય, ખાજુમાં પુન્યઃપ્રકાશનું સ્તવન ધીમા મધુર પણ હૃદયદ્રાવક સ્વરે ખેલાતુ હાય અને “જય પરમાત્મા,” “એક અરિહ ંત”ના વિજયઘાષ સાથે નિષ્ક્રમણ થાય એ તા લાખે એકને. અને “પંડિત મરણ” કહે છે'
સુમુક્ષુ: એવા મરણની ગેાઠવણ કેવી રીતે થઈ શકે ?”
--
Page #148
--------------------------------------------------------------------------
________________
mmmmannaammmmmmmmma
સંત સમાગમની સુખી ઘડી
૧૩૩ સંતઃ–ોઠવણ ન થાય. ઘણુંખરું મરણ એ આખા જીવનને ઓડકાર છે. જીવન સારું, સાદું, સફળ આત્મિક વિકાસવાળું હોય, એ પોતે જે પરિસ્થિતિમાં મૂકાએલ હાય, તેના વિશિષ્ઠ ધોરણ નીતિવ્યવહારને અનુરૂપ હોય તે તે તેની બેઠવણ જ છે. એની ગોઠવણે પ્રથમથી થતી નથી, પણ સારું સાદું પ્રમાણિક જીવન એ “પંડિત મરણની” વધતી ઓછી ગેરંટી છે. સાધારણ જનતા તે અસાધ્ય અવસ્થામાં મરણ ન આવે અને સાધ્ય હોય તે માથું ફૂટે, રડવા બેસે અને એનો આત્મારામ ઊડી જાય નહિ, એ પહેલાં તો એના નામની પિક” મૂકાય અને મહે વળાય. (રડાકૂટ થાય) **
મુમુક્ષ –ત્યારે એવા વ્યવહારરસિક સાન્નિપાતિક સ્થિતિમાં મરી જાય એ વધારે ઈચ્છવાયેગ્ય છે એમ ખરું કે નહિ?
સંતા–“એમ ન કહેવાય. કયા જીવને અંદરની આત્મવિકાસ કેટલો છે તે બાહ્ય નજરે ખબર ન પડે, પણ ઘણું વ્યવહારુ જીવ અસાધ્ય સ્થિતિમાં જ જીવન પર પડદે નાખી જાય છે, તે વસ્તુસ્થિતિ છે એ મેં તને બતાવી. તેઓમાને મોટો ભાગ સાધ્યમાં હોય તે શું કરે છે પણ તેને જણાવ્યું. ઈચ્છવા ગ્ય ચીજ શી છે તે આપણે વિચારવાનું નથી, કારણ કે આપણે કબજાને એ વિષય નથી. વસ્તુ સ્થિતિ જેવી જાણી અનુભવી તેવી તને કહી બતાવી.”
મુમુક્ષુ–“ત્યારે પડિત મરણને કાંઈ ઉપાય જ નથી?
સંત –‘જરૂર છે, અને તે આપણા કબજામાં છે.” મુમુક્ષુ-“તે કૃપા કરીને જણાવો.”
પધ્ધતિસર રાગડા તાણીને રડવા માટે આ સ્ત્રીઓને શબ્દ છે. મનર વિક છે કે નહિ તેને મો વાળવા સાથે કોઈ સંબંધ નથી. .
Page #149
--------------------------------------------------------------------------
________________
સાધ્યને મા
સંતઃ— જીવન આખું જેમ અને તેમ સાદું, પ્રમાણિક અને આત્મસન્મુખ રાખવું એ પડિત મરણના ઉપાય છે. એ વાત “આડકાર”ની જે હકીક્ત ઉપર કહી તેમાંથી જ નીતરી આવે છે. '
"
મુમુક્ષુઃ આત્મસન્મુખ જીવનના મુખ્ય માર્ગો કહેા તા આનંદ થાય. ’
૧૩૪
સત: એના મુખ્ય માર્ગોમાં “ આત્મનિરીક્ષણ,” ધ્યાનમાર્ગના અભ્યાસ અને સક્રિયતા આવે છે. હવે પછી કાઈ વખત આત્મનિરીક્ષણ શા માટે કરવું ? કેમ કરવું ? એનું પરિણામ શું થાય ? એ કાણુ કરી શકે? વિગેરે મહત્ત્વના અંગપ્રત્યંગે પર વિચાર કરશું અને ધ્યાનયોગની મહત્તા સર્વ દનેટમાં બતાવાઈ છે, અને તેના રસ્તા વિચારાયા છે તે પણ ચશું. આજે તા ઘણા વખત થયા તેથી જશું.’ સુમુક્ષુઃ— કૃપાળુ ! કાઇવાર જરૂર પધારશે. આપના સમાગમથી બહુ આનદ થયા. આત્મવિચારણા કરવાની બહુ જરૂર છે, તેવા સમયમાં તેના પિરચય કરાવે એવું કાઇ નથી મળતું. મારે આપની સાથે ‘અનુભવજ્ઞાન’ અને ‘સ્વાનુભવ’ ઉપર કેટલીક વિચારણા કરવી છે. ’
"
અહીં સંત સમાગમના પ્રથમ પરિચયના છેડા આવ્યેા. મુદ્દાસર વાત લખી શકાણી નથી. યાદશક્તિ પર આધાર રાખી તે પ્રસ ંગે થએલ વાતચીતના મુદ્દા રાજિનિશમાં નોંધી રાખ્યા છે. સંતની આંખાનું તેજ, બેસવાની સ્થિરતા, વાત કરવાની સચાટતા અને મુખ પરની નમ્રતાએ મારા મન પર તે વખતે ઘણી અસર કરી, જેનું વર્ણન થઈ શકે તેમ નથી. એમના વિશેષ પરિચયની ઇચ્છા થયા કરે છે. પરમાત્મા આવા સંતસમાગમના મગળ પ્રસંગ વારવાર મેળવી આપે. હૈ. ૧. પ્ર. પુ. ૪૩. પૃ. ૧૬૩
}
સ. ૧૯૮૩
Page #150
--------------------------------------------------------------------------
________________
મસ્ત મુમુક્ષુના વિલક્ષણ અનુભવેાગારો
[ ૧૧ ]
(૧)
હેજી તું ૮ આદીશ્વર ભગવાનની જે એ......... શાંતિનાથ મહારાજકી જે એ........” મહાવીરસ્વામી મહારાજકી જે એ.......... એલ્યા કરે છે, પણ તારા પેાતાની “જે એ........” ક્યારે બાલીશ ? તું કહે છે કે તું પોતે સત્તાએ આદીશ્વર ભગવાન જેવા છે, ત્યારે તારી પાતાની “ જે એ
” કેમ ખેલતા નથી ? શું કહ્યું ? એ હક્ક તેા આન ધનજીને જ હતા. અરે વાહ ! એમ કેમ? હા ખરું ! એ એવી ગયા કે ‘ અહે। . અહા હુ મુજને કહું, નમા મુજ નમે મુજ રે’ એ તા પોતાની જાતને કહેતા હતા કે “ મને તમે મને નમે. ” ત્યારે એ હુક્કે તને ક્યારે પ્રાપ્ત થાય ? કેમ પ્રાપ્ત થાય ? શું કહ્યું ? તું જ્યારે આન
* એક વિચિત્ર મુમુક્ષુની રાજનશીમાંથી તારવી કાઢેલ. આ છૂટાં છૂટાં અવતરણા દરેક સ્વતંત્ર છે. એમાં વિચારની સ્પષ્ટતા કોઇ વાર નહિ હાય, પણ એમાં કાઈ જગ્યાએ બહુ ઊંડાણ જણાય છે. કાઇ વાર ગાંડપણ લાગે તે તેના હાસ્યમાં ઊંડે ઊંડે બહુ ગૂઢાર્થ પણ જડી આવે તેમ છે. આવાં અનેક અવતરણેા પ્રાપ્ય છે, પણ આવા મુમુક્ષુઓની રાજનિશિઓની પ્રાપ્તિ દરરાજ થતી નથી. કાઈ વાર મળી આવશે તે આવાં વિલઁક્ષણ વિચારો તેવા પ્રકારના મનુષ્ચાના લાભ માટે રજૂ કરવાની ભાવના રહે છે, પણ પ્રાપ્તિ સુલભ નથી. લેખક
૧. કહે છે કે શ્રી શાંતિનાથજીના સ્તવનમાં શ્રીમદ્ આન ધનજી આવું ખાલી ગયા છે. તપાસ કરતાં એ વાત સાચી જણાઈ છે. યાગીના માર્ગ અગમ્ય છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૬
સાધ્યને માર્ગ દઘન જેવી દશા અનુભવે ત્યારે !! પરમ ભેગીને એ આદર્શ અનુભવ દ્વારા સફળ કરે ત્યારે! ત્યારે એમ હોય તે તને તારે “જય” બેલાવવાની ઈચ્છા થતી નથી? ભલે બીજા બેલે તેવી ઈચ્છા તને ન થાય. મહાપુરુષે કદી તેવી ઈચ્છા કરતા નથી. પણ તે પિતે તારી જાતને તારે પિતાને જય બોલ–તેમાં તારે કાંઈ વાંધો છે? કેમ ઉત્તર નથી આપતો? હા, સમજાયું. તું હજુ અમિત ફળદાન દેનારની ભેટ થાય ત્યાં સુધી રાહ જોવા માગે છે? વારુત્યારે અત્યારે તને ભેટ થઈ છે તે કેવી? શું કહ્યું? એ તે મેળાપ માત્ર થયો છે, ભેટ તો જૂદી હોય. ભેટ ક્યારે કરશે? તૈયારી કરે છે? વારુ, સેનાને સમય જાય છે, તેમાં થાય તે કરી લે, પાળ તૂટ્યા પછી પાણી ચાલવા માંડશે ત્યારે પાળ બંધાશે નહિ. તારે જય તું જ બેલે એવી સ્થિતિ ઊભી કર, એ સ્થિતિ અગમ્ય નથી પણ રમત જેવી પણ નથી. જ્યારે તું તારી જાતને કહીશ કે “ નમે મુજ નમે મુજ રે.”
આ તમે શું બેલ્યા? તમે ભગવાન સાથે આજે તે ખરેખર ચેડાં કાઢયાં! શું તમે ભગવાન સાથે અગા'ઉની બાળપણની દેસ્તીનો દાવો કરે છે ?* અને પ્રભુ ઠકુરાઈ
કહે છે કે જનમાં એક મસ્ત કવિ મેહનવિજય થઈ ગયા છે. એમણે આદીશ્વર ભગવાનના સ્તવનમાં આવી વાત કરી છે. તપાસ કરતાં એ વાત સાચી માલુમ પડી છે. “બાળપણે આપણું સસનેહી” એમ કહી એમણે ભગવાનને ઘણાં એલંભા-ઠપકો આપ્યા છે. મસ્તને તેમાંથી કાંઈ મસ્તી થઈ આવી જણાય છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
વિલક્ષણ અનુભવેગારો
૧૩૭
પામી ગયા અને તમે રહી ગયા તેવાત ઉપર મજાક કરી, અને વળી પાછા સિદ્ધિએ જવાની તજવીજ કરી છે? આ તમારા ઢગ શા છે? આ તે કઇ રીત છે? આ તે કઇં માગવાની પદ્ધતિ છે? કેમ ખેલતા નથી ?
અંદરથી જવાબ મળ્યો કેમ ? આજ સુધી “તું—તાં” થી વાત કરતા હતા તે આજે માન આપી “ તમે ” કેમ કહેવા માંડયું ? મારી નાનપણની ગાછી યાદ ન આવી ? અરે! હું તે। ભગવાન સાથે હરેલા, કલા, ભટકેલે. અમે એક ભાણામાં જમતાં, સાથે નાસ્તાપાણી લેતા, અને એક વાર તા મોટા યુદ્ધમાં પણ ઊતરેલા, અમને માનસન્માન સાથે મળતા, અમે ભારે તાફાન મચાવતા, પણુ એ દરેક વખતે અમારા તાાનમાં પણ એના નખર પહેલે ! પછી અમે જરા દૂર થઇ ગયા, છૂટા પડી ગયા. એ તા અર્ધા–પાણા કાળચક્રની જ વાત છે. હું હતા ત્યાં રહી ગયા અને એ તે સાતમા આસમાનથી પણ ઉપર ચાલ્યા ગયા! અરે એને તેા અમારી ધમાલા, મશ્કરીએ અને આરામે ચાદ પણ આવતા નથી. ત્યારે પૂર્વ સ્નેહ વિસરી જનારને શું આટલે ઠપકો પણ ન અપાય ? એટલી વાતની યાદી ન આપીએ તે પછી એને શું ? એ તે વિસરી જશે. અરે! જોજે તા ખરા, એને ધમકાવી, ફ્રાસલાવી, ઠપકા આપી, એની જેવા થઈ જઉં છું કે હે ? આપણા જૂના દોસ્તને જરા કાનચપટી આપીએ તે એમાં વાંધા નહિ. સમજ્યે ! હવે “ તમે તમે ” ની વાતા મૂકી દેજે. હું જરા મારા જૂના દોસ્તને હાકારો કરી આવું.
*
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સાધ્યને માર્ગ
(૩) એ શું ખેલ્યા ? પેલેા ગાંડા જેવા માણસ જાય છે તે ખરા સમજી છે, મુમુક્ષુ છે, ઊડા છે. અરે! પણ એ તે કાઇની પરવા કરતા નથી અને દરકાર પણ કરતા નથી. પડાંની અને દરકાર નથી, ખાવા પીવાની જરૂરીઆત નથી, આંખા આકાશ તરફ રાખી બેસે છે અને ચાલે ત્યારે નીચી નજરે ચાલે છે. અરે! એ વાત પણ ભાગ્યે જ કરે છે અને આખા વખત જાણે કાંઇ સૂરમાં ગાતા હાય અથવા કોઈ નાદ સાંભળતા હોય એવા દેખાય છે, કોઈ એની મશ્કરી કે પ્રશંસા કરે તેની એને દરકાર નથી, કાઇ એને વઢે કે નમે તે તરફ એ અરુચિ કે પ્રેમ ખતાવતા નથી. આ તે કાંઈ માણસ છે કે ગમાર !! આ દશા ખરા ચેાગીની હાય છે. “યું જાણે જગ માઉરા, યુ' જાણે જગ અધે, ” આ વિચિત્ર વાકયમાં એની જીવનકળાના સરવાળા થાય છે. દુનિયા એને ખવરા—ગાંડા જાણે અને એ દુનિયાને અંધ જાણે. એના માહ્ય વર્તન કે દેખાવ પરથી દુન્યવી ખ્યાલ ધરાવનારા લાકા એને ગાંડા જાણે. એને કાઇની તમા નહિ, એ તા પેાતાના આત્મિક ખ્યાલામાં મસ્ત રહે, એને બહારની જ જાળમાં મજા ન આવે, અને સંસારના વ્યવહારામાં આનદ ન થાય. એટલે દુનિયા
??
* કહે છે કે આ વિચિત્ર વાયરચના માટે જવાબદાર એક ભંગડભૂત જેવા લાગતા ચાગી ચિદાનંદજી છે. એનું નામ કપૂરવિજય હતું અને આવા અપૂર્વ અનુભવનાં વાયેા લખ્યાં ત્યારે તેમનું વય માત્ર ચાવીશ–પચીશ વર્ષીનુ હતુ. એ માત્ર એક પાત્ર (કચેાળુ) રાખતા અને બહુ અલ્પ આહાર એ ચાર દિવસે વગર સ્વાદે કરતા. એમની જીવનશ્રેણીની અનેક દંતકથા ભાવનગરમાં ચાલે છે. વિક્રમની વીસમી સદીની શરૂઆતમાં તેમને જીવનકાળ હતા. તેમની મસ્તીમાં વિલક્ષણતા દેખાય છે તે તેમના વિલાસ જ હતા.
Page #154
--------------------------------------------------------------------------
________________
વિલક્ષણ અનુભવેગારો
૧૩૯
અને ગાંડા જેવા ગણે. એ વિચાર કરે કે સંસારીએ બિચારા અસ્થિરને સ્થિર માની તેની પછવાડે દોડે છે, અનિત્યમાં નિત્યત્યનું આરેપણ કરે છે, નાશવ'તને શાશ્વત માને છે અને પરવસ્તુ તરફ દોડે છે. વિવેક નજરે એ સવ અધ છે. આ પ્રમાણે ગાંડા જેવા લાગતા ચેાગી, અઘડમ્ ભૂત જેવા લાગતા વેરાગી, ઠેકાણા વગર ફરતા આત્મશેાધમાં નીકળેલા મુસાફર સંસારીને હાસ્યનું સ્થાન થઈ પડે છે, ત્યારે એના વિશાળ મનેારાજ્યમાં એ ચારે તરફ આકાશ સાથે માચકા ભરાતા જુએ છે, પડછાયા પર પ્રાણ પથરાતાં જુએ છે, શૂન્ય ઉપર વગર પાયાનાં મકાના ઊભા કરાતાં જોઇ હસે છે. એને કુશળતામાં અધેાગમન દેખાય છે, વ્યવહારદક્ષતામાં ભાર જણાય છે, રસકળામાં ઝાંઝવાનાં જળ દેખાય છે અને દોડાદોડીમાં પ્રમાદ ખાય છે. દુનિયાની દૃષ્ટિ અને ચેાગીની દૃષ્ટિની વચ્ચે રહેલા અંતરનું જ્યારે સમન્વય કરતાં આવડે, સમજણપૂર્વક એના ગ્રાહ્ય ભેદ સક્રિયરૂપે આદરાય ત્યારે ખાવરાપણામાં લબ્ધલક્ષતા અને અધપણામાં નીચગામિત્વ સાંપડે, પણ એ તા ખાજી હાય સેા પાવે, આકી તા વાતા છે!
*
*
*
( ૪ ) જીવનમાં જ્યારે જ્યારે આવા પરસ્પર વિરુધ્ધ ધર્માનું સઘળુ થાય છે, ત્યારે ગૂંચવણુ તા જરૂર થાય છે, પણ. એમાં ગભરાઈ શું ગયા? એવી ગૂંચવણુ વખતે મગજને સ્થિર રાખી વિશેષ ધર્મને આદર આપવા અને તેથી જે અલ્પ હાય તેને મૂકી દેવા કે મુલતવી રાખવા. એના નિર્ગુ ય કેમ થાય ? ત્યાં જ આપણી આંતરવિભૂતિઓની કિંમત છે. સમાચાર આવ્યા કે આયુધશાળામાં ચક્રરત્ન પ્રાપ્ત થયું
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૦
સાધ્યને માર્ગે છે. સંપ્રદાય પ્રમાણે ભારતે તેની પૂજા કરવી જોઈએ. એના હર્ષ ને પાર નથી. ત્યાં બીજી જ ક્ષણે સમાચાર આવ્યા કે પિતાશ્રીને કેવળજ્ઞાન થયું છે અને અયોધ્યાની બહાર સમવસરણમાં બિરાજે છે. પિતાશ્રીની જ્ઞાન લમીન મહેસૂવ કરે જેઈએ. ચક પ્રથમ કે પિતાને વંદન પ્રથમ.“તાત ચક ધૂર પૂજ્ય, ચિંતા એહ હુઈરી ”# પણ એવી ગૂંચવણના નિર્ણયમાં શ્રી ભરતે કલાકે લીધા નહિ. ઐહિક પારલૌકિક સુખને, સંસાર અને ત્યાગને, પૈભવ અને વિભૂતિને, બાહા અને અંતરને હિસાબ એક ક્ષણમાં એના મનમાં બેસી ગયે. લોકેત્તર સુખ પાસે એને છ ખંડનું રાજ્ય ઘણું અલપ લાગ્યું અને ચકને આયુધશાળાની બહાર રહેવા દઈ વડીલ માતા દાદી મરુદેવાને હાથી પર બેસાડી પિતા તરફ ધર્મબુદ્ધિએ, માતામહી તરફના વાત્સલ્ય અને આત્મસન્મુખતાએ એ પિતાને નમવા નીકળી પડયા. આવા અમેઘ નિર્ણયવાળા લેહીની નદીઓ વહેવડાવે, છતાં એજ ભાવમાં મેક્ષ સાધી શકે ! આવા અસાધારણ મને બળવાળાને આવેલ ચક્રરત્ન પાછું ન ચાલ્યું જાય, સાંપડેલ ઋદ્ધિ દૂર ખસી ન જાય, ઈષ્ટપ્રાપ્તિ અલેપ ન જ થાય અને થઈ જાય તે એની એને પરવા ન હોય, એમાં અટવાઈ જવાની ચિંતા પણ ન હોય, એમાં ભૂલભૂલામણની આશંકા ન હોય, દઢ નિર્ણય અને અવિશ્રાન શાંતિ સાથે અંતરની સ્વચ્છતા
કહે છે કે આ વિચિત્ર વાક્યરચનાની જવાબદાર વ્યક્તિ તે સિદ્ધ લેખક શ્રીમદ યશોવિજયજી ઉપાધ્યાય છે. દૂર એટલે પ્રથમ.એમને છા મહિનાથના સ્તવનમાં લૌકિક રીઝ અને કેસર રીઝ વચ્ચે ભારે ગુલામણ કર્યું છે અને એમને નિર્ણય પણ બહુ વિચારવા જેવો છે. આ વિચાર પર મુમુક્ષુએ કાંઈ નેંધ કરી હોય એમ જણાય છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
વિલક્ષણ અનુભવદુગાર
૧૪: એના અંત:કરણની પ્રવૃત્તિને પ્રમાણભૂત કરાવવા જેટલું અકખ્ય ચેતન તેને આપે છે. બાહ્ય નજરે એના નિર્ણયમાં વિલક્ષણતા લાગે છે, પણ એ એના રંગમાં જ હોય છે અને એને સમજનાર એને બરાબર સમજે છે. એ માનસિક વૈગિક. દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કર.
કેમ આજે આળસ આવે છે? સૂર્યોદય થવા આવ્યું, વાદળાં લાલ થયાં, તે પણ પ્રમાદ કેમ થાય છે? શું કહ્યું? કાલે રાત્રે વધારે જાગ્યા હતા? શું કહ્યું? કેમ? અરે એ તે જરા નાટક જેવા ગયા હતા. ભાઈ! તમારે હજુ નાટક જોવાં બાકી રહ્યાં છે? આ તમે સવારથી રાત સુધી જુઓ છો તેમાં નાટક સિવાય બીજું શું જુઓ છો? આ મેહરાજાના વિલાસો અને જીવનમાં ગમનાગમનમાં તમને નાટક સિવાય બીજું શું દેખાય છે? શું કહ્યું? એમાં કલ્પનાના ઉછાળા નથી, દિલ ઉશ્કેરનારા બનાવે નથી, કળાવિધાન કે અભિનય નથી. ભૂલ્યા ! નાટકમાં કલ્પના કે ઉશ્કેરણું, અભિનય કે કળા તમારા દરરાજના બનાનાં જ આવે છે. એમાં ન બને તેવી વાત આવી શકતી નથી. ખરી મજા જોવી હોય તે દુનિયામાં જ જુઓ. તમે આંખો ઊઘાડી રાખી ચાલશો તો દરેક પગલે તમે નાટક જ જશે અને એમાં ઊંડા ઊતરશે તે તે તમારી મજાને પાર નહિ આવે. એમાં અંતરંગ રાજ્યનાં નાટકે તે ભારે ભવ્ય છે, અજબ છે, કળાવિધાનથી પણ ઉન્નત છે અને એ ઉપરાંત તમે જે દિવ્ય નાટક (Divina Comedia) ત્યાં
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૨
સાધ્યને માર્ગ
જોશે. એ કૃત્રિમ નાટયભૂમિ ઉપર કદી નહિ જુએ. અને તમારા પ્રખર વિચારક દિવ્ય જ્ઞાનીએ શું કહી ગયા છે? એક સમય માત્ર પણ પ્રમાદ ન કરવા અને તમે તે કૃત્રિમ -ચાળાચસકા જોવામાં કલાકેા ગાળી નાખ્યા !તમને એ પાલવે ? ઘણી નાની જિંદગી, તેમાં આકરા જીવનકલહ, તેમાં તમારી હજી થતી જતી સન્મુખતા, તેવામાં કલાકાના કલાકે આમ ફેંકી દો એ પાલવે એ તે જેને હિસાબ લખવવા હાય તેના ભાગ્યમાં હાય! તમારે તે શીઘ્ર દોડી જઇ આ ભૂલભૂલામણીમાંથી બહાર નીકળી જવું છે, તેા સાવધાન ! આવા સમયના ગેરઉપયાગ હવે કરતા નહિ. શું કહ્યું ? એનાથી પ્રવૃત્તિના ફેરફાર ( change ) થાય છે? અરે! ચેઈન્જ તા ધારા તે કાર્યમાં મન પરાવા એટલે થાય જ છે. જરા અનુભવજો. જોશે કે તમારી પ્રત્યેક ક્રિયા એ ચેઇન્જ ( ફેરફાર –અન્યત્ર મનેાગમન ) જ છે. અનુભવથી તમારા કે આજીઆજીના કોઈ પણ પ્રસંગમાંથી તમે એ સ્થિતિ અનુભવી શકશે.. ખ્યાલમાં રાખજો કે · એક સમય માત્ર પણ પ્રમાદ કરવા નહિ. પ્રમાદ શું છે તે સમજો અને ન સમજાય તા સમજનાર પાસેથી સમજી લેજો. આવેા અવસર ફરીને મળનાર નથી અને ગયેલી તક ફ્રી સાંપડનાર નથી. સાવધાન !!!
*
*
*
*
[ ૬ ]
આજે એક ભારે દશ્ય જોયુ. વાત તદ્દન વિલક્ષણ છે, પણ એ ખાસ વિચારવા જેવી છે. આજે માક્ષ જવાનાં ગાડાં અધાતાં હતાં. એક મોટા શેઠે આવી ચડયા! એમને ખબર પડી કે આજ મેાક્ષનાં ગાડાં બંધાય છે. અહુ રાજી થયા.
Page #158
--------------------------------------------------------------------------
________________
વિલક્ષણ અનુભવેારે
૧૪૩
"
ગાડાવાળાને કહે ભાઈ શું લેશેા ? ' ગાડાવાળા કહે– રૂા. ૨૨૫. ’ શેઠ કહે– અરે ! એટલા બધા રૂપિયા તે હાય ! જે લેવું હાય તે કહેાને !’ ર્દેશ પંદર મિનિટ રંગઝગ ચાલી અને શેઠ ચીડાઈ ગયા. અશકય લાગે તેવી વાત છે, પણ એમાં શેઠના ધનમાડ ખરેખર જોવા જેવા છે. આ જીવને ધન પર માહ એટલેા છે કે મેાક્ષમાં જવાનાં ગાડાં અધાતાં હાય તે પણ એ ભાડુ પરદે !!
તમે હસેા છે ! દરરાજ મેાક્ષનાં ગાડાં બંધાય છે, પણ આ પ્રાણી કદી મ્હાંમાગ્યા દામ આપી ગાડાંમાં બેસતા નથી. પરિણામે એના સાદો સુધરતા નથી અને કદાચ રગઝગમાં સુધરે તે ચાલતે ગાડે ગાડાવાળા સાથે કજીએ થાય છે, ગાડાવાળાને ઠરાવ પ્રમાણે એ ચારા કે જમણુ રસ્તે આપત નથી, અને અંતે એના સંઘ સિદ્ધવડ કદી પહોંચતા નથી. કોઇને તમે મેાક્ષનાં ગાડાંનાં ભાવ પરઠતા નહિ જોયા હાય, પણ દરાજ સેંકડો લેાકેા, તમે પાતે પણ, એમ જ કરી છે! કેમ ચાંકયા ? ખરાખર વિચારજો. કોઈ પણ મેાક્ષ માટે માની લીધેલી ક્રિયામાં સવાખસેા માગે, ત્યાં ૨૫૦નુ અહીસા આપ્યા? મારી શક્તિ નથી ! અરે! એ શું મેલ્યા વાવીને ભુજી નાંખવાના ધંધા કર્યા અને પછી વળી મેક્ષ લેવુ છે.? એ તે શું બચ્ચાંનાં ખેલ છે? જરા ઉપર નીચે અને આગળ પાછળ જુએ. કયાં સુધી આ આત્મવાંચના ચલાવશે ? ત્યાં તેા સેા મણ ઘીના દીવા ખળે છે. અંદર અંધારું નથી. આંખ ચાળે નહિ. હુ અહુ વિચારવાનુ છે. એકડા કયાં સુધી છુટયા કરશા ! ચાલે ! આવા મારી સાથે. દર આવા. ત્યાંથી તમને રસ્તા દેખાશે. એ તે વીરના મા છે. એમાં ભાવ પરડવાના હાય નહિ. માક્ષને આળખા,
Page #159
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગે
ચાલતી ગાડીએ બેસો, હોં માંગ્યા દામ આપે, વિચારો કે તમે માને છે તે મેક્ષમાં ગયા તો આ સર્વ તે અહીં રહેવાનું છે. ત્યાં ગાડામાં બેસીને જવાય છે કે વિમાનમાં બેસી જવાય છે તે વિચારે. તમારી આ દશા હોય! બની ગયા! સજજડ બની ગયા ! હવે તે પોતે થાઓ ! પિતાને ઓળખે ને પોતામાં પેસે.
સમયને માથે જવાબદારી મૂકવી એ તે આપણું ચેખી નબળાઈ છે. જ્યારે આપણું ઉત્થાન થાય. ત્યારે સમય કાંઈ નડતું નથી. શું કહે છે? આ પાંચ આરે છે? હુંડાઅવસર્પિણી કાળ છે? અરે ભાઈ! એ શું નમાલી વાત કરે છે? શું બીજા ઉત્તમ કાળમાં બધા મેક્ષે જ ગયા હતા? અરે! તેમાં તે સાતમી નરકે જનારા પણ હતા. આવા શુન્ય વિચાર ન કર, બહાદુર થા, ઊઠ, કેડ બાંધ અને રણુજંગ મચાવ!! તારે તે એટલું વિચારવું કે મારે માટે તે સુસમા કાળ કરતાં પણ આ પુણ્ય સમય ખરે હાથ આવ્યો છે. જે કાળે આત્માનું ઉત્થાન થાય તે કાળ તેને માટે સારે છે. તારા હાથમાં આ અવસર કદી આવ્યા નથી. તું સુસમા કાળમાં પણ જમ્યો નહોતે એમ ધારીશ નહિ. ત્યાં પણ તેં જરૂર આ જૈન શાસનપ્રાપ્તિ કરી હશે. તારે માટે આ ધન્ય સમય બીજો કેઈ નથી. દરવાજા આગળ જઈ ઊભો રહેજે, પછી બારણું ખખડાવજે અને તે ઊઘડે કે તરત જ અંદર દાખલ થઈ જજે. માટે શું? બસ, ઊઠ અને કામે લાગી જા. વિચારજે કે ગયે વખત કદી પાછે આવવાને નથી જ. છે. ધ. પ્ર. પુ. ૪૩. પૃ. ૩૩૫ }
સં. ૧૯૮૪
Page #160
--------------------------------------------------------------------------
________________
વિલક્ષણ અનુભવો*
[૧૨]
સાચા જોશી એક દિવસ અમારા ગામમાં એક સાચા જેશી આવ્યા. એમણે ભૂતકાળની વાત એટલી સાચી અને સ્પષ્ટ કરવા માંડી કે કેટલાક લેકેની ગુપ્ત વાત જે તેઓ પોતે જ માત્ર જાણતા હતા તે પણ જેશી મહારાજે કહી દીધી; એટલે લેકેને તેના પર વિશ્વાસ બેઠે. ભવિષ્યની વાતમાં કેટલાકને કહ્યું કે તેનું છ માસમાં જ મરણ થવાનું છે, કેઈને આઠ માસ કહા અને કેઈને એક વર્ષ કહ્યું. એવું જેનું ભવિષ્ય ભાખ્યું તેની ભારે અપદેશા થઈ. એમાંના એકે તે દેશપરદેશ મેલાં (મરણસમાચારના પત્રો લખ્યાં અને કે મરણ પછી દિલગીરી બતાવવા (કાણે) આવે તેને બદલે પ્રથમથી જ આવી ખરખરે કરવા લાગ્યા અને એ રીતે કુલ છ માસ રડારોળમાં જ ગયા. બીજાને છોકરીના લગ્ન કરી નાખવા હતા તે કામ એણે ઊંચે મને પતાવી દીધું અને પિતે મરણની રાહ જોઈ બેઠે. ત્રીજાને ઉઘરાણી ઘણી હતી તે વસુલ કરવાની તાલાવેલી લાગી અને ગામેગામ ભટકી એણે
એક મુમુક્ષુની રાજનિશિમાંથી લખી લીધેલ છે. એમ જણાય છે કે આ પ્રત્યેક અનુભવની પછવાડે કે મહાન સત્ય છે, પણ તે મુમુક્ષુએ લખ્યું જણાતું નથી. વાંચનારને લાભ થાય તેવું જાણું જેવું મળ્યું તેવું પ્રકટ કરી નાખ્યું છે. એની વિલક્ષણતા વિચારણીય છે, એમ ઉદ્દઘ્રત કરનારને ઘણું લાગ્યું છે. 10.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૬
સાધ્યને માગે નાણાં એકઠાં કર્યાં. એકને વ્યાધિ થયા હતા, તેની દવા કેઈ નિષ્ણાત વૈદ્ય મારફત ચાલતી હતી, તે તેણે બંધ કરી દીધી, અને તે તે ચિંતા તેમજ ગમગીનીમાં પડી જઈ કેઈની સાથે વાત પણ કરે નહિ, બેલે પણ નહિ અને સુકાતો જાય. એવી સ્થિતિમાં–મરણની ચિંતામાં રીબાઈ—રીબાઈને એણે પિતાને છ આઠ માસને સમય કાઢયે. એકંદરે આખા ગામમાં કઈ પિતાની, કોઈ પિતાના નજીકના સગાની, કેઈ મિત્રની અને કઈ સ્નેહીના મરણની ચિંતામાં પડી ગયા. આખા શહેરમાં મરણની જ વાતે ચાલવા લાગી. અમારા ગામની એવી વિચિત્ર દશા થઈ પડી કે એની ગ્લાનિને ખ્યાલ આપ મુશ્કેલ છે. કેઈના મુખ પર આનંદ ઉલ્લાસનાં દર્શન જ ન થાય એવી દશા ચારે તરફ મેં નજરે જોઈ હતી. પછી એ સાચા શી અલેપ થઈ ગયા ત્યારે લેકના જીવમાં કાંઈ હોશ આવ્યા.
(૨)
એક વર્ષનું રાજ્ય અમારા ગામના રાજાને વિચાર થયે કે–ગામમાંથી - ૧ આ સંબંધમાં કવિ દલપતરામે “દૈવજ્ઞ દર્પણ” નામની બુક લખી છે તે. ખાસ વાંચવા લાયક છે. તેમાં જૂઠા જેવી ને સાચા જોશીના છે વિભાગ આપી સિદ્ધ કર્યું છે કે, “આ દુનિયામાં ચા જોલીની જાણ નથી, એથી લાભને બદલે હાનિ થવાને સભવ છે. તંત્રી
૨ સૂચિત-ઉપમિતિભવ પ્રપંચા કથા, પ્રસ્તાવ છો, પ પુરુ ચરિત્ર વિભાગ.
Page #162
--------------------------------------------------------------------------
________________
વિલક્ષણ અનુભવે
૧૪૭ કઈ કઈ વ્યક્તિને પસંદ કરી એક એક વર્ષ તેને રાજ્ય છે. ૧
૧," કરવા દેવું અને પછી તેનું પરિણામ વિચારવું” એ વખતે લેકનિયુક્ત સંસ્થા હતી નહિ, તેથી એ વિચાર થયે હશે એમ હું ધારું છું. પછી એક વ્યક્તિને રાજ્ય આપ્યું, એટલે એણે એક વર્ષ સારું સારું ખાધા કર્યું. એ ખૂબ અકરાંતીઓ થઈને ખાય અને વમન કરે. બીજે વર્ષે બીજાને રાજ્ય આપ્યું, એટલે એણે આખું વર્ષ દારૂ પીવામાં અને નિશામાં ચકચર થવામાં ગાળ્યું. ત્રીજાએ ગામમાંથી સારી સારી સ્ત્રીઓને લલચાવી તેની સાથે વિષયભંગ કર્યો. ચોથાએ પોતાના શત્રુઓને વીણી વીણી કેટલાકને પાર કર્યા અને કેટલાકને ફાંસીએ ચઢાવી દીધા, પણ તેમાં તેનો ગુન્હો શું છે તેની તપાસ કરવાની દરકાર પણ કરી નહિ. એકે ગાયકેની ટેળીઓ એકઠી કરી ગાન કરાવ્યા, નાચ નચાવ્યા, અને સજા કરાવ્યા. એકે શિકાર કરવામાં મેજ માણી, જંગલમાં જનાવની દોડાદોડી કરાવી, ત્રાસ આપ્યા અને કૈકનાં પ્રાણ લીધાં. એકે જનાવરેને સંગ્રહ કરી તેનાં પાંજરાં કરાવ્યાં અને તેમાં તેમને પૂરવામાં મેજ માણું. એકે નગર બહાર ક્રીડા કરાવવામાં, ગરબા ગવરાવવામાં અને સ્ત્રીઓ સાથે વાત કરવામાં અને તેમની વાતો ઝીલવામાં રસ લીધે. એકે પોતાની બિરૂદાવળી બોલાવવા માટે ચારણે રોક્યા અને તેમની પાસે પિતાની સાચી બેટી સ્તુતિ ગવરાવવામાં આનંદ માન્ય. એકે જાતજાતનાં અત્તરે અને ખશ એકઠી કરવામાં અને તેને ધ્રાણુસ્વાદ કરવામાં વખત ગાળ્યો. આવી રીતે દશ વ્યકિતને દશ વર્ષ રાજ્ય આપ્યું અને પરિણામ જોયું. પ્રત્યેકને વર્ષ આખરે કહ્યું
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૮
સાધ્યને માગે
,,
કે વત્સ ! તને રાજ્ય કરતાં આવડ્યું નહિ. ” પરંતુ પ્રત્યેકે આ વાત ગુપ્ત રાખી. કોઈ રાજ્યના અંદરના ખરા કાર્ય માં ઊતર્યો નહિ, કાઇએ રાજ્ય સ્થાન કયું છે? અને ક્યાં છે? તેની તપાસ પણ કરી નહિ અને કાઈ પણ રાજાના આશય સમજ્યા નહિ. એમને ખરી રાજ્ય સત્તાના ખ્યાલ આવ્યે નહિ. એક વર્ષ જેટલા સમયમાં શું શું થઇ શકે? તેના વિચાર શરૂઆતમાં આવ્યા નહિ અને વર્ષના સમય પૂરો થતાં જ્યારે મહારાજાધિરાજે ઉપર પ્રમાણે ટીકા કરી ત્યારે જ ચાંકયા અને પાછા આવ્યા હતા તેવા પેાતાના અસલ સ્થાનમાં અથવા તેથી પણ નીચા સ્થાનમાં ગપચપ પહોંચી ગયા. ( દુર્ગતિએ ગયા. )
*
( ૩ ) દેવતાના છેલ્લા છ
*
*
માસ ક
આજે એક દેવતાની કૃપાથી ખીજે દેવલેાકે ગયા. ત્યાંની લીલેાતરી અને પ્રકાશ જોતાં જોતાં આગળ ચાલ્યેા. જમીનના સ્વયં પ્રકાશ, ચારે તરફ ખીલેલી વનરાજી, વૃક્ષાની ઘટામાંથી આવતા મદ મદ અને સુગ ંધી પવન, કાઇ જગ્યાએ નાટકા ચાલે છે, કાઈ જગ્યાએ ખેલા ચાલે છે, કાઈ જગ્યાએ દેવા પીતાંબર વસ્ત્રો પહેરી નાચી રહ્યા છે, કાર્ય અમૃતપાન કરી રહ્યા છે, કોઈ જળક્રીડા કરે છે, કોઇ પતંગ ચગાવે છે, અને કાઈ ન્હાય છે, ગાય છે, નાચે છે, હુરે છે, કૂદે છે, ઢાડે છે, એસે છે વિગેરે. ત્યાં કાઇના પણ મુખ પર દુ:ખ, ગ્લાનિ
× સૂચિત—એક પૂર્વ ક્થામાંથી. દેવગતિમાં અજ્ઞાનને અંગે આ સ્થિતિ . છેલ્લા છ માસમાં વિલાસમાં જીવન ગાળનારની થાય છે, એમ તેમાં જણાવ્યું છે,
Page #164
--------------------------------------------------------------------------
________________
વિલક્ષણ અનુભવે
૧૪૯
કે ચિતા દેખાતી જ નહાતી. તેવામાં ત્યાં ઝાડને ટેકો આપી બેઠેલ અને મુખ પર શ્યામ ગંભીરતા, ગળામાંથી નિ:શ્વાસના અવાજ અને વાતાવરણમાં દિલગીરી–આવી સ્થિતિમાં આવી પડેલ એક દેવ જોવામાં આવ્યા. એના પીતાંબર વજ્ર ઉપર પહેરેલી માળા કરમાતી જતી હતી, એ માથા પછાડતા હતા, રડતા હતા, એના શરીરમાંથી અતિ દુ:ખની જ્વાળા નીકળતી હતી, એ એને ત્રાસ આપી રહી હતી. એની માળા કેમ કરમાવા માંડી અને એને શું દુ:ખ હતુ તે કાંઈ મને સમજાયું નહિ. ચેતરફના આનંદી વાતાવરણુ, નાટક, ધમાલ, ક્રીડા અને નાચેા વચ્ચે આ વિરોધીભાવ મારા સમજવામાં ન આવ્યેા. એ ઊડીને બાજુમાં ચાલતુ નાટક જોવા પણ જતા ન હતા અને એ તે રડારોળ જ કરતા હતા, તેમજ હીબકા ભરી ભરીને સુખી વાતાવરણને દુ:ખી અનાવતા હતા. એની પાસે જરા ઊભા રહી જોયુ, પણ એનું દુ:ખ અને એના કળાટ જોયાં જાય તેવાં નહેાતાં. ચારે તરફના સુખની વચ્ચે એ દુ:ખી તરફ્ કરુણા આવી અને સુખનાં સાધનાએ મારા મન પર જે અસર કરી હતી તે કરતાં પણ એનું દુ:ખ જોઈ મને વધારે અસર થઇ. એનાં દુ:ખનુ કારણુ કહે તેવા કાઈ ત્યાં ન હતા. સર્વ પોતપાતાના એશઆરામમાં પડયા હતા.
પરિણામે પૂછતાં અને તપાસ કરતાં જણાયું કે- એ દેવની ત્યાંથી ચ્યવવાની સ્થિતિ નજીક આવી હતી, તેથી એ આ અર્ધું સુખ એકદમ તજવું પડશે તેને માટે દુ:ખી થતા હતા અને આખા ભવમા કંઇ સુકૃત કર્યું નહિ, તેને માટે પશ્ચાત્તાપ કરતા હતા.”
*
*
*
*
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૦
સાધ્યને માગે
| [૪]
મોહના ઉછાળા એક ડેસીને એકની એક દીકરી હતી. એ દીકરીને ક્ષયરેગને વ્યાધિ લાગુ પડ હતો. એનું શરીર દરરોજ ઘસાવા લાગ્યું, ધીમે ધીમે એને ખોરાક ઘટતે ગયે અને શરીરનું વજન પણ ઘટતું ચાલ્યું. ડેસી સૂર્યદેવની ઉપાસના કરતી હતી. સવારે સૂર્યને અર્થ આપી, તેની સામે ઊભી રહી, દરરોજ પ્રાર્થના કરે કે–“દીકરીને ભગવાન બચાવી લે, અને તેને બદલે પિતાને ઉપાડી લે.” પુત્રી પ્રેમને લઈને તેની આ પ્રાર્થના ખરી હતી કે મેહના ચાળા હતા તે સમજાતું નહિ. એમ કરતાં બે માસ ચાલ્યા ગયા. છોકરીનું શરીર વધારે દુબળ થતું ચાલ્યું. વૈદ્યોએ તેને માટે આશા મૂકી દીધી. શરીરમાં વ્યાધિ ચોતરફ પ્રસરી જાય અને કલેવર વ્યાધિથી ઘેરાઈ જાય ત્યારે ગંગાજળ ઔષધ અને નારાયણ જ વૈદ્ય થાય એ સૂત્ર ત્યાં માન્ય થયું. પણ ડોશી તે દરરોજ સવારે નિયમસર સૂર્યની પ્રાર્થના ઉપર જણાવ્યું તે રીતે કર્યા જ કરતી.
એક દિવસ પ્રભાતમાં તે ડેસીના પાડોશીના ઘરમાં ભેંસ પેસી ગઈ. એણે જઈને ઘઉંના લેટના ગેળામાં માથું માર્યું, માથું પેસી ગયું પણ નીકળી શકયું નહિ એટલે ગેળે હલાવતાં અથડાવતાં ફૂટી ગયો અને ગેળાની હાંસડી સમેત ભેંસ ભડકીને દેડી. ભેંસને દેખાવ બહામણે હતે. ભેંસ ગળામાં ગેળાની ઉપરની ઠીબ સાથે દેડતી પેલી ડેશી તરફ આવી.
સૂચિત–એક સાંભળેલ લોકકથા
Page #166
--------------------------------------------------------------------------
________________
વિલક્ષણ અનુભવો
muuunnnnnnnnnnnnnn તે વખતે ડેશીની પ્રાર્થના પૂરી થઈ હતી. ડોશીને લાગ્યું કે જમ આવે. ભેંસના જેવા જ દેખાવની “યમ”ની કલ્પના હોય છે, એટલે હાથ લાંબા કરી, આડા ધરી ઊંચેથી બોલી ગઈ. “અરે! મારી દીકરી તે અંદર ખાટલામાં સૂતી છે, અંદર જાઓ, અંદર જાઓ.” આડા હાથ દેવાથી ભેંસ તે બીજી બાજુ ચાતરી ગઈ અને પ્રાર્થનાને ભરમ ફૂટી ગયે.
વીર પ્રભુ આવે તે. આજે સ્વમ આવ્યું કે શ્રી વીર પરમાત્મા પૃથ્વી પર પધાર્યા છે. તેમણે એક દેવદુષ્ય-સાદું વસ્ત્ર ધારણ કર્યું હતું, તેઓની ઊંચાઈ આપણાથી લગભગ બમણી હતી, તેઓનું તેજ અજબ હતું. શુદ્ધ-સ્પષ્ટ સમજાય તેવી ભાષામાં તેઓ વાત કરતા હતા. એમને પ્રથમ કેટલાંક વેતાંબર ભાઈઓ મળ્યા. તેમણે જોયું કે પ્રભુને માથે મુગટ નથી, આંખ પર કૃત્રિમ આખો ચઢાવી નથી, અંગે ચાંડલા નથી, કેડમાં કંદરે નથી, એટલે એમણે તે ભગવાનને નમવાની પણ ના પાડી, સાંભળવાની પણ ના પાડી. દિગમ્બરે પાસે ગયા તે તેમના શરીર પર દેવદૂષ્ય વસ્ત્ર જોઈ તેમણે તેમની સામું જોવાની પણ ના પાડી. સ્થાનક્વાસી ભાઈઓ પાસે ગયા તો જીવતી મૂર્તિની આવશ્યકતા વિચારી તેમણે પણ કંઈ કેટું આપ્યું નહિ. ત્યારપછી ભગવાને અષ્ટ મહાપ્રાતિહાર્ય સહિત સમવસરણની અંદર બેસી દેશના દેવા માંડી. દેવે આવ્યા, મનુષ્ય આવ્યા, પણ એમાં એક પણ
Page #167
--------------------------------------------------------------------------
________________
vvvvvvvvv V '^^ws
૧૫ર
સાધ્યને માગે જૈન મળે નહિ. એક સંપ્રદાયે વધે કાઢ્યો કે સમવસરણમાં કુલે પાથર્યા છે તે પર પગ કેમ દેવાય? એક કહે કે ભગવાન ઈરિયાવહિ પડિક્કમતા નથી અને આ બધી ધમાલ શેની કરે છે? એક કહે કે શાસ્ત્રમાં ભગવાનને ચતુર્મુખ કહ્યા છે અને અહીં તે એક જ મુખ દેખાય છે, તેથી આમાં કાંઈ માયાવીપણું હોવું જોઈએ. ભગવાનને તે આ સર્વ ચર્ચા ઉપર ઉપેક્ષા હતી. તેમણે તે યાદ્વાદનાં સૂત્ર અને વસ્તુસ્વભાવ પર તેમજ નય અને કર્મનો સિદ્ધાંત પર ખૂબ વિવેચન કર્યું અને આત્મસન્મુખતામાં ધ્યાનયોગની વિશિષ્ટતા બતાવી. એમને સાંભળનારા છક્ક થઈ ગયા, પણ એમાં એક પણ જૈન જોવામાં આવ્યું નહિ. ભગવાનને એને ખુલાસો પૂછવા જતો હતો તેવામાં તે આંખ ઊઘડી ગઈ.
વિચાર શું કરું? મારું કપાળ એક હવેલીમાંથી મથુરાને બે મિષ્ટાન્ન ખાઈ દરરોજ અગિયાર વાગે સવારે બહાર નીકળે. બહાર એક મસ્ત સફેદ ગેધ ફરતે હોય કે બેઠા હોય તેને એ દરરોજ મહાલતે જુએ. એનું સ્વચ્છ હૃષ્ટપુષ્ટ રૂની પુણી જેવું શરીર જોતાં
બાજીને દરરોજ એના પર વારી કરવાનું મન થઈ આવે. એમ છ માસ સુધી એ દરરોજ અગિયાર વાગે ખાઈપીને બહાર નીકળે અને એને એકને એક જ વિચાર આવ્યા કરે અને વળી પાછો નિર્ણય કર્યા વગર એ ચાલ્યો જાય. છ માસ પછી બીજી એક દિવસ ખૂબ ખાઈપીને હવેલીમાંથી
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૭
વિલક્ષણ અનુભવો બહાર આવ્યા અને દિવસના વિચારને અમલ કર્યો. એણે તે મસ્તાન મહાજનીઆ ગેધા પર સ્વારી કરી. જેવી સ્વારી કરી તે જ પેલે મસ્તાન ગેધો ચમ, ચેક અને દેડ્યો. બન્ને મસ્તાન હતા, પણ પચાસેક ડગલાં ગોધ દે,
ત્યાં ચોબાજીએ સમતોલપણું ખોઈ નાખ્યું અને પોતે જાતે જમીન પર ટટકાયા. એની ધોતલી ગોધાના પગમાં ભરાણું અને પોતે પચીસેક ફિટ ખેંચાયા, અબ લેહીલુહાણ થયા, શરીરે ઉઝરડા પણ ખૂબ પડ્યા અને પાડાના બે ત્રણ પાદુ પણ વાંસા પર પડ્યા પરંતુ નશીબજોગે જીવતા રહ્યા. લોકેએ હાથ આપી ઊઠાડ્યા અને કહ્યું: “અરે ભાઈ! જરા વિચાર તે કરે હતે? આવા મસ્તાન પર કયાં બેઠા? એ તે આંકેલ સાંઢ છે, મફતનું ખાય છે અને મહાલે છે! તમારે જરા વિચાર તે કરે હતો !!” પેલા બાજી જવાબમાં કહે છે: “વિચાર શું કરું? મારું કપાળ!! છ છ માસ સુધી વિચાર કર્યા પછી એના પર બેઠે અને તમે વિચાર કરે, વિચાર કરે, એમ કહે છે? આથી તે વધારે વિચાર કેવોક થતું હશે ?”
છ-છ માસ સુધી વિચાર કરી, એવી દીધું વિચારણાને પરિણામે ગધા પર સ્વારી કરનાર બાજીના જેવા વિશિષ્ટ વિચારકોને આ અનુભવ સપ્રેમ અર્પણ !!
(૭) સુખનાં ખ્યાલી કેડ સાચી બનેલી, નજરે જોયેલી અને પિતાને કાને સાં
Page #169
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માણેક ભળેલી વાર્તા છે. એક અતિ ધનાઢય શેઠની પાસે શેરસટ્ટામાં એક કરોડ રૂપિયા થયા હતા. એ બજારમાં ખરીદવા નીકળે તે બજારમાં તે જેની ખરીદી કરે તે જાતના શેરના દરમાં સો સો રૂપિયા વધી જતા, એ વેચવા નીકળે તે તેને બજાર સારી રીતે બેસી જતો. એ શેર બજારને રાજા હતે.. એણે તદ્દન ગરીબાઈમાંથી સટ્ટો કરીને કરેડ ઉપરાંત રૂપિયા એકઠા કર્યા હતા. એ રોલ્સરોઈસ મેટરમાં ફરતા હતા. એમના વપરાશના બંગલાની માગણી વીશ લાખે થતી હતી. એમણે જાતે કહેલી આ વાર્તા છે અને તદ્દન સાચી છે –
“ભાઈ તમે મને સુખી કહે છે? મહિને સે રૂપિયા કમાતું હતું અને દશ રૂપિયાની ખેલમાં રહી સાંજે મારી પત્ની અને બે પુત્રો સાથે ફરવા જતો હતો અને કોઈ વાર નાટકસિનેમા જેવા જતા હતા ત્યારે જે આનંદ અને સુખ હતાં તેમાંનું અત્યારે કઈ નથી. તે વખતે દરરોજ આઠ ક્લાક શાંતિથી ઊંઘતો હતે, અત્યારે રાત્રિના ત્રણ વાગ્યા સુધી મેટા છત્રીપલંગમાં પાસાં જમણુડાબાં બદલું છું, સ્ત્રીને પ્રદરને વ્યાધિ છે, છોકરાની સાથે વાત કરવાની કુદસદ નથી, એટલે એક વંઠી ગયે છે, અને બીજો મરવા વાંકે જીવે છે ઘરે જઉં ત્યારે શેરની વાતે, રાત્રે અગિયાર વાગ્યા સુધી દલાલેને અવરજવર અને ઉપરાઉપરી ટેલને અને રાત્રમાં શેરની ઉથલપાથલ સાથેની તંદ્રા, લડાઈના ભણકારા અને હરીફ વેપારીની રમતે કઈ દિવસ સ્ત્રી સાથે જમ્યો નથી કે નિરાંતે. વાત પણ કરી નથી. રવિવાર જેવી ચીજ નથી અને સિનેમામાં જવા કુરસદ નથી. પૂજા કરવા પરાણે ચાર મિનિટ બેસું છું ત્યારે શેરની તેજી મંદીના પાસા મનમાં આવે છે અને માળાને
Page #170
--------------------------------------------------------------------------
________________
વિલક્ષણ અનુભવા
૧૫મ
પારા પટપટ પડી જાય છે. કળાની કે પ્રેમની દષ્ટિએ જીવન શુષ્ક થઈ ગયુ છે અને આ ઉપાધિમાંથી નીકળવાના માર્ગ શોધતાં તેમાં વધારે વધારે અટવાતા અને ગુચવાતા જઉં છું. બંગલાના સુંદર ખગીચામાં ફરવાને વખત નથી અને આરામખુરસી પર પડવાની ફુરસદ નથી. જ્ઞાન વધારવા માટે ઘરમાં સારા પુસ્તકસંગ્રહ કર્યો છે તેની ચાવી બે વર્ષથી ખાવાઈ ગઈ છે. ડેઈલી પેપર (દૈનિકપત્ર) થી પ્રાત:સ્મરણ થાય છે અને સૂતાં સુધી ઘંટડીઓ (ફેશનની) વાગ્યા કરે છે. આનું નામ જીવનસુખ કહેવાતુ હાય તા તમે જાણે ! મારા હૃદયમાં શાંતિ, વિચાર કે સ્થિરતાનુ નામ નથી ! ?? આ કબૂલતા મુગ્ધચિત્તે ધ્યાનપૂર્વક સાંભળ્યા કરી. સુખ કયાં છે ? કાને મળે ? કયાંથી મળે? તે ઉપર ત્યારપછી અનેક વિચાર આવ્યા.
*
*
ભલા મારા ઠંડણપાલ
સને ૧૯૧૮ની વાર્તા છે. આજે દશ વર્ષ થયા. એક વખત એક્સિમાં બેઠા હતા ત્યાં એ મિત્રા આવ્યા. એ વચ્ચે નીચેની વાત થઇ, હૃદયમાં એ નોંધાઈ ગઈ છે. એક મિત્ર પાંચસેાના માસિક પગારદાર હતા, ત્રીજો કાપડ બજા– રના મોટા વેપારી હતા.
*
વેપારી:—ભાઇ હમણાં અમારી બજારમાં તા ભારે મજા છે. દરાજ બે હજાર કમાઈ સાંજે ઘેર આવીએ છીએ.’ અમલદાર:—તે કેવી રીતે ??
વેપારી:—દલાલ દુકાને આવી પાંચસેા ગાંસડી વેચી
Page #171
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માર્ગે -જાય અને સાથે બે આને નફે વેચવાના સોદામાં સહી લેતે. જાય. માલ લે નહિ, દેવે નહિ અને ખાલી સહી કરવાના હજાર પંદરસે દરરોજ મળે છે. આના લીધા અને આને દીધા !” - અમલદાર:–અત્યારે તમને એ વેપાર કેણું કરાવે છે ?'
વેપારી:–“દલાલે ! અરે અત્યારે બજારમાં બે હજાર દલાલે છે. વેપારીઓ કરતાં પણ એની સંખ્યા વધારે મેટી છે. આ તમારે પગાર તે હું બે મિનિટમાં રગાવી શકું. આ અમારી બજારમાં.”
અમલદાર:–“આ મારે ઠંઠણપાળ સારે છે. અમને લાખ મળવાના નથી અને લખેસરી થવાના નથી. તે પણ વિચારીને કરજે !”
વેપારી:–“અરે તમારાથી વેપાર બને જ નહિ ! અને (મને બતાવીને) આ ભાઈ બેઠા બેઠા બે રૂપિયાને કાગળ લખે છે અને બે રૂપિયાને વેચે છે–એમાં તે શું વળે ? બાપદાદાનો વેપાર મૂકીને આ કયા રવાડે ચડી ગયા?”
અમલદાર:–“અમને અમારી સ્થિતિમાં સુખ છે, રાત્રે નિરાંતે આઠ કલાક ઊંઘ આવે છે અને ખૂબ કકડીને ભૂખ લાગે છે એટલે આનંદ છે. તું સંભાળજે.” * આને જવાબ અમલદારને મળે તે લખવા જેવું નથી, એમાં વ્યાપારીનું સાહસ અને અભિમાન, નેકરીઆત વર્ગ પર તુચ્છતા અને વકીલ તરફ ધિક્કાર હતા. પછી તે સપ્ટે
મ્બર ૧૯૧૮માં સરકારે એકસેસ પ્રેકટ ટેક્ષ નાખે, સુપરટેલ નાખે, દિવાળીએ કાચી સુલેહ (આમીટીસ) જાહેર થઈ અને ચક્કર એવું ફર્યું કે નફાનાં સ્વમાં અલેપ થઈ
Page #172
--------------------------------------------------------------------------
________________
વિલક્ષણ અનુભવા
૧૫૭:
ગયાં, નુકસાનીના ક્ષય લાગ્યા, વ્યાપારીનું મગજ નરમ પડી ગયું, અભિમાન એસરી ગયાં અને અસલની પૂંજી હતી તે પણ ખલાસ થઈ ગઈ, તે પેઢી નાફાતી થઈ ગઈ, આમરૂ ધૂળધાણી થઈ ગઈ અને આખરે ગાંડા થઈ તે વ્યાપારી પૈસાની હાયમાં ખલાસ થઇ ગયા. પેલા અમલદારના પગાર હાલ સાતશે. ઉપર છે અને એ રૂપિયાના કાગળ વાંચનારલખનાર હજી એમ ને એમ કાગળા લખી વાંચી આનંદ કરે છે.
આવા પ્રકારનાં જરા ફેરફાર સાથે છેલ્રા દશ વર્ષમાં એટલાં અનુભવા થયા છે કે એને માટે તો કોઈ પણ વિચારકે પાતાની જાતને કે આજુબાજુના વાતાવરણને જરા જોવા જેવું છે કે યાદ કરવા જેવું જ છે. આખી જિંદગીમાં ન જોવાય તેટલા આવા પ્રકારના અનુભવ ૧૯૧૪ થી થઇ ગયા છે. જરા સ્મૃતિને તેજ કરવાથી અનેક દાખલાઓ પ્રત્યેક વિચારક યાદ કરી શકે એવું હાવાથી તેવી સંખ્યામાં વધારા કરવાની આવશ્યક્તા જણાતી નથી.
}
છે. ધ. પ્ર. પુ. પૃ. ૩૭૬
૪૩.
સ. ૧૯૯૪
Page #173
--------------------------------------------------------------------------
________________
સંત સમાગમની બીજી ઘડી*
(૧૩) * આજે સંત મારે મંદિરે આવી ચઢયા. અમે હવેલીના ચેથા માળ ઉપર બેઠા. સ્વાગતના પ્રાસ્તાવિક ઉપચારના ચાલુ એક બે પ્રશ્નોત્તરે પછી અમારી વચ્ચે નીચે પ્રમાણે વાતાલાપ થયે.
સંત આજે કાંઈ આનંદમાં દેખાઓ છે ? મુમુક્ષુ–કાંઈ ખાસ નહિ. સામાન્ય રીતે મજા છે.” સંત –“આજે સવારે શું વિચાર કર્યો?
મુમુક્ષુ–કાંઈ ખાસ વિચાર કર્યો નથી. સામાન્ય નિત્ય કર્મ કર્યું?
સંત–ત્યારે કાલે રાત્રે સૂતી વખતે કાંઈ ને અનુભવ કર્યો ?
મુમુક્ષક–સૂતી વખતે સહજ પરમાત્માના નામનું સ્મરણ કર્યું અને ઊંઘ આવી ગઈ.
સંત – કાંઈ ભાસ થયો? કઈ ચિંતા થઈ? કાંઈ કાંઈ વિચારણા ચાલી ? - મુમુક્ષુ –કાંઈ ખાસ થયું નથી. સામાન્ય રીતે વિચાર થયા કરે છે તે થયા. કેઈ ન અનુભવ થયો હોય એવું સ્મરણમાં નથી.”
સંતઃ–ગઈ કાલે લક્ષ્મી કેટલી પ્રાપ્ત કરી
મુમુક્ષુ–કાલે વ્યાપારમાં ઠીક પેદા કર્યું. આપને • એક મુમુક્ષુની રોજનિશિમાંથી તારવેલ.
Page #174
--------------------------------------------------------------------------
________________
સંતસમાગમની બીજી ઘડી
૧૫૮ એ પ્રશ્ન પૂછતાં જોઈ નવાઈ લાગે છે.”
સંતઃ–“નવાઈ તુરતમાં દૂર થશે. સૂતી વખતે એ બાબત યાદ આવી હતી ?
મુમુક્ષુ –હા, અને તેથી આનંદ પણ પળમાત્ર થએલ.” સંતા–બીજી કાંઈ વિચારણા થઈ હતી?”
મુમુક્ષ:–“ખાસ કોઈ યાદ નથી. આજે આવા સવાલ કેમ પૂછે છે? કાંઈ તત્ત્વજ્ઞાનની વાતને બદલે અંગત વાત કેમ?” - સંત—“આજે એમાં જ રસ પડતો દેખાય છે. મારા પ્રશ્નનો તે જવાબ આપે નથી. મારે પ્રશ્ન હતો કે ગઈ કાલે લક્ષમી કેટલી પ્રાપ્ત કરી? એનો જવાબ નથી મ.” - મુમુક્ષ:જવાબ તે સાહેબ! અપાઈ ગયો. આપ કેમ આજે અસ્તવ્યસ્ત બેલે છે ?” - સંતઃ—જવાબ નથી મજે. તારા જેવા જિજ્ઞાસુ લક્ષ્મીને ઓળખી શક્યા નથી–એમાં જ ચમત્કાર લાગે છે. જરા વિચાર કરીને જવાબ આપ.”
મુમુક્ષુ – આપ શું કહે છે? લક્ષ્મીને હું ઓળખી શક્યો નથી? અરે! સાહેબ! ત્યારે આપનો પ્રશ્ન આત્મિક લક્ષમીને અંગે હતું એમ કહેને!”
સંતા–પરભાવને ભજનારા એવા આખરે અહીં મૂકી વાની ચીજોના ઢગલાને, તારા જે લક્ષમી માને અને મનાવે તે તો નવાઈ પાર રહે નહિ.” - મુમુક્ષ—પણ સાહેબ અત્યારે તો એના મંડાણ મંડાયા છે, ચારે તરફ એની વાત થાય છે, એના પર સાહિત્ય રચાયાં
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૦
સાધ્યને માર્ગ
છે, એને મેળવવાના વલખામાં જગત દોડી રહ્યું છે. એના તરફ આંખમી‘ચામણાં કેમ થઇ શકે ? ’
'
સત:સર્વ પ્રપંચાને સમજવાનો યત્ન કરનાર તારા જેવા આ ઢેહાધ્યાસમાં રાચી રહે અને ચાલુ પ્રવાહમાં અટવાઈ જાય તા પછી આશ્ચર્ય પ્રાપ્ત થાય તેમાં નવાઈ શી ?’ મુમુક્ષુઃ— મને એ નવાઇમાં પણ એક નવાઇ લાગે છે ?’ સ'ત:— એટલે તું શુ કહેવા માગે છે?' મુમુક્ષુઃ— એટલે એ કે તે વસ્તુને પર, પારકી, અસ્થિર, અપસ્થાયી અને નાશવંત જાણવા છતાં એના પર પ્રેમ થાય છે, એની પ્રાપ્તિમાં આનંદ થાય છે, એના વિચારમાં મેાજ આવે છે—એ નવાઈ નહિ ? '
"
સ'ત:— એમાં નવાઈ જેવું કશુ નથી. દીકાળના સમધથી એવી વાસના બધાઈ જાય છે કે પરભાવ એ સ્વભાવ બની જાય છે. અને પછી તા કાઈ વાર વ્યકત રૂપે અને ઘણી વાર ન સમજાય તેવી રીતે એ અસર જમાવે છે. એ સ્થિતિથી ઉપર અવાય ત્યારે જ ખરા માર્ગ સાંપડે.’ સુમુક્ષુઃ— અને તેમ ન થાય ત્યાં સુધી ? ' સંતઃ— બધાં ય ફાંફાં, અંધારામાં ગોથાં ખાવાનાં અને સુકાન વગરના વહાણુની દશાએ જીવનકાળ પૂરા કરવાનો.’ મુમુક્ષુઃ— ત્યારે એ દશા પ્રાપ્ત કરવાનો કાંઇ મા અતાવશા’
’
સત: માર્ગ મતાન્યા સાંપડે નહિ, એ તા અ દરથી સૂઝી આવે ત્યારે કારગત નીવડે. ’
સુમુક્ષુઃ— પણ ગાથાં ખાનારને અંધારામાં કોઈ હાથ પકડી રસ્તે લઇ આવે તે માર્ગની સૂઝ પડે ને ? ’
Page #176
--------------------------------------------------------------------------
________________
સંત સમાગમની બીજી ઘડી
૧૧
સતઃ—અંધારામાંથી પ્રકાશમાં આવવાના અને પ્રકાશમાંથી દૂર દેખાતાં સાધ્યદીપ નજીક પહોંચવાના અનેક માર્ગો છે. ’
"
મુમુક્ષુઃ— પણ તે મતાવ્યા સિવાય કેમ જઉં ? એમાં કાંઈ શુસ રાખવા જેવી દુન્યવી વાત છે કે માદર્શન કરાવતાં પણ આટલા કાચ થાય છે ? ’
સંત:— એ તેા ઊઘાડી વાત છે. એમાં ગુપ્ત રાખવાની વાત હેાઇ શકે જ નહિ. માત્ર એ બતાવ્યા આવડે તેવા માર્ગો નથી. અંદરથી વૃત્તિ જાગશે એટલે સ્વયાગ્ય સાગ જડી આવશે. ’
મુમુક્ષુઃ— ઇચ્છા થતાં માગ જડશે જ એવી આપને ખાત્રી છે? ’
"
સતઃ— એ ઈચ્છા કરવા પહેલાં તૈયાર થયેલી ભૂમિકાદ્ધિ ઉપર તેના આધાર છે.’
મુમુક્ષુઃ— તા આપ થાડા રાજમાર્ગોની તે વાત કરી. એ રીતે જિજ્ઞાસા જાગૃત થશે તેા પછી માની શેષ કરી લેવામાં આવશે. દરમ્યાન એ તરફે પ્રયાણુ કેમ કરવું? એ તા કહેા. ’
એક
સતઃ— એને જવાખ તે મારા શરૂઆતના પ્રશ્નમાં જ આવી ગયા. તને જવાબ મળી ચૂકયા છે. સુમુક્ષુઃ— મારું લક્ષ્ય રહ્યું નથી. આપના ક્યા પ્રશ્નમાં એ વાત આવી ગઈ !’
*
સંતઃ—‘લક્ષ્મીપ્રાપ્તિવાળા પ્રશ્નમાં ’
સુમુક્ષુઃ— એમાં માર્ગની શેાધની વાત ક્યાં આવી ?
11..
Page #177
--------------------------------------------------------------------------
________________
સાધ્યને મા એ તે એક મામુલી પ્રશ્ન હતે. આપ કંઈક સ્પષ્ટતા કરે.” - સંત:–“ જરા વિચાર કરજે, વાર્તામાં જવાબ આવી જશે, તે તું પકડી લેજે. કાલે ક્રોધ કેટલી વાર કર્યો?
મુમુક્ષુ–“બરાબર ધ્યાનમાં નથી, પણ અંદરથી ક્રોધ એ એક વખત થઈ ગયે એમ યાદ આવે છે. એક વખત મારા સિપાઈએ ટેબલ પર કાગળ નહોતા મૂક્યા ત્યારે, અને બીજી વાર સાંજ મેટર વખતસર આવી નહોતી ત્યારે.”
સંતર–ઠીકયાદ રાખ્યું! માન કેટલા વાર થયું?”
મુક્ષ-ગઈ કાલે અભિમાન કર્યું હોય એમ યાદ આવતું નથી.”
સંતા–બરાબર યાદ ક્ર. કાલે કેઈને પત્રો લખ્યા હતા ?”
સુમુલહાજી, પત્રો તે કાલે ઘણુ લખ્યા હતા, પણ તેમાં માન કર્યું નથી. ઊલટું એક મદદ કરનારે વખાણ લમાં તેને જણાવ્યું કે હું એવી પ્રશંસાને પાત્ર નથી.”
તઃ—એમ લપડવાનું કારણ શું?”
9:- કારણ કાંઈ નહિં. હું એમ માનું છું કે મદદ કરવી એ આપણું ફરજ છે. એમાં પ્રશંસા શેની ઘટે?’
- સંતા - તારા પત્રને જવામાં આવશે. એવી તેમાં અપેક્ષા હતી.?”
–“હાજી! મેં વળતી ટપાલે કેટલાક સવાલનો જવાબ મંગાવ્યો છે.”
સંતા–“તું પ્રશંસાને યોગ્ય નથી એમ તેં લખ્યું તે જવાબ મળશે એમ તે ધાર્યું હતું?”
મુમુક્ષક–ખાસ નહિ, પણ જવાબ તો આવશે.”
Page #178
--------------------------------------------------------------------------
________________
સંત સમાગમની બીજી ઘડી
૧૪ સંતા–“શું આવશે એમ ધારી શકાય.' મુમુક્ષુ:–એ વધારે પ્રશંસા લખશે.”
ભર–કદાચ એ તને કુબેર ભંડારી કે કર્ણ દાનશ્વરી સાથે પણ સરખાવે.” છે. મુમુક્ષુ બનવાજોગ છે. તેથી એાછું વધતું પણ લખે.
સંત-કાંઈ પણ જવાબ આવશે એમ તેં તે મુદાને અંબે પત્ર લખ્ખતી વખતે ધારેલું ?”
મુમુક્ષુ:–“વ્યવહારમાં આવા જવાબ આવે છે એવો મારે અનુભવ છે.”
સંતઃ–ત્યારે સમજ કે તે લખ્યું કે તું પશસાને પાત્ર નથી એજ માન છે.”
મુમુક્ષુ –અજબ વાત કરે છે ! પ્રશંશાની ના - પાડવી એ તે માન હોય?”
સંતા–એમાં ઊંડાણમાં માન છે, માનની લાગણી છે, માતની એરણું છે. માન નથી કરવું એમ કહેવું એના ગર્ભમાં માને છે, લખાણી શેલી અથવા બેલવાની રીત ઉપરથી માનની હાજરી તુસ્ત જણાઈ આવે છે. - મુમુક્ષુ –આપે તો વકીલની માફક ઊલટ તપાસ કરવા માંડી. મને ઘણી નવાઈ લાગે છે.”
સંત –“આવી ઊલટ તપાસ તું તારી જાતની કર.” મુમુક્ષુ –એટલે આપ શું કહેવા માગે છે.'
સંતા–એટલે વાત એટલી જ કે તું તારે ગુરુ અને તારે ચેલે–અને બની જાય
મુમુક્ષુ -વળી ઊલટમાંથી ગુલામાં કયાં ચાલ્યા, ગયા? એ તે ન્યાયમંદિરમાંથી ઉપાશ્રયે પહોંચી ગયા!”
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૪
સાધ્યને મા
સત: તું ભૂલે છે. તારે તારી જાતને ગુરુ ચેલારૂપ માની ઊલટપાલટ તપાસ કરવી પડશે અને તેમ કરીશ ત્યારે પ્રત્યેક મનોવિકાર તારા પર કેટલું સામ્રાજ્ય બાગવે છે તેની તને ખખર પડશે. એમાં તે અંતરનાં દ્વાર ખાલવા પડશે. ’ સુમુક્ષુઃ— આપ કયા મનેાવિકારની વાત કરી રહ્યા છે ?
"
"
(
સત: પ્રત્યેક વિકારની. એમાં ક્રોધ, મદ, માયા, અસૂયા, રાગ, દ્વેષ, ક્લેશ, ભય, રતિ, શાક ગમે તે પ્રકારની મનની છાયાને અંગે તારે આંકડા ભરવા પડશે.’ સુમુક્ષુઃ—આંકડા શેમાં ભરવાના ?’
સ'ત: આજે ક્રોધ કેટલી વાર થયા ? અભિમાન કેટલીવાર થયું ? રાગદ્વેષ કેટલી વાર થયા ? પરદ્રોહમાં કેટલા તણાયા ? પરોપકાર કેટલા કર્યાં? ખ્યાતિ માટે કેટલેા અને સ્વાત્મસ તાષ માટે કેટલા ? નિષ્કામવૃત્તિએ કેટલા અને સકામવૃત્તિએ કેટલા ? છાપામાં નામ ન વાંચી નારાજ કેમ થયા ? ટીકા વાંચી લડકી કેમ ઊઠયા ? અંતરાત્મા સાથે કેટલી વાર વાતા કરી ? એમ જ માયા અને લેાલ, પરિગ્રહ અને મેહ, અસૂયા ઇર્ષ્યા ઇત્યાદિ સેંકડો બાબતમાં આંકડા માંડવા પડશે.'
•
મુમુક્ષુઃ—એમાં લાભ શે ??
સત:—ત્યારે સમજાશે કે ધાર્યું હતુ કે ક્રોધ એ જ વાર કર્યો તે માન્યતા ખાટી હતી, અભિમાન કર્યું જ નથી એ માન્યતા ખાટી હતી. એવી બીજી અનેક માન્યતાઓ દૂર થઈ જશે, અને અંદર દોડાદોડી ચાલે છે ત્યાં કોઈ અનિવ ચનીય એકતા આવશે.’
Page #180
--------------------------------------------------------------------------
________________
સંત સમાગમની બીજી ઘડી
-૧૬ મુમુક્ષુ:–અત્યારે એકતા નથી? આપ શું કહેવા માગે છે તે બરાબર સમજાયું નહિ.” - સંતા–“અત્યારે તે કઈ વાતમાં એક્તા નથી. મનમાં વિચાર જૂદા ચાલે, વચનવ્યાપાર સ્વાર્થની નજરે થાય અને પ્રવૃત્તિ જુદા લક્ષ્યને ઉદ્દેશીને થાય, ત્યાં એકતાને સવાલ જ ક્યાં રહે છે? બાહા દેખાવ, ડોળ, ધમાલ, પ્રશંસાની વૃત્તિ અને દુનિયામાં ડહાપણવાળામાં ખપવાની વૃત્તિની જ્યાં તીવ્રતા હોય, ત્યાં મન, વચન અને કાયાના પેગોની એકતાની વાત પણ કરવી ઘટે નહિ.” - મુમુક્ષુ – ત્યારે એ એક્તા શી રીતે આવે ? એને કઈ માર્ગ બતાવો.” .
સંત એકતા આવવાના માર્ગનું નામ આત્મનિરીક્ષણ છે. અંતર આત્મવૃત્તિએ મનને જરા પણ છેતર્યા વગર એકાંત સ્થાનમાં શાંતિપૂર્વક આત્મા સાથે વાત થાય અને પ્રગતિના શુદ્ધ આશયથી જવાબ લેવાય દેવાય તે ચિર અભ્યાસે એક્તાના માર્ગે ચઢાય ખરું.”
મુમુક્ષુ:–“આ તો ઘણું લાંબી વાત કરી અને તે પણ માર્ગે ચઢવાના સંભવ પૂરતી જ. ત્યાર પછી માર્ગ આવે, પછી રસ્તો દેખાય, પછી એ રસ્તે ચલાય અને પછી સાધ્યની દૂરથી કંઈક ઝાંખી થાય. એમ જ ને?” - સંતઃ– “અરે! સાધ્યની ઝાંખીની વાત ઘણી દૂર રહી. એકતાને માર્ગે ચઢાય તે પછી રસ્તા સૂઝી આવશે. પણ તું ધારે છે તેમ લાંબી વાત નથી. તને હજુ દુનિયાને મેહ ઘણે છે અને તારે માર્ગ શેધ છે. તારે પ્રથમ તે તારી જાતને પૂછવું જોઈએ કે તારે શું શ્રેય છે અને શું
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૬
ગેય છે? એ એમાં તારી એક્તા છે?
"
6
સાધ્યને મળે
મુમુક્ષુઃ— હાજી, મારું શ્રેય મને ઘણું પ્રિય છે.’ સંત:— છતાં તું ખરાખર વિચારીશ તે તને જણાશે કે તારું શ્રેય કયાં છે ? તે તું હજી યથાસ્થિતપણે સમજ્યા · નથી. એટલે ઓછી સમજણે ફાંફાં મારે છે. ખેાલ, તારું શ્રેય ક્યાં છે? શેમાં છે ? કેમ છે ? તે વિચારી તેને પ્રેય કર્યું` છે કે ચાલુ દુન્યવી યાલે લેવાઈ જઈ પરભાવમાં શ્રેય માન્યું છે? ’
મુમુક્ષુ:—‘ સમા. શ્રેય અને પ્રેયનો તફાવત રીતે કહેા છે. શ્રેય પ્રિય છે એ વાત ખરી, પણુ શ્રેયને જ ઓળખીએ નહિ, તે પછી એક્તા ન જ રહી શકે.’
સ'તઃ— અને એ જ ધેારણે ત્રણ ચેાગમાં પણ એકવા આવી નથી. ’
'
મુમુક્ષુઃ— એ પણ બેસે છે, સમજાય છે, પણ છતાં જ્યારે દુનિયામાં જઇએ છીએ એટલે પાછા વાયરે ચઢી જઇએ છીએ અને પછી તે ભાષણા અને સ્તુતિઓ, છાપાંઓ અને વાતામાં ચાલુ કાંટા ઉપર આવી જવાય છે.'
સત: ત્યારે એ સ્થિતિમાંથી જરા પણ ઊંચા આવવું નહિ અને પ્રગતિની વાતા કરવી એમાં આત્મવચના થાય છે. એ સર્વે પરિસ્થિતિમાંથી ખચવાના રાજમા આત્મનિરીક્ષણ’ છે.’
6
-
મુમુક્ષુઃ— એમ જોઇએ તા તા અમારું લગભગ સર્વ 1ાર્ય નિષ્ફળ છે. ત્યારે એમ તા અમારા આ પ્રેમ અને ત્યારે ભાવે?
Page #182
--------------------------------------------------------------------------
________________
સતસમાગમની બીજી ઘડી
33
સંત:— સર્વ કાર્ય નિષ્ફળ તા ન કહેવાય, પણ તારા ગ્રાહ ઉચ્ચ હાય તા એને લગભગ નિષ્ફળ કહે તા પશુ તદ્ન અયેાગ્ય નથી. બાકી આરે આવવાના રસ્તા તા હજી દૂર છે. આરા તા દૂરબીન માંડયે પણ દેખાતા નથી. ’
6
સુમુક્ષુઃ— આ તેા આપત્તિમાં આવી પડયા ! એમ થાય તે તે અથડાયા જ કરીએ ને ? ’
સત:- તે એમજ થાય છે અને વધારે ખરાબ તે એ છે કે અથડાવાની વાતને હજુ આળખતા પણ નથી. સાધારણ નાની બાબતને માટી માની લઈ, એના ટેકામાં આગળ વધી ગયેલ છીએ એમ પ્રાણી પેાતાની જાતને મનાવી લે છે, પણ એમ આરા આવે નહિ.’
'
મુમુક્ષુ:~ · ત્યારે આમાં તા કાંઇ મુઝવણુ દૂર ન
ગયા, પણ કાંઈ પા
થઈ. આ તા દૂરના દૂર ચાલ્યા લાગતા નથી. ’
??
સંતઃ— એ વિચારણાથી જ પત્તો લાગશે, પણ એમાં મંથન ઘણું કરવું પડશે, ચિંતવન ખૂમ કરવું પડશે, પ્રતીક્ષા ઘણીએ કરવી પડશે; અને કાર્યને છેડે “ આરા ” આવી જશે. આવશે ત્યારે તે। આ રહ્યો એમ હાથમાં આવી જશે. અને કૂદકા મારી અંદર ચાલ્યા જવાશે. પણ પ્રથમ મંથન કરવું પડશે, મખ કરવું પડશે, ફ્રી ફ્રીને કરવું પડશે. ’ સુમુક્ષુઃ—તે એ મથન કયાં ? કાનુ` ? અને કેમ કરવું ? ’
ભ
સંતઃ— એ મંથન તારે, તારામાં, તારું પેાતાનું અને તને રુચે તેવી રીતે પણ ચાલુ કર્યા કરવાનું. એમાંથી અને માર્ગે જડી આવશે. ’
Page #183
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગે
મુમુક્ષુ–કાંઈક વધારે સ્પષ્ટતા કરે. આ વાત હજી બરાબર જચી નથી, જામી નથી, સમજાણું નથી.”
સંતા–“સાંભળ, પ્રથમ તે શરૂઆતમાં આખા દિવસનાં કાર્યો જોઈ જવાં એટલે સિનેમાની ફીમ (ફિલ્મ) ની પેઠે સવારથી સાંજ સુધી શું શું કર્યું તે વિચારી જવું–દષ્ટિપથની આગળ જોઈ જવું.' | મુમુક્ષુ –એ ચાવેલું ચાવવામાં માલ શો? એને બદલે કાંઈ નવું વાંચીએ, લખીએ તે લાભ નહિ?” - સંતઃ—ના, કેટલીક બાબતમાં ચાવેલું ચાવવાથી જ પાચન થાય છે, નહિ તે આફરો ચઢે છે. આ વખત નવું નવું ખાવામાં પાચન કરવાનો વખત રહેતું નથી અને આધ્યાત્મિક બાબતમાં તે અપચે બહુ નુકસાન કરે છે. એ હતુએ જ પ્રતિક્રમણને બે વખતનું આવશ્યક કાર્ય ગણવામાં આવ્યું છે.” . મુમુક્ષુ –“પણ એવી સિનેમાની ટ્રિમ ફરી વાર ચલવવી એને બદલે નવા અનુભવ કરવા એ સારું નહિ? એટલો વખત એના એ વિચાર કરીએ તેને બદલે કાંઈ નવું વંચાય લખાય તે પ્રગતિ થાય કે નહિ?”
સંતા–“વાત એમ છે કે આખા દિવસને કાર્યક્રમ વિચારતાં ક્યાં ભૂલ થઈ? કયાં ઠેકર ખાધી? કેમ પાછા પડ્યા? એવા વિચારે પ્રથમ આવે. પછી સ્થળ ઉપરથી માનસિક સ્કૂલનાએ તરફ લક્ષ્ય જાય. દંભ, દેખાવ, માયા, આત્મવિગેપન કેટલાં થયાં? કેમ થયા? શા માટે થયાં? પોતે કેણ પિતાનું સ્થાન શું ? અને આ બધું શા માટે? કેને માટે? ક્યાં સુધી? એ વિચારો જરૂર
એ સારું નહિ ?
લ
સના એ વિચારો કરી.
Page #184
--------------------------------------------------------------------------
________________
સંત સમાગમની બીજી ઘડી આવવાના અને એમ થતાં થતાં અંતર મંથન થશે, એથી એક અપૂર્વ બળ પ્રાપ્ત થશે.” | મુમુક્ષ:–“કાંઈક વાતની ઝાંખી થાય છે ખરી. આપે
અપૂર્વ બળની વાત કરી ત્યારે હવે કાંઈક નૂતનતા ભાસે છે. આપશ્રી વિગતથી કહેશે ત્યારે સમજાશે.”
સંતઃ–એ વાત કહેવા સાંભળવામાં બહુ રસ નથી. એનો અનુભવ થશે ત્યારે જ તને ખરે રસ આવશે. અત્યારે તને હજુ ઝાંખી થાય છે તે માત્ર નવીન વિચાર છે અને તેમાં “અપૂર્વ બળ” શબ્દના ઉપયોગથી તને મજા પડી છે, પણ એની ખરી મજા તે અનુભવે જ થશે. હું તને “આત્મનિરીક્ષણ કરવાનું કહી રહ્યો છું એમાં મજા જૂદા પ્રકારની છે, તદ્દન અનેરી છે, અત્યારની સ્થિતિએ અકચ્છ છે. તારે સ્થૂળથી શરૂઆત કરવી વસ્તુઓ કેટલી ખાધી ? કેટલી વાપરી? કયાં ગયે ? કેમની સાથે બેભે ? વિગેરે વિચારતાં તારા અંતરના આશય ઉપર જઈશ, પછી મનેવિકારને ઓળખતે થઈશ, રાગદ્વેષથી કેટલે કેટલે લેવા ? અભિમાનમાં કેટલો તણાયે? ઉપર ઉપરના દેખાવ કરવામાં કેટલે લલચાયો? બાહી સ્તુતિ સાંભળી કેટલે રાજી થયે? માનભંગ થતાં કેટલે દૂહવા? સગવડ મળતાં કેટલે ફસાયે? અગવડ થતાં કેટલે હતાશ થયે? આશાએ કેટલો દેરવાણે કેને પર માન્યા? કેને પિતાના માન્યા? પોતાના કેવા ફેરવાઈ ગયા? શાકને પ્રસંગે કેટલે મુંઝાયે? હાસ્ય પ્રસંગે કેટલે પરાધીન બ? વિગેરે વિગેરે તને સૂઝતું જશે અને આવી રીતે તું સ્થળમાંથી અંતરમાં જઈશ.” . મુસા–મજાની વાત કરી. પછી?”
Page #185
--------------------------------------------------------------------------
________________
-
સાન
સાધ્યને મા સંતા–“માનસમાંથી તું અંતરાત્મા સનમુખ જઈશ. ત્યાં તને તારું અને પારકું શું? તેની ઓળખાણ થશે, તેમાં કચાશ લાગશે, પછી તારામાં વિવેક જાગશે, તને અતૃપ્ત
ધની પિપાસા જાગશે, પછી તે અંતરાત્માની વધારે સન્મુખ થઈશ, પછી તને બહારમાં બધું તેફામ લાગશે, બેટી ધમાલ લાગશે, ખરી વસ્તુ જુદી જ છે, ઓર જ છે અને તે પ્રયાસથી પ્રાપ્તવ્ય છે એમ જણાશે, પછી સાચા માર્ગના રસ્તા શોધવા મને લાગશે અને અભ્યાસ તેમજ ચિંતવનથી સાચી વસ્તુ પ્રાપ્ત કરવા મન દેશે એટલે માર્ગનિરીક્ષણ થશે.”
–“આપે રાજમાર્ગોની વાત કરી હતી તે તે ત્યારે હજુ ઘણાં દૂર છે! પછી–?”
સંતઃ–“દૂર કાંઈ નથી, તારી પાસે જ છે. માત્ર બાહ્યા ભાવ છેડવા માટે તારે આત્મનિરીક્ષણ કરવાનું છે, અને તે માટે આત્મમંથન એ પ્રથમ કર્તવ્ય પ્રાપ્ત થાય છે. એક વાર એ માર્ગે ચઢીશ એટલે પછી તને અત્યારની તારી ધમાલમાંથી શ્રદ્ધા ઊડી જશે, એ વસ્તુ તારી નથી કે તું એનો નથી, એ સમજતાં તું તારી પિતાની લક્ષમી શેાધીશ અને તને તક્ત નવીન માર્ગો જ જણાશે. પછી તે તો અપૂર્વ દર્શન થશે અને માર્ગો આપમેળે સૂઝી આવશે. તેમાંથી તારા પિતાનો માર્ગ તું નક્કી ક્વી શકીશ, કારણ કે અમુક આત્મમંથન પછી તને દિવ્ય કર્શન થશે, સાધ્ય દૂરથી દેખાશે અને ત્યાં જવાની ખરી પિપાસા જાગૃત થશે પછી તે દરેજ એ આત્મલક્ષમી કેટલી મેળવી? અને કેટલું આગળ વધાયું? એ જ ચિંતા રહેશે. એ ચિંતા, એ વિચારપ્રવાહ, એ અપૂર્વ બળ, એ જ અંતસ્ત્રમભાવ
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૭૧
સંત સમાગમની બીજી ઘડી છે અને એની પ્રાપ્તિ થવાના સાચા માર્ગો સાંપડે ત્યારે જ એવો વેગ અંદરથી ઉદ્ભવે છે કે એ વખતે થતાં તેની પાસે સામાન્ય પ્રકાશ ( સૂર્યને કે વીજળીને) હિસાબમાં નથી. એ વેગ અને બળ કેમે કેમે વધતાં જ જાય છે, માત્ર એને આત્મમંથનથી નિરંતરે જાગ્રત રાખવા જોઈએ, એમાં આળસ ચાલે નહિ કે પ્રમાદ પાલવે નહિ. બાકી એની ખરી વાનકી તે અનુભવ કર્યો જ પ્રાપ્ત થાય તેમ છે.” | મુમુક્ષુ આપે બહુ સુંદર વાત કરી અને આપના પ્રથમ અપ્રસ્તુત લાગતા “લક્ષ્મી પેદાશ”ના પ્રશ્નનો હેતુ હવે સમજાયે. હવે કૃપા કરીને એ “આત્મનિરીક્ષણ” ને સાદે રસ્તે સમજાવે.”
સંત—“મને લાગે છે કે હજુ તારું લક્ષ મારી વાત પર જરા પણ નથી. શરૂઆતથી કેમ કામ લેવું તે મેં તને બતાવ્યું. મને લાગે છે કે તારાથી હાલમાં આગળ નહિ વધાય. હાલ તું આટલું જ કર. રાત્રે સૂતી વખત આખા દિવસનો ચિતાર કરી લઈચાર શરણ કરી સૂઈ જજે અને પ્રભાતે ઊઠી હું કરું છું અને ક્યાંથી આવ્યો? અહીં કેમ છું? મારો ધર્મ શું છે? મારી ફરજે શી છે? મારી કેટલી ફરજ અણબજાવેલી પડી રહી છે? પપકારને અંગે મારે શું શું કરવું જોઈએ? મારી અનુકૂળતા પ્રમાણે મારા સ્વજન, દેશ, કેમ, ધર્મ કે જનસમાજ માટે હું શું કરી શકો છું? કેટલું કરી શકું? મારી ધર્મજાગૃતિ કેટલી છે? કેમ વધે? બાહા ક્રિયાઓનો વ્યવહાર માટે હજુ પૂરતો કેમ થતું નથી ? વિગેરે. આટલા વિચાર હાલ કરજે અને કરીને પછી આગળ કેમ વધવું? તે માટે વળી કઈ વાર પૂછજે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૨
સાધ્યને માગે તે દરમ્યાન સ્થળ ભેગઉપભેગનાં સાધને વિષે ગણતરી કર્યા કરજે. એ રીતે ધીમે પગલે પ્રગતિ થતાં વખત તે લાગશે, પણ કષ્ટસાધ્ય દશાના આત્માઓને એ જ માર્ગ સુવિહિત
છે. પછી તને માર્ગોનું વિશિષ્ટ જ્ઞાન આગળ કરાવીશ.” | મુમુક્ષ:-“મારી જેવા પ્રાથમિક સ્થિતિમાં રહેલાને
હાલ આલું પણ બસ છે. આજે આપે મારા ઉપર ઘણું - કૃપા કરી. આપ જરૂર અવારનવાર આવી કૃપા કરતા રહેશે.”
સંતા–“કૃપાનો સવાલ છે જ નહિ. ઉપચાર તરીકે એ વાત હોય તે તેમાં મને મેજ નથી, અને તે લાભ લે તે એવી વાત કરવી એ તો મારા જીવનસંદેશનો વિભાગ છે. બાકી તેં કહ્યું કે “આટલું બસ છે” એ વાત મને ન ગમી, મહત્વાકાંક્ષીને એટલામાં સંતોષ ન હોય.” | મુમુક્ષુ –એ તે અત્યાર પૂરતી જ વાત છે. બાકી તે જ્યાં શરૂઆતના વાંધા લાગે ત્યાં અમ જેવા પામરની સધનતાના ખ્યાલ પણ પામર જ હોય.”
પછી કેટલીક પ્રાસંગિક વાત થઈ. સંતની આખેનું તેજ અને અંતરવૃત્તિની ધગશ, એમની મુખમુદ્રાની ભવ્યતા અને ચહેરા પર છવાઈ રહેલી નિર્વિકારતા, એમની વાણીમાં આકર્ષક શક્તિ અને ભાષાનું લાલિત્ય—એ સર્વ એવાં સુંદર હતાં કે એની છાયા એમના પ્રસંગમાં એકાદ વખત આવનારને પણ ભાગ્યે જ પડ્યા વગર રહે. મુમુક્ષુને આજે તે અંતરથી ભાવ થયો કે જ્યારે જ્યારે બની શકે ત્યારે ત્યારે આવા સંત પુરુષોનો સમાગમ થાય તે સારું અને એ વાત તેણે છેલ્લે સંતને કહી પણ દીધી. જવાબમાં મનભાવે સંત માર્મિક રીતે ગાલમાં હસ્યા. છે. ધ. પ્ર. પૃ. ૪૪. અં. ૧ પૃ. ૧૩} સં. ૧૯૮૪
Page #188
--------------------------------------------------------------------------
________________
તપ્ત વાતાવરણમાં અપૂર્વ શાંતિ*
( [૧૪] ગિરનારના મધ્ય શિખર પર આજે હદયતાને જાગ્યું હતું. જેઠ માસને પ્રભાતને સૂર્ય વાદળાંમાંથી બહાર, નીકળવાના પ્રયાસમાં નિષ્ફળ થયે અને આખું શિખર , સખ્ત ધુમસથી વ્યાપી ગયું. ધુમસ વધારે વધારે ગાઢ થતી ગઈ. લગભગ નિર્ભેદ્ય બની ગઈ અને છેવટે તે એવી આકરી બની ગઈકે ચારપાંચ વાર છે. મનુષ્ય હોય તેને પણ દેખી શકાય નહિ.
ગઈ કાલને ગ્રીષ્મ ઋતુને પ્રચંડ સૂર્ય અને આજની મીઠી ઠંડી વચ્ચે સહજ સરખામણી થઈ જાય. બાજુના પર્વતના ઢળાવમાં ધુમસનાં પડ બાઝયાં હતાં અને લીલોતરી કે પથ્થર, ચઢાવ કે ઉતાર, ખેતર કે નદી સર્વનું દર્શન અત્યારે અવરાઈ ગયું હતું, આખા જગતમાં સફેદ અંધકાર વ્યાપી ગય લાગતો હતો અને અખંડ શાંતિના સામ્રાજ્યમાં નજીકનાં મંદિરમાં વાગતા ઘટના નાદથી જ જગતમાં અન્યત્ર પણ જીવન છે એમ જણાતું હતું. ઉપર નજર જાય તે સખ્ત સફેદ અંધકાર જ દેખાય, કેઈ મંદિર કે શિખર કે ગિરિને કોઈ પણ ભાગ નજરે પડે નહિ.
પણ આને તે એ કઈ બાબતનું લક્ષ્ય નહોતું. એ તે માત્ર અંતરની ધૂનમાં મસ્તી ચલાવી રહ્યો હતો. જગતને એ કડે ગ્રીષ્મકાળની લાંબી રજા ભેગવવા ગિરનારને ચરણે આવ્યું હતું, અને ગિરિરાજે એને પિતાના
એક મુમુક્ષુએ મને મંદિરમાં નેધી રાખેલો એક અપૂર્વ અનુભવ.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સાધ્યને માગે હૃદય પર સ્થાપે હતો. સૌરાષ્ટ્રની સખ્ત ગરમીને અંતે ગિરનારના મીઠા સુસવાટા વાયરાએ એને મુગ્ધ બનાવી દીધો હતો, અને અત્યારે ચારે તરફની ધુમસની વચ્ચે ઊભો રહીને અગાશીમાં એ વિશાળ પૃથ્વી તરફ આંખ ઊઘાડી જોઈ રહ્યા હતા, પણ એની આંખમાં શુન્યતા દેખાતી હતી, એની નજરમાં કાંઈ હતું જ નહિ અને એ ધારે તે ધુમસને ભેદીને કાંઈ જોઈ શકાય તેમ પણ નહોતું.
ધીમે પગલે ધુમસને ચરિતે, વગર અવાજે એ આગળ વળે. ઉપર નીચે અને બન્ને બાજુએ ધુમસ હતી એટલે આવા આવરિત વાતાવરણમાં એણે ફરવા જવાનો વિચાર માંડી વાળે અને મંદિર તરફ ચાલ્યું. રેવતાચળના મધ્ય શિખર પરના મુખ્ય મંદિરમાં શ્રી નેમિનાથજી મહારાજની મૂર્તિનું દર્શન કરતાં એને એ રાજગીન બાલ્યકાળ, કમાર અને કામદેવવિજયની અત્યંત આકર્ષક કથા યાદ આવી. આખા મદિંરાં પિતે એકલે હતા, પૂજારી, પણ જ્યુરી જળ આદિ સામગ્રી લેવા બહાર ગયે હતું અને મંદિસ્તા શાંત દીપકેથી ચારે તરફ જરૂરી પ્રકાશ પડતે હતો. અત્યારે કઈ જાતનાં આભરણ કે માલ્યાદિ. પ્રભુશરીર પર નહોતાં અને પ્રભુની ભવ્ય મૂર્તિ એજસ્વિતાને પૂરી રહી હતી.
લગભગ પચીશ શીટ દૂર બરાબર મૂર્તિની સામે એ બેઠે. બે મિનિટમાં એના મન પર સિનેમાની ફિલ્મની પિકે હારિકા નગરીને શસ્ત્રાગાર, નેમિકુમારે વગાડેલ શંખ, કૃણરાજને અપિ, જળક્રડાની ચેજના, વસંત્સવ, રૂક્મિણી, જાંબૂવતી, સત્યભામા આદિનાં મૃદુ કટાક્ષો, નેમિનાથનું નિત્તર રહેવું, ન નિષેધ
Page #190
--------------------------------------------------------------------------
________________
તી વાતાવર્ણમાં અપૂર્વ શાંતિ
૧૭૫
'
ફરાયેલું હાય તે સંમત ગણાય એવા અર્ધ સત્યનુ લાગુ પાડવુ, રાજીમતી સાથે વેવિશાળ, સકારણુ તત્કાળ લગ્નતિય, નેમિનાથની નીકળેલી જાન, ગાામાં ઊભેલી રાજીમતી, એ સહચરી સખીઓની કટાક્ષમય વાર્તા, રાજીમતીના સલક્ષ્ય ઉત્તર, મૃગનાં રૂદન, મહાત્સવમાં વિઘ્ન, રથનું પાછુ ક્વુ, નેમિનાથની હૃદયવત્સલતા—આવાં અનેક ચિત્રો માત્ર એ મિનિટમાં તેનાં હૃદચક્ષુ સન્મુખ આવી ગયાં સહુસાપ્રવનમાં એણે રાજુલને દીક્ષા લેતી જોઇ, રહનેમિની અધમ કામશા પર એ મનમાં હસ્યા, સજીમતીની દઢ મક્કમતાએ એને સ્ત્રીજીવન્તુ ઉચ્ચ સ્થાન દાખવ્યું અને આખરે સર્વના સત્તાષ અને મેક્ષ એ જોઇ રહ્યો. એમાં એને રાજીમતીને આગ્રહ. ઘણા સુંદર ભાસ્યા. “ મનસ્વી નેમકુમારે લગ્ન અવસરે આ હાથ ઉપર હાથ ન મૂક્યા, તા દીક્ષા અવસરે માથા પર હાથ મૂકાવું તે જ હું ખરી. ” આ નિર્ણયમાં મમતા અને નિર્દોષ મેાહ હતા, એનું એ રહસ્ય વિન્નારીગ્યે. પેાતાની ખાતર આટલાં બધાં જીવાના વિનાશ થાય એને બદલે પોતે ખસી જાક્ષ” એ નિર્ણયમાં નેમિનાથનાં આત્મસંતર્પણુ અને ઉત્કૃષ્ટ ત્યાગપૂર્વકની વિવેકમય યા અને બહુ ઊંચી કક્ષાના લાગ્યાં. રહનેમિની નબળાઈમાં અને તદ્દન વ્યવહારની સાધણુ વાત લાગી, એવા તુચ્છ વૃત્તિવાળા પ્રાણીઓ એ જ ભવમાં મેક્ષે જઇ શકે છે એથી એને મેાક્ષપ્રાપ્તિ કાંઈક સુસાધ્ય લાગી, રાજીલની મમતાએ એના શિરને ડાલાગ્યું
""
“ સહેસાવન” કહેવાય છે તે રનર આંબા-સહસ્ર આમ્રનું વન હતુ. તેને અપભ્રંશ શબ્દ છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૬
સાધ્યને મા
ઝુકાવ્યું અને એ બાળબ્રહ્મચારિણી સતીને નમી ગયા. આ વિચારણા લગભગ પાંચેક મિનિટ ચાલી હશે ત્યાં એનાં મનમાં ગાન ચાલ્યું અને તેણે નીચે પ્રમાણે સ્તવના શરૂ કરી:—
પરભાતમ પૂરણ કેળા, પૂરણ ગુણ હો રે પૂર જન આશ; પૂરણ દૃષ્ટિ નીહાળીએ. ચિત્ત ધરીએ હા હમચી અરદાસ. ધુરંધર યાગી ( કપૂરચ'દજી ચિદાન દજી )એ એજ સ્થાનમાં ગાયેલા આ મસ્ત હૃદયનાં કવને એ ખેલતા જ ગયા, અને ખેલતા ગયા તેમ તેમ ઊડાઊતરતા ગયા. પરમાતમ પૂર્ણ કળા” એ શબ્દમાં કાંઈ અજમ ચમત્કાર લાગ્યા, એટલે વારવાર એ શબ્દો એટલતા જાય તેમ અંદર વધારે ને વધારે ઊતરતા જાય. પરમાત્મા કાણુ ? ક્યારે થયા ? કેમ થયા ? એ તેને વિચારવું પડે તેમ નહેાતું. અહિરાત્મ દશા, અંતરાત્મ દશા અને છેવટ પ્રાપ્ત થતી પરમાત્મદશા સબંધી શાસ્ત્રમાં એ ઘણું વાંચી ગયા હતા. બાહ્યભાવ પરભાવમાં રમણુતા એ હિરાત્મભાવ હતા, એમ પણ એણે વાંચ્યું હતું. એ અને દશાથી અતીત પરમાત્મદશાના અંદરથી અનુભવ થયેલે નહિ, માત્ર પુસ્તકજ્ઞાન હતું, છતાં અને એ વાત ગમતી હતી. અત્યારે તે એને પરમાતમ અને પૂરણકળા એ શબ્દો પર જ રઢ લાગી હતી અને એ દશામાં થતી સ્થિતિને વિચાર કરવાને બદલે એ એ રાખ્ત પર જ મેહી ગયા, તેના પર વારી ગયા, તેમાં લીન થઈ ગયા.
Page #192
--------------------------------------------------------------------------
________________
તપ્ત વાતાવરણમાં અપૂર્વ શાંતિ
૧૭૭
ગાનની લયમાં એ પરમાતમ પૂરણકળા એ શબ્દ પચીશ પચાસ વાર બેલ્યા હશે, ત્યાં એને અંતરમાં રઢ લાગી, અંતરમાંથી કાંઈ ધ્વનિ થતું હોય એવી એને કલ્પના થઈ અને સંસારના સર્વ ભાવ તરફ જાણે પિતાને કાંઈક ઉદાસવૃત્તિ હોય અને પોતે જાણે તેને નિરપેક્ષ કે સાપેક્ષ જેનારે હેય અને પોતે ઊંચે રહીને એને માત્ર જોઈ રહેતો જ હોય એમ તે થોડે વખત અનુભવવા લાગે. એ ભ્રમ હતું કે સત્ય અનુભવ હતું તે વિચારવાને તેને અવકાશ પણ નહતો અને તે વખતે એ પ્રસંગ પણ નહોતે. એને તે દુનિયાની જંજાળ, એની ધમાલ, એનું આકર્ષકપણું, એનું પરિણામે નિરસપણું, એની શુષ્કતા અને તેની સાથે જ એનાં દુખે, દર્દો, હાનીઓ, ધમાલ અને અર્થ વગરની દોડાદેડી, આનંદ વગરની રસગૃદ્ધિ, દમ વગરના ઓડકારે, પરિણામ વગરના રસસ્ત્ર અને અંતર વગરની ઊર્મિઓમાં કાંઈક વિચિત્રતા, કાઈક નવીનતા, કાંઈક ધૃષ્ટતા, કંઈક મંદતા અને કાંઈક દરિદ્રતા દેખાવા લાગ્યા; પણ એને હજુ એક વાતની સ્પષ્ટતા થતી નહોતી, એકે બાબતને સ્પષ્ટ વિચાર આવતે નહોતે માત્ર એને અંદરથી કોઈ પ્રેરણા થતી હતી, પણ તે શું હતું તે કાંઈ તે સમજી શક્તો નહોતે.
બહાર સફેદ અંધકાર વધતા જતા હતા, ઠંડક વધતી જતી હતી અને મંદિરની નિરવ શાંતિ અભંગ ચાલી જતી હતી, એટલે એને અંતરનાદ વધે, એને કાંઈક આત્મસાક્ષાત્કાર થતો હોય એમ તેને લાગ્યું, એને અંતરાત્મદશામાં અવ્યાબાધ સુખ, અને પરમાત્મદશામાં કદી નહીં અનુભવેલી 12
Page #193
--------------------------------------------------------------------------
________________
^
૧૭૮
સાધ્યને માગે અકથ્ય શાંતિ અને સ્થિરતા જણાયાં, પરંતુ એને અંતર જાપ ચાલુ જ રહ્યો. એને પરમાતમ પૂરણકળા શબ્દમાં જ સવિશેષ ચમત્કાર લાગે, એમાં પદલાલિત્ય ભાસ્યું અને એ શબ્દો બોલતાં જ જાણે કાંઈ અજબ સ્થિતિ અને શાંતિ અંદરથી થતી હોય તેમ તેને જણાયું. એણે તે પરમાતમ પૂરણ કળાને જાપ જ આદર્યો. ફરી બે વાર, દશ વાર, પચીસ વાર અનેક વાર એ શબ્દો અંતરના આદેશથી કે પ્રેરણાથી એ બોલી ગયે અને બેલતાં બોલતાં એ જાણે શબ્દમાં જ લયલીન થઈ જતે હેય, એને મન આખી દુનિયા એ શબ્દમાં જ આવી જતી હોય એમ એ ક્ષણભર અનુભવવા લાગ્યા. પણ એ
ગની કઈ સ્થિતિ હતી, એના મનના ભ્રમ હતા કે વ્યાધિગ્રસ્ત સંસારીજીવનના વમનદશા વખતના સામા ધસારા હતા એની કાંઈ પણ ચોખવટ એના માનસમાં થઈ નહિ.
એ સમયે કે પૂરણ કળા એ શબ્દ અહીં કળાવિધાન–આર્ટ (Art) શબ્દના પર્યાયવાચીનહોતા, પણ ચંદ્રની
સ્નાના અર્થમાં તેને ઉપયોગ થાય છે તે દશાવનાર હતા. જ્યારે ચંદ્ર પૂર્ણિમાને દિવસે આખો ઊગે છે ત્યારે એ સેળ કળા પૂર્ણ ચંદ્ર કહેવાય છે. ચંદ્રના સોળમાં ભાગને એક કળા કહેવામાં આવે છે. સંપૂર્ણ કળા સાથે શરદપૂનમને ચંદ્ર ઊગ્યા હોય ત્યારે તે જે શક્તિ આપે છે, જે આનંદ ફેલાવે છે, તેને એણે ગત શરદપૂનમે અનુભવ કર્યો હતો. એવા પૂર્ણ કળાવાળા ચંદ્રની શાન્તિ વખતે જગતમાં જે આનંદ અનુભવાય છે તેની સરખામણી એણે સૌરાષ્ટ્રના ઉનાળાના સૂર્યના તાપ સાથે બે દિવસ પહેલાં જ કરી હતી. અત્યારે ચોતરફ ઘેરાયલી ઠંડી શાતિ અને સફેદ અંધફાર
Page #194
--------------------------------------------------------------------------
________________
પ્ત વાતાવરણમાં અપૂર્વ શાંતિ
૧૯ વચ્ચે એના મનમાં પરમાત્મા રૂપી ચંદ્ર સોળ કળા યુક્ત ઊગી એના આંતર જગતને શાંતિ આપી રહ્યો હતો. પરમાત્મ દશાના ઉચ્ચ ગ્રાહાની એની ભવ્ય કલ્પના અત્યારે એને શાંતિ આપી રહી હતી અને એનાં હૃદયમંદિરમાં પરમાત્મ પૂરણ કળાનો એક જાતને અજપાજાપ ચાલ્યો હતે. . સંસારના અનેક રસોને એણે આસ્વાદ કર્યો હતે. એને ધંધે એવા પ્રકારને હતો કે એ નિર્લેપ રહી અનેક પ્રકારના સંગમાં માનસિક પરિવર્તને કેવાં થાય છે એને એ અનુભવ કરી રહ્યો હતે. દુનિયાના અનેક દગા, ફટકા, અસત્ય, અપ્રમાણિક્તા, દંભ, આત્મશ્લાઘા, આત્મવંચના અને ધમાધમે કેવાં હોય છે, બહારથી ગૃહસ્થ દેખાતાં મનુષ્યનાં હૃદયે કેવાં હોય છે, ઉચ્ચ પ્રમાણિકપણુના આદર્શ નમૂના કેવા હોય છે–વિગેરે બાહા અને અંતરંગનાં વર્તનને અભ્યાસ કરવાના એને ઠીકઠીક પ્રસંગો પ્રાપ્ત થયા હતા અને દુનિયામાં એ પાઠ ભજવ્યા વગર સર્વ ભાવે વિભાવે અને ફેરફારે એ જોઈ શક્યું હતું, પણ આજે જે અનુભવ થયે તે કઈ તદ્દન નવા પ્રકારને હતો, નવી જાતિને હતો અને અનેક ઉચ્ચ ગ્રાહોથી ભરપૂર હતે.
એને પરમાત્મદશા દૂર લાગી, એ દશા અત્યારે તે એને સેંકડે માઈલ છેટી જણાઈ, પણ ત્યાં જવાના માર્ગો હોઈ શકે છે એમ તેને લાગ્યું. એ પિતે એ માર્ગ તરફ નહોતે એમ એને પાછા ફરતાં જણાયું, પણ એ માર્ગ, મીઠે ખ્યાલ એના અંતર પર જરૂર રહી જશે એમ તેને રસાસ્વાદની નજરે કઈક લાગ્યું ખરું, પરંતુ પરમાત્મદશાએ
Page #195
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગે પહોંચાડવા માટે અંતરદશામાંથી જ એને રસ્તા દેખાયા. એને દેખાયું કે પ્રથમ બહારથી અંદર જવાય
ત્યારે જ રસ્તો જડે તેમ છે. બહાર ગમે તેટલી દેડાદેડી કરવામાં આવે એમાં કોઈ પણ વળે તેમ નથી, એ એ સ્પષ્ટ જોઈ શક્યું. એણે જોયું કે બહાર તે અહીંથી દે ત્યાં જઈએ, તે પાછા ત્યાંથી બીજે ધક્કા ખાઈએ છીએ, કોઈ ઠેકાણું ઉપર ઉપરથી સારાં અને કઈ ખરાબ, પણ બધી ઉપર ઉપરની જ દોડાદોડ તેને લાગી. પણ અંતરમાં ઊતરી જવાય તે પછી જ પરમાત્મદશાના રસ્તા જડે તેમ છે એ એને બરાબર દેખાયું. દૂરનું સાધ્ય છે. દેખાયું, પણ એના રૅસ્તા ઉપરઉપરના માર્ગમાં તો એક પણ નથી એ પણ સાથે જ દેખાયું.
વળી એણે જોયું કે બાહ્ય દૃષ્ટિએ ગમે તેટલે ધનનો વ્યય કરવામાં આવે કે તપ તપવામાં આવે, આ મીંચી પડી રહેવામાં આવે કે માનેલ ધર્મની ક્રિયાઓ કરવામાં આવે, એ સર્વમાં સારાં કે ખરાબ ઠેકાણું મળે છે પણ એમાં અંદર જવાને માર્ગ નથી અને તે ન હોઈ પરમાત્મદશાની વાત તે તેને માટે છે જ નહિ. અંદર ઊતસ્વા માટે એણે ત્યાં લીફટ ઈએસ્કેલેટર જોયાં, ઢળાવે જેયા અને રસ્તા પણ જોયા, પણ એણે સાથે જોઈ લીધું કે દોડાદોડ કરતી હનિયા એ માર્ગ પાસે આવતી જ નથી અને આવે તે એને વટાવી દૂર ચાલી જાય છે. એને ઉપરઉપરના રસ્તા પર કરડે પ્રાણુઓ જતા લાગ્યા ત્યારે નીચેના સ્વયં પ્રકાશવાળા માગે જવાના રસ્તા મેળવનાર પ્રમાણમાં બહુ થોડા પ્રાણુઓ ૧ વીજળીથી સતત ચાલુ રહેતા દાદરા.
Page #196
--------------------------------------------------------------------------
________________
તમે વાતાવરણમાં અપૂર્વ શાંતિ
૧૮૧
દેખાયા. આ અનુભવ સાચા હતા કે એને ભ્રમ હતો તે એ સમજી શકયા નહિ.
પણ “પરમાતમ પૂરણકા ‘’ એ લય વધ્યા, વાધ્યા, જામ્યા. એને પૂરણ ગુણુમાં ચમત્કાર દેખાયા, જગતની આશાપૂર્ણ તામાં એને ખાલી વચનાંખર લાગ્યા. અને લાગ્યું કે અ ંતરવાટિકામાં ઊતરીને રસ્તા પાતે જ શેાધી લેવાના છે. એ આશા કેાઇ પૂરે તેમ નથી એ એને જણાઈ ગયું. એને વળી એક એના મનથી તદ્ન નવીન અને એણે ન જાણેલી વાત દેખાઇ: દૂરના સાચ્ચે પહોંચવા માટે અંતરવાટિકામાંથી એક બે નહિ પણ પાર વગરના રસ્તા દેખાયા. અંતરવાટિકામાં ઉપરના લેાકમાંથી ઊતરવાના રસ્તા પણ અનેક લાગ્યા અને અંદર ગયા પછીતા રસ્તાના પાર નહિ. કાઇ આડાઅવળા, કાઈ લાંબા, કાઇ સીધા, કાઇ આગળ ઉપર મળી જતા, કાઇ શાખાપ્રશાખાવાળા પણ બધા રસ્તાની આખરે એક અખંડ જ્યુતિવાળા ધૂમ વગરના દીપક આવે. અને અંતરવાટિકામાં કેટલાયે પ્રાણીએ દેખાયા; આગળ વધતાં જતાં છતાં કાઈ ગાળ ચક્કરમાં પણ પડી ગયેલાં હાય; પણ અંદર ઊતર્યા પછી સર્વ સાધ્ય તા એ અખંડ જ્યોતિ તરફ જ રહે. આ એણે અનુભવ્યું. જોયું; એણે જોયું એમ એમ એણે માન્યું. એ રસ્તે કાઈ દોરનારા જણાતા હતા, પણ રસ્તો કાપવાનુ કામ તે ચાલનારાઓને જ કરવાનુ હતું એમ એ જોઈ શક્યા.
પણ પૂરણ દૃષ્ટિ, નીહાળીએ એ શબ્દો આવતાં તા એ થંભી ગયા. એ પૂરણુ પૂર્ણ ષ્ટિ કાની ? ક્યારે હાય? એ ખેલતાં અને અપૂર્નઃ પૂર્વતામેતિ, પૂર્વમળતુ ટ્રીયતે
Page #197
--------------------------------------------------------------------------
________________
innan
m
unanumanviarumo
સાધ્યને માગે એ પૂર્ણાનંદ સ્વભાવ યાદ આવ્યો. અપૂર્ણ હોય તે પૂર્ણ પણને પામે છે, અને પૂરવા માંડવામાં આવે તે ઘટતું જાય છે, આ વાતથી એને બહ જેસ આવી ગયું. પિતાની અપૂર્ણતાને એને સંપૂર્ણ ખ્યાલ હતું, પણ એ તત્વજિજ્ઞાસુ હતે, એ અંતઃમુમુક્ષુ હતું, એને અપૂર્ણ પ્રયત્ન કરે તો પૂર્ણતાને પામે છે એ પૂર્ણાનંદને સ્વભાવ યાદ આવતાં એને ઘણી શાંતિ થઈ ગઈ. ઘણી ધીરજ આવી ગઈ અને રસ્તાની મુશ્કેલી અને અંદર ઊતરવાની અનેક અગવડે એ વિસરી ગયો. એની આંખે નેમિનાથની મૂર્તિ ઉપર સ્થિર થઈ ગઈ અને
ચિત્ત ધરીએ હે હમચી અરદાસ”
એ પદ માત્ર એ એક જ વાર બોલ્યો અને બોલતાંની સાથે જ એની આંખે પાછી બંધ થઈ ગઈ. એ રૂપસ્થમાંથી રૂપાતીતની ભાવનામાં પડી ગયે, એ મૂર્તમાંથી અમૂર્તમાં લીન થઈ ગયું અને થોડીક ક્ષણ એ અતઃપર્યત અનનુભૂત સ્થિતિ અનુભવી રહ્યો.
પછી તે બંધ આંખો સાથે એ નેમિનાથમાં લીન થઈ ગયા અને અંદરથી પરમાતમ પૂરણ કળાનો જાપ ફરી વાર શરૂ થયો. કેટલેક વખત એ એ સ્થિતિમાં રહ્યો તેનું એને ભાન ન રહ્યું. અંદરથી એ તે પરમાત્મદશાના સ્પષ્ટ અને અસ્પષ્ટ ખ્યાલ કરવા લાગે. એટલે વખત એના મનમંદિરમાંથી એના વ્યવહારની ધમાલ તથા એની માનસિક પ્રવૃત્તિઓ વિગેરે સર્વ ખસી ગયું, એને ન અનુભવ થયે. પવિત્ર સ્થાન, દુનિયાના ચાલુ પ્રવાહથી ઊંચાઈવાળી જગ્યા, ત્યાંનું પવિત્ર વાતાવરણુ, ત્યાં સાધારણ રીતે ન મળતી અજબ
Page #198
--------------------------------------------------------------------------
________________
તી વાતાવરણમાં અપૂર્વ શાંતિ
૧૮૩
શાંતિ અને એવા સાગામાં એણે જે દશા અનુભવી તે કોઈ અસાધારણ હતી, અપૂર્વ હતી. એ પરમાત્મદશાના માર્ગના અનુભવ તા અને થયા નહિ, પણ માગે છે અને અતરવાટિકામાંથી મળે તેમ છે એટલુ તે જોઇ રહ્યો.
પરમાત્મા આવા સુંદર માર્ગ પામી ગયા અને પોતે તા હજી સંસારદશામાં રઝળતા હતા એ વાતનુ એને ભાન હતું, પણ અત્યારે તે જાણે પાતે પણ અતવાટિ કામાં ઊતરી ગયા હાય એમ એણે ધાર્યું. ત્યાં એને અનેક ચેાગીએ અને સત્પુરુષોની હાજરીના ભાસ થયેા. ઘણા દુનિયાદારીના માણુસા હતા, પણ જેને એ સત્પુરુષ માનતા હતા તેમાંના એક એ સિવાય કાઇ તેના જોવામાં ત્યાં આવ્યા નહિ. એને વળી વધારે નવાઇ જેવી વાત તેા એ લાગી કે ત્યાં એણે એ ચાર તદ્ન સાદા માસાને જોયા. એ કાઈ ભણેલા નહિ, સાદું જીવન જીવનારા, બહુ ઓછુ એકલનારા એવા હતા તે ત્યાં અંતરવાટિકામાં દેખાયા. એ કેાઇની સાથે વાત કરવા ઈચ્છતા હતા, પણ સર્વ પોતપાતાના કાર્યમાં લાગેલા હતા એટલે કેાઈની સાથે એને વાત થઈ નહિ. અને અતરવાટિકામાં સ્વયં પ્રકાશ ઘણા ઝળહળતા છતાં આંખાને મૂઝવી નાખે તેવા પ્રચંડ નહિ પણ શાંત દેખાયા. દૂરના ભવ્ય દીપકની સ્થિરતા, જ્યેાતિ અને શાંત તેજ તે એને અજખ લાગ્યા.
અંદરના પ્રાણીઓનાં રૂપ તે એની દેવના રૂપની કલ્પનાને વિસરાવે તેવાં હતાં અને દરેક વધારે રૂપવાન થતા જતા હાય એમ એને લાગતું હતું. અંતરવાટિકામાં પણ પાણીનાં સરોવરો, નદીઓ, ફુવારાના પાર ન હતા. કુવારાનુ જળ અત્યંત સુગ ંધયુક્ત હતુ. નદીનાં જળ ધીમી પણ મક્કમ શાંતિથી વહી રહ્યાં હતાં. વચ્ચે નાના ને માટા પર્વતા આવતા
Page #199
--------------------------------------------------------------------------
________________
ળ
આય
૧૪૪.
સાધ્યને માર્ગે હતા, તેમાં વળી કેટલીક કેડીઓ દેખાતી હતી. એકાદ પર્વતની ઊંચાઈ જોઈ એને ગભરામણ છૂટી, પણ એના શિખરને ઓળંગી જનાર તેજસ્વી પુરુષો પણ તે જ રસ્તાઓ ઉપર દેખાયા. અનેક માર્ગો શેરીએ અને વળ પર સંખ્યાબંધ કાંતિમાન પ્રાણીઓની હારની હાર જઈ એને બહુ આનંદ થશે. ત્યાં એણે કઈ બગાસાં ખાનાર કે ઊંઘનારને જે જ નહિ, કઈ પ્રમાદી કે પરાધીન દેખાયે નહિ, કેઈ લાલચુ કે દંભી જણાયો નહિ. એને મનુષ્યસ્વભાવને એ સારો અભ્યાસ થઈ ગયો હતો કે એ મુખ પરથી દંભી કે દગાવાળાને લાલચુ કે લેભીને પારખી શક્ત હતા. એ તે જેમ જેમ જેતે જાય તેમ તેમ એને વધારે શાંતિ થતી જાય.
આંખ ઊઘાડી સામે શિવાદેવીના પુત્રને જોયા, એની કાયામાં રહેલ આત્માને એણે અનુભવ્ય, એને મહા પ્રયાસથી થયેલ એને આત્મવિકાસ દેખાય અને એને એ માર્ગે આગળ વધવાની હોંશ થઈ આવી. આ કેઈ અપૂર્વ અનુભવ છે એમ એને લાગ્યું, પણ ખરેખરી રીતે એ શું છે એ તેના લક્ષ્યમાં આવ્યું નહિ.
આવી શાન્તિમાં એણે લગભગ અરધો કલાક પસાર કર્યો હશે એટલામાં એની શાન્તિ પૂરી થઈ ગઈ. મંદિરમાં કેટલાક યાત્રાળુ આવી પહોંચ્યા અને પૂજારી પણ આવી ચાલુ ધોરણે ઘીની ઉછામણી બોલવા લાગ્યું. એ ત્યાંથી ઊઠીને બાજુની ભમતીમાં અમીઝરા પાર્શ્વનાથની મૂર્તિ સામે બેઠે, ત્યાં વળી વિશિષ્ટ અનુભવ થયે, તે તેણે નેંધી રાખ્યું હશે તે કઈ વાર તેની નેંધપેથીમાંથી તારવી રજૂ કરવાની તક લેવામાં આવશે. જે. ધ. પ્ર. પુ. ૪૪ અંક. ૨ પૃ. ૪૪} સં. ૧૯૮૪
Page #200
--------------------------------------------------------------------------
________________
ઘાંચીના [ ૧૫ ]
ગમે તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે તે સવ પ્રગતિસાધક જ છે એમ માની લેવાની ભૂલ કરવા જેવુ નથી. ઘણી વાર એવું ધારી લેવામાં આવે છે કે બાહ્ય દૃષ્ટિએ પ્રશસ્ત પ્રવૃત્તિ કરવામાં આવે એટલે સાધ્યપ્રાપ્તિ તરફ જરૂર વધારા થયા. આ ભૂલ શા કારણેાથી થાય છે તેના તત્ત્વજ્ઞાનમાં ઊતરવા જેવું છે. એક સૂત્ર એવું છે કે:या या क्रिया सा सा फलवती ।
જે જે ક્રિયા કરવામાં આવે તે તે ફળવાળી ડાય છે. કોઈ પણ ક્રિયા વધ્યું નથી. ક્રિયાનું ફળ જરૂર મળે છે. આ વાત તદ્દન સાચી છે. ક્રિયાનું ફળ જરૂર મળે છે, પણ ફળ મળે છે એટલે પ્રગતિ થાય છે એમ ધારી લેવામાં આવે છે ત્યાં ભૂલ થઈ જાય છે.
સર્વ પ્રકારની હીલચાલ પ્રગતિસાધક નથી હતી. કેટલીક ક્રિયામાં ઉપર ઉપરની નજરે ગતિ દેખાય છે, છતાં તેમાં સાધ્ય ( ધ્રુવ) તરફ લક્ષ્ય ન હોય તે આગળ ગતિ થવાને બદલે પાછળ ગતિ પણ થાય છે. આપણે મુંબઈથી અમદાવાદ જવા નીકળ્યા અને જી. આઇ. પી. રેલ્વેમાં ભુસાવળને રસ્તે આગળ વધીએ તે આપણી પ્રત્યેક ગતિમાં આપણને પ્રગતિ લાગે, આપણે એમ માની લઇએ કે આપણે અમદાવાદની નજીક નજીક પહોંચતા જઇએ છીએ; છતાં પ્રત્યેક ગતિના વધારામાં વસ્તુત: આપણે અમદાવાદથી દૂર તે દૂર જતાં હાઇએ. આ પ્રકારની
અળદ
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૬
સાધ્યને માગે ગફલતી થાય તેમાં આપણું સાધ્યપ્રાપ્તિના માર્ગનું અજ્ઞાન અને એ અજ્ઞાનને સુધારી લેવાની આપણી બેદરકારી કારણભૂત છે.
એ ઉપરાંત કેટલીક વાર આપણે વર્તુળમાં ફરતાં હાઈએ છીએ અને માનીએ છીએ કે આપણે આગળ વધીએ છીએ. આંખે પાટા ચઢાવેલ “ઘાંચીને બળદ” આખો દિવસ–સવારથી સાંજ સુધી ચાલ્યા કરે છે, છતાં સાંજે એ ઘેર ઘેર જ હોય છે. દશબાર માઈલની સફર કરવા છતાં એ એક ડગલું પણ આગળ વધતું નથી. આ ગેળ ચક્કર ગતિ વર્તુળાકારે થયા કરે છે, તેના કારણમાં માર્ગદર્શનને અભાવ અને આંખ ઉપર ચઢાવેલ આંધી છે.
ત્યારે સર્વ કિયાને ફળવાળી કહેવામાં આવી, છતાં સર્વ ગતિ કાંઈ પ્રગતિનું માપ કરાવનારી હેઈ શકતી નથી અને કેટલીક વાર તો પ્રગતિને બદલે પશ્ચાદ્ગતિ કરાવનાર હોય છે, અને કેટલીક વાર હોય ત્યાં ને ત્યાં રાખનાર હાય છે, એ બે વાતો વચ્ચે તે દેખાતો વિરોધ લાગે છે. એ પર બહુ વિચારણા કરતાં નીચે પ્રમાણે ઘાટ બેસે છે. | સર્વ ક્રિયાનું ફળ બેસે છે એનો અર્થ એમ સમજ યુક્ત જણાય છે એ કાંઈક ફળ તે જરૂર બેસે છે, પણ ધારેલ ફળ મળે છે એમ ધારવાનું નથી. પ્રીન્સેસ સ્ટ્રીટથી એક મણને બેજે ઊપાડી જનાર મજૂરને ગ્રાંટરોડ પહોંચતાં કદાચ એક પાઈ મજૂરીની આપવામાં આવે તો તેને ફળ તે મળ્યું કહેવાય પણ મજૂરીના પ્રમાણમાં કાંઈ મળ્યું નહિ, એટલે સર્વ કિયા ફળવતી છે એ સૂત્ર વાંધાર
Page #202
--------------------------------------------------------------------------
________________
૧
૧૧//www
ચીને બળદ
૧૮૭ પડતું લાગતું નથી, પણ જે એ ઉપરથી એમ ધારવામાં આવે કે સર્વ ક્રિયા ઈષ્ટ ફળ જરૂર જ આપે છે તે તે નિદાન સર્વથા પ્રાયવ્ય નથી. ક્રિયાનું ફળ જરૂર મળે છે, પણ તે સર્વદા ધારેલ ફળ આપે છે એમ ધારવાનું નથી.
એ જ નિયમ ગતિને પણ લાગુ પડે છે. ગતિ સર્વ પ્રકારની સાધ્ય તરફ લઈ જનાર જ હોય છે એમ ધારવાનું નથી. કેટલીક વાર ગતિ પાછી હઠાડનારી પણ હોય છે અને કોઈ વાર તે વર્તુળાકારે હાઈ, ચકબ્રમણમાં નાખનારી હાઈ, જરાપણું આગળ વધારનારી હોતી નથી. '
આ પ્રમાણે હોય તે આપણે પણ ગૂંચવણ ભરેલી સ્થિતિમાં આવી જઈએ એમ કેટલીક વાર લાગી આવે છે. કેટલાક જીવ કિયા અનુષ્ઠાનમાં સર્વસ્વ માની લઈ આ વખત પિતાને રુચે તેવી ક્રિયા કરે છે, કેઈ દ્રવ્યપૂજામાં તે કઈ પડિલેહણમાં, કેઈ પિષધમાં તે કઈ મહોત્સવમાં, કઈ યાત્રાપ્રસંગમાં તે કઈ સ્વામીવાત્સલ્યમાં ઈતિક્તવ્યતા માની બેસે છે. આ સર્વ ક્રિયાઓ રોગ્ય છે, એગ્ય માર્ગે લઈ જનારી છે અને પુષ્ટ સાધનથી ભરેલી છે, પણ તે સાધ્યપ્રાપ્તિરૂપ ફળ જરૂર જ આપનારી છે એમ જે સર્વ ક્રિયા કરનાર ધારી લે છે. કેટલીક વાર એ છેતરાઈ જાય છે, આવું સાધારણ રીતે ન ધારેલું પરિણામ શા માટે આવે છે તેના ઊંડા રહસ્યમાં ઊતરવાની ખાસ જરૂર છે.
આપણે કેટલાએ ક્રિયારૂચિ પ્રાણીઓ જોઈએ છીએ, જેઓ પૂર્ણ શ્રદ્ધાથી એકસરખી ક્રિયા આજન્મભર કરતા
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૮
સાધ્યને માગે
દેખાય છે. તમે એવા પ્રાણીઓને પ ંદર વર્ષની વયના જોયા હાય, તે વખતે જે પ્રેમથી તે દેરાસરમાં જઇ ધૂપ કરતા હતા અને જે દુહા કે પૂજા ખેાલતા હતા, તેજ દુહા કે પૂજા તે જ ધાટીમાં પીસ્તાલીશ વર્ષની વયે પણ ખેલતા અને તે જ પ્રકારે–આકારે ધૂપ કરતા જોશેા. આ તેમની શ્રદ્ધા ખરેખર પશંસાપાત્ર છે અને તે તેમ કરે તેમાં કાંઈ ખાટું નથી. ઘણાએ જીવાને વિકાસક્રમ એટલેા ધીમા હોય છે કે એવા પ્રાણીએ પાંચ પચીશ ભવ સુધી વિકાસક્રમના એક જ પગથિયા પર ટકી રહે છે; એમને એક પગલું આગળ ભરવા પહેલાં ઘણા મંથનમાંથી પસાર થવું પડે છે અને તેઓ વધે છે પણ ઘણું ધીમે પગલે, ધીમી ગતિએ. અહીં જે સ્ખલના થાય છે તે સાધનધર્મમાં સાધ્યના આરેપણુથી થાય છે. એવા પ્રાણીના વિકાસ માટે, એના વિકાસમાં ખની શકતી શીઘ્રતા લાવવા માટે, એને સમજાવવું ઘટે કે, “ભાઇ, તમે જે કરી રહ્યા છે તે તેા માત્ર સાધનરૂપ જ છે, એ સાધનને સાધ્ય માની, એના આચરણમાં તમે ઇતિક બ્યતા ન માને. એ દ્રવ્યક્રિયા તે નિમિત્ત માત્ર જ છે, એના ઉપર પ્રેમ રાખવા એમાં વાંધા નથી, પણ એમ એક્ડા કર્યાં સુધી ઘુંટચા કરશેા જ્યારે તમને લાગે કે એકડા આવડયા, એટલે તમે આંક શીખવા લાગા છે, કક્કો બારાક્ષરી શીખી પુસ્તક વાંચવા લાગેા છે, તે તમારી વ્યવહારપદ્ધતિ અહીં પણ લગાવા અને આખી જિંદગી એકડા ઘુંટવામાં કાઢો નહિ.
ઉપરની હકીક્ત સ્પષ્ટ કરતાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. જે મધ્યમ પ્રવાહના કષ્ટસાધ્ય વર્ગના પ્રાણીને
Page #204
--------------------------------------------------------------------------
________________
ઘાંચીના બળદ
૧૮૯
ઉદ્દેશીને ઉપરની વાત કરવામાં આવે તેને સદર હકીક્ત એવા સારા આકારમાં સુરૂચિ ઉત્પન્ન કરે તેવી રીતે કરવી જોઇએ કે એને પિરણામે એ જે કાંઇ સહજ પ્રગતિ કરી રહ્યા હાય, કેટલાક વખત બાહ્ય ક્રિયામાં કાઢી કાંઈ નહિ તા તેટલેા વખત વચન કાયાના ચેાગાને ચાગ્ય રીતે પ્રવર્તાવી રહ્યા હાય અથવા છેવટે પાપક્રિયાથી દૂર રહેવા જેટલેા અભાવવાચી લાભ (Negative advantage) મેળવી રહ્યા હાય, તેમાંથી પણ એ વંચિત થઈ ન જાય; કારણ એક વાત લક્ષ્યમાં રાખવા જેવી છે કે એટલી મા પ્રાપ્તિ પણ ઘણા પ્રાણીને મુશ્કેલ છે. એ સંબંધમાં વિશિષ્ટ શાસ્ત્રષ્ટાઓ શું કહે છે? તેનું સ્વરૂપ પ્રથમ વિચારીએ અને પછી આ મુદ્દાને તત્ત્વષ્ટિએ સમજીએ.
પ્રથમ તા પ્રાણીને ધર્મના યાગ થવા જ મુશ્કેલ છે. એ ચેગ થાય એટલે એનામાં ધર્માંસન્મુખ વૃત્તિ થાય છે. અને ચાગાવ’ચપણુ કહેવામાં આવે છે અને એ પણ પ્રાણી એવદશામાંથી ચેાગદશામાં આવે ત્યારે મળે છે. ચેાગ થયા પછી એની પ્રક્રિયા થવી મુશ્કેલ છે, ચેાગ થયા એટલે કાંઈ રાચી જવાનુ નથી. આ પ્રક્રિયા થાય તેને ક્રિયાઅવચકપણુ કહેવામાં આવે છે. અનુષ્ઠાનને અંગે આ બન્ને પ્રકારના અવહેંચક ચાગ પ્રાપ્ત થાય તે તેટલા પૂરતી પ્રગતિ બતાવે છે, તેટલે અંશે પ્રાણીની પ્રગતિ થઈ ગણાય. પણ એ બન્ને અવંચક ચેાગા એકડા માત્ર છે. એ એકડા ઘુટાયા કરે એમાં કાંઈ ફળપ્રાપ્તિ–ઇષ્ટસિદ્ધિ થતી નથી. એને માટે વિશેષ અભ્યાસ, અવલેાકન અને સમજણની જરૂર પડે છે. એ લાવ'ચક યાગની જ્યારે ખરો
Page #205
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગે બર વિચારણા થાય ત્યારે જ અનુષ્ઠાનનું મહત્વ, એને સાધના–ધર્મભાવ અને એનું પેગ પ્રગતિમાં સ્થાન સમજાય છે. પ્રથમના બને અવંચક ગે (ગ તેમજ ક્રિયા) સહજ પ્રગતિ બતાવે છે, છતાં ખરી રીતે જોતાં એ તો માત્ર સાધન છે અને જ્યાં સાધનધર્મમાં પર્યાપ્તિ માનવામાં આવે ત્યાં મોટી ગેરસમજ ઉત્પન્ન થવાનો ભય રહે છે. , એ ગેરસમજ એવા પ્રકારની છે કે ઘણા પ્રાણીઓ એ અનુષ્ઠાનમાં જ સંપૂર્ણતા માની બેસે છે. એ પછી તે એવી મનોદશા તે વહોરી લે છે કે એને એ કિયા સિવાય વધારે આગળ વધવાનું બનતું જ નથી અને એ ક્રિયામાં ને ક્રિયામાં આખું જીવન વ્યતીત કરે છે. એને દ્રવ્યકિયા ગમે તેટલી સારી લાગે, પણ જે તે તેના રહસ્યમાં ન ઊતરે અને માત્ર આચારરૂપે કે કુળધર્મ પ્રમાણે એ દરરોજ નિયમસર ક્રિયા કરી આવે તે એની દશા યંત્ર જેવી થઈ જાય છે અને અતિ વિશિષ્ટ ફળાપેક્ષયા એ તદ્દન પ્રગતિરોધકની કક્ષામાં આવી જાય છે. આવી દશા મુમુક્ષુની નજરે લાભદાયક ન હૈઈ ખાસ વિચારવા એગ્ય સ્થિતિ પૂરી પાડે છે. - એના સંબંધમાં એક પૂજા પ્રસંગમાં શ્રીમદ્ વીરવિજચજી મહારાજ હકીક્ત લાવ્યા છે કેતેલી બળદ પરે કષ્ટ કરે,
ના જીવ વિણચુત લહેર; નિશદિન નયણું મીંચાણે
- ફરતે ઘેરને ઘેર. - એવા પ્રકારને પ્રાણુ ઘાંચીના બળદની પેઠે આંખે મીંચીને સવારથી સાંજ સુધી (જીવન પર્યન્ત) ફર્યા કરે છે,
Page #206
--------------------------------------------------------------------------
________________
ઘાંચીના બળદ
૧૯૧
અને આખા દિવસમાં દશખર માઇલનો પંથ કરે છે, છતાં દિવસની આખરે ( જીવનની આખરે) એને માલૂમ પડે છે કે એ તા ઘેરનો ઘેર જ છે, એ હતા ત્યાંના ત્યાં જ છે, એ લાંબી મુસાફ્રીનુ કષ્ટ કરવા છતાં એક વેંત જેટલી જમીન પણ આગળ વધ્યા નથી, અને એમ થવાનુ કારણ એટલું જ કે એની આંખ ઉપર પડદા ચઢેલા હાય છે, તેથી અને વિવેકજ્ઞાનનુ લહેરખુ આવતુ નથી અને પરિણામે એ આખા દિવસ કરે છે, છતાં આગળ વધતા નથી.
ઘાંચીના બળદને આપણે એટલી વાર કરતા જોયે હાય છે કે એ આગળ ન વધે એમાં આપણુને બહુ આશ્ચર્ય થતું નથી, પણ એ જ વાતનો આપણે યાગ (પ્રગતિ) માગે વિચાર કરીએ ત્યારે બહુ ગ ંભીર વિચારણામાં પડી જઈ એ છીએ. સવારે મંદિરમાં જઈ ધૂપ દીપાદિ કરી આવીએ કે સમજ્યા વગર પ્રતિક્રમણ દરરોજ કરીએ, કે કંદમૂળાદ્ધિનો ત્યાગ કરીએ અને તેટલી ક્રિયાથી સતાષ માની, પોતાની જાતને ધર્મિષ્ટ માનવાની ગલતી કરી બેસીએ અને કાંઇ વિચાર ન કરીએ તેા એ ઘાંચીના બળદ જેવી જ ટ્ઠશા આપણી થાય છે તે વિચારીએ. જ્યાં સુધી વિવેકજ્ઞાન પ્રાણીને થતું નથી ત્યાં સુધી એ થેાડી ધક્રિયામાં પરિપૂર્ણતા માની બેસે છે અને પિરણામે એની ઘાંચીના મળદ જેવી જ થાય છે.
શા
એનો એક ઘણા જાણવા લાયક દાખલા થડા સમય પહેલાં બન્યા હતા. જળપ્રલય પછી ખેડા અને નડિયાદના પ્રદેશમાં વાણીઆ વ્યાપારીઓએ માલની આવકજાવક અધ થઈ જતાં જરૂરી ચીજોના ભાવેા ચાર ચાર છ છગણા વધારી
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૨
સાધ્યને મા
ર
દીધા. પિરણામે મુંબઈ તથા ગુજરાતના કાર્યકર્તાઓને સસ્તા ભાવે અનાજની દુકાનો ઠામ ઠામ ખેાલવી પડી. સસ્તા ભાવે એટલે માત્ર પડતર ભાવે. આવા વ્યાપારીએ કાઇ ક્રૂડ થાય તા તેમાં ખશે ત્રણશે રૂપિયા ભરી સસ્તા ભાવે અનાજની દુકાન ઊઘાડવાનાં કાર્ય ને મદદ કરે છે અને તે જ દુકાનની પડખે પેાતાની દુકાન રાખી ત્યાં પચેાતેર ટકા વ્યાજે ગરીબ વને નાણુ ધીરી તે જ પૈસાથી અનાજ ખરીઢવામાં મદદ કરે છે. 'ટાઈમ્સ ઓફ ઇન્ડિયા 'ના ખબરપત્રી એવા અનેક પ્રકારનાં બનાવા પર ટકાર કરતાં કહે છે કે આવા મીશ્તીન માણસા કુંડમાં અશે' ત્રણશે. રૂપિયા ભરી પેાતાના પ્રભુ પ્રત્યેની ફરજ પૂરી થયેલી માને છે. એ એમ ગણે છે કે જ્યારે જવાબ દેવાના વખત આવશે ત્યારે આ ખશે... ત્રણશેની રકમ પેાતાના બચાવ કરી લેશે, બાકી જળપીડિત લોકો તરફ એનું વર્તન જુએ તા એ પ્રચલિત ભયકર પરિસ્થિતિનો જેટલેા લાભ લેવાય તેટલા લેશે, અને દશગણા દામ લેવામાં સ ંકેચ થશે નહિ, એને એકના ચાર લખાવતાં જરા પણ ખાટુ લાગશે નહિ, એને રીખાતા લેાકેાનાં ઢારઢાંખર અસાના હાય તેને પચીશ રૂપિયામાં પડાવી લેવામાં કાંઇ અન્યાય જણાશે નિહ. ”
આ વાત તા એના શબ્દોમાં એણે લખી છે અને તે જૈન ધર્મ પાળનાર માટે લખી છે; પણ આપણે એને આપણા ભાઇઓના સંબંધમાં ખરાખર સમજી. શકીએ. આપણી મનેાદશા એવી થઇ ગઇ છે કે આપણે આખા દિવસ ગમે તે પ્રકારના વ્યવસાય કરીએ, સાચાં ખાટાં કરીએ અને પછી સાંજે આલાચના કરીએ તે અસ થઇ જશે એમ
Page #208
--------------------------------------------------------------------------
________________
જનW^^
ઘાંચીને બળદ
૧૯૩ કેટલાક માની લે છે. આ વ્યાપાર ઘાંચીના બળદને છે, આ ધંધો પ્રગતિરોધક છે, આ માર્ગે આગળ વધવામાં અડચણ કરનાર છે. આ મનોદશા જેને વિવેક હાય તેની ન હોય, જેને શ્રતની લહેર આવતી હોય તેને અકથ્ય હોય અને જે પોતાને માટે સ્વતંત્ર વિચાર કરી શકતા હોય તેને અશક્ય હોય. હાલ તો આપણે માટે આપણે વિચાર જ કરતા નથી, કરતા શીખ્યા નથી, એટલે ઉપરઉપરની થોડી શિષ્ટ ક્રિયાઓના સંવ્યવહારમાં કૃતકૃત્યતા માની બેઠા છીએ અને એને અને આપણું બીજા વ્યવહારોને જાણે સંબંધ જ ન હોય, તેમ તેમને સ્પર્શ પણ થવા દેતા નથી. એ ધધ સુઝને ન પાલવે.
એમ માનવાનું કારણ એ છે કે અત્યારના કિયારુચિ છો એકલી ક્રિયામાં જ સંપૂર્ણતા માની બેઠા છે, એ અન્યના ધમીઠપણાની તુલના પણ એ જ દષ્ટિએ અને એ જ તુલાએ કરે છે. અમુક પ્રકારની ક્રિયા કે જેમાં તેઓ રસ લેતા હોય તેવી થેલી બાહ્ય ક્રિયા કરનાર અને સહજ ત્યાગ કરનાર કે રાત્રે ન ખાનારને જ તેઓ ધર્મસન્મુખ માને છે. જેઓ જેટલે અંશે ત્યાગ કરે છે તેટલે અંશે તેઓ ધન્ય છે, પણ એમાં ભૂલ સંપૂર્ણ માનવામાં થાય છે. એમને પ્રિય હોય તેવી ક્રિયા કે એવા પ્રકારનો ત્યાગ ન દેખાય ત્યાં ધર્મને અભાવ માને એ જેટલું ભૂલભરેલું છે તેટલું જ બાહ વતન કે યિા ઉપર પૂર્ણ ધર્મને આ૫ માનવો તે પણ ભૂલભરેલું છે. એ દશા જૈન ધર્મની નહોતી અને ન
l૩
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૪
સાધ્યને માગે
હોવી જોઈએ. બને તેટલા ત્યાગની સૂચના કરવી, પણ ચોગના અસંખ્ય માર્ગો હેઈ, કેઈ અન્ય રીતે પિતાની પ્રગતિ સાધતો હોય તે તેને માટે તે માર્ગ પણ ઈષ્ટ હોઈ શકે, એટલી વિચારની વિશાળતા રાખવાની જરૂર છે.
* સર્વથી વધારે અગત્યની વાત આંખે બંધ રાખવાની છે. જ્યાં સુધી પ્રાણીના વિવેકચક્ષુ ખૂલે નહિ, એ સ્વ અને પરનું વિવેચન કરી શકે નહિ, એ બાહ્ય આડંબર અને ધમાલમાં ધર્મ માનતે અટકે નહિ, એની અંત દશાં. જાગૃત થાય નહિ, એની પરિણતિમાં વિવેકપૂર્વક નિર્મળતા થાય નહિ ત્યાં સુધી એ આખો દિવસ દેડે, હરે ફરે કે કિયાની ધમાલ કરે, એ સર્વમાં એણે ખ્યાલમાં રાખવાની જરૂર છે કે દિવસને અંતે એ માઈલે સુધી ચાલે તે પણ ઘેર ઘેર છે.
આ ચકભ્રમણ ગતિ માટે અનેક જગ્યાએ શાસ્ત્રકારે બહુ વાત કરી છે. એ બધી વાતને સાર “વિવેકજ્ઞાન શબ્દમાં આવી જાય છે. જ્યારે પ્રત્યેક કાર્યની પિતાની ઉપર ખરી અસર શી થાય છે ? પોતાની પ્રગતિને અંગે એ કાર્ય શો ભાગ ભજવે છે ? અને એ કાર્ય સમાન કક્ષાએ અંગત કેટલે લાભ કરે છે ? એ પ્રાણું પોતે સમજે, ત્યારે તેની ચકભ્રમણ ગતિ અટકે. બેટી ધમાલ કરતાં આ વિજ્ઞાન પ્રાપ્ત કરવાની વધારે આવશ્યક્તા છે, વિવેક વગરની દેડાડનકામી છે અને ઘણી વાર પાછી હઠાવનારી પણ થઈ જાય છે, તે વાત તે બરાબર સમજે.
એને એક દાખેલે વિચારવા જેવું છે. એક શેઠ હતા. એમણે શ્રી સિદ્ધાચળનો સંઘ કાઢયે હતે. ખર્ચ પણ સારો
Page #210
--------------------------------------------------------------------------
________________
ઘાંચીના બળદ
૧૯૫
કર્યા હતા. એમની સાથે વાત કરતાં એ સંઘની વાત કરે ત્યારે એવા શબ્દોમાં વાત કરતા કે–ભરત ચક્રવતી પછી જો કોઇએ ખરો સંઘ કાઢયા હાય તે તે તેમણે જ.' બીજા આવા શબ્દોમાં પ્રશ'સા કરે તા વાંધા નહિ, તેમને અનુમાનાના લાભ પણ થાય; પણ એ શેઠશ્રીને તે મિથ્યાભિમાન સિવાય કાંઈ પ્રાપ્ત થાય તેમ નહેાતું. આવી રીતે વિવેક વગર માટે ખર્ચ થાય તેમાં “ઘેરના ઘેર” ની દશા થાય છે અને પેાતાના આત્માને પૂછવામાં આવે તા આવી દશા કેાની નહિ થઈ જતી હોય તે વિચારવા ચેાગ્ય છે.
વાત એ છે કે ખરાખર વિવેકપૂર્વક વિચારણા કરવાની શક્તિ આવે તેા આ તેલી અળદની દશા થતી અટકે; પછી એને અપૂર્વ લાભ મળ્યાના આહ્લાદ જરૂર થાય અને એની વાતમાં વિવેક અને અ ંતરમાં નમ્રતા જરૂર આવી જાય; એ ખાટી સભ્યતા અતાવી પેાતાની પ્રતિષ્ઠા વધારવાના પ્રયત્ન પણ ન કરે; એ સમજે કે એવી રીતે રીતે નામ રહેતાં નથી અને નામ કેાઈનાં રહ્યાં નથી: ચક્રવી છપ્પડ સાધી ઋષભકૂટ ઉપર કાકિણી રત્નથી નામ લખે છે ત્યારે તેને પણ એક નામ ભુસાડી પેાતાનું લખવું પડે છે. આ વિચારણા કાને આવે ? કયારે આવે ?.
આપણે ચારે તરફ શું જોઈએ છીએ ? પાંચસ રૂપિયા આપવા હાય તા આરસની તખ્તી અને બે પર
:
નામ જોઇએ અને પચાસ રૂપિયા પુસ્તકપ્રકાશન માટે આવ્યા હાય તેા મુખપૃષ્ઠ પર મોટા અક્ષરે નામ જોઇએ. આ સર્વ તેલી અળદના જ વ્યાપાર છે, અધૂરા શિક્ષણનું
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૬
સાધ્યને માગે અને વસ્તુસ્થિતિના અજ્ઞાનનું પરિણામ છે. એક ઉપવાસ કર્યો હોય તે દશ જણને કહેવાય કે આજે તે માટે ઉપવાસ છે, ત્યારે અંદર શાતિ થાય અને એક મેળાવડામાં સહજ ભાષણ કર્યું હોય, કે હાજરી આપી હોય, તે બીજે દિવસે પ્રભાતમાં દૈનિક પત્રમાં પિતાનું નામ આવ્યું છે કે નહિ એ જેવા જીવ તલપાપડ થઈ રહે તે ત્યાં આત્મિક પ્રગતિ કેવી રીતે થાય? એ દશા જેન હૃદયની હેય નહિ ! એ દશા પ્રગતિમાન આત્માની સંભવે નહિ ! એ દશા ખરા મુમુક્ષુને ઘટે નહિ !
વિશિષ્ટ પદ આરહણની ભાવના થઈ હોય, એને માટે અંદરથી તાલાવેલી લાગેલી હોય, તે આ બાહ્ય ભાવ તજ ઘટે છે, એને દૂર કરે ઘટે છે, એની ઉપેક્ષા કરવી ઘટે છે. આટઆટલા પ્રયત્ન થાય, ત્યાગ થાય, ધમાલ થાય, દેડાદોડી થાય, વખતને વ્યય થાય અને પૈસાને ઉપગ થાય છતાં “ક્યાં ગયા'તા કે કયાંઈ નહિ, (ત્યાંના ત્યાં? એવી દશા થાય એ તે ડહાપણને માર્ગ હોય ? એ તે પ્રેમની ઈચ્છાવાળાની વર્તના હોય, એ તે ચકભ્રમણને છેડો લાવવાના સાચા પ્રયત્નશીલની અંતરદશા હોય ? એનાં તે મારા જ જુદાં હોય, એની અંતરની અભિલાષા જ અનેરી હોય, એની ચારુતા અને ધન્યમન્યતા જ અલગ હોય, એને સંતોષ પરપ્રશંસામાં ન હોય, સ્વાત્મસંતોષમાં જ એને નિર્મળ આનંદ હાય, એની રટના લેકે પણુમાં ન હોય, એને અંદરથી બહુ સારું કર્યું એ ધ્વનિ ઊઠે એના શ્રવણમાં જ દઢ પ્રેમ પ્રીતિ હોય. એ દશા માત્ર વિકજ્ઞાનથી પ્રાપ્તવ્ય છે, અંતરસન્મુખવૃત્તિને આધીન
Page #212
--------------------------------------------------------------------------
________________
ઘાંચીના બળદ
૧૭
છે અને બાહ્ય ભાવના વિસ્મરણ અથવા અનાપેક્ષણમાં છે. એ ન થાય ત્યાં સુધી સર્વ ગતિ એ પ્રગતિસૂચક ન સમજવી. કેટલીક વાર એમાં પશ્ચાત્ ગતિ હાય છે, કેટલીક વાર ગતિને ભ્રમ માત્ર જ હોય છે. વિવેકજ્ઞાનની પ્રાપ્તિમાં ક્રિયાયાગનું સાફલ્ય છે અને એ સમજવાના પ્રયત્નમાં સાધનધર્મનું સ્થાન સમજવાનું અનવા ચેાગ્ય છે.
આ હકીકત જ્યારે સમજાય ત્યારે લાવ ચરૂપણુ પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી સર્વ પ્રયત્ન માત્ર છે અને કેટલીક વાર ખાલી અડવડી અથવા ફાંફાં છે. એ જેમ જલ્દી સમજાય તેમ આનંદ છે, રસ્તાસરની પ્રગતિ અને જીવનયાત્રાની સફળતા છે. ગમે તેમ કરીને સમજી, વિચારી આ ઘાંચીના એલની સ્થિતિમાંથી દૂર નીકળી જવા જેવું છે અને તેમ થતાં અર્ધદગ્ધ વર્તમાન સમાજની ટીકા શ્રવણુ કરવાની અગવડ થાય તા તે સહન કરવાની શક્તિ પણ સાથે જ કેળવવાની જરૂર છે. નિર ંતર એકડા ઘુંટવાની દશામાં રહેવા જેવું નથી, પણ વ મૂળ અને ઘનમૂળના ઊંચા અંકગણિત કે ખીજગણિતના દાખલા આવડે નહિં અને ત્યાં સુધીને કૂદકા મારતાં એકડા ઘુંટતા પણ અટકી જવાય નહિ–આ અને સ્થિતિ વિચારી સમજણ પ્રાપ્ત કરી રસ્તા કરવા ચાગ્ય છે, પણ ઘાંચીના બળદની સ્થિતિમાં રાચી જવા જેવું તા જરા પણ નથી. આ ભાવમાં કાંઇ ન સમજાય તેવુ લાગે તા આંતર આત્મદશા સમજનાર પાસે આ સ્થિતિના ખ્યાલ કરવા માટે જવા જેવું છે. અહીં સર્વ મળી શકે તેમ છે, માત્ર “ ખેાજી હાય સેા પાવે. ” આ વિચારણા પ્રાપ્ત થવી એ પણ દુષ્કર છે અને ચક્રભ્રમણમાંથી નીકળી સાધ્ય તરફ્ -
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૪
સાધ્યને માર્ગ બાધિત પ્રયાણ કરવું એ પણ મુશ્કેલ છે, છતાં એ જે છે તે છે, અને છે તે સમજવા જેવું છે. આ અવસર વારંવાર મળવાને નથી, એ નિરંતર ધ્યાનમાં રાખવું અને રાખીને આગળ વધવું. ઘાંચીનાં બળદને લક્ષ્યમાં રાખ અને નિરતેર જે અશ્વની સીધી ગતિ સાધ્ય તરફ થતી હોય તેને 'પણ લક્ષ્યમાં રાખો; તેમજ આવડત, અનુકૂળતા અને મુમુક્ષુતાને અનુસારે બેમાંથી એક ગતિ પકડી લેવી. જે. ૧. પ્ર. પુ. ૪૪ પૃ. ૭૯ } સં. ૧૯૮૪
૦૦૦
Page #214
--------------------------------------------------------------------------
________________
પાણી વલાવ્યું.
[ ૧૬ ]
આવું શિર્ષક (મથાળું) વાંચી આશ્ચર્ય થશે. દુનિયામાં છાશ વલેાવાતી જાણી છે, છાશ લેાવનારને જોયા છે અને છાશમાંથી માખણુ તરી આવતુ એને પિરણામે જોયું છે; . પરન્તુ કાંઈ પાણી તે વલાવાતુ હશે ? કોઇ પાણી વલેાવતું હશે ? અને ક્લાકા સુધી પાણી લાવે તે તેથી વળે પણ શું ?
અહીં જરા ચાખવટ કરીએ. વલાવવુ એ ગુજરાતી ભાષાના શુદ્ધ પ્રયાગ છે. એના અર્થ તેમાં કોઇ ચીજ નાખી હલાવવું એમ થાય છે. દહીની છાસ કરી, એક મેાટી ક્રેઘડી કે ગેાળીમાં ભરી, ઉપરથી તેનું માઢું. અંધ કરી, અંદર લાકડાના દંડ નાખી, તેને દોરડાથી ખૂબ હલાવવા અને એ રીતે છાશમાંથી માંખણ કાઢવું એ ક્રિયાને છાશનું વલાવણ કહે છે. વલાણાની છાશ-પ્રસિદ્ધ શબ્દ છે. લેાકા હવે ઘેર ગાય, ભેંસ રાખતા આછા થઇ ગયા છે, તેને આ શબ્દપ્રયાગ દાચ અપરિચિત લાગે એ વાત અનવા જોગ છે. એ ગ્રામ્ય • પ્રયાગ નથી. અત્ર ભાષા શાસ્ત્રની ચર્ચા નથી, પણ વલેાવવું શબ્દ કોઈને જાણવામાં ન હેાય તે ગેરસમજુતી ટાળવા માટે જરા ખાજુની અને સહજ અપ્રસ્તુત વાત અત્ર કરી છે.
ત્યારે આવું મથાળું શું કર્યું? અને કયાંથી સૂઝ્યું ? આ વાત પણ કહી દેવા જેવી છે. આજે એસતા મહિના હાવાથી ચાલુ નિયમ પ્રમાણે સ્નાત્રપૂજા કરતાં ચાસઠ પ્રકારી પૂજામાંથી છઠ્ઠી પૂજા ભણાવી. તેમાં સમર્થ કવિ એક જગ્યાએ - ગાઇ ગયા છે:
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૦
સાધ્યને માર્ગે આવી રૂડી ભગતિ મેં પહેલાં ન જાણી; સંસારની માયામાં મેં તે, વલેલું પાણી.
- આવી રૂડી, વિગેરે આ વાંચીને કાંઇ વિચાર થયો અને તેના પરિણામે ઉપરનું મથાળું બંધાયું. આટલે ઉપઘાત કરી આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ.
મુદ્દા પર આવતાં એકદમ ગંભીર વાત કરી દઈએ. જન ધર્મમાં ભકિતયોગ જેવું કાંઈ છે ખરું? હેય તે તેનું સ્થાન શું? આ અતિ મહત્વને પ્રશ્ન છે અને ખાસ પૃથક્કરણ કરી ચર્ચવા યોગ્ય છે. એ પ્રશ્નને બીજે છેડે આનંદઘનજી મહારાજ બેઠા છે, તેઓ કવન કરી ગયા છે –
ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત હ; કપટ રહિત થઈ આતમ અરપણું રે, આનંદઘન પદ રહ. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે.
આ તે ઉત્કૃષ્ટ વાત કરી નાખી. હવે વચ્ચેના ભાગે જોઈ લઈએ, એટલે પછી બધા રસ્તા, તેનાં મૂળ અને તેનાં સાળે સ્વત: જણાઈ આવશે.
આર્યાવર્તના સર્વ ધર્મ ધ્યાનયોગને પ્રાધાન્ય આપે છે. ધ્યાનના ભેદે અને ધ્યેયના વિભાગે જુદાં જુદાં પ્રત્યેક દર્શન બતાવશે. ધ્યાગ વગર કોઈને ચાલ્યું નથી. મનની એકાગ્રતા કરી સ્થિર ચિત્ત એક વસ્તુમાં મનને પરવવું અને તે દ્વારા ચિત્તસ્વાથ્યથી સત્ ચિત અને આનંદની લહરી અનુભવવી અને તેની જુદી
Page #216
--------------------------------------------------------------------------
________________
પાણી વલાવ્યું.
૨૦૧
પસાર
થઈ છેવટે મન પર
જાદી પરિસ્થતિમાંથી વિજય મેળવવા અને તેને પણ સાધનોમાંના ઘણાખરાની માફ્ક પાછળ મૂકી તેનાથી પર થવું, તેના પર સામ્રાજ્ય મેળવવાના વિજય મુહુર્ત્ત તેનાથી પણ પર થવું એ સર્વાં પરભવ માનનાર દર્શનને સામાન્ય વિષય છે અને અપવાદ વગરના છે. એ ધ્યાનચેાગની સિદ્ધિ કે પ્રાપ્તિ માટે અનેક ઘટનાએ સંભવિત છે અને સ્વીકારાયલી છે. તેમાં ભતિયાગ મુખ્ય સ્થાને છે.
આ ભક્તિયાગ એ ધ્યાન ચાગના હેતુ હાઈ અને મુખ્ય સ્થાને હાઈ ખાસ વિચારવા ચેાગ્ય છે. તે સાધ્યના સાક્ષાત્કાર કરાવનાર હેાવાથી તેના કારણરૂપ છે. જે આદશે પહોંચવું હાય તેનું ધ્યાન કરતાં એ સ્થાને પહોંચાય છે અને તેટલા માટે એ ધ્યેયને નિત્ય લક્ષ્યમાં રાખવાની વ્યવસ્થા વ્યસ્થાન લે છે. સાધારણ વ્યવહારુ માણસાને ચાલુ ધ્યાન કરતાં આવડે નહિ અને કરવા જાય તે કદાચ રખડી પણ પડે, તેટલા સારુ ભકિત દ્વારા ધ્યાનયાગ સાધવાના રસ્તા બહુ આન ંદમય, સિદ્ધ અને અવિચળ માર્ગ તરીકે સ્વીકારાયલા છે. આ આદર્શની અવિચળ ભક્તિ કરતાં આદર્શ ધ્યેયસ્થાને આવી જાય અને પછી તેમાં એક્તા થાય તા ભક્તિ ધ્યાનયેાગમાં ફેરવાઈ પણ જાય, તેથી ભક્તિને ધ્યાન યોગમાં બહુ અગત્યનું સ્થાન મળે છે.
ભક્તિમાં એક ખાસ વિશિષ્ટતા એ છે કે ધ્યાનયેાગ તા વિકાસ પામેલા આત્માએ જ આદરી શકે છે અને તેમાં પણ આત્મવંચના કાઇ વાર ઇરાદાપૂર્વક અને ઘણી વાર અણુજાણ્યે - પણ થઈ જાય છે, ત્યારે ભક્તિયોગ વિકાસક્રમના ગમે
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૧૨
સાધ્યને માગે.
તે પગથિઓ પર રહેલ પ્રાણી આદરી શકે છે અને તેમાં ધીમે ધીમે પ્રગતિ કરે છે એટલે ભક્તિયોગ સસામાન્ય છે અને આવડત અને અનુકૂળતા પ્રમાણે શ્રેય:સાધક નીવડી શકે તેવા છે. આથી ભક્તિયેાગની સર્વગ્રાહીતાની નજરે આદરણીયતા વધારે છે, તેથી આપણે ભક્તિયોગના પ્રકારા તપાસીએ.
દ્રવ્યપૂજન અને ભાવપૂજન: ભક્તિયેાગના એ એ પ્રકાર ખાસ નજર પર આવે છે. પૂજન કરવાની વસ્તુએથી પ્રભુપૂજન કરવું એ દ્રવ્યપૂજન. પ્રભુષિષ (પ્રતિમા )ને સ્નાન કરાવવું, તે પર ચંદન પુષ્પથી પૂજા કરવી એ અંગપૂજા અને તેમની સન્મુખ સુગંધી ધૂપ કરવા, દીપક કરવા, સામે અક્ષત ચઢાવવા, ફળનૈવેદ્ય ધરવાં એ અગ્રપૂજા. પોતાની શક્તિ, સ્થિતિ અને વસ્તુની ઉપલબ્ધતા પ્રમાણે અનેક વસ્તુઓથી પ્રભુનું દ્રવ્યપૂજન થાય છે અને બ્ય ગણાય છે. એમાં પાંચ કેડિ–એક પાઈથી પણ ઓછી કિમતની વસ્તુથી કુલ ચઢાવનારને અઢાર દેશનું રાજ્ય મળે છે અને બીજી રીતે જોઇએ તા દરરાજપૂજન કરવા છતાં મનેાવૃત્તિનું અકય ન કરનારને માત્ર જવા આવવાની ક્રિયા થાય છે કે નામનું જ ફળ મળે છે. પાંચ કાડિવાળાને તેા એ આખી પુંજી હતી અને તેના ઉલ્લાસ અને તેના ભાવ અતિ ઉચ્ચ પ્રકારના હતા એ વિચારણીય વાત છે. એ માગે અનેક ગયા છે અને મા આદરણીય છે, પ્રવેશક તરીકે અગત્યનો ભાગ ભજવનાર છે અને પર્યન્તે પ્રગતિ કરાવી ઈષ્ટ સ્થાનકે પહાંચાડનાર છે.
પણ એક વાત વિચારી જવા જેવી છે. આ દ્રવ્ય પૂજન
Page #218
--------------------------------------------------------------------------
________________
/**,* *.....
*
પાણી વાવ્યું.
૨૦૩ ભાવનું નિમિત્ત છે. દ્રવ્યપૂજનમાં ઈતિકર્તવ્યતા આવી જતી નથી, પણ એ જેટલા પૂરતું ભાવપૂજનનું નિમિત્ત બને તેટલા પૂરતી એની ઉપયોગિતા છે. ભગવાન પાસે ફૂલ ફળાદિના ઢગલા કરવામાં આવે, પણ ચિત્તમાં વીલ્લાસ ન થાય તે તેમાં એનું જેવું જોઈએ તેવું ફળ બેસતું નથી. ભાવપૂજનમાં અંદરનો વર્ષોલ્લાસ, પ્રભુમાં એક્તાન, આત્મનિમજ્જન અને સ્વભાવમાં રમણતા આવે છે. જે વખતે અંદર જાગૃતિ થઈ જાય તે વખતે દ્રવ્યપૂજાનાં સાધને સુંદર ફળ આપે છે, કેઈ અનિર્વચનીય આનંદ અનુભવાવે છે અને અપરિચિત અને અનનુભૂત નૂતન પરિસ્થિતિને પરિપાક જમાવે છે.
ભક્તિયોગની આ વિશિષ્ટતા છે. અત્યારના સમયમાં આપણે નાની મોટી એટલી ઉપાધિમાં રહીએ છીએ કે આ પણને પરમાત્માના નામનું મરણ થવું પણ કેટલીક વાર દુર્લભ થઈ પડે છે. આ પ્રાણી નિમિત્તવાસી છે. એને સારાં નિમિત્તે મળ્યાં હોય તે તે યોગ્ય માર્ગે આવી જાય અને કુસંગત તથા અનિષ્ટ પ્રસંગે મળ્યાં હોય તો તે નીચે ઊતરી જાય. સંયોગ ઉપર અસાધારણ કાબૂ ધરાવનાર અને તુચ્છ પ્રસંગે માંથી પણ ઊંચા આવનાર તથા સંગથી પર રહે નાર વિશિષ્ટ આત્માઓની આ વાત નથી. આ તે અમારા તમારા જેવા સામાન્ય જનપ્રવાહ પર રહેનાર સાદાં જીવનની વાર્તા છે. એવા પ્રાણીને નિમિત્ત મળે છે તે સારે માગે આવી જાય છે અને ત્યાં સ્થિત થાય છે. એને રખડવાની - ટેવ પડે તે એ પિતાનાં શક્તિ દ્રવ્ય અને મનને દુરુપયોગ કરી બેસે છે. એને નાટક જોવા મળે તો એ તેમાં રસ લે
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૪
સાધ્યને માર્ગે છે અને સારું ખાવાનું મળે છે તેમાં રસપૂર્વક ઊતરી જાય છે. એવા ચાલુ સંગેને તાબે થનારે શુભ સંયેગે પ્રાપ્ત કરવા–સારાં નિમિત્તે ઉભાં કરાવવા અને જમાવવાં એ એની પ્રગતિ માટે અનિવાર્ય છે અને તે દષ્ટિએ બહોળતાએ વિના સંકેચે એમ કહી શકાય કે દ્રવ્યપૂજન સામાન્ય અર્ધકારી માટે બહુ લાભ કરનાર અને શુભ પર્યવસાનમાં લઈ આવનાર ભક્તિમાર્ગને પ્રાથમિક પ્રસંગ છે અને તેટલા પૂરતું તે અવશ્ય સાર્વત્રિક આદરને યોગ્ય છે.
એવાં નિમિત્તો મેળવીને પછી એ કાંઈ ત્યાં બેસી રહે નહિ. એ તે પછી ભાવપૂજનમાં ઊતરે અને ત્યાં તે એની દષ્ટિમર્યાદા એટલી વિશાળ થઈ જાય છે કે એને પાર નથી: સ્વપરનું વિવેચન કરે, પોતાને ઓળખે, પ્રભુની સાથે પિતાની સરખામણી કરે, પ્રભુતા કેમ પ્રાપ્ત થાય એ સમજે, જુએ અને છેવટે પ્રભુમય જીવન કરવાને માગે આવે.
એ ધીમી ધીમી પ્રગતિ પણ કરે અને શીઘ્રતાથી પણ આગળ વધે, પરંતુ એ પ્રાપ્ત થયેલા નિમિત્તોને સાચો અને સારે ઉપયોગ જરૂર કરે. એને પછી વિચાર થવા માંડે કે પિતે કોણ? અને આ પ્રભુ કેમ થયા? એ મારે પૂજ્ય છે તે હું એના જે કેમ અને ક્યારે થઉં ? એટલી વિચારણા એનામાં ધીમે ધીમે આવે. એ ભકિતમાંથી ધ્યાનમાં ઊતરી જાય અને ધ્યાનમાં તે પછી એ એવી વસ્તુઓના ભાને અનુભવ કરે કે એનું વર્ણન કરવું મુશ્કેલ પડે.
આ દ્રવ્યપૂજનને દીર્ઘ વિચાર કરનાર મહાત્મા પુરુષોએ કહ્યું છે કે ગીત, વાજિત્ર કે નૃત્યનાં સાધનોથી અનંતગણું પુણ્ય પ્રાણી ઉપાર્જન કરે છે. એને હેતુ પણ એ જ છે કે
Page #220
--------------------------------------------------------------------------
________________
પાણી વલાવ્યુ.
૨૦૧
ગીતગાન વખતે પ્રાણીને એકતાન થાય છે. એ વખતે જીવનમાં સુખદુ:ખાદિ દ્વો પ્રાણી ભૂલી જાય છે, એ પ્રભુગુણુરસમાં લીન થઈ જાય છે અને જ્યાં એકતાન થયું ત્યાં કર્મ બંધ બંધ થઈ જાય છે અથવા થાય તેા શુભ અને તે પણ ઘણા પાતળા હેાય છે. આથી ધ્યાનને અભ્યંતર તપ ગણવામાં આવે છે અને જેની સરખામણી બીજા સાથે કરી શકાય તેમ નથી તેવા પ્રકારની તેમાં રસલીનતા પ્રાપ્તવ્ય છે. આ હેતુથી દ્રષ્યપૂજનનું કારણુત્વ અને ભાવપૂજન કાર્ય ખાસ લક્ષ્યમાં રાખવા ચેાગ્ય છે. ભાવપૂજનની વિશિષ્ટતા ધ્યાન ચાગને અંગે જ છે અને ધ્યાનચેગને દર્શનકારો સ્વીકારતાં હોવાથી એની વિશિષ્ટતાના સંબંધમાં વિવેચન કરવું પડે તેમ નથી.
આપણે હવે ભકિતયાગની વાત કરીએ. ભક્તિ એ એવી સુંદર વસ્તુ છે કે એને જેમ વધારે વિચારીએ તેમ વધારે રસ આપે તેવી તેમાં લહેજત છે. વળી સામાન્ય વિકાસવાળા આત્માએ પણ તેના યથારુચિ લાભ લઈ શકે છે તેથી તેનું સામ્રાજ્ય સાર્વત્રિક છે.
ભક્તિમાં મસ્તતા રહેલી છે. એક ખરા ભક્ત હાય તે જે વખતે ભક્તિમાં ઊતરે છે તે વખતે તે તેના રસમાં રંગાઈ જાય છે. પછી એ સાધારણ હોય તે તે પ્રભુની નાની મેાટી સેવા કરવામાં રસ લેશે; એને હેવરાવવામાં, એની વિવિધ પ્રકારની આંગી તૈયાર કરવામાં, એનાં પુષ્પથ્થર કરવામાં અને એવી બાહ્ય સેવામાં મ્હાલશે; વધારે રસ હશે તા એ ગાનતાનમાં રસ લેશે, માળા ફેરવશે, એકતાન થવા પ્રયત્ન કરશે વિગેરે; પણ એની મસ્તી આર પ્રકારની હશે,
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૬
સાધ્યને માગે.
એના રસ અપૂર્વ હશે, એની લીનતા ચાસ હશે. ભક્તિપ્રધાન મતાના ખારિક અવલેાકને આ વાત ચાક્કસ જણાય છે કે ભક્તિના રસ જથ્થર છે. અને અનુભવવા ચેાગ્ય છે. ભગવાનની—ભાવના મૂર્તિની નાની મેટી સેવા કરવામાં એના ભકતને ભારે રસ છે અને તેમાં તે એકતાન થઇ અંતરના રસ રેડે છે.
એમાં એક વાત યાદ રાખવાની છે: એ રસમાં દંભને સ્થાન નથી, એ રસમાં ઢાળ નથી, એ રસમાં દેખાવ નથી. એ ત્રણમાંનુ એક પણ હેાય તે તે રસ જ નથી, ધાંધલ છે અને આત્મિક વિકાસમાં ધાંધલ કે દેખાવને સ્થાન નથી.
ભક્ત પૂજન કરતા હાય, પછી તેનું પૂજન દ્રવ્યથી હાય કે ભાવથી હાય, પણ તેની રસવૃત્તિની પોષણા અજમ પ્રકારની હાય છે અને જ્યાં રસક્ષેપ હાય ત્યાં પછી માહ્યાચાર કે ઉપર ઉપરના ઉપચારને સ્થાન નથી. ત્યાં તે હૃદયનાં મિલનસ્થાન હાય છે, ત્યાં તેા અંતરના ઉમળકા હાય છે, ત્યાં તા શાન્ત રસના ઝરમર ઝરમર વરસાદ હાય છે. એ ભક્તિ જ્યારે પરાભક્તિનુ રૂપ લે છે ત્યારે તે એ લગભગ ધ્યાનની કાટિમાં આવી જાય છે, પણ એની પ્રાથમિક સ્થિતિમાં પણ એને રસ અનુપમ હાય છે, જાજરમાન હાય છે, અંદર જતા હોય છે અને સામા આદર્શોને અપેક્ષિત હાય છે.
ભકતની નજરે વિચાર કરીએ ત્યારે એકનિષ્ઠાના સબંધમાં ખરું ભાન થાય તેમ છે. એને મન મૂર્તિ એ પથ્થર નથી, એ ધાતુ નથી, એ સજીવન છે અને એની
હું..
Page #222
--------------------------------------------------------------------------
________________
પાણી વલેાવ્યુ’.
૨૦૭
સચેતનતા ભક્ત જોઈ શકે છે. તમે એને ઘેલેા કહે કે મૂર્ખ કહેા, એની એને દરકાર નથી. એને ભિકત કર્યા વગર ભાજન ભાવે નહિ, એને જરા ઊઠતાં મેડુ થયું હાય તે માટ ક્ષેાભ લાગે અને જરા અન્ય ચીજ કે જીવનો સ્પર્શ થઈ ગયેા હાય તે અભડામણુ લાગે. એ હૃદયના રાજને મૂર્ત સ્વરૂપે જીવતાં જોઈ શકે છે, એ એની સાથે વાત કરી શકે છે, એ એની સાથે એકતા સાધી શકે છે અને એના સહચાગનું સુખ અને વિયેાગનું દુ:ખ અનુભવી શકે છે.
એ પ્રકારની ભક્તિનો આદર્શ સ્થાને સ્થાને ગવાયા છે. એમાં આત્મનિમજ્જન જે વિશિષ્ટતા અનુભવે છે તે ખરેખર વાચાને અગેાચર છે. આવા ભાવ આખા જીવનમાં એક પણ વખત આવે તે અનેક વખતના કરેલા દ્રવ્યપૂજનનું સા કય છે.
ત્યારે અત્યાર સુધી સંસારમાં શું કર્યું? ઘણું કર્યું`, ખાધુ’, પીધુ’, ધન પાછળ દોડયા, ઉજાગરા ક્યા, ખુશામતા કરી, આંટા ખાધા, ધકેલા ખાધા, મહેલાતા ખાંધી, નામાં માંડયાં, સરવૈયાં કાઢયાં, વરઘેાડામાં મહાલ્યા, પોક મૂકીને રડયા, મજૂરી કરી, ભૂખ્યા રહ્યા, અનેક વાતા કરી, પણ પાછા આગળ પાછળ ગણત્રી કરી સરવાળા કરીએ ત્યાં વાતમાં કઈ સાર નહિ. માદખાકી કરીએ ત્યાં મુઝાઈ જઈએ અને લાગે કે કાં તા હતા ત્યાં ને ત્યાં, અને કાં તે પાછળ હઢયા, પેાતાનુ જીવન આખુ જોઈ જઇએ ત્યાં ખરેખર લાગી આવે કે આ તા વર્ષા ગુમાવ્યાં, અવસર જવા દીધા, સમય એળે ગુમાવ્યે અને કાંઇ વળ્યું નહિ. માટે ભાગે જીવનપથ પર પાછી નજર કરતાં લાગે કે આ તા ન મળ્યા
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૮
સાધ્યને માગે. રામ કે ન મળી માયા. ” ભર્તૃહરિ એક સુભાષિતમાં મજાની વાત કરે છે, તેની મતલબ એ છે કે આગળ છડીઓ પાકારાતી હાય, પડખે બિરુદાવલિઓ એલાતી હાય, પછવાડે ચામર વીંઝાતા હાય, અને ખડેજાઓ થઈ રહ્યા હાય, એવું એવું હાય તા તા સંસારમાં કાંઈ રસ લે–તા પણ જાણે સમજ્યા, પરન્તુ આ તા ભીખનું અન્ન ઢીકરીમાં રાખેલું છે! એમાં તે માલ શે છે? શેના ઉપર રાચી રહ્યા છે? અને કાને માટે? કેટલા ભવ માટે ? કેટલા સમય માટે ? જરા વિચારી જુઓ, જુઓ, સભારા, યાદ કરા, સ્મરણ કરો, તમારું આખુ જીવન જોઈ જાઓ, તમે કેટલા વધ્યા, તેના આંકડા મૂકા અને જોશેા તા જણાશે કે ખરેખર
64
વલાવ્યું પાણી !”
આ દશા તમારી હાય ? આ દશા તમારા જેવા સમજીની હાય ? આ દશા તમારા જેવા અનુકૂળતાવાળાઓની હોય? આ સંસારના ક્ષણિક વિલાસામાં મ્હાલીને, આ ઘેાડા ધાતુના ઢગલા એકઠા કરીને, આ મેળાવડામાં પ્રથમ પતિએ ખુરશીઓ પ્રાપ્ત કરીને, આ નાત કે સંઘની પટેલાઈએ કરીને, પાણી વલાવ્યું છે. એમાં કાંઇ સાર જોશેા નહિ, એમાં કાંઈ માલ જોશે। નહિ, એમાં કોઇ પરિણામ જોશેા નહિ.
મૂંઝાણા ! ખરેખર મૂંઝાણા !! ત્યારે હવે કરવું શું ? ન્હાઈ ધાઇને આરિસા જોવા, આરિસામાં–કાચમાં ચાટલામાં શું દેખાશે ? તમારું પેાતાનું પ્રતિષ્ઠિ. તમે જેવા શેા તેવા તેમાં લાગશે. જરા શાંતિથી જોશા એટલે સર્વ દેખાઈ આવશે અને ખરાખર જોશેા તા અદ્ભુત તાંડવ, ભયંકર
Page #224
--------------------------------------------------------------------------
________________
.
પાણી વલોવ્યું. નૃત્ય, તુચ્છ અઠ્ઠાસ્ય, અને બીજા અનેક અવનવા બનાવે જેશે; પરન્તુ મૂંઝાવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. એ ગૂંચવણમાંથી નીકળવાનો માર્ગ છે, એધી શકાય તે શોધજે તમને જડી શકે તે ભલે ન જડે તે એક છેરી માર્ગ છે અને તે ભકિતને.
ભકિતની એકાગ્રતા આ સર્વ મૂંઝવણ દૂર કરશે, અત્યારસુધી ભૂલ્યા હશે તેને ખરે માર્ગ બતાવશે, ઠેકાણે લાઈ. આવશે, આશ્રવના દ્વારનું મજબૂત રૂંધત કરશે અને તાંડવ નૃત્ય અને હાસ્ય દૂર કરી અને વિકારે પર વિજય મેળવી તમને તમારી વસ્તુ બતાવી આપશે, અત્યાર સુધી પડછાચાના પછવાડે દેડયા છે તેને બરાબર ઓળખાવશે અને તમારી વસ્તુને જોઈ જાણું, પીછાણ નથી તેને ઓળખાવી તમારી કરી આપશે. પછી જ્યાં જશે અને કેને હેરશે તે કહેવાની જરૂર નથી, તમને સ્વયંપ્રકાશ થઈ જશે. એ માટે થોડા નિયમો ધ્યાનમાં રાખશેઃA (1) ભકિત એકાગ્રતાનું કારણ છે, તેથી તેને નિત્ય સ્વીકારવી.
(૨) એની નિયમિતતામાં ભંગ થવા દે નહિ. (૩) એને અભ્યાસ અવિશ્રાન્ત ચાલુ રાઅો. (૪) એમાં કદી પણ કંટાળો આવવા નહિં
(૫) એનું ખરું જોડાણ મન સાથે કરવાનું છે. તે લક્ષ્યમાં રાખવું.
(૬) ચિત્તપ્રસન્નતામાં એનું ખરું ફળ છે એ વિચારવું.
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૦
સાધ્યને માગે. (૭) એ મનને મનાવવું મુશ્કેલ છે પણ અશક્ય નથી. - (૮) ધ્યાનવગર મુક્તિ નથી અને ભકિત વગર ધ્યાન નથી, એ કુમ ભલો નહિ,
આ તે સાદી પણ માર્મિક વાતે છે. પણ વાવવું ન હોય અને માખણ કાઢવું હોય તે આ રાજમાર્ગ છે. એમાં કેટલાક નકામા આંટા પણ મારવા પડશે, પણ એમ તે આપણે સંસારમાં ક્યાં ઓછા ધકેલા ખાઈએ છીએ! પણ એમ આંટા મારતાં એક વખત એ આવી જશે કે તે દિવસે તે વખતે સર્વ આંટા સફળ થઈ જશે અને અંદરને રાજા યે દિવસે પ્રસન્ન થશે અને રસનાં ઝરણાં વરસાવશે તેની કોઈ ગેરંટી હોય છે? પણ એ રસરાજ છે અને અનંત બળને ધણી છે, માટે એને રીઝવી એક વાર તે એને ગુંજવી દે અને પછી એની મજા તે જેજે. પછી તે સાત માળની હવેલીએ કે અઢારશે પાદરનાં રાજ્ય તમને વિસાત વગરનાં લાગશે. અરે! થશે કે આ તો આપણે પોતે જ રાજા હતા, પણ જાણતા નહોતા. અંદર તે એવાં એવાં અમૂલ્ય રત્ન ભરેલાં છે કે એને મહિમા સંપૂર્ણ રીતે તે ભગવાન પોતે પણ કહી શક્યા નથી. આવા માલના ધણ પારકી ખુશામત કરે નહીં અને ધકેલા ખાય નહીં!! અરે! એને તે કેડ પણ ઊંચા પ્રકારના થાય અને એના માર્ગો પણ અનેરા જ થઈ જાય! એનાં ઉડ્ડયન ઉચ્ચ અને એના માર્ગો પણ ઉચ્ચ જ હોય.
માત્ર એક જ વાત કહેવાની છે; હાઈ ધોઈ નિરમળ થઈને, આરિસ જેવો” એ વાત ધ્યાનમાં રાખજે.
Page #226
--------------------------------------------------------------------------
________________
પાણી વાળ્યું.
૨૧૧ ન્હાઈ ધોઈ આગળ પાછળ ઊંચે નીચે કે આજુએ બાજુએ ને જોતાં કાચમાં જેજે, કાચની અંદર જે જે અને ત્યાં કેને જુઓ છો? કે જુએ છે? તેને નિર્ણય કરશે. તેમાં મજા ન આવે તે વળી તેની અંદર જેજે. ત્યાંના વિશાળ સિંહાસન ઉપર એક અપ્રતિમ તેજવાળી સુંદર પ્રતિબંબ યુક્ત છબી દેખાશે. એ કોણ છે એ વિચારશે એટલે ચક્ષુ બંધ થઈ જશે, કાચ નિરપેક્ષ થઈ જશે, છતાં ત્યાં અખંડઅવિભાજ્ય શાંત તેજ:પુંજના રશ્મિઓ તમને શાન્ત આવકાર આપશે. . આ સર્વ ભક્તિગના પ્રતાપ છે, આ સર્વ ચિત્ત પ્રસન્નતાનાં ફળ છે, આ આજીવન કર્તવ્યના રસલ્હાવ છે, આ આ ભાવના ફેરાનું સાફલ્ય છે. જરા પણ શરમાયા વગર–ગભરાયા વગર આ ભક્તિમાર્ગને આશ્રય લેવાથી “પાણી વાવવા”ની સ્થિતિ જરૂર દૂર થવાની છે એમાં કોઈ પણ પ્રકારને વધે નથી. હૃદયના પ્રેમથી, અંતરના ઉમળકાથી, ભકિત કરનારને આત્મસાક્ષાત્કાર થાય છે, એના સેંકડે દાખલા છે. ત્યારે પછી આ ચેખો ધો કાણ ન કરે ?
વચ્ચેના માર્ગોમાં મૂંઝવણ રાખવા જેવું નથી. સાધ્ય સ્પષ્ટ હોય તે સાધનમાર્ગોમાં જે રીન ચિત્તની પ્રસન્નતા વધે તે માર્ગ લે, તેવાં સાધને આદરવાં અને તેને વિકાસ કરે. પ્રત્યેક વ્યક્તિના માર્ગ જાદા હિય તે તેમાં કેઈને વિરોધ કે તકરાર હેઈ શકે નહિ, પણ સાધ્યની સ્પષ્ટતા જોઈએ અને તે પ્રાપ્ત કરવા ચીવટ, પ્રેમ અને પ્રયત્ન જોઈએ. પણ રખડી રખીને
Page #227
--------------------------------------------------------------------------
________________
સર
સાધ્યને મા
જ્યારે હાથ લાંબા પડે ત્યારે “ àાખ્યું પાણી ” એમ કહેવાના અવસર ન આવે એ ધ્યાનમાં રાખજો. ગમે તે કરા પણ આળા પાછળ પડી પાણી વલાવવાના ધંધા ન કરતા અને છેવટે છાશ લેાવીને કુલ માખણ કાઢવાની તાકાત ન આવે તેા, અને તેટલુ માખણ લેવાય તેમ પ્રયત્ન કરજો અને લેજો. એ માર્મિક વાતમાં રહસ્ય છે અને એને સમજી અમલમાં મૂકવામાં “સહજાનંદ ઘરે રમણુ” છે.
બાકી ભક્તિમાં મર્યાદાને સ્થાન નથી, માત્ર છે તે શ છે અને તે એટલું જ કે ભક્તિના વિષયની આશાતના” ન કરવી, એના ચેાગ્ય વિવેક જાળવવા અને તે સબંધમાં વિચાર કરી જે નિયમ ઘડયા છે તે જાળવવા. ભક્તિના વિઅથવાળી થીજ કે મૂર્તિ જીવંત છે એવા વિચાર કરીએ એટલે એ નિયમા તા ઘણાખરા સમીચિન જણુાય છે. એને જાળવીને પછી ભક્ત એના પ્રભુ સાથે વાતેા કરે, એને આલસા માગે, એની આગળ બાળક બની જાય, એની પાસે
લાડ કરે, એની સાથે સણાં કરે, ધમકી આપે, જેમ મનમાં આવે તેમ એને ઉદ્દેશે, પણ એનું સાન્નિધ્ય વિસ્મરે નહિ, એના અજ્યભાવ વિસ્મરે નહિ, એના તરફના પૂજ્યભાવમાં વર્ષ આણે નહિ.
એવા જુદા જુદા ભાવના દાખલાઓ બહુ છે અને સ સાથે છે.
દાખલા તરીકે:
(૧) ખાળપણે આપણુ સસસ્નેહી,
રમતાં નવ નવ વેશે;
Page #228
--------------------------------------------------------------------------
________________
મારી વાયું.
આજ તમે પામ્યા પ્રભુતાઈ, અમે સંસાર નીવેશે હા પ્રભુજી.
(પા)
(ર) સાળમાં શ્રી જિનરાજ આળગ શા અમતણી લલના, ભગતથી આવતા ક્રમ કરે છે.
ભેાળામણી લલના.
(માચના)
(૩) નામે પ્રીતમ મા
(દાંપત્યભાવ)
(૪) નહી માનું કે અવરની આણુ (માંકિત સેમ ભાવે (૫) શાંતિજિન એક મુજ વિનિ
(વિસિમાંતર)
(અનુમાન
(8) પ્રથમ જિમેર પ્રણમીએ
સ
(૭) અંતરજામી સુર અલવેસર મહિમા ત્રિના તુમારે
(૮) જગજીવસ જબવાલડા
(જીતુતિત) (4) તારકા તાર પ્રભુ ! ગુજ સે ભી
(હોપણ યાગમા)
(૧૦) ચાચ દાળ ચીસ પુરાતમ પાસેન
(૫ના ગાયના
યાસના આા)
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૪
સાધ્યને માગે mmmmmmmmmmmmmmmwwwww (૧૧) અવધુ કયું મારું ગુણહીના
(અવગણના–સ્વીય) (૧૨) નિશદિન જેઉં તારી વાટડી,
દોડાદોડી થાય, બાકી
(વિરહી સ્ત્રીભાવ) (૧૩) પરમાતમ પૂરણ કળા
(અનુભવ) એના તે અનેક દાખલા અપાય. કેઈ પણ સ્તવન લેતાં કઈ પણ ભાવ આવશે જ. ભકિતમાં આવી બહુ છૂટ છે. ધ્યાનમાં તે આંખ મીચી પડયા રહેવાનું અને અહીં તો દેડાદોડી થાય, અખબખિયા વગાડાય, નેબતના ગડગડાટ થાય, કાંસીએની બુક લાગે, નરઘાના ભણકાર થાય, અને
કાર થાય અને ભક્ત નાચે, કૂદે, લાડ કરે અને ગમે તે રીતે વિનવણી કર. ભકિતમાં આ મજા છે. એમાં સ્વતંત્ર રીતે વર્તવાની ઘણી છે અને એ છૂટને પૂરતે ઉપયોગ થાય છે. છેવટે એ ભક્તિનું પર્યવસાન ધ્યાનમાં પણ આવે, પરંતુ એ તે વિકાસની વાત છે. આટલી છૂટ અને આવા વિવિધ ભાવના લ્હાવો લેવાનું વિસારી ખાલી સમજ્યા વગર સંસારમાં અથડાયા, કુટાણા, મરાયા અને હેરાન થયા. એમ કર્યું એટલે
પાણી વહ્યું. * હવે ? હવે તે ભક્તિ શું ચીજ છે તે ઓળખાણું, એના હાવા સમજાયા. પછી શું કરવું ? અને કોને આદરવું ? એ કાંઈ કહેવાનું હોય? હવે તે એમાં પડી લ્હાણ લેવાની અને અન્ને ભક્તિના વિષયમય તન્મય) થઈ તેની સાથે સ્વરૂપાનુસંધાન કરવું એજ ક્તવ્ય રહે. જેને પાણી વાવવું હોય તે ભલે વાવે, આપણે તે
Page #230
--------------------------------------------------------------------------
________________
પાણા લાગ્યુ.
પ
આશ વલાવવાના વ્યાપાર કરીએ. એમાં ચિત્તપ્રસન્નતા થશે, હેર આવશે, મખંડ પૂજા થશે, આત્મસમર્પણુ થશે અને છેવટે એ આનદ્રુઘનપદે લઈ જશે. એની શોધ કરવામાં મજા છે, એના કાર્ડમાં લ્હાવા છે, એના વિચારમાં મસ્તી છે, એની સક્રિયતામાં સફળતા છે.
છે. ૧. પ્ર. પુ. ૪૪ પૃ. ૧૯૫}
સ. ૧૯૮૪
Page #231
--------------------------------------------------------------------------
________________
જીતની બાજી હાર મા !
આજે સાકેતપુરના રોજ મëલમાં મોટે જલસો થઈ રહ્યો હતે. રંભા કે ઉર્વશીને રૂપ અમે રાગમાં મહાત કર તેવી એકન નાયીકા આજે એના પૂર બહારમાં આવી ગઈ હતી. પરિપૂર્ણ થવનના વસંતમાં કેલતી એની આંખમાં મસ્તી હતી, એના રાગમાં મૃદુતા હતી, એના અંગમરેડમાં ભાવવાહિતા હતી, એના કંઠમાં મધુરતા હતી, એના સ્વાંગમાં શોભા હતી, એના નાચમાં રસીક્તા હતી, એના પ્રત્યેક તાલના ધબકારામાં હદયના ધબકારાની ઘેષણ હતી. એ આજે અતિ ઝીણે પાષાક પહેરીને આવી હતી. એના હાથમાં વીણા હતી, બાજુમાં બે સુંદરીઓ સારંગી અને નરઘાં વગાડી રહી હતી અને પછવાડે થોડે દૂર એની વૃદ્ધ માતા એને સૂચના આપ્યા કરતી હતી. વૃદ્ધ રાજવી પાસેથી આજે સારું ઈનામ મળશે એવી આશા વડે ગાન અને નૃત્ય અને કાર્ય મેનકા પૂર્ણ રસની જમાવટ સાથે કરી રહી હતી. એ કઈ વાર વણા હાથમાં લઈ ગાન એવું ચલાવતી તે કે વાર અભુત નૃત્ય કરી રસરંગ રેલતી હતી.
શ્રોતાવર્ગ પણ આજે રસને હળે ચઢયે હતે. રાતના બાર વાગ્યા, એક વાગ્યે, બે વાગ્યા, રાત વધતી ગઈ અને મંડળી વધારે વધારે જામતી ગઈ. નગરના આગેવાને, અમલદારે, રાજગૃહને સ્ત્રીવર્ગ, નગરવાસીઓને સ્ત્રીવર્ગ અને સામાન્ય આમંત્રિત વર્ગથી હજારે કેની મેદની રસમાં પડી ગઈ હતી. વૃદ્ધ રાજા પુંડરીક પણ ઘરડે ઘડપણે આજ
Page #232
--------------------------------------------------------------------------
________________
છતની બાજી હાર મા
૨૧૭ રસમાં પ ગ હતો અને ઈનામ આપ જલસે પૂરા કરવાને બદલે “ચલાવે વિગેરે ઉચ્ચ કાઢ એકીટસે મનકા સામું જોઈ રહ્યો હતો. રાજાની પટ્ટરાણ, રાજપુત્ર, મંત્રી, નગરવાસી સ્ત્રીઓ અને નગરજને સર્વ આજે આજકાલે ચઢયા હતા અને શાન તથા નૃત્યના રસમાં તરબોળ થઈ ગયા હતા. સારી રીતે ગવાતાં ગીત ગાન અને યુવતીની લીલાથી જેનું મન આકર્ષાય નહીં તે કાં તે યોગી હોવા જોઈએ અથવા પશુ (જમાંવર) લેવો જોઈએ-એ મતલબના સુભાષિતને આવા સાક્ષાત્કાર થતો હતો.
એ સાંભળના વર્ગમાં એક બહુ રૂપાળે યુવક તાજેતર બહારગામથી આવેલે દેખાતું હતું. તેની દાઢી ઘણી વધી ગયેલી હતી, બાલ સફેદ થઈ ગયા હતા, છતાં એની
એમાં તેજ અનેરું હતું, એના શરીરની ધાટ માકકે હા, એના મુખ પર અતિવિસિંષ્ટ આદ્રતા હતી, એની આંખમાં ગંભીરતા હતી, એના ચહેરા પર મૈદરકારી છતાં સામ્રાજ્યના ભાવ સ્પષ્ટ આવિર્ભાવ પામતા હતા. સાકેતપુરમાં અને કેઈએ અગાઉ જોયેલો નહોતે, અને અત્યારે આબાલવૃદ્ધ સર્વ ગીતનૃત્યના શ્રવણ અને મેનકાના ર્શનમાં એટલાં લીન થઈ ગયા હતા કે એના તરફ જોવાની અથવા એ કોણ છે એ પૂછવાની કે વિચારવાની કોઈને કુરસદ નહોતી, દરકાર નહૈતી. રંગ વધતે ચાલે, નવાં નવાં અંગમરોડથી નૃત્ય પણ જામતું ચાલ્યું, પણ રાજાએ ઈનામને હુકમ ન
. હરડે ઘડપણે એની ડાગળી ચસકી. પુંડરીક રાજ આપ્યારે મરે નવજવાન બની ગયે, એને એક પણ બાલ
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૮
સાધ્યને મા કાળે નહોતે, છતાં એણે નિદ્રાનું વલણ બતાવ્યું નહિ, આંખનું મટકું પણ માર્યું નહિ. બે વાગ્યા, ત્રણ વાગ્યા, ચાર વાગ્યા; પણ રાજાએ ગીત અને નૃત્ય આગળ ચલાવવાની સંજ્ઞા ચાલુ રાખી. આખી મંડળીને પણ જેવાને અને સાંભળવાને રસ હતે. કેઈને એ વાતમાં શંકા કે ગૂંચવણ જણાયાં નહિ. સર્વેએ મેનકાના હાવભાવનાં વખાણ કર્યા, એના કંઠની–ગળાની મીઠાશની પ્રશંસા કરી અને કેટલાક તે એના તાલ સાથે તાલ દેવા લાગ્યા, ડેકાં હલાવવા લાગ્યા અને પિતાના પગના ધબકારા દેવા લાગ્યા.
સાડાચાર થયા, પાંચ થયા, પણ રાજાએ ઈનામ માટે હાથ લંબાવ્યો નહિ. આખરે મેનકા થાકી. મનુષ્યને ઉત્સાહ ગમે તેટલો હોય, તે પણ એને શારીરિક જવાબ તે મર્યાદિત જ હોય છે. અંતે એને બગાસાં આવવા માંડયાં, એના શરીરમાં શિથિલતા આવવા લાગી, એના પગની ઠકમાં મંદતા આવતી જણાઈ એના ગળાને સુર જરા ઘટ્ટ થતા લાગે, અને વધારે ખેંચવાનું કામ કાંઈક કઠિન થતું હોય એમ જરા જરા અસર થતી જણાઈ.
એ મંદતા અન્યને સ્પષ્ટ વ્યક્ત થાય તે પહેલાં મેનકાની વૃદ્ધ માતા ચમકી ગઈ અને ચમકીને તરત જ ચેતી ગઈ. એ અનુભવી ડોશી પામી ગઈ કે હવે વધારે ખેંચતાં બાજી બગડી જશે અને ઈનામને બદલે અપમાન થશે. એ ડેશીએ આજના જલસા ઉપર ઘણી આશા બાંધી હતી. એની પુત્રીને જે ઈનામ મળે તે પર એના ભવિષ્યને મેટ આધાર હતે. ડોશીએ જોયું કે જરા પ્રેરણા કરવાથી દીકરી મેનકા ડું વધારે ખેંચી કાઢે તે રંગ રહી જાય અને
Page #234
--------------------------------------------------------------------------
________________
પાપ
જીતની બાજી હાર મા ઊજળે મુખે ઘેર જવાય. ડેશી દુનિયાની ખાધેલી હતી, અનેકના પરિચયમાં આવેલ હતી, ઘડાઈને પાકી થએલ હતી. એણે દૂરથી બધા સાંભળે તેમ દીકરીને હાક મારી, સાન કરી અને મુખથી કહી દીધું કે: “મજાનું ગાયું, અને જાનું વગાડ્યું, મજાનું નાચી, અહે શ્યામ સુંદરિ આખી રાત બરાબર કામ બજાવ્યું; હવે છેક છેલ્લી ઘડીએ પ્રમાદ ન કર ! આળસ ન કર !! *” આ પદ્ય આખી મંડળીએ સાંભળ્યું. પ્રત્યેક સાંભળનાર ચમકી ગયે. તે પદ્ય સાંભળતાં જ પેલા અપરિચિત વૃદ્ધ યુવકે પિતાની પાસેથી મૂલ્યવાન નવકબળ કાઢી મેનકાને ભેટમાં આપી દીધી. યુવકનાં તેજથી બધાં અંજાઈ ગયાં ! પુંડરીક રાજાના પાટવી યશોભદ્દે મૂલ્યવાન કુંડળ મેનકાને સાદર કર્યા. સર્વ છક્ક થઈ ગયા !સાર્થવાહ નગરશેઠની પુત્રવધૂ શ્રીકાન્તા ભરવામાં માતી બનેલી તમાસે જઈ રહી હતી તેણે તેજસ્વી હાર કાઢીને મેનકાને આપે. સર્વ ચક્તિ થઈ ગયા !!! જયસંધિ સેનાપતિએ સુવર્ણનું કહું મેનકાને આપ્યું. સર્વને એ વાત અર્થસૂચક લાગી. હાથીના મહાવતે સુંદર રત્નજડિત અંકુશ મેનકાને આપ્યું. સર્વ તેની સામું જોઈ રહ્યા!!!
* सुछ गाइयं सुठ्ठ वाइय, सुट्ठ नच्चियं सामसुंदरि ॥ अणुपालिय बीह राइभो, सुमिणते मा पमायए ॥ સારું ગાયું મજાનું વગાડયું, દીક્કી તું ખૂબ નાચી રે, લાંબી રાત્રિ દીર્ધ હતી તે, મસ્તાનદે પ્રસારી રે; અવસર હવે ખરે જ છે, ટાણે ન ઘટે પ્રમાલ રે, નહી તે છતી બાછ હારી, ખાલી હાથે જાશે રે.
Page #235
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માર્ગે
અજબ વાત અની ગઇ ! અગાસાં ખાતી મેના જાગૃત થઇ ગઈ, સભામાં ખળભળાટ થઈ ગયા, ત ગૃતિ આવી ગઈ અને પ્રથમ તે સર્વ એકીટસે પેલા નવયુવક સમુ ોઈ રહ્યા. અત્યાર સુધી એ કાણુ છે ?? એમ પૂછવાની પણ કોઈએ દરકાર કરી નહેાતી, તે અત્યાકે સૈધ્ય દાનને પરિણામે સર્જના આશ્ચર્યનુ ધામ થઈ પડ્યા. સર્વ એના સામુ જુએ પણ એને “ કાણુ છે?” એમ પૂછવાની કોઈની હિંમત ચાલે નહિ, એની આંખમાં પૂર્વ તેજ હતું. ચાલમાં ગામ હતું, આપવામાં બેદરકારી હતી, અને પદ્ધતિમાં નુતનતા હતી, છતાં એના સ્વાંગમાં કૃત્રિમતા ખાઈ આવતી હતી.
આવા પ્રસંગે રાજા પ્રથમ દાન આપે એ નિયમનો જી એ ભાગ કર્યા અને દાન પણ આખા જીવનમાં નૃત્ય આરીને ન મળે એટલાં લખા રૂપિયાનાં મૂલ્યનાં એકી સાથે થઈ ગયાં, એટલે સર્વના આશ્ચર્ય વચ્ચે રાજાએ નવા માવનાર મનુષ્ય તરફ્ ોયુ. એના સઢ માસ, વિશાળ કપાળ અને સદર ચહેરા જોઈ સન્તને આનદ થયા, પણ એની ધૃષ્ટતા માટે ખેદ થયા. એની ઉદારતા વખાણવી કે વખાડવી તે રાજા સમન્ત્યા નહિ, પણ એકદમ એણે વૃદ્ધ યુવકને પૂછી નાખ્યું “ તું કાણુ છે? ”
પ્રશ્નના જવાબમાં પેાતાની આંગળી પરથી રાજમુદ્રિકા કાઢી વૃદ્ધ યુવકે રાજા તરફ નાખી અને એની અસર શી થાય છે તે તપાસતા તદ્દન શાંતિપૂર્વક એ પેાતાના સ્થાને મેદનીની પળ્વાડે ઊભેા રહ્યો. પેાતાની રાજમુદ્રિકા અને રાજદંડનું ચિહ્ન જોઈ પુડરિક રાજા વધારે મૂઞયે ધારી
Page #236
--------------------------------------------------------------------------
________________
www
જીતની બાજી હાર મા ધારીને તીણ આંખે જેવા લાગ્યો અને આ સમાજ કંઈ અચિંત્ય હકીક્ત જાહેર થવાની આશામાં ચિત્રવત્ બની નિ:શબ્દ થઈ ગયા. રાજાએ ખુલાસો પૂછયે. એના પ્રશ્નની સાથે વૃદ્ધ યુવકે જણાવ્યું કે–“તે અર્ધ રાજ્યને હક્કદાર હતું, તે તે લેવા આવ્યો હતો, પણ વૃદ્ધાનાં વચને રાજ્ય લીધા વગર પાછે જનાર છે.”
“આ શું કૈતુક ! રાજ્ય શું અને હક્ક શાં! આ રાજમુદ્રા કયાંથી અને આ ડોસલા જેવા તેજસ્વી પાસે કયાંથી આવી? મેનકાને આટલી બધી ભેટ શી અને એને ભેદ શો? રાજ્ય લેવા આવનાર લશ્કર વગર કેમ આવે અને આવીને ચાલ્યા જવાની વાત પણ કેમ કરે? આની અંદર કાં તે ગાંડપણ કે કાં તો ગોટાળો જણાય છે.” રાજાના હૃદયમાં આવા વિચારે ચાલતા હતા ત્યારે લોકો તે અનેક તર્કવિતર્કો. કરી રહ્યાં હતાં, તેમની ગૂંચવણને તે પાર જ નહોતે.
વૃદ્ધ રાજા મુદ્રિકા ઊંચી નીચી કરી જોયા કરે છે, પણ તેને ભેદ કેઈ ન સમજ્યુ. લેકેની આંખો કિમતી રત્નકંબલ પરથી ખસી નહિ. મેનકાની અહોભાગ્ય માનતી આંખે જ્યારે તે વૃદ્ધ યુવક પર ઠરી, ત્યારે યુવક ચાલી જવાની તૈયારી કરી રહ્યો હોય એમ લાગ્યું. તેના મુખ પર દીનતા નહોતી, પરન્તુ સ્વયં ત્યાગનું દેદીપ્યમાન તેજ અને ગૌરવ હતાં. રાજાએ ખુલાસે પૂછતાં તેણે નીચેની વાર્તા શરૂ કરી:
આજથી બહોતેર વર્ષ પર મારી માતાને આ નગર છોડવું પડયું. શા માટે છોડવું પડયું એ હું નહિ કહું. હું આપના નાના ભાઈ કંડરીકને પુત્ર થાઉં. મારી માતા
૧ આ પુંડરીક અને કંડરીક તે ગૌતમ સ્વામીએ અષ્ટાપદ પર બધેલ પુંડરીક કંડરીકથી જૂદા છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
રરર
સાધ્યને માગે નાસી છૂટી તે વખતે તેને ગર્ભ હતે. મારી માતા શ્રાવતી નગરીએ એક સાર્થવાહની સહાયથી પહોંચી. અજિતસેન મુનિની કીતિમતી નામની મહત્તરિકા પાસે એણે દીક્ષા લીધે. દીક્ષા લેતી વખતે અંદરના ભયથી ગર્ભની વાત એણે ન કરી. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામતાં મહત્તરાએ શય્યાતર શ્રાવિકાને ત્યાં તેને ગુપ્તપણે રાખી. ત્યાં મારે જન્મ થયે. સુજ્ઞ મહત્તરિકાએ શાસનને લાંછન ન આવે અને મારે વધ ન થાય તે રીતે પ્રચ્છન્નપણે પ્રસૂતિકાર્ય આટેપી દીધું. મારું “યુલન્ક” એવું નામ પાડયું. હું ખૂબ ભા. મહાત્મા અજિતસેનસૂરિની કૃપા અને અનુકૂળ સામગ્રી પ્રાપ્ત થયાં અને બાળપણથી એજ અભ્યાસ હતું, સાથે બુદ્ધિને ચોગ થતાં શાસ્ત્ર પારંગત થયે. બારમેં વષે મને દીક્ષા આપી. મેં બાર વર્ષ પાળી. એક વખત વનને ઉક જાગે. રૂપવાન શરીર અને માદક
રાકને જીરવી ન શકે. સંસારમાં જવા ઈચ્છા થઈ. મારી સાધ્વી માતાને પૂછયું. “માએ કહ્યું કે મારી ખાતર બાર વર્ષ વધારે રહે, પછી જજે.” પરમ ઉપકારી માતાને ના ન પાડી શકો. પૂર્ણ પ્રેમથી ચારિત્ર પાળ્યું. બાર વર્ષ વધારે કાઢયા, પણ અંદરથી સંસારની લાલસા ગઈ નહિ. ફરી માતાને મળે. એમણે ખરે ઉપકાર મહત્તરિકાને અતાવ્યો અને તેમની આજ્ઞા લેવા કહ્યું. મહરિકાના આગ્રહથી બાર વર્ષ વળી વધારે સંયમમાં રહ્યો. ત્યાર પછી શાસ્ત્રને અભ્યાસ કરાવનાર ગુરુ અજિતસેનના આગ્રહથી બીજા બાર વર્ષ રહ્યો. ઉપાધ્યાયના સીધા આભારમાં હતું તેથી તેમનાં વચનાનુસારે વળી બીજાં બાર
Page #238
--------------------------------------------------------------------------
________________
wwwmmmmm
જીતની બાજી હાર મા
રર૩ વર્ષ રહ્યો. આ ઉપકારી વડીલનાં વચનને ઓળંગવાનું મન થાય નહિ, સંસાર ભેગવવાની લાલસા જાય નહિ, અને એવા ઠંદ્રમાં રહેવું ગમે નહિ, જવું જે નહિ. ચારિત્ર પાળ્યું પણ અંદરથી વાસના ઊડી નહિ. અખંડ બ્રહ્મચર્યો શરીરને ટકાવ્યું, પણ મનમાંથી સંસારને રસ જેવા વિચાર તે આવ્યા જ કર્યો.
“ આમ બહોતેર વર્ષની વય થઈ બાલ સફેદ થઈ ગયા, પણ અંદરની ઈચ્છા શમાવી શક્યો નહિ. માને મળ્યો. એણે જોયું કે હવે બીજો ઉપાય નથી. એણે પોતાની પાસે રાજમુદ્રિકા અને રત્નકંબળ જાળવી રાખ્યા હતા. તેમણે કહ્યું. “સાકેતપુર જા, રાજ્ય પર રિવાજ પ્રમાણે તાર અર્થે હકક છે. રાજાના નાના ભાઈને તે પુત્ર છે. નિશાની માટે આ રાજમુદ્રિકા બતાવજે.” માતાના કથનાનુસાર આજે રાત્રે હું અહીં આવ્યો. રાજદરબારમાં નૃત્ય થાય છે તે જોવા લલચાયે. જેયું, સાંભળ્યું, પણ છેવટે ડેશીએ કહ્યું : ખૂબ નાચા, સારું વગાડયું અને હવે ખરે લાભ લેવાને અવસર છે તે છેવટને વખતે પ્રમાદ ન કરે. આ સાંભળી મને થયું કે: આ બહોતેર વર્ષ સંયમ છેડી એનાં ફળ બેસવાને અવસરે આ શું સૂઝે છે? એ વિચારથી રત્નકંબળ એને આપી દીધું.” આટલું બોલીને તે એ ચાલતો થયો. રાજાને જવાબ સાંભળયા કે ખુલાસો કરવા ઊભે ન રહ્યો. લેકો તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા તે દિડમૂઢ જેવા થઈ ગયા.
બુટ્ટા રાજાએ પુત્રને પૂછ્યું કે તેણે અમૂલ્ય કુંડલ કેમ કાઢી આપ્યાં?” તેણે પણ વૃદ્ધાની જાગૃતિને લેક
Page #239
--------------------------------------------------------------------------
________________
२२४
''
સાધ્યને મા જ કારણ તરીકે જણાવતાં શરમાતાં કહી દીધું. મને મનમાં થતું હતું કે આ ડાસાને ૧૦૦ વર્ષ ઉપર ચાલ્યુ, પણુ એ મરતા નથી અને મને ગાદી મળતી નથી. હું આપને રસ્તામાંથી દૂર કરવાની વાત મનમાં વિચારી રહ્યો હતા અને તેની તદખીર રચ્યા કરતા હતા, ત્યાં જાગૃતિનુ આ વૃદ્ધાનું થન સાંભળી મને થયું કે— અરે આટલા વર્ષ નભાવ્યું અને હવે બાપા કેટલું જીવશે ? કાંઈ નહિ, આટલાં વર્ષ તેમની આમ્નાય પાળી છે તેા હવે થાડા વખત નભાવી લેવું, નહિ તેા આટલા વખતની સેવા ધૂળ મળશે. ” આ સાંભળી આખી સભા આશ્ચર્યમૂઢ થઈ ગઈ. રાજસભામાં નગરશેઠના પુત્રની યુવાન સ્ત્રી નવશેશ મૂલ્યવાન હાર આપે એ તેા ભારે અજબ વાત કહેવાય. રાજાએ પૂછ્યું. ” દીકરી ! વગર શરમાયે ખુલાસા કર ! આ શું? ” શ્રીકાન્તા શરમાઈ ગઇ, એટલી ન શકી. અંતે વૃદ્ધ રાજાના અતિ આગ્રહથી ખેાલી “ મારા પતિ ખાર વર્ષથી પરદેશ ગયા છે. અનેક વિરહની રાત્રિએ ગાળી હું કંટાળી ગઈ હતી. આજે આવશે, કાલે આવશે, એમ વિચારતાં મૂઝાતાં મનમાં કેટલાક સારા ખોટા વિચારો કરી રહી હતી. આર વર્ષ સુધી પતિના પલંગની પવિત્રતા જાળવ્યા પછી ખેદ કરનારા મારા મનને ડાશીના કાવ્યે સ્થિર કર્યું. મેં તેના એવા અર્થ જાણ્યા કે ખૂખ જાળવ્યું, હવે તે ફળ બેસવાના વખત આન્યા છે, વિરહુકાળ તૂટવાના સમય આવ્યા છે, ત્યાં કાઈ પ્રમાદસ્ખલના થઈ ન જાય. ’ જાગૃતિના આશ્લેશ્રવણના ઉદ્રેકમાં મને બ્યાન થયું અને મેં હાર આપ્યા. ” તત્રસ્થ મેનીએ શ્રીકાન્તાને અતરથી નમન કર્યું .
Page #240
--------------------------------------------------------------------------
________________
છાની રાજી હાર મા
એક સામાન્ય ભાગને બજાવ નક્કી જૂદી વ્યક્તિ પર કેવી અસર કરે છે અને બોલનાર કે કરનારે કુલ પણ ન કરેલ હોય એવાં પરિણામ નીપજાવે છે, એ વિચારથી લેકે સુગ્ધ થઈ ગયા. નૃત્ય કરનારની ઘરવખખ ડેવીએ ઉચ્ચારેલા પ્રેરણાત્મક શબ્દ તે કઈ ભારે ગૂઢ રહસ્યથી ભરેલા નીકળી પડ્યા અને વાત સાંભળતાં લેકે પણ પિતપિતાના વિચારમાં પડી ગયા. ક્ષુલ્લક તે ત્યાંથી ક્યારને વિદાય થઈ અજિતસેન ગચ્છાધિપતિ બન્યાં હતા તે માર્ગે પડી ગયે હતે, રાજપુત્ર શરમથી નીચું જોઈ રહ્યો હતો અને શ્રીકાન્તા હર્ષનાં આંસુ ખેરવી રહી હતી. . | સર્વની નજર હવે સન્યાધિપતિ જયસંધિ પર પડી. એ તેજસ્વી હાર આપનાર લશ્કરના ઉપરીને રાજાએ પૂછયું કે “તું શું સમજે?” સંધિએ જવાબમાં જણાવ્યું કે-“પડેશના રાજા મને ખૂટવીને લશ્કરને તેમની તરફ કાચા માગતા હતા, શરૂઆતમાં હું મા હતો પણ ધન અને સત્તાની લાલચથી કાંઈક ડગુમગુ થતા હતા ત્યાં અક્કાને લેક સાંભળ્યો, મનમાં વિચાર કે “અરે! રાજનું લૂણ ખાધું, બાલ સફેત થઈ ગયા અને ઘરડે ઘડપણ જ્યારે એથી પણ વધારે ઉચ્ચ પદ લઈ રાજાની સેવા કરવાને વખત આવ્યું છે, તે ખરે વખતે ફળ બેસવાનો અવસરે નમકહરામ ન થવું.” આવી સાચી શિખામણ સલાહ મને ગમી અને મારા જીવનવૃત્તને બચાવી લૈનાર કાર્યપ્રણાલિ પ્રાપ્ત થઈ, તેની કારણભૂત આ મેનકા હોઈ તેને મેં હાર આપી દીધો!!”
15
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૬
- સાધ્યને માગે .. લેકે આ વાત સાંભળી વિચારમાં પડી ગયા. કોઈક તો પિતાનાં જીવનનાં વીતાનું સમરણ કરવા લાગ્યા, કોઈક તત્કાળ બનતા પ્રસંગે યાદ કરવા લાગ્યા અને કેઈકને પિતાના મિત્ર સ્નેહીઓ અને ઉપરીઓ સાથેની ઘટનાએ જાગૃત કરી દીધા. - અંતે રત્નજડિત અંકુશ આપનાર મહાવતે પણ એવી જ કથા કહી. રાજા પાસે પટ્ટહસ્તી હતું, તે અજબ શક્તિવાળે અને રાજતેજથી ભરપૂર હતે. બાજુને રાજા એમ સમજતો હતો કે પુંડરીક રાજાનું સાર્વભૌમત્વ એ પટ્ટહસ્તીને જ અવલંબી રહ્યું છે. નશીબદાર હાથી, ગાય કે અશ્વ સંબંધી આવા પ્રકારની માન્યતા હજુ પણ કવચિત્ પ્રચલિત છે. એ પાડોશી રાજાની દાનત તેથી હાથી પર બગડી હતી અને મહાવતની મારક્ત કાં તે તે હાથીને હાથ કરવા ઈચ્છતા હતે અથવા હાથીને ઝેર આપીને કે બીજી કઈ પણ રીતે તેનું કાસળ કઢાવવા ઈચછતે હતે. મહાવત પાસે એ માટે લાલચે આવી હતી, પણ એ હજુ સુધી મક્કમ રહ્યો હતે. એ કાંઈક નરમ પડતું હતું ત્યાં કલેક સાંભળે એટલે એને થયું કે “આપણે ખૂબ હાણ્યા માણ્યા, હાથી ઉપર બેસી ગામમાં મેજ કરી અને હવે તે રાજા પાસેથી ઈનામ લઈ ઘેર બેસવાને વખત આવ્યે છે ત્યારે રાજાને દગે દેવે ઘટે નહિ.”
આ ઘટના સાંભળી લેકે વધારે વિચારમાં પડી ગયા. સર્વને ઘણે આનંદ થયો. રાણીએ વાત ચાલતી વખત પિતાને મૂલ્યવાન હાર મેનકાને આયે હતું, પણ રાજાએ ઈનામ આપતાં કરેલી વારને લઈને રાણીએ શા માટે હાર
Page #242
--------------------------------------------------------------------------
________________
જીતની બાજી હાર મા
રર૭ આપે હવે તે મનમાં સમજી ગયા, પણ કેઈએ રાણીને એ સંબંધી સવાલ પૂછવાની હિંમત ન કરી.
સુંદર નૃત્ય અને ગાન થઈ રહ્યા પછી આ બનાવ બન્યું. તે પર ટીકા કરતાં લોકો ધીમે ધીમે વીખરાઈ ગયા. તેઓએ સાંભળ્યું કે –“ક્ષુલ્લક રાજપુત્ર ગુરુ પાસે જઈ ફરીથી ચારિત્રસંપન્ન થયા અને મક્કમપણે બાહ્ય તેમજ અંતરથી વિશિષ્ટ સદ્વર્તનના રસના ઘૂંટડા પીવા લાગ્યો.”
ઘણુ મનુષ્યના સબંધમાં આ માનસદશા પ્રાપ્ત થાય છે. ઘણું ઘણું જાળવ્યા પછી છેક છેવટને વખતે જ્યારે સર્વ વાતનું ફળ બેસવાનો વખત આવે છે ત્યારે કેઈપણ પ્રકારની તાત્કાલિક લાલચને વશ થઇ પ્રાણી જીતેલ બાજી હારી બેસે છે, કરેલ ઉપકાર વિસારે પાડી દે છે, કર્તવ્યભાનથી વિમુખ થાય છે, કરેલ નિશ્ચયે પર પાણી ફેરવે છે, આદર્શોને કડી નાખે છે અને સર્વ આંતર તેજ અને હૃદયબળને દાબી દઈ ઊંડા કૂવામાં પોતાની જાતને ફેંકી દે છે. પછી તે એને જણાય છે કે એ તે લાકડાના લાડવા હતા અને એમાં કશે માલ નહેતા, પણ ઉલટ કચવાટ હતે; પરંતુ એ જ્ઞાન એટલું મોડું થાય છે કે તે વખતે પાછાં પગલાં ભરવાને સમય રહેતું નથી, અને માર્ગ દેખાય તે પણ તેમ કરવા જેટલી માનસિક તાકાત રહેતી નથી.
આવા ક્ષુલ્લક કારણે વર્ષો સુધી કરેલ સેવા, ઉપજાવેલ. કાર્ય કે સંયમ અથવા ત્યાગ પર પાણી ફેરવી આખર અવસ્થાએ છૂટી જાય છે અને એ વખતે એના મનમાં જે સામસામાં પ્રચંડ વાયરા આવે છે તેનું તેફાન જોયું હોય તો એનું વર્ણન કરવું મુશ્કેલ પડે અને જ્યારે એ ઊધે પાટીએ બેસી
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૮ જાય છે ત્યારે બધા વિચારને નેવે મૂકી આંખ મીચી એ આંધળકિયા જ કરે છે.
ક્ષુલ્લકની વિશિષ્ટતા એની આજ્ઞાપાલન વૃત્તિ અને સમજણના અમલમાં હતી. લેકિને તપાસ કરતાં સમજાયું હતું કે પુંડરીક રાજાના ત્રાસથી જ ક્ષુલ્લકની માતાને નગર, છેડી નાસી જવું પડયું હતું. એ કથા જુગજૂની થઈ ગઈ હતી અને એવા સગોમાં રાજપુત્ર કંડરીકનું ખૂન થયું હતું અને એક રાત્રે કેવી રીતે યુવરાજપત્ની (ક્ષુલ્લકની માતા) અલેપ થઈ ગઈ હતી એ યાદ કરનારા થડા જ ઘરકાએ જીવતા હતા, પરંતુ જેઓ જાણતા હતા તેમની વાત પરથી દાંત વગરને રાજા સો વરસે પણ મેનકા સામું જોઈ રહે, એમાં તેમને કાંઈ નવાઈ જેવું જણાયું નહિ. ' આવી. અને ચર્ચા કરતાં કરતાં લેકે ઘેર ગયાસાકેતમાં બીજી સવારે અસલની માફક જ વ્યવહાર ચાલુ થયે માત્ર એ બનાવની એક જ અસર થઈચારેક દિવસ પછી રાજાએ રાજ્યને ત્યાગ કર્યો, પોતાના પુત્રને રાજ્ય આપ્યું અને સેનાપતિ તથા મહાવત તે તે જ દિવસે ક્ષુલ્લક રાજપુત્ર પછવાડે ચાલ્યા ગયા અને અજીતસેનસૂરિએ એમને ફુલ્લાના શિષ્ય બનાવ્યા. શ્રીકાંતને પતિ તે જ દિવસે પરદેશથી આવ્યો. પુંડરીક રાજાએ. પિતે આત્મસાધન કર્યું. છે. ધ પ્ર. પુ ૪૪ પૃ. ૨૨૮
સં. ૧૯૮૪
Page #244
--------------------------------------------------------------------------
________________
કુદરતના ન્યાયની વિચિત્રતા
[૧૮] છ વર્ષ પર બનેલી વાત છે. તે વખતે અસહકારને જુવાળ સારા ભારતવર્ષ પર બરાબર ફરી વળ્યો હશે. મહામા ગાંધીને સાંભળવા અને તેમને ઝીલવા દેશમાં એક પ્રકારની તાલાવેલી લાગી ગઈ હતી. વખતે શ્રી તલકસ્વરાજ્યફંડમાં એક કરોડ રૂીિઓ જુન માસાની આમ્બર પહેલાં પૂરા કરવાની નીષ્મ પ્રતિજ્ઞા મહાત્માજીએ કરી હતી. પૈસાનો હસ્સાદ વરસતે હતે. એક એક મેળાવડામાં હજાર અને વ્ય દશ હજારની રકમ ભરાતી હતી. એક દિવસમાં ચાર છે એજાઝાડામાં મહાત્માજીની હોજરી અને તેમનાં ભાવ સાંભળવા હજારની મેદની મળી હતી. તે વખતે સૌએ જો ઉનાવી આપ્યાં, સુવાનોએ સેવા આપી, પલવાનોએ કમ ભરી આપી, કચ્છીને રૂછીએ રૂપી ઓ અને રોગી રીતે હજારો લાખો ભરાયા, પણ કરેગ્ની રકમ હજુ પૂરી થતી નહોતી અને થવાની વાત દર લાગતી હતી. તે અને બીએને વાર્તાલાપ એક મુત્સદ્દી મુમુક્ષુ અને અસહકારમાં સ લેતા પણ કેટને ત્યાગ ન કરતાર વકીલ વચ્ચે શક્યા હતા. ઘટના શહેર લાબનગરમાં બની હતી અને ખરેખર સાચી રાખી હતી. તેમાંથી ઘણા વિચારો થઈ શકે તેમ છે તેથી ચાર કરીને તે અહીં બેંધી રાખેલ છે. જે રસ છે તેને એનો હાર્દ વિજારવા ચેમ્ય છે. | મુમુક્ષુસ તમારે મુંબઈમાં હાલ કેમ ચાલે છે?’ ૧ એક મુમુક્ષુએ લખી રાખેલી નેંધ પરથી સહજ ફેસ્કાર સાથે
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૦
સાધ્યને માગે વકીલ હાલ તો મુંબઈમાં મહાત્માજીનાં ઠામ ઠામ પગલાં થાય છે અને હજારો રૂપીઆ દેશસેવા નિમિત્તે લેકે હિસથી કાઢી આપે છે.” - સુમુક્ષક–પણ એમાં મોટો ફાળો કોણ આપે છે?”
વકીલઃ-મુંબઈમાં મોટી રકમ તે વ્યાપારી વર્ગ ભરી આપે છે, બાકી ફાળો સામાન્ય રીતે સર્વ આપે છે, પણ હજુ કોડ પૂરા થાય તેમ લાગતું નથી.” - મુમુક્ષુ–મહાત્માજીએ ધાર્યું છે તે કરેડ જરૂર પૂરા કરશે એમાં મને જરા પણ શંકા નથી. એની પવિત્ર દિવ્યતા અને અસાધારણ હૃદયની વાતો પથ્થરને પણ પીગળાવી શકે તેમ છે. દાસબાબુ જેવા નાગપુરમાં એને જીતવા આવ્યા અને જીતાઈ ગયા, તે પછી જયકર જેવા ચોવીશ ક્લાકમાં ઝડપાઈ જાય એમાં નવાઈ જેવું શું છે? : . વકીલ:–“પણ મીલવાળાઓને ફાળે બહુ એ છો છે. અત્યારે હજારના શેરના પંચાવન ને ભાવ થયો છે અને દરરેજ સે સે વધે છે, છતાં મીલવાળા આ ફંડમાં સારે ફાળે આપતા નથી.” | મુમુક્ષુ–પણ તમારા એક મુખ્ય મીલમાલેકે કરે ડમાં જેટલા બાકી રહે તેટલા આપવા વચન આપ્યું છે ને ?
વકીલ:– એ તદ્દન બનાવટી વાત છે. અસહકારને ખરે લાભ તે મીલવાળાઓને મળે છે, એમની અત્યારની ગૌરવવાળી સ્થિતિ મહાત્માજીને આભારી છે, છતાં તેઓ આ કરેડમાં ફાળે તે આપતા નથી, પણ વ્યંગમાં ઊલટી ગાંધીજીની મશ્કરી કરે છે. આ વાત કુદરત કેમ સહન કરતી હશે?”
Page #246
--------------------------------------------------------------------------
________________
કુદરતના ન્યાયની વિચિત્રતા
૩૧
સુમુક્ષુઃ— અત્યારે તે દરેક મીલવાળા પેાતાની મુંડીથી પણ વર્ષમાં એવડું રળે છે અને વહેંચણી પણ મેાટી આપે છે, એમ તા અમે પણ દૂર બેઠા બેઠા જાણીએ છીએ.’ વકીલઃ— એ તદ્દન ખરી વાત છે. અત્યારે દરેક મીલવાળા રીઝર્વ ફૅડ એવું કરશે કે સેા વર્ષ સુધી કાઈ મીલને આંચ આવે નહિ એવી વાતે થાય છે. ખરેખર, મને તા કુદરતમાં ન્યાય જેવું લાગતું નથી. જે અસહકારના લાભ લઇ ફાલે કુલે છે તેની જ તેઓ મશ્કરી કરે છે અને છતાં વધતા જાય છે એ વાતના ઘાટ કેમ બેસે ? ?
મુમુક્ષુઃ— એમાં મુંઝાવા જેવું નથી. કુદરત એ રીતે જ માર મારે છે. કુદરતને માર મારવાના રસ્તા તદ્ન જૂદા જ પ્રકારના હોય છે. એના માર્ગ ગહન છે, લાંખા છે, પણ ચાક્કસ છે. અહ્વાની લાકડીના અવાજ નથી,' પણ એ વાગ્યા વગર રહેતી નથી. માત્ર વાગે ત્યારે આ ક્યા ગુન્હાની સજા થાય છે એ તે ખેલી બતાવતી નથી, પણ શાણા હાય તે સમજી જાય છે.
6
• કુદરત કેવી રીતે કામ કરે છે અને તેના ન્યાય કેવે પ્રકારે અને કેટલે વખતે થાય છે અને તેની પદ્ધતિ કેવી હાય છે તે સ ખ ધમાં મહાભારતમાં મે એક કથા વાંચી હતી તેના સાર કહી સંભળાવું એટલે તમને ગૂંચ થઈ છે તે હું
ધારૂં છું કે નીકળી જશે.
વકીલ:
.
"
એ વાત જરૂર કહેા. પછી કાંઈ ચર્ચા કરવા જેવું રહેશે તે હું આપને કહીશ. મીલવાળાનો મુદ્દો ધ્યાનમાં રાખી વાર્તા કરશે.’ સુમુક્ષુઃ— સાંભળે:
Page #247
--------------------------------------------------------------------------
________________
^^^^^^^^
^^^^^^^^^^
~
^^^^^^^^
ગુલા ઉદાર એક અનુભવી શી અને તેમનો એક ક્લિાસુ શિખ્ય નવરની બહાર રસ્તા પરથી પસાર થતા હતા. બપોરના એ લાગ્યા લગભગ વખત હશે. રસ્તાની જરા બાનુ યર પણ રસ્તા ઉપર એક ઝાડનું ઠુંઠું હતું. ગુરુ અને ચેલે ચાલ્યા
તા હતા ત્યાં દૂરથી એક ગાય દોડી આવી અને એની ડેક પેલા ઝાડના હું સાથે જોરથી અફળાઈ, એને પરિણામે ગાયને સભ્ય ઈજા થઈ અને ખૂબ લીં નીકળી પડ્યું. કેટલુંક લેહી એ ટુંકા થર જ પડયું.
“ચેલે ઘણું સહૃદય હતો. એને ગાયને ઘી પીડાથી બહુ દુઃખ થયું એને ઝાડના હુંઠા પર ઘણે રોષ થયે અને ગાયનું લેહી પીનાર કુંઠાને રસ્તામાં એવી રીતે ઊભા રહેવ અધિકાર જ શો છે? એ પ્રશ્નપરંપરા એના મગજમાં ચી. તે વખતે તે એ કાંઈ બોલે નહિ, પણ પિતાના ગુરુની સાથે આગળ ચાલ્યા. બે કલાક પછી પાછા એ રસ્તાપર ગુરુ સાથે પાછા ફરતાં પેલા ઠુંઠાને અને તેના પર પડેલા લેહીને જોતાં ચેલાજીની ઉદ્દામવૃત્તિ જાગૃત થઈ ચાવી અને ગુરુજીને પૂછયું-“મહારાજ ! આ ગાયનું લેહી પીનાર ઠંડું હજુ લાભું રહ્યું છે, એ તે કેમ બને? એવા લોહી પીનારની હયાતી સંભવતી નથી.” ગુરુ મહારાજે 6 જવાબ આપ્યો“જોયું જશે.” શિષ્યને આ જવાબથી સંતોષ થયે નહિ, થાણું જાતે વિનયી હતું એટલે કાંઈ બોલ્યો નહિ, પણ એણે ગુરુમહારાજને જરા મનમાં ધારી રાખ્યું.
પંદરેક દિવસ પછી વળી ગુરુમહારાજ અને ચેલે એજ રસ્તે નક્યા, પણ હું છું તે ઊભું જ હતું. શિષ્ય
Page #248
--------------------------------------------------------------------------
________________
તજ નાજ્યની વિચિત્રતા
૩૩ ગાયની ઇજા અને અહી ભૂલી શક્યું નહોતું. ગુણિને કહે- મહારાજ હજી ગાયનું લોહી પીનાર કુંડું ઉભું છે ! આ તે કેવો ન્યાય મેદાનમેદાબ થઈ જવું જોઇએ, તેને ભલે હજુ ઊભું છે!” ગુરુએ ઉત્તરમાં – આગળ શિર જો જો, તું બીજી રાખ.” શિષ્યને જાણ ગળે ઊતરી નહિ, તેથી તે વાતને એણે વધારે ચીવટીશી મનમાં શાખી મૂકી.
“ ચાર માસ પછી એ બને પાછા ત્યાં આવ્યા. વચ્ચે ચોમાસું ગયું હતું. હવે તે એ હું ને કુંપળીઓ ખીલ્યાં અને એ કાંઈ પુષ્ટ થતું લાગ્યું. શિષ્ય ગુરુને યાદ આપી કહ્યું. “ મહારાજ ! આ તે હજુ ઊભું છે અને વધતું જાય છે ! કુદરતમાં આવો ન્યાય હશે ? અરે ! આ ગાયના હોહીના પીનારને હજુ મેટા રસ્તા પર જાહેરાત મળે છે! આ સિ ભારે દુઃખની વાર્તા છે.” ગુરુ મહારાજ જવાબમાં કહ છે–ભાઈ થીજ રાખ! સહુ સારા વાનાં થઈ ૨હેશે. શિષ્યને ગળેવાર ઊતરી નહિ, એની ગૂંચવણ વધી.
એક વર્ષ પછી અને ફરી વાર તે તરફ આવ્યા, ત્યાં તે તે હુંઠાને નાની નાની ડાળીઓ અને ચેડાં પાંદડાં થયાં હતાં અને ડું; તે હવે નાનું ઝાડ થવા લાગ્યું હતું. શિષ્યને આ અન્યાય અસહ્ય થઈ પડે. એણે તે ગુરુને ફરી એ જ પ્રકારને સવાલ કર્યો અને ગુરુ મહારાજે લગભગ અગાઉ આ હતો તે જ ધીરજ રાખ, જે બને એ બારિશીથી યા કરજાને ઠંડે જવાબ આપશે. શિષ્યને કુદરતના ન્યાય પર અવિશ્વાસ વધતે રાખશે, પણ એ વાત એ મનમાં જ સખતે હતે..
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૪
'
સાધ્યને ભાગે
ગુરુચેલા બને ત્યાર પછી કાશીની યાત્રાએ ગયા. અનેક તીથે જઈ બે વર્ષે પાછા તે જ ગામમાં આવ્યા. પેલા રસ્તા પર ઠુંઠાની જગ્યાએ જુએ છે તે મોટું લીલું કુંજાર ઝાડ થઈ ગએલું દેખાયું. તેની શાખા પ્રશાખા અને લીલાં પાંદડાં જે શિષ્યના દુ:ખનો પાર રહ્યો નહિ. એણે તે ફરી શંકા બતાવી કે ગાયનું લેહી પીનાર ટકવું ન જોઈએ, તેને બદલે આ તે ફાલીફૂલીને મોટું ઝાડ થઈ ગયું અને વળી સૂકું હતું તેને બદલે લીલુંછમ થઈ ગયું, એ તે મોટામાં મેટે અન્યાય કહેવાય. આ તે ઓછું થવાને બદલે વધતું જાય છે, મેટું થતું જાય છે અને અનેક રીતે સમૃદ્ધ થતું જાય છે. એણે લંબાણ પ્રસ્તાવના સાથે કુદરતના અન્યાય પર મેટો આક્ષેપ કર્યો અને ફરી વાર ગુરુ મહારાજને શંકા બતાવી. ગુરુ મહારાજે અગાઉના જેવી જ શાંતિ રાખી જવાબમાં માત્ર એટલું જ કહ્યું કે “ભાઈ! આગળ ઉપર જોયું જશે.” ચેલાજીને આ ભયંકર પક્ષપાત અને ગુરુની મીઠી ઠંડી વાત પર બહુ ઉછાળો આવ્ય, કાંઈક ઉદ્વેગ પણ થયો; પરંતુ એણે મુખેથી કાંઈ ગુસ્સો બતાવ્યું નહિ. એને મનમાં શંકા પાકી થતી ગઈ કે આ દુનિયામાં પાપ કરનારને ઘટતી સજા થતી નથી. ઉપરના ચારે પ્રસંગે ગુરુચેલો પેલા રસ્તા પર ચાલતા હોય ત્યારે આ વાત થઈ હતી અને ગુરુચેલો જરા આગળ જાય એટલે એ વાત બંધ પડી વિસારે પડી જતી હતી.
“ગુરુ એ જ ગામમાં ચાતુર્માસ રહ્યા. ઝાડ ખૂબ વધ્યું, ખૂબ ફાલ્યું.
એક રાત્રે સખ્ત પવન અને વીજળીના કડાકા થયા,
Page #250
--------------------------------------------------------------------------
________________
ચંઈ ગયું.
કુદરતના ન્યાયની વિચિત્રતા
ર૩પ વાવાઝોડાના કાનમાં ઝાડ મૂળમાંથી ઉખડી ગયું, ખલાસ
થોડા દિવસ પછી ગુરચેલે એ રસ્તે નીકળ્યા તે ન દેખાય ઝાડ, કે ન દેખાય ઠુંઠું. લેક ઝાડને કાપી સરપણના ઉપયોગ સારું લઈ ગયા હતા અને તે સ્થાન પર માટી નાખી દીધી હતી, એટલે હુંઠાનું નામનિશાન પણ કાંઈ દેખાતું નહોતું. ચેલાએ અડખે પડખે જનાર આવનારને પૂછ્યું તે જણાયું કે તે વખતના સખ્ત તેફાનમાં પેલું ઝાડ મૂળમાંથી ઉખડી ગયું હતું અને ખલાસ થઈ ગયું હતું. ગુરુએ શિષ્યને કહ્યું “ હવે સમજે ! કુદરત આ રીતે સજા કરે છે ઝાડને કે ઠુંઠાને જોતાં તને જે જે શંકા થઈ હતી તે તે સર્વ વિચારી જા. કુદરત ગુન્હો કરનારને ઘણું જૂદી જ રીતે સજા કરે છે. કુદરતના ન્યાયને વિચાર કરવા માટે એક બે બનાવ કે એક બે વર્ષ પૂરતાં નથી. એમાં લાંબી નજરે અને દીર્ઘ કાળે કામ લેવું પડે છે. ઠુંઠાને કાઢવા માટે કુદરત કદાળો કે હથડે લઈ ત્યાં આવતી નથી, પણ લેહી. પીવાની સજા આમ થાય છે! જડમૂળથી કેવી રીતે ઉખડી ગયું છે તે જોયું ? અત્યારે એનું નામનિશાન પણ નથી રહ્યું. એ રીતે કુદરત સજા કરે છે. થોડીવાર ફાલેફુલે ત્યારે તે વાત જોઈને મુંઝાઈ જવા જેવું નથી. કુદરતમાં બહુ ઊંડાણ હોય છે અને એના રસ્તા અનેરા હોય છે.” શિષ્યનું સહુદય મન ગુરુને અંતરથી નમી પડયું એની શંકા દૂર થઈ ગઈ અને કુદરતના કાર્યો માટે દીર્ઘકાળની વિચારણાના મંત્રમાં બહુ વિશાળતા અને રહસ્ય ભાસ્યાં.
Page #251
--------------------------------------------------------------------------
________________
અધ્યારે મા મુકુ – તાસ ધ્યાનમાં આ વાત આવી ? અત્યારના ભાવે કે આવકથી રાજી થવાનું નથી. એના પેલે એલાશે ત્યારે તમે જોશો કે આ લેહીને પૈસા ટકથાને નથી અને મહાત્માજીને હરનારા લાંબા કાળ હલી શકવાના નથી. બે પાંચ વર્ષમાં જે ખેલે ખેલાય તે આફ્રિકાથી યા છે.”
અહીં અમારી વાર્તાને અંત આવે. બીજી પ્રાસંગિક વાત કરી અમે છૂટા પડયા. પાંચ છ વર્ષ જેલ જોતાં શીર્ષ ફળ પણ સૂકાઈ ગયા અને વહેંચણી પણ ખલાસ થઈ ગઈ. મહાત્માજીની મશ્કરી કરનાર નાદારીમાં ગયા અથવા લગભગ તે સ્થિતિએ આવ્યા અને હજુ પણ એના ખેલ ખેલાયાજ કરે છે. કુદરતના માર્ગોની ન સમજાય તેવી આ કુંચી છે, પણ એ અચૂક છે. એ ચાવીથી ઘણી બાબતે બુલા થઈ જાય તેમ છે. માત્ર કુદરતના ન્યાયમાં વિશ્વાસ અને લંબાણ નજરે જોવાની આવડત ઉપર એ કિસ્સામાં ઉકેલનો આધાર રહે છે. છે. ધ. પ્ર. પુ. ૪૪. પૃ. ૧૪૭}
સં. ૧૯૮૪
Page #252
--------------------------------------------------------------------------
________________
સાવધાન
ચાળીસેક વર્ષ પહેલાંની વાત છે. ભાવનગરવા - વાડીના વડાના નામથી ઓળખાતા ઉપાશ્રધ્યમાં અત્યારે તદ્દન શાતિ વ્યાપી છે. એના ભવ્ય ચેકમાં પૂર્ણિમાને ચંદ્ર પૂર બહારમાં પ્રકાશી રહ્યો છે. રાત્રિના નવને સમય થ છે. પૂર્વ દિશાએ અર્ધ આકાશમાંથી ચંદ્ર એની - ત્રના શાન્ત પૃથ્વી પર વિસ્તારી રહ્યા છે. શ્રાવકે પોતપિતાને સ્થાનકે ગયા છે અને કે બે ચાર લિશિંજ જને સંથારાપારસી ભણી રહ્યા છે. સાથુઓ કઈ મનમાં ધ્યાન કરે છે અને કઈ પાઠ કરે છે. લગભગ સત્તર મહાત્માએ (સાધુએલ) જૂદી જૂદી શાળામાં આત્મમંથન કરી રહ્યા છે.
દ્મખલ થવાના જમણી બાજુના દાદરની પ્રથમ માળી પ્રથમ શાળામાં એક વૃદ્ધ આત્મા અત્યારે આત્મનિરીક્ષણ કરી રહ્યા છે. ધર્મના ધામ રૂપ એ ઉપાશ્રયમાં જન અધિકાર છે, છતાં બહારની ચંદ્રાસ્નાની અસરથી સહજ પ્રકાશ પડી રહ્યો છે. શાન્તસૂતિ મહાત્માની ગંભીર સુખમુદા પર ચેગ ધ્યાન અને આત્મચિંતવનની શાન્ત પ્રતિકૃતિ તરી આવે છે. એમણે વિસ્તૃત આત્મમંથન હમણાં જ પૂરું કર્યું હોય એમ એમની મુખમુદ્રા પરથી દેખાય છે. સુરતમાં જ એ આસન પરથી ઊઠી પૂર્વ તરફ ગેહવાયલી પાટ પર. બિરાજમાન થયા હતા.
તે વખતે બે મુમુક્ષુઓ વૃદ્ધ મહાત્મા સન્મુખ. બહારથી આવી મહાત્માની પાટ સન્મુખ ખડા શ્રેય.
Page #253
--------------------------------------------------------------------------
________________
*,
*
*
*
*
૨૩૮
સાધ્યને માર્ગે ઊભા ઊભા “ત્રિકાલ વંદન ” કરો અને “ધર્મલાભ”માં પ્રત્યુત્તર મળે તે સાંભળી તેઓ સામે બેસી ગયા. એ બને મુમુક્ષુઓ દિવસે એ જ શાન્તસૂતિ મહાત્મા પાસે શ્રીમદ્ યશવિજ્યજીના જ્ઞાનસારને અભ્યાસ કરતા હતા, એક એક લેકની વિચારણામાં કેઈ વખત ઘણે સમય ગાળતા અને સ્થિરતા, શાન્તિ અને પ્રશમ શું છે? આ જીવનમાં ઉત્કૃષ્ટ જીવનની વાનકી કેમ ચખાય? એને સાક્ષાત્કાર કરતા હતા, મહાત્માએ એવું જવન જીવી શકે છે તેને દાખલ અનુભવી શકતા હતા અને રાત્રે ધર્મચર્ચાયથાવસર કરતા હતા. - શ્રીમદ્દ યશવિજ્યજી ઉપાધ્યાયને “જ્ઞાનસાર ” ગ્રંથ એ મહાત્માના આખા જીવનનું રહસ્ય છે. ઉપાધ્યાયજીએ અનેક ન્યાયના ગ્રંથો રચ્યા, બંડખાદ્ય જેવા ગ્રંથો પર ટીકા લખી, તત્વના ગ્રંથે અપનાવ્યા, વીર પરમાત્મા પછીના બે હજાર વર્ષમાં ઊભી થયેલી ગૂંચવણે અને ચર્ચાઓને પુરસ્કાર કર્યો, દ્રવ્યગુણપર્યાયને રાસ બનાવ્યો, મંદિર સ્વામીને વિજ્ઞપ્તિ કરી, અનેક સ્તવને સ્વાધ્યાયે રચાં અને છેવટે આખા જીવનના દેહનને પરિણામે નવનીત જે એ જ્ઞાનસાર ગ્રંથ લખ્યો. એને પ્રત્યેક ક્ષેક ગંભીર અર્થથી ભરપૂર છે, એના પ્રત્યેક વચનમાં વેગ અને શાન્તિ ભરેલા છે, એમાં પાતંજળગદર્શનને મીઠો પ્રવાહ સુમધુર કરાયો છે, એમાં આત્માની અદ્ભુત શક્તિના માપત્રો (થરમેમિટર) બેઠવાયાં છે, એમાં આત્માને પરમાત્મા બનાવવાનાં મંત્ર છે, એમાં આત્માર્થી જીવને જોઈએ તે સર્વ છે ન્યાયની કઠણ ચર્ચાઓ તે આત્માને ઠેકાણે લાવે છે, પણ એને ઉન્નત કરનાર અને એને સ્વસ્થાનકે લઈ જનાર જે
Page #254
--------------------------------------------------------------------------
________________
સાવધાન
ર૩ર
W
પ્રાપ્ત થયેલ કરી છવા જ
ચેડા ગ્રંથો મેજુદ છે. એમાંને એ એક ગ્રંથ છે. - એવા અદ્ભુત ગ્રંથને યથાસ્વરૂપે બતાવનાર મહાત્મા
જ્યારે એ ગ્રંથમાં ઉપદેશેલી શાન્તિ, સ્થિરતા, સમાધિ અને વિવેકને જીવી જાણતા હોય, જેનું જીવન સમજણ પૂર્વકના ત્યાગને પરિણામે પ્રાપ્ત થયેલ અપૂર્વ શાન્તિમય હોય અને જેમણે એ દશાને સાક્ષાત્કાર કરી જીવનને સ્વાભાવિક રીતે જ ઘણું ઉન્નત બનાવી મૂકયું હોય, તે પિતે જ જ્યારે એના પ્રત્યેક લેકને સમજાવે, વિસ્તાર અને પ્રકાશિત કરે ત્યારે અભ્યાસ સાથે પદાર્થવિજ્ઞાન અસરકારક નીવડે છે અને ઉપદેશ સાથે જીવનની એક્તાનતા દેખાય છે. એવું જીવન જીવનાર જે અસર કરે છે તે સૂકી વાત કરનાર કદી કરી શકતા નથી, તે હકીક્ત પણ ખુલ્લી રીતે જણાઈ આવે છે.
દિવસે વાંચેલા લેકની રાત્રે દરરોજ ચર્ચા ચાલતી. જ્ઞાનસાર જ્ઞાનને સાર, જાણપણાનું અંતિમ લક્ષ્ય, જીવનને ઉત્તમોત્તમ આદર્શ, સંસારપરિચર્યાનું અતિમ ધ્યેય, તત્રામિને માટે આવશ્યકીય આત્મચિંતવન અને મંથન એ સર્વને સહયોગ ત્યાં થતું હતું અને જ્યારે સાંભળનાર પાત્ર હોય અને સંભળાવનારને શ્રોતાના આત્માર્થીપણુની તેમ જ ગ્રાહકશક્તિની પ્રતીતિ હેય, ત્યારે આવી ધર્મચર્ચામાં ભારે મજા જામે છે. એના એક એક દિવસના પ્રસંગે અત્યારે યાદ આવે તે ઊંડા વિચારમાં નાખી દે છે. એની રાત્રિની ધર્મચર્ચા અત્યારે પણ એ મુમુક્ષુઓને વિપથગામી થઈ જવાના પ્રલોભન પ્રસંગોએ ત્યાંથી ખેંચી સાચે માર્ગે લઈ આવે છે. બન્ને મુમુક્ષુઓનાં જીવન ઉપર એણે જે અસર કરી હતી તે લેખમાં લગભગ અનભિલેખ્ય જ છે.
Page #255
--------------------------------------------------------------------------
________________
સાધ્ય
જે
આ પૂર્ણિમાની રાત્રિએ કંઈ નવીન જ વિચારણા ચાલી. મુમુક્ષુ અભ્યાસીએ સંસારી હતા, આમાથી હતા, તે વખતે થોડા વર્ષ પહેલા કાઢેલી એક નવીન સંસ્થાના અધિકારી, હતા અને ધર્મભાવનાથી ભરેલા હતા. યુવાન વય, ધર્મને આગળ કરવાની પ્રબળ વૃત્તિ, લેખન વાંચન અને ભાષણ દ્વારા અનેક કાર્ય કરવાની ઈચ્છા અને તે વખતની પરિસ્થિતિમાં એમનાં જીવને ઘડાયેલાં હતાં. એમણે બહુ રસપૂર્વક ધર્મ ચર્ચા આદરી.
સહજ વાતચીત થતાં એક પ્રશ્ન થા. તે અરસામાં કેહ મોટી પંન્યાસ' પદવી સંબંધની ખટપટ ચાલતી હતી. અમુક પ્રકારની દેખાદડી અને ધમાલની કાંઈ વાર્તા તેજ રાત્રે ટપાલમાં આવી હતી. તે વાતને એક મુમુક્ષુએ જરા છેડી અને ટપાલમાં જે હકીક્ત આવી હતી તેનું સહજ ઉચ્ચારણ કર્યું. તે વખત મહાત્મા બેલ્યા:–
“આવી જાતની વાત કરવામાં શું લાભ? એમાં આત્મચિંતવન શું થાય? એમાં આત્મા કેમ અંદર ઉતરે? આપણે બહારની કે પારકી પંચાત શા માટે કરવી? આપણું પિતાનું સંભાળીએ તો બસ છે. આપણે આપણું ચિંતા હજુ પૂરી કરી શક્તા નથી ત્યાં અન્યની ચિંતા કરવી અને અધૂરી હકીકતે ફેંસલે આપવા નીકળી પડવું એ કાર્ય સનું ન હોય. આવા પ્રકારની ખટપટને અંગે તમારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. જેમણે આ ભવમાં કાંઈ સાધવું હોય તેમણે એ વાત વારંવાર ધ્યાનમાં રાખવાની છે, અને જેમણે ખરી પ્રગતિ કરવાની હોય તેમણે એ હકીકત કદી ન વિસરવા માટે ચીવટ રાખવાની છે. હવે હું તે હકીકત
Page #256
--------------------------------------------------------------------------
________________
સાવધાન
કહું છું તે ઉપર તમે ખરાખર લક્ષ્ય રાખો. “હકીક્ત એમ છે કે અવસર્પિણી કાળ એકંદરે ઊતરતા જ હાય છે, એમાં રસકસની હાનિ થયા કરે અને એમાં સુખ કરતાં દુ:ખના પ્રસંગે વધારે આવે.
cr
“તેમાં પણ આ અત્યારે જે અવસર્પિણી કાળ વર્તે છે તેને જૈન શાસ્ત્રકાર હુંડા અવસર્પણી કાળ કહે છે. એટલે એ અતિ અધમ-ઊતરતા કાળ છે. અવસર્પિણી કાળમાં આપણે ઊતરતા ચક્ર પર હાઇએ છીએ, તેમાં ઉત્તરોત્તર હાનિ જ દેખાયા કરે એટલે એકદરે એ કાળ વધારે વધારે ઊતરતા તા હાય જ છે, તેમાં વળી આ હુંડા અવસર્પિણી” કાળ છે, “ અનંતી ચેાવીસી જાય ત્યારે એક હુંડા અવસર્પિણી કાળ આવે છે. એ અતિ અધમ કાળ છે. એમાં પ્રાયે ઉત્તમ જીવનો જન્મ જ ન થાય. એમ નથી સમજવાનુ કે એમાં જન્મનાર સર્વ જીવે અધમ જ હાય; તે તે પછી એમાં તીર્થ કરાદિના જન્મ સંભવે જ નહિ; પરંતુ અહેાળતાએ એમાં ઉત્તમ જીવના જન્મ ન થાય. સંસારચક્રમાં ઉત્તમ જીવ હાય તે એવા સમયમાં અન્ય ક્ષેત્રમાં કે અન્ય ગતિમાં જઈ આવે છે. “ અનંતી ચાવીશી-અન્નતાં કાળચક્રો ગયા પછી આવે હુંડા અવસર્પિણી કાળ આવે છે. આપણે અત્યારે એવા હુડા અવસર્પિણીમાં વીએ છીએ, માટે આપણે ખૂબ ચેતીને
ચાલવાની જરૂર છે.”
આટલી વાત કરી મહાત્મા કંઇક. વિચારમાં પડયા એટલે બન્ને મુમુક્ષુએ પૈકી એકે પ્રશ્નપર’પરા ચલાવી. તે વખતે વાત નીચે પ્રમાણે થઈ:
16
Page #257
--------------------------------------------------------------------------
________________
*
*
*
* *
*
* * *
*
સાધ્યને માગે મુમુક્ષુ:–“આપશ્રીએ આ વાર્તા કરી તેનું કાંઈ લક્ષણ બતાવશે?”
મહાત્માઃ – “શાસ્ત્રકાર કહે છે કે એવા અધમ અવસર્પિણી કાળનું મુખ્ય લક્ષણ એ છે કે એમાં શુભનાં નિમિત્તે અશુભ તરીકે પરિણમે - મુમુક્ષુ:–“સાહેબ, એ વાત બરાબર સમજાણું નહિ, જરા વિગતથી સ્પષ્ટ કરે.” - મહાત્મા–“શુભ કાર્યો પ્રાણી કઈ પણ પ્રકારના આત્મિક લાભની ઈચ્છાઓ કરે છે. એવાં શુભ કાર્યો શુભને બદલે અશુભનાં કારણે બને એ આવા અધમ 'કાળનું મુખ્ય લક્ષણ છે.”
| મુમુક્ષુ –“શુભ કાર્યો અશુભ તરીકે કેમ પરિણમે? વાત કાંઈ હજુ જચતી નથી. કૃપાનાથ! જરા વધારે સ્કુટ કરે.” - મહાત્મા–“આત્માની સાથે કર્મબંધ થાય છે, તેને મુખ્ય સંબંધ આંતરવૃત્તિ સાથે રહે છે. અંદર જેટલે અંશે શાંતિ અને લક્ષ્યસન્મુખતા હોય તેટલે અંશે કાં તે શુભ કર્મબંધ થાય છે અથવા કર્મની નિર્જરા થાય છે એટલી વાત તે બરાબર બેસે છે ને? કર્મબંધ વખતે રસ પડે છે સેકષાય ઉપર કેટલે આધાર રાખે છે તે વાત ધ્યાનમાં છે?”
મુમુક્ષુ --“હાજી, કર્મબંધ કરતી વખતે એના ચાર અનુબંધ પૈકી રસબંધને આધાર કષાયપરિણતિ પર રહે છે.”
મહાત્મા–“તે હવે ધ્યાનમાં લઈ લે. શુભ કાર્ય કરતી વખતે અથવા કર્યા પછી કઈ પણ પ્રકારના કષાયને ઉદય થાય તે શુભ નિમિત્તે ઊલટાં થઈ જાય છે અને લાભને બદલે હાનિ કરાવે છે.”
Page #258
--------------------------------------------------------------------------
________________
સાવધાન
મુમુક્ષુ:–“એમ કેમ બને? કાંઈક વિગત સાથે એ વાત સ્પષ્ટ કરે. હજુ તે વાત અંદર ઝળકતી નથી.”
મહાત્મા:–“આપણે એક દાખલો લઈએ. એક ધર્મશ્રદ્ધાળુ માણસે સંઘ કાઢો. એ હકીક્ત શુભની નિમિત્ત છે. હવે એ સંઘ કાઢવાને વખતે કોઈ સાથે સ્પર્ધા કરે, કેઈએ સંઘ કાઢ્યો તે કરતાં પોતાની વધારે વાહવાહ કેમ કહેવાય તેવા પ્રયત્ન કરે, અથવા એ સંઘ કેઈએ કાલ્યો નથી તેવી પિતે વાત કરે તે શુભનું નિમિત્ત અશુભમાં પરિણમે.”
મુમુક્ષુ –“તે સાહેબ! એમ જોઈએ તે તે પ્રત્યેક શુભ કાર્યમાં કષાય તે થઈ જાય છે. કઈ સારું પુસ્તક લખે અને કઈ પ્રશંસા કરે એટલે લખનાર રાજી થઈ જાય છે કે પાંચ દશ ઉપવાસ કરે ને અન્ય કોઈ પ્રશંસા કરે ત્યારે કરનાર રાજી થઈ જાય છે; કોઈ સ્વામીવાત્સલ્ય કરે અને લાડવામાં ઘી વધારે નાંખ્યું એમ અસત્ય બેલે અથવા અન્ય બોલે તેને વારે નહિ–આવું આવું તે સાહેબ! ઘણી વાર થાય છે. કેટલાએ ધર્મના કામમાં જૂઠું, ગોટાળા કે દંભ થાય તેમાં પાપ માનતા નથી.”
મહાત્મા–“એજ વાત વિચારવાની છે. સંઘ કાનારની લેકે પ્રશંસા કરે તેમાં કોઈ બેટું નથી. પૈસાને ત્યાગ કરે એ કાંઈ નાનીસૂની વાત નથી, પણ એ વાતને મદ સંઘ કાઢનારને ન ઘટે. પુસ્તક લખનારની પ્રશંસા લેક ભલે કરે, પણ લખનારના મનમાં પ્રશંસા સાંભળી ગરવ આવે તે તેને માટે શુભનું નિમિત્ત અશુભમાં પરિણામ પામી જાય. તપ કરનાર જરૂર પ્રશંસાને પાત્ર છે, પણ એ પ્રશંસા
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૪
સાધ્યન માગે
સાંભળવા માટે તપ કરે અથવા સાંભળીને રાજી થાય તે શુભને બદલે અશુભનું કારણ બની જાય છે. ’” એટલે ? તા તા શુભ કાર્ય કરવું જ નહિ
સુમુક્ષુઃ
'
એમ જ થાય.
""
મહાત્મા- “ નહિ, વાત અરાબર કરવાં, શુભ કાર્ય કરવાના કરવાં, એના નિમિત્તો વારંવાર જમાવવાં અને જ્યારે એ કા થાય અથવા પ્રસંગ કે નિમિત્ત આવે ત્યારે ધ્યાન રાખવું કે આડીઅવળી મામતમાં ગચવણમાં પડી જઇ કાઈ પણ કષાયમાં પડી ન જવાય. શુભ કાર્ય જરૂર કરવું, પણુ આ કાળમાં એટલી ચેતવણી–સાવધાની રાખવાની છે કે શુભ પ્રસંગે અશુભ તરીકે પરિણમે નહિ. એમ કરવું ઘણું મુશ્કેલ છે, પણ આત્મષ્ટિએ એ વિચારધારાના અમલ પર ઘણા આધાર છે. ”
એમ છે કે શુભ કાર્ય પ્રસ ંગેા વારંવાર ઊભા
-
' સુમુક્ષુઃ “ આ તે મેાટી ગૂંચવણ થઈ. તા સાહેબ ! કાઈ વાર શુભ કાર્ય કરતાં લાભ કરતાં નુકશાન વધારે પણ થાય ખરું? ”
66 મહાત્મા– સામાન્ય સંચાગામાં કાઈ વાર એમ બને પણ ખરું. અને આ હુંડા અવસર્પિણી કાળમાં તા સાપેક્ષ દૃષ્ટિ ન રાખનારને ઘણીખરી વારે તેમજ અને છે, અને તેટલા માટે જ આ કાળને હુંડા એવુ તુચ્છ અધમ ઉપનામ-વિશેષણ આપવામાં આવ્યું છે. તમે કષાયની સ્થિતિ વિચારો, તે પ્રસંગે આંતરવૃત્તિમાં થતા ક્ષેાભ વિચારો, એટલે આ વાત સ્પષ્ટ થશે. તેમાં પણ ક્રોધ તા જણાઈ આવે તેવા ણુ છે, પણ માયા તા એવી ભયંકર છે કે
Page #260
--------------------------------------------------------------------------
________________
પાવધાન
૨૫
એ મોટા મોટા સાધુઓને પણ છોડતી નથી. તેમની વાતે સાંભળે તે જાણે એક પુણ્ય-પવિત્રાત્મા જણાય, પણ અંદર માન અને માયા એવા રમતા હોય છે કે એનું વર્ણન ન થાય. એ બનને દુર્ગણે અંદરની જડ ઉખેડી નાખે છે. તેનાથી બહુ જ ચેતવાની જરૂર છે. જે શુભ કાર્ય ઉપર ઉપરનું હોય અને અંદર માન કે માયા આકરા હોય તો લાભ કરતાં હાનિ કઈ વાર વધી પણ જાય. આ સંબંધમાં બહુ ઊંડા ઊતરવાની જરૂર છે.” | મુમુક્ષુ:–“પણ સાહેબ! આ તે કરી લેતાં પાટણ પરવારવાને વેપાર થાય તેનું કેમ?” - મહાત્મા: “એમ ન બને તે માટે સાપેક્ષવૃત્તિ રાખવાની જરૂર છે. એમ ન જ બને એમ કહેવાય નહિ. ગાઢ કષાયે કંઈ કંઈ કામ કરે છે અને નહિ ધારેલાં પરિણામો નીપજાવી મૂકે છે. એ વખતે જાગૃત રહે તે જ જીતી જાય છે અને નહિ તે શુભ કાર્યમાંથી પણ કષ એટલે સંસારને આય એટલે લાભ મેળવે છે. દરેક બાબતને આધાર આંતરવૃત્તિ ઉપર જ છે.” 0 મુમુક્ષ:–“ત્યારે સાહેબ! શાસ્ત્રમાં પ્રશસ્ત કષાયોની વાત કહી છે તે શી રીતે?” - મહાત્મા–“બરાબર છે. અમુક સંગે એવા હોય છે કે તે વખતે કષાયને દેખાવ જરૂર કરે પડે. દાખલા તરીકે કઈ શાસન ઉપર આક્રમણ કરે ત્યારે તેની સામે લડાઈ સુદ્ધાં કરવાનો પ્રસંગ પણ આવી પડે છે, કોઈ વાર રાજ્ય સાથે અટપટા પ્રસંગે આવે છે. હમણું પાલીતાણાની યાત્રા કેટલા વર્ષ બંધ રહી ત્યારે આપણે સુરસિંહજી સાથે
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૬
સાધ્યને મા
22
વિરાધ કરવા પડયા હતા. તમે જ સુનીમ ઉપર સેાનગઢ મુકામે રાજદારી ચલાવી હતી. એવા અસાધારણ પ્રસંગે આવે ત્યારે મોટા હિતની ખાતર કષાયના દેખાવ કરવા પડે છે; પરંતુ તે વખતે પણ ખરા આત્માની અંતરદશા તેા શુદ્ધ જ રહે છે. સુમુક્ષુઃ—“ એ કેમ અને ? ” મહાત્મા:—“ એવા પ્રસ ંગે ક્રોધ કરવાના પ્રસગ આવે ત્યારે પણ એના પેટનું પાણી ચાલતું નથી. એ મહારથી ધમાધમ કરે, પણ એના અતરાત્મા જાગૃત રહે છે. એ કદાચ લાલ આંખવાળા દેખાય, તેા પણ એના અતરની ભીનાશ–કણાશ અસ્ખલિત વહેતી હોય છે. એ લડાઇમાં ઊતરે તે પણ એની સાપેક્ષવૃત્તિ દૂર જતી નથી. એ કષાયે સાથે કદી પોતાના આત્માને આતપ્રેત કરતા નથી અને એ સ્થિતિને ધન્ય માનતા નથી. ”
સુમુક્ષુઃ—“ ત્યારે સાહેબ ! આ કાળમાં શુભ પ્રસ ંગાના લાભ કેમ લેવાય ? ”
મહાત્મા:—“ વ્યવસ્થાપૂર્વક સમજીને કાર્ય કરનારને કાઇ પણ પ્રકારનો વાંધા આવતા નથી. શુભનાં નિમિત્તો અશુભ તરીકે પરિણમે તે અસાવધ અવસ્થામાં અને છે. એ શુભ કામના આઠાની ધૂનમાં ચાલ્યા જાય છે અને જીતની બાજી હારી બેસે છે. એ જરા વધારે સાવધાન રહે તા અને તુરત જણાય કે એ પેાતે કષાયના ઘરમાં જઇ એટી છે અને સારા નિમિત્તે પાછા પડતા જાય છે. આ અધમ કાળમાં આવી સાવધાની રાખવી બહુ મુશ્કેલ છે. ” સુમુક્ષુઃ—“ આટલું જાણનારા કેમ ક્યાયના ભાગ
Page #262
--------------------------------------------------------------------------
________________
સાવધાન
થઈ પડે? એ બાબતમાં સાવધાની પ્રથમથી જણાઈ હાય, છતાં એને તાબે કેમ થઈ જાય? અજાણ્યા તે ફસાય, પણ સમજી કેમ અટવાઈ જાય?”
મહાત્મા–“એનાં ઘણાં કારણે છે. પ્રથમ તે જીવ હમેશાં પિતાને બચાવ કરવા ખૂબ આતુર રહે છે. પિતાની
ખેલના કબૂલ કરવામાં જે આત્મબળ અને સરળતા જોઈએ તે બહુ અલ્પ જીવમાં હોય છે. આ કાળના જીવને ચક્કસ સંગમાં વક અને જડ કહ્યા છે. તે વક્રતા ખાસ કરીને શુભ નિમિત્તે વખતે ખાસ તરી આવે છે. પ્રાણી. જાણતા હોય છતાં એવા સંયોગમાં માન અથવા માયાનો ભેગા થઈ પડે છે. એને સાવધાન રહેવા ચેતવેલ હોય, એ કષાયના રસ્તાને અભ્યાસી હોય, છતાં એ જરૂર કષાયમાં અટવાઈ જાય છે. ”
મુક્ષુ –પણ સાહેબ! જડ માટે મારે પ્રશ્ન નથી. હું તે ભણેલા, શાસ્ત્ર અને સમજુ માણસ માટે પૂછું છું.”
મહાત્મા–“ઉપરની સર્વ વાત એને બરાબર લાગુ પડે છે. જડ એટલે અભણ ન સમજવા. જડ એટલે દુરાગ્રહી, મત્સરી, અભિમાની અને ગમે તે રીતે પિતાને કે ખરે કરનાર સમજવા. એવા મનુષ્ય વધારે સંખ્યામાં હોય છે. અજ્ઞાનવાદની પિષણું ન જ કરાય, પણ એવા મત્સરી કે ક્રાહી કરતાં ઘણી વાર ભેળા ભદ્રક જી પિતાનું કામ વધારે સાધી જાય છે. ભણતર કે શાસ્ત્રજ્ઞાન મગજને વિષય છે, કષાયપરિણતિને ત્યાગ એ હૃદયને વિષય છે. ”
સુક્ષ“ત્યારે સાહેબ! એમ હોય તે ભારે અગવડ થાય તેમ જણાય છે. આપણે ન જાણીએ તેમ કમાયે
Page #263
--------------------------------------------------------------------------
________________
૪૮
સાધ્યને માર્ગ અંદર ઘૂસી જાય અને ભણેલાને પણ ભૂલાવે ત્યારે કરવું શું?” - મહાત્મા–“સાવધાન રહેવું. ભણેલાએ સમજવાનું છે કે એના જ્ઞાનને એણે આત્મવિકાસ માટે ઉપયોગ કરવાનું છે. એને બદલે એ જે પોતાના ખાટા બચાવ કરવામાં એને ઉપયોગ કરે તે તેને પણ શુભ પ્રસંગે અશુભ તરીકે પરિણમે છે. એ નજરે જોતાં જેમનામાં જ્ઞાન હોય તેમણે વધારે સાવધાન રહેવાની આવશ્યકતા છે. જેમ જ્ઞાન વધારે તેમ આવી આવી બાબતમાં લપસી જવાને સંભવ વધારે, અને જે સાવધાની હોય તો એમાંથી ઉગરવાના માર્ગો પણ વધારે. આ કાળમાં ખાસ કરીને કષાયમાં પડી જવાના પ્રસંગે ઘણા વધારે થતા જાય છે, તેવા વખતમાં વપણને લઈને ધર્મનિમિત્તે પ્રાણી અનેક કષાયપરિણતિઓ કરે છે. તમારા સંઘના મેળાવડામાં જુઓ કે અમારા સાધુઓના સંયવહારમાં જુઓ, તે ત્યાં બહુ મૂંઝવણું કરાવે તેવી ગૂંચવણેમાં અટવાઈ ન જવાય તે માટે સાવધાન રહેવાની ખાસ જરૂર છે.” | મુમુક્ષુ –“સંઘ મળે ત્યારે અમે ખૂબ ઊંચે સાદે (અવાજે) વાતો કરીએ છીએ અને નાતના મેળાવડામાં તે જથ્થાવાળો કે બોલનારે જ ફાવે છે. ત્યારે ત્યાં પણ કષાયે ખરા? અને સાધુઓ પણ એના ભેગા થાય ખરા?”
મહાત્મા–“આ પ્રશ્ન અસ્થાને છે. સંઘના કાર્યમાં તે બહુ વિચારની જરૂર છે. એમાં જે કોઈ કે અભિમાન કરે તેને અનેક ભવે પણ રસ્તે ન થાય. એમાં વળી જે માયા, દંભ કે કપટ કરે એની તે વાત જ શી કરવી? અને સાધુઓ? એમને તે કદાગ્રહ કે અભિમાનની વાત જનહેય. ત્યાં તે સરળતા, શાંતિ
Page #264
--------------------------------------------------------------------------
________________
www
અને શૈર્યના ઢગલા હેય, ત્યાં પિતાના મતને કદાગ્રહ, નિરથક વાણીપ્રહાર, અભિમાન કે અન્યને પાડી દેવાની તુચ્છ ઘટના હોય જ નહિ. કષાય જરા પણ અંદર પિસે છે એવું દેખાય કે એ દૂર નાસે. આ પંન્યાસપદવીના ઝઘડામાં સાથે કેટલું ચિતન્ય ગુમાવ્યું ? અને એ રીતે લીધેલ પદવી છે લાભ કરે ?. અને શ્રાવકે પર પણ એવી ખટપટની શી અસર શાય? અને એ સર્વ કેના માટે? અહીં કેટલું બેસી રહેવાનું છે? ધર્મના નિમિત્તે કષાય સેવાય જ નહિ અને સેવવાને પ્રસંગ આવે તે જંગલમાં ચાલ્યા જવું, પરંતુ કોઈ પણ પ્રકારે આત્માને મલિન કરવું નહિ. આત્માર્થી પુરૂષ પ્રશસ્ત કષાય પણ ઈ છે નહિ. ભગવાનના મતની આ ચાવી સમજવાની છે, આ કાળને બરાબર ઓળખવાને છે અને એમાંથી સાર કાઢવાનું છે. સાવધાન રહેવાની તેમાં ખાસ જરૂર છે. કષાયે ચારે તરફ ફર્યા કરે છે, જરા અસાવધ રહેતાં એ અંદર પેસી જવા માટે તૈયાર હોય છે. ઉપર ઉપરના કાર્યને સરવાળે અલ્પ થાય છે. કષાયે ઊધાર પાસે માટે સરવાળે કરી નાખે છે. આ પાંચમા આરામાં વકતા અને જડતાની વચ્ચે રહેતાં એને બહ ઓછો ઉપયોગ રહે છે અને તેટલે અંશે આપણે આત્મધનપ્રાપ્તિથી વંચિત રહીએ છીએ. દરેક પળે—દરેક ક્ષણે સાવધાન રહે, ઊંડે ઊતરે, પૃથકકરણ કરે તે વિરલે જ કામ કાઢે. બાકી તે.............સાવધાન !
સમય ઘણે થઈ ગયો, આજે અષ્ટકની ચર્ચા ન થઈ. અને મુમુક્ષુઓ ત્રિકાલવંદણું કહી વિચાર કરતાં ચાલ્યા ગયા, નીચેના ઓટલા પર જરા વાત કરી. સાર એ હતે કે આ કાળમાં જાહેર લખવા બેલવામાં બહુ આંતરવિચારણા
Page #265
--------------------------------------------------------------------------
________________
२५०
સાધ્યને સામે
કરવાની જરૂર છે. ક્લાયમાં ન ફસાઈ જવા માટે સાવધાની રાખવાની અને અરસ્પરસ ચેતવણી આપી જાગૃતિ રખાવ વાની સલાહ કરી અને મિત્રો જુદા પડયા
. ૧. શ્ર. પુ. ૪૫ પૃ. ૨૪૩}
સ. ૧૯૮૬
આ પ્રસંગ એ તે સાંભળ્યા પ્રમાણે લખ્યા છે, કોઇ પત મારા શબ્દોમાં પણ આવી હરશે. બંને મુમુક્ષુએ હૈયાત છે. તે પ્રસંગને આળેખશે તે અત્યારના વાતાવરણમાં ાણવા જેવુ' મળી
અસમ
આવશે.
Page #266
--------------------------------------------------------------------------
________________
શાંતિની શેાધમાં [ ૨૦ ]
ચારે તરફ જોઈ જોઈને થાકી ગયા, પારકા સમધી વિચાર કરી કરીને પરવારી ગયા, દુનિયાનુ દાર ગીપણું જોઇને મૂંઝાઇ ગયા, પ્રશંસાને નિષ્ઠામાં ફરી ગયેલ જોઇને વિમાસણમાં પડી ગયા.
અહારની દુનિયા તરફ નજર કરી લેાકેા થાતા જ નથી, સવારથી સાંજ સુધી લગભગ એકસરખી ક્રિયા કરે છે અને ખીજે દિવસે પાછું તે ને તે જ શરૂ કરે છે. એ દુકાને જાય છે તેા દરરોજ તેટલી જ હાંસથી ગયા કરે છે, ઉપર ઉપરની ક્રિયા કરે તેમાં જરા પણ ઊંડા ઊતર્યા વગર વર્ષો સુધી એક સરખી રીતે એનું એ કરે છે, એમ્સેિ જાય તે સામવારના વિચાર આખા દિવસ ો કરે છે, આ સ એમ ને એમ થયા કરે છે પણ ત્યારે એના છેડા ક્યાં?
પૈસા કમાનાર પૈસાથી ધરાતી નથી, કામ કરનાર પોતાના કામનો છેડા જોતા નથી, સીપાઇ સીપાઈગીરીમાંથી ઊંચા આવતા નથી, વાંચનાર વાંચવામાં ને વાંચવામાં વાંચનનો ઈંડા દેખતા નથી, લાલ દલાલીથી પરવારતા નથી અને સવાર પડે કે પાછી એ ને એ અરઘટ્ટ ઘટી ચાલ્યા જ કરે છે. આમ તે ક્યાં સુધી ચાલ્યા કરશે ? કેટલે પહોંચ્યા ? આ દોડાદોડમાં ક્યાંઈ શાન્તિ દેખાણી નહિ, વસ્તુત: કાઇ સુખ લાગ્યું નહિ, અંતરમાંથી ઉમળકા ઊડયા નહિ, અંદરના ખેરા નાદ અનુભવ્યો નહિ, શાન્ત વાટિકાનાં મધુર એક મુમુક્ષુની રાજનીશિમાંથી ઉષ્કૃત.
Page #267
--------------------------------------------------------------------------
________________
પર
સાધ્યને માગે
પુષ્પની પરાગ પામ્યા નહિ, સુંદર સ્થાયી સેારમ અનુભવી નહિ, અંતરને અડે તેવાં સ્નાન જણાયાં નહિ, કોઈ પણ રીતે ખરુ' ચેન પડયું નહિ.
પછી શન્તિની શોધમાં આ મુસાફર નીકળી પડયા. એણે અનેક વ્યાપારનાં ધામા જોયાં, અનેક ન્યાયની અદાલતા તપાસી, અનેક અજારાનુ અવલેાકન કર્યું, અનેક ઘરાની ગુપ્ત વાતા સાંભળી, અનેક જંગલ નદી નાળાં ફરી વળ્યો; પણ નાના ઝુંપડામાં કે મેટા રાજમહેલમાં કોઈપણ સ્થાને ખરી શાન્તિ દેખાણી નહિ.
એણે પછી મહારથી સુખી દેખાતાં દુન્યવી માણસાના બારીક અભ્યાસ કર્યો, એણે એમનાં અંતરના અનુભવા તપાસ્યા, શાન્ત દેખાતાં હૃદયામાં એ વધારે ઊંડા ઊતર્યાં, ખૂખ તપાસતાં અને ત્યાં પણ શાન્તિ દેખાણી નહિ.
મહારથી સુખ મેળવવા માટે-શાન્તિ મેળવવા માટે એણે ઘણાં વલખાં માર્યાં, એ અનેકના પરિચયમાં આવ્યા અને અનેકના હૃદયમાં ઊંડા ઊતર્યાં; પરન્તુ એને જે જોઇતુ હતુ તે કોઈ સ્થાનકે ન મળ્યું.
શાન્તિની શેાધમાં નીકળી પડેલા અને એક રાત્રિએ એક મુસાફરખાનામાં વાસ કરવાનું અની આવ્યું. એ તે અહારથી શાન્તિ શોધવા નીકળ્યો હતા, એ સાચી સ્થાયી શાંતિના ગવેષક અને ઉપાસક હતા, અને અનેક ધમાલામાં નિર્માલ્યતા લાગતી હતી, અને સાચી શાન્તિ કયાં અને કેમ શેાધવી? તેની અને ગમ પડી નહાતી.
મુસાફરખાનામાં પેાતાના બિસ્તર બીછાવી એ જરા લેટી ગયા. એને ખાવાપીવાની દરકાર હાય એમ જણાયું
Page #268
--------------------------------------------------------------------------
________________
શાંતિની ધમાં
૨૫૩ નહિ અને એકલવાયા તેને કેઈએ કાંઈ પૂછયું પણ નહિ. આખા દિવસના થી તેને નિદ્રા આવી ગઈ. અંતરમાં એને શાન્તિ શોધવાની ભાવના તીવ્રતર બનતી જતી હતી, તેથી કંઈક સ્વપ્નાં અનુભવી એ સવારમાં ઊઠી.. ;
નિત્યકર્મ કરી એ પાછો શાંતિની શોધમાં પડી ગયે. શહેર ઘણું મોટું હતું. બજારની ધમાલમાં એને રસ પડે નહિ. ખૂબ ફર્યો. અનેક મંદિરે, આશ્રમ, મઠો, સભાસ્થાનેમાં ગયો. એને ક્યાંય પણ શાન્તિને પત્તો લાગ્યો નહિ. આજે ખેરાકમાં એણે એક વખત માત્ર બે શેર જેટલું દૂધ જ લીધું હતું. શાન્તિની શોધમાં નીકળેલ એને ચારે તરફ અશાંતિ દેખાણું. કેઈ શાંતિનો ડેળ કરનાર વેશધારીઓ તેને મળ્યા પણ ખરા, પણ વિશેષ પરિચય એમાં સ્થાયી શાન્તિ દેખાઈ નહિ. એ આખા શહેરમાં અનેક સ્થાનેમાં ફર્યો, અનેકને મળે, ગાઢ પરિચય કર્યો અને પરિણામે ઊંડા ઊતરતા એને નિરાશા જ મળ્યા કરી. '
- એને કીર્તિ પાછળ દેડનારા ઘણા મળ્યા, દંભમય શાન્તિ ધરનારા ઘણા માન્યા, બગભક્તોથી દુનિયાને ભરેલી જોઈ, માનનાં પૂતળાંઓ પાર વગરનાં મળ્યાં, ઉપર ઉપરથી
પેલીશ” દેખાતા ઘણુ મજ્યા, પણ સાચી સ્થાયી શાન્તિના દેખાવની અંદર એણે અબ ધમધમાટ અને મેટા મોટા અને વિકારે જોયા. અનેકના પરિચયમાં આવવાથી એને જનસ્વભાવને સારો અભ્યાસ થઈ ગયો હતો અને તેથી મનુષ્ય પરીક્ષા કરતાં એને બહુ સમય લાગતો નહોતો.
ખૂબ ફર્યો, ઘણુને મળે, પણ કોઈ જગ્યાએ એનું મનડું માન્યું નહિ. દરરોજ રાત પડયે મુસાફરખાનામાં
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૪
સાધ્યને માગે
આવે અને દિવસ આખા શાન્તિની શેાધમાં શહેરમાં ફર્યો કરે. ઘણા સમય ગયા પછી એક રાત્રે નવ વાગે એ મુસાફખાનામાં ખિસ્તર પર સૂતા હતા ત્યાં બાજુમાંથી અવાજ આવ્યા:
આપ સ્વભાવમે રે.
?
અબધુ સદા મગનમે‘ રહેના. સાંભળીને શાન્તિને શેાધક ચમકયા, ખ્રિસ્તર પર બેઠી થઈ ગયા. ત્યાં તે સાંભળ્યું કે :
જગતજીવ હું માયીના, અચરજ કછુ ન લીના; આપ સ્વભાવમે' રે,
અબધુ સદા મગનમે રહેના. શાન્તિના શેાધક ચમકી.. એને સદા << મગનમે રહેના ” વાળી વાત બહુ ગમી. એ પોતે ફરી ફરીને કટાન્યા હતા, ત્યાં “ મગનમે રહેના ”ની વાત આવી એટલે એ ખૂબ ધ્યાનથી સાંભળવા લાગ્યા. ગાન આગળ વધ્યું: તું નહિ કેરા કે નíહ તેરા,
ક્યા કર મેરા મેરા તેરા હૈ સાતેરી પાસે, અવર સર્વે અનેરા,
આપ સ્વભાવ મેં રે,
અબધુ સદા મગનમે રહેના. એ ઉછળ્યે, અને કાંઈ અંદરથી ભાન થઈ આવ્યું હાય, અંતરમાં પ્રેરણા થઈ આવી હાય, કોઇ મહાન્ સત્ય સાંપડયું હાય એવું લાગ્યું. “ તેરા હૈ સે તેરી પાસે ” એના
,,
Page #270
--------------------------------------------------------------------------
________________
સાંતિની શાત્રમાં
સમ્ર
લયમાં એ ઊંડા ઊતરી ગયા અને “ સદા મગનમે રહેના ” એ વાક્ય ચાર પાંચ વાર ફરી ફરી એલાતુ સાંભળી અહે નિસ્વર થયા. સ્વભાવ અને મગનતાની વાત સાથે “ તેરા હૈ સે તેરી પાસે *' એ વાત એને એટલી અંધએવી લાગી કે તેથી એને અંદર પ્રસન્નતા થઇ. એને એમ થયું કે આ મહાન સત્યની શેાધ કરનાર પાસેથી શાન્તિ કયાં છે ? તેની શોધ કરવાની કોઇ ચાવી હાય તા મેળવું. એ ઊઠવાના વિચાર કરે છે ત્યાં તા મ્બુર ગાન આગળ ચાલ્યું. ખેલનારના મીઠા સ્વર, ગળાની મધુર છટા અને ખેલનારની શાંતિ આકાશમાં ખીલેલા પૂર્ણ ચંદ્રની સ્નાને મનુરૂપ હતા. આજે સુસાફરખાનામાં બહુ પથિક ન હેાવાથી શાન્તિનુ વાતાવરણ પણ ઠીક જામ્યું હતુ. સુંદર હલકમાં મલકાતા મીઠા ધ્વનિ મનમેાહક આગ્રહ અવરા સાથે પણ પરિપૂર્ણ માધુર્ય જાળવીને કુદરતી મીઠા ગળામાંથી આગળ વા.
પરકી આશા સદા નિરાશા,
એહે જગ જન સા; વાકાટનકુ કરા અભ્યાસા,
લહા સદા સુખવાસા,
આપ સ્વશાવમે' રે.
અધુ સદા મગનમે રહેના. આ પંક્તિ એ ચાર પાંચ વખત ખેલાઈ, શાન્તિ શેષનાને એના શ્રવણમાં ખૂબ મજા આવી. એને જાણે કાઇ મહાન શેષ થતી હોય તેમ લાગ્યુ. તે ઊઠયા, આગળ ગયા, માખુ પદ સાંભળ્યું અને પદ્મ ખેલનાર પાસે જઈ બેસી ગયા.
Page #271
--------------------------------------------------------------------------
________________
Anurmine
૨૫૬
સાધ્યને માગે આ પદ બોલનાર એક ખરેખર મહાત્મા હતા. સં; સારતાપથી તપી, બહાર નીકળી જઈ, કોઈ અસાધારણું શાન્તિને અનુભવ કરતા હતા. એની શાંત મુખમુદ્રા અને અદ્દભુત ગતેજ એના વાતાવરણમાં અને પ્રકાશ પાડી રહ્યા હતા. બંને વચ્ચે ઘણું વાત થઈ. જાણે દીર્ઘ કાળના પરિચયી હોય તેવા તેઓ થઈ ગયા. અગત્યની વાત નીચે પ્રમાણે હત:
આપણે નવા મુસાફરને મહાત્માના નામથી ઓળખીએ અને શાન્તિની શોધમાં નીકળી પડેલાને શાંતિલાલ કહીએ.
શાન્તિલાલ:–“ જય પરમાત્મા !”
મહાત્મા–“જ્ય, જય! તમને ધર્મને લાભ થાઓ. ભાઈ! આપને કાંઈક પરિચય આપશે? આત્માને કુશળ વર્તે છે?”
શાન્તિલાલ:–“એક સાધારણ મુસાફર છું અને કાંઈ શોધ કરવા પાછળ ઘણા વખતથી ફરું છું. આપનું ગાન સાંભળી અહીં આવ્યું છું.”
મહાત્મા:–“શેની શોધ કરવા માટે નીકળ્યા છો ?” શાન્તિલાલ –“શાંતિની શોધમાં ફિર છું.”
મહાત્મા:–“અરે ભાઈ! શાન્તિને તે વળી શેધવા નીકળતું હશે. એ તે કાંઈ શેપ કરવાથી કે ફરવાથી મળે?”
શાન્તિલાલ:–“આપ શું કહેવા માગે છે? હું બરાબર સમજે નહિ.”
મહાત્મા–“તમે કહ્યું કે તમે શાન્તિ શેધવા ફરે છો. એ તમારે જવાબ સાંભળી મને નવાઈ લાગી. શાતિની તે વળી શોધખોળ થતી હશે ? એ તે તમારામાં જ ભરેલી
Page #272
--------------------------------------------------------------------------
________________
શાંતિની શેાધમાં
૨૫૭
છે. એની શેાધ કરવા તમારે દુનિયા પર ફરવાની જરૂર હોય
,,
જ નહિ.
શાન્તિલાલ:
પશુ શાન્તિની તપાસ તા કરવી પડે ને ? મેં તે ઘણાં સ્થાના જોયાં, અજારા જોઇ, મા કે મંદિર, આવાસા કે મહેલ, ઉપાશ્રયે કે આશ્રમા જોયાં, અનેકને મળ્યો, પણ હજી મને શાંતિ મળી નથી. ”
મહાત્મા: “ તમારી વાત હું સમજ્યા, પણ તમે ખોટે રસ્તે ઊતરી ગયા છે એમ મને લાગે છે. શાન્તિની શાધ માટે ઘેર ઘેર કે મંદિરે મંદિરે યા મઠે મટે ભટકવાનું ન હેાય. તમારે કઇ જાતની શાંતિને ખપ છે ? જરા વિગતથી કહી. ”
શાન્તિલાલ:
''
મન જરા પણ હાલલેાલ ન થાય, એ જ્યાં ત્યાં ભટકતું મટી જાય, એની દોડાદોડી અટકી જાય, જીવને નિરાંત થઈ જાય અને એવી રીતે થયેલી નિરાંત ચિરસ્થાયી થાય તેને હું શાન્તિ કહું છું અને તેને શેાધવા નીકળી પડચા છું. ”
મહાત્મા:— “તમારા વિચાર ઘણા પ્રશંસાપાત્ર છે, પણ તમે લીધેલા માર્ગ ખરાખર નથી. તમે ગમે ત્યાં અને ગમે તેટલું ક્રશા, પણ તમને શાન્તિ કદી મળવાની નથી. એ કાંઈ સ્થૂળ વસ્તુ કે ચીજ નથી કે એની જગતમાં શેાધ થાય અગર શોધ કરવાથી એની પ્રાપ્તિ થાય.”
tr
પણ એ કાઈ જગ્યાએ તા હશે
શાન્તિલાલ: ને ? કાઇ વ્યક્તિમાં તા કેમ ન મેળવી શકીએ ?
હશે ને ? એની પાસેથી આપણે
17
""
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૮
સાધ્યને માગે
“
શાંતિલાલ: એ વસ્તુ નથી કે કોઇની પાસેથી મેળવી શકાય. એની શોધ તે ક્યાં થાય ? જુઓ, હું તમને હમણાં જ બતાવી આપુ: તમે કયાં કયાં ગયા ? કયે કયે સ્થાનકે અને શેાધી ? ૨
શાંતિલાલઃ—“ અરે સાહેબ ! મેં તે ફરવામાં બાકી રાખી નથી: ઘરેામાં, દુકાનામાં, ખારામાં, નાટયગૃહેામાં, મઠામાં, મદીરામાં, વિગેરે વિગેરે અનેક સ્થાનકોમાં ગયા, અનેકને મખ્યા, અનેકની ગુપ્ત વાતો મેળવી, ઉપરથી શાંતિ દેખાય ત્યાં ઊંડા ઊતર્યા, પણ કાઇ ઠેકાણે ફાવ્યે નહિં.
66 મહાત્મા- તમારા પ્રયાસ માટે તમને ધન્યવાદ છે, પણ તમે ખેાટે પ્રયાસ કર્યા, જે ોધમાં જડે તેવી વસ્તુ નથી તેને તમે અનેક ઠેકાણે શેાધી ! ”
''
શાન્તિલાલઃ- પણ ત્યારે તે કદી શેષ કરવાથી ન મળે એ વાત તે કાંઈ આપ જે કહેવા માંગતા હા તે વધારે સ્પષ્ટ કરે. ” મહાત્મા:—“ એ ન મળે તેવી ચીજ નથી, પરન્તુ તમે તેને શેાધવા ગયા તેમ કરવાથી તે મળે તેમ નથી, એમ મે કહ્યુ. એ વસ્તુ નથી, દશા છે.
11
શાન્તાક્ષઃ “ દશા હાય તા પણ શેાધવી પડે ને ? અને શેાધ્યા વગર કે કાંઈ પણ પ્રયત્ન કર્યા વગર કોઇ પણ ડ્રીજ કે દશા કેમ સાંપડે ? ”
મળશે જ નહિ. મધબેસતી નથી.
મહાત્માઃ—“ પ્રયત્ન કરવાથી ચીજ કે દશા સુસાધ્ય કક્ષામાં આવે છે, પણ પ્રયત્ન ચેાગ્ય અને યેાગ્ય રીતે ચેાગ્ય સ્થાનકે થવા જોઇએ. શાય એ પ્રયત્ન જરૂર છે, પણ સર્વ પ્રયત્ના ફતેહમાં પરિણમે તે માટે તે ચે ચ્ય પ્રકારના હેાવા જોઇએ.”
Page #274
--------------------------------------------------------------------------
________________
શાંતિની શોધમાં
૨૫૦ - શાન્તિલાલ:–“ તમે હમણાં કહ્યું કે શોધતાં જડે તેવી વસ્તુ એ નથી અને હવે કહે છે કે શોધ એ પ્રયત્ન છે. ત્યારે આ તો નકામી ગૂંચવણ વધતી જાય છે. જરા સ્પષ્ટતાથી સમજાય તેમ આપ વાત કરે તે કાંઈ ગમ પડે.” - મહાત્મા:–“મારા વિચાર પ્રમાણે મંદિરે કે બજારે અથવા ઘરે શેધવાથી મળે તેવી ચીજ શાન્તિ નથી. એ અંતરની દશા છે, તમારી પોતાની મન:સ્થિતિ છે, એને શોધવા બહાર જવું પડે તેમ નથી, એ તમારામાં છે, તમારી પાસે છે, તમારી અંદર છે, અને તમારા કબજામાં છે. ”
શાન્તિલાલ –“એટલે તે વાત એવી થઈ કે જે મારી પાસે છે એને શોધવા હું ઘેર ઘેર અને ગામે ગામ રખડે ! પરંતુ હું આપને પૂછું છું કે મારામાં એ છે
એ આપ કેવી રીતે મને બતાવે છે? જરા વધારે સ્પષ્ટ રીતે સમજાવો.” - મહાત્મા–“શાન્તિ એટલે અંતરની શાનિ, આત્મિક શાંતિ અથવા મનની અવ્યવસ્થિત ચંચળતાને ત્યાગ. એ દીર્ઘ કાળ રહે તે શાંતિ સ્થાયી થતી જાય છે અને થોડીવાર રહે તે અશાન્તિ થાય છે, એટલે શાન્તિને જેમ અને તેની મજા દૂર થાય છે. આવી દીધું કાળની શક્તિ મેળવવા મારે મનને કબજામાં લાવવું જોઈએ. સામાન્ય રીતે અત્યારની તમારી દશામાં એટલું કહી શકાય કે મન ઉપર જેમ જેમ કાબૂ આવતો જશે તેમ તેમ શાન્તિ આવતી જશે. સ્થાયી શાતિ મેળવવાને એ રસ્તો છે. એ બહાર શેાધવા જવી પડે તેવી વસ્તુ નથી.”
Page #275
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગે
tr
(6
શાન્તિલાલ: હું તેા શાન્તિ કેવી હાય ? તે અજમાવવા અને તેના દાખલા મેળવવા નીકળ્યેા હતા, અને જોઈને એને અનુરૂપ મારું જીવન ઘડવાની મારી ઇચ્છા હતી, પણ મને તે શાંતિ કાંઈ જણાઈ નહિ, શેાધી પણ મળી નહિ.” મહાત્મા: એને માટે તું ખાટે સ્થાનકે . એ અજારમાં કે ઘરમાં મળે નહિ, એ મઠમાં કે મદિરમાં મળે નહિ, એને માટે અંતર પ્રદેશમાં ફરવું પડે. તારા સર્વ પ્રયત્ન બાહ્ય દેશમાં હતા. ત્યાં તા એવી શાન્તિ તને મળે જ નહિ. એ બાહ્ય પ્રદેશમાં રહેનારા ક્વચિત્ શાન્તિ અનુભવે છે, પરન્તુ તેવા જવલ્લે જ હાય છે, તેને માટે પણ આંતર પ્રદેશમાં શોધ કરવી જોઇએ. જ્યાં ખરી શાન્તિ હાય
જ
ત્યાં કોઇ જાહેરાત હેાતી નથી, એટલે તારા પ્રયાસ મિથ્યા હતા. તારે કાંઈ એને શેાધવા જવાની જરૂર નથી. એ પ્રયત્ન કરવાથી તને તારામાંથી જ મળશે. ”
૨૩૦
,,
તું “તુ થાય છે. > શાન્તિલાલઃ- પણ ત્યારે મઠા, મદિરા અને આ
66
( અહીં પરિચય વધતાં “ તમે ”
શ્રમ જેવામાં પણ એ નહિ મળે ? ”
મહાત્મા:—“ બાહ્ય પ્રદેશમાં કાઇ ઠેકાણે એ હિ મળે. કદાચ દેખાશે તે બહુ અલ્પસ્થાયી, ઘણી વાર દેખાવ પૂરતી અને કેટલીક વાર દ'ભથી ભરેલી હશે. તું અતર પ્રદે શમાં ઊતર અને તારા પેાતાના જ અંતર પ્રદેશમાં ફરી વળ. ચેાગ્ય પ્રયાસે તે તને દેખાશે. ”
શાન્તિલાલઃ—“ પણ એમાં તે મને હજી રસ્તે સૂતા નથી કે કઇ રીતે શાન્તિ મળે. ”
મહાત્મા: રસ્તા સાદા અને સીધા છે, પણ
Page #276
--------------------------------------------------------------------------
________________
શાંતિની શોધમાં
૨૬ આડાખડીઆ અને ડુંગરા ટેકરાવાળે છે. મને વિકારેને વશ કરવાથી, રાગદ્વેષ પાતળા–નહિવત્ કરવાથી અને જીવનસાધ્ય સન્મુખ કરવાથી શાંતિ મળશે. મનેવિકારામાં કામ, ક્રોધ, લાભ, મોહ, મદ અને મત્સરને સમાવેશ થાય છે. રાગ કેષ એના સ્પષ્ટ આવિર્ભાવ છે. પચે ઈદ્રિયના વિષયે એના બાહ્ય આવિર્ભા છે. રાગ દ્વેષ ઘટતા જશે તેમ વિષયકષાયની મંદતા થતી જશે. ખરી શાન્તિ આ અંદરના શત્રુઓના વિજય પર આધાર રાખે છે. બાહા નિમિત્તે એને મદદ જરૂર કહે છે, પણ ખરે શાન્તિનો આધાર તે અંદરના શત્રુના વિજ્ય પર જ અવલંબે છે.”
શાન્તિલાલ:–“પણ એના દાખલા તે શેધ કરવાથી મળે કે નહિ ?” - મહાત્મા–“તારે બીજાના દાખલાનું શું કામ છે? અન્ય શાન્તિવાળા છે કે નહિ તેની ભાંજગડમાં તારે શા માટે પડવું પડે છે? તેં હમણું જ સાંભળ્યું કે “તેરા હૈ સે તેની પાસે, અવર સવે અને રાજ એ વાત સમજાણું?”
શાન્તિલાલ:–“આપ બેલ્યા ત્યારે તે મનને જ સારી લાગતી હતી, હવે કાંઈક ઝળકે છે ખરું, પણ આપ વધારે સ્પષ્ટ કરે.”
મહાત્મા–“આ સમસ્ત વિશ્વમાં તારું છે તે તારી જ પાસે છે અને તારાથી જરા પણ દૂર હોય તે સર્વે અનેરું છે, પારકું છે, પર છે એમ સમજવું. એટલે જે વસ્તુઓને પ્રાણું પિતાની માને છે, જે ઘરબાર, મેડી, હવેલી, કપડાં, સ્ત્રી કે બાળકને પિતાનાં માને છે, તે સર્વ પારકાં
Page #277
--------------------------------------------------------------------------
________________
૬૨
સાધ્યને મા છે અથવા પર છે, એટલું જ નહિ પણ શરીર પણ પર છે, કારણ કે સદા સાથે રહેવાનુ નથી. તારું પાતાનુ હોય તેને શાધી કાઢ અને તેને વિકસાવ. એને વિકસાવવાના જે પ્રયત્ન કરીશ એમાં તને શાન્તિ મળશે. એ શાન્તિ ધીમે ધીમે વધારે વખત રહેશે, પછી દી કાળ રહેશે, અને છેવટે સદૈવ સ્થાયી થઇ જશે. બીજે દાખલા લેવા દોડ નિહ. એમ કરવાની જરૂર નથી, એમાં લાભ નથી, અર્થ નથી, સારાવાટ નથી. તારું' છે તે તારી પાસે છે અને તારામાં જ છે. આજુબાજુ અડખેપડખે અને દૂરનજીક જોવાને બદલે અંદર જો. ત્યાં તને અખંડ ન્યાત જડશે. જેમ તે જડતી જશે એમ શાન્તિ વધતી જશે. ’
શાન્તિલાલ: પણ, સાહેબ ! શાન્તિ જ્યાં હાવી
ર
જોઈએ ત્યાં પણ દેખાતી નથી તેનુ કેમ ? ”
મહાત્મા—“ તારે તેની પંચાત કે ચિન્તા કરવાની નથી. દુનિયા કટકથી ભરેલી છે. અનેક રત્ના પણ તેમાં જ છે. તારે તેની સાથે શું કામ છે? “ તેરા હૈ સા તેરી પાસે.” તું બીજાની ચિન્તા કરી નકામા દુબળા શા માટે થાય છે ? તે હમણાં જ સાંભળ્યું કે “ જગત જીવ હે કરમાધીના, અચરજ કછુ ન લીના ” એવી એવી વિચિત્ર પ્રકૃતિના, ઈંભી, ડાળઘાલુ, ઢંગધડા વગરના, ધમી હાવાના દેખાવ કરનારા હશે તેની સાથે તારે શું લેવા દેવા ? કોઈ પણ વાતે આશ્ર્ચર્ય પામવા જેવુ નથી, પ્રાણી કર્માધીન છે. ” શાન્તિલાલ: પણ ત્યારે એમને ઠેકાણે લાવવાની આપણી ક્રુજ છે કે નહિ ? ”
66
મહાત્મા:—“ આપણે સન્માર્ગે જતા હાઇએ તા
Page #278
--------------------------------------------------------------------------
________________
શાંતિની શોધમાં
૨૬૩ આપણે બીજાને પણ તે માર્ગ બતાવીએ, તે માર્ગની વિશિછતા તેને ધ્યાન પર લાવીએ, આપણે યેગ્ય સ્થાનકે હેઈએ તે તેને લાભ કરે તે ઉપદેશ આપીએ, પણ મનમાં સમ, જીયે કે જગત જીવ હે કરમાધીના. એ ન સમજે તો આપણે “આપણું” શોધ્યા જ કરીએ. આપણું વિકાસના ભેગે પરની ચિન્તા કરવાની નથી, પરંતુ પરોપકાર એ. આત્મમંથનમાં સહજ પ્રાપ્ય છે. એ તો તું માર્ગે ચડીશ. એટલે કેટલી હદ સુધી પર માટે પ્રયાસ કરે અને કયાં વાત છોડી દેવી તે તને સ્વત: સમજાઈ જશે. સ્વને ભોગે પરમાં પડવા જેવું નથી.”
શાન્તિલાલ:–“એ તો સ્વાર્થની વાત થઈ. આપણે પર પાસેથી જ્ઞાનાદિ મેળવીએ તે પછી પરની સેવા કરવી તેમાં વધે છે હોઈ શકે?”
મહાત્મા–“ તારા સમજવામાં વાત ન આવી. પરની સેવા બને તેટલી કરવી, પરને ઠેકાણે લાવવા બનતે પ્રયત્ન કરે, પરના હિતને ચગ્ય આવકાર આપ, પરંતુ પરનું કરવા જતાં પોતે જ અંદર સપડાઈ જાય તે કડી લેવા જતાં પાટણ પરવારવાનો વેપાર કરવા જેવું થાય. સ્વને અનુલક્ષી જેમ કરવામાં આત્મવિકાસ સાધી શકાય તે લક્ષ્યમાં રાખી તેને અવિધપણે પરની સેવા બરાબર કરવી; કારણ કે પરની સેવા આત્મ ધર્મને જ વિભાગ છે અને સક્રીયરૂપે જરૂર કર્તવ્ય છે.”
શાન્તિલાલ:–“આપની વાર્તાથી મને ખૂબ આનંદથ, પણ આપે જે ગાન ગાયું તે આખું મારે આપની પાસે સમજવું છે. મારી અનેક ગૂંચવણને નિકાલ તે થઈ ગયું છે, પણ
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૪
સાધ્યને માર્ગ
એ ગાનમાંથી મને ઘણું જાણવાનુ મળશે. આજે તા મેડી રાત થઈ છે. આપની અનુકૂળતાએ વાત જરૂર કરશું....... જય પરમાત્મા ! ! !”
આટલું કહી ઉત્તરમાં મહાત્માના ધર્મપ્રાપ્તિના આશીવાદ સાંભળી શાન્તિલાલ ઊઠયા, પાસેના ખિસ્તર પાસે ગયા, થયેલી વાર્તા સંભારતા ચિતવતા ધીમે ધીમે નિદ્રાવશ થઇ ગયા. મહાત્માની ધ્યાનધારા તા ચાલ્યા જ કરતી હતી. તે કેટલા વખત સુધી શાન્ત બેસી રહ્યા. મેાડી રાત્રે તેઓએ પણ ભુમિશયન કર્યું ". કુકડીયા પ્રસારણ કરી તુરત નિદ્રાવશ થઈ ગયા.
“ મહાપુરુષોનાં મનેારાજ્ય અનેરાં જ હાય છે.” . . પ્ર. પુ. ૪૦ પૃ. ૧૩૧} સ. ૧૯૮૭.
Page #280
--------------------------------------------------------------------------
________________
કેટલાક પ્રશ્નો
[૨૧] સમજવા છતાં આમ કેમ? આ પ્રશ્ન અન્યને ઘણી વાર પૂછવાનું મન થઈ આવે છે. એવા પ્રશ્નો અનેક વાર પૂછાતાં સાંભળ્યા પણ છે. વાસ્તવિક રીતે એ પ્રશ્ન પિતાની જાતને પૂછવા જેવું છે. એકાન્ત
સ્થાન ધી, મન સ્થિર કરી, સ્થિર આસને બેસી, ચેતનરાજને પૂછવું કે–આ તે તારા ઢંગ શા? તે કેશુ? તારે અભ્યાસ કેટલો? તારા આદર્શો કેવા? અને છતાં તું શું કરી રહ્યો છે? શેમાં ગૂંથાઈ ગયે છે? તારે અહીં કેટલું બેસી રહેવું છે? અને આ સર્વ શેને માટે કેને માટે? ક્યા ભવ માટે? અને તે સમજુમાં લેખાય છે. તારી ઊંડી ઊંડી માન્યતા પણ એવી જ છે કે તું ચતુર છે. સભ્યતા ખાતર તું જાહેરમાં ન બેલે, પણ તારા ઊંડાણમાં તને તારે માટે મોટપ તે જરૂર છે. એવા સમજુને અનુરૂપ તારું વર્તન છે? તું સામાન્ય જનતાથી જરા પણ ઊંચો આવી શક્ય છે? તારે ખાલી હાથે જ ચાલ્યા જવું છે ને? તે અત્યાર સુધી ઘણું મેળવ્યું એમ દુનિયા કહેતી હોય તે સમજ કે તેં અત્યાર સુધી ઘણું ખાયું છે. તારી જાતને તે વિચાર જ નથી કર્યો. તું પ્રવાહમાં તણાઈ ગયે છે. હજુ તણાતે જાય છે અને છતાં પણ સમજી હવાને તારો નિર્ણય ફરતે નથી. તારામાં લાંબી નજરે-તારા આત્મહિતની નજરે જોવાની “સમજણુ” આવી છે? આવી હોય તે તે સમજણના નિર્ણય અનુસાર તારું વર્તન થયું છે? હવે
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૬
સાધ્યને માર્ગ
આ સમપણાના ફાંકાની વાયડાઈ છેડી દઇ, અંતર્મુખ થા, અને અંતરષ્ટિએ સમાલેાચના કર. સમજણુના ફાંકામાં ખાલી તણાઇ જા નહિ.
*
*
તમે જાગ્યા?
પ્રભાતે આવો સવાલ ઘણી વાર સાંભળ્યો હશે. જાગ્યા છીએ ? કદી ખ્યાલ પણ આવ્યા છે કે ઊંધીએ જ છીએ. જાગનારની આ દશા હાય ? એના કામમાં કાંઇ વ્યવસ્થા હાય, દીર્ઘ નજર હાય, ભાવી પરિણામ તરફ ધ્યાન હાય, હૃદયના વહેણુ હાય. તારામાં એમાંનું કાંઈ પણ છે? ધાળે દિવસે ઊંઘીએ છીએ, આખા દિવસ ઊંઘીએ છીએ, માથુ મૂકીને ઊંધીએ છીએ. હજી પથ લાંખે છે, રસ્તામાં ખાડાખડીઆ પુષ્કળ છે અને ચારલૂટારાના ભય છે. અનેક પ્રકારે કહેવામાં આવે છે કે જાગે, ભાઇ જાગે; પણ આ ચેતનરાજ તા મીઠી નિદ્રામાં હજી ઘેાર્યા જ કરે છે. એને ઊડવાનું મન થતું નથી, એને નિદ્રા મીઠી લાગે છે, એને આળસમાં પડી રહેવામાં મેાજ આવે છે. પણ સૂતાં સૂતાં રસ્તા કેમ કપાશે ? વાટ વસમી છે અને રસ્તા શાધવાના છે. જાગ્યા છીએ એમ માનવાના જરા
પણ ભ્રમ કરવા જેવું નથી. જ્યાં સુધી વ્યવહારનાં અનેક કાર્યો કરવાં છે ત્યાં સુધી જાગૃત સ્થિતિની ભ્રમણામાં પડવા જેવુ નથી. જાગેલાનાં લક્ષણૢ જ અનેરાં હાયઃ જાગેલા તેા રસ્તા શોધે અને સાધ્યને ગાતે. આપણને તે રસ્તાની પણ દરકાર નથી, તા સાધ્યની ઝાંખી પણ કયાંથી થાય ? જાગેલા હાય તે તે! આડુ અવળુ જોયા વગર પથે
Page #282
--------------------------------------------------------------------------
________________
કેટલાક પ્રશ્નો પડી જાય, અને રસ્તે પૂછી આગળ વધે. આપણે તે વર્ષોના વર્ષે ગાળી નાખ્યાં, કાઢી નાખ્યાં, પરંતુ હજુ જ્યાંના ત્યાં ઊભા છીએ. ચેતનને ઢઢેળ, કેડ બાંધીને ઊભા થાઓ અને સાચા જાગે. જાગ્યા પછી આ ચેતનરાજ નિરાંતે બેસે નહિ, એ તો અંદર અને બહાર પ્રગતિ કરવા માંડે. આળસમાં પડી રહેવા જેવું નથી. જાગ્યા છીએ એવી ભ્રમણામાં પડ્યા રહેવા જેવું નથી. ઊંઘમાં વખત પૂરે થઈ જશે તો પસ્તાવાનો પાર રહે તેમ નથી અને આ અવસર વારંવાર આવે તેમ નથી.
આ તમારું ઘરનું ઘર કે ભાડાનું?
બહુ સામાન્ય પ્રશ્ન છે. તમે અનેકવાર તમારા નવપરિ ચિતની પાસેથી આ પ્રશ્ન સાંભળ્યો હશે. ઘરનું ઘર ? કોના ઘરનું? કેમનું? ઘર શું ? કેટલા વર્ષ માટેનું? અત્રેનો વાસ કેટલા વખતન? આવા ટૂંક સમયના રહેઠાણને ઘરનું ઘર કહી શકાય? વધારેમાં વધારે સે વર્ષની જિંદગી ગણે. સો વર્ષ માટે કે તેના એક નાના ભાગ માટે મળે, તે ઘરનું ઘર હોઈ શકે? ધર્મશાળામાં અને એમાં ફેરશે ? આ તો મેળા જેવું છે. એક દિવસ ધમાલ, ગાજવાજા, આવ જા દોડધામ અને બીજે દિવસે તાબૂજ ટાઢાં! પક્ષીએ ઝાડ પર રહેવા માટે માળો બાંધ્યું છે. કદી એ માળાને પિતાના ઘરનું ઘર માનવાની ધૃષ્ટતા કરશે? પામર મનુષ્યની ધૃષ્ટતા તે જુઓ. એ વેચાણખત કરાવશે, તે આકાશથી પાતાળ સુધીના અને પાવરચંદ્ર વિવારે ના હકકો તેમાં લખાવી લેશે; પરન્તુ આકાશ સાથે મારે સંબંધ છે? અને પાતાળમાંથી સોનાના ચરુ કાઢવા છે? આ કેવા વાયડા
Page #283
--------------------------------------------------------------------------
________________
૧^^/
w"
સાધ્યને માગે વેડા છે? તું કોણ? તારું વિશ્વમાં સ્થાન શું? તે આકાશપાતાળને અભ્યાસ પણ કર્યો છે? ત્યાં શું છે તે જાણે છે? તું જેને ઘરનું ઘર માનતા હો તેની નીચે પાંચ વાર ઊંડું ખાદ્ય હોય તો ત્યાં જઈ પહોંચવા તું સમર્થ છે? ત્યાં રહી શકે તેમ છે? ખાલી ધૃષ્ટતા છે! ખોટાં બાચકાં છે! અને ઘરનાં ઘર માનનારા પણ અનેક ચાલ્યા ગયા એમ તેં નજરે જોયું છે. તારી સાથે ઘરનું ઘર કે ભાડાનું ઘર આવવાનું નથી. આ તે એક વિસામે છે. દુનિયા અનેક વર્ષોથી ચાલ્યા કરે છે. તું નહોતું ત્યારે ચાલતી હતી, તું અહીંથી અન્યત્ર ગયો હઈશ ત્યારે પણ ચાલવાની છે. તારી નજરે મોટા લાગે તેવા ગયા, પરંતુ દુનિયા એક દિવસ પણ અટકી નથી. ઘરનાં ઘર કરવાની કે માનવાની ભ્રમણા છોડી દે અથવા ઘરનાં ઘર કોને થાય? અને તે પણ કયારે થાય? તેની વિદ્યા શીખી લે અને તે પ્રમાણે આચરણ કર.
ડાહ શેની? ગમે તે સ્થિતિમાં પ્રાણી હશે, પણ એને ફુરસદ ભાગ્યે જ હશે. એ આખે વખત દેડાદોડ કરતે હશે. સંસારની દેટે તે તમે જાણે છે, પરંતુ ધાર્મિક ક્ષેત્રમાં પણ એની દડદડ ચાલુ જ છે. માત્ર ધર્મને ઉપરઉપરને
ખ્યાલ કરનાર હોઈ આ રીતે સ્વર્ગ મેળવું, એ કામ કરી દેવલોક મેળવું, કે કે અમુક જાપ જપી આપત્તિઓને દૂર રાખું, કે મંત્રે બેસીને કલ્પનાએ ઊભા કરેલા ભૂતરાક્ષસને દૂર કરું–આવા આવા અસ્પષ્ટ ખ્યાલમાં એ હોય છે. અથવા તીર્થ જવાથી હૃદયને નાથ મળશે કે ખૂબ સ્નાન કરવાથી પવિત્ર થવાશે કે ખૂબ
Page #284
--------------------------------------------------------------------------
________________
કેટલાક પ્રશ્નો
૨૬૯ પિકાર કરવાથી એને પ્રભુ રીઝી જઈ એને તેડી જવા વિમાન લઈ આવશે કે ઘણું મંદિરે દેડાદોડ કરતાં દર્શન કરવાથી ભગવાનનો ભેટો થઈ જશે-આવી આવી અનેક. બમણુમાં એ દોડે છે, અન્યને ભેજન આપે છે અને જ્યાં ત્યાંથી હુકે રસ્તે અમરત્વ બહારથી આવી પડશે એમ ધારી, ફાંફા મારે છે; પરન્ત ભાઈ! તારે જોઈએ છે તે તારી પાસે જ છે, એને બહારથી લેવા જવાનું નથી, એ માગ્યું મળે. તેમ નથી, આખું અપાય તેમ નથી અને એને આપનાર અન્ય કેઈ નથી. ત્યારે આ સર્વ દેહાદેડ શેની છે? એ તદ્દન સમજ્યા વગરની સ્થિતિનું પરિણામ છે. મન્દિર મન્દિર દેડનાર પતે કેને શોધે છે? તે વિચારતો નથી. અન્દર રત્ન તે બેઠેલ જ છે, માત્ર ઊંઘે છે, પિતાનાં પ્રકાશ અને વીર્યની એને ખબર નથી, એ પોતાને ઓળખતે નથી એણે એ આ કેફ કરેલ છે કે એની પરીક્ષકશક્તિ કુકિત થઈ ગઈ છે, પિતાની પાસે છે તેને એ બહાર શોધવા દોડે છે અને નકામા આંટા માર્યા કરે છે. એનાથી સ્વર્ગાદિ મળે તે અંતે પાછું અરઘદૃઘટિકામાં જ પડવાનું થાય છે. જરા પિતાની જાતને ઓળખે, એની ગુપ્ત શક્તિઓને ઓળખે અને અજ્ઞાનને દૂર કરે. પ્રકાશ વગર ફાંફાં છે. અવ્યવસ્થિત પ્રયત્નો કરવામાં મોટો સમય કાઢી નાખે છે. હવે ટાઢા પડે, ધીરજ રાખે, અને સ્થિરતા સમજી. અંદર બેઠેલાને જગાડે. બેટા આંટા મારવા બંધ કરે..
તમે આ શું બોલ્યા? દરેક બાબતમાં બોલવું જ જોઈએ એ કાંઈ નિયમ.
Page #285
--------------------------------------------------------------------------
________________
ર૭૦
સાધ્યને માગે નથી અને બોલવું તો કેવું બેલિવું? કયારે બેલિવું? શા માટે બોલવું? એને તમે વિચાર કર્યો છે? નીચેના નિયમ વિચારશે તે ઘડ બેસી જશે. . (૧) મુખ છે માટે બોલવું જ જોઈએ એ વિચાર મૂર્ખતાથી ભરેલું છે.
(૨) બેલવાથી શક્તિ વેડફાય છે તેથી ખાસ કારણ વગર બોલવું નહિ એ નિયમ અનુકરણીય છે.
(૩) શક્તિને ઘણો ઉપગ છે માટે વિના કારણે તે વાપરી નાખવી નહિ.
(૪) સત્ય બોલવું, સંપૂર્ણ સત્ય બોલવું અને સત્ય વગરનું કાંઈ પણ ન બોલવું.
(૫) સત્ય હેય છતાં સાંભળનારને પ્રિય ન લાગે એવું ન બોલવું. વાણીની મીઠાશ કદાપિ મૂકવી નહિ.
(૬) પ્રિય હોય તે પણ કેટલીક વાર હિતકારક હેતું નથી. સ્વપરને હિતકારક હોય તેવું જ બોલવું. * (૭) આપણે કેઈને તાર કરતાં હોઈએ ત્યારે તારમાં જેમ ઓછામાં ઓછા શબ્દ વાપરીએ છીએ તેમ જરૂર પૂરતું જ
લવું. ચાર શબ્દથી ચાલે તે પાંચ ન બેલવા. ' (૮) આઘુંપાછું કરી, અતિશયોક્તિ કરી, સત્યને ગેપવી બેલવું નહિ. એ અસત્યની કક્ષામાં જાય છે. * (૯) વ્યાક્તિ, અતિ કે કટાક્ષમય બલવાની કદી પણ ટેવ પાડવી નહિ.
(૧૦) “ન બોલ્યામાં નવ ગુણ” એ કહેવત ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે.
(૧૧) “કયાં છે ?”ની જાણીતી કથા ખાસ
Page #286
--------------------------------------------------------------------------
________________
કેટલાક પ્રશ્નો
• ૨૭t ધ્યાનમાં રાખવા ગ્ય છે. વિના કારણ ન બોલવું તેમાં જ સાર છે.
(૧૨) “બહુ બેલે તે બાંઠે” એ સૂત્ર ઘણું અનુભવને અંતે ભાષામાં સ્થિત થયેલું છે. | (૧૩) બોલતી વખતે અંદરના ભાવથી બેલાયું છે તે ચહેરો રાખવો. * (૧૪) શરીરના હાવભાવ ભાષાને અનુરૂપ હોવા જોઈએ. . (૧૫) સ્કૂળ, માનસિક અને નૈતિક એ ત્રણે ભાષામાં
એકી સાથે બોલવાની ટેવ પાડવી ઘટે. . (૧૬) મુખ્ય સૂત્ર ન બોલવાનું, પ્રસંગ હોય ત્યારે અથવા ચિરસ્થાયી લાભને કારણે જરૂરી હોય તેટલું જ બોલવાનું અને નિયમ તરીકે “મને સર્વાધિ !” એ ત્રણેની વચ્ચે વિવેક રાખવાનો છે.
:
તમે ક્યાં ચાલ્યા ? - સાદે પણ ચાલુ સવાલ છે. પણ ભલા! તે કયાં જાય છે એનું તારે શું કામ ? તે પિતાના ગમે તે કામસર જતો હેય તે તને જણાવવા જેવું હોય કે ન પણ હોય. દરેકને ચાલવામાં કોઈ પણ હેતુ હોય છે. આપણે સમજુ અને વિચારવાનને માટે ધારીએ કે તે પ્રજન વગર પ્રવૃત્તિ નહીં જ કરતે હોય, પરંતુ તે ગમે તે હેતુસર જાતે હિય, તેની સાથે તારે શું સંબંધ ? આવી જિજ્ઞાસા રાખવી
એ મનની તુચ્છતા અને જ્ઞાનની અલ્પતા બતાવે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે એવો પ્રશ્ન પૂછવો એ અસભ્યતા ગણાય
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૨
સાધ્યને મા
છે. વળી ચાલનાર સર્વ આગળ ગતિ જ કરે છે એમ માનવાનુ કાંઇ પણ કારણ નથી. અનેક પ્રાણીએ ચાલવા છતાં પાછળ હઠતા હૈાય છે, કેટલાક ધેારણ વગર ચાલે છે અને કેટલાક વિશિષ્ટ ઉદ્દેશ ખાતર ચાલે છે. આપણેા પ્રશ્ન અનુકરણ માટે નથી હોતો, ઘણી ખરી વાર પ્રશ્ન પૂછવા ખાતર જ હાય છે અને અનેક વાર તુચ્છ જિજ્ઞાસાવૃત્તિમાંથી ઉદ્ભવે છે. પ્રશ્નના જવાબ આપનારને સવાલ ઉડાડવા પડે અથવા ‘સહેજ ચાલી નીકળ્યેા છું' એવા મેગમ ઉત્તર આપવા પડે, અથવા અસત્ય ઉત્તર આપવા પડે એ ત્રણે પ્રકારમાંથી એકે સ્થિતિ ઉત્પન્ન કરવાના નિમિત્ત થવાના તારો અધિકાર નથી. ખલકના કાજી થવાની અને અન્યના કાર્ય ઉપર અભિપ્રાય આપવાની વૃત્તિ ધ્રુમાવવા યાગ્ય છે. તારે તારી પાતાની અનેક ચિંતા હશે, તારા વ્યવસાયે વિવિધ હશે તેની તું ચિંતા કર તેા ખસ છે. પારકાની ચિન્તા કરવામાં સ્વ કે પરતું હિત નથી અને અનેક જંજાળ યુક્ત જીવનમાં એક ત્રાસ વધારવાની તુચ્છ રીતિ છે. એ વૃત્તિ ઉપર સામ્રાજ્ય અભ્યાસથી આવી શકે તેમ છે. આવા નિરર્થક પ્રશ્નને કરવા નહિ. “ ક્યાં એઠા ? ” “ કેમ, જમ્યા ? ” એ તે પ્રશ્ન ખાતર જ પૂછાયલા પ્રશ્નો છે, પણ સ્વત: નિર્દોષ છે. વચનવિલાસમાં ખૂબ સભાળ રાખવા ચેાગ્ય છે. સામાની પરિસ્થતિમાં જાતને મૂક્વાનુ શીખવા જેવુ છે.
,,
*
*
તમે કચે રસ્તે આવ્યા ?
અરે! અમે ગમે તે રસ્તે આવ્યા તેની તમારે શી પંચાત છે? ડાબે રસ્તા લીધે કે જમણા, વાંકે રસ્તા લીધા કે સીધા, આડાઅવળા રસ્તા લીધે કે રાજમાર્ગ લીધેા
Page #288
--------------------------------------------------------------------------
________________
કેટલાક પ્રશ્નો
૨૦
તેના પ્રશ્નન પૂછવાનું તમારે શુ કામ છે? મુદ્દો એક જ હાવા જોઈએ કે ગમે તે રસ્તે પણ અહીં આવી પહોંચ્યા છીએ. કોઈના રસ્તા ટૂંકા હાય, કોઈના લાંબા હોય, કોઈના વાંકઘાંકવાળા હાય, પરન્તુ સર્વને અ ંતે અહીં આવી પહોંચવુ છે. તે ક્યે રસ્તે આવ્યા ? એવા સવાલ પૂછી શાટે ગૂંચવણુ ઊભી કરવામાં આવે છે? કાઈ પણ ઠેકાણે પહોંચવાના અનેક રસ્તા હેાય છે. કાટની એડ઼ીસે પહોંચવુ હાય તે કાઇ ટ્રામમાં આવે, કાઇ બી. મી. ની ગાડીમાં આવે, કેાઇ જી. આઇ પી. ની ગાડીમાં આવે, કાર્ય માટરમાં આવે, કાઇ ભાડાની વિકટારીઆમાં આવે, કાઇ પગે ચાલીને આવે, કાઇ કા માર્કેટથી આવે, કાઈ કાલાએથી તદ્દન ઊલટી દીશાએથી આવે, કેાઈ માંડવીમાંથી ફલ્ટન રોડને રસ્તે પણ આવે. આવવાનાં સાધનો અને રસ્તાઓના પ્રશ્ન નિરર્થક છે. જેને જે સાધન પ્રાપ્ત થાય તેને તે સવા લાખનુ છે અને તે સાધન જ બીજાને માફક આવે તે જેમ નિણી ત ન કહી શકાય તેમ તે ખાતુ છે એવો આક્ષેપ પણ ન કરી શકાય. સાધ્યની એકતા હોય તે સાધન માટે ચર્ચા કે વિવાદ કરવા એ તે ખાલીશતા ગણાય. એ પ્રશ્ન પણ અસ્થાને છે અને એની ચર્ચા શૂન્ય છે. સમજી હોય તા એક જ મુદ્દો જુએ: એફીસે આવ્યા એટલે એને સતષ થાય. અમુક માગે અને અમુક સાધને જ એડ઼ીસે પહોંચવું એવો આગ્રહ સમજીનો ન હોય. એમ છતાં માર્ગ અને સાધનના પ્રશ્નોમાં સાધ્યને દબાઇ જતું આપણે નિરન્તર જોઇએ છીએ, પ્રશ્નની નિર
તા અને સાધ્યની સાપેક્ષતાવાળાનું કર્તવ્ય. આમાં સ્પષ્ટ જણાય છે.
18
*
Page #289
--------------------------------------------------------------------------
________________
સાદથને માગે
-
કેમ ભાગ્યા? અરુચિકર વાત સાંભળતાં, અનિષ્ટ બનાવ બનતાં, ન ગમે તેવો દેખાવ જોતાં માણસ ત્યાંથી નાસવા માંડે છે. પરંતુ ભાઈ ! નાસીને ક્યાં જશે ? કાર્ય કરીને પછી પ~િ ણામે ભેગવતી વખત ભાગનાશ શા માટે કરવી ? “વાવીએ તેવું જ લણીએ ” – એ ઉક્તિ બરાબર છે. જાર વાવીને ઘઉ પામવાની આશા રાખવી ખોટી છે. એ સર્વ વિચાર વાવતી વખતે કરવો હતે. કાર્તિક મહિને કણબી ડાહ્યો થાય એમાં કાંઈ વળે નહિ. અક્કલ તે અશાડ મહિનાના ડહાપણમાં છે. હિસાબ, ગણતરી અને લાંબી નજન્મા દષ્ટિપાત વગર આપણે આજુબાજુ શું જોઈએ છીએ? એનાં પરિણામે સહન કયે જ છૂટકે. અને નાસીને પણ કયાં જશે ? નાસીને સાતમે પાતાળ પેસશે તે પણ તમારી સાથે લાગેલાં કર્મો તમને છોડશે નહિ. તમે રેલ્વેમાં બેસી નાસશે, તે એ એજીનમાં બેસી તમે જ્યાં જશો ત્યાં એ તમારી પહેલાં પહોંચી જશે. સાથે સાથે એક બીજી વાત ધ્યાનમાં રાખવા જેવી છે. સંગે અનુકૂળ હોય, વય યુવાન હય, શરીરશક્તિ સારી હોય, ત્યારે – અત્યારે, સહી લેવામાં મજા છે, નહિ તે પરાધીનપણે ખમવું પડશે ત્યારે પાર વગરના નિવાસ નાખવા પડશે અને ત્યારે ધીરજ દેનાર પડખે કઈ પણ ઊભું રહેશે નહિ. તમે એક બળદ કે ઘોડાનાં પરાધીન જીવનનો
ખ્યાલ કરે. એને ઊંઘવું હોય ને ઘણી એને ગાડી સાથે જોડે, એને તરસ લાગી હોય, ભૂખ લાગી હોય તે પણ વેઠ કર્યા સિવાય છૂટકે થતું નથી. એ મહેં બાંધીને માર આવા કરતાં અત્યારે ખમી ખાવું–સહન કરી લેવું સારું
Page #290
--------------------------------------------------------------------------
________________
કેટલાક પ્રશ્ના
૨૭૫
છે. દેવુ... દીધા વગર તા છૂટકા નથી. કરતાં પાછુ જોયુ નથી, તા પછી સહન કરતી વખતે આ નાસભાગ શી? એ નાસભાગ તમને હીનસત્ત્વ મનાવે છે, નખળાપાચા કરી મૂકે છે; માટે આવે તે દુ:ખો સમભાવે સહન કરો, સહન કરવુ એ પણુ એક જાતની લ્હાણુ છે . એમ માના અને ભાગવાની નાસવાની વાત તા કાયર દરિદ્રીની હાય, નપુંસક ડરપેાકની હોય, એ સમજો. તમને એ શોભે નહીં.
*
*
*
છે. ૧. પ્ર પુ ૪૯. ૫ ૨૫૪-૨૮૩-૩૧૭
}
==
સ. ૧૯૮૯
Page #291
--------------------------------------------------------------------------
________________
સમુદ્રતીરે મિત્રગેષ્ટિ
[૨૨] જ્યારે ચારે તરફ અનેક પ્રકારની ધમાલ થતી હોય, વાતાવરણમાં યુદ્ધની વાત ચાલતી હોય, ચોતરફને રંગરાગ ગૂંચવણ ભરેલું હોય, તેવે વખતે શાંત વિચારે આવવા મુશ્કેલ છે.
છતાં બે મિત્રો એક દિવસ સાંજે વરલીની ચપાટી ઉપર એકઠા થઈ ગયા. બન્ને ખૂબ વિચારક હતા, અનેક ગૂંચવણવાળા પ્રસંગમાં મનને શાંત રાખી શકે તેવા હતા, પશ્ચિમના નવયુગના વાતાવરણને સમજનાર હતા, પૂર્વકાળના ચાલ્યા આવતા રિવાજો નિયમને અને રીતભાતોને યેગ્ય સન્માન આપનાર હતા, વિવેકી હાઈ વસ્તુતત્વ શોધવામાં મહા પ્રયાસ કરનાર હતા, કેઈ પણ પ્રકારના આગ્રહને સ્થાન આપનાર ન હોઈ દલીલને સમજનારા હતા, પિતાની ભૂલ સમજવા માટે તૈયાર હતા અને તે સ્વીકારવામાં મેટું મન રાખનારા હતા.
તેઓએ ચોપાટી ઉપર ભ્રમણ કરવા માંડ્યું. સૂર્ય અસ્તાચળ ઉપર આવી ગયો હતો. અને મિત્રો ફરતા ફરતા સામેના નાના બગિચાના પગથિયા ચઢી ગયા. બગિચામાં ચાર પાયરીઓ હતી. બીજી પાયરીના એક બાજુના બાંક પર બને બેસી ગયા. વાતાવરણ શાંત હતું અને કેઈની આવજા ન હોવાથી વાતમાં ભંગ થવાના પ્રસંગે વિરલ હતા.
Page #292
--------------------------------------------------------------------------
________________
સમુદ્રતીકે મિત્રાિ
બન્ને મિત્રો વચ્ચે શાંતિપૂર્વક ખૂબ વાર્તા થઈ. એ વ્રતામાંની કેટલીક ખાસ અગત્યની હાઈ અત્રે ઉતારી છે. ખૂબ ઊંડાણમાંથી એ વિચારધ્વનિ નીકળ્યો હાય એમ લાગે છે. એને એકદમ વાંચી જવા જેવા નથી, તે પર સ્વતંત્ર વિચાર કરવા જેવા છે. એમાં અક્ષરગી અનેક પ્રશ્નો આવે છે, તેથી જરા પણ વિચારમાં ન પડી જતાં એ પ્રશ્નો પચાવવા પ્રયત્ન કરવેા અને તે પર વધારે વિચારશ કરવા. વિચારજાગૃતિના આ કાળમાં એવા પ્રશ્નો ઘણાના માનસમાં થતા હશે. તેમને આ વિચારસરણીમાં કાંઈ જાણુવાનું મળશે એમ ધારી આ વિચારઘટનાનું અવતરણ કર્યુ છે. એમાં અગત ટીકા કરવાના હેતુ નથી, પણ સમાજના પ્રશ્નોનું ખારીક અવલેાકન છે એ લક્ષમાં રાખવું. અહીં વિચારસ્પષ્ટતા માટે એટલું જણાવવું પ્રાસંગિક ગણાશે કે અન્ને વાત કરનાર મિત્રો શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં જન્મેલા હતા, એ ધર્મના અનુયાયી હતા અને બન્ને ગ્રેજ્યુએટ થયેલા હૈાવા ઉપરાંત એક વ્યાપારમાં અને બીજે અન્ય ધંધામાં એમ અન્ને સારી રીતે ગેાઠવાઇ ગયેલા હતા. અન્નની સ્થિતિ સારી હતી અને વય આધેડ લાગતી હતી. તેમની વાર્તાના સાર ઉતારી લઇએ.
*
*
5.
*
*
*
પ્રથમ વાર્તા સંવત એક હજાર પહેલાં જૈનધર્માંની કેવી વ્યવસ્થા હશે? તે પર ચાલી. તે વખતે જૈન કામ હશે કે ૫થ હશે કે તત્ત્વજ્ઞાન હશે? તે પર ખૂબ ચર્ચા ચાલી. ગચ્છે બધાયાના સમયની પહેલાં જૈન તત્ત્વજ્ઞાનની અને ક્રિયામાની કેવી વ્યવસ્થા હશે તે પર વાતા ચાલી.
Page #293
--------------------------------------------------------------------------
________________
રા,
સાધ્યને માગે. શ્રી હરિભદ્રસૂરિએ મુક્તકઠે કહ્યું છે કે “મારે મહાવીર ભાઈ નથી અને મારે કપિલ વિગેરે તરફ દ્વેષ નથી, જેનું વચન યુક્તિસંગત હોય, જે દલીલથી બેસે તેવું હોય, તેને સ્વીકાર કરે.” આ કેટલી વિશાળતા! એમાં દંભ નથી, ગેટ નથી, આડે રસ્તે ઉતારવાનો પ્રયત્ન નથી. એ સત્યના શેાધક હતા, સત્યની પ્રાપ્તિ માટે મહા પ્રયાસ કરનાર હતા, સત્યને કોઈ પણ પ્રકારે પવનારા ન હતા અને ગમે ત્યાંથી સત્ય મળે તે તેને સ્વીકાર કરનારા હતા. એને મારાતારાની ભાવના જ ન હતી, એને સત્ય શોધવું હતું અને સત્ય ખાતર એ સર્વસ્વમો ભેગ આપવા તૈયાર હતા.
એ હરિભદ્રસૂરિએ ષદર્શન સમુચ્ચય ગ્રંથનું મૂળ લખ્યું. તેના માત્ર ૮૭ લેક છે. એ આખો ગ્રંથ લખતાં એમના પેટમાંથી પાણું ચાલ્યું નથી, એમની વાણમાં રેષ કે પ્રસન્નતા આવ્યા નથી, એ વિશાળ ગ્રંથમાં જરા પણ આગ્રહ નથી, કે દમ દઈને પરાણે જેન બનાવવાની સૂચના પણું નથી. છ દર્શનનું સ્વરૂપ લખવું, લખનાર જોન હોય, છતાં બાકીનાં પાંચે દર્શનને બરાબર ઈનસાફ આપે, અને જેનની વાત જે ભાષામાં લખી હોય તેવી જ સેમ્ય ભાષામાં પાંચે દર્શનની વાત કહી જવી અને એટલી ટૂંક સંખ્યાના ભાવગભિત શ્લોકમાં સર્વ રહસ્ય બતાવવું અને છતાં અંગુલીનિર્દેશ કરી ચાલ્યા જવું, એ સનાતન જૈનની સમુચ્ચય દૃષ્ટિની આદર્શ વિશાળતા છે. . પણ ખરી મજા તે એમના શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગંથમાં આવે છે. ત્યાં એમણે દરેક દર્શનની તપાસ કરી છે છતાં પિતાનું તટસ્થપણું બરાબર જાળવ્યું છે. જ્યાં સુધી
Page #294
--------------------------------------------------------------------------
________________
સમુદતીરે મિત્રષ્ટિ
૨% અમુક તત્વજ્ઞાન એક મત કે પંથમાં ઊતરી જતું નથી અને જ્યાં સુધી એ પિતાનું શુદ્ધ દર્શનત્વ જાળવી શકે છે, ત્યાં સુધી એનામાં કેટલી વિશાળતા હોય છે એ સમજવા માટે શ્રી હરિભદ્રસૂરિને બહુ ઊંડે અભ્યાસ જરૂરી છે. તેઓશ્રીના પંચાશક દશક વિગેરે ગ્રંથ જોતાં કિયામાર્ગની અગત્ય તેઓ પૂરતી સ્વીકારે છે, પણ ક્રિયામાં સર્વસ્વ હોય એમ તેઓ કદી બતાવતા નથી. જ્ઞાનક્રિયાના સહચર્યને તેઓ બરાબર સમજાવે છે અને તે પ્રમાણે તે સમયનું વર્તન હોય એવા એમના ગ્રંથમાં અનેક સ્થાનકે પૂરાવા દેખાઈ આવે છે.
આવી મહાન વિશાળતા અને સાથે લબ્ધલક્ષ્યપણું એક હજાર વર્ષ પહેલાના આચાર્યોમાં બરાબર દેખાઈ આવે છે. તેઓ એમ માનતા કે કવેતાંબર હોય કે ગમે તે હોય, જેને આત્મા સમભાવથી ભાવિત હોય તે જરૂર મોક્ષ મેળવે છે અને તે વાતમાં સંદેહ નથી. એમને બાહ્ય વેશ ઉપર મેહ નહોતે, એમને તે અંતર રાજ્ય કેવું વર્તે છે, ત્યાં શાંતિ સમતા છે કે ઉકળામણ છે એ જોવાનું હતું. એમનું લક્ષ્ય દેખાવ કરતાં અંતર તરફ વધારે હતું.
પરમસહિષ્ણુતા તે વખતે એટલી સુંદર હતી કે દરેક ઊંડા ઊતરી વસ્તુ સ્વરૂપ તપાસતા અને સત્યના જે અશે મળે તે હાંસથી સ્વીકારતા અને પ્રત્યેક મત કે સંપ્રદાયને તેટલા પૂરતું માન આપતા.
શ્રી સિદ્ધર્ષિ ગણીએ પિતાની ઉપમિતિભવપ્રપંચા કથામાં આખા ગ્રંથને જોડે એક વૈદ્યની કથા લખી છે
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮૦
સાધ્યને માગે. (પ્રસ્તાવ ૮ પ્રકરણ ૨૦). એ કથામાં એમણે ખૂબ વિશાળતા બતાવી છે. એમણે અનેક પ્રકારના વૈદ્યોની શાળાની તપાસ કરીને છેવટે તેનું રહસ્ય સમજાવ્યું છે, સાધ્યપ્રાપ્તિ માટે ભાવવિશુદ્ધિ ઉપર જ પૂબ ભાર મૂક્યો છે અને બાહ્ય વેશ માટે ચિંતા ન કરવાનું કહ્યું છે. વ્યાપકભાવ અને વિશાળળતાના દર્શન કરવા હોય તે ત્યાં જોઈ લેવા જેવું છે.
એ વિશાળતા કેઈ કાઈ પ્રસંગે શ્રીમાન હેમચંદ્રાચાર્યમાં પણ જોવામાં આવે છે. ખાસ કરીને એમના સમયમાં તેમણે શ્રી સિદ્ધરાજની રાજસભામાં “ચારિજિયની ચાર ન્યાયને અંગે જે વિશાળતા બતાવી છે તે અનુપમ છે. એમને રાજસભામાં નિરંતર બ્રાહ્મણે સાથે લડવાનું હતું. સિદ્ધરાજનું વલણ બ્રાહ્મણે તરફ હતું. હેમચંદ્ર રાજાને કહ્યું કે ધર્મ સંબંધી સત્ય તે જેવી રીતે બ્રાહ્મણની સ્ત્રીને ઝાડની નીચેની સર્વ વનસ્પતિમાંથી જરૂરની વનસ્પતિ મળી ગઈ એમ મળે છે. સત્ય વનસ્પતિ ક્યાં હતી તેને સવાલ જ નહોતે, પણ પતિને વૃષભને બદલે પુરુષ બનાવવાનું સાધ્ય હતું. સાધ્ય સ્પષ્ટ હોય તો તેની પ્રાપ્તિ માટે પ્રયાસ કરે. કઈ વનસ્પતિથી પતિ મનુષ્ય થયો એના ઝગડામાં પડવાનું જ ન હોય. તેને પતિ મનુષ્ય થયે એ સાચી વાત છે અને તે પ્રયત્ન કરવાગ્ય છે. સત્યશોધન માટે, સાધ્ય પ્રાપ્તિ માટે સર્વ વનસ્પતિ ભેગી કરવાની જરૂર છે. આ વાતમાં મહાન સત્ય છે અને તે પ્રાપ્ત કરવું, તેને પચાવવું એ આકરું પણ જરૂરી ક્તવ્ય છે. વિશાળ હદય વગર અને વિશ્વદર્શનની આવડત વગર એ અશકય છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
સમુદ્રતીકે મિત્રગાષ્ટિ
સંવત એક હજાર પહેલાના આચાર્યો સ દનામાંથી સાર લેતા હતા, દરેક એવારેથી પાણી ભરતા હતા અને લગભગ દરેક દનમાં અંશ સત્ય જરૂર છે એમ સ્વીકારતા અને મનાવતા હતા, માટે ભાગે કાઈ દર્શનને મિથ્યામતિ કે દુતિ કહેવાની ઉતાવળ કરવાને બદલે ત્યાંથી સત્ય ખેંચી લાવતા હતા અને વિશાળતાપૂર્વક તેને તેટલા પૂરતા
સ્વીકાર કરતા હતા.
૧૮૧
vis
એ યાગાચાર્ય પતજલી ઋષિ માટે વાતા કરે તે તેને માટે પણ મહામતિ વિગેરે વિશેષણે મૂકે. આ સર્વ વાત એકદરે એમ હતી એમ સમુચ્ચયે કહેવાય. એ સર્વ વિશાળતા ક્યાં ગઈ ? સત્યશોધન ગમે ત્યાંથી કરવાની બુદ્ધિ ક્રમ ચાલી ગઇ ? જૈનમાં જ સર્વ સત્ય છે અને અન્યત્ર સત્ય કે સત્યાંશ હોઇ શકે નહિ એવી બુદ્ધિ કયાંથી આવી? અન્યના ગ્રંથ વાંચવાથી પણ મિથ્યાત્વ લાગે એવા ઉપદેશ કેમ શરૂ થયા ? અન્ય દષ્ટિબિટ્ટુએ સમજવાની વાત ઉપર હડતાલ કેમ દેવાણી ? મડનાત્મક શૈલીને બદલે ખંડનાત્મક શૈલી કેમ ચાલી ? અન્યના તત્ત્વજ્ઞાન કે અનુષ્ઠાન માટે વિચાર કરતાં મનની શાંતિના ભંગ કેમ થવા માંડયા ? અને · સારૂં' તે મારૂં ' હતું તેને બદલે મારૂં તે સારૂં ક એવી મન્યતા કેમ થતી ચાલી ?
પછી અને મિત્રો નય અને તરફ ઊતરી ગયા. તેમને જણાયુ કે કરતાં દરેક દર્શનમાં અશ સત્ય એટલે તેટલે અંશે તેનેા સ્વીકાર કરવા ઉચિત ગણાય. આ અશ સત્યના સ્વીકાર કરવાની ઉદારતા બતાવાઈ હોત ત
જરૂર છે,
પ્રમાણના વિચાર નયની રીતે વિચાર
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૨
સાધ્યને માગે. ધર્મના ઝગડા જેવું રહેત નહિ એમ પણ તેમને લાગ્યું. નય અને પ્રમાણુની વાતો જનતા પાસે વિશિષ્ટ પ્રકારે સારી સાદી ભાષામાં મૂકવા ગ્ય છે અને તે જ્યારે મૂકાશે ત્યારે જૈનધર્મનું વિશિષ્ટ સત્ય જગત સન્મુખ મૂકવા માટે જેનોએ પદ્ધતિસર કાંઈ પ્રયાસ કર્યો નથી એમ તેમને લાગ્યું. શાસ્ત્રમાં સર્વ વાતે જરૂર છે, પણ લેકેના લક્ષ્ય પર આણવા માટે તેને જે સાદા અને સુગમ્ય આકારમાં મૂકવી જોઈએ તે બહુવિધ પ્રયાસ થયો નથી એ વિશાળતાના વિરેાધક તત્વની તેમને ભાળ લાગી.
તેમને એમ થયું કે નય અને સપ્તભંગિની હકીક્ત બરાબર રજુ કરવામાં આવે, અનેક પ્રકારે રજુ કરવામાં આવે અને સાદામાં સાદી રીતે રજુ કરવામાં આવે તો જૈન તત્વજ્ઞાનની વિશાળતા અને સહિષ્ણુતા બરાબર પ્રકટ થાય. અત્યારે વાદવિવાદનો સમય નથી, અત્યારે જ્ઞાનપિપાસા લેમાં જરૂર જાગી છે; એમને યોગ્ય પરિભાષામાં જૂદી, જૂદી રીતે વાનકી પીરસવામાં આવે તે જૈનધર્મ એના અસલ દર્શન સ્વરૂપે અતિ વિશાળ આકારમાં રજૂ થાય અને એનું સર્વસંગ્રાહી સ્વરૂપ જગત નીરખી શકે.
એમ કરવા માટે અન્યને મિથ્યાત્વી કે દુર્મતિ કહેવામાં લાભ નથી. એમને તો એમ કહેવું જોઈએ કે “તમે કહે છે તેટલી વાત ઠીક છે, પણ તેમાં સંપૂર્ણ સત્ય નથી. ? એના અંશસત્યને ખ્યાલ આપી, પછી વાત આગળ ચલાવવામાં આવે, તે જૈન ધર્મ ને સંગ્રહ કરી પિતાનું સર્વમત્વ સાધી શકે.
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૮૩
છે
કે
* ૧
*
*
/
M
, *
* * *
* * *
સમુદ્રતીરે મિત્રગોષ્ટિ
એ વાત ચાલતાં અને મિત્રો વચ્ચે એક બીજી વાત નીકળી પડી. વસ્વરૂપના દર્શન કરાવવાના પ્રારંપાદક શૈલી ગ્ય ગણાય કે ખંડનાત્મક પદ્ધતિ વધારે કારગત નિવડે ? એ પર વાતો ચાલી. ખંડનાત્મક શૈલીમાં ખૂબ આવેશ હેાય છે, કેટલીક વાર ધર્મના ઝનુનમાં આકરી ભાષા આવી જાય છે અને પછી રામા સાંભળનારને નરમ પાડવા હેત્વાભાસવાળી ભાષાશૈલી વપરાઈ જાય છે. બેલનારને ઈરાદે કેટલીકવાર શુભ હોય તો પણ ખંડનાત્મક શિલીથી ધારેલ પરિણામ નીપજાવી શકાતું નથી, અનેક વખત તેથી કચવાટ વધે છે અને સમજાવટ ને બદલે દુશ્મનાવટ થાય છે. જેના લેખકેમાં કેટલાક ખંડનાત્મક પદ્ધતિ
સ્વીકારનારા પણ થયા છે, પણ તેમને લાભ સામાને મળે, હોય એ પ્રસંગે ભાગ્યે જ બન્યું છે અને પરિણામે તેથી પ્રયાસ નિષ્ફળ ગયા છે. નિષ્ફળ પ્રયાસની વિપરીત અસર વક્તા ઉપર પણ થાય છે અને તે ઘણીવાર એટલો ઉશ્કેરાઈ જાય છે. કે એને પછી વિવેક રહેતા નથી.
હાલમાં કઈ બીનઅનુભવી સાધુ જાહેર રીતે પ્રતિપાદન કરે છે કે “પ્રત્યેક ધર્મપ્રેમી મનુષ્યની ફરજ છે કે એણે ખંડનાત્મક પદ્ધતિને સ્વીકાર કરવો. પિતામાં ધર્મને જુસ્સ છે એમ બતાવવાની લાલસામાં એમણે મનુષ્યસ્વભાવ અને વર્તમાન જ્ઞાનકાળની વિશિષ્ઠ પદ્ધતિને ખ્યાલ કર્યો નથી. ખંડનાત્મક પદ્ધતિમાં જ્યારે વિધિવાદની વાત હોય છે ત્યારે. તેમાં આક્ષેપ, વચનપ્રહાર અને કવચિત્ ગાળાગાળીની હદ સુધી ઊતરી જવાય છે. વચ્ચેના વખતમાં જ્યારથી બાહકિયા ઉપર ભાર વિશેષ મૂકવામાં આવે અને મૂળ સ્વરૂપ તરફ.
Page #299
--------------------------------------------------------------------------
________________
પ
.
પ
{
_
_
२८४
સાધ્યને માગે દુર્લક્ષ થતું ગયું ત્યારથી આ પદ્ધતિને સ્વીકાર થઈ ગયો છે. પોતાનાથી જરાપણું જૂદા પ્રકારની ક્રિયા કરનારને એ નરકાધિકારી ગણે, એને મિથ્યાત્વી કહેવામાં આનંદ માને, એને નિÇવ કહી દે, એને નાસ્તિક કહેવા લલચાઈ જાય, અને એને માટે ગમે તેવા શબ્દો કહેવામાં એને સકેચ ન થાય. એ ખંડનાત્મક પદ્ધતિ છે. - આ ખંડનાત્મક શૈલીથી જેન કે મને બહુ નુકસાન થયું છે. એમાં વાણને સંયમ રહેતું નથી અને ભાષાસમિતિ નામની પ્રવચનમાતાનું ખૂન થાય છે. તે ઉપરાંત સામા ઉપર એની જરાપણ અસર થતી નથી. આ સંબંધમાં પ્રથમ તે મનુષ્યના માનસબંધારણને અભ્યાસ કરવાની જરૂર છે. એ વિદ્યાને અંગ્રેજીમાં Psychology કહે છે. પ્રત્યેક મનુષ્યમાં હું સમજણવાળો છું.” એ અવ્યક્ત અને વ્યક્ત ખ્યાલ રહે છે. જેમ અજ્ઞાન વધારે તેમ ડેળ વધારે. ઘણુખરા મનુષ્ય આખી દુનિયાની સમજણ અક્કલમાંથી અર્ધથી વધારે પિતામાં છે એમ ધારીને જ ચાલે છે. આમ થવું ન જોઈએ એ ખરી વાત છે, પણ છતાં તેમજ થાય છે એ પણ એટલી જ ખરી વાત છે. મારામાં કોઈ જ્ઞાન નથી એવી વાત કરનારને પણ ઊંડાણમાં પોતાની સમજણ, આવડત, હુંશિયારી અને લાંબી નજર માટે વધતે ઓછે અંશે જરૂર સારે અભિપ્રાય હેાય છે. પાંચ માણસ મળશે તે ત્યાં સર્વ પિતાની સમજણની જ વાત કરશે અને વ્યવહારુ નિયમ પ્રમાણે અક્કલ અંધારામાં વહેંચાયેલી હોવાથી કોના કબજા ભોગવટામાં કેટલી ગઈ એ અન્ય કોઈ જાણતું નથી. પ્રાકૃત સમાજ તો પિતાની અક્કલની મોટી કિમત કરે એ હોય છે અને આપણે આ
Page #300
--------------------------------------------------------------------------
________________
નારી
-
1
*
*
૧
/
/"
*
* *
*
* * * * * * * *
*
* *
સમુદતીરે મિત્રષ્ટિ
૨૮૫, વર્ગ જે સેંકડે ૯૯ ટકા હોય છે, તેની સાથે કામ લેવાનું હોય છે. આવા લેપર ખંડનાત્મક શૈલી કેવું કામ કરે તે ખરેખર ખ્યાલમાં લેવા ગ્ય છે.
જ્યારે દુનિયાને મેટે ભાગે પિતાની સમજણ માટે. ફાકે રાખનાર હોય ત્યારે તેના ઉપર ખંડનાત્મક શૈલી કેવી. અસર કરે ? એક અણસમજુ ગામડાના માણસને કહીએ કે તું મૂર્ખ છે! અક્કલ વગરને છો! તે તે કે સામે થઈ જશે તે સમજવા ગ્ય છે.
માનસવિદ્યાને બરાબર અભ્યાસ કરતાં માલુમ પડે છે કે મંડનાત્મક-રચનાત્મક શૈલીથી જ કેઈને સમજાવી શકાય. ઓછી સમજણવાળાને અભિમાન વધારે હોય છે, વધારે સમજણવાળામાં આવડત હોય છે. આ બીજા પ્રકારવાળા જાણે છે કે ખંડનાત્મક શૈલી તેઓ જ આદરે છે કે જેની પાસે કઈ પણ સાચી દલીલ હતી નથી. સાચી દલીલવાળા પદ્ધતિસર વાત કરે છે, શાંત હોય છે અને તેમનાં મુખમાંથી એક એક વચન નીકળે તે અમૃત. જેવાં મીઠાં અને દલીલસરનાં હોય છે, તેઓ નરકમાં જવાની, ધડાધડી કરવાની કે ગાળો આપવાની વાત કરે જ નહિ. જ્યાં ખંડનાત્મક શૈલી હોય ત્યાં દલીલને નામે દીવાળું હોય છે અથવા સમજણવાળે તેમ વ્યાજબી રીતે ધારી શકે છે. :
નિદાન સર્વમાન્ય સત્ય તરીકે હંમેશાં રચનાત્મક–ખંડનાત્મક શૈલીમાં જ વાત કરવાની જરૂર છે. એવી શૈલીથી આપેલ ઉપદેશ ખરે ઊંડે ઊતરે છે અને દીર્ધ અસર ઉપજાવે છે. ધમાધમીઆ દલીલ અસર પણ કરતી નથી અને જાણૂકની અસર એના અવકાશની બહારની વાત છે. ,
Page #301
--------------------------------------------------------------------------
________________
: ૨૬
સાધ્યને માગે.
કેાઈ સારા વક્તાને જાહેરમાં ભાષણ કરતા સાંભળવાથી અને તે વખતે શ્રોતા ઉપર થતી અસરના અભ્યાસ કરવાથી આ વાત બરાબર સ્પષ્ટ થાય તેમ છે. આપણે શહેરના કોઈપણ જાહેર વક્તાની ત્તેના ખરાખર અભ્યાસ કરીએ તા આ વાત દીવા જેવી જણાય તેમ છે.
આટલું છતાં મનુષ્યસ્વભાવના અભ્યાસ વગરના અને અહુ ઘેાડી પુંજીએ મોટા વ્યવસાય લઇ બેઠેલા કેટલાક ઉપદેશકે કે જેમને ઉપદેશ કેને અપાય ? કેમ અપાય ? કેવા આકારમાં અપાય ? કયારે તેહમદ રીતે અપાય ? એ વાતનું ભાન ન હેાય અને પાતાનામાં આવડત કરતાં ઝનુન વધારે હાય, ત્યારે તે ખંડનાત્મક શૈલી તરફ વળી જાય છે અને ઘેાડા પાસે બેસનાર પ્રશંસા કરે એટલે પેાતાને ગૈાતમાવતાર માનવા સુધીની ધૃષ્ટતા કરી બેસે છે.
કોઇપણ વક્તાને વ્યાખ્યાનપીઠ પર એસવાની કે પ્લેટ ફાર્મ પર ઊભા થઈ ભાષણ કરવાની રજા મળે તે પહેલાં તેણે ઉપદેશને અંગે માનવિદ્યાને અને સારા ગ્રંથોને અભ્યાસ કરેલ હાવા જોઇએ, વકતૃત્વના નિયમે તેના લક્ષ્યમાં હાવા જોઈએ અને સારા વક્તાઓની તેહનાં કારણેાના તેણે અભ્યાસ કરેલા દાવા જોઈએ. એક એ સુંઠના ગાંડીઆના ગાંધીને વ્યાખ્યાનપીઠ પર બેસવાની તક મળવાથી તેમને પોતાને અને સમાજને મહાન હાનિ થાય છે. ઉપદેશ આપવા એમાં કાચાપોચાનાં ગજા નથી, એ ગજવેલના પ્રયાગ છે, ખાતાં ન આવડે તે તે આખે શરીરે ફૂટી નીકળે એવી એ ભારે વાત છે. અને સમાજ સાથે ચેડાં કાઢવાં એ કાંઈ નાનીસૂની વાત નથી. એવા ટુંકા ભડાળવાળા તે સમાજને ખારો
Page #302
--------------------------------------------------------------------------
________________
V૧
,૧૧૧/ww * **
સમુદ્રતીરે મિત્રષ્ટિ
૨૮૭ ચઢાવી દે. અત્યારે એવા ઘણું નીકળી પડયા છે. બે ચાર પડી ભણેલાના હાથમાં શાસન ન હોય.
એક ઉત્સવ વચન બોલનારને અને તે સંસાર વધવાનું કારણ બહુ વિચારવા જેવું છે. જાહેરમાં બેલાયેલું એક વચન આખા સમાજને હાનિ કરે છે. માણસ પોતે અરબ હોય તે તેની જાતને જ નુકસાન થાય છે, પણ સમાજને દેરનાર તે આખા સમાજશરીર પર કુઠારાઘાત કરે છે. એવાઓ અસ્પષ્ટ અથવા ખંડનાત્મક શૈલીએ બોલવાની તજવીજ કરી થોડી પ્રશંસા મેળવી જાય તેથી સમાજે બહુ ચેતવા જેવું છે. તેઓ સમાજશરીર પર આકમણ કરનારા છે, તથા વગર અનુભવના અને વગર અભ્યાસના હોઈ સમાજને હાનિ કરનારા છે અને એવાઓથી સમાજને બચાવવાની બહુ જરૂર છે.
ઝનુન બતાવવાના બીજા અનેક રસ્તા છે. વ્યાખ્યાન પીઠને એ પ્રકારે ઉપયોગ ન કરાય. તે રાત્રીને લાંબા સમય થઈ જતાં અહીં વાત અટકી પડી. બંને મિત્રો છૂટા પડયા, આવી વાર્તા કરવાની તક લેવા સંકેત કર્યો અને અરસ્પરસ સભ્યતા દર્શાવી પોતાની મેટર તરફ ચાલતા થયા. બન્ને અતિ વ્યવસાયી પણ પ્રચાર અભ્યાસી હતા અને તેમની વાતે ઘણું નેધી લેવા લાયકની જતી હતી. બન્ને વાત કરતા ત્યારે તેમાં ઓતપ્રેત થઈ જતા હતા. આવા પ્રસંગે વધારે મળે તે નવીન વાતે આગળ આવે અને અનેક પ્રશ્નને ચચીય. એવી એમની ભાવના ફળીભૂત થશે તે અને ત્યારે આપણે એમના રસાસ્વાદનને લાભ લેશું. છે. ધ. પ્ર. પુ. ૪૭ પૃ. ૧૭}
સં. ૧૯૮૭
Page #303
--------------------------------------------------------------------------
________________
ઝીણી વાતાનું આંતર
[ ૨૩ ]
[આ એક મુમુક્ષુની નોંધપાથીમાંથી ઉદ્ધૃત છે. આવી અનેક ખાખતા મુમુક્ષુએ નોંધી છે અને નાંધતા જાય છે. એમાં રસ માલૂમ પડશે અને મુમુક્ષુની પેાથી ઉપલબ્ધ થશે તે અવારનવાર તે પ્રગટ કરવા પ્રયત્ન થશે. આમાં નિરીક્ષણ કરનાર અને અંદરથી જવામ આપનાર એ છે કે એક તે શેાધવા જેવું છે. ]
*
૧
*
તને નામના માહ કાઈ રીતે જતા નથી! તુ કોઈ રીતે તારૂં નામ કાયમ અથવા ઘણા વખત રહે તે માટે વલખાં મારે છે! તારૂં નાનું કામ ઘણા કેમ જાણે એ માટે અનેક પ્રયત્ન કરે છે! ઉપવાસ કર્યો હાય તા પાંચ કે પચીસ માણસાને કહે કે આજ તેા ઉપવાસ કર્યો છે ત્યારે તને નિરાંત થાય છે. એક સાધારણ રકમ ખરચી હાય તા દશને કહી દેખાડે છે અને ખરચેલી રકમ કરતાં એવડી ખરચી છે એમ લેાકા કહે ત્યારે રાજી થાય છે! તારૂં આખું જીવન બહારની પ્રશંસા મેળવવા ઉપર જ જાણે રચાયું હોય તેમ ઘડાય છે અને જાણે બહારની દુનિયામાં જ તુ જીવતા હા એવી સર્વ રચના જાણતાં-અજાણતાં ઘડાય છે. વિચાર કર:
તારૂ નામ કેટલા વખત રહેશે ? પ્રશંસા કરનાર કેટલે વખત બેસી રહેશે ? આરસની તખ્તી કયાં સુધી
Page #304
--------------------------------------------------------------------------
________________
ઝીલ્લી સતિનું આંતર ટકશે? ચકર્તા છ ખંડ સાધી લટ નજીક આવે છે ત્યારે તેની ઉપર લખે છે કે “અમુક ચકૅવતી અમુક વખતે થયા. તે ભાષભકૂટ ઉપર સેંકડો-લાખે કે કરેડા ના લખાયેલાં હોય છે, લખવા માટે જગ્યા ખાલી હતી નથી, એકનું નામ ભુંસાડી પોતાનું લખવું પડે છે અને છતાં તું યાદ કર. આ ચોવીશીના બાર ચક્રવર્તી એમાંથી કેટલાંનાંનામતને આવડે છે? ધારીએ કે શાંતિનાથકંથુનાથં-અરનાથનાં નામ ચક્રી તરીકે યાદ હશે. પછી ભરત યાદ હશે. સુલૂમ બીજા છ ખંડ સાધવા ગયા અને લાભની હદે પહોંચ્યું તેથી કદાથ તેનું નામ યાદ હશે. કદાચ અધે થયેલ ચકી બ્રહ્મદત્તનું નામ યાદ આવશે. પણ બાકીના છનું શું? આવી હકીકત છે. તે પછી તું કેણ હિસાબમાં? તારા મરણ પછી કદાચ પાંચ દશ વર્ષ સુધી તને કઈ યાદ કરશે, તે તેમાં તને લાભ શે? અને એવી યાદી પણ કેટલા વખત સુધી ? પરન્તુ તેટલા ખાતર સર્વ લાભને તું ગુમાવી બેસે છે એ ધ્યાનમાં રાખ. નામ ખાતર તું કેવી રમત રમે છે, કેટલી આત્મવંચના કરે છે અને કેટલા ગોટા વાળે છે!! આ સર્વ કેને માટે? શા સારૂં? મનેવિકારનું પૃથક્કરણ કર. જરા ઊંડે ઉતર અને અંદર જે. બહાર જવાને બદલે અંદર જઈશ એટલે તેવી ટેવ પડતાં તને ન જ પ્રકાશ પડશે અને તારી અત્યારની પરાવલંબી મને દશા પલટાઈ જશે.
તારી પ્રશંસા કરનાર બીજે જ દિવસે તારી ટીકા કરશે–કરે છે, એ તું જોઈ શકે છે? આવી ટુંકી, ટૂંકા • 19.
Page #305
--------------------------------------------------------------------------
________________
સાધ્યને માગે વખતની અને ક્ષણજીવી પ્રતિષ્ઠા ઉપર તારા જેવા બહાદુર આત્માને આશ્રય હોય? તને એ ન શોભે. અંતરની આંખ ઉઘાડ અને નામ અવિચળ કેમ રહે અને ક્યાં રહે તે શોધ. પ્રયાસે તે મળશે અને મળશે એટલે અત્યારની તારી ટેવ છૂટી જશે.
આ શું તારી મેટરના શેફરને તેં આજે “સાળા ગધેડા કહ્યું? તારા મુખમાં એ શબ્દ શોભે? ગૃહસ્થના મુખમાં આવી હલકી ભાષા હોય? તું વિચાર કર :–
એ શ્રમજીવી છે એટલે તારે એના ઉપર હુકમ ચાલે. તું એને પગાર આપે છે, એના બદલામાં એ તારું કામ કરે છે. અંદગીને ભેગેજોખમે એ તારી મોટર ચલાવે છે. તારા હુકમે રાતદિવસની ગણના વગર કે પોતાની સગવડની દરકાર ર્યા વગર ઊઠાવે છે. એ કાંઈ તારે ગુલામ નથી. તું એની પાસેથી કામ લે અને કઈ વખત તને ફેરફાર જણાય તે તું તેને સૂચના કર. એણે પિતાની જીદગી તને વેચી નથી.
તને ગાળ દેવાને અધિકાર છે? એ પણ મનુષ્ય છે, એને લાગણી છે, એ તને તેવી જ ગાળ દઈ શકે છે અને છતાં એ દબાયેલું રહે છે તેની સ્થિતિને તું ગેરલાભ લે છે ! એને “ગધેડે સાંભળીને શું થયું હશે તેને કાંઈ
ખ્યાલ કર્યો? જે મનુષ્ય હલકી પંક્તિના હોય છે તે ખાસ કરીને માનભંગ સહન કરી શકતા નથી તે તું જાણે છે? જે તે જ ૧ મેટરગાડી ચલાવનાર–ડ્રાઈવરને અંગ્રેજીમાં શેફર કહેવામાં આવે છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
શ્રેણી વાતાનુ આંતર
૧૯૧
વખતે તને એણે ગાળ દીધી હાત તાતને કેવું લાગત ? એણે એકાદ માસના પગારની દરકાર ન કરી હાત અને કારટમાં તારા પર કેસ માંડત તેા તને કેવું લાગત? તારે માટે તારા આપ્તજના અથવા જનતા શું ધારત? અને તે સર્વ કરતાં તારા અંતર આત્મા શું કહેત ?
મનુષ્યને ગધેડા કહેવાની વૃત્તિ કાને ઉત્પન્ન થાય છે તેના તે કદી વિચાર કર્યાં છે? રાત દિવસ મજુરી કરનાર, આછું ખાઇ વધારે સેવા કરનાર ગધેડા તા ઘણા સારા છે, પણ તે અર્થમાં તે એ શબ્દ વાપર્યો નથી. તારે તે હજી ગુલામી–સેવા કરાવવી એ તે તારા હક્ક માન્યા છે! પણ એમ કરવા તારા સ્થાનને લઈને કદાચ તું યેાગ્યતા માનતા હા, તા પણ તું ગૃહસ્થ તેા છેજ. તારાથી સભ્યતા કેમ છેડાય ? તેં શું કહ્યું ? મેટર વખતસર લાન્ચે નિહ અને બ્રેક બગડી હતી એવું બ્હાનું કાઢયું ? ' અરે વાહ! એટલા માટે તું એને ‘સાળા' કહે! આ તારો ક્રોધ છે ! તુચ્છ “મનેાવિકાર છે! તારા વિકાસ સામે આવરણ છે! તારી પ્રગતિમાં વિઘ્ન કરનાર છે! એવા શબ્દ ખેલે છે ત્યારે તું લગભગ મનુષ્ય મટી જાય છે! તું પાતે જનાવરોથી પણ ઊતરતી પાયરીએ ઊતરી જાય છે. એમાં વિકાસના સવાલ જ નથી. જરા શાંતિથી અંદર પૂછી જોજે. આ દશા મા પુર ચઢનાર કે ચઢવાના સાચા પ્રયત્ન કરનારની ન હેાય.
*
*
૩
તારા આજે વખત જતા નથી. આજે ઘરમાંથી સ અહાર ગયા છે અને શારીરિક કારણે તું ઘરે એકલા રહ્યો
Page #307
--------------------------------------------------------------------------
________________
ર
છે એટલે તને ઘર “ઉડ ઉડ? લાગે છે. આજે છોકરાઓની ધમાલ નથી એટલે તને નિરસ વાતાવરણ લાગે છે. હવે વિચાર કર –
તારી આ મનોદશા હોય? વખત કોને ન જાય? હજુ તારે બાહ્યમાં જ રાચવું છે? તારે હજુ છોકરાએ ઘરમાં નથી એ વાતની ફરિયાદ કરવી છે? ધન્ય છે તારી વિચારણાશક્તિને! નમિરાજાને બયાના અવાજે પીડા કરી.
એના દાહવરને શાંત કરવા પાંચસો સ્ત્રીઓ ચંદન હસવા લાગી ગઈ, ત્યારે એ ચીડાઈ ગયા. અવાજ બંધ પાડવાની આજ્ઞા થઈ. સ્ત્રીઓએ બધાં અલેયાં કાઢીને ફક્ત એક એક સોભાગ્યકંકણ રાખ્યું અને ચંદન ઘસવાનું ચાલુ રાખ્યું અવાજ બંધ થયો. દાહવરવાળા નસિરાજાને આ શાંતિ ગમી ગઈ. તેણે તેનું કારણ પૂછયું. એકપણાને લાભ સમજાણે. તારી પણ એને લગતી જ દશા લાગે છે! તું શાંતિની મેટી મોટી વાત કરે છે, એને મેળવવા ચેજના કરે છે, પણ જ્યારે તે ખરેખર તને થોડા વખત માટે મળે છે, ત્યારે તેને ઉલટું ઉડ ઉડ લાગે છે! ઘર ઉડઉડ તે કેને લાગે? જેને આત્મચિંતવન, તત્વવિચારણા કે ધ્યાનધારા સાધવા હોય તેને એકાંત સ્થિતિમાં ઉડ ઉડ' જેવું કદિ લાગે? આવી શાંતિ મેળવવાની તારી આંતરઈચ્છા હતી કે માત્ર દેખાવ હતો તેની કદી શશી મૂકી છે?
શાંતિ મેળવવાની ઈચ્છા સાથે તે મળે તે વખતે શું કરવું તેની ગોઠવણ જોઈએ, તેને અભ્યાસ જોઈએ, તેની પ્રતીતિ અને ઓળખાણ જોઈએ, નહિ તે શાંતિ આવે ત્યારે પેટા વિકલ્પ થાય છે. ભૂમિકાશુદ્ધિ વગર ઉચ્ચ
Page #308
--------------------------------------------------------------------------
________________
છીણી સતિનું આંતર આકાશમાં ઉડ્ડયન કરનાર જ્યારે ખરા અવસર પ્રાપ્ત થાય છે. ત્યારે સાધ્ય આધવાને બદલે ઉલટ ખરવાઈ જાય છે અને પછી શાંતિ મેળવવાની ઈચ્છામાં જ અલના હલી એવા
બરાબર શાંતિ મેળવવાની ખરી ઈચ્છા હોય તે શાંતિ ક્યાં મળે અને મળે ત્યારે શું કરવું તેની તૈસાથી હેવી જોઈએ નહિતો છડેલા ધંધામાં ફરીવાર પડવું પડે છે અને ગ્રોટા વાળવા પડે છે. પ્રાપિતાની ઈચ્છા પહેલાં લાયકાત કેળવવાની જરૂર છે. પ્રબળ પ્રયાસ અને દઢ ભાવનાથી શાંતિ અને કોઈ પણ ચીજ મળી શકે છે, જરૂર મળે છે, પણ મળે ત્યારે એ ગમતી નથી, જેભતી નથી, ટતી નથી અને પ્રયાસ વ્યર્થ જાય છે. તેને તે આવે વખતે આત્મારામ સાથે વાતે કરવાને અવસર મળે, તેને ન ઓળખતાં તું ખેત જમમાં પડી ગયો. વાતાવરણને નિરસને બદલે સરસ કર્યું એ તારી આવત ઉપર, ખરી આંતરવિદ્યારણા ઉપર અને તે માટેના અભ્યાસ અને ઓળખાણ ઉપર નિર્ભર રહે છે.
આજે ખાતાં ખાતાં તે શું કહી નાખ્યું? એવું બેલી ગયે કે “મારે કઈ વસ્તુ ઉપર રાગદ્વેષ નથી.” અને એ વાતને પરિણામે ભાણામાં મીઠાઈ આવે કે વાશી રેટલો આવે તે ખાવામાં વાંધો નથી એવો ભાવ બતાવ્યા! અને વળી ત્યાણભાવ બતાવવામાં નાની નાની ચીજો છેડી દીધી અને દુધપાક ને ઘારી ખૂબ ખાધાં !
અંતરાત્મામાં અંદર અંદર ઘડભાંજ ચાલી. વિચાર
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૪
સાધ્યને માગે
કરતાં નીચેની શ્રેણી આવીને ચાલી ગઇ. આ પ્રાણી અન્યની સાથે વાત કરવા બેસે છે ત્યારે એને ઘણીવાર ઉપયાગ રહેતા નથી. એને એમ લાગેલું કે રાગદ્વેષ ત્યાગ કરવા ચેાગ્ય છે. સામે પીરસનાર મટેટા લાવે એટલે એ કહે આપણે કાઈ ચીજ ઉપર રાગદ્વેષ નથી, જે આવે તે ખાઇએ. આ અતિ પ્રમાદનું, દંભનું, આત્મવચનાનુ વચન છે. તારે ખાવુ જ હાય તા તને ગમે તે કર, પણ વિષને વધાર નિહ. પાપકર્મ બાંધવામાં રેશમની ઢોરીની ગાંઠ ઉપર તેલનુ ટીપું મૂક નહિ. એ ગાંઠ કોઈ દિવસ છેાડવી પડશે ત્યારે નવનેજા પાણી ઉતરશે. મુખના સ્વાદ જરાએ ગયા નથી, કુળધર્મ કે વ્યવહાર કે મર્યાદા ચૂકવામાં શરમ નથી અને વળી ઉપર જતાં મને રાગદ્વેષ નથી' એવી વીતરાગદશા બતાવવાના ફાંફા મારવાની હદ સુધી ચાલ્યા જાય છે! તું કેટલી હદે ઊતરી ગયા છે તે તપાસ. ચાર અથાણાં આવ્યાં—મારે ત્યાગ છે. બે શાક આવ્યાં—મારે એક જ ખપે અને પછી દૂધપાક આબ્યા, ઘારી આવી, પૂરીએ આવી તે ભરપ લીધી, ત્રણવાર ફરી ફરીને એ સર્વ ચીજો લીધી. આમાં તારા ત્યાગ છે કે દેખાવ છે ? કદી વિચાર કંચી છે? ક્યાંસુધી આવી આત્મવચના કરીશ ? એ કોને સારૂં ? અને કયા ભવ સારૂં ? તું આ ખાવાની બાબત નજીવી ન ગણતા. ચારિત્ર ધારણમાં નાની નાની ખાખતાના સરવાળા ઘોા મોટા થાય છે; અને બાહ્ય ત્યાગ તા જરૂરી છે જ, પણ એના કરતાં હાર દરજ્જે વધારે જરૂરી અંતર ત્યાગ—મન ઉપરનો કાબૂ છે. દૂરથી દૂધપાક જોઇ મનમાં ગલગલી લાગવા માંડી જાય અને આંબાના
Page #310
--------------------------------------------------------------------------
________________
www
ઝીણી વાતનું આંતર રસને જોઈ મોંમાંથી પાણી છૂટવા માંડે, તે પછી તારે નાની નાની વસ્તુને ત્યાગ શી વિસાતમાં ? અને તે પણ પાસે બેઠેલા સાંભળે તેમ સંભળાવવા ખાતર–મારે ખપે નહિ, એવાં ડફણ તું કયાં સુધી કરીશ? એક મનુષ્ય સાથે ખાવા બેસવાથી તે તેના આખા જીવનપ્રવાહને ખ્યાલ કરી શકાય છે. ખાવાની રીતિ, લેવાની રીતિ, પાછું મૂકવાની રીતિ, સબડકા લેવાની રીતિ, ફરી લેવાની રીતિ અને દરમ્યાન વાતની પદ્ધતિથી આખા મનુષ્યને બહારથી અને અંદરથી ઓળખી શકાય છે. અંતરમાં ઉતર, બાહ્યાભાવ છેડ, દેખાવ છોડ અને દરેક નાની બાબતેના જવાબ આપવાના છે તે વાત કદી વિસાર નહિ. દેખાવ એ માત્ર દેખાવ જ છે અને હૃદયનાં ત્યાગ વંઘ જ છે અને વંદ્ય જ રહેશે. એને આપની જરૂર ન હોય. *
૫
પ્રમુખ સાહેબ ! બહેને અને બંધુઓ ! આવા અધ્યાત્મના ઊંડા વિષયમાં બોલવાની મારી લાયકાત નથી. મેં અત્યારે તમારી પાસે એ વિષયમાં વિવેચન કર્યું તે મારા ગજા બહારની બાબત છે. કયાં આપણા યોગિરાજ અને કયાં હું? આવા વિષયમાં બોલવાની મારી લાયકાત ન હોવા છતાં તમે મને ખૂબ શાંતિથી સાંભળે તે માટે હું ખરેખર તમારે ગણું છું. આપ સર્વ એ અપૂર્વ અધ્યાત્મરસના લેનારા થાઓ તે મારો પ્રયાસ હું સફળ થયે માનીશ.”
આજે “અધ્યાત્મના વિષય પર ભાષણ આપતાં તું આ પ્રમાણે છે? શા માટે ? આવી પૂર્ણાહુત્તિ
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૬
સાધ્યને માગે કરવાને આશય શું હતો? એની પછવાડે કયું માનસ રમતું હતું? તું જરા ખૂબ ઊંડે ઊતરી તપાસ કર અને તારા હૃદયનાં પૂણના ભાગ તપાસ. તું એમ ધારે છે કે એમ બાલવામાં તારી નમ્રતા હતી. વિચાર કે તને અંદરથી કે એષશું હતી? પ્રશંસામાં સાંભળવું હતું કે ભાઈઓ! આ કામમાં અંગ્રેજી ભણેલા ધર્મસંસ્કારથી રહિત થઈ જાય છે એ આક્ષેપ છેટે છે! તારે સાંભળવું હતું કે આપ ભાઈશ્રી ખરા અધ્યાત્મના રંગમાં રંગાયેલા છે! તારે સાંભળવું હતું કે ભાષણ બહુ સચેટ, ભાષા માર્મિક લક્ષ્ય બદ્ધ અને હકીકત રજુ કરવાની પદ્ધતિ સર્વોત્કૃષ્ટ હતા! તારે તારી ગિરાજ સાથે સરખામણી કરવાની ભ્રમણ હતી! અન્યને અધ્યાત્મરસનાં સ્વાદ લેનારા કરવાના આગ્રહની ભીતરમાં તું પિતે તે એ રસથી લદબદ છે એમ જાહેર કરવાની તારી વૃત્તિ હતી! તારે પ્રશંસા ભારેભાર જોઈતી હતી! તારે તાળીઓના ગડગડાટ સાંભળવા હતા અને તારે પિતાને અધ્યાત્મી તરીકે જાહેર કરવું હતું! જે તને એક વાત કહું ઘણી વખત મારે માન જોઈતું નથી અથવા હું માનને યોગ્ય નથી એમ કહેવું એ પણ માન છે. આ વાત માનસ વિદ્યાના ઊંડાણમાં ઊતરી સમજવા જેવી છે. પિતાની જાતને છેતરવા જેવું પાપ નથી અને તેથી પણ વધારે નમ્રતા બતાવવા દ્વારા માનની અભિલાષા જેવી તુછતા નથી. આપણામાં ન હોય તેવી વાતે બલીએ કે લખીએ તેથી કાંઈ નિસ્તાર નથી અને એમાં ઈતિક્તવ્યતા પણ નથી. ઉચ્ચ જીવન તે જીવવાં જેવાં છે. એમાં દેખાવ ન હોય, એમાં રાગડા ન હોય, એમાં ગીતડાં ન હોય અને
Page #312
--------------------------------------------------------------------------
________________
ઝીણું વાતોનું આંતર
૨૯૭ આ ક્ષુલ્લક પ્રયત્ન અધ્યાત્મને નામે થાય ત્યાં તે હદ આવી સમજવી માથા અધ્યાયમાગમાં રંગાયેલાની એ દશા ન હોય. એમાં ઉપર ઉપરના વિવેકને સ્થાન નથી, એમાં દેખાવને અવકાશ નથી, એમાં બાહ્યાડંબરને પ્રસંગ નથી. અંતર રાજ્યમાં તે ધૂન હય, આદર્શ જીવમાં પ્રભુતા હોય, ભાવનામય જીવનમાં સંદેશા હોય. બાહ્યભાવ તજ અંતરમાં આવ. સાચી અત્મિખ્યાતિને શોધ અને આ ઉપચાર વ્યવહારને હવે શેડ. શેઠા જીવનમાં તે મોટો સરવાળે કરી શકાય. તું બાદબાકી કરે છે શોધી લે ધ મ, યુ , , ૧૩૫ કે
સં ૧૯
Page #313
--------------------------------------------------------------------------
________________
આત્મ પરિકમ્મા
[૨૪] તા. ૧૫-૫-૧૯૩૫ ના સાંજના પત્રમાં એક સુંદર સ્કુલ્લિંગ ( Sharklet ) વાંચવામાં આવ્યું. એ અત્યંત વિચારણીય હેઈ નેધી. લીધે. એ કુલિંગ નીચે પ્રમાણે છે. When you are criticising others and are finding here and there A frault or two to speak of, or a weakness you can tear, When you're blaming someone's weakness or accusing
one of pelf, It's time that you went out to take a walk around.yourself. There's lot of human failures in the average of us all, And lots of grave shortcomings in fhe short ones and the tall; But when we think of evils men should lay upon the shelves, It's time we all went out to take a walk around ourselves. We need so often in this life this balancing of scales, This seeing how much in us wins and how much in us fails; Before you judge another-Just to lay him on the shelfIt would be a splendid plan to take a walk around yourself.
આ નાને પણ ખૂબ વિચારમાં નાખી દે તે તણખો નીચે પ્રમાણેના ભાવાર્થને છે.
જયારે તમે બીજાની ટીકા કરતા હો અથવા તમે અહીંથી તહીંથી એક બે ભૂલેને શોધી શક્યા છે અથવા તે તમે જેને ફિલીતાડી નાખે તેવી એકાદ નબળાઈને વચન દ્વારા વેગ આપતા હે, જયારે તમે અન્યને નબળાઈ માટે ઠપકે આપતા હે અથવા ધનને દેવ માનવા માટે કેડ ઉપર આરેપ મૂકતા હે, ત્યારે તમારે તમારી જાતની આસપાસ એક ફેને મારવા લાયક વખત આવી લાગ્યા છે.”(એમ સમજવું)
Page #314
--------------------------------------------------------------------------
________________
આમ પરિષ્કા
૨૯૯
“આપણામાંના સ સામાન્ય પ્રતિના પ્રાણીઓમાં અનેક ઊછુપા આછી વધતી રહેલી છે અને આપણે નાના હોઇએ કે સેટા હોઇએ, પણ આપણા દરેકમાં અનેક ગભીર આઈપેા જરૂર છે; પણ માણસા જ અનેક ખરાબ બાબતાને અભરાઈ પર ચઢાવી દે છે તેનો વિચાર કરીએ છીએ ત્યારે આપણી પેાતાની આસપાસ એક ચક્કર મારી આવવા આપણે બહાર જવું જોઇએ એવો વખત આવી પહોંચ્ચા છે.” (એમ લાગે છે)
“બીજાને માટે તમે ફેસલો આપવા લાગી જાઓ અથવા તેને અભરાઈએ ચઢાવી દો, તે પહેલાં આ જીવનમાં આપણને જીવનસાલનનાં તાજવાની જરૂરીઆત સાંપડે છે અને આપણું ખસીર કાં ટકી રહે છે અને કયાં હાથ હેઠા પડી બેસી જાય છે તેની તુલના ફરવાની જરૂર પડે છે. તેને પ્રસંગે તમારી જાતની આસપાસ એક પ્રદક્ષિણા મારવાની રીત અહુ મજાની નીવડે છે.”
આ ત્રણ વાકયોમાં અહુ સુંદર વાત કરી નાખી છે, ઘણા સ ંક્ષેપમાં જીવનરસની લ્હાણુ આપી દીધી છે, મુદ્દામ રીતે અંદર જોતાં ઊંડા ઊતરતાં શીખવાની આદર્શરીતિને પરિચય કરાવ્યો છે.
વાત એમ છે કે આપણે ઘણાખરા સામાન્ય કક્ષાના હોઈ, આપણું સામાન્ય જીવન મધ્યમસરનું રાખી એને પ્રચલિત પ્રણાલિકા પર ચલાવનાર હાઇએ છીએ. આપણે ઘણું ખરૂં આપણા પેાતાના વિચાર જ આછા કરીએ છીએ, પણ અન્યની વાત આવે, ત્યારે અન્યની ટીકા કરવામાં, એની તુલના કરવામાં, અને તેવે પ્રસંગે દીર્ઘદૃષ્ટિ, વિશાળતા અને ચારિત્રશીલતા બતાવવા તૈયાર થઇ જઇએ છીએ.
જરા અવલાકન કરવાથી જણાશે કે અન્ય માણસાની નાની નાની નબળાઈઓ આપણને ખૂબ સાલે છે. એક માણસ આપણી સાથે વાત કરવામાં જરા જલે થાથવાય કે આપણે જેને
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૦૦
સાધ્યને માગે
‘સભ્યતા' માનતા હોઇએ તેના ધારણ પ્રમાણે તે વાત ન કરી શકે, ત્યાં આપણને જીવ પર વાત આવી પડે છે, સામે માણુસ જરા ભળતી વાત કરે ત્યાં આપણા મિજાસ ખસી જાય છે અને પછી આપણે સભ્યતા ઉપર કે સત્યવાદીમણુ ઉપર ભાષણ આપવા લાગી જઇએ છીએ. કાઈ માસ જા વિવેક કરે તે આપણે તેને ખુશામતની કેટમાં મૂકી તે ઉપર વિચાર બતાવા લાગી જઇએ છીએ અને ખુશામત કેટલી ખરાબ છે અને એથી કેટલું નુકસાન થાય છે તે પર વિવેચન કરવા માંડી પડીએ છીએ અને એ શ્રમ કરવામાં જરા ગલતી કે ભૂલ કરી હોય તે આપણાં નસકેારાં ચઢી આવે છે કે ભવાં ચઢી જાય છે.
નાના બાળકને ચાળા કરતાં જોઇ આપણે તેને એધપાઠ આપવા મડી જઇએ છીએ અને મોટા મહાત્મા પુરુષો કે સ ંતાની નાની ખાખતાની ખાસીઅતા શેખી કાઢી તે પર ચર્ચા કરવા લાગી જઇએ છીએ.
આપણા સરખી વયના મિત્રો કે સખશ્રીને મુજી, અનિયમિત, બાળા, દીર્ઘદૃષ્ટિ વગરના, શરમાળ, લાભી, અભિમાની, ચુગલીખાર, ૪'ભી વિગેરે અનેક ઉપનામે કે વિશેષ્ણે વગર સંકોચે આપ્યું જઇએ છીએ અને આપણને જાણે આખી દુનિયા ઉપર ફેસલાએ આપવાના અધિકાર પ્રાપ્ત થયેા હાય તેવી રીતે વતી એ છીએ.
સામાની નાની મેાટી ખાખતા પર અપ્રીતિ, તિરસ્કાર કે ઢીકા કરવાની આપણને એટલી બધી ટેવ પડી ગયેલી હાય છે કે આપણે સમાજમાં ગમે તેવા સ્થાન પર હોઈએ તે પણ આપણે આ ટેવ પર વિજય મેળવવાના વિચાર
Page #316
--------------------------------------------------------------------------
________________
આત્મ કિના
૧
પણ કરતા નથી, વિચાર કરવાની જરૂર છે એવા ખ્યાલ પણ કરતા નથી અને અન્યની આાબતમાં સમયે વગર સમજ્યે તપાસ કરીને કે તપાસ કર્યા વગર હાંકયેજ રાખીએ છીએ, અને એ ટેવ લગભગ આપણા સ્વભાવ જ મની થયેલ છે એમ આત્મનિરીક્ષણ કરવાથી કદાચ લાગશે, પણ એમાં કાંઈ ખાટુ કરતા હાઈએ એવા તા વિચાર પણુ નહિ આવે.
દુનિયામાં અક્કલ કોની પાસે કેટલી છે તેને માપવાનુ કોઈ યંત્ર ન હેાવાથી દરેક માસ લગભગ પેાતાને અભિપ્રાય આપવાની ખાખતમાં સ્તન સમળે છે અને પોતાના મત સાથે અન્ય મળતા થશે કે નહિ તેની દરકાર ન કરતાં પાતે ન સમજે તેવી મમતમાં ણુ મત આપવાની હિંમત કે ધૃષ્ટતા જરૂર કરે છે. એ સર્વ ખાતા કે અભિપ્રાયેા અન્ય પરત્વે જ હાય છે એ ખાસ ધ્યાનમાં રાખવાનુ છે. કેટલીકવાર એવું બને છે કે જે વ્યક્તિની ટીકા કરવામાં આવતી હોય તેની સમક્ષ તેને માટે અભિપ્રાય. આપવાની શક્યતા કે અનુકૂળતા ન હોય તો માણુસ તેની ગેરહાજરીમાં તેને માટે અભિપ્રાય આપે છે. જેની વાત પોતે કરતા હોય તે પોતાથી અનેકગણા અનુભવી, અભ્યાસી કે વિચારક હોય, તે પણ તેની નાની નાની બાબત લઈ તે પર પણ ટીકા કરવા લાગી જાય છે અને તેમ કરવામાં પાલે ડહાપણના ઇજારા લઇ રાખેલ છે એમ માની ગમે તેમ મેલી જીભની ખજવાળ પૂરી કરે છે.
અન્ય સંબંધી ટાઢી હળવી વાત કરવામાં, તેને સાધારણ પંક્તિમાં મૂકી દેવામાં અને તેની નાની મમતને મ રૂપ આપવામાં, પેાતાનાં વય, અનુભવ, આવડત કે સાધનેશ
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૨
સાધ્યને માગે કાંઈ વિચાર કરવામાં આવતો નથી. અસાધારણ વ્યાખ્યાન કરનાર સંતપુરુષના હાથ કે પગ કેમ ચાલતા હતા તેની ટીકાથી માંડી, એનાં કપડાંને પણ છોડશે નહિ અને એનાં અતિ ઊંડા વકતવ્યના વિષયને એક અંશ પણ નહિ સમજે હોય, છતાં એના ઉપર અભિપ્રાય આપવા એ મંડી જશે. કળાનું વિજ્ઞાન એક અંશ માત્ર પણ પિતામાં નહિ હોય, છતાં મેટાં ચિત્રકારનાં ચિત્ર પર એ ટીકા કરવા લાગશે અને યુરેપની ગેલેરીનાં ચિત્રોની કિમત લાખ રૂપિયા થાય છે એમ જાણશે ત્યારે કાં તે તે વાતને વાહિચાત કહેશે અથવા મૂલ્ય આપનારને મૂખની કટિમાં મૂકશે. | દરરોજના અનુભવનો વિષય છે કે જ્યારે કેઈ અન્યની વાત કરવા બેસે છે અથવા આપણે તેમ કરવા લાગી જઈએ છીએ ત્યારે અભિપ્રાય આપવાની પોતાની ચેગ્યતા, અધિકાર, અભ્યાસ કે આવડતને વિચાર કરતા નથી. પછી આપણે મહાત્માજીના એક છૂટા છવાયા કામ પર કટાક્ષ પણ કરવા મંડી જઈએ અને પંડિત માલવિયાજીને નરમ શબ્દમાં સંબોધીએ એ તે જાણે મેટા પુરુષની વાત થઈ, પણ આપણા સંબંધી કે મિત્રોની વાત કરીએ તે પણ આપણું સર્વજ્ઞત્વ, સર્વગુણપણે આપણા મગજ પર તરવરતું જ રહે છે. આપણે નિંદા કરવામાં પાછીપાની ન કરીએ અને અભિપ્રાય આપવામાં વિચાર સરખે પણ ન કરીએ–એ દરરેજના અનુભવ અને અવકનને વિષય છે.
બહુ વિચારણય વાત તો એ છે કે એ સર્વ પ્રસંગમાં આપણે કયાં ઊભા છીએ અને આપણામાં શા ગુણે અવગુણ છે તેને વિચાર સરખે પણ નથી કરતા. ઘણીવાર
Page #318
--------------------------------------------------------------------------
________________
આત્મ પરિકમ્મા
ತಿತಿ તે એવું બને છે કે અન્યના જૂઠાપણા માટે આપણે ટીકા કરતા હોઈએ, ત્યારે આખા દિવસમાં આપણે કેટલીવાર ઓટાળાવાળું બોલતા હોઈએ છીએ તેને કદી કયાસ પણ કરેલો હેતું નથી.
આપણને પદ્ધતિસરની એક પંક્તિ પણ લખતા ન આવડતી હોય, છતાં જગતના સ્વીકારાયેલા મહાન લેખકેની આપણે ભૂલ કાઢવા મંડી જઈએ છીએ અને કેઈ જાતને વિચાર કર્યા સિવાય અતિ સુંદર કાર્ય કરનારને સમજ્યા વગર તેને અમુક આશય હશે એમ ધારી-માની લઈએ છીએ અને તેટલેથી ન અટકતાં અન્યની પાસે તેવી વાત ખૂબ રસ લઈને કરવા લાગી જઈએ છીએ. ટુંકામાં કહીએ તે આ પ્રાણીને પારકી વાત કરવાનો એટલે ચરસ લાગી ગયેલ હોય છે કે ગમે તેવા પ્રસંગે દિવસમાં અનેક વાર અને વર્ષમાં સેંકડેહજાર વખત એ પારકાની બાબતમાં મત આપ્યા જ કરે છે, સાચી ખોટી વાત કર્યા જ કરે છે અને નકામાં ગપ્પાં મારી મનઘડંત કલ્પનાઓને માર્ગ આપ્યા જ કરે છે.
કેટલીરવાર સ્વેચ્છાએ, કેટલીકવાર વગર વિચાર્યું અને ઘણીખરી વાર હેતુ કે પરિણામના ખ્યાલ વગર અન્યની નિર્બ ળતાઓ, નબળાઈઓ, તુચ્છતાઓ અને ઉણપને એ નવાનવા રૂપે ચીતર્યા જ કરે છે અને તેમ કરવામાં પિતાનું ડહાપણું માને છે અને એ બાબતને તેને સ્વાધીન હકક કોઈ જ કરે કે તે પર તકરાર ઊઠાવે તે ઊલટો ગુસ્સે થાય છે અને પિતાના ઘમંડમાં–મને રાજ્યમાં હાલ્યા કરે છે.
એને કદી ખ્યાલ થતું નથી કે ભાઈ! તું કોણ? કઈ ભાજીને મૂળ? પારકા પર અભિપ્રાય આપવાનું સર્વજ્ઞત્વ
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦૪
સાધ્યને માર્ગે તને કઈ તપશ્ચર્યાને પરિણામે પ્રાપ્ત થયું? તારા ક્યા ત્યાગ વૈરાગ્યને પરિણામે તને વિશિષ્ટ જ્ઞાન થયું કે તું સાંભળેલી ન સાંભળેલી, બનેલી નહિ બનેલી અને ભળતી સળતી વાતની કચુંબર કરી ડહાપણ બતાવે છે? પરંતુ બહાર જેવાને બદલે અંદર જે, સામે જોવાને બદલે નીચે , આગળ જોવાને બદલે અંતરમાં જો, અને પછી તપાસ કે તું ક્યાં ઊભે છે? તું જ્યારે સ્વીય આત્મનિરીક્ષણ કરીશ અને તારી પિતાની આસપાસ ચકભ્રમણ કરીશ, તારાં પિતાનાં વચન વિચાર અને વર્તનને તપાસી જઈશ, ત્યારે તને લાગશે કે તારા બેલવા કરતાં તારે વિચારવાનું ઘણું છે, અન્યની ટીકા કરવા કરતાં તારે તારા આત્માને સંભાળવાને છે, બાહયાચારી (Objective) થવાને બદલે તારે અંતરચારી (Subjective) થવાનું છે.
જ્યારે અન્યના નાના નાના દુર્ગણ પર વાત કરવાની, ટીકા કરવાની કે નિંદા કરવાની મરજી થઈ આવે કે જીભડીને ચળ થઈ આવે, ત્યારે એના ઉપર બ્રેક(કમાન)દબાવવાની જરૂર છે અને પોતે કયાં ઊભે છે, પોતામાં એ જ બાબતને અંગે કેટલી નબળાઈ છે, એનો બારિકીથી અભ્યાસ કરવાની જરૂર છે. જ્યારે આ આત્મપરિકમ્મા કરવાની ટેવ પડશે, જ્યારે પોતાની જાતની આસપાસ ફેરા ખાતાં આવડશે, જ્યારે હૃદય પરીક્ષા કરવા સ્વપ્રદક્ષિણ કશ્યામાં આનંદ આવશે, ત્યારે આખી વાત નવીન આકારે સમજાશે, અંતરના ઓજસ પ્રસરશે અને પછી જણાશે કે આપણી પાસે અન્યની તુલના કરવાનાં ત્રાજવાં છે જ નહિ, અને હોય તે પણ તેને વિનાપ્રસંગે કે અકારણે ઉપગ કરવાની જરૂર
Page #320
--------------------------------------------------------------------------
________________
આત્મ કિસ્સા
૩૦૫
ખૂબ વિચાર
પ્રકાશ
છે જ નહિ. બધી વાત કરતાં અને કરતાં પેાતાને જ લાગશે કે આપણામાં કોઇ જાતની વિશેષતા નથી કે વિશિષ્ટતા નથી કે જેને લઈને આપણે અન્યની વાત કરવાની ચૈાગ્યતા પણ ધરાવી શકીએ. એનાં અનેક કારણા છે: નજરે દીઠેલ વાત પણ ખેાટી પડે છે, દેખવા—ફેર થાય છે, ખાજુ ર થાય છે અથવા છાયાના ફેરથી હકીકત ફી જાય છે, તે આપણા દરાજના અનુભવના વિષય છે. બીજી હકીકત એ છે કે આપણે બાહ્ય વસ્તુ કદાચ સારી રીતે જોઈ પણ શકીએ, પણ અંદરના આશય હેતુ કે બીજા અનેક વિચારી, તરગા અને પ્રેરક તત્ત્વા ફ્દી જાણી શકતા નથી, જાણવા માટે જે વિશિષ્ટ જ્ઞાન જોઈએ તે આપણામાં નથી અને માત્ર અનુમાન ઉપર આધાર રાખીએ, ત્યાં તે આપણી અક્કલ, આવડત, અનુભવ આદિ અનેક મુદ્દાએ આપણા નિર્ણય મર્યાદિત અથવા માધિત થઇ જવાના ઘણા સભવ છે.
સર્વથી મહત્વની વાત તેા એ છે કે અન્યની ખામતમાં તારા મત આપવાના તને અધિકાર શે? તે કાંઇ આખી દુનિયાને માટે મત આપવાના ઇજારા લીધેા છે ? તું તારી પાતાની સંભાળ લે, તારી જાતને ઉન્નત કર અને રસ્તે ચઢાવ, રસ્તા મળ્યા પછી એને સન્માર્ગે આગળ ધપાવ. એ દિશાએ તારે ઘણું કરવાનુ છે, તને એ કરતાં સમય મળે તેમ નથી, ત્યારે નકામી બીજાની વાત કરી વગર સમજણે કયાં હાંકયે રાખે છે ?
તું વિચારજે કે દુનિયામાં અનેક પ્રકૃતિના માણસે
20
Page #321
--------------------------------------------------------------------------
________________
R
YS S S
* * * * * *
૩૦૬
સાધ્યને માર્ગે છે કેઈમાં કઈ વિકૃતિ હશે, નબળાઈ હશે, તુચછતા હશે, અનિષ્ટતા હશે, તો કઈમાં બીજા પ્રકારની હશે, પણ તારામાં કઈ કઈ છે તે શોધ અને શોધીને તેને માટે યોગ્ય નિર્ણય કર. બાકી ચોક્કસ માનજે કે દુનિયામાં કોઈનાં નળીઆં સૂતાં હશે તો કોઈને નેવાં સૂતાં હશે, પણ તારે તેની પંચાત શી? તારાં નળીઆં ક્યાં સૂએ છે અને તું ક્યાં બેઠે છે તે વિચાર તે બસ છે. તું કદી એમ ન ધારો કે તારૂં છાપરું તદ્દન સલામત જ છે. તારા ઘરમાં તે ચારે બાજુએ ખાબોચી પડી રહેલાં છે અને પાણીની બાલદીએ ભરી ભરીને કાઢે તેપણ ઘર સાફ થઈ શકે તેમ નથી, ત્યાં તું પારકાં નહી તપાસવા ક્યાં જાય છે? તારે તે ખૂબ વિચારવાનું છે. જરા આંખ ઉઘાડીને સામે જેવાને બદલે અંતર ચક્ષુ ઉઘાડીને અંદર નજર કર. અરે! તને એમાં એટલા ગોટાળા, ખાડા અને ઘુંચાળા માલૂમ પડશે કે તું અસાધારણ બુદ્ધિ શક્તિ અને આંતરશાર્યવાળ નહિ હે તે, તું તેમાં ગોથા ખાઈ જઈશ, ગૂંચવાઈ જઈશ અને ગોટાળે ચઢી જઈશ.
તું આમ દેડો છેડો કયાં ચાલ્યો જઈશ ? અને કેટલે ચાલ્યો જઈશ ? અને શા માટે દોડયા કરે છે? જેને માટે તું મત આપી રહ્યો છે, જેની ટીકા કરી રહ્યો છે, જેની નાની મેટી વાતને તુ અગત્ય આપી રહ્યો છે, તે સર્વે પંખીના મેળા છે, આ તો એક રાતને વિસામે છે, એમાં કેટલાક મળી ગયા, એ સર્વ પંખીની અપેક્ષાએ અતિ અલ્પ છે અને તે પણ અહીં બેસી રહેવાને નથી; માટે નિરર્થક માથાફેડ અને લમણાઝીક કરવાને બદલે
Page #322
--------------------------------------------------------------------------
________________
આત્મ પરિકમ્મા
૩૦૭ તારી જાતને તપાસ, તારી જાતને સંભાળ અને તારી જાતને વિકસાવ. - વળી એ રીતે પરલક્ષી થવાને બદલે અંતરલક્ષી થઈશ, ત્યારે આગળ જણાવ્યું છે તેમ પ્રથમ તે તને ઘણી ગૂંચવણે દેખાશે, પણ પછી અંતરના અંજવાળાં પડશે અને ત્યારે તે નહિ અનુભવેલું દેખાશે, નહિ જાણેલું જણાશે, નહિ સૂણેલું સંભળાશે. એ અનાહત નાદના ગોરવ ઓર છે, એનાં અંતર તેજ અનેરાં છે, એની અદ્ભુત સુગંધ અનનુભૂતપૂર્વ છે. બે ઘડીના મેળામાં તું શું રાચી રહ્યો છે ? તારું એ કામ નથી, તારું એ સ્થાન નથી, તારું એ માન નથી. તું કઈ ભૂમિકાને પ્રાણી ! અને ક્યાં અથડાઈ પડે છે. અને કેવામાં ભરાઈ પડે છે ? તારા નૈરવને એ વાત શોભે નહિ, તારા સાચા ઉદ્દેશને એ અનુરૂપ ન હોય, તારા તેજને એ વિકસાવનાર ન હોય. | માટે તારી જાતની ફરતી પ્રદક્ષિણું લે, તારા અંતરમાં ઊતર, આત્મનિરીક્ષણ કર અને ત્યાં સુવર્ણસિંહાસને બેઠેલા તારા નટરાજને છે અને એની ફરતે કચરો લાગે છે અને લીલા લાગી ગઈ છે તથા એના ઉપર ધૂળ ચઢી ગઈ છે એને દૂર કર. તું તારામાં જ છે, તું તારામય છે, તું એક અને અદ્વિતીય છે અને તારા વિકાસ તારા હાથમાં છે, તારે કુલસ્વાધીન છે, તારા અંતરમાં છે. તારી પિતાની આસપાસ એકાગ્રપણે એકવાર પ્રદક્ષિણા કરીશ તે તારી પરાવલંબી કે પરકીય ભૂમિકા ઊડી જશે અને એ ગઈ એટલે કાર્ય સફળ થઈ ગયું સમજજે. એ વાતમાં બે મત પડે તેમ નથી, માટે આત્મલક્ષી થઈ આત્મપ્રદક્ષિણા કર
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૮
સાધ્યને માગે અને સ્વને જ વિચાર કરી એને વિકસાવ.
સામાન્ય રીતે આપણને એવી ટેવ જ પડી ગયેલી છે કે આપણે બીજાની બાબતેને જ વિચાર કરીએ છીએ. જંદગીમાં ફતેહ મેળવવી હોય તે તેની ચાવી એક જ છે. આપણે કોણ છીએ? આપણે અહીં શા માટે છીએ? અને આપણે શું કરી શકીએ તેમ છીએ? તેને વિચાર કરે, ખૂબ વિચાર કરવો, વારંવાર વિચાર કરે, જૂદાં જુદાં દષ્ટિબિંદુઓથી વિચાર કરે.
અહીં એક બાબત વિચારવા જેવી છે. ઉપરના ત્રણે મુદ્દા પર તારું પોતાનું આત્મચરિત્ર લખવા માંડ. શરૂઆતમાં તને મજા પડશે, તું થોડો આગળ વધીશ એટલે તને પિતાને જ મુંઝવણ થશે. લખતાં લખતાં “પણ પણ થતું જશે, અને આખરે તારે લખવું પડશે કે “હું જાણતા નથી, હું સમજતે નથી વિગેરે. જાતે પ્રયાગ કરીશ ત્યારે તને તારા આત્મચિત્રમાં અનેક ગૂંચવણે લાગશે, તું પ્રમાણિકપણે એ ચિત્ર તારી જાતમાહિતી માટે જ માત્ર લખીશ તે પણ તને સમજાશે કે એ ચિત્ર લખવું મુશ્કેલ છે અને આખરે તારે નિષ્ફળ પ્રયત્ન તું છોડી દઈશ, કંટાળીને થાકી જઈશ અને ગૂંચવણમાં ગોટાળે ચઢી જઈશ.
આટલું કબૂલ કરી શકીશ ? કબૂલ કરવા જેટલું ખમીર છે? કદી વિચાર કર્યો છે? પિતાનું આંતર ચિત્ર દોર વામાં આટલી બધી મુંઝવણું થાય એ તે કેવી વાત? આ શરીર અને આત્માથી તૈયાર થયેલી નૈકા શી ચીજ છે? એ કયાં ઘસડાઈ જાય છે? એને કયા બંદરે લઈ જવી છે? અને લઈ જવામાં ક્યા ધરણે અને નિયમો છે ? એની
Page #324
--------------------------------------------------------------------------
________________
આત્મ પરિકમ્મા .
૩૦ કઈ વાતને તે નિર્ણય કર્યો છે? અને ન કર્યો હોય તે કેવી વાત ગણાય? એ તું જ વિચાર. બીજાની સાથે ગમે તેમ વર્તજે, પણ પિતાની જાતની સાથે એકાંત વિચારણમાં તે આત્મવંચના કરતા નહિ. કયા બંદરે જવું છે એને ખ્યાલ પણ ન હોય અને વહાણને ભરદરિયે હંકારી મૂકવું એના જેવી અક્કલ તે કેની હાય ? છતાં એ દશા તારી છે એ વાત જ્યારે તું ખૂબ વિચાર કરીશ ત્યારે તને સમજશે. - થોરો (Thoreau ) નામને એક મહાન સાહિ
ત્યકાર થયો છે. તે કહે છે કે “ તારી પિતાની જાતને બરાબર ઓળખવી હોય તે તું તારી પોતાની ઉપર એક પત્ર (કાગળ) લખ. તેમાં તારી પિતાની શક્યતાઓ, તારું વર્તન અને તારા ઉદ્દેશે (Abilities, Character and Aim ) ના સંબંધમાં તું પોતે સાચે સાચું શું માને તે તું જણાવ, એટલે તું ક્યાં છે તેને તને ખરેખર ખ્યાલ આવશે. એ જાતની વિચારણાને પરિણામે થયેલા લેખનથી તું રાજી તે નહિ જ થાય એમ ચોક્કસ જણાય છે, છતાં એક વાત એ પણ છે કે એ વિચારણાને પરિણામે તારામાં કેટલાક ગુણે પ્રચ્છન્ન હશે તેનું પણ તને ભાન થશે. . જીવનની ફતેહ આવા પ્રકારની વિચારણુમાં છે. ગમે તે પ્રકારે જીદગી પૂરી કરવી અને સંસારસમુદ્રમાં પિતાની નૈકા ગમે તેવો પવન આવે તેને અનુસારે ઘસડાવા દેવી એમાં કાંઈ જ નથી, એમાં કાંઈ આનંદ નથી, એમાં કાંઈ તેજ નથી. જીવનની મોજ માણવી હોય તે જીવનને અંદરથી તપાસવું, પિતાની ધારણુ સમજવી,
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૧૦
v/Vw
સાધ્યને માટે પિતાના ઉદ્દેશાનો નિર્ણય કરે, પિતાના ઉદેશને વિરોધ થાય તેવા પ્રસંગે આવે ત્યાં અટકી પડવું અને જેમ બને તેમ બહાર ન જોતાં અંદર જોતાં શીખવું, સામે ન જોતાં પગ તરફ જતાં શીખવું અને ચકળવકળ આંખે નિરીક્ષણ કરી અન્યની આસપાસ ફેરફૂદડી ફરવાને બદલે પેતાના શરીરની આસપાસ પ્રદક્ષિણા કરવી. એનું નામ સાચું જીવન છે, બાકી તે અનેક ફેરા ખાધા, એક ખાડામાંથી બીજામાં પડ્યા અને બહારને ધકકે ચઢયા. એવા ફેરાઓ અને ધકેલાઓની ઘણી મોટી સંખ્યામાં એકને વધારે થશે એમ જરૂર લાગશે.
આખા જીવનરહસ્યની ચાવી આત્મવિચારણામાં છે, અંદર ઊંડા ઊતરવામાં છે, સાશ્ચના સુનિશ્ચયમાં છે અને તે નિશ્ચયને ગમે તેટલી અગવડે વળગી રહેવામાં છે. અત્યારે એ સર્વ મુદ્દા સમજી શકાય તેટલી તારામાં આવડત છે, સંગે અનુકૂળ કરી લેવાની તારામાં શક્તિ છે અને સાધ્યને માર્ગે ચાલવાની તારામાં કળા છે. નિશ્ચય કરીશ તે રસ્તે સરળ થઈ જશે, બાકી ચકબ્રમણની ફેરફુદડીમાં આંટા મારવા હોય તે તારી મરજીની વાત છે. ચાલુ પ્રવાહથી જરા ઊંચે આવ અને આત્મરમણતાની મજા જે. એને આનંદ અનુપમેય છે, એની લીજત અવ
નીય છે, એનો રસ અન્યત્ર અપ્રાપ્ય છે. . ધ. પ્ર. યુ. ૫૩. પૃ ૨૦૪ કે સં. ૧૯૯૩
-
Page #326
--------------------------------------------------------------------------
________________
સમેતશિખરને માર્ગે ( ૨૫ )
ઋજુવાલુકા ( ખરાકા ) થી આગળ વધ્યા. સૂર્યોદય થઈ ગયા હતા. પક્ષીએ ચારે તરફ ઊડી રહ્યા હતા. વૃક્ષની ઘટાએ પેાતાની છાયા સડક પર નાખતી હતી. આખા રસ્તા ખધેલા અને સાફ જણાતા હતા. પછવાડે ગાડાની હાર લાગી હતી. પોષ માસનું આકાશ તદ્ન નિર્મળ હતું. એ દિવસ પહેલાં વરસાદ થઈ ગયા હતા, તેથી જમીનમાં ઠંડક અને પાષ માસની ટાઢ બન્નેને સહયેાગ થયા હતા. ગરમ એવરકેટથી શરીરને ઢાંકી લઈ ભૈરવ રાગમાં ‘ચલના જરૂર જાવું, તાજું કૈસા સેાવના’ ખેલનાર મુમુક્ષુ સાથે પાદગમન કરવા માંડયું. બેસવાની જરૂર હોય તે ગાડાની સગવડ હતી, પણ પ્રભાતના આનંદના લાભ લેવા અને વિચાર પથમાં ચાલી રહેલી ચર્ચાને સ્પષ્ટ સ્વરૂપ આપવા તરવરી રહ્યું હતું. મુમુક્ષુ જિજ્ઞાસુ હતા અને કાંઇક અભ્યાસી પણ હતા. તેમણે પણ · ઘડી ઘડીકા-પક્ષ પલકા—લેખા લીયા જાયગા' એ સ ંદેશ સાંભળ્યો ત્યારથી કાંઈક વાત કરવાની ઉત્સુકતામાં પડી ગયા હતા. યાત્રાળુસમુદાયને પછવાડે રાખી અમે બન્ને સમેતશિખરને માર્ગે આગળ વધ્યા. સામે પાર્શ્વનાથનાં શિખરા અને અને આનુની વૃક્ષવટા-એકને સ્તુવાલુકાને તીરે’ ના લેખ નં. ૬ વાંચ્યા
મન
:
૧ પૃ. ૭૩ માં શરૂ થતા હશે, તેના અનુસંધાનમાં આ લેખ વાંચવા.
૧
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૨
સાધ્યને માગે ચક્ષુ સન્મુખ રાખી, બીજાને આશ્રય કરી, શાંત નિર્જન સ્થાનમાં અમે આગળ વધ્યા. તે પ્રસંગે અમારી વચ્ચે કેટલીક વાતચીત થઈ તેને સાર અત્રે ધી લીધો છે. સગવડ ખાતર આપણે ગાન કરનારને મુમુક્ષુ અને સાંભળનાર વિચારકને પંથીના નામથી ઓળખશું. તેઓ બન્ને વચ્ચે થયેલી વાત નીચેની મતલબની હતી:–
પંથી:–“આ માર્ગ બહુ સુંદર છે. વનરાજી વિકસી રહી છે. પક્ષીઓ શાંત મધુર અવાજ કરે છે. સૂર્ય પ્રકાશી રહ્યો છે પણ ગરમી જણાતી નથી. ભૂમિની પવિત્રતા મનને પ્રમાદ કરાવે તેવી છે. આપણે આગળ ચાલ્યા જઈએ અને અંતરાત્માની શાંતિને અનુભવ કરીએ.” - મુમુક્ષુ –“આપ કહે છે તે તદ્દન સત્ય છે. યોગમાં સ્થાન પસંદ કરવાની જે વાત કહી છે, તેને આંતર હેતુ આપણે અનુભવીએ છીએ. મને લાગે છે કે આપણે જેમ જેમ આગળ વધશું તેમ તેમ ચેચના ત્રીજા અંગ આસનને અંગે સ્થાનની વિશિષ્ટતા સ્પષ્ટ થતી જશે. આપના ખ્યાલમાં હશે કે ગસાધનામાં સિદ્ધક્ષેત્ર, પર્વત ઉપરના શાંત ભાગો, દરિયાના કાંઠાઓ, અરણ્યના જીર્ણ પ્રદેશ, મેટાં ઉદ્યાન, નદીઓના સંગમસ્થાને વિગેરેનું શાંત વાતાવરણ પસંદ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યા છે. શાંત વાતાવરણ આત્માને બહુ અસર કરે છે એમ લાગે છે.”
પંથી:–“આપનું કહેવું એગ્ય છે. શાંત સ્થાન અને અનુકૂળ હવા ગસાધનામાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. હું તે તમારા પ્રભાતના ભેરવ પર જ વિચાર કર્યા કરું છું. તમે “ચલના જરૂર જાકું, તાર્યુ કેસા સેવના' એમ બોલી
અને બહુ અસર મુકવામાં આવી, વાતાવરણ
Page #328
--------------------------------------------------------------------------
________________
સમેતિશખરને માર્ગ
૩૧૩
મને મેાટા વિચારમાં નાખી દીધા છે. એ પદ આપે જેમ જેમ વારવાર ગાયું તેમ તેમ મને નવા વિચારો આવતા ગયા અને હજી પણ તેજ વાત મારા મનમાં ઘોળાયા કરે છે.’
સુમુક્ષુઃ આપ એટલા બધા શું વિચારમાં પડી ગયા ? મેં તે એક મહાત્મા ચેાગીના પદનું ગાન કર્યું" હતું. આપના મનમાં જે વિચાર આવ્યા હોય તે જણાવા તે મને પણ આપના વિચારોને લાભ મળે.’
પથીએ મનમાં ઘેાળાતા વિચારાના સાર કહી સંભળાવ્યેા, તેણે ‘ચલન' ના ખ્યાલ આપ્ટે, આખું વિશ્વ ચાલ્યું જતું હાય એ વાત જણાવી, કેટલાકનાં ચલના સાધ્યનાં ઠેકાણાં વગરનાં અને કેટલાકનાં ચાલી દોડીને ગાળ વર્તુળમાં રનારાં જણાવ્યાં, ચેડા પ્રાણીનાં ચલના સાધ્યને લક્ષીને થતાં બતાવ્યાં અને કેટલાકનાં ચલના સાધ્યને જાણ્યાં છતાં પાછા પડી જતાં હાય, રસ્તાની આજુબાજુના આ ક તત્ત્વામાં લપસી જતાં હોય અને સાધ્યને વિસરી જતાં હોય તેવાં જણાવ્યાં, પેાતાનું સાધ્ય તુરત માટે અને અંતિમ શુ છે તે જણાવ્યું અને પછી તે પર વિચારણા ચાલી.
સુમુક્ષુઃ—બંધુ ! આવા એક ચાલુ પદ પર તમે તે ઘણા વિચાર કર્યાં. સાર ગ્રહણ કરવા અથવા સાર શેાધી કાઢવે એ કવ્યપ્રેરણા ખતાવે છે. ત્યારે આપના કહેવા પ્રમાણે આપણે તે ચાલ્યા જ કરીએ છીએ, એટલે આપણે તે આપણાં સાથે પહોંચી જવાના—એમ નક્કી થયું કે નહિ ??
પથીઃ—એમ ચાકસ ન કહી શકાય. સાધ્યને લક્ષ્યમાં રાખી તે તરફ સીધું પ્રયાણ થાય, મામાં આવતી લાલચેામાં ફસી ન જવાય, તે સાચ્ચે જવાના માર્ગે ટૂંકા થતા જાય
Page #329
--------------------------------------------------------------------------
________________
vv
,
૩૧૪
સાધ્યને મા એમ મને લાગે છે. આપણું અત્યારનું સાધ્ય મધુવન અને પાર્શ્વનાથનું શિખર છે. એ તે સ્થળ સાધ્ય છે, તેની તો નજીક આપણે જતા જઈએ છીએ, પણ આપણું અંતિમ સાધ્ય તે અત્યંતર છે. તેની નજીક પહોંચવા માટે બાહ્ય દષ્ટિ અને આંતર દષ્ટિની જરૂર છે.” - મુમુક્ષુ – ત્યારે ભાઈ ! બાહ્ય દ્રષ્ટિ અને આંતર દષ્ટિમાં તફાવત ખરો?”
પંથી એ બે વચ્ચે ઘણો મોટો તફાવત છે. બાહ્ય દષ્ટિએ સાંસારિક કાર્ય કરનાર જે આત્મામાં મગ્ન હાય, સાક્ષી ભાવે ફરજ બજાવતે હોય તે બહુ ઓછા બંધ કરે; ત્યાગભાવને બાહ્યાડંબર કરનાર કષાયપરિણતિને ત્યાગ ન કરે તે તીવ્ર કર્મબંધ કરે. આથી બાહ્ય નજરે એક સરખી ક્રિયા કરનાર કર્મબંધનને અંગે મોટો ફેરફાર પ્રાપ્ત કરે એ આપણે દીર્ધ વિચારને પરિણામે સ્થાપિત થયેલ સિદ્ધ નિયમ છે.” | મુમુક્ષુ:–“તમારી વાત બરાબર સમજાણું નહિ. આપણે અત્યારે ચલને પર વિચાર કરીએ છીએ. ચલનમાં બાહ્ય નજરે સરખાં ચલન હોય, છતાં અંદરથી ભેદ કેમ હાઈ શકે ? અને દષ્ટિવાન એકજ હોય પછી એમાં બાહ્ય અને આંતરને અંગે તફાવત હવે કેમ સંભવે?”
પંથી:–“આપ વિશિષ્ટ જ્ઞાતા હેઈ આવે સવાલ કેમ કરે છે ? બાહા દષ્ટિ અને અંતરાત્માનું સામ્રાજ્ય એ તદ્દન જુદી જ બાબત છે. આંતર રાજયમાં પાંચ ઈન્દ્રિયે, ક્રોધ, માન, માયા, લાભ, અનેક પ્રકારની લાગણીઓ, ઈચ્છાએ, અભિલાષાઓ, મંતવ્ય, લોલુપતા, સિકતા
Page #330
--------------------------------------------------------------------------
________________
woman
સમેતશિખરને માગે
૩૧૫ વિગેરે હદયના ભાવો પ્રાણીને તદ્દન સંસાર સન્મુખ ખેંચી જાય છે, એનું ચિત્ત એને તદ્દન જુદે જ માર્ગે લઈ જાય છે, બાહ્યા નજરે ક્રિયા કરતો હોય તેનાથી તદ્દન જૂદા જ વિચારે મનમાં ઘળાતા હોય છે, એ તો આપણને દરજનો અનુભવ છે. આથી બાહ્ય દ્રષ્ટિ અને આંતર દષ્ટિ વચ્ચે તે ઘણે તફાવત છે. સુજ્ઞ પુરુષે બાહ્ય ક્રિયા કે આચાર જેઈને રાજી થાય છે, એની અવગણના કરતા નથી, પણ એના ઉપર કોઈ પ્રકારનો મદાર બાંધતા નથી કે તેલ કરતા નથી. આંતર દષ્ટિના માર્ગો તદન જૂદા જ છે.” | મુમુક્ષુ –પણ ભાઈ આંતર અને બાહા એક બીજાથી ઊલટા જ હોય એ કોઈ નિર્ણય છે?”
પંથી:–“નહિ, કોઈવાર બાહ્ય અને આંતરની એકતા પણ હોય છે, પણ સર્વદા હેવી જ જોઈએ એવો નિયમ નથી. બાહ્ય નજરથી ફ્લાઈ જવા જેવું નથી, એટલું જ મારું કહેવું છે.” | મુમુક્ષુ –“ત્યારે ચલમાં પણ એજ વાત આવશે. બાહ્ય નજરે ચલન થતું દેખાય તે ખરેખર હાર્દિક છે એમ કહેવાય નહિ. એ સાધ્યને અનુલક્ષીને હેય પણ ખરું, અને ન પણ હોય. ત્યારે જે એમ હોય તે પછી અન્યની પરીક્ષા આપણે કેવી રીતે કરી શકીએ?”
પંથી–તમારું કહેવું સારું છે. ચલને હાર્દિક હેય તેજ વિચારવા ગ્ય કહેવાય. ઉપર ઉપરના સ્થળ અથવા સાધ વગરનાં પગલિક પિપાસાથી કે સાંસારિક અપેક્ષાથી અથવા માનની ઈચ્છાથી કે માયાના ફાંસાથી થયેલાં ચલને નકામાં છે, એટલું જ નહિ પણ એ ધાર્મિક
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૬
સાયને માગે બાબતેને અંગે હેય તે કેટલીક વાર ઊંડી સમજ વગરના પ્રાણીને વિના કારણે ધમીટ મનાવવાને દાવ કરાવનાર થાય છે, સંસાર વધારનારાં થાય છે અને પરિણામે અત્યંત નુકશાન કરનારાં નીવડે છે. અન્યની પરીક્ષામાં મુશ્કેલી કહી તે ખરી છે, પણ તે સંબંધી એક વાત વિચારવાની છે: અન્યની પરીક્ષા કરવાની આપણને જરૂર શી? આપણો અધિકાર ? આપણે આપણું પોતાની પરીક્ષા કરીએ તે બસ છે, અને તેને માટે જુદાં જુદાં સાધને છે, એ આંતરદશામાપકયંત્ર (inner berometer) ને ઉપયોગ કરી આપણું સંભાળીએ તે ઘણું છે. વિશિષ્ટ અધિકારીઓ અન્યને સંભાળી લેશે.”
મુમુક્ષુ–પણ ભાઈ! વ્યવહારમાં એમ તે કેમ ચાલે? આપણને ધાર્મિક તેમજ સાંસારિક બાબતમાં અન્યના સંસર્ગમાં તે આવવું પડે જ. આપણે કાંઈ હજુ સર્વ સંગત્યાગ કર્યો નથી, તે પછી આપણે અન્યની પરીક્ષા કરવાના પ્રસંગે અને સાધને લક્ષ્યમાં રાખવા જોઈએ.”
પંથી:–“તમે કહે છે તેવા જરૂરી સંવ્યવહાર માટે પરીક્ષા કરવાનાં ઘણાં સાધને છે. આંતરદશા કેવી છે તે પ્રસંગે જણાઈ આવે છે. ખાસ કરીને રાગદ્વેષની પરિણતિ કેવી છે તે જોવાથી, જરા વધારે પરિચયથી સામાની પરીક્ષા થાય છે, પરંતુ એ પરીક્ષા છેવટની તે નજ હેઈ શકે. કારણકે કેટલાંક પ્રાણીઓ માયાના જોરથી છેતરપીંડીને (પરવચનાને) પણ પરાકાષ્ઠા સુધી લઈ જઈ શકે છે. જરૂર પૂરતી પરીક્ષા કરવા માટે સામાની આંતર દશા તપાસવી, સંસારરસિકતા જેવી, સ્વાર્થ અને ત્યાગ વચ્ચે વિસંવાદ
Page #332
--------------------------------------------------------------------------
________________
સમેતશિખરને માર્ગે
૩૧૭ આવે ત્યારે તે ક માર્ગ આદરે છે તે તપાસ અને બાકી તે પિતાને જ બહુ વિચાર કરવો. કેમકે પિતાને માટે ઘણું વિચારવાનું છે, બહુ તપાસવાનું છે, ઘણો ખ્યાલ કરવાનું છે. અન્યની ચિંતા કરવાને વખત (ટાઈમ) પણ નથી, ફુરસદ પણ નથી અને ખાસ કારણ વગર જરૂર પણ નથી. જીવનકાળ બહુ ટૂંકે છે અને કર્તવ્ય બહુ છે. આત્મોન્નતિ માટે બહુ કરવા જેવું છે, તેમાં પારકી પંચાત તે કયાં કરી શકાય? તમારું પ્રભાતનું પ્રેરક વાક્ય યાદ કરો.” | મુમુક્ષુ –ત્યારે તમને એમ લાગે છે કે આપણે આપણે પોતાને જ વિચાર કરે, અન્યની દરકાર કરવી. નહિ, તેઓનાં સુખદુઃખ પર ખ્યાલ કરવો નહિ, તેઓને આપણું સાથે ચલન કરાવવાનો પ્રયત્ન પણ કરે નહિ?”:
પંથી:–“આપ મારા શબ્દો બરાબર સમજ્યા નથી અથવા જાણુને ખોટી રીતે ખેંચી જાઓ છે. મારા કહેવાને, ભાવાર્થ એ છે કે આપણે આપણા વિકાસ માટે ઘણું કરવાનું છે, તેથી અન્યની પરીક્ષા માટે બહુ સમય વ્યતીત કરવાની. કે તદ્વિષયે ચિંતા કરવાની જરૂર કે અવકાશ નથી; બાકી અન્યને ચલન કરાવવા, તેઓ પર ઉપકાર કરવા, તેઓને વાસ્તવિક સુખી કરવા પ્રયત્ન કરવા, એ તો આપણા વિકાસનાં પ્રબળ સાધન છે, આત્મા અમુક હદે ન પહોચે
ત્યાં સુધી જરૂરનાં છે, એટલું જ નહિ પણ અનિવાર્ય છે. સજ્જન પુરુષની વિભૂતિઓ પરોપકાર માટે જ હોય છે.” : | મુમુક્ષુ:–“ત્યારે તે આપણા અભિપ્રાયે તદ્દન મળતા આવે છે. મારું કહેવું પણ એજ છે કે આ ટૂંકા જીવનમાં
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૮
સાધ્યને માગે બને તેટલે પરોપકાર કરે અને લક્ષ્ય આત્મા તરફ આંતર દશા તરફ રાખવું. હવે મારે તમને એક બીજી જ વાત પૂછવાની છે. તમે “ચલન” અને “સેવનને અંગે જે લંબાણ વિચારે જણવ્યા, તેની અંતિમ હદ કયાં આવે છે ? ક્યાં સુધી ચાલ્યા કરવું અને પછી શું ?
પંથી આપની વિચારણુ ઘણી સુંદર છે. ચલનને ઊલટો ભાવ સોવન (સુવાનું) નથી, પણ સ્થિરતા છે. ચલનને અંતે સ્થિરતા આવે ત્યાં ચલનની અન્તિમ હદ આવે છે, અને ચલનને અંતે સેવન આવે ત્યાં માત્ર ટુંક સમય માટે ચલનને અટકાવે છે, અને તે પસંદ કરવા લાયક નથી. સ્થિરતા અંતિમ સાધ્ય છે, જ્યારે “સોવન” એ માત્ર બ્રેક છે. રેલ્વેના એંજીનને બ્રેક દરેક વખતે અટકાવે ત્યારે શું થાય છે
અને સ્ટીમ (વરાળ) કાઢી નાખે ત્યારે તેનાં ચક્રોની શી સ્થિતિ થાય છે તે વિચારશે તે ચલન, સ્થિરતા અને સેવન વચ્ચેનો તફાવત ખ્યાલમાં આવી જશે.” | મુમુક્ષુ આપની એ વાત તે સમજાણી, પણ એ રીતે કયાં સુધી ચાલ્યા કરવું અને પછી શું ? એ મારા મનનો જવાબ મળે નહિ.”
પંથી:–“આપના એ સવાલનો જવાબ પણ આવી ગયે. અંતિમ સાધ્ય શાશ્વત સ્થિરતા છે, એ પ્રાપ્તવ્ય છે, એ પ્રાપ્ત થાય ત્યારે આત્માની સાથે લાગેલી સ્ટીમ તદ્દન નીકળી ગયેલી હોય છે, આત્મા સ્વત: શુદ્ધ સ્ફટિક દશામાં આવી જાય છે, અને પછી એ દશામાં કાયમ રહે છે. રેલ્વેના એંજીનમાં અને આત્મામાં પછી સામ્ય રહેતું નથી. એંજીનમાં વળી ફરીવાર ટીમ તૈયાર કરાય છે, પણ આત્માને સ્થિરતા
Page #334
--------------------------------------------------------------------------
________________
રમતશિખરને માગે
કાર મળ્યા પછી સ્ટીમ ચઢતી નથી, એ એની સાધ્ય દશામાં સ્થિર રહે છે, પરમ શાંતિનો અનુભવ કરે છે અને સર્વ પ્રકારનાં સુખ, દુઃખ, પ્રપંચ અને રખડપટીને દૂર કરે છે. આ કાયમની સ્થિતિ છે, એને માટે ચલને બહુ જરૂરી છે, માત્ર તે એગ્ય પ્રકારના અને સાધ્ય તરફ લઈ જનારાં હાધાં જોઈએ.” | મુમુક્ષુ:–એક બીજી વાત કરું: ચલને તદ્દન અટકી જાય અને પછી તે બેસી રહેવાનું, એટલે એમાં મજા શી આવતી હશે? મને તે ચલનમાં એક જાતનો આનંદ આવે છે.” - પંથી–એજ સંસારરસિકતા છે. સ્થિરતામાં જે આનંદ છે, શાંતિ છે, સુખ છે, અવિનાશીતા છે, તેને ખ્યાલ સંસારીજીવને આવો અશક્ય છે, અને આ વાત ચાલ્યા કરવામાં પણ શે આનંદ છે? તમે ચલનમાં મજા કરે છે તે તે તદ્દન સ્થળ છે અને ઘણુંખરી મજા તે પાલિક છે. ખાવાપીવામાં, ઘરબાર વસાવવામાં, ઇન્દ્રિયના લેઓ ભેગવવામાં કે માનપ્રતિષ્ઠા મેળવવામાં તે જરાપણુ દમ જેવું નથી. એને માટે ચલન થાય તેને તો આપણી વાતવિક ચલનની વ્યાખ્યામાં સ્થાન પણ નથી. એવાં ચલને તે આત્માને પાછા પડમા છે, અધ:પાત કરાવનારા છે, સંસાર તરફ લઈ જનારાં છે. એ ચલનને પરિણામે તો ભણિકવાર ઉપર ઉપરના ભેગો મળે ત્યારે મન સુખ માને, બાકી એને વિયોગ થાય એટલે મહા આંતર કષ્ટ થાય, મોટે કચવાટ થાય અને મન અવ્યવસ્થામાં પડી જાય. એવાં ચલનેને તે વિચાર કરે પણ ઉચિત નથી. વિશુદ્ધ
Page #335
--------------------------------------------------------------------------
________________
૧vvvvvv/
કર૦
સાધ્યને મા ચલનેને વિચાર કરીએ તો એમ ને એમ ક્યાં સુધી ચાલ્યા કરવું ? ચાલ્યા કરવાનું જ હોય અને સાધ્ય ન હોય તે કોઈને તે પસંદ આવે જ નહિ. સૂઈ રહેવાની વાત તે ચલનની સરખામણીમાંજ ગમે તેવી છે, કામ કર્યાની આખરે સૂવું પસંદ આવે, બાકી માંદાને તેને અનુભવ પૂછીએ તે સૂઈ રહેવામાં પણ કંટાળે જ છે. આથી આત્મસ્વરૂપમાં સ્થિરતા થાય તે સાચ્ચે ચગ્ય ચલને થાય તેમાં જ મજા છે અને એ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ તેને ખરે અનુભવ થાય તેમ છે.” | મુમુક્ષુ –ચલને બે પ્રકારનાં છે, તે વાત તે સમજાય છે, પણ સંસારનાં ચલને તરફ આત્મા કેમ પ્રેમ બતાવતું હશે ? સમજીને નુકસાન થાય તેવા માર્ગ ગ્રહણ કરનારને ડહાપણવાળે તે ન જ કહી શકાય?”
પંથી:–“એ તો સ્પષ્ટ વાત છે. કષાય અને રાગદ્વેષની અસર તળે અને મેહનીય કર્મના પ્રબળ જોરથી આત્માની શુદ્ધ દશા તદ્દન અવરાઈ ગયેલી છે, અને તેને પરિણામે એવાં ચલને સાધ્ય તરફ રહેવાને બદલે સંસાર તરફ થાય છે અને દુ:ખના સંગમાં ફેરવાઈ જાય છે, સંસારનાં ચલને જે નીચે લઈ જનારાં ન હોય તે પ્રત્યેક દેડાદોડ કરનાર આખરે સ્થિર થઈ જાય અને તેથી વધારે દેડાદોડ કરનાર જલ્દી સાચ્ચે પહોંચી જાય. આથી મને તે એમ લાગે છે કે સાધ્યને અનુલક્ષીને જે દેડાદોડ કરે છે તે સાધ્યને નજીક કરે છે, જે ભેગ માન કે મેહની ઈચ્છાથી કે અસરથી ચલન કરે છે તે સંસાર તરફ જાય છે, સાચ્ચેથી દૂર જાય છે. આવી દોડાદોડી ક્યાં સુધી ચાલને ? બહુ
Page #336
--------------------------------------------------------------------------
________________
સમેતશિખરને માગે વિચારવા જેવું છે, ઘણું સમજવા જેવું છે. આપણું શરીર સામે જોઈને, શરીરની અંદર જોઈને, હદય-મગજની પરીક્ષા કરીને શુદ્ધ રસ પીવા લાયક છે.”
સુમુક્ષ:– ત્યારે સર્વ પ્રાણીઓ ડહાપણથી દેરાય છે એમ તો ન જ કહી શકાયને?”
પંથી–નહિજ ! ઘણા પ્રાણીઓ રાગ દ્વેષકે મેહની અસર તળે તદ્દન મૂર્ખાઈ ભરેલાં કાર્યો કરે છે, આત્માને પાછા હઠાડનાર માર્ગે આદરે છે અને બાળ જવાને વર્તન કરે છે. એમાં શુદ્ધ સાધ્યને માર્ગે માત્ર સાધ્યપ્રાપ્તિના એકજ અંતિમ સાધ્યથી, મન કે મેહની ગણના કર્યા વગર કાર્ય અંક્તિ કરનારા તે વીરલા જ નીકળે છે અને આ માર્ગ વીરલાઓ માટેજ છે, શરવીરો માટેજ છે. નરકમાં ખદબદ કરતા, ઝેરમાં લહેર માનનારા, વિષ્ટામાં લપટાઈ રહેલા માટે આ માર્ગ નથી. વરને માર્ગ વીરે માટે જ છે.” | મુમુક્ષુ:–“તમે વાત કરતાં પાછા અલંકારિક શબ્દમાં ઊતરી જાઓ છે, ઝનૂનમાં આવી જાઓ છે. આપણે શાંત રીતે ચર્ચા કરવાની છે. મારે તમારી પાસેથી ઘણું વિચાર ચર્ચા દ્વારા જાણવા છે, સ્પષ્ટ કરવા છે. આપ આપણું
વ્યવહારુ ભાષામાં જ વાત ચલાવવા કૃપા કરશે. આ ચલનના વિષયમાં મને બહુ મજા આવી છે. આપણે આવતી કાલે ગિરિરાજની યાત્રા કરશું ત્યારે ડારવીનને વિકાસવાદ ( Theory of Evolution ) અને તમે કહેલા ચલનસ્થિરતા અને સેવનમાં શું તફાવત છે અને સંસારરસિકતા અને સાધ્યલક્ષ્યમાં કેટલે અંતર રહે છે તે પર વિચાર કરશું. આપ જરા સર્વથી છૂટા પડી મારી સાથે ચાલશો?
Page #337
--------------------------------------------------------------------------
________________
ત
કન
/
/
\
૩રર
- સાધ્યને માગે : પથી:–“મેં અલંકારિક ભાષામાં વાત ન કરવા નિર્ણય જ રાખે છે. છેલ્લા બે ચાર વાગ્યે કહાં તે સ્પષ્ટાર્થ વાળાં છે, છતાં તમે ચેતવણી આપી તે બહુ ઠીક કર્યું. આવા તત્વચિંતવનના વિચારે અલંકારમાં ઊતારી દેતાં ઘણી વાર નકામી અવ્યવસ્થા અથવા અસ્તવ્યસ્તતા થઈ જાય છે, અથવા ખોટા વાદવિવાદ ઉત્પન્ન થાય છે. દષ્ટાન્તની તો જરૂર પડશે જ, દાખલા તરીકે મારે આજે એજીન-સ્ટીમબ્રેક વિગેરેની વાત કરવી પડી હતી, પણ ભાષા સાદી રાખવા પ્રયત્ન કરવાની જરૂર છે અને ચીવટ રાખવાથી તેમ થઈ પણ શકે છે. આપે ડારવીનના સિદ્ધાન્તને આગળ કરી જે વાત શરૂ કરી તે બહુ સુંદર છે. આપણે અનુકૂળતા પ્રમાણે કાલે તે વિષય પર વાત કરશું અને આ આત્મચલનના વિષય પર તમારી સાથે વાત કરતાં મને પણ ઘણું જાણવાનું મળશે. આપણી સાથે જે ચર્ચામાં રસ લઈ શકે તેનેજ સાથે લેશું અથવા આપણે જૂદા જ ચાલશું. આ ભૂમિની શાંતિ આપણને ઘણે આનંદ આપે છે, મગજને પ્રફુલ્લિત બનાવે છે અને કેટલીક અંતરની ગૂંચવણના નિકાલ કરાવી નાખે છે.”
આમ વાત ચાલતી હતી તેટલામાં પછવાડેના યાત્રાળુઓ આવી પહોંચ્યા. એક નાના ગામડાનું પાદર દેખાવા લાગ્યું, શ્રી પાર્શ્વનાથની જયઘોષણા ચારે તરફ થઈ રહી અને ગાડીઓના શબ્દની અંદર તેમજ ચાલનારથી ઊડતી ધૂળની અંદર અમારી વાર્તા શમી ગઈ. અમારે આ સ્થાન પર ખાવાનું હતું, તેથી તેને ચગ્ય તૈયારીઓ ચાલી અને ઉન્નતભાવનાભાવિત જીવે દેહચિંતામાં પડી ગયા. જે. ધ. પ્ર. પુ૩૬. પૃ. ૮૨ } વિ. સં. ૧૯૭૬
Page #338
--------------------------------------------------------------------------
________________
[૩૨૩]
આ લેખકની અન્ય કૃત્તિ
—(0)—
શ્રી અધ્યાત્મકપ-દુમ
મુનિસુંદરસૂરિ રચિત. કોંના જીવન ચરિત્ર, અધ્યાત્મની વ્યાખ્યા અને ઉપયુક્તતા, ચોપાઇ અને વિસ્તૃત વિવેચન સાથે. રૂા. ૨-૮-૦ પડિત વીરવિજય જીવન અને કૃત્તિએ
તે પર ઉપલબ્ધ થયેલાં સાધના દ્વારા વિવેચન. ૦–૨-૦ શ્રી ઉપમિતિ ભવ પ્રેપ'ચા કા
ભાગ ૧-૨-૩. પ્રસ્તાવ ૧ થી ૮. ગુજરાતી ભાષા વતરણું. વિસ્તારથી નેટ વિવેચન સાથે. ત્રણે ભાગ મળી લગભગ પૃષ્ઠ સંખ્યા ૨૪૦૦. આખા સંસારને ચિત્ર રૂપે રજુ કરનાર, જ્ઞાનદર્શનચારિત્ર-રત્નત્રયથી ભરેલ અસાધારણ તત્ત્વજ્ઞાન અને નીતિ દર્શાવનાર અપૂર્વ ગ્રંથ. ત્રણે ભાગની કિ. રૂા. ૯-૮-૦ શ્રી સિદ્ધષિ
શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા ગ્રંથનું મહત્વ, ગ્રંથકાર શ્રી સિદ્ધષિ ગણુનું જીવનવૃત્ત અને દશમી શતાબ્દમાં જનતાની પરિસ્થિતિ દર્શાવનાર ઉપાધ્ધાત રૂપે ચેાજાયેલ ગ્રંથ. મૂલ્ય રૂા. ૩-૦-૦, શ્રી ઉપમિતિ કથા ભાષાંતરના ત્રણ ગ્રંથા અને આ ગ્રંથને સાથે લેનારને રૂા. ૧૦] પડે છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
[૩૨૪] શ્રી શાંત સુધારસ
વિનયવિજય ઉપાધ્યાયકૃત બારભાવના,મૈત્રી, પ્રમેહ, કરૂણ તથા માધ્યચ્ચ પર વિસ્તારથી વિવેચન. ગ્રંથકર્તાના
ચરિત્ર સાથે. બે વિભાગમાં પ્રત્યેક વિભાગને રૂા. ૧-૦-૦ વ્યવહાર કેશલ્ય
ભાગ ૧-૨. સો લેખેને સંગ્રહ. પૃષ્ઠ ૨૦૦ અને
વિભાગની સાથે કિંમત રૂ. ૦-૬-૦' આનંદઘન પદ્ય રત્નાવલી
શ્રી આનંદઘનજી ૫૦ પદ પર વિવેચન અને લેખક ચગીનું ચરિત્ર અને તે પર વિચારણા. હાલ
અનુપલબ્ધ. રૂા. ૩–૯–૦ જેન દષ્ટિએ વેગ
ગની ભૂમિકા પર વિવેચન. આઠ દષ્ટિ. હેમચંદ્રાચાર્યોદિનાં સ્થાને. વિભાગ પ્રથમ ૦–૮–૦
ઉપરનાં સર્વ પુસ્તક ઉપર ટપાલ કે રેલ્વે પાર્સલ ખર્ચ અલગ સમજવું. એ સર્વ ગ્રંથ શ્રી જૈનધર્મ પ્રસારક સભા ભાવનગર અને પ્રસિદ્ધ બુકસેલરને ત્યાં મળે છે.
Page #340
--------------------------------------------------------------------------
________________ જયતિ મુદ્રણાલય, અમદાવાદ