________________
સંતસમાગમની બીજી ઘડી
૧૫૮ એ પ્રશ્ન પૂછતાં જોઈ નવાઈ લાગે છે.”
સંતઃ–“નવાઈ તુરતમાં દૂર થશે. સૂતી વખતે એ બાબત યાદ આવી હતી ?
મુમુક્ષુ –હા, અને તેથી આનંદ પણ પળમાત્ર થએલ.” સંતા–બીજી કાંઈ વિચારણા થઈ હતી?”
મુમુક્ષ:–“ખાસ કોઈ યાદ નથી. આજે આવા સવાલ કેમ પૂછે છે? કાંઈ તત્ત્વજ્ઞાનની વાતને બદલે અંગત વાત કેમ?” - સંત—“આજે એમાં જ રસ પડતો દેખાય છે. મારા પ્રશ્નનો તે જવાબ આપે નથી. મારે પ્રશ્ન હતો કે ગઈ કાલે લક્ષમી કેટલી પ્રાપ્ત કરી? એનો જવાબ નથી મ.” - મુમુક્ષ:જવાબ તે સાહેબ! અપાઈ ગયો. આપ કેમ આજે અસ્તવ્યસ્ત બેલે છે ?” - સંતઃ—જવાબ નથી મજે. તારા જેવા જિજ્ઞાસુ લક્ષ્મીને ઓળખી શક્યા નથી–એમાં જ ચમત્કાર લાગે છે. જરા વિચાર કરીને જવાબ આપ.”
મુમુક્ષુ – આપ શું કહે છે? લક્ષ્મીને હું ઓળખી શક્યો નથી? અરે! સાહેબ! ત્યારે આપનો પ્રશ્ન આત્મિક લક્ષમીને અંગે હતું એમ કહેને!”
સંતા–પરભાવને ભજનારા એવા આખરે અહીં મૂકી વાની ચીજોના ઢગલાને, તારા જે લક્ષમી માને અને મનાવે તે તો નવાઈ પાર રહે નહિ.” - મુમુક્ષ—પણ સાહેબ અત્યારે તો એના મંડાણ મંડાયા છે, ચારે તરફ એની વાત થાય છે, એના પર સાહિત્ય રચાયાં