________________
સંત સમાગમની બીજી ઘડી*
(૧૩) * આજે સંત મારે મંદિરે આવી ચઢયા. અમે હવેલીના ચેથા માળ ઉપર બેઠા. સ્વાગતના પ્રાસ્તાવિક ઉપચારના ચાલુ એક બે પ્રશ્નોત્તરે પછી અમારી વચ્ચે નીચે પ્રમાણે વાતાલાપ થયે.
સંત આજે કાંઈ આનંદમાં દેખાઓ છે ? મુમુક્ષુ–કાંઈ ખાસ નહિ. સામાન્ય રીતે મજા છે.” સંત –“આજે સવારે શું વિચાર કર્યો?
મુમુક્ષુ–કાંઈ ખાસ વિચાર કર્યો નથી. સામાન્ય નિત્ય કર્મ કર્યું?
સંત–ત્યારે કાલે રાત્રે સૂતી વખતે કાંઈ ને અનુભવ કર્યો ?
મુમુક્ષક–સૂતી વખતે સહજ પરમાત્માના નામનું સ્મરણ કર્યું અને ઊંઘ આવી ગઈ.
સંત – કાંઈ ભાસ થયો? કઈ ચિંતા થઈ? કાંઈ કાંઈ વિચારણા ચાલી ? - મુમુક્ષુ –કાંઈ ખાસ થયું નથી. સામાન્ય રીતે વિચાર થયા કરે છે તે થયા. કેઈ ન અનુભવ થયો હોય એવું સ્મરણમાં નથી.”
સંતઃ–ગઈ કાલે લક્ષ્મી કેટલી પ્રાપ્ત કરી
મુમુક્ષુ–કાલે વ્યાપારમાં ઠીક પેદા કર્યું. આપને • એક મુમુક્ષુની રોજનિશિમાંથી તારવેલ.