________________
વિલક્ષણ અનુભવા
૧૫૭:
ગયાં, નુકસાનીના ક્ષય લાગ્યા, વ્યાપારીનું મગજ નરમ પડી ગયું, અભિમાન એસરી ગયાં અને અસલની પૂંજી હતી તે પણ ખલાસ થઈ ગઈ, તે પેઢી નાફાતી થઈ ગઈ, આમરૂ ધૂળધાણી થઈ ગઈ અને આખરે ગાંડા થઈ તે વ્યાપારી પૈસાની હાયમાં ખલાસ થઇ ગયા. પેલા અમલદારના પગાર હાલ સાતશે. ઉપર છે અને એ રૂપિયાના કાગળ વાંચનારલખનાર હજી એમ ને એમ કાગળા લખી વાંચી આનંદ કરે છે.
આવા પ્રકારનાં જરા ફેરફાર સાથે છેલ્રા દશ વર્ષમાં એટલાં અનુભવા થયા છે કે એને માટે તો કોઈ પણ વિચારકે પાતાની જાતને કે આજુબાજુના વાતાવરણને જરા જોવા જેવું છે કે યાદ કરવા જેવું જ છે. આખી જિંદગીમાં ન જોવાય તેટલા આવા પ્રકારના અનુભવ ૧૯૧૪ થી થઇ ગયા છે. જરા સ્મૃતિને તેજ કરવાથી અનેક દાખલાઓ પ્રત્યેક વિચારક યાદ કરી શકે એવું હાવાથી તેવી સંખ્યામાં વધારા કરવાની આવશ્યક્તા જણાતી નથી.
}
છે. ધ. પ્ર. પુ. પૃ. ૩૭૬
૪૩.
સ. ૧૯૯૪