________________
૧૮૬
સાધ્યને માગે ગફલતી થાય તેમાં આપણું સાધ્યપ્રાપ્તિના માર્ગનું અજ્ઞાન અને એ અજ્ઞાનને સુધારી લેવાની આપણી બેદરકારી કારણભૂત છે.
એ ઉપરાંત કેટલીક વાર આપણે વર્તુળમાં ફરતાં હાઈએ છીએ અને માનીએ છીએ કે આપણે આગળ વધીએ છીએ. આંખે પાટા ચઢાવેલ “ઘાંચીને બળદ” આખો દિવસ–સવારથી સાંજ સુધી ચાલ્યા કરે છે, છતાં સાંજે એ ઘેર ઘેર જ હોય છે. દશબાર માઈલની સફર કરવા છતાં એ એક ડગલું પણ આગળ વધતું નથી. આ ગેળ ચક્કર ગતિ વર્તુળાકારે થયા કરે છે, તેના કારણમાં માર્ગદર્શનને અભાવ અને આંખ ઉપર ચઢાવેલ આંધી છે.
ત્યારે સર્વ કિયાને ફળવાળી કહેવામાં આવી, છતાં સર્વ ગતિ કાંઈ પ્રગતિનું માપ કરાવનારી હેઈ શકતી નથી અને કેટલીક વાર તો પ્રગતિને બદલે પશ્ચાદ્ગતિ કરાવનાર હોય છે, અને કેટલીક વાર હોય ત્યાં ને ત્યાં રાખનાર હાય છે, એ બે વાતો વચ્ચે તે દેખાતો વિરોધ લાગે છે. એ પર બહુ વિચારણા કરતાં નીચે પ્રમાણે ઘાટ બેસે છે. | સર્વ ક્રિયાનું ફળ બેસે છે એનો અર્થ એમ સમજ યુક્ત જણાય છે એ કાંઈક ફળ તે જરૂર બેસે છે, પણ ધારેલ ફળ મળે છે એમ ધારવાનું નથી. પ્રીન્સેસ સ્ટ્રીટથી એક મણને બેજે ઊપાડી જનાર મજૂરને ગ્રાંટરોડ પહોંચતાં કદાચ એક પાઈ મજૂરીની આપવામાં આવે તો તેને ફળ તે મળ્યું કહેવાય પણ મજૂરીના પ્રમાણમાં કાંઈ મળ્યું નહિ, એટલે સર્વ કિયા ફળવતી છે એ સૂત્ર વાંધાર