________________
ઘાંચીના [ ૧૫ ]
ગમે તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે તે સવ પ્રગતિસાધક જ છે એમ માની લેવાની ભૂલ કરવા જેવુ નથી. ઘણી વાર એવું ધારી લેવામાં આવે છે કે બાહ્ય દૃષ્ટિએ પ્રશસ્ત પ્રવૃત્તિ કરવામાં આવે એટલે સાધ્યપ્રાપ્તિ તરફ જરૂર વધારા થયા. આ ભૂલ શા કારણેાથી થાય છે તેના તત્ત્વજ્ઞાનમાં ઊતરવા જેવું છે. એક સૂત્ર એવું છે કે:या या क्रिया सा सा फलवती ।
જે જે ક્રિયા કરવામાં આવે તે તે ફળવાળી ડાય છે. કોઈ પણ ક્રિયા વધ્યું નથી. ક્રિયાનું ફળ જરૂર મળે છે. આ વાત તદ્દન સાચી છે. ક્રિયાનું ફળ જરૂર મળે છે, પણ ફળ મળે છે એટલે પ્રગતિ થાય છે એમ ધારી લેવામાં આવે છે ત્યાં ભૂલ થઈ જાય છે.
સર્વ પ્રકારની હીલચાલ પ્રગતિસાધક નથી હતી. કેટલીક ક્રિયામાં ઉપર ઉપરની નજરે ગતિ દેખાય છે, છતાં તેમાં સાધ્ય ( ધ્રુવ) તરફ લક્ષ્ય ન હોય તે આગળ ગતિ થવાને બદલે પાછળ ગતિ પણ થાય છે. આપણે મુંબઈથી અમદાવાદ જવા નીકળ્યા અને જી. આઇ. પી. રેલ્વેમાં ભુસાવળને રસ્તે આગળ વધીએ તે આપણી પ્રત્યેક ગતિમાં આપણને પ્રગતિ લાગે, આપણે એમ માની લઇએ કે આપણે અમદાવાદની નજીક નજીક પહોંચતા જઇએ છીએ; છતાં પ્રત્યેક ગતિના વધારામાં વસ્તુત: આપણે અમદાવાદથી દૂર તે દૂર જતાં હાઇએ. આ પ્રકારની
અળદ