________________
પાણી વલાવ્યુ.
૨૦૧
ગીતગાન વખતે પ્રાણીને એકતાન થાય છે. એ વખતે જીવનમાં સુખદુ:ખાદિ દ્વો પ્રાણી ભૂલી જાય છે, એ પ્રભુગુણુરસમાં લીન થઈ જાય છે અને જ્યાં એકતાન થયું ત્યાં કર્મ બંધ બંધ થઈ જાય છે અથવા થાય તેા શુભ અને તે પણ ઘણા પાતળા હેાય છે. આથી ધ્યાનને અભ્યંતર તપ ગણવામાં આવે છે અને જેની સરખામણી બીજા સાથે કરી શકાય તેમ નથી તેવા પ્રકારની તેમાં રસલીનતા પ્રાપ્તવ્ય છે. આ હેતુથી દ્રષ્યપૂજનનું કારણુત્વ અને ભાવપૂજન કાર્ય ખાસ લક્ષ્યમાં રાખવા ચેાગ્ય છે. ભાવપૂજનની વિશિષ્ટતા ધ્યાન ચાગને અંગે જ છે અને ધ્યાનચેગને દર્શનકારો સ્વીકારતાં હોવાથી એની વિશિષ્ટતાના સંબંધમાં વિવેચન કરવું પડે તેમ નથી.
આપણે હવે ભકિતયાગની વાત કરીએ. ભક્તિ એ એવી સુંદર વસ્તુ છે કે એને જેમ વધારે વિચારીએ તેમ વધારે રસ આપે તેવી તેમાં લહેજત છે. વળી સામાન્ય વિકાસવાળા આત્માએ પણ તેના યથારુચિ લાભ લઈ શકે છે તેથી તેનું સામ્રાજ્ય સાર્વત્રિક છે.
ભક્તિમાં મસ્તતા રહેલી છે. એક ખરા ભક્ત હાય તે જે વખતે ભક્તિમાં ઊતરે છે તે વખતે તે તેના રસમાં રંગાઈ જાય છે. પછી એ સાધારણ હોય તે તે પ્રભુની નાની મેાટી સેવા કરવામાં રસ લેશે; એને હેવરાવવામાં, એની વિવિધ પ્રકારની આંગી તૈયાર કરવામાં, એનાં પુષ્પથ્થર કરવામાં અને એવી બાહ્ય સેવામાં મ્હાલશે; વધારે રસ હશે તા એ ગાનતાનમાં રસ લેશે, માળા ફેરવશે, એકતાન થવા પ્રયત્ન કરશે વિગેરે; પણ એની મસ્તી આર પ્રકારની હશે,