________________
૨૦૬
સાધ્યને માગે.
એના રસ અપૂર્વ હશે, એની લીનતા ચાસ હશે. ભક્તિપ્રધાન મતાના ખારિક અવલેાકને આ વાત ચાક્કસ જણાય છે કે ભક્તિના રસ જથ્થર છે. અને અનુભવવા ચેાગ્ય છે. ભગવાનની—ભાવના મૂર્તિની નાની મેટી સેવા કરવામાં એના ભકતને ભારે રસ છે અને તેમાં તે એકતાન થઇ અંતરના રસ રેડે છે.
એમાં એક વાત યાદ રાખવાની છે: એ રસમાં દંભને સ્થાન નથી, એ રસમાં ઢાળ નથી, એ રસમાં દેખાવ નથી. એ ત્રણમાંનુ એક પણ હેાય તે તે રસ જ નથી, ધાંધલ છે અને આત્મિક વિકાસમાં ધાંધલ કે દેખાવને સ્થાન નથી.
ભક્ત પૂજન કરતા હાય, પછી તેનું પૂજન દ્રવ્યથી હાય કે ભાવથી હાય, પણ તેની રસવૃત્તિની પોષણા અજમ પ્રકારની હાય છે અને જ્યાં રસક્ષેપ હાય ત્યાં પછી માહ્યાચાર કે ઉપર ઉપરના ઉપચારને સ્થાન નથી. ત્યાં તે હૃદયનાં મિલનસ્થાન હાય છે, ત્યાં તેા અંતરના ઉમળકા હાય છે, ત્યાં તા શાન્ત રસના ઝરમર ઝરમર વરસાદ હાય છે. એ ભક્તિ જ્યારે પરાભક્તિનુ રૂપ લે છે ત્યારે તે એ લગભગ ધ્યાનની કાટિમાં આવી જાય છે, પણ એની પ્રાથમિક સ્થિતિમાં પણ એને રસ અનુપમ હાય છે, જાજરમાન હાય છે, અંદર જતા હોય છે અને સામા આદર્શોને અપેક્ષિત હાય છે.
ભકતની નજરે વિચાર કરીએ ત્યારે એકનિષ્ઠાના સબંધમાં ખરું ભાન થાય તેમ છે. એને મન મૂર્તિ એ પથ્થર નથી, એ ધાતુ નથી, એ સજીવન છે અને એની
હું..