________________
૨૦૪
સાધ્યને માર્ગે છે અને સારું ખાવાનું મળે છે તેમાં રસપૂર્વક ઊતરી જાય છે. એવા ચાલુ સંગેને તાબે થનારે શુભ સંયેગે પ્રાપ્ત કરવા–સારાં નિમિત્તે ઉભાં કરાવવા અને જમાવવાં એ એની પ્રગતિ માટે અનિવાર્ય છે અને તે દષ્ટિએ બહોળતાએ વિના સંકેચે એમ કહી શકાય કે દ્રવ્યપૂજન સામાન્ય અર્ધકારી માટે બહુ લાભ કરનાર અને શુભ પર્યવસાનમાં લઈ આવનાર ભક્તિમાર્ગને પ્રાથમિક પ્રસંગ છે અને તેટલા પૂરતું તે અવશ્ય સાર્વત્રિક આદરને યોગ્ય છે.
એવાં નિમિત્તો મેળવીને પછી એ કાંઈ ત્યાં બેસી રહે નહિ. એ તે પછી ભાવપૂજનમાં ઊતરે અને ત્યાં તે એની દષ્ટિમર્યાદા એટલી વિશાળ થઈ જાય છે કે એને પાર નથી: સ્વપરનું વિવેચન કરે, પોતાને ઓળખે, પ્રભુની સાથે પિતાની સરખામણી કરે, પ્રભુતા કેમ પ્રાપ્ત થાય એ સમજે, જુએ અને છેવટે પ્રભુમય જીવન કરવાને માગે આવે.
એ ધીમી ધીમી પ્રગતિ પણ કરે અને શીઘ્રતાથી પણ આગળ વધે, પરંતુ એ પ્રાપ્ત થયેલા નિમિત્તોને સાચો અને સારે ઉપયોગ જરૂર કરે. એને પછી વિચાર થવા માંડે કે પિતે કોણ? અને આ પ્રભુ કેમ થયા? એ મારે પૂજ્ય છે તે હું એના જે કેમ અને ક્યારે થઉં ? એટલી વિચારણા એનામાં ધીમે ધીમે આવે. એ ભકિતમાંથી ધ્યાનમાં ઊતરી જાય અને ધ્યાનમાં તે પછી એ એવી વસ્તુઓના ભાને અનુભવ કરે કે એનું વર્ણન કરવું મુશ્કેલ પડે.
આ દ્રવ્યપૂજનને દીર્ઘ વિચાર કરનાર મહાત્મા પુરુષોએ કહ્યું છે કે ગીત, વાજિત્ર કે નૃત્યનાં સાધનોથી અનંતગણું પુણ્ય પ્રાણી ઉપાર્જન કરે છે. એને હેતુ પણ એ જ છે કે