________________
/**,* *.....
*
પાણી વાવ્યું.
૨૦૩ ભાવનું નિમિત્ત છે. દ્રવ્યપૂજનમાં ઈતિકર્તવ્યતા આવી જતી નથી, પણ એ જેટલા પૂરતું ભાવપૂજનનું નિમિત્ત બને તેટલા પૂરતી એની ઉપયોગિતા છે. ભગવાન પાસે ફૂલ ફળાદિના ઢગલા કરવામાં આવે, પણ ચિત્તમાં વીલ્લાસ ન થાય તે તેમાં એનું જેવું જોઈએ તેવું ફળ બેસતું નથી. ભાવપૂજનમાં અંદરનો વર્ષોલ્લાસ, પ્રભુમાં એક્તાન, આત્મનિમજ્જન અને સ્વભાવમાં રમણતા આવે છે. જે વખતે અંદર જાગૃતિ થઈ જાય તે વખતે દ્રવ્યપૂજાનાં સાધને સુંદર ફળ આપે છે, કેઈ અનિર્વચનીય આનંદ અનુભવાવે છે અને અપરિચિત અને અનનુભૂત નૂતન પરિસ્થિતિને પરિપાક જમાવે છે.
ભક્તિયોગની આ વિશિષ્ટતા છે. અત્યારના સમયમાં આપણે નાની મોટી એટલી ઉપાધિમાં રહીએ છીએ કે આ પણને પરમાત્માના નામનું મરણ થવું પણ કેટલીક વાર દુર્લભ થઈ પડે છે. આ પ્રાણી નિમિત્તવાસી છે. એને સારાં નિમિત્તે મળ્યાં હોય તે તે યોગ્ય માર્ગે આવી જાય અને કુસંગત તથા અનિષ્ટ પ્રસંગે મળ્યાં હોય તો તે નીચે ઊતરી જાય. સંયોગ ઉપર અસાધારણ કાબૂ ધરાવનાર અને તુચ્છ પ્રસંગે માંથી પણ ઊંચા આવનાર તથા સંગથી પર રહે નાર વિશિષ્ટ આત્માઓની આ વાત નથી. આ તે અમારા તમારા જેવા સામાન્ય જનપ્રવાહ પર રહેનાર સાદાં જીવનની વાર્તા છે. એવા પ્રાણીને નિમિત્ત મળે છે તે સારે માગે આવી જાય છે અને ત્યાં સ્થિત થાય છે. એને રખડવાની - ટેવ પડે તે એ પિતાનાં શક્તિ દ્રવ્ય અને મનને દુરુપયોગ કરી બેસે છે. એને નાટક જોવા મળે તો એ તેમાં રસ લે