________________
૨૦૧૨
સાધ્યને માગે.
તે પગથિઓ પર રહેલ પ્રાણી આદરી શકે છે અને તેમાં ધીમે ધીમે પ્રગતિ કરે છે એટલે ભક્તિયોગ સસામાન્ય છે અને આવડત અને અનુકૂળતા પ્રમાણે શ્રેય:સાધક નીવડી શકે તેવા છે. આથી ભક્તિયેાગની સર્વગ્રાહીતાની નજરે આદરણીયતા વધારે છે, તેથી આપણે ભક્તિયોગના પ્રકારા તપાસીએ.
દ્રવ્યપૂજન અને ભાવપૂજન: ભક્તિયેાગના એ એ પ્રકાર ખાસ નજર પર આવે છે. પૂજન કરવાની વસ્તુએથી પ્રભુપૂજન કરવું એ દ્રવ્યપૂજન. પ્રભુષિષ (પ્રતિમા )ને સ્નાન કરાવવું, તે પર ચંદન પુષ્પથી પૂજા કરવી એ અંગપૂજા અને તેમની સન્મુખ સુગંધી ધૂપ કરવા, દીપક કરવા, સામે અક્ષત ચઢાવવા, ફળનૈવેદ્ય ધરવાં એ અગ્રપૂજા. પોતાની શક્તિ, સ્થિતિ અને વસ્તુની ઉપલબ્ધતા પ્રમાણે અનેક વસ્તુઓથી પ્રભુનું દ્રવ્યપૂજન થાય છે અને બ્ય ગણાય છે. એમાં પાંચ કેડિ–એક પાઈથી પણ ઓછી કિમતની વસ્તુથી કુલ ચઢાવનારને અઢાર દેશનું રાજ્ય મળે છે અને બીજી રીતે જોઇએ તા દરરાજપૂજન કરવા છતાં મનેાવૃત્તિનું અકય ન કરનારને માત્ર જવા આવવાની ક્રિયા થાય છે કે નામનું જ ફળ મળે છે. પાંચ કાડિવાળાને તેા એ આખી પુંજી હતી અને તેના ઉલ્લાસ અને તેના ભાવ અતિ ઉચ્ચ પ્રકારના હતા એ વિચારણીય વાત છે. એ માગે અનેક ગયા છે અને મા આદરણીય છે, પ્રવેશક તરીકે અગત્યનો ભાગ ભજવનાર છે અને પર્યન્તે પ્રગતિ કરાવી ઈષ્ટ સ્થાનકે પહાંચાડનાર છે.
પણ એક વાત વિચારી જવા જેવી છે. આ દ્રવ્ય પૂજન