________________
ભૂલ બાજી
અને તેમ બનવું–બનાવવું–શક્ય છે. એક વખત સુરસુંદરીની જેમ પડે તેડી નખાય, ભેદભાવ ન રખાય, માતપિતા જોડે સાચી વાત કહી શકાય, સત્ય સ્વરૂપ કહી દેવાની હિમ્મત આવે, તો માવતર તે કદી કમાવતર થવાના નથી. હૃદયમંદિરમાં એ માવતરને વાસ થાય એટલે બધું યોગ્ય થઈ રહેશે.
પણ અત્યારસુધી તે બાજી ભૂલાણી છે, ખોટી ખેલાણી છે, અત્યારની રમત પણ અવળી મંડાણી છે. ખેલ ખેલાઈ જતાં રમત સંકેલવી પડશે, તેને કદી ખ્યાલ આવે છે? એકાદ વાત સાજી થાય તે પણ ઠીક, પણ રસ્તે શે? અને તે કેમ મળે?
વાત સાજી થાય એવી સ્પષ્ટ ઈચ્છા કદી થઈ છે? ભાવનાની સ્પષ્ટતા અને પ્રબળ પુરૂષાર્થ, સાધનના ખ્યાલ અને દઢ નિશ્ચય આગળ એક પણ વાત અશકય નથી એવું જાણતા છતાં એમાંનું એક પણ નથી થયું એ વાત લક્ષ્યમાં છે?
હવે માતપિતાને બાહ્ય વેગ તે થયો છે. જે હજી પણ નાટકના ખેલ કરવા હોય, નાચ નાચવા હોય, તે નટ તરીકેને પગાર મળ્યા કરશે; બાકી રાજ્યગાદીના પદ પર આરોહણ કરવાની ઈચ્છા હોય તે માબાપ પાસે ઉઘાડી રીતે બહાર પડે, માબાપને સાચી વાત જણાવી દો અને થયેલી સ્થિતિના કારણે વિચારી પશ્ચાતાપ કરે. પછી માતપિતા અરિદમનને બોલાવી તમને ઘટતે સ્થાનકે મેકલવાને ગ્ય પ્રબંધ કરશે.
અને નહિતર તે “બાજી ભૂલ્ય” “બાજી ભૂલ્યો” બાજી ભૂ ” –એ વાત ખરી જ રહેશે. એ વાતને