________________
પ
.
પ
{
_
_
२८४
સાધ્યને માગે દુર્લક્ષ થતું ગયું ત્યારથી આ પદ્ધતિને સ્વીકાર થઈ ગયો છે. પોતાનાથી જરાપણું જૂદા પ્રકારની ક્રિયા કરનારને એ નરકાધિકારી ગણે, એને મિથ્યાત્વી કહેવામાં આનંદ માને, એને નિÇવ કહી દે, એને નાસ્તિક કહેવા લલચાઈ જાય, અને એને માટે ગમે તેવા શબ્દો કહેવામાં એને સકેચ ન થાય. એ ખંડનાત્મક પદ્ધતિ છે. - આ ખંડનાત્મક શૈલીથી જેન કે મને બહુ નુકસાન થયું છે. એમાં વાણને સંયમ રહેતું નથી અને ભાષાસમિતિ નામની પ્રવચનમાતાનું ખૂન થાય છે. તે ઉપરાંત સામા ઉપર એની જરાપણ અસર થતી નથી. આ સંબંધમાં પ્રથમ તે મનુષ્યના માનસબંધારણને અભ્યાસ કરવાની જરૂર છે. એ વિદ્યાને અંગ્રેજીમાં Psychology કહે છે. પ્રત્યેક મનુષ્યમાં હું સમજણવાળો છું.” એ અવ્યક્ત અને વ્યક્ત ખ્યાલ રહે છે. જેમ અજ્ઞાન વધારે તેમ ડેળ વધારે. ઘણુખરા મનુષ્ય આખી દુનિયાની સમજણ અક્કલમાંથી અર્ધથી વધારે પિતામાં છે એમ ધારીને જ ચાલે છે. આમ થવું ન જોઈએ એ ખરી વાત છે, પણ છતાં તેમજ થાય છે એ પણ એટલી જ ખરી વાત છે. મારામાં કોઈ જ્ઞાન નથી એવી વાત કરનારને પણ ઊંડાણમાં પોતાની સમજણ, આવડત, હુંશિયારી અને લાંબી નજર માટે વધતે ઓછે અંશે જરૂર સારે અભિપ્રાય હેાય છે. પાંચ માણસ મળશે તે ત્યાં સર્વ પિતાની સમજણની જ વાત કરશે અને વ્યવહારુ નિયમ પ્રમાણે અક્કલ અંધારામાં વહેંચાયેલી હોવાથી કોના કબજા ભોગવટામાં કેટલી ગઈ એ અન્ય કોઈ જાણતું નથી. પ્રાકૃત સમાજ તો પિતાની અક્કલની મોટી કિમત કરે એ હોય છે અને આપણે આ