________________
૩૧.
જળમંદિરમાં સાત્વિક કલેલ અતિ આનંદદાયક સ્થિતિ અનુભવી ધર્મશાળા તરફ સર્વ સાથે પાછું ગમન થયું. જનક્રિયા કરી લઈ પાછા વળવાની મુસાફરીની તૈયારી કરી લીધી. મન વળી એક વાર પાછું જળમંદિર તરફ ખેંચાયું, તેથી ચાલતે મુકામે એ અતિ શાંત સ્થાનને શરીર ફરી ભેટી આવ્યું અને એ સ્થાનને નિરખતાં એ સ્થાનમાં આગલી રાત્રે તથા તે દિવસે અનુભવેલ આનંદરસના કલ્લેબમાં મન કરતાં મુસાફરીને માર્ગે પડયા. હજુ પણ એ પ્રસંગ યાદ આવે છે ત્યારે રોમાંચ ખડાં થાય છે, મન અસાધારણ આનંદ સ્થિતિ અનુભવે છે અને જીવનની એ સુંદર ક્ષણને યાદ કરી એ સ્થળને ભેટવાને, એ શાંતિને અનુભવ કરવાને, એ આત્મરમણતા પ્રાપ્ત કરવાને ઈચ્છા–ોંશઅભિલાષા મનમાં સર્વદા રહે છે.
ઈ જે. ધ. પ્ર. પૃ. ૨૩૪
સંવત ૧૯૭૪