________________
સાધ્યને માગે
આટઆટલી પીડા કરે છે, હેરાન કરે છે, ત્રાસ આપે છે તે આપ હજુ કેમ જોતા નથી ? ૨૯ હે પ્રભુઆપ તે દયાના “ભંડાર છે, છતાં આપ કષાયથી ત્રાસ પામતો મને જોઈ રહ્યા છે અને ઉપેક્ષા કરે છે, પણ આપે મારા સંબં“ધમાં ઉપેક્ષા કરવી એ કોઈપણ રીતે યોગ્ય નથી, કારણકે “આપ એ દુમિનેથી મને છેડાવવાને પૂરતા શક્તિમાન છે. “૩૦. અહો મહા ભાગ્યવાન ! આપ સંસારને પાર પામી ગયેલા છો, તમને જોઈને મને સંસારમાં હવે એક ક્ષણવાર પણ રહેવાની ઈચછા થતી નથી, તેમાં મને આનંદ આવતો નથી, તેમાં મને મઝા આવતી નથી. ૩૧. છતાં “હે મારા પ્રભુ! મારી અંદર રહેલો મટે અંતરંગ શત્રુ“સમુદાય મને બહુ સખ્ત રીતે બાંધી લે છે. મારે કેડો
મૂક્ત નથી. તે હવે હું શું કરું? કેમ કરું? ૩૨. હે દયાળુ! “મારા ઉપર દયા લાવીને આપ અંદર રહેલા શત્રુસમુદાયને “અટકાવે, હઠાવે, પાછા પાડે; જેથી હું આપ સાહેબની પાસે જલદી આવી પહાચું. ૩૩. અહો ભડવીર ! આ સંસાર આખો તમારે આધીન છે. અને સંસારને પાર પમાડવાનું “પણ તમારા હાથમાં જ છે. છતાં હે પરમેશ્વર! હવે શા
માટે બેસી રહ્યા છે? કેમ બેસી રહ્યા છો? ૩૪. હવે “તે મને સંસારને પાર પમાડી આપે, તેમાં જરાપણ વિ
લંબ ન કરે, આશ્ચર્ય છે કે આવી રીતે પ્રકટપણે કરાયેલી “મારી પ્રાર્થના આપ જેવા મહાનુભાવો સાંભળતા નથી !
૩૫.” ' ઉપર પ્રમાણે પ્રાર્થના કરી રહ્યા પછી આંખ મીંચાઈ ગઈ, પરમાત્માને કાંઈક સાક્ષાત્કાર થયે, થેડે વખત એ