________________
વિચારણું અને અવલોકન
[૩] સંસારચક્રમાં બહુ પ્રકારની બાબતોનો વિચાર કરવાનો છે. મનુષ્ય જીવનની ઉત્કૃષ્ટતા એવા પ્રકારની વિચારસરણની પ્રાપ્તિને લઈને ગણી શકાય છે. આખી જીંદગી એ એક મહાન અને વિકટ પ્રશ્ન છે. એ પ્રશ્નના ફતેહમંદ નિકાલમાં આખા જીવનની ફતહને આધાર રહેલો છે. જીવનનું સાફલ્ય વધતું ઓછે અંશે વિચાર અને વર્તનની શુદ્ધતા પર આધાર રાખે છે અને સાફલ્યમાં તેથી તરતમતા ઘણું રહે છે. જે પ્રાણીઓ આ જીવનને મજશેખનું સાધન માને છે, જેઓ આ જીવનમાં ઈદ્રિયતૃપ્તિ કરવાનું જ સાધ્ય રાખે છે, જે વખતે કવખતે કામવાસનાને આધીન થઈ જાય છે, જેઓ ધનપ્રાપ્તિના અસાધારણ પણ નિરર્થક પ્રયાસમાં રાત દિવસ મશગુલ રહે છે, જેઓ ધનને કે વિષયને જીવનપ્રાપ્તિને છેલ્લે શબ્દ ગણે છે, જેઓ જીવનની કિંમત રૂપિયાના અથવા
જશેખના વિલાસના સરવાળામાં આંકે છે, જેઓ રાત્રિ દિવસ ધમાધમ કે પ્રવૃત્તિ કરવામાં જ મેજ માને છે, અથવા કોઈ કાર્ય કે દિશા ન સૂજવાથી જેઓ આખો વખત આળસમાં, નિંદામાં, વાતે કરવામાં, વેધ પાડવામાં કે ટીકા કરવામાં ગાળે છે, જેઓ રાજખટપટ કે તિરસ્કારનાં વાદળે વરસાવવામાં, લાકડાં લડાવવામાં કે અન્યને ભેગે પિતાને ઉત્કર્ષ સાધવામાં જીવન લક્ષ્ય દેરે છે–આવા આળસુ કે અપ્રશસ્ત પ્રવૃત્તિવાળાને આ વિચારણામાં સ્થાન નથી, સંસારના કીડાઓને આ ચર્ચા કરવાનો અધિકાર નથી અને આ ભવમાં મળેલા કે મેળવવા