________________
વિલક્ષણ અનુભવે
૧૪૭ કઈ કઈ વ્યક્તિને પસંદ કરી એક એક વર્ષ તેને રાજ્ય છે. ૧
૧," કરવા દેવું અને પછી તેનું પરિણામ વિચારવું” એ વખતે લેકનિયુક્ત સંસ્થા હતી નહિ, તેથી એ વિચાર થયે હશે એમ હું ધારું છું. પછી એક વ્યક્તિને રાજ્ય આપ્યું, એટલે એણે એક વર્ષ સારું સારું ખાધા કર્યું. એ ખૂબ અકરાંતીઓ થઈને ખાય અને વમન કરે. બીજે વર્ષે બીજાને રાજ્ય આપ્યું, એટલે એણે આખું વર્ષ દારૂ પીવામાં અને નિશામાં ચકચર થવામાં ગાળ્યું. ત્રીજાએ ગામમાંથી સારી સારી સ્ત્રીઓને લલચાવી તેની સાથે વિષયભંગ કર્યો. ચોથાએ પોતાના શત્રુઓને વીણી વીણી કેટલાકને પાર કર્યા અને કેટલાકને ફાંસીએ ચઢાવી દીધા, પણ તેમાં તેનો ગુન્હો શું છે તેની તપાસ કરવાની દરકાર પણ કરી નહિ. એકે ગાયકેની ટેળીઓ એકઠી કરી ગાન કરાવ્યા, નાચ નચાવ્યા, અને સજા કરાવ્યા. એકે શિકાર કરવામાં મેજ માણી, જંગલમાં જનાવની દોડાદોડી કરાવી, ત્રાસ આપ્યા અને કૈકનાં પ્રાણ લીધાં. એકે જનાવરેને સંગ્રહ કરી તેનાં પાંજરાં કરાવ્યાં અને તેમાં તેમને પૂરવામાં મેજ માણું. એકે નગર બહાર ક્રીડા કરાવવામાં, ગરબા ગવરાવવામાં અને સ્ત્રીઓ સાથે વાત કરવામાં અને તેમની વાતો ઝીલવામાં રસ લીધે. એકે પોતાની બિરૂદાવળી બોલાવવા માટે ચારણે રોક્યા અને તેમની પાસે પિતાની સાચી બેટી સ્તુતિ ગવરાવવામાં આનંદ માન્ય. એકે જાતજાતનાં અત્તરે અને ખશ એકઠી કરવામાં અને તેને ધ્રાણુસ્વાદ કરવામાં વખત ગાળ્યો. આવી રીતે દશ વ્યકિતને દશ વર્ષ રાજ્ય આપ્યું અને પરિણામ જોયું. પ્રત્યેકને વર્ષ આખરે કહ્યું