________________
૧૪૮
સાધ્યને માગે
,,
કે વત્સ ! તને રાજ્ય કરતાં આવડ્યું નહિ. ” પરંતુ પ્રત્યેકે આ વાત ગુપ્ત રાખી. કોઈ રાજ્યના અંદરના ખરા કાર્ય માં ઊતર્યો નહિ, કાઇએ રાજ્ય સ્થાન કયું છે? અને ક્યાં છે? તેની તપાસ પણ કરી નહિ અને કાઈ પણ રાજાના આશય સમજ્યા નહિ. એમને ખરી રાજ્ય સત્તાના ખ્યાલ આવ્યે નહિ. એક વર્ષ જેટલા સમયમાં શું શું થઇ શકે? તેના વિચાર શરૂઆતમાં આવ્યા નહિ અને વર્ષના સમય પૂરો થતાં જ્યારે મહારાજાધિરાજે ઉપર પ્રમાણે ટીકા કરી ત્યારે જ ચાંકયા અને પાછા આવ્યા હતા તેવા પેાતાના અસલ સ્થાનમાં અથવા તેથી પણ નીચા સ્થાનમાં ગપચપ પહોંચી ગયા. ( દુર્ગતિએ ગયા. )
*
( ૩ ) દેવતાના છેલ્લા છ
*
*
માસ ક
આજે એક દેવતાની કૃપાથી ખીજે દેવલેાકે ગયા. ત્યાંની લીલેાતરી અને પ્રકાશ જોતાં જોતાં આગળ ચાલ્યેા. જમીનના સ્વયં પ્રકાશ, ચારે તરફ ખીલેલી વનરાજી, વૃક્ષાની ઘટામાંથી આવતા મદ મદ અને સુગ ંધી પવન, કાઇ જગ્યાએ નાટકા ચાલે છે, કાઈ જગ્યાએ ખેલા ચાલે છે, કાઈ જગ્યાએ દેવા પીતાંબર વસ્ત્રો પહેરી નાચી રહ્યા છે, કાર્ય અમૃતપાન કરી રહ્યા છે, કોઈ જળક્રીડા કરે છે, કોઇ પતંગ ચગાવે છે, અને કાઈ ન્હાય છે, ગાય છે, નાચે છે, હુરે છે, કૂદે છે, ઢાડે છે, એસે છે વિગેરે. ત્યાં કાઇના પણ મુખ પર દુ:ખ, ગ્લાનિ
× સૂચિત—એક પૂર્વ ક્થામાંથી. દેવગતિમાં અજ્ઞાનને અંગે આ સ્થિતિ . છેલ્લા છ માસમાં વિલાસમાં જીવન ગાળનારની થાય છે, એમ તેમાં જણાવ્યું છે,