________________
વિલક્ષણ અનુભવે
૧૪૯
કે ચિતા દેખાતી જ નહાતી. તેવામાં ત્યાં ઝાડને ટેકો આપી બેઠેલ અને મુખ પર શ્યામ ગંભીરતા, ગળામાંથી નિ:શ્વાસના અવાજ અને વાતાવરણમાં દિલગીરી–આવી સ્થિતિમાં આવી પડેલ એક દેવ જોવામાં આવ્યા. એના પીતાંબર વજ્ર ઉપર પહેરેલી માળા કરમાતી જતી હતી, એ માથા પછાડતા હતા, રડતા હતા, એના શરીરમાંથી અતિ દુ:ખની જ્વાળા નીકળતી હતી, એ એને ત્રાસ આપી રહી હતી. એની માળા કેમ કરમાવા માંડી અને એને શું દુ:ખ હતુ તે કાંઈ મને સમજાયું નહિ. ચેતરફના આનંદી વાતાવરણુ, નાટક, ધમાલ, ક્રીડા અને નાચેા વચ્ચે આ વિરોધીભાવ મારા સમજવામાં ન આવ્યેા. એ ઊડીને બાજુમાં ચાલતુ નાટક જોવા પણ જતા ન હતા અને એ તે રડારોળ જ કરતા હતા, તેમજ હીબકા ભરી ભરીને સુખી વાતાવરણને દુ:ખી અનાવતા હતા. એની પાસે જરા ઊભા રહી જોયુ, પણ એનું દુ:ખ અને એના કળાટ જોયાં જાય તેવાં નહેાતાં. ચારે તરફના સુખની વચ્ચે એ દુ:ખી તરફ્ કરુણા આવી અને સુખનાં સાધનાએ મારા મન પર જે અસર કરી હતી તે કરતાં પણ એનું દુ:ખ જોઈ મને વધારે અસર થઇ. એનાં દુ:ખનુ કારણુ કહે તેવા કાઈ ત્યાં ન હતા. સર્વ પોતપાતાના એશઆરામમાં પડયા હતા.
પરિણામે પૂછતાં અને તપાસ કરતાં જણાયું કે- એ દેવની ત્યાંથી ચ્યવવાની સ્થિતિ નજીક આવી હતી, તેથી એ આ અર્ધું સુખ એકદમ તજવું પડશે તેને માટે દુ:ખી થતા હતા અને આખા ભવમા કંઇ સુકૃત કર્યું નહિ, તેને માટે પશ્ચાત્તાપ કરતા હતા.”
*
*
*
*