________________
૧૫૦
સાધ્યને માગે
| [૪]
મોહના ઉછાળા એક ડેસીને એકની એક દીકરી હતી. એ દીકરીને ક્ષયરેગને વ્યાધિ લાગુ પડ હતો. એનું શરીર દરરોજ ઘસાવા લાગ્યું, ધીમે ધીમે એને ખોરાક ઘટતે ગયે અને શરીરનું વજન પણ ઘટતું ચાલ્યું. ડેસી સૂર્યદેવની ઉપાસના કરતી હતી. સવારે સૂર્યને અર્થ આપી, તેની સામે ઊભી રહી, દરરોજ પ્રાર્થના કરે કે–“દીકરીને ભગવાન બચાવી લે, અને તેને બદલે પિતાને ઉપાડી લે.” પુત્રી પ્રેમને લઈને તેની આ પ્રાર્થના ખરી હતી કે મેહના ચાળા હતા તે સમજાતું નહિ. એમ કરતાં બે માસ ચાલ્યા ગયા. છોકરીનું શરીર વધારે દુબળ થતું ચાલ્યું. વૈદ્યોએ તેને માટે આશા મૂકી દીધી. શરીરમાં વ્યાધિ ચોતરફ પ્રસરી જાય અને કલેવર વ્યાધિથી ઘેરાઈ જાય ત્યારે ગંગાજળ ઔષધ અને નારાયણ જ વૈદ્ય થાય એ સૂત્ર ત્યાં માન્ય થયું. પણ ડોશી તે દરરોજ સવારે નિયમસર સૂર્યની પ્રાર્થના ઉપર જણાવ્યું તે રીતે કર્યા જ કરતી.
એક દિવસ પ્રભાતમાં તે ડેસીના પાડોશીના ઘરમાં ભેંસ પેસી ગઈ. એણે જઈને ઘઉંના લેટના ગેળામાં માથું માર્યું, માથું પેસી ગયું પણ નીકળી શકયું નહિ એટલે ગેળે હલાવતાં અથડાવતાં ફૂટી ગયો અને ગેળાની હાંસડી સમેત ભેંસ ભડકીને દેડી. ભેંસને દેખાવ બહામણે હતે. ભેંસ ગળામાં ગેળાની ઉપરની ઠીબ સાથે દેડતી પેલી ડેશી તરફ આવી.
સૂચિત–એક સાંભળેલ લોકકથા