________________
સાધ્યને માગે જાહેર પ્રસંગમાં વચન અને કાયાની પ્રવૃત્તિ પર અંકુશ રાખી શકીએ છીએ. તેનાં કારણે શાં છે તે અત્યારે વિચારવાનું પ્રસ્તુત નથી, પણ એ બાબત એવી છે કે આપણે અમુક સગેમાં સમાજના ચોક્કસ ધરણને માન આપીને કે ધર્મના ફરમાનને તાબે થઈને વાચિક કે કાયિક પ્રવૃત્તિ પર અંકુશ વધતે ઓછે અંશે રાખી શકીએ છીએ. પણ માનસિક પ્રવૃત્તિના સંબંધમાં તેમ બનતું નથી, બનાવવાને જે કાંઈ પ્રયત્ન કરવામાં આવે છે તો તેમાં સફળતા મળતી નથી અને ગમે તેવા સંગમાં સર્વ સ્થળે અને સર્વ વખતે મન તે નિરંકુશપણે ફર્યા જ કરે છે. આપણી ઈચ્છા ન હોય તે પણ સામાયિક જેવા પવિત્ર કાળમાં કે આવશ્યકને અંગે કાઉસ્સગ્નમાં પણ એ તે યૂરેપ કે અમેરિકા સુધી પણ ભમી આવે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિને બન્યું હતું તેમ એ કાઉસ્સગ્નમુદ્રાએ રહેવા છતાં અંદર મોટું ધમસાણ મચાવી મૂકે છે અને કંઈ લાભ કે પ્રસંગ ન હોવા છતાં તંદુલ મત્સ્યની માફક નિરર્થક પાપનાં ભાથાં બાંધી લે છે.
વાચિક અને કાયિક પ્રવૃત્તિ ઉપર તે કોઈ કોઈ વાર અંકુશ લાવવાનું બની શકે છે, પણ મન ઉપર બનવું ઘણું મુશ્કેલ છે, લગભગ આપણા જેવા માટે અશક્ય જેવું છે અને એ બાબતમાં જેમ જેમ વધારે ઊંડા ઊતરતા જઈએ છીએ તેમ તેમ મુશ્કેલીમાં ચોક્કસ વધારે થતો જાય છે. એગમાર્ગમાં પ્રવૃત્ત થયેલા મોટા મહાત્માઓ પણ એ મનની દુરારાધ્યતા સ્વીકારી ગયા છે અને એને અંકુશમાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂકી ગયા છે. શ્રીમદ્ આનં