________________
પરિણતિની નિર્મળતા દધનજી જેવા મહાન યેગી એને માટે ગાઈ ગયા છે કે: જેમ જેમ જતન કરીને રાખું,
તેમ તેમ અળગું ભાગે. અને છેવટે:- મન સાધ્યું તેણે સઘળું સાધ્યું
આ બે મહાન સૂત્રોમાં મન સંબંધી આખા વિજ્ઞાનને સમાવેશ થતો લાગે છે. એ કયાં ક્યાં, કેવી રીતે અને કેવા આકારમાં ઊડે છે, એને પકડવા જતાં એ કેવું વાંકું થઈ છટકી જાય છે, એ સર્વ વાત આવા પ્રખર યેગીએ કરી છે. આટલી બધી મનની છટકવાની શક્તિ ચીકાશ સાથે સંલગ્ન હોવાથી, એની સાધનામાં સર્વ વાતની ઈતિક્તવ્યતા મનાઈ છે અને તે તદ્દન ગ્યા છે. ત્યારે આપણે માટે તે બહુ મુશ્કેલ સવાલ ઉત્પન્ન થાય છે. પકડવા ગયે એ મન છટકી જાય તેવું છે, અને પકડવાના રસ્તા લેતાં એ ગમે ત્યાં નાશી જાય તેવું છે, એના પર નાખવા ધારેલા અંકુશે બેવડા જોરથી પ્રતિક્રિયા કરી સામે પસાર કરે છે અને એની સાધના કર્યા વગર છૂટકે નથી–આવી અતિ ગૂંચવણ ભરેલી સ્થિતિ પ્રાપ્ત થાય છે. શારીરિક પ્રવૃત્તિમાં અનેક લાલચે છે, વાચિકમાં દમ દેવાના કે દામથી પ્રવૃત્તિ કરવાના પ્રસંગે છે, છતાં ચેચ અંકુશ હેય તેમાંથી ઉપર આવવાના અને તેના ઉપર સામ્રાજ્ય પ્રાપ્ત કરવાના પ્રસંગો સુપ્રાપ્ય છે; પણ મન માટે તો ભારે અગવડભરેલી સ્થિતિ જણાય છે, અને આપણું અડગ નિશ્ચયોને એક પળ માત્રમાં તેડી શકનાર તેમજ બેવડા મુખે કામ કરનાર મનના સંબંધમાં રસ્તો કાઢવાની વધારે ગૂંચવણું અવલોકન કરતાં જણાય છે; અને એ સર્વ છતાં સર્વસાધના કરવાના મહાન કાર્યમાં એની સાધના કરવી અનિવાર્ય છે, તેથી