________________
૨૦e,
સાધ્યને માર્ગ એ બાબતમાં ઉપેક્ષા રાખી શકાય તેવું પણ નથી. ત્યારે એ અતિમુશ્કેલ અને સાથે સાથે અતિ આવશ્યક મનની સાધના કરવાને કોઈ ધરી માર્ગ—રાજમાર્ગ પ્રાપ્ય છે કે નહિ? તે પર આત્મદષ્ટિએ વિચારણા કરવાનું પ્રાપ્ત થાય છે અને છેવટે એવો કઈ ધોરી માર્ગ ન મળે તે દિશાદર્શન થઈ શકે તેવું કાંઈ છે કે નહિ તે પર અવલેન કરવાની બહુ જ જરૂર છે. આત્મદષ્ટિએ વિચાર કરતાં આ વિષયમાં બહુ મુશ્કેલી જણાય છે. જે કાર્ય કરવામાં, જે સવાલને નિર્ણય કરવામાં, જે પ્રશ્નને ઉત્તર આપવામાં સિદ્ધ મુનિએ થાકી ગયા, યોગીઓ મુંઝાઈ છાયા, તેવા વિકટ પ્રશ્નમાં આ વિચારણું પડી જાય છે.
એક વાત એવી છે કે આપણા જીવનને ચેકસ પ્રકારને ઘેર હોય છે. આપણું આત્મિક પ્રગતિ પ્રમાણે આપણા પ્રત્યેક કાર્યની દિશા અંકાય છે. આપણે કોઈ ચોક્કસ પ્રાણને પૂરતા પરિચયથી ઓળખતા હોઈએ તે અમુક સોમાં તે કેવી રીતે કાર્ય કરશે તે કહી શકાય છે. દાખલા તરીકે અમુકને આપણે તદન જૂઠું બોલનાર તરીકે જાણતા હાઈએ, તે તેની પાસે ગમે તેવા બેટા સોગન ખવરાવવાના પ્રસંગે તે તેમ કરવા અમુક લાલચે વશ થશે એમ આપણે તેને માટે કહી શકીએ. બીજી વ્યક્તિ પ્રમાણિક વ્યવહાર કરનાર હશે તે તેની પાસે ખોટી વાત કરવાની દરખાસ્ત મૂકવાની હિમત પણ ચાલશે નહિ. આવી રીતે દરેકના જીવનની અમુક રેષાઓ (Curves) પડે છે, અને તે રેખાચિત્ર પ્રમાણે તે ચાલે છે. જે પ્રાણીને રેખાકમ શુદ્ધ હોય છે તેને વ્યવહાર શુદ્ધ રહે છે અને જેને વાકેચુકે હોય છે તે સીધો રસ્ત હોય તે પણ ઊલટે અથવા આડેઅવળે ચાલે છે. આને દાખલે આપો પ્રાસંગિક લાગે છે.