________________
પરિણુતિની નિર્મળતા
[૮] આપણા જીવનને મેટો ભાગ અવ્યવસ્થિત વિચાર કરવામાં અને હેતુ કે પરિણામ વગરની પ્રવૃત્તિ કરવામાં વ્યતીત થાય છે, એવું આપણે આપણું પોતાના જીવન પર અવલોકન કરી જઈએ તે જરૂર જણાઈ આવે છે. આપણું મને રાજ્યની દશા બરાબર જોઈએ તે તેમાં ઠેકાણું જણાશે નહિ? જે વખતે એને શાંત રાખવા પ્રયત્ન કરીએ છીએ તે વખતે એ વધારે જોરમાં આવી મોટા મોટા ઠેકડ મારે છે; જ્યારે એને એક દિશાએ સ્થિત કરવા ઈચ્છીએ છીએ ત્યારે એ તેથી ઊલટી દિશાએ ખેંચાઈ જાય છે,
જ્યારે અમુક વિષયને વિચાર ન કરવા કે એ બાબતને તદ્દન વિસરી જવા નિર્ણય કરીએ છીએ ત્યારે એ વિષય કે બાબત મન પર વારંવાર આવે છે, બેવડા કે ચારગણા જોરથી આવે છે અને એક કરતાં વધારે વખત આવ્યા કરે છે.
એવી માનસિક અવ્યવસ્થિત દશામાં વિશેષ અગવડની વાત તો એ છે કે એ (મન) સ્થાન કે સમયને પણ આધીન રહેતું નથી. સાધારણ રીતે વચન અને કાયાની પ્રવૃત્તિમાં સ્થાન સમય જોઈ શકાય છે. દાખલા તરીકે સામાયિકના કાળમાં આપણે કઈને કોધનું વચન નથી કહેતા, સાવદ્ય આદેશ નથી આપતા કે હુકમ પણ નથી કરતા અને તેવે પ્રસંગે કાયાની પ્રવૃત્તિ પણ સ્થિર રહી શકે છે તેવી જ રીતે આપણે રાજસભામાં કે કેર્ટમાં, મેળાવડામાં કે
_7