________________
“મળેલી ગુમાવેલી તક - તું નકર હે તે તારા શેઠ ઠપકો આપે ત્યારે તને કેવું લાગે છે? તું શરીરે ખેડવાળો છે તે તારી ખડે સંબંધી ખ્યાલ આવે ત્યારે તેને સંસાર પર કેવો વિરક્ત ભાવ આવે છે ? તે સ્ત્રી હો તે નિર્માલ્ય વેધવચકાના પ્રસંગો પર કે વિરક્ત ભાવ આવે છે? તેને તેવા વાતાવરણમાં રહેવું પડતું હોવાથી કેવું દુઃખ થાય છે ? તારા પિતાના અઘટતા વર્તન અથવા આધિપત્યના ખ્યાલે તને કેટલું દુઃખ આપે છે ? આવી તે હજારે વાત કરી શકાય. તું તારું પોતાનું જીવન તપાસી જા અને પ્રત્યેક બનાવ પર વધારે ઊંડા ઊતરી તેનું ગંભીરતાપૂર્વક અવલોકન કરી જા. તેથી તેને જણાશે કે, “તને અનેક તકે મળી છે, તને ઘણું પ્રસંગે મળ્યા છે, તને બહુ કારણે પ્રાપ્ત થયાં છે, પણ પ્રત્યેક વખતે તે ગેટ વાળ્યા છે, તારા મનને મનાવી લીધું છે અને ખાલી ભાવના ભાવી છે. | તારા મિત્રની પત્ની ગુજરી ગઈ તે પ્રસંગ યાદ કર. તે વખતે તારા મિત્રની ભાવના કેટલી ઉદાત્ત હતી ? તેણે એક વખત ભાવનાના ઉદ્દેકમાં ત્યાં સુધી કહી દીધેલું તને યાદ છે કે–ચાલે, હવે જંજાળ ગઈ ! બાકીનું જીવન શાંતિથી ગાળશું અને આત્માની પ્રગતિ કરશું.” તેની આવી સુંદર દેખાતી ભાવના કેટલા વખત ટકી ? તેના બીજા મિત્રો આવ્યા, તેના વડીલો આવ્યા અને તેને જરા વ્યવહારમાં બને છે તેમ કહ્યું કે ભાઈ ! કાંઈ સ્ત્રી વગર ચાલે? તમારે નાનાં છોકરાં છે, ઘરમાં વડિલ સ્ત્રીવર્ગમાં કઈ નથી અને તમને ઘડપણમાં ઢાંકણે કણ? અને તમારી ચાકરી કેણ કરશે ?”