________________
૨૮
સાધ્યને મા
કે પ્રેમી મિત્રના મરણુપ્રસંગે તને જીવનની અસ્થિરતા સમજાણી હશે અને પછી આ સંસારના વિશ્વાસ ન કરતાં તેનાથી આગળ વધવા, તેનાથી દૂર જવા વિચાર થયો હશે, પશુ પછી શું ? તારા ઉપર શુદ્ધ પ્રેમ રાખનાર ઘરરખુ વ્યવહારદક્ષ પત્નીનું મરણ થતાં તે કેટલાક દિવસ ભાવના ભાવી હશે કે હવે પરણવું નહિ અને આ સંસારનું ખરું કારણ સ્ત્રી છે તેના પ્રસંગ દૂર થતાં હવે આત્માન્નતિ થાય તેવુ જીવન ગાળવુ.' આવા આવા મેહના આવિર્ભાવથી થયેલા વિચારાના તે અમલ કર્યો કે પાછે થાડા દિવસમાં પરણી એઠા અને એવા જ માહથી સસાર ચલાવ્યેા ? ધર્મનાં વ્યાખ્યાન ચાલતાં હોય ત્યારે તારી વિચારસરણી ક્યાં ઉં છે ? કેવી ભાવનાસૃષ્ટિ હૃદયસન્મુખ રચે છે ? અને પાછા તારી દુકાને કે આફ્રીસે જાય છે ત્યાં તારા શા વ્યવહાર ચાલે છે ? તું સુંદર પુસ્તક વાંચે છે કે સ્વાધ્યાય કરે છે ત્યારે કેવી વિચારસૃષ્ટિ ઘડે છે ? અને પાછા વ્યવહારમાં જોડાતાં તારા વર્તનના કેવા ઢંગધડા હાય છે ? તારા શરીરે જરા આકરા વ્યાધિ થયેા હાય, વૈદ્ય કે ડૉક્ટર એ વ્યાધિના સંબંધમાં ગંભીર મુખમુદ્રાથી વાતા કરતા હેાય, તારા સગાં સધીએ તારી પાસે આવી વારવાર તારી તખીયતના સમાચાર ચિંતાપૂર્વક પૂછતા હાય, ત્યારે તું તારા મનમાં તારા માની લીધેલા વ્યવહારને અંગે કેવા વિચાર કરે છે
અને એ વ્યાધિમાંથી દૈવયેાગે મુક્તિ મળે તેા પોતે શું શું કરશે તેના કેવા સુંદર ઘાટ ઘડે છે અને પાછા સાજો થતાં એ સર્વ વિચાશ-નિયા કેટલી સગવડ પડતી રીતે તુ વીસરી જાય છે ?