________________
R
YS S S
* * * * * *
૩૦૬
સાધ્યને માર્ગે છે કેઈમાં કઈ વિકૃતિ હશે, નબળાઈ હશે, તુચછતા હશે, અનિષ્ટતા હશે, તો કઈમાં બીજા પ્રકારની હશે, પણ તારામાં કઈ કઈ છે તે શોધ અને શોધીને તેને માટે યોગ્ય નિર્ણય કર. બાકી ચોક્કસ માનજે કે દુનિયામાં કોઈનાં નળીઆં સૂતાં હશે તો કોઈને નેવાં સૂતાં હશે, પણ તારે તેની પંચાત શી? તારાં નળીઆં ક્યાં સૂએ છે અને તું ક્યાં બેઠે છે તે વિચાર તે બસ છે. તું કદી એમ ન ધારો કે તારૂં છાપરું તદ્દન સલામત જ છે. તારા ઘરમાં તે ચારે બાજુએ ખાબોચી પડી રહેલાં છે અને પાણીની બાલદીએ ભરી ભરીને કાઢે તેપણ ઘર સાફ થઈ શકે તેમ નથી, ત્યાં તું પારકાં નહી તપાસવા ક્યાં જાય છે? તારે તે ખૂબ વિચારવાનું છે. જરા આંખ ઉઘાડીને સામે જેવાને બદલે અંતર ચક્ષુ ઉઘાડીને અંદર નજર કર. અરે! તને એમાં એટલા ગોટાળા, ખાડા અને ઘુંચાળા માલૂમ પડશે કે તું અસાધારણ બુદ્ધિ શક્તિ અને આંતરશાર્યવાળ નહિ હે તે, તું તેમાં ગોથા ખાઈ જઈશ, ગૂંચવાઈ જઈશ અને ગોટાળે ચઢી જઈશ.
તું આમ દેડો છેડો કયાં ચાલ્યો જઈશ ? અને કેટલે ચાલ્યો જઈશ ? અને શા માટે દોડયા કરે છે? જેને માટે તું મત આપી રહ્યો છે, જેની ટીકા કરી રહ્યો છે, જેની નાની મેટી વાતને તુ અગત્ય આપી રહ્યો છે, તે સર્વે પંખીના મેળા છે, આ તો એક રાતને વિસામે છે, એમાં કેટલાક મળી ગયા, એ સર્વ પંખીની અપેક્ષાએ અતિ અલ્પ છે અને તે પણ અહીં બેસી રહેવાને નથી; માટે નિરર્થક માથાફેડ અને લમણાઝીક કરવાને બદલે