________________
આત્મ પરિકમ્મા
૩૦૭ તારી જાતને તપાસ, તારી જાતને સંભાળ અને તારી જાતને વિકસાવ. - વળી એ રીતે પરલક્ષી થવાને બદલે અંતરલક્ષી થઈશ, ત્યારે આગળ જણાવ્યું છે તેમ પ્રથમ તે તને ઘણી ગૂંચવણે દેખાશે, પણ પછી અંતરના અંજવાળાં પડશે અને ત્યારે તે નહિ અનુભવેલું દેખાશે, નહિ જાણેલું જણાશે, નહિ સૂણેલું સંભળાશે. એ અનાહત નાદના ગોરવ ઓર છે, એનાં અંતર તેજ અનેરાં છે, એની અદ્ભુત સુગંધ અનનુભૂતપૂર્વ છે. બે ઘડીના મેળામાં તું શું રાચી રહ્યો છે ? તારું એ કામ નથી, તારું એ સ્થાન નથી, તારું એ માન નથી. તું કઈ ભૂમિકાને પ્રાણી ! અને ક્યાં અથડાઈ પડે છે. અને કેવામાં ભરાઈ પડે છે ? તારા નૈરવને એ વાત શોભે નહિ, તારા સાચા ઉદ્દેશને એ અનુરૂપ ન હોય, તારા તેજને એ વિકસાવનાર ન હોય. | માટે તારી જાતની ફરતી પ્રદક્ષિણું લે, તારા અંતરમાં ઊતર, આત્મનિરીક્ષણ કર અને ત્યાં સુવર્ણસિંહાસને બેઠેલા તારા નટરાજને છે અને એની ફરતે કચરો લાગે છે અને લીલા લાગી ગઈ છે તથા એના ઉપર ધૂળ ચઢી ગઈ છે એને દૂર કર. તું તારામાં જ છે, તું તારામય છે, તું એક અને અદ્વિતીય છે અને તારા વિકાસ તારા હાથમાં છે, તારે કુલસ્વાધીન છે, તારા અંતરમાં છે. તારી પિતાની આસપાસ એકાગ્રપણે એકવાર પ્રદક્ષિણા કરીશ તે તારી પરાવલંબી કે પરકીય ભૂમિકા ઊડી જશે અને એ ગઈ એટલે કાર્ય સફળ થઈ ગયું સમજજે. એ વાતમાં બે મત પડે તેમ નથી, માટે આત્મલક્ષી થઈ આત્મપ્રદક્ષિણા કર