________________
૩૦૮
સાધ્યને માગે અને સ્વને જ વિચાર કરી એને વિકસાવ.
સામાન્ય રીતે આપણને એવી ટેવ જ પડી ગયેલી છે કે આપણે બીજાની બાબતેને જ વિચાર કરીએ છીએ. જંદગીમાં ફતેહ મેળવવી હોય તે તેની ચાવી એક જ છે. આપણે કોણ છીએ? આપણે અહીં શા માટે છીએ? અને આપણે શું કરી શકીએ તેમ છીએ? તેને વિચાર કરે, ખૂબ વિચાર કરવો, વારંવાર વિચાર કરે, જૂદાં જુદાં દષ્ટિબિંદુઓથી વિચાર કરે.
અહીં એક બાબત વિચારવા જેવી છે. ઉપરના ત્રણે મુદ્દા પર તારું પોતાનું આત્મચરિત્ર લખવા માંડ. શરૂઆતમાં તને મજા પડશે, તું થોડો આગળ વધીશ એટલે તને પિતાને જ મુંઝવણ થશે. લખતાં લખતાં “પણ પણ થતું જશે, અને આખરે તારે લખવું પડશે કે “હું જાણતા નથી, હું સમજતે નથી વિગેરે. જાતે પ્રયાગ કરીશ ત્યારે તને તારા આત્મચિત્રમાં અનેક ગૂંચવણે લાગશે, તું પ્રમાણિકપણે એ ચિત્ર તારી જાતમાહિતી માટે જ માત્ર લખીશ તે પણ તને સમજાશે કે એ ચિત્ર લખવું મુશ્કેલ છે અને આખરે તારે નિષ્ફળ પ્રયત્ન તું છોડી દઈશ, કંટાળીને થાકી જઈશ અને ગૂંચવણમાં ગોટાળે ચઢી જઈશ.
આટલું કબૂલ કરી શકીશ ? કબૂલ કરવા જેટલું ખમીર છે? કદી વિચાર કર્યો છે? પિતાનું આંતર ચિત્ર દોર વામાં આટલી બધી મુંઝવણું થાય એ તે કેવી વાત? આ શરીર અને આત્માથી તૈયાર થયેલી નૈકા શી ચીજ છે? એ કયાં ઘસડાઈ જાય છે? એને કયા બંદરે લઈ જવી છે? અને લઈ જવામાં ક્યા ધરણે અને નિયમો છે ? એની