SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ પરિકમ્મા . ૩૦ કઈ વાતને તે નિર્ણય કર્યો છે? અને ન કર્યો હોય તે કેવી વાત ગણાય? એ તું જ વિચાર. બીજાની સાથે ગમે તેમ વર્તજે, પણ પિતાની જાતની સાથે એકાંત વિચારણમાં તે આત્મવંચના કરતા નહિ. કયા બંદરે જવું છે એને ખ્યાલ પણ ન હોય અને વહાણને ભરદરિયે હંકારી મૂકવું એના જેવી અક્કલ તે કેની હાય ? છતાં એ દશા તારી છે એ વાત જ્યારે તું ખૂબ વિચાર કરીશ ત્યારે તને સમજશે. - થોરો (Thoreau ) નામને એક મહાન સાહિ ત્યકાર થયો છે. તે કહે છે કે “ તારી પિતાની જાતને બરાબર ઓળખવી હોય તે તું તારી પોતાની ઉપર એક પત્ર (કાગળ) લખ. તેમાં તારી પિતાની શક્યતાઓ, તારું વર્તન અને તારા ઉદ્દેશે (Abilities, Character and Aim ) ના સંબંધમાં તું પોતે સાચે સાચું શું માને તે તું જણાવ, એટલે તું ક્યાં છે તેને તને ખરેખર ખ્યાલ આવશે. એ જાતની વિચારણાને પરિણામે થયેલા લેખનથી તું રાજી તે નહિ જ થાય એમ ચોક્કસ જણાય છે, છતાં એક વાત એ પણ છે કે એ વિચારણાને પરિણામે તારામાં કેટલાક ગુણે પ્રચ્છન્ન હશે તેનું પણ તને ભાન થશે. . જીવનની ફતેહ આવા પ્રકારની વિચારણુમાં છે. ગમે તે પ્રકારે જીદગી પૂરી કરવી અને સંસારસમુદ્રમાં પિતાની નૈકા ગમે તેવો પવન આવે તેને અનુસારે ઘસડાવા દેવી એમાં કાંઈ જ નથી, એમાં કાંઈ આનંદ નથી, એમાં કાંઈ તેજ નથી. જીવનની મોજ માણવી હોય તે જીવનને અંદરથી તપાસવું, પિતાની ધારણુ સમજવી,
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy