________________
૩૧૦
v/Vw
સાધ્યને માટે પિતાના ઉદ્દેશાનો નિર્ણય કરે, પિતાના ઉદેશને વિરોધ થાય તેવા પ્રસંગે આવે ત્યાં અટકી પડવું અને જેમ બને તેમ બહાર ન જોતાં અંદર જોતાં શીખવું, સામે ન જોતાં પગ તરફ જતાં શીખવું અને ચકળવકળ આંખે નિરીક્ષણ કરી અન્યની આસપાસ ફેરફૂદડી ફરવાને બદલે પેતાના શરીરની આસપાસ પ્રદક્ષિણા કરવી. એનું નામ સાચું જીવન છે, બાકી તે અનેક ફેરા ખાધા, એક ખાડામાંથી બીજામાં પડ્યા અને બહારને ધકકે ચઢયા. એવા ફેરાઓ અને ધકેલાઓની ઘણી મોટી સંખ્યામાં એકને વધારે થશે એમ જરૂર લાગશે.
આખા જીવનરહસ્યની ચાવી આત્મવિચારણામાં છે, અંદર ઊંડા ઊતરવામાં છે, સાશ્ચના સુનિશ્ચયમાં છે અને તે નિશ્ચયને ગમે તેટલી અગવડે વળગી રહેવામાં છે. અત્યારે એ સર્વ મુદ્દા સમજી શકાય તેટલી તારામાં આવડત છે, સંગે અનુકૂળ કરી લેવાની તારામાં શક્તિ છે અને સાધ્યને માર્ગે ચાલવાની તારામાં કળા છે. નિશ્ચય કરીશ તે રસ્તે સરળ થઈ જશે, બાકી ચકબ્રમણની ફેરફુદડીમાં આંટા મારવા હોય તે તારી મરજીની વાત છે. ચાલુ પ્રવાહથી જરા ઊંચે આવ અને આત્મરમણતાની મજા જે. એને આનંદ અનુપમેય છે, એની લીજત અવ
નીય છે, એનો રસ અન્યત્ર અપ્રાપ્ય છે. . ધ. પ્ર. યુ. ૫૩. પૃ ૨૦૪ કે સં. ૧૯૯૩
-