________________
આત્મ કિસ્સા
૩૦૫
ખૂબ વિચાર
પ્રકાશ
છે જ નહિ. બધી વાત કરતાં અને કરતાં પેાતાને જ લાગશે કે આપણામાં કોઇ જાતની વિશેષતા નથી કે વિશિષ્ટતા નથી કે જેને લઈને આપણે અન્યની વાત કરવાની ચૈાગ્યતા પણ ધરાવી શકીએ. એનાં અનેક કારણા છે: નજરે દીઠેલ વાત પણ ખેાટી પડે છે, દેખવા—ફેર થાય છે, ખાજુ ર થાય છે અથવા છાયાના ફેરથી હકીકત ફી જાય છે, તે આપણા દરાજના અનુભવના વિષય છે. બીજી હકીકત એ છે કે આપણે બાહ્ય વસ્તુ કદાચ સારી રીતે જોઈ પણ શકીએ, પણ અંદરના આશય હેતુ કે બીજા અનેક વિચારી, તરગા અને પ્રેરક તત્ત્વા ફ્દી જાણી શકતા નથી, જાણવા માટે જે વિશિષ્ટ જ્ઞાન જોઈએ તે આપણામાં નથી અને માત્ર અનુમાન ઉપર આધાર રાખીએ, ત્યાં તે આપણી અક્કલ, આવડત, અનુભવ આદિ અનેક મુદ્દાએ આપણા નિર્ણય મર્યાદિત અથવા માધિત થઇ જવાના ઘણા સભવ છે.
સર્વથી મહત્વની વાત તેા એ છે કે અન્યની ખામતમાં તારા મત આપવાના તને અધિકાર શે? તે કાંઇ આખી દુનિયાને માટે મત આપવાના ઇજારા લીધેા છે ? તું તારી પાતાની સંભાળ લે, તારી જાતને ઉન્નત કર અને રસ્તે ચઢાવ, રસ્તા મળ્યા પછી એને સન્માર્ગે આગળ ધપાવ. એ દિશાએ તારે ઘણું કરવાનુ છે, તને એ કરતાં સમય મળે તેમ નથી, ત્યારે નકામી બીજાની વાત કરી વગર સમજણે કયાં હાંકયે રાખે છે ?
તું વિચારજે કે દુનિયામાં અનેક પ્રકૃતિના માણસે
20