________________
૩૦૪
સાધ્યને માર્ગે તને કઈ તપશ્ચર્યાને પરિણામે પ્રાપ્ત થયું? તારા ક્યા ત્યાગ વૈરાગ્યને પરિણામે તને વિશિષ્ટ જ્ઞાન થયું કે તું સાંભળેલી ન સાંભળેલી, બનેલી નહિ બનેલી અને ભળતી સળતી વાતની કચુંબર કરી ડહાપણ બતાવે છે? પરંતુ બહાર જેવાને બદલે અંદર જે, સામે જોવાને બદલે નીચે , આગળ જોવાને બદલે અંતરમાં જો, અને પછી તપાસ કે તું ક્યાં ઊભે છે? તું જ્યારે સ્વીય આત્મનિરીક્ષણ કરીશ અને તારી પિતાની આસપાસ ચકભ્રમણ કરીશ, તારાં પિતાનાં વચન વિચાર અને વર્તનને તપાસી જઈશ, ત્યારે તને લાગશે કે તારા બેલવા કરતાં તારે વિચારવાનું ઘણું છે, અન્યની ટીકા કરવા કરતાં તારે તારા આત્માને સંભાળવાને છે, બાહયાચારી (Objective) થવાને બદલે તારે અંતરચારી (Subjective) થવાનું છે.
જ્યારે અન્યના નાના નાના દુર્ગણ પર વાત કરવાની, ટીકા કરવાની કે નિંદા કરવાની મરજી થઈ આવે કે જીભડીને ચળ થઈ આવે, ત્યારે એના ઉપર બ્રેક(કમાન)દબાવવાની જરૂર છે અને પોતે કયાં ઊભે છે, પોતામાં એ જ બાબતને અંગે કેટલી નબળાઈ છે, એનો બારિકીથી અભ્યાસ કરવાની જરૂર છે. જ્યારે આ આત્મપરિકમ્મા કરવાની ટેવ પડશે, જ્યારે પોતાની જાતની આસપાસ ફેરા ખાતાં આવડશે, જ્યારે હૃદય પરીક્ષા કરવા સ્વપ્રદક્ષિણ કશ્યામાં આનંદ આવશે, ત્યારે આખી વાત નવીન આકારે સમજાશે, અંતરના ઓજસ પ્રસરશે અને પછી જણાશે કે આપણી પાસે અન્યની તુલના કરવાનાં ત્રાજવાં છે જ નહિ, અને હોય તે પણ તેને વિનાપ્રસંગે કે અકારણે ઉપગ કરવાની જરૂર