________________
વિલક્ષણ અનુભવદુગાર
૧૪: એના અંત:કરણની પ્રવૃત્તિને પ્રમાણભૂત કરાવવા જેટલું અકખ્ય ચેતન તેને આપે છે. બાહ્ય નજરે એના નિર્ણયમાં વિલક્ષણતા લાગે છે, પણ એ એના રંગમાં જ હોય છે અને એને સમજનાર એને બરાબર સમજે છે. એ માનસિક વૈગિક. દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કર.
કેમ આજે આળસ આવે છે? સૂર્યોદય થવા આવ્યું, વાદળાં લાલ થયાં, તે પણ પ્રમાદ કેમ થાય છે? શું કહ્યું? કાલે રાત્રે વધારે જાગ્યા હતા? શું કહ્યું? કેમ? અરે એ તે જરા નાટક જેવા ગયા હતા. ભાઈ! તમારે હજુ નાટક જોવાં બાકી રહ્યાં છે? આ તમે સવારથી રાત સુધી જુઓ છો તેમાં નાટક સિવાય બીજું શું જુઓ છો? આ મેહરાજાના વિલાસો અને જીવનમાં ગમનાગમનમાં તમને નાટક સિવાય બીજું શું દેખાય છે? શું કહ્યું? એમાં કલ્પનાના ઉછાળા નથી, દિલ ઉશ્કેરનારા બનાવે નથી, કળાવિધાન કે અભિનય નથી. ભૂલ્યા ! નાટકમાં કલ્પના કે ઉશ્કેરણું, અભિનય કે કળા તમારા દરરાજના બનાનાં જ આવે છે. એમાં ન બને તેવી વાત આવી શકતી નથી. ખરી મજા જોવી હોય તે દુનિયામાં જ જુઓ. તમે આંખો ઊઘાડી રાખી ચાલશો તો દરેક પગલે તમે નાટક જ જશે અને એમાં ઊંડા ઊતરશે તે તે તમારી મજાને પાર નહિ આવે. એમાં અંતરંગ રાજ્યનાં નાટકે તે ભારે ભવ્ય છે, અજબ છે, કળાવિધાનથી પણ ઉન્નત છે અને એ ઉપરાંત તમે જે દિવ્ય નાટક (Divina Comedia) ત્યાં