________________
*
*
*
* *
*
* * *
*
સાધ્યને માગે મુમુક્ષુ:–“આપશ્રીએ આ વાર્તા કરી તેનું કાંઈ લક્ષણ બતાવશે?”
મહાત્માઃ – “શાસ્ત્રકાર કહે છે કે એવા અધમ અવસર્પિણી કાળનું મુખ્ય લક્ષણ એ છે કે એમાં શુભનાં નિમિત્તે અશુભ તરીકે પરિણમે - મુમુક્ષુ:–“સાહેબ, એ વાત બરાબર સમજાણું નહિ, જરા વિગતથી સ્પષ્ટ કરે.” - મહાત્મા–“શુભ કાર્યો પ્રાણી કઈ પણ પ્રકારના આત્મિક લાભની ઈચ્છાઓ કરે છે. એવાં શુભ કાર્યો શુભને બદલે અશુભનાં કારણે બને એ આવા અધમ 'કાળનું મુખ્ય લક્ષણ છે.”
| મુમુક્ષુ –“શુભ કાર્યો અશુભ તરીકે કેમ પરિણમે? વાત કાંઈ હજુ જચતી નથી. કૃપાનાથ! જરા વધારે સ્કુટ કરે.” - મહાત્મા–“આત્માની સાથે કર્મબંધ થાય છે, તેને મુખ્ય સંબંધ આંતરવૃત્તિ સાથે રહે છે. અંદર જેટલે અંશે શાંતિ અને લક્ષ્યસન્મુખતા હોય તેટલે અંશે કાં તે શુભ કર્મબંધ થાય છે અથવા કર્મની નિર્જરા થાય છે એટલી વાત તે બરાબર બેસે છે ને? કર્મબંધ વખતે રસ પડે છે સેકષાય ઉપર કેટલે આધાર રાખે છે તે વાત ધ્યાનમાં છે?”
મુમુક્ષુ --“હાજી, કર્મબંધ કરતી વખતે એના ચાર અનુબંધ પૈકી રસબંધને આધાર કષાયપરિણતિ પર રહે છે.”
મહાત્મા–“તે હવે ધ્યાનમાં લઈ લે. શુભ કાર્ય કરતી વખતે અથવા કર્યા પછી કઈ પણ પ્રકારના કષાયને ઉદય થાય તે શુભ નિમિત્તે ઊલટાં થઈ જાય છે અને લાભને બદલે હાનિ કરાવે છે.”